Love's risk, fear, thriller fix - 17 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 17

Featured Books
  • સવાઈ માતા - ભાગ 72

    રમીલા ત્રણેયની નજીક આવતી હતી અને તેઓએ પણ રમીલા તરફ આગળ વધવા...

  • પ્રકાશનું પડઘો - 3

    ​️ પ્રકરણ ૩: આકાશમાંનું મૌન અને પૃથ્વી પરનો કોલાહલ (Silence...

  • અસ્તિત્વ - 1

    અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી...

  • ડિજિટલ લિટરસી

    સ્માર્ટફોનની ચમક અને માનવબુદ્ધિનું અંધકારમય પતનઆજના ડિજિટલ ય...

  • ટેલિપોર્ટેશન - 6

    ટેલિપોર્ટેશન: ૧.૫ સેકન્ડનો કેદ​અધ્યાય ૧૦: ૧.૫ સેકન્ડનો જીવલે...

Categories
Share

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 17


"બાય ધ વે, તું બહુ જ મસ્ત લાગે છે, દીપ્તિ!" રઘુ એ દીપ્તિ ની તારીફ કરી તો ગીતાએ તુરંત જ બાજુમાં રહેલ રઘુના પગ ને પગથી માર્યું.

"હા તો, તેં શું જોયું હતું, એક વાર ફરીથી કહે ને.." વૈભવ એ કહ્યું.

"મેં નહિ, મારી ફ્રેન્ડ એ એક ઇડિયટ જેવા અને એક થોડા ચાલક એવા બે વ્યક્તિઓને જોયા હતા, એ લોકોએ ગાડીમાં જતાં હતાં ત્યારે એ લોકો કોઈ વૈભવ ના અપહરણ ની વાત કરતા હતા ત્યારે મને મારી એ ફ્રેન્ડ એ કહ્યું તો એટલે મેં મારો નંબર બદલી લીધો, મને બહુ જ ડર લાગતો હતો." દીપ્તિ એ કહ્યું.

રઘુ એન્ડ ટીમ એ પણ રેખા નું મર્ડર અને બાકી બધું જ દીપ્તિ ને પણ કહ્યું.

"મારે આવા કશામાં નહિ પડવું.. મને તો બહુ જ ડર લાગે છે!" દીપ્તિ એ સ્વાભાવિક જ કહ્યું.

"એમાં ડરવાની વાત જ નહિ, હું છું ને.." રઘુ એ કહ્યું તો ગીતા એની સામે ધારદાર નજરે જોઈ રહી.

"ઠીક છે, દીપ્તિ. તને મળીને મજા આવી. મળતાં રહીશું. કઇ ખબર પડે તો અમને કહેજે." રઘુ એ કહ્યું.

"એક મિનિટ.. રઘુ, હું તારી સાથે છું, હું તારી મદદ કરવા તૈયાર છું." દીપ્તિ એ કહ્યું તો ગીતા પર તો જાણે કે રીતસર વીજળી જ ના પડી હોય!

"આપ તો તારો હાથ.." રઘુ એ હાથ આગળ વધાર્યો, પણ ગીતાએ દીપ્તિ નો હાથ મિલાવ્યો.

"બાય, ખ્યાલ રાખજે તારું.. રેખાના કાતિલ ને શોધવા જવાનું થાય તો કહેજે મને!" દીપ્તિ બોલતી હતી તો ગીતા ને બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો.

🔵🔵🔵🔵🔵

"શું હતું એ બધું જે ચાલતું હતું, હેં?!" ગર્લ ફ્રેન્ડ તો દૂર, પણ કોઈ વાઇફ જ ના હોય એવા હક થી ગીતા રઘુ ને પૂછી રહી હતી.

"કઇ નહિ, હું તો રેખા ને જ લવ કરું છું.."

"હા, એટલે જ તો એની સાથે આટલું બધું ફ્લર્ટ કરતો હતો તું!" ગીતાએ ગુસ્સે થતા કહ્યું.

"એવું તેં શું છે, એનામાં જે મારા માં કે રેખામાં પણ નહિ! હેં?! બસ આ જ હતો તારો અને રેખા નો લવ.. એક પળમાં જ ભૂલી ગયો ને તું એને.. રેખા તો આ દુનિયામાં પણ નહિ.. હું તો છું ને.. કેટલું બધું કહેલું કાલે મેં તને પણ તું.." ગીતા બધો જ ગુસ્સો ઉતારવા માગતી હતી.

"શાંત થઈ જા, બાબા!" રઘુ એ એને બેડ પર બેસાડી.

"મસ્તી કરતો હતો બાબા! બસ જોવા માગતો હતો હું કે મારી અને દીપ્તિ ની મુલાકાત ની વાતથી જ તું આટલી બધી ટેન્શન માં આવી ગઈ તો હું જો એની સાથે લવ કરું તો ત્યારે તું શું કર, બસ એટલે!" રઘુ બોલ્યો તો ગીતા તો નારાજ થઈને બેડ પર એકબાજુ જઈને ઊંઘી ગઈ.

"સોરી.. ખરી છું, મેડમ! પહેલા તો કહે છે કે રડીશ ના.. અને હું રડવાનું છોડીને મજાક કરું છું તો નારાજ થઈ જાય છે!" રઘુ એ કહ્યું તો ગીતા પીગળી.

એ આવી અને એને રઘૂના માથે એક હળવી કિસ કરી લીધી.

"હવે આવું કરતો ના.. પ્લીઝ! હું તને બહુ જ લવ કરું છું. હું તને ખુશ જોવા માગું છું, તું કોઈ ને પણ લવ કરીશ, હું એને તારી સમક્ષ હાજર કરી દઈશ, બસ તને કોઈ લવ કરશે તો હું નહિ સહન કરી શકું ને!" ગીતા બોલી.

"હા, તું મને લવ કરે છે, અને હું રેખા ને.." રઘુ એ કહ્યું.

"તું ખરેખર નહિ જાણતો, મારા દિલ પર શું ગુજરી છે!" ગીતા એ કહ્યું, એ એને વળગી ને બસ રડી જ પડી.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 18માં જોશો: "મને તો એવું લાગે છે કે આ બધા પાછળ ખુદ દીપ્તિ જ છે!" ગીતાએ કહ્યું.

"ઓહ, મેં થોડું ફ્લર્ટ શું કર્યું તને તો એ જ દુશ્મન લાગે છે!" રઘુ એ કહ્યું.

"યાદ છે, આપને ગયા ત્યારે એને બહુ જ સમય બાદ દરવાજો ખોલ્યો હતો, અને કેટલી ડરેલી લાગતી હતી!" ગીતાએ દલીલ કરી.

"હા, પણ.. એને ખુદ તો કહ્યું કે એને આ બધામાં બહુ જ ડર લાગે છે!" રઘુ એ કહ્યું.

"હું તો કહું છું કે આપને એની પર નજર રાખવી જોઈએ!" ગીતાએ કહ્યું.