Chorono Khajano - 18 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 18

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ચોરોનો ખજાનો - 18

સંપૂર્ણ નકશો

ધિરેનભાઈ સગરિયાના ઘરેથી આવ્યા એને બે દિવસ થઈ ગયા હતા. ખુશીના સમાચાર એ હતા કે નકશાનો ત્રીજો ટુકડો ડેનીની ચાલાકીથી મળી ગયો હતો. પણ એ ખુશી અત્યારે કોઈના ચહેરા પર દેખાઈ રહી ન્હોતી.

બે દિવસથી કોઈએ શાંતિથી ઊંઘ ન્હોતી લીધી. કોઈ ધરાઈને જમ્યું ન્હોતું. પણ પોતાની જીવન જરૂરી પ્રક્રિયાઓ ન કરવાથી જે મુશ્કેલી આવી પડી હતી તે કંઈ જવાની ન્હોતી.

ધિરેનભાઈના ઘરે પેલી છડી માંથી જે નકશાનો ત્રીજો ટુકડો મળ્યો હતો તેની પાછળ ચોથા ટુકડાનું લોકેશન હોવું જોઈતું હતું પણ તે ત્યાં ન્હોતું. નકશાનો ચોથો ટુકડો ક્યાં હશે એ અત્યારે કોઈ જાણતું નહોતું. એટલે બધા જ ઉદાસ થઈને સિરતની હવેલીમાં એક મોટા હોલમાં બેઠા હતા.

તેઓ વિચારી રહ્યા હતા કે હવે શું કરવું. બધાને અત્યારે ગુસ્સો પણ આવી રહ્યો હતો અને દુઃખ પણ થઈ રહ્યું હતું. તેમ છતાં અત્યારે કોઈ જ કંઈ પણ કરી શકે તેમ નહોતા. બધા જાણતા હતા કે અધૂરો નકશો તેમને મંજિલ સુધી ન પહોંચાડી શકે અને તેઓ કોઈ અજાણી દુનિયામાં ફસાઈ જાય તો ...

બધા ઉદાસ થઈને જ્યારે બેઠા હતા ત્યારે જ ડેનીના મોબાઈલ ફોન પર કોઈનો કોલ આવવાના કારણે ફોનની રીંગ વાગી. ડેનીએ કોલ રિસિવ કર્યો.

डेनी: हेलो।।

फोन: क्यों आखिर कर तुम्हारी ये सफर वही रूक गई न। नक्शे का आखिरी हिस्सा नहीं मिला न।

डेनी: कोन बोल रहा है? आपको कैसे पता की हम नक्शे के टुकड़े ढूंढ रहे हैं? आखिर कौन हो तुम?

फोन: अगर तुम्हे नक्शे का आखिरी हिस्सा चाहिए तो वो मैं तुम्हे दे सकता हु।

डेनी: (એકદમ ખુશ થઈને) क्या तुम्हे सचमे पता है की नक्शे का आखिरी हिस्सा कहा है? क्या तुम हमे वो टुकड़ा दे सकते हो?

फोन: हां बिलकुल। लेकिन, मेरी कुछ शर्तें है। अगर तुम उसे मान लो तो वो नक्शा पूरा हो सकता है।

ડેનીએ પોતાનો ફોન સ્પીકર મોડ માં કરીને બધાને સાંભળી શકાય તેવી રીતે સિરત અને તેના સાથીઓ જ્યાં બેઠા હતા તેમની વચ્ચે આવીને ફોન મુકીને વાત કરવા લાગ્યો. બધાની વચ્ચે આવતા પહેલા તેણે બધાને પોતાના હાથની એક આંગળી પોતાના હોઠ પર રાખીને બધાને ચૂપ રહેવા માટે ઈશારો કર્યો.

डेनी: कैसी शर्तें?

फोन: ऐसे मैं अपनी शर्ते नही बता सकता। मुझे उस केलिए तुम्हारे पास में जो अंग्रेजी मैडम बैठी है न उससे मुझे परमिशन चाहिए।

डेनी: किस बात की परमिशन?

