Love Revenge Spin Off Season - 2 - 18 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-18

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-18

લવ રિવેન્જ

પ્રકરણ-૧૮

વાચકમિત્રો

આશા છે આપ સૌ સકુશળ હશો.

છેલ્લાં કેટલાક સમયથી લવ રિવેન્જ નવલકથાના પ્રકારણો અપલોડ કરવામાં મારે ઘણો સમય લાગી રહ્યો છે. જે અંગે આપ સૌ અનેક વખત ફરિયાદ પણ કરોજ છો અને આપની ફરિયાદ વાજબી પણ છે. મહિનામાં લગભગ એક પ્રકરણ જ રીલીઝ થાય તો વાચકો એ અંગે ફરિયાદ કરે તે સ્વાભાવિક પણ છે. આને લીધે વાર્તા આગળ વધતી ન હોવાનું પણ ફીલ થાય એ પણ સ્વાભાવિક છે. એમપણ નવલકથામાં વાર્તાનો પ્રવાહ ધીરે-ધીરે આગળ વધતો હોય છે. એવામાં આખા મહિનામાં એકજ પ્રકરણ રીલીઝ થાય તો વાર્તા વાંચવામાં કંટાળો પણ આવી જાય કે પછી વાર્તામાંથી રસ પણ ઊડી જાય એવું પણ થાય.

તમારી ઉપરોક્ત ફરિયાદોને અને નારાજગીને હું સ્વીકારું છું. જોકે આપની ફરિયાદોનું નિવારણ હાલ પૂરતું મારાં માટે અશક્ય હોવાથી લવ રિવેન્જ નવલકથાના પ્રકરણો શા માટે લેટ થઈ રહ્યાં છે એનું પાછળનું કારણ જણાવાનો નિર્ણય કર્યો છે.

આ કોઈ બહાનું નથી, પણ ખરેખર એક જેન્યુઇન કારણ છે. આશા છે આપને સમજાશે.

હું છેલ્લાં પાંચેક વર્ષ મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠની સાથે લગભગ દસેક નવલકથાઓની સીરિઝ ઉપર રિસર્ચ કામ કરી રહ્યો હતો. અને આટલાં વર્ષોની મહેનત બાદ છેવટે આ દસેય નવલકથાઓ લખાઈને તૈયાર થઈ ગઈ છે. આપણી ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રકારની આ પ્રથમ નવલકથાઓની સીરિઝ છે. ગુજરાતી ભાષાની સાથે-સાથે આ નવલકથાઓ હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ રીલીઝ થવા જઈ રહી છે. હાલ હિન્દી ભાષામાં તેનું ટ્રાન્સલેશન થઈ ચૂક્યું છે તેમજ અંગ્રેજી ભાષામાં તેનું ટ્રાન્સલેશન લગભગ પૂર્ણ થવાના આરે છે. ટ્રાન્સલેશનનું લાંબુ અને મહેનત માંગી લેતું કામ પૂર્ણ થયા બાદ તમામ નવલકથાઓને ફાઇનલ ટચ આપી રીલીઝ કરવાની છે. જોકે આ ત્રણેય ભાષામાં લખેલી દસેક નવલકથાઓનું કોપી રાઇટ મેળવવાનું કામ પણ સાથે-સાથે પૂર્ણ થવાના આરે છે. આપ સૌને જાણીને આનંદ થશે કે મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠ પોતે આ નવલકથાઓની સીરિઝ પબ્લીશ કરવા જઈ રહ્યાં છે.

 

        આ નવલકથાઓ લખવામાં મારે પુષ્કળ રિસર્ચ અને સમય લાગ્યો છે. જેમાં મારો સાથ મારા પરમમિત્ર શ્રી વિકટ શેઠે પૂરેપૂરો આપ્યો છે. હજુ પણ થોડું ઘણું ફાઇનલ ફિનિશિંગનું કામ બાકી છે જે અમે સાથે મળીને કરી રહ્યાં છે. આ સિવાય અમે બંને પોત-પોતાના રોજિંદા કામ અને સમસ્યાઓથી ઘેરાયેલાં છીએ એ અલગથી. આ બધામાં લવ રિવેન્જ નવલકથાનાં નવા પ્રકરણ લખવામાં હું લગભગ નહિવત સમય ફાળવી શકું છું. આજ કારણસર નવા પ્રકરણો લેટ થાય છે. (અને આગળ પણ લેટ થતાં જ રહેશે, જેના બદલ હું દિલગીર છું). આશા છે આપ મારી સમસ્યા સમજી શકશો.

