Love's risk, fear, thriller fix - 22 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 22

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 22


રઘુ આજે ઊંઘી જ રહ્યો હતો. ગીતા ઉઠેં એ પહેલાં જ વૈભવ આજે ઊઠી ગયો હતો!

હા, એને જ આજે બધા માટે ખુદ એના હાથથી બ્રેકફાસ્ટ સર્વ કર્યું હતું, ઓનલાઇન ફૂડ ઓર્ડર કરીને એને ત્રણેય પ્લેટ તૈયાર કરી દીધી હતી.

ગીતા વૈભવ ના આ કામથી ખુશ થઈ ગઈ હતી. પણ એને તો રઘુ આવે ત્યારે જ નાસ્તો કરવાનું વિચાર્યું હતું.

"રઘુ, ઊઠી જા!" એને રઘુ ના માથે હાથ ફેરવતા કહ્યું.

"કેટલો ક્યૂટ લાગે છે, મારા ચાંદ જેવા રઘુ ને કોની ખરાબ નજર લાગી ગઈ છે! પ્યાર તો બહુ જ આવે છે, પણ હવે દયા પણ આવે છે!" ગીતા એ કહ્યું.

"જો તું તારા હાથથી ખવડાઈશ ત્યારે જ ઉઠું!" રઘુ એ કહ્યું.

"હા, હું જ ખવડાઇશ!" ગીતા એ કહ્યું.

રઘુ પણ ફ્રેશ થઈને ટેબલ પર આવી ગયો.

ગીતા એ રઘુ ને ખવડાવવું શુરૂ કર્યું.

"ફરી યાદ અપાવું, હું તને પ્યાર નહિ કરતો!" રઘુ એ કહ્યું તો રેખા બોલી -

"ખુદ મને કહ્યું છે કે પ્યાર નું કહેવાનું નહિ અને ખુદ કહે છે!"

ત્રણેય એ નાસ્તો કરી લીધો અને સોફા પર બેઠા.

"મારે એક વાત કહેવી છે.." જે બેકગ્રાઉન્ડ માં હંમેશાં ઇગ્નોર થતો હતો આજે ને કહ્યું.

"હા? શું?!" રઘુ અને ગીતા એક સાથે જ બોલ્યાં.

"ગીતા, હું તને બહુ જ પ્યાર કરું છું!" વૈભવ એ કહ્યું તો રઘુ ને બહુ જ હસવું આવી ગયું!

"સોરી, પણ હું તો રઘુ ની દીવાની છું!" ગીતા એ બને એટલા પ્યારથી કહ્યું.

"ગીતા, બહુ જ મસ્ત ચાન્સ છે, વૈભવ બહુ જ સારો છોકરો છે!" રઘુ એ કહ્યું.

"એક રેખાના લવર સિવાય હું કોઈ બીજા છોકરા વિશે વિચારી પણ નહીં શકતી!" ગીતા એ રઘુ ના પ્યાર વિશે કહી પણ દીધું અને ઉપર થી એમ પણ કહ્યું કે રઘુ પણ રેખા નો છે!

"કોઈ વાંધો નહિ, હું પણ એક રેખા ના રઘુ ની ગીતા પાછળ પાગલ છું!" વૈભવ એ કહ્યું તો ગીતા શરમાઈ ગઈ.

"વાહ, હું તો બંને ના પ્યાર માટે તૈયાર છું!" ગીતા એ રઘુ ના મોં પર હાથ મૂકી દીધો.

"ઓ એવું ના બોલ!" ગીતા એ કહ્યું.

"ખરેખર, તમારો સ્વભાવ, તમારી અદા.." વૈભવ બોલતો હતો અને રઘુ હસતો હતો!

"થઈ ગયું તમારું કામ!" રઘુ એ ગીતા ને છેડતા કહ્યું.

"જો, તેં મને વૈભવ ના નામે ચિડવી છે ને તો હું પણ ચિલ્લાઈ ચિલ્લાઇ ને કહીશ કે હું તને જ પ્યાર કરું છું!" ગીતા એ કહ્યું.

"સિમ્પલ છે યાર, હા કહી દે ને એને!" રઘુ એ ગીતાને કહ્યું.

"ઓ! તને ગુસ્સો આવે છે ને કે હું કહું ને કે હું તને પ્યાર કરું છું, બસ તો તું પણ વૈભવ નું નામ લઈશ તો મને પણ ગુસ્સો આવશે! સો પ્લીઝ! નહિતર.." ગીતાએ કહ્યું.

"નહિતર, તું અને વૈભવ લગ્ન કરી લેશો?!" રઘુ એ હસતા હસતા કહ્યું.

"હું પણ રેખા સાથે.." રઘુ એ એના હોઠ પર આંગળી મૂકી દીધી.

"ચૂપ! વૈભવ નું તો વિચાર!" ગીતા ને લાગેલું કે એ કંઇક સારું, એના પ્યારનું કહેશે, પણ વૈભવ નું નામ આવતા એ થોડી ઉદાસ થઈ ગઈ! બદલામાં એને રઘુ ને હળવી ઝાપટો મારી.

"સારું, તમારે તો મસ્ત થઈ ગયું! બસ મારી રેખાના કાતિલ ને મને શોધી આપો!" રઘુ એ કહ્યું.

"બહુ થયું, જો હવે.." એને કહ્યાં વગર જ જઈને રઘુ ના માથે કિસ કરી લીધી.

"ઓ પ્યારનું કહેવાની પણ મનાઈ છે અને તું.." રઘુ એ કહ્યું.

"હવે કહેતો ના.." ગીતા એ માસૂમિયત થી કહ્યું તો રઘુ નો ગુસ્સો પણ પીગળી ગયો.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 23માં જોશો: "જેવી રીતે ગીતાએ તને બધા વચ્ચે પ્રપોઝ કરેલું, મને પણ દીપ્તિ એ બધા વચ્ચે પ્રપોઝ કરેલું!" વૈભવ એ કહ્યું તો રઘુ અને ગીતા ના આશ્ચર્ય નો કોઈ પાર જ ના રહ્યો.

"તો હા કેમ ના કહ્યું?!" રઘુ એ સ્વાભાવિક જ પૂછ્યું.

"કેમ કે હું એણે પ્યાર નહોતો કરતો!" વૈભવ એ કહ્યું તો રઘુ અને ગીતા તો આખોય કેસ સમજી ગયા! એ બંને એવું જ સમજી રહ્યાં હતાં કે આ બધાં પાછળ દીપ્તિ જ છે! પણ શું એ જ સત્ય હતું?!

ત્રણેય જમ્યા અને ફરી સોફામાં આવ્યા. ગીતા એ ખુદના માથાને રઘુ ના ખોળામાં મૂકી દીધું હતું.