Love's risk, fear, thriller fix - 5 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 5

Featured Books
  • સવાઈ માતા - ભાગ 72

    રમીલા ત્રણેયની નજીક આવતી હતી અને તેઓએ પણ રમીલા તરફ આગળ વધવા...

  • પ્રકાશનું પડઘો - 3

    ​️ પ્રકરણ ૩: આકાશમાંનું મૌન અને પૃથ્વી પરનો કોલાહલ (Silence...

  • અસ્તિત્વ - 1

    અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી...

  • ડિજિટલ લિટરસી

    સ્માર્ટફોનની ચમક અને માનવબુદ્ધિનું અંધકારમય પતનઆજના ડિજિટલ ય...

  • ટેલિપોર્ટેશન - 6

    ટેલિપોર્ટેશન: ૧.૫ સેકન્ડનો કેદ​અધ્યાય ૧૦: ૧.૫ સેકન્ડનો જીવલે...

Categories
Share

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 5


"ઉઠ..." રઘુ એક ટ્રે માં બે કોફીના મગ સાથે રેખાને જગાડી રહ્યો હતો.

"ઉં... થોડું વધારે ઊંઘવા દે ને!" રેખા એ કહ્યું.

"અહીં મને આખી રાત ડર ને લીધે ઊંઘ નહી આવી અને આ મેડમ ને તો હજી ઊંઘવું છે!" રઘુ સ્વગત બોલ્યો.

"ઊઠી જા ને... રેખુ પ્લીઝ!" રઘુ એ એણે કહ્યું તો રેખા આંખો છોડતી અને આળસ ખાતી ઊઠી.

"ચાલ લાવ કોફી!" રેખા લગભગ કોફી લેવા જ જતી હતી કે રઘુએ એણે અટકાવી - "મેડમ, પહેલાં ફ્રેશ થઈ જાવ!"

"શું યાર, આ બ્રશ કરવાનું!" રેખા એ મોં બગાડતા બાથરૂમ તરફ જવા માંડ્યું.

"કેવી છે તું!" રઘુ જાતે જ બોલ્યો અને હસી પડ્યો.

ખરેખર પાછલી રાત રઘુને ઊંઘ જ નહોતી આવી, માંડ મોડી રાતે વધારે વિચારો કરી કરી ને એનું મગજ થાક્યું ત્યારે એણે ઊંઘ આવી હતી. આખરે એ કોણ લોકો હશે? એમને જો રેખા ને કંઇક કર્યું તો પોતે શું કરશે?! આ બધા સવાલ હમણાં પણ એણે પરેશાન કરી રહ્યાં હતા.

વિચારોને વિચારોમાં થોડીવારમાં તો રેખા ફ્રેશ થઈને આવી પણ ગઈ.

"રેખુ... તને કોની પર શક છે?!" રઘુએ પૂછ્યું.

રેખા એ કોફીનો મગ લેતા કહ્યું - "મેં તો કોઈની સાથે કોઈ દુશ્મની નહી કરી! હવે ખબર નહિ કોણ હશે એ લોકો!"

"ખબર નહિ પડતી યાર, સારા લોકો સાથે જ કેમ આવું બધું થાય છે!" રઘુ એ એક નિશ્વાસ નાંખ્યો.

"ભગવાન એવા લોકોની જ પરિક્ષા લે છે, જેમના પર એમને વિશ્વાસ હોય કે આ વ્યક્તિ આ મુસીબતમાંથી બહાર આવી જ જશે!" રેખાના શબ્દોએ રઘુને બહુ હિંમત આપી. પોતે સારા હોય તો એવા લોકોને પોતાના કર્મ પર વિશ્વાસ પણ હોય છે!

"હા... પણ જો હું ગીતા સાથે લગ્ન નહી કરું!" રઘુ એ હળવેકથી કહ્યું.

"કરી લે જે... એના કરતાં વધારે લવ તને બીજું કોઈ નહીં કરે!" રેખા એ કહ્યું તો એના આંખોના ખૂણા ભીના થઇ ગયા.

"રિલેક્સ... હું તારો નહી તો કોઈનો નહી!" રઘુ એ એણે બાહોમાં લઈ લીધી.

"ના, મારો નહી તો ગીતાનો!" રેખા એ કહ્યું.

"અરે બાબા! પણ હું એને લવ નહીં કરતો!" રઘુ એ ચિડાઈ જતાં કહ્યું.

"હા તો થઈ જશે! હું નહીં હોય તો કોઈ તો જોઈએ ને તને સાચવવા!" રેખાએ સાવ ઉદાસીનતાથી કહ્યું.

"જો એવું બોલીશ ના તું! અને એવું થશે તો પણ હું જાતે જ..." રઘુ આગળ બોલે એ પહેલાં જ રેખા એ કહી દીધું - "બસ કેટલું રડાવીશ..."

"હવે એવું ના બોલતી!" રઘુ એ કહ્યું અને એના માથે એક હળવી કિસ કરી લીધી.

"તને કઈ જ નહી થાય... હું તને કઈ જ નહી થવા દઉં!" રઘુ એ ઉમેર્યું.

બંને બેડ પર બેઠા કોફી પિતા હતા ત્યારે જ રેખાના ફોન પર એક કોલ આવ્યો. રેખા એ કોલ રીસિવ કર્યો. અવાજ એ જ જાણીતો હતો!

"આજે બપોરે બે વાગ્યે હું મેસેજ કરું એ જગ્યા પર આવી જજે. પોલીસનો સંપર્ક કરવાની કોશિશ કરતી નહી." એ અજાણ્યા વ્યક્તિ એ કોલ પર કહ્યું.

"મારી સાથે મારા જીજુનો ભાઈ આવશે, મને બહુ જ ડર લાગે છે!" રેખા એ આખરે હિંમત કરીને કહી જ દીધું. રઘુ એણે ઈશારામાં કહેવા લાગ્યો કે એણે આવું નહોતું કહેવાનું! પણ એણે તો કહી દીધું હતું!

"ના... તું એકલી જ આવજે!" એ વ્યક્તિ એ ગુસ્સે થતાં કહ્યું.

"અરે એ એકલી આવતી હશે! છોકરી છે, આવવા દે પોલીસ થોડી છે એ એ જેને લાવે આવવા દે..." ફોનમાં જ કોઈ બીજી વ્યક્તિ પહેલી વ્યક્તિને સમજાવી રહી હતી એ સાફ સાફ સંભળાઈ રહ્યું હતું!

"સારું... પણ તમે બંને સિવાય કોઈ ના આવવું જોઈએ!" એ વ્યક્તિએ કહ્યું અને કોલ કટ કરી દિધો.

આ બાજુ રેખા તો જાણે કે બંને ને સાથે ફિલ્મ જોવા ટિકિટ ના મળી ગઈ હોય એમ ખુશ થઈ ગઈ!

વધુ આવતા અંકે...
____________________
એપિસોડ 6માં જોશો: "વૈભવની તો કઈ પડી નહી ને, મેડમ ને તો બસ મસ્તી જ સૂઝે છે!" રઘુએ કહ્યું તો રેખા સ્તબ્ધ બનીને બસ એણે જોઈ જ રહી.

"સોરી... થોડું વધારે બોલી ગયો! પણ આ મસ્તીનો ટાઈમ નહી! પ્લીઝ સમજવા પ્રયત્ન કર..." રઘુ એ એણે બાહોમાં લઈ લીધી.

"મારે પણ તો મારી લાઇફ જીવવી છે... હું તો એ પણ નહી જાણતી કે ત્યાં શું વાતાવરણ છે, હું બચીને પાછી આવી પણ શકીશ કે નહી! પણ મને એટલું ખબર છે કે હમણાં આપને સાથે છીએ! હું તો બસ આ પળને જ જીવી લેવા માંગુ છું!" રેખા એ રડતા રડતા કહ્યું.

"હા બાબા! મારી જ ભૂલ છે! આઇ એમ સો સોરી!" રઘુએ કહ્યું અને એના માથે કિસ કરવા જાય એ પહેલાં જ રેખા એ ખુદને બેડ પર પછાડી. મોં પર તકિયો મૂકી એ રડવા લાગી.