 

-લિખિતંગ-

    “S I D D H A R T H”

 

 

 

 

 

લવ રિવેન્જ

Spin off Season-2

પ્રકરણ-૧૮

 

            “આરવ....આરવ વિષે કે’વાનું રઈ ગ્યું....!” અક્ષય સાથે વાત કરી રહેલાં સિદ્ધાર્થને જોઇને લાવણ્યા વધુ એકવાર બબડી.  

            “આર.....આરવ...સિદ....આરવ વ...વિષે કે’વાનું છે....!” પોતાની તરફ પીઠ કરીને ઉભેલા સિદ્ધાર્થથી દુર ઉભી હોવા છતાં ગભરાઈ ગયેલી લાવણ્યા બબડાટ કરતી-કરતી ધીમા-દબાતા પગલે સિદ્ધાર્થ તરફ જવા લાગી.

            લાવણ્યા હજીતો બે-ત્રણ ડગલા આગળ વધી જ હતી ત્યાંજ સિદ્ધાર્થ ઝડપથી તેણી તરફ પાછો ફર્યો અને ઉતાવળા પગલે ચાલતો-ચાલતો આવવાં લાગ્યો.

            સિદ્ધાર્થના ચેહરા ઉપરના ગુસ્સાના એ ભાવ જોઇને લાવણ્યા ધ્રુજી ઉઠી અને કોરીડોરની દીવાલે લપાઈને ઉભી રહી ગઈ. ગુસ્સે થયેલો સિદ્ધાર્થ હાથમાં મોબાઈલ મંતરતો- મંતરતો લાવણ્યાની સામે જોયા વગર શૂન્યમનસ્ક સામે જોઇને ઝડપથી ચાલ્યો આવતો હતો.

            “સિદ.....સિદ...મ્મ...મારે વાત કરવી છે...!” બેધ્યાન સિદ્ધાર્થ નજીકથી પસાર થતો હતો ત્યારે લાવણ્યા ગભરાતી-ગભરાતી બોલી અને તેની પાછળ-પાછળ નાના બાળકની જેમ ચાલવા લાગી.

            “અત્યારે નઈ લવ.....!” લાવણ્યા સામે જોયા વિના ચાલતાં-ચાલતાંજ મોબાઈલ કાને માંડી સિદ્ધાર્થ સાવ રુક્ષ સ્વરમાં બોલ્યો “મારે થોડું કામ છે....!” 

            એવાજ રૂડ સ્વરમાં બોલીને સિદ્ધાર્થ થોડી વધુ ઝડપે આગળ ચાલી ગયો. સિદ્ધાર્થના ગુસ્સાવાળા ચેહરા અને તેનાં રૂડ બિહેવિયરથી ડરેલી લાવણ્યા કોરીડોરમાં અટકી ગઈ. થોડે આગળ જઈ સિદ્ધાર્થ કોરીડોરમાં જમણીબાજુ વળી ગયો.

            આઘાત અને ડરને લીધે લાવણ્યાની આંખ ટપકવા લાગી.

            “નઈ...નઈ...હું..એમ સિદને નારાજ નઈ થવા દવ....!” કેટલીક ક્ષણો એમ ઉભાં રહ્યાં બાદ લાવણ્યા મન મક્કમ કરતા બબડી અને ઉતાવળા પગલે સિદ્ધાર્થની પાછળ જવા કોરીડોરમાં દોડવા લાગી.

            કોરીડોરમાં વળીને તે પાછી સીધી જવા લાગી. થોડે આગળ ગયાં બાદ કોરીડોરમાં વધુ બે તરફ જવાના વળાંકો હતાં. જમણી બાજુનો કોરીડોરનો વળાંક ટ્રસ્ટી સાહેબની ઓફીસ તરફ અને ડાબી બાજુનો કોરીડોર અન્ય ક્લાસ રૂમ તરફ જવા માટેનો હતો. તેમજ સામે કોરીડોરમાંથી બહાર નીકળતાં કૉલેજ બિલ્ડીંગની બહાર જવા માટે રસ્તો હતો. આમેતેમ ડાબી-જમણી બાજુ જોઇને લાવણ્યાએ સિદ્ધાર્થને શોધવાનો પ્રયત્ન કર્યો.

            “એનાં મામાને મલવા ગ્યો હશે...!” મનમાં વિચારી લાવણ્યા જમણીબાજુ વળી ટ્રસ્ટી સાહેબની કેબીન તરફ જવા લાગી.

