Chorono Khajano - 13 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 13

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ચોરોનો ખજાનો - 13

અજાણી નદી



રાજખેરાં ચંબલ નદીની નજીક આવેલું રાજસ્થાનનું એક શહેર છે. સવારનો સમય છે. સૂરજ દૂર ક્ષિતિજે ડોકિયું કરીને બહાર નીકળવા માટે મથી રહ્યો હતો. અંધારું ધીમે ધીમે ઓછું થઈને પ્રકાશ ને પોતાની જગ્યા આપી રહ્યું હતું. આકાશમાં અનેક પક્ષીઓ ઉડી રહ્યા હતા. કબૂતરો નું એક જુંડ ઊડતું ઊડતું હોટેલની નજીક આવેલા એક મકાન પર કોઈએ નાખેલા દાણા ચણવા માટે આવીને બેઠું.

સિરત અને તેની સાથેની બીજી ત્રણેય સ્ત્રીઓ તૈયાર થઈને નાસ્તો કરવા માટે હોટેલની નીચે આવેલા રેસ્ટોરન્ટ માં પહોંચી. દીવાન અને ડેની બાકીના સાથીઓને લઈને તેમના આવવાની જ રાહ જોઈ રહ્યા હતા. જ્યારે સિરત અને બાકીના લોકોએ નાસ્તો કરી લીધો તો હવે પછી બધાએ તરત જ તેમની આગળની સફર ચાલુ કરી. તેઓ પહેલાની જેમ જ બેઠક વ્યવસ્થા જાળવીને આગળની સફર માં ઉપડ્યા.

હવે ડેની અને સુમંત બંને મિત્રોની જેમ જ વાતો કરી રહ્યા હતા. હવે તેમને કદાચ પોતાની મંજિલ સુધી પહોંચવામાં વધારે સમય નહોતો લાગવાનો. તેઓ નહોતા જાણતા કે હવે તેમની સામે કેવા કેવા ખતરાઓ આવવાના હતા. તેમ છતાં તેઓ દરેક મુસીબતોનો સામનો સાથે મળીને કરવા માટે તૈયાર હતા.

જોત જોતામાં ચંબલ નદી પાસે પહોંચતા તેઓને લગભગ અડધા કલાક જેટલો સમય લાગ્યો. તેમનું લોકેશન હવે આ રસ્તેથી ડાબી બાજુએ ઉત્તર-પૂર્વ તરફ હતું. ત્યાંથી થોડી વાર સુધી તેમને હજી ગાડીમાં જઈ શકાય તેવો કાચો રસ્તો હતો. તરત જ તેમણે તે કાચા રસ્તે ગાડીઓ દોડાવી મૂકી.

ચંબલ નદીના કાંઠે આવેલા કાચા રસ્તા પર અત્યારે ગાડીઓ વારાફરતી દોડી રહી હતી. ગાડી જ્યારે આગળ નીકળી જતી તો તેની પાછળ ધૂળનો એક નાનકડો વંટોળ ચડતો જેને વીંખીને તેના પછીની ગાડી આગળ વધી જતી. તેવી જ રીતે બાકીની બધી ગાડીઓ આવા વંટોળ ને વીંધીને આગળ વધતી. છેલ્લી ગાડીની પાછળ પાછું પેલું વંટોળ ચડ્યું અને પછી ધીમે ધીમે નીચે બેસી ગયું.

સૌથી આગળ અત્યારે ડેની જે જીપમાં બેઠો હતો તે ગાડી હતી. અત્યારે સુમંતનાં હાથમાં મોબાઈલ ફોન હતો જેમાં ગૂગલ મેપ ઉપર પેલું લોકેશન બતાવી રહ્યું હતું. તેમાં લોકેશન અત્યારે અઢાર કિલોમીટર દૂર બતાવી રહ્યું હતું. જેનો મતલબ કે તેઓએ કદાચ હજી પણ આવા કાચા રસ્તા પર જ આગળ વધવું પડશે.