फोन: यही की उसके पास जो जलंधर जहांज है उसका कप्तान मैं बनूंगा। ये मेरी पहेली शर्त है। और ऐसी ही मेरी ओर दो शर्ते है।

એના પહેલા કે ડેની કોઈ જવાબ આપે સિરત ગુસ્સામાં બોલી.

सीरत: तुम ये कैसे जानते हो की मेरे पास जलंधर जहांज है? आखिर तुम हो कोन? और तुम उस जहांज के कप्तान बनने के ख्वाब देखना छोड़ दो। ये कभी नही हो सकता।

फोन: मैं कोन हूं ये बात मैं जब तुम्हे मिलूंगा तब बताऊंगा। और एक बात सुन लो। मैं तुम्हारे बारे में तुमसे ज्यादा जनता हु। रही बात मेरे ख्वाबों की तो सुनो। मैं अपना हर ख्वाब पूरा करूंगा, और वो भी तुम्हारी आंखों के सामने। एक बात ध्यान से सुन लो। मैं अगर उस जहांज का कप्तान नही बना तो तुम उस खजाने को कभी ढूंढ नही पाओगी। समझ में आया? बोलो, अगर तुम्हे मेरी पहेली शर्त मंजूर है, तो मैं तुम्हे बाकी की शर्ते भी बता देता हु।

સિરત અત્યારે એકદમ ગુસ્સામાં હતી. એટલે ડેનીએ તેને શાંત રહેવા માટે ઈશારો કર્યો. તે જાણતો હતો કે જો નકશાનો ચોથો ટુકડો નહિ મળે તો તેઓ ક્યારેય પણ તે દુનિયામાં નહિ જઈ શકે. સિરત ગુસ્સામાં કંઇક બોલીને વાતને બગાડે એના કરતા ડેનીએ જ શાંતિથી વાત કરતા કહ્યું.

डेनी: रुको, मैं तुम्हे थोड़ी देर बाद कॉल करता हूं।

फोन: तुम्हे कॉल करने की जरूरत नहीं है। तुम्हारे पास सोचने केलिए आधा घंटा है। आधे घंटे बाद मैं खुद तुम्हे कॉल करूंगा। तब तक ठीक से सोच लो। सोच समझ कर ही जवाब देना।

એટલું કહીને સામેવાળી વ્યક્તિએ કોલ કટ કરી નાખ્યો.

સિરત અત્યારે એકદમ ગુસ્સામાં હતી. તેને એ વાત સમજાતી નહોતી કે જે જલંધર જહાજ તેની પાસે છે તે કદાચ દુનિયામાં છેલ્લું વધેલું એકમાત્ર જહાજ છે અને તે પોતાના દાદા પાસે હતું જે તેઓ મરતી વખતે તેને સોંપીને ગયા હતા. જેના વિશે આજ સુધી દીવાન સિવાય કોઈ જાણતું નહોતું.

દીવાન એટલો તો વિશ્વાસપાત્ર છે કે તે પોતાનો જીવ આપી દેશે પણ ક્યારેય તેની સાથે વિશ્વાસઘાત નહિ કરે. તો આ કોણ છે જેને તે નકશો શોધી રહી હતી તે તો ખબર છે પણ તે જલંધર જહાજ વિશે પણ જાણે છે. સિરતને અત્યારે કંઈ જ સમજાઈ ન્હોતું રહ્યું કે આખરે આ કોણ છે જેને તેના વિશે તેના પોતાના કરતા પણ વધારે જાણકારી છે?

ડેની જાણતો હતો કે સિરત અત્યારે ગુસ્સે તો છે પણ તેના કરતા વધારે કન્ફ્યુજ છે. એટલે તે સિરત પાછળ ગયો. તેણે પ્રેમથી સિરતના ખભે હાથ મૂક્યો. સિરત પાછળ ફરી. તેની આંખોમાં અત્યારે ન સમજી શકાય તેવી બેચેની હતી. પણ ડેની તે બેચેની ને સારી રીતે સમજી રહ્યો હતો.