            “વ્રૂઉમ.... વ્રૂઉમ....!” ત્યાંજ લાવણ્યાને એનફિલ્ડ બાઈકનો ભારે અવાજ સંભળાયો.

            અવાજ ઓળખી ગયેલી લાવણ્યાએ તરતજ અટકીને પાર્કિંગ તરફ જોયું.

            પાર્કિંગમાંથી બહાર નીકળી સિદ્ધાર્થ એનફિલ્ડ લઈને સ્પીડમાં કૉલેજના ગેટ તરફ જઈ રહ્યો હતો. લાવણ્યા ચોંકી ગઈ. કેમકે સિદ્ધાર્થની પાછળ નેહા પણ એક સાઈડે બેઠેલી હતી.

            “ન..નેહા...!” લાવણ્યા કાંપતા સ્વરમાં બબડી અને ઉતાવળા પગલે કૉલેજ બિલ્ડીંગની બહાર જવા કોરીડોરમાં દોડી.

            “સિદ....સિદ....! ક્યાં જાય છે...!?” હાથ ઉંચો કરીને લાવણ્યાએ ગેટની બહાર નીકળવા જઈ રહેલાં સિદ્ધાર્થને બૂમ પાડી પણ એનફિલ્ડ બાઈકના ભારેખમ અવાજ અને ઝડપને લીધે સિદ્ધાર્થે તેણીને સાંભળી નહિ અને ગેટની બહાર નીકળી ગયો.

            “સિદ......!” સિદ્ધાર્થ સાંભળ્યાં વગર નીકળી જતાં લાવણ્યા સાવ લાચાર અને નિ:સહાય બનીને અટકી ગઈ અને પેવમેન્ટ ઉપર ઉભી રહી ગઈ.

            તેણીની આંખ ટપકવા લાગી.

            નેહા જાણે સિદ્ધાર્થને પોતાનાથી છીનવી ગઈ હોય એમ લાવણ્યાનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેણીની આંખ ટપકવા લાગી. સિદ્ધાર્થને નેહાની સાથે જતો જોઇને લાવણ્યાના મન, હૃદય અને આત્મામાં જાણે તોફાન મચી ગયું અને તેણીનો જીવ તાળવે ચોંટી ગયો.

****

            ”શંભુ કૉફી શોપ પર ના લઈશ....!” સિદ્ધાર્થની પાછળ એનફિલ્ડ ઉપર બેઠેલી નેહાએ સહેજ કડક આદેશાત્મક સ્વરમાં બાઈક ચલાવી રહેલાં સિદ્ધાર્થને કહ્યું પછી મનમાં બબડી “ઓલી રખડેલનું નક્કી નઈ....! તને ગોતતી ગોતતી એ કદાચ ત્યાં પણ આઈ જાય...!”

            કૉલેજથી નીકળતી વખતે નેહાએ તેમની તરફ ઉતાવળા પગલે દોડતા-દોડતા સિદ્ધાર્થના નામની બૂમો પાડતી આવી રહેલી લાવણ્યાને જોઈ લીધી હતી. જોકે નેહાએ તરતજ નજર ફેરવી લીધી હતી. ગુસ્સે થઈને બાઈક ચલાવી રહેલાં સિદ્ધાર્થનું ધ્યાન જોકે લાવણ્યા ઉપર નહોતું પડ્યું.

            “તો ક્યાં જવું છે...!?” બાઈક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે એકાદ ક્ષણ માટે પાછું મ્હો ફેરવીને જોયું અને ચીડાયેલા સ્વરમાં બોલ્યો.

            “અમ્મ....!” નેહાએ સહેજ વિચાર્યું અને અચાનક ઝબકારો થતાં બોલી “આગળથી વળાય...! યુનિવર્સીટી લઇલે મને બવ ભૂખ લાગી છે....હું નાસ્તો કર્યા વગર આઈ છું...! પે’લ્લાં કઈંક ખાઈશું...પછી બીજી વાત...!”

            સિદ્ધાર્થને તરતજ લાવણ્યા યાદ આવી ગઈ. જોકે અક્ષય સાથે થયેલી વાતચિત હજી પણ તેનાં મનમાં ઘૂમી રહી હોવાને લીધે સિદ્ધાર્થનું મગજ પાછું એજ વાતોના વિચારોમાં ખોવાઈ ગયું.