તેમની આસપાસની બધી જ જમીન સાવ વિરાન હતી. ક્યાંય કોઈ માણસની અવરજવર દેખાઈ નહોતી રહી. અમુક અમુક જગ્યાએ રણ માં ઉગતી વનસ્પતિઓ ઉગી નીકળી હતી. નદી નજીક ઘણા બધા જંગલી બાવળો અને બીજી જંગલી વનસ્પતિ ઉગી નીકળેલી હતી. તેમની પાસે જ વહી રહેલી ચંબલ નદીમાં પ્રવાહિત પાણી અત્યારે એકદમ શાંત હતું. ક્યાંક ક્યાંક કોઈક માછલી બહાર ડોકિયું કરી લેતી અને તરત જ પાણી ઉપર થોડી ક્ષણો માટે વમળ સર્જાતું અને તરત જ વિંખાઈ જતું. વળી પાછું પાણી શાંત થાય તે પહેલાં જ ફરી એકવાર કોઈ બીજી માછલી પાણીની બહાર ડોકિયું કરીને વમળનું સર્જન કરતી અને પાણીની અંદર ગાયબ થઈ જતી.

પાણીનો પ્રવાહ શાંત હોવા છતાં નદી એકદમ ભવ્ય અને વિશાળ દેખાઈ રહી હતી. અમુક જગ્યાએ ખળ ખળ વહેતી નદી ક્યારેક ભયાનક સ્વરૂપ ધારણ કરતી અને ક્યારેક તો અમુક લોકોને પોતાના પાણીના પેટાળમાં લઈ જતી. તેમ છતાં નદીને કાંઠે વસેલા અનેક લોકો માટે આ નદી માં સમાન હતી. નદીમાં આમ તો ક્યારેય બીજી નદીઓની જેમ લોકો નહાવા માટે પડતા નહિ. એટલે નદીનું પાણી એકદમ ચોખ્ખું હતું. લગભગ દેશની બધી નદીઓની સાપેક્ષે ચંબલ એકદમ સ્વચ્છ નદી હતી.

આ ચંબલ નદીના કાંઠે કાંઠે અત્યારે ધૂળની ડમરી ઉડાડતી ગાડીઓ જઈ રહી હતી. અંદાજિત દોઢેક કલાક જેટલો સમય ચાલ્યા પછી ગાડીઓ માટે એક જગ્યાએ ડેડ એન્ડ આવી ગયો. હવે ગાડીઓને આગળ જઈ શકાય તેવો રસ્તો બિલકુલ નહોતો. દરેક જગ્યાએ જાડી જાંખરા એકદમ વધારે દેખાઈ રહ્યા હતા. સૌથી આગળ ચાલી રહેલી ગાડી ઊભી રહી અને તેની પાછળ પાછળ ચાલી રહેલી ગાડીઓ પણ લાઈન માં ઉભી રહી ગઈ.

ડેની અને સુમંતની સાથે દીવાન અને બીજા લોકો ઊભા હતા. તેમની પાસે જઈને સિરત અને બાકીની સ્ત્રીઓ ઊભી રહી અને તેમની પાછળ જ બીજી ગાડીઓમાંથી ઉતરેલા લોકો પણ ઊભા રહીને આગળ કંઈ બાજુ વધવું તે જોવા લાગ્યા.

સુમંતના ફોનમાં ગૂગલ મેપ પર અચાનક જ કોઈક છોકરીનો અવાજ આવ્યો.

" Your destination is on your left side, two hundred meters away from your current location. "

હવે ધીમે ધીમે બધાએ પોતાની ડાબી બાજુએ જોયું. તેમની આંખોની સામે એક પર્વતમાળા દેખાઈ રહી હતી. તે પર્વતમાળામાં એક બે પર્વત અતિશય ઊંચા દેખાઈ રહ્યા હતા. બાકીના પર્વતો ભલે એકદમ સૂકા અને સાવ વિરાન હતા પરંતુ આ બે ઊંચા પર્વતો એકદમ લીલા અને હરિયાળા દેખાઈ રહ્યા હતા.

" ये कोन सी नदी है? "

અચાનક જ બધાએ અવાજની દિશામાં નજર કરી. સુમંત નો એક માણસ પેલા જાડી જાંખરા વટાવીને આગળ રસ્તો જોઈ રહ્યો હતો. તેને અચાનક જ ચંબલ નદીને મળી રહેલી અને પેલા પર્વતો માંથી વહી આવતી નાની નદીને જોઇને અજાણતા જ બોલી પડ્યો.

