Love's risk, fear, thriller fix - 7 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 7

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 7


રઘુ એ દરવાજો ખોલ્યો. ફૂડ ડિલિવરી બોય હાથમાં ઓર્ડર કરેલ ફૂડ સાથે હતો. રઘુ એ ફૂડ લઈને એણે જતો કર્યો.

બંને એ ઓર્ડર કરેલ ફૂડ ખાધું. એટલામાં તો દોઢ પણ વાગી ગયા હતા!

"રઘુ, ચાલ આપણે જલ્દી જવું પડશે... બે વાગી જ જશે..." રેખા એ રઘુને કહ્યું અને બંને નીકળી પડ્યા.

જતાં પહેલાં રેખા એના ઘરને થોડીવાર માટે તો બસ અપલક જોઈ જ રહી. એણે કાલની રઘુ સાથેની મીઠી યાદો વૈભવ સાથે ગાળેલ પળો બધું એક સામટું યાદ આવી રહ્યું હતું.

"ચાલ ને..." રઘુ એ એણે કહ્યું તો એ ભૂતકાળમાંથી બહાર આવી. બંને ઘરને બંધ કરીને ચાલ્યા ગયા.

🔵🔵🔵🔵🔵

"પૈસા બરાબર ગણ્યા તો છે ને..." રઘુ રેખાને પૂછી રહ્યો હતો.

"હા, બરાબર એક લાખ જ છે..." રેખા એ કહ્યું. બંને એ પાસેના બેંકમાંથી એક લાખ ઉપાડી લીધો હતો. હવે બંને કિડનેપર ના કહેલા એડ્રેસ પર આવી ગયા હતા.

રેખાએ પેલા અજાણ્યા વ્યક્તિ પર કોલ કર્યો.

"અમે આવી ગયા છીએ... ભાઈ કઈ છે?!" રેખા એ કોલ પર કહ્યું.

"પૈસા ની બેગ ત્યાં જ મૂકી દો... દૂર જ્યાં ગાડી છે, એમાં તારો ભાઈ વૈભવ છે..." કોલ પર એ વ્યક્તિ એ કહ્યું તો રેખા એ થોડો પણ વધારે વિચાર કર્યા વિના જ એના પર્સ ને ત્યાં મૂકી દીધું. બંને થોડે દૂર પાર્ક કરેલ ગાડી પાસે આવી ગયા. ગાડીમાં ખરેખર વૈભવ હતો!

બંને એ વૈભવને બહાર કાઢ્યો. વૈભવ રેખાને વળગી જ પડ્યો. એ બહુ જ ગભરાયેલ લાગી રહ્યો હતો.

ત્રણેય એ વધારે સમય બગાડ્યા વિના ત્યાંથી નીકળી જવાનું વિચાર્યું. થોડે દુર જઈ રઘુ એ એક રિક્ષા રોકી, ત્રણેય ઘરે જવા નીકળી ગયા.

🔵🔵🔵🔵🔵

"કોણ હતા એ લોકો? તને કઈ ખબર છે?!" ઘરે પહોંચતા જ રેખા એ વૈભવને પૂછ્યું.

"ના, મને લઈ ગયા અને લાવ્યાં એ દરમિયાન મારી આંખો પર પટ્ટી બાંધી દેતા હતા!" વૈભવે એ કહ્યું.

"અરે યાર..." રઘુએ અફસોસ વ્યક્ત કર્યો.

"તને કઈ વાતો ખબર છે એમની..." રઘુ એ પૂછ્યું.

"હા, એ બે વ્યક્તિ ઓ હતા. એક સાવ ડફોળ જેવો હતો અને એક સામાન્ય અથવા કહેવું જોઈએ કે એના કરતાં હોશિયાર હતો." વૈભવએ કહ્યું.

"હમમ..." રઘુ કઈક વિચારી રહ્યો.

"ચાલ હું કઈક બનાવી દઉં..." રેખા એ કહ્યું અને એ કિચનમાં ચાલી ગઈ.

"હું શું કહું છું..." રઘુ અને વૈભવ થોડી વારમાં કિચનમાં આવી ગયા.

"હા, શું, રઘુ?!" રેખા એ એના વાળને જાતે જ સીધા કરતા કહ્યું. રઘુ સવારની મસ્તી યાદ કરતો હસી પડ્યો.

"બધું ઠીક છે તો હું ઘરે..." રઘુ આગળ બોલે એ પહેલાં જ રેખા એ કહી દીધું -

"કેવી વાત કરે છે તું! હજી ખબર નહિ પડી એ લોકો કોણ હતા! કેમ એમને આવું કર્યું?! કારણ બસ પૈસા જ હતા કે કઈક મોટું કાવતરું છે!"

"હા, તો હું જાઉં કે નહીં!" રઘુ એ પૂછ્યું.

"ના... બિલકુલ નહિ! ભાભી કંઈ કહેતા હોય તો હું વાત કરું..." રેખા એ કહ્યું તો રઘુ આગળ કઈ બોલી જ ના શક્યો.

"હા, તમે અહીં જ રહો ને પ્લીઝ! મને પણ બીક લાગે છે!" વૈભવ હજી પણ થોડો ખૌફમાં જ હતો.

એ રાતે ત્રણેયે રેખાએ બનાવાયેલું ખાધું અને ઊંઘવા ચાલ્યા ગયા.

વૈભવ રેખાના ખોળામાં માથું મૂકીને ઊંઘી રહ્યો હતો. રેખા અને રઘુ હજી જાગતાં હતા.

"તને શું લાગે છે? એ બે વ્યક્તિ કોણ હશે?!" રેખા રઘુને પૂછી રહી હતી.

"મને કઈક યાદ આવે છે... ગીતાના મામા અને એમના એક ભાઈબંધ એવો જ સ્વભાવ ધરાવે છે..." રઘુ એ કહ્યું તો રેખાના મનમાં પણ કઈક વાતો ઉભરાઈ આવી!

વધુ આવતા અંકે...
____________________
એપિસોડ 8માં જોશો: "હા, તો. બેસ્ટ ફ્રેન્ડ છે ને તું તો મારી! બેસ્ટ ફ્રેન્ડ ની યાદ આવે તો કોલ કરી દીધો!" રઘુ એ કહ્યું.

"બોલ કેવી છે તબિયત બધા ની?!" રઘુ એ સ્વાભાવિક જ પૂછ્યું.

"બસ મજા માં... તારી તબિયત કેવી છે?!" ગીતાએ પૂછ્યું.

"બસ... ઠીક!" રઘુ એ પણ કહી દીધું.

સામે જ રહેલ રેખાની આંખો પહોળી થતાં, જાણે કે રઘુ હોશમાં આવ્યો!