***

            “લાવણ્યા આવે....ત્યાં સુધી ચા પી લવ....!” કેન્ટીન તરફ જતાં-જતાં સિદ્ધાર્થ બબડ્યો.

            “સિદ્ધાર્થ....!” ત્યાંજ સિદ્ધાર્થને પાછળથી કોઈકે બોલાવ્યો.

            પાછું ફરીને સિદ્ધાર્થે જોયું તો અક્ષય તેની તરફ આવી રહ્યો હતો.

            “હા..... બોલ....!” અક્ષય નજીક આવતાં સિદ્ધાર્થે સહેજ આશ્ચર્યથી પૂછ્યું.

            “નેહા તારી ફરિયાદ કરતી’તી...!” અક્ષય બોલ્યો.

            બે-ક્ષણો સિદ્ધાર્થને એની વાત ના સમજાઈ. સાથે –સાથે અક્ષય જે રીતે બોલ્યો એ ટોન પણ સિદ્ધાર્થને ના ગમ્યો.

            “ફરિયાદ....!?” સિદ્ધાર્થ મૂંઝાઈને બોલ્યો.

            “હા...! એ કે’તી’તી....તું આજકાલ મિશનથી ભટકી ગ્યો છે....!” અક્ષય એજરીતે બોલ્યો “લાવણ્યા સાથે બદલો લેવાની જગ્યાએ....તું તો એની જોડે મોજમજાથી ફરે છે...!”

            અક્ષયની બોલવાની રીતથી સિદ્ધાર્થ ચિડાઈ ગયો. એમપણ બદલો લેવાની વાતમાં જયારે નેહાએ શંભુ કૉફી શોપ પર અક્ષયને બોલાવ્યો હતો અને તેને ઇન્વોલ્વ કર્યો ત્યારે જ સિદ્ધાર્થને નહોતું ગમ્યું. છતાંય નેહાને લીધે સિદ્ધાર્થે પોતાને અણગમો જાહેર નહોતો કર્યો.

            “યાદ છે ને....!?” અક્ષય એવાજ સ્વરમાં પાછું બોલ્યો “આરવના પગ કપાવા માટે એજ જવાબદાર છે....! કે ભૂલી ગ્યો...!?”

            “આરવ મારો ભાઈ છે....!” સિદ્ધાર્થ ચીડાયેલા ચેહરે શક્ય એટલું શાંત સ્વરમાં બોલ્યો “હું કશું નથી ભૂલ્યો....! અને બીજી વાત”

            સહેજ અટકીને સિદ્ધાર્થ ચીમકી આપતો હોય એમ બોલ્યો –

            “લાવણ્યા....આરવ....નેહા...! કોઈની પણ વાત હોય...! ફરી ક્યારેય વચ્ચે ના બોલતો...!”

            સિદ્ધાર્થના ચેહરા ઉપર ગુસ્સાના ભાવ જોઈ અક્ષય સહેજ ગભરાયો અને છોભીલો પડ્યો હોય એમ મોઢું કરીને બોલ્યો-

            “આરવ મારો ફ્રેન્ડ હતો...અને નેહા પણ મારી ફ્રેન્ડ છે એટલે હું તો ...!”

            “તું ખરેખર નેહાનો ફ્રેન્ડ હોય....!” સિદ્ધાર્થ એવાજ સ્વરમાં અક્ષયને વચ્ચે ટોકીને બોલી પડ્યો અને પાછું ફરીને ત્યાંથી જવા લાગ્યો “તો તારી ફ્રેન્ડ (નેહા)ને સમજાય...! મારી જોડે મેરેજ કરી લેવા માટે....!”

            એટલું બોલીને સિદ્ધાર્થ ઝડપથી ત્યાંથી ચાલવા લાગ્યો. ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે પોતાનાં મોબાઈલમાં નેહાનો નંબર ડાયલ કરી દીધો.

            “પાર્કિંગમાં આય...!” નેહાએ કૉલ રીસીવ કરતાંજ કોરીડોરમાં વળતાં-વળતાં સિદ્ધાર્થ આદેશ આપતો હોય એમ બોલ્યો  “અત્યારેજ ...!”

            એટલું બોલીને સિદ્ધાર્થે નેહાના પ્રતિભાવની રાહ જોયા વગરજ કૉલ કટ કરી દીધો અને ઝડપ વધારી પાર્કિંગ તરફ ચાલ્યો ગયો.