બધા દોડતા એકદમ જડપથી આગળ વધીને પેલી નદીને જોવા લાગ્યા. એવું લાગી રહ્યું હતું કે જાણે આ નદીથી તો દુનિયા સાવ અજાણ જ હતી. અચાનક જ સુમંત બોલ્યો.

सुमंत: शायद यह नदी उन पहाड़ों में से आ रही हैं। यहा इन दो पहाड़ों को छोड़कर बाकी सभी पहाड़ सूखे और बंजर है, जबकि ये दो पहाड़ एकदम हरेभरे है। उन पहाड़ों में जरूर कुछ तो बात है। हमे वहा चलकर देखना चाहिए की आखिर पूरी दुनिया से अनजान ये नदी कहा से आ रही है और उस पहाड़ों में ऐसी क्या बात है। और हमारी मंजिल भी तो वही है।

सिरत: ठीक है फिर। हम यहां से आगे पैदल जायेंगे। जो जरूरी सामान है वो इकट्ठा कर लो। जो चीज हमारा काम बढ़ाए, और हमारी सफर को धीमा कर दे उन चीजों को यही छोड़ दो। फर्स्ट एड किट और उसके साथ खाने की चीजे और पानी बिना भूले अपने साथ ले लेना। हम ये पानी नहीं पियेंगे। हो सकता है ये पानी जहरीला हो या फिर इससे हम बीमार भी पड़ सकते है। इसके अलावा हथियार, रस्सी और दूसरी जो भी चीजे जरूरी है वो सब अपने साथ ले लेना।

જેટલી વસ્તુઓ જરૂરી હતી તે બધું જ તેમણે પોતાની સાથે લઈ લીધું અને તરત જ તેઓ પેલા પહાડો તરફ નાની નદીના કિનારે કિનારે ચાલવા લાગ્યા. અત્યારે સિરતના પેલા પહેલવાન લાગતા માણસો ખૂબ કામ આવી રહ્યા હતા. બધો જ સામાન તેમણે ઉપાડી લીધેલો. હવે બિલકુલ પોતાનો સમય બગાડ્યા વિના તેઓ બને એટલી ઝડપથી આગળ વધી રહ્યા હતા.

લગભગ અડધા કલાક જેટલો સમય ચાલ્યા પછી તેઓ પેલા પહાડોની એકદમ નજીક પહોંચી ગયા હતા. પહાડોની ઉપર જોતા તેઓને કઈક અજીબ લાગી રહ્યું હતું. અમુક વસ્તુઓ વિચિત્ર હતી. જે બે પહાડો હતા તેમાં એક પહાડ પર ગીચ જંગલ હતું તો તેની જ પાસેના પહાડ પર નાનું ઘાસ ઊગેલું હતું, પણ કોઈ પણ પ્રકારના મોટા વૃક્ષો નહોતા. વૃક્ષોને બદલે તે પહાડ પર જાણે પત્થરો ઉગી નીકળ્યાં હોય તેમ અનેક પત્થરો પડ્યા હતા. જે પહાડ પર ગીચ જંગલ હતું તેમાં ઉગેલા બધા જ વૃક્ષો એક જ પ્રકારના હતા. એવું લાગતું હતું કે આ જંગલમાં બીજા કોઈ વૃક્ષો ક્યારેય ઉગ્યા જ નહોતા. આ બંને પહાડોની વચ્ચેથી જ ઉપરથી એક ઝરણું પડી રહ્યું હતું. એ ઝરણું પેલા તો એક મોટા તળાવ જેવી જગ્યા બનાવતું હતું અને પછી નાની નદી બની વહી રહ્યું હતું.

જ્યારે તેઓ પહાડોની બિલકુલ નજીક પહોંચ્યા તો તેઓએ ત્યાં જ તળાવના કાંઠે થોડીવાર આરામ કરવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે તેમના અમુક સાથીઓ આસપાસનો કુદરતી નજારો જોવા લાગ્યા. અમુકને વળી ઉતાવળ વધારે હતી તો તેઓ પત્થર વાળા પહાડ ઉપર ચડવા માટે આગળ વધ્યા. જંગલમાંથી આગળ વધવું કદાચ અઘરું પડે એટલે તેઓએ પત્થર વાળા પર્વતનો રસ્તો પસંદ કરેલો.