સિરત સાથે અત્યારે ઘણા બધા સાથીઓ હતા જેઓ તેના કહેવા પ્રમાણે જીવ પણ આપી શકતા હતા. પણ ડેનીની વાત કઈંક અલગ જ હતી. તે સિરત માટે ગમે તે કરવા તૈયાર હતો. કદાચ સિરત જો ક્યાંક અટવાઈ હોય તો તેને સાચો રસ્તો બતાવવા માટે એક દોસ્ત તરીકે અને એક પ્રેમી તરીકે તે હંમેશા તેનો સાથ આપવા માંગતો હતો. ત્યાં હાજર બધા તેમને જોઈ રહ્યા હતા તેમ છતાં અત્યારે ડેની સિરતની એકદમ નજીક ઊભો હતો અને તેને સમજાવી રહ્યો હતો.

डेनी: सीरत, मैं नहीं जानता की ये आदमी कोन है, ओर तुम्हारे बारे में इतना कुछ कैसे जनता है। लेकिन अगर वो जहांज का कप्तान बनना चाहता है तो उसे बनने दो। क्या फर्क पड़ता है। वो सिर्फ उस पद पर बैठा रहेगा, लेकिन इन सब लोगो केलिए सरदार तुम हो और हम्मेशा रहोगी। अगर इस वक्त हमने उसकी बात नही मानी तो हमने जो अब तक ये सफर तय की है वो बेंकार जायेगी। हमे हमारी मंजिल नहीं मिलेगी। और फिर तुम्हारे दादाजी का सपना, हमेशा केलिए सपना ही रह जायेगा। मेरे खयाल से हमारे पास उसकी ये शर्त मानने के अलावा और कोई चारा ही नही है।

सीरत: डेनी, मैं सिर्फ इतना जानती हु की अगर हमने इस वक्त उसकी ये शर्त मान भी ली तो इसकी क्या गारंटी है की वो आगे हमे इस तरह मजबूर नही करेगा। फिर भी मुझे कप्तान बनने की कोई लालच नहीं है। मैं बस अपने लोगो को हमेशा खुश देखना चाहती हू। और उन केलिए मैं कुछ भी करूंगी। जब उस बदजात का कॉल आए तो उसे बता देना की मुझे उसकी शर्त मंजूर है।

દુઃખી મને સિરત હૉલની બહાર ચાલી ગઈ. દુઃખ તો અત્યારે ડેની અને તેની સાથે ઉભેલા તમામની આંખોમાં દેખાઈ રહ્યું હતું. પણ સિરતના દુઃખને સમજવાની ક્ષમતા કોઈનામાં ન્હોતી.

થોડીવાર પછી ફરીવાર પેલા અજાણ્યા માણસનો કૉલ આવ્યો ત્યારે ડેનીએ તેની શર્ત મંજૂર છે તે સમાચાર આપ્યા અને સામેથી પેલા માણસે તેની બાકીની શરતો તે પછી જ્યારે જરૂર પડશે ત્યારે જણાવશે એમ કહ્યું. સાથે સાથે તે બીજા દિવસે સાંજે નકશાનો છેલ્લો ટુકડો પહોંચાડી દેશે એવું કહ્યું અને ફોન મૂકી દીધો.

બીજા દિવસે સાંજે નકશાનો ટુકડો એક કુરિયર મારફતે હવેલીમાં પહોંચી ગયો. ડેનીએ નકશાના બધા ટુકડાઓ જોડ્યા અને એક સંપૂર્ણ નકશો બનાવ્યો.


સંપૂર્ણ નકશો કેવો હશે?
પેલા બીજ શેના હતા?
પેલા ચોર ખજાનો લઈને ક્યાં ગાયબ થઈ ગયા?

આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'