            પેવમેન્ટ વટાવી તે હજીતો પાર્કિંગ શેડની નજીક પહોંચ્યોજ હતો ત્યાં તેણે પોતાનાં એનફિલ્ડ પાસે નેહાને ઉભેલી જોઈ.

            “બવ જલ્દી આઈ ગઈ....!?” સહેજ આશ્ચર્ય સાથે ભાવવિહીન સ્વરમાં પુછવા ખાતર પૂછતો હોય એમ સિદ્ધાર્થે પૂછ્યું.

            “"ઉલટાનું આજે લેટ થઇ....!" નેહા બોલી "વરસાદનું ઠેકાણું ન 'તું એટલે એક્ટિવ લઈને આઈ...પાર્ક જ કરતી 'તી ...!"

            "બેસ જલ્દી ....!" નેહાની વાત કાપી સિદ્ધાર્થ રુક્ષ સ્વરમાં બોલ્યો અને એન્ફિલ્ડ ઉપર બેસી બાઈક પાછું શેડ નીચેથી બહાર ખેંચવાં  લાગ્યો.

            "શેન ઉતાવળ છે...!?" નેહાને ખોટું લાગી જતાં તેણીએ મોઢું બગાડ્યું અને બોલી.

            "મારે વાત કરવી છે...." એંડફિલ્ડ નો શેલ મારી સિદ્ધાર્થ બોલ્યો.

            "વૃમ...વૃમ .....!" 

            "કોના વિષે ...!?" નેહાએ સહેજ આશ્ચર્યથી નેહાએ પૂછ્યું અને સિદ્ધાર્થની પાછળ થોડું અંતર રાખી સાચવીને એક બાજુ બેઠી.

            "અક્ષય વિષે....!" સિદ્ધાર્થ બોલ્યો અને ઝડપથી બાઈક નું એક્સિલેટર ફેરવી દીધું .

            "તો અક્ષયે તીર  માર્યું એમને ...!" નેહાએ કુટિલ સ્મિત કર્યું અને મનમાં બબડી.

            "તારા વિષે....! મારા વિષે....આરવ વિષે ....!" બાઈક  કૉલેજની બહાર જવા દેતા -દેતા સિદ્ધાર્થ બોલવા લાગ્યો "અને આપડા  વિષે....!"

****

 

            "ક્યાં ગ્યો  હશે આ છોકરો ....!?" રઘવાટે ચડેલી લાવણ્યા ઉચાટ ભર્યા જીવે બબડી.

            નેહાને પોતાનાં એન્ફિલ્ડ પાછળ બેસાડી સિદ્ધાર્થ ક્યાંકે ગયો હતો. લાવણ્યાએ બોલાવ્યાં છતાંય સિદ્ધાર્થ તેણીને સાંભળ્યાં વિનાજ  ઝડપથી બાઈક  લઈને નીકળી જતાં લાવણ્યા ઉતાવળા પગલે કૉલેજના ગેટની બહાર મુખ્ય રોડ ઉપર આવી. સિદ્ધાર્થ હજી જસ્ટ નીકળ્યો હોવાને લીધે દૂર પહોંચવા આવેલાં તેને બાઈક લઈને જતો તે જોઈ રહી.

            "શંભુ બાજુ બાજુ જતો લાગે છે...!" શંભુ કૉફી શૉપ તરફ જતાં સિદ્ધાર્થને અને તેની પાછળ બેઠેલી નેહાને જોતા જ લાવણ્યા રઘવાયા સ્વરમાં બબડી.

            થોડી જ ક્ષણોમાં તે આગળ નીકળી જતાં  દેખાતો બંધ થયો. 

લાવણ્યા આજુબાજુ ડાફોળીયા મારી ઓટોવાળાને શોધવા લાગી.

            "ઓટો ...ઓટો.....!" એક ઓટોવાળાને આવતો જોઈને લાવણ્યાએ ઝડપથી હાથ હલાવીને તેને રોક્યો.

             ઓટોવાળાએ ઓટો રોકાતાં જ લાવણ્યા ઝડપથી ઓટોની પાછલી સીટમાં બેસી ગઈ.

            "શંભુ કૉફી શૉપ લઈ લો ને જલ્દી  ....!" બેસતાં -બેસતાં લાવણ્યાએ ઓટોવાળાને કહ્યું ને ઓટોવાળાએ ઓટો એ તરફ મારી મૂકી.

            થોડીવાર પછી ઓટોવાળાએ લાવણ્યાને શંભુ કૉફી  આગળ ડ્રૉપ  કરી. ઓટોનું ભાડું ચૂકવી લાવણ્યા ઉતાવળા પગલે કૉફી શોપમાં અંદર દાખલ થઇ. અંદર આવતી વખતે તેણીએ બહાર લૉબીવાળી બેઠકો તરફ પણ નજર નાંખીને સિદ્ધાર્થ -નેહાને શોધવાનો ટ્રાય કરી લીધો. ત્યાં કોઈ ના હોવાથી લાવણ્યા સીધી અંદર ધસી ગઈ.

            હાંફળી-ફાંફળી નજરે તેણીએ અંદરની બધીજ બેઠકો ઉપર નજર ફેરવી લીધી.

            "અહિયાં તો નઈ....!" સિદ્ધાર્થ કે નેહા, બેમાંથી કોઈ ના દેખાતાં લાવણ્યાએ રધવાયા જીવે આમ-તેમ ડાફોળિયાં મારવાનું ચાલુ રાખ્યું અને બબડી "ત...તો ક્યાં ગ્યો આ છોકરો એની જોડે ....!?"

            લાવણ્યા સ્વગત બબડી અને પાછી કૉફી શૉપની બહાર નીકળી.

            "ફ...ફૉન કરી જોઉં .....!?" બહાર આવીને લાવણ્યા કૉફી શૉપની આગળ ઉભી રહીને મનમાં બબડી અને તરત જ પોતાનો મોબાઈલ કાઢી સિદ્ધાર્થનો નંબર જોડવા લાગી.

            આખી રિંગ વાગી જવા છતાંય સિદ્ધાર્થે કૉલ ના ઉઠાવ્યો.

            નિરાશ થઈને લાવણ્યા ત્યાંજ ઉભી રહી. આવતાં-જતાં વાહનોનો શોરબકોર તેણીને સાંભળાવા લાગ્યો.

            “અત્યારે નઈ લવ.....!”

            “મારે થોડું કામ છે....! કામ છે....!”    

            સિદ્ધાર્થ જે રીતે તેણી સામે જોયા વગર રૂડ સ્વરમાં બોલીને નીકળી ગયો હતો તે યાદ આવી જતાં લાવણ્યાની આંખ ભીની થઇ ગઈ.

            "ક્યાં શોધવો તને....!?" લાવણ્યા ભીની આંખે બબડી.

            “હાં....કદાચ ખેતલાપા ગ્યો હોય....!” લાવણ્યાને વિચાર આયો અને તે બબડી.

            પાછી રસ્તા પરથી ઓટો કરીને તે ખેતલાપા જવા નીકળી.

****

            “અક્ષયને તે મોકલ્યો ‘તો...!?” સિદ્ધાર્થે સામે બેઠેલી નેહાને પૂછ્યું.

            કૉલેજથી નીકળી તેઓ પહેલાં ગુજરાત યુનિવર્સિટી આવ્યાં હતાં.

            “તું મને નાસ્તો કરવાં દઇશ...!?” નેહા બોલી.

            બટાકાં પૌંઆની પ્લેટમાંથી ખાતાં-ખાતાં નેહા બોલી. ગુજરાત યુનિવર્સિટીની સામે એલ ડી એન્જીનિયરીંગ કૉલેજનાં કેમ્પસની કમ્પાઉન્ડની બાઉન્ડરી વૉલને અડીને ઉભેલાં નાસ્તાવાળા સ્ટોલ્સમાંથી બટાકાં પૌંઆનાં સ્ટૉલ આગળ તેઓ ઊભા હતાં.

            “તું નઈ ખાય....!?” નેહાએ સિદ્ધાર્થ સામે જોયું.  

            “મારે વાત કરવી છે....!” સિદ્ધાર્થ સહેજ ચિડાયો છતાં શાંતિથી બોલ્યો.

            જોકે ચેહરા ઉપર અણગમાંનાં હાવ તે ટાળી નાં શક્યો.

            “હા તો કરીએ છેને...!” નેહા શાંતિથી પ્લેટમાંનાં પૌંઆ ચમચી વડે આમતેમ કરતાં બોલી “કૉલેજ બંક કરી છે....! તો હવે આખો દિવસ છે જ આપડી જોડે...!”

            અક્ષય ઉપર ચડેલો ગુસ્સો નેહા ઉપર નાં ઉતરી જાય એટ્લે ચિડાયેલો સિદ્ધાર્થ આડું જોઈ રહ્યો. જોકે સિદ્ધાર્થને એ પણ સમજાઈ ગયું, ગુસ્સો ખરેખર તો તેને નેહા ઉપરજ હતો. પણ એ છોકરી હોવાને લીધે સિદ્ધાર્થ પોતાનો ગુસ્સો ટાળી રહ્યો હતો.

            “ચલ....!” પૌંઆ ખાધા પછી પ્લેટ સ્ટૉલવાળાનાં ટેબલ ઉપર મૂકતાં નેહા શાંતિથી બોલી “મારે થોડી શોપિંગ કરવી છે...!”

            “વ્હોટ નોંસેન્સ....!? શોપિંગ....!?” સિદ્ધાર્થને નવાઈ પણ લાગી અને તે ચિડાયો પણ ખરાં.

            “કેમ....!? નોંસેન્સ શું....!?” નેહા સ્વાભાવિક સ્વરમાં બોલી “જો તું ઓલી રખડેલને શોપિંગ કરાઇ શકતો હોય....! તો મને નાં કરાઈ શકે....!?”

             “મારે વાત કરવી’તી....એટ્લે હું તને કૉલેજમાં બંક મરાઈને લાયો...!”

            “હાં...તો કરશુંને....! પણ મારું કામ પતે પછી....!” નેહા રુક્ષ સ્વરમાં બોલી.

            “શોપિંગ પછી પણ થઈ શકે....!” સિદ્ધાર્થ ચિડાઈને બોલ્યો.

            “ના....મારે બૂક્સ લેવી છે....!” 

            “એક્ઝામ તો પતી ગઈ હવે...!”

            “તો શું થયું...!? કેમ આ સેમની ફાઇનલ એક્ઝામ આવશેજ નઈ...!?” નેહા ટોંન્ટમાં બોલી “મારી પાસે સ્ટેટની રેફરન્સ બૂક નઈ...! સ્ટેટના પ્રજાપતિ સરે જે સિલેબસ લખાયો છે...એની બૂક અહિયાં ક્યાંય બૂક સ્ટૉલમાં પણ નઈ મલતી.....અને પ્રજાપતિ સર પણ કશું મટિરિયલ નઈ આપતાં....એટ્લે મારે ગાંધી રોડ જવું છે...! ચલ...!”  

            ઇચ્છવા છતાંય સિદ્ધાર્થ તેણીને કશું કહી ના શક્યો. બંને છેવટે એન્ફિલ્ડ ઉપર ગાંધી રોડ જવા નીકળી ગયાં.

***

“વ..વિશાલ...! ક્યાં છે તું...?” લાવણ્યાએ વિશાલને કૉલ કર્યો.

“કૉલેજમાં જ હોવ ને યાર...!” વિશાલે જવાબ આપતાં સ્વાભાવિક સ્વરમાં કહ્યું.

            “મારે અર્જન્ટ કામ છે....મલને...!” લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી.

            “ઓહ....!” તેણીના સ્વરમાં રહેલો ઉચાટ વિશાલ પારખી ગયો “શું થયું...!? સિદ્ધાર્થ....!?”

            “તું જલ્દી આયને....! હ..હું...ખેતલાપા છું....!” લાવણ્યા એવાંજ સ્વરમાં બોલી.

            સિદ્ધાર્થને “ગોતવા” તે ખેતલાપા આવી ગઈ હતી. જોકે ત્યાં સિદ્ધાર્થ ના મળતાં તેણીએ છેવટે વિશાલને કૉલ કર્યો હતો.

            “આવું ચલ....!” એટલું કહીને વિશાલે કૉલ કટ કર્યો.

             લાવણ્યા રઘવાયાં જીવે વિશાલની રાહ જોવા લાગી.

            વિશાલ આવે ત્યાં સુધી સમય પસાર કરવા માટે લાવણ્યા આમ-તેમ આંટા મારવા લાગી. તાળવે ચોંટેલાં જીવને નીચે લાવવાં અને મન શાંત થાય એ માટે લાવણ્યા ટી-સ્ટૉલમાં જઈને સિગરેટ લઈ આવી અને ખેતલાપાની સામે રસ્તાની બીજી બાજુએ ઊભા રહીને ફૂકવા લાગી.

            એક પછી એક બે-ત્રણ સીગરેટ ફૂંકી મારવાં છતાંય લાવણ્યાનું મન એજ વિચારોમાંથી બહાર નહોતું આવતું.

            “સિદ્ધાર્થ ક્યાં હશે....!?”

            “શું કરતો હશે...!?”

            કેટલાય આડા-અવળા વિચારોનું દ્વંદ્વ તેનાં મનમાં છેડાઈ ગયું અને લાવણ્યા તેમાં ફસાઈ ગઈ.

****

            “આખાં ગામનો ટ્રાફિક છે....!” ગાંધી રોડના ભરચક ટ્રાફિકમાં ફસાયેલાં સિદ્ધાર્થે કંટાળીને છણકાભર્યા સ્વરમાં કહ્યું.

            લગભગ દોઢેક કલ્લાકથી તેઓ ગાંધી રોડ જવા માટે વીજળી ઘર ચાર રસ્તાના ટ્રાફિફમાં અટવાઈ ગયાં હતાં. ભારેખમ એન્ફિલ્ડને એવાં ટ્રાફિકમાં ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ કંટાળી ગયો હતો.

            “માંડ દસ મીટર પણ આગળ નઈ વધાયું....!” ગુસ્સો કરીને સિદ્ધાર્થે સહેજ પાછું જોઈને નેહાને કહ્યું “આવી જગ્યામાં કોઈ ચોપડીઓ લેવાં આવે કઈં....!?”

            “અહિયાં કાયમ આવોજ ટ્રાફિક હોય છે....!” નેહા શાંતિથી બોલી “અને આખાં અમદાવામમાં જે વસ્તુ ક્યાંય ના મલે....એ અહિયાં મલેજ ....ચોપડીઓ પણ....!”

            “પણ આવો ટ્રાફિક...!?”

            “કેમ.....!? બરોડામાં ટ્રાફિક નઈ થતો....!?” નેહા પણ સહેજ ચિડાઈને બોલી.

            કંટાળેલો સિદ્ધાર્થ ચૂપ રહ્યો અને આગળ જોઈ રહ્યો. હજીપણ જામ થઈ ગયેલાં ટ્રાફિકને લીધે તેઓ એકજ જગ્યાએ અટકી ગયાં હતાં.

            “ટ્રાફિક ખૂલે.... એટ્લેસીધું લઈલેજે...!” નેહા બોલી “ભદ્રથી જઈએ....!”

            “ત્યાંય આવો જ  ટ્રાફિક હશે....!?” સિદ્ધાર્થે ચિડાઈને પૂછ્યું.

            “અહિયાં બધે આવો જ ટ્રાફિક હોય છે....!” નેહાએ પણ એજરીતે ચિડાઈને કહ્યું “તારે ના આવવું હોય...તો ના પાડીદે...હું જાતે ચાલતી જતી રઈશ....!”

            “મેં એવું ક્યાં કીધું.....!?”

            બંને એજ રીતે લડતાં-ઝગડતા રહ્યાં. વધુ અડધો કલ્લાક પછી માંડ ટ્રાફિક ખૂલ્યો. નેહાએ કહ્યા મુજબ સિદ્ધાર્થે ભદ્રથી જવા દીધું. ત્યાંપણ એવાંજ ટ્રાફિકમાં તેઓ ફસાઈ ગયાં. અમદાવાદના સિટી એરિયાના એ ગીચ રસ્તાઓ અને તેનાં ભારે ટ્રાફિકથી અજાણ સિદ્ધાર્થ ત્રાહિમામ પોકારી ગયો. નેહા સાથે વાત કરવાનું તેનું બધુજ મૂડ પણ ઑફ થઈ ગયું.

***

            “તું શાંત થા પે’લ્લાં.....!” વિશાલે લાવણ્યાને કહ્યું.

            વિશાલના ખેતલાપા આવ્યાં પછી લાવણ્યએ રઘવાયા જીવે બધુજ કહી સંભળાવ્યું હતું.

            “પ...પણ...મ..મેં એને બૂમ પાડીને બોલાયો ....ત...તોય એ ઊભો ના ર્યો...જ...જતો ‘ર્યો....!”

            લાવણ્યા માંડ પોતાનું રડવાનું રોકી રાખી બોલી.

            “અરે પણ નેહા જોડે હોય તો ક્યાંથી ઊભો રે....!?” વિશાલ સમજાવાના સૂરમાં બોલ્યો.

            “એ...એની જોડે ક...ક્યાં ગ્યો હશે.....!? શ...શું કરતો હશે....!?”  લાવણ્યા રઘવાઈ થઈ ગઈ અને બબડાટ કરવાં લાગી.

            “