આ બાજુ જ્યાં સિરત અને તેના સાથીઓની ગાડીઓ પડી હતી ત્યાં એક અજાણી ગાડી આવીને ઊભી રહી. ગાડીનું બારણું ખુલતાની સાથે જ પેલો માસ્કધારી માણસ બહાર આવ્યો. થોડીવાર તેણે આમ તેમ નજર કરી. પછી તેને લાગ્યું કે સિરત અને તેના સાથીઓ પેલા અજીબ લાગતા પહાડો તરફ જ ગયા હોવા જોઇએ, એટલે તેણે પોતાની ગાડીને પાસેના એક પત્થર પાછળ છુપાવી અને હવે તે પણ પેલા પહાડો તરફ આગળ વધ્યો.

સિરત સાથે આવેલા તેના અમુક સાથીઓ પત્થર વાળા પહાડ પર ચડવા લાગ્યા. અચાનક જ જાણે બોમ્બ ફૂટે તેવો અવાજ આવ્યો અને એક પત્થર હવામાં ઉછળ્યો. તેની સાથે જ પેલો માણસ લગભગ પચાસેક ફૂટ જેટલો ઊંચે ઉછળીને નીચે પટકાયો. એટલે ઊંચેથી પડવાના કારણે તેનું માથું એક બીજા પત્થર સાથે અથડાયું. તરત જ તે પત્થર પણ પેલા પત્થરની જેમ જ ઉછળ્યો અને આ વખતે પણ તે માણસ ફરીવાર ઊંચે ઉછળીને પટકાયો. આ વખતે તે બિલકુલ નીચે જ્યાં સિરત પોતાના બીજા સાથીઓ સાથે બેઠી હતી ત્યાં પડ્યો. તે જ્યારે નીચે પડ્યો ત્યારે તેના શરીરમાં લગભગ બધા જ હાડકા તૂટી ગયા હતા. તેનું માથું ફાટી ગયું હતું. તે પહેલાથી જ મૃત્યુ પામ્યો હતો.

હવે પત્થર વાળા પહાડ પર રહેલા માણસો એકદમ ગભરાઈ ગયા હતા. તેઓ કઈ પણ વિચાર્યા વિના જ નીચેની તરફ દોડવા લાગ્યા. તેમાંના અમુક લોકોના પગ જ્યારે પત્થર પર પડ્યા તો ફરી એકવાર તે પત્થર ઉછળતા અને એમ કરતાં વળી બીજા સાથીઓ ઉછળ્યા. જ્યારે પહાડ ચડવા ગયેલા સાત સાથીઓમાંથી માત્ર બે સાથીઓ જ બચ્યા ત્યારે સિરત અને તેના બાકીના સાથીઓ એકદમ દુઃખી થયા.

તેમાંના બાકીના સાથીઓ એ સમજી નહોતા રહ્યા કે આ શું થઈ રહ્યું છે. પણ તેમને એક વાત તો સમજાઈ રહી હતી કે તેમને હવે દરેક પગલે ખતરો મળવાનો છે એટલે હવે પગ મૂકતા પહેલા તેમણે સો વાર વિચાર કરવો પડશે.
તેમ છતાં તેમને એક પ્રશ્ન થઈ રહ્યો હતો કે આખરે આ બે સાથીઓ કેવી રીતે જીવતા બચી ગયા? પેલી ત્રણેય સ્ત્રીઓ તો આ બધું જોઇને એકદમ ગભરાઈ ગઈ અને રડવા લાગી. પણ સિરતે તેમને શાંત પાડી અને પછી રડતી બંધ કરાવી.



શું તેમને નકશાના બધા ટુકડાઓ મળશે?
પેલા ચોરો ખજાનો લઈને ક્યાં ગાયબ થઈ ગયા હતા?
પેલા બીજ શેના હતા?
પેલો માસ્કધારી માણસ કોણ છે?

આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો...

Dr Dipak Kamejaliya
'શિલ્પી'