NEW WORLD! - 4 in Gujarati Science-Fiction by Ajay Kamaliya books and stories PDF | નવી દુનિયા! - ભાગ 4

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

નવી દુનિયા! - ભાગ 4

જાગો જાગો સવાર પડી ગઈ છે....

વહેલી સવારે શશીકાંત એ મને ઢંઢોળીને જગાડ્યો. હું જાગ્યો વહેલી સવારે 5 વાગ્યા હશે, છેલ્લી વખત સૂર્યનારાયણના દર્શન કર્યા. મિશન નો સમય સાંજે 5.30 નો હતો એટલે બધી તૈયારી પૂરી કરવાની હતી.

બપોર સુધીમાં અમે મોટા ભાગનું કામ પતાવ્યું. મે છેલ્લી વાર પાર્વતીને ફોન લગાવ્યો એ દિવસ હું ક્યારેય નહી ભૂલી શકું. પાર્વતી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી મે બંને બાળકો સાથે પણ વાત કરી. તેને તો કોઈ જાતની ખબર જ ન હતી કે તે પપ્પા સાથે છેલ્લી વખત વાત કરે છે. આખરે બે કલાકની લાંબી વાત અમારા મિશન એલાર્મ એ પૂરી કરી. મિશનની તડામાર તૈયારી શરૂ જ હતી.

અમને પણ ટ્રેનિંગ રૂમમાં બોલાવવામાં આવ્યા અને બધું જ
સમજાવ્યું અને છેલ્લે જ્યારે અમારે નીકળવાનો સમય થયો ત્યારે બધાના ચહેરા પરનો ડર ચોખ્ખો તરી આવતો હતો.

ટોટલ 106 મેમ્બર ઉપરાંત પાસળથી 4 એક્સ્ટ્રા કૃ મેમ્બર નો સમાવેશ કરાયો હતો. એટલે અમે 110 સભ્યો આ મિશનનો હિસ્સો હતા.

સાંજના 5નું એલાર્મ વાગ્યું બધા spaceship Vita TDA 396 માં પ્રવેશ્યા આ spaceship ખૂબ જ વિશાળ હતું. તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મુકવા જ એક્સ્ટ્રા 2,125 રોકેટ ની જરૂર પડી હતી એટલું વિશાળ!!

આ spaceship માં પ્રાથમિક બધી જ જરૂરિયાત મોજૂદ હતી અને તેમાં જ ખોરાકનું ઉત્પાદન થાય એવી સુવિધા હતી. 55 વર્ષના લાંબા પ્રવાસમાં આ બધું તો જરૂરી હતું.

ત્યાં જઈને પૃથ્વીવાસીઓનો સંપર્ક કેવી રીતે કરશું એનો પણ કોઈ આઈડિયા નહોતો. Radio wave એક માત્ર સંપર્કનું સાધન હતુ એ પણ 100 ટકા ભરોસા પાત્ર તો નહી જ.

આખરે અડધી કલાકનો સમય બાકી હતો ત્યારે countdown શરૂ થયું બધા spaceship માં આવી ગયા હતા. શરૂઆતનો સમય બોવ જ અઘરો હતો પણ છેલ્લે કરેલ 2-3 માનવરહિત પરીક્ષણ સફળ રહ્યા હતા એટલે થોડીક ગભરામણ તો હતી જ.

આખરે countdown પૂરું થયું......

10....

9....

8....

7....

6....

5....

4....

3....

2....

1....

ઈંજન શરૂ થયું બધાના શ્વાસ અધ્ધર હતા. બધા જ સહાયક એન્જિન (રોકેટ) સક્રિય થયા અને અમે થોડીક જ મિનિટોમાં અમે અમારા ઘરોથી બોવ દૂર નીકળી ગયા અને આવનાર 55 વર્ષોમાં દુરને દૂર થતાં રહેશું!!!!

અમે એકમેકની સામે જોઈ રહ્યા ઘણા બધા ભાવુક પણ થઈ ગયા આખરે પોતાનું ઘર છોડીને જવું કોને ગમે અને એ પણ સદાયને માટે!!

આજનો દિવસ અમે spaceship માં સાથે જ કાઢવાના હતા એટલે આજનો દિવસ અમે બધા પાર્ટી કરવાના અને તે રાતે ખૂબ મોટી પાર્ટી કરી. કાલથી જ સાચું મિશન શરૂ થવાનું.

બીજા દિવસે જે મેઈન 4 ક્રું મેમ્બરે બધાને એકઠા કર્યા એમાંથી એકે કહ્યું કે, "આ મિશન એ કોઈ એકનું નથી, આની જવાબદારી કોઈ એકને શિરે નથી 110 માંથી બધાએ spaceship નું maintenance કરવાનું છે તેથી પોતાના સમયમાં આ મોટી જવાબદારી છે તેમ સમજીને તમારે જ આ કાર્ય પાર પાડવાનું છે."

અમે તો જાણતા ભી નહોતા કે આ નવા ગ્રહ પર પહોચીએ ત્યાં સુધી પોતાના સગા વહાલા જીવતા રહેશે કે કેમ. કારણકે 55 વર્ષનો સમય કઈ ઓછો નો કહેવાય!

આખરે બીજા દિવસે બધા પોતપોતાના kreder (જ્યાં અમને અર્ધ મૃત અવસ્થામાં રાખવામાં આવતા) પર પહોંચી ગયા અને જે બે વ્યક્તિને spaceahip નુ maintenance કરવાનું હતું તે સિવાય બીજા 106 મેમ્બર અને 2 ક્રુ મેમ્બર ઓટોમેટિક ટ્રેક્ડ આ kreder માં ગોઠવાઈ ગયા એક લાંબી ઊંઘ માટે કમસેકમ 1 વર્ષની!! હા એક વર્ષની આ એક વર્ષમાં ઈન્સાનના હૃદય સિવાયના બધા જ અંગો નકામા થઈ જાય એટલે એક પ્રકારના કોમામાં જતા રહ્યા એમ કહીએ તો પણ ચાલે.

આની અમે ટ્રેનિંગ પૂરી કરી હોવાથી અમે કોઈપણ સમયે આ અવસ્થામાંથી બહાર આવવા સક્ષમ હતા. આ ટેક્નોલોજીનો વિકાસ 22મી સદીના અંતમાં જ થઈ ગયો હતો. આ ટેકનોલોજી ના કારણે જ અમારું આ મિશન શક્ય બન્યું.

આ ટેકનોલોજીના વિકાસથી ભવિષ્યમાં સમયયાત્રા કરવી પણ શક્ય બની. એટલે તમે અત્યારનું જીવન જીવવા માગતા નથી આજથી 50 વર્ષ આગળનું જીવન જીવવા માગે છો તો તમે આ સુવિધા થી 50 વર્ષ અર્ધ મૃત રહીને આગળની જિંદગી જીવી શકો છો.

એટલે હું એક વર્ષ માટે દુનિયા માટે મરી જવાનો એમ કવ તોય અતિશયોક્તિ નથી. અમે બધા kreder માં ગોઠવાયા અને થોડીક જ પ્રોસેસમાં અમે લાંબી ઊંઘમાં સરી પડ્યા.

.....

ક્રમશઃ