Love's risk, fear, thriller fix - 9 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 9

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 9


સવારે વૈભવ અને રઘુ ઉઠે એ પહેલાં જ રેખા ઊઠી ગઈ હતી.

"રઘુ, વૈભવ ઉઠોને જલ્દી!" રેખા એમને ઉઠાડી રહી હતી. ગઈ કાલે તો પોતે એણે ઊંઘતી મૂકીને રઘુ એ જાતે એના માટે કોફી બનાવી હતી. ગમતી વ્યક્તિ એમની ગમતી વ્યક્તિ ને વધારે મહત્વ આપતી હોય છે! રેખા પણ એ જ વિચાર સાથે હસવા લાગી.

"રઘુ..." રેખા એ જોરથી કહ્યું તો રઘુ સફાળો ઊભો થઈ ગયો.

"શું થયું? શું થયું?" રઘુ બોલવા લાગ્યો!

"કંઈ થયું નહીં... આજે મારે રજા છે તો ચાલને આપને ફરવા જઈએ..." રેખાએ પ્લાન સમજાવ્યો.

"અહીં લાઇફમાં કેવું કેવું થઈ રહ્યું છે ને મેડમ ને ફરવા જવું છે!" રઘુ ઊંઘમાં જ બબડ્યો.

"હવે એવું કઈ નહિ થાય... પ્લીઝ!" રેખા એ કહ્યું.

"ઓકે..." કહીને રઘુ બાથરૂમમાં ચાલ્યો ગયો.

રેખાએ બ્રેકફાસ્ટ પણ બનાવી દીધું હતું. રઘુ ટેબલે આવ્યો.

"તું એકલો હતો ત્યાં સુધી તો મને જરાય કામ જ નહી કરવા દીધું હે ને!" રેખા એ પ્યારથી રઘુને કહ્યું. વૈભવ બાથરૂમમાં હતો તો બંનેને થોડો ટાઈમ મળી ગયો હતો.

"હા, તો હું હોય ને તું કામ કરે!" રઘુ એ કહ્યું અને બ્રેડ જામને ખાવા લાગ્યો.

"કેટલું ધ્યાન રાખે છે તું મારું!" રેખાએ રઘુ સામે પ્રેમથી જોતા કહ્યું.

"મને ખબર છે, તું ઘરનું કામ પણ કરે છે, જોબ પણ કરે છે. ભાઈને પણ સાચવે છે... મને બધું ખબર હોવા છતાં હું તને કામ કેવી રીતે કરવા દઈ શકું!" રઘુએ કહ્યું અને એક સ્માઈલ કરી.

"હાવ સ્વીટ ઓફ યુ..." રેખાએ કહ્યું એટલામાં વૈભવ પણ આવીને ટેબલ પર ગોઠવાઈ ગયો.

"વૈભવ, આપને ત્રણ એક પાર્કમાં જઈએ છીએ..." રેખા એ એના બ્રેડ પર જામ લગાવતા કહ્યું.

"પણ, મારાથી નહિ આવી શકાય!" વૈભવે કહ્યું.

"કેમ?!" રઘુ અને રેખા બંને એક સામટા જ બોલી પડ્યાં.

"મારે એક ફ્રેન્ડ સાથે મેરેજમાં જવાનું છે..." વૈભવે કહ્યું.

"ના, હવે કંઈ પણ નહીં જવાનું!" રેખા એ સાફ સાફ તાકીદ કરી.

"અરે, પણ!" વૈભવ બસ કહેતો જ રહી ગયો.

"હા, તો સાચી જ તો વાત છે! ખબર નહિ કેવું થયું હતું!" રઘુએ કહ્યું.

"જો તારે અમારી સાથે ના આવવું હોય તો તું ઘરે આરામ કર, પણ કોઈના પણ લગ્નમાં તારે જવાની કોઈ જરૂર નહી!" રેખાએ સાફ સાફ કહ્યું.

"સારું, લગ્નમાં નહીં જતો! પણ તમે લોકો કઈ જગ્યા પર જાઓ છો?!" વૈભવે પૂછ્યું.

રઘુ કોઈ જવાબ આપે એ પહેલાં જ રેખા એ જવાબ આપી દિધો - "એક લાઇબ્રેરી માં જઈએ છીએ!"

"હું તો ત્યાં આવીશ તો પણ બોર થઈ જઈશ... હું ઘરે જ રહું છું..." વૈભવે કહી જ દીધું, જે રેખા એ જવાબમાં જોઈતું હતું!

રઘુ અને રેખાએ આંખો આંખોમાં ઈશારો કર્યો. રેખાને તો જાણે કે લોટરી જ ના લાગી ગઈ હોય એટલી ખુશી થઇ રહી હતી!

"સારું તો તું ફોન તારો ચાલુ રાખજે... અમે સાંજ સુધીમાં આવી જઈશું..." રેખાએ કહ્યું અને રઘુ સાથે નીકળી પડી.

🔵🔵🔵🔵🔵

"કેમ વૈભવને જૂઠું કહ્યું કે આપને લાઇબ્રેરી જઈએ છીએ?" પાર્કમાં એક બાંકડે રેખાએ ખુદના માથાને રઘુના ખોળામાં મૂકી દીધું હતું.

"હા તો મારે તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હતો..." રેખાએ કહ્યું.

એક ગોળી હવાને ચીરતી એ બંને ની તરફ બસ આવી જ રહી હતી! એ ગોળી રેખાના પગથી બસ અમુક ઇંચથી ઉપર રહીને પસાર થઈ ગઈ!

વધુ આવતા અંકે...
____________________
એપિસોડ 10માં જોશો: "બસ ના બોલ આવું! હું બધું જ ઠીક કરી દઈશ!" રઘુએ કહ્યું અને એણે વધારે પોતાની પાસે લાવી ભીંસી દીધી.

"રઘુ, હું નહીં જાણતી કે હવે મારી પાસે કેટલો ટાઈમ છે, પણ હું હવે થોડો પણ ટાઈમ બગડવા નહીં માંગતી! મારે તને કઈક કહેવું છે..." રેખાએ આંસુઓ લૂછતાં કહ્યું.

"હા, બોલ ને." રઘુએ તૈયારી બતાવી.

"આઇ લવ યુ, આઇ લવ યુ! આઇ લવ યુ, સો મચ!" રેખાએ કહ્યું તો એના આંસુઓ નીકળી ગયા.

"આઇ લવ યુ ટુ!" રઘુએ કહ્યું અને એણે ફરી બાહોમાં લઇ લીધી. રઘુની આંખો પણ કોરી ના જ રહી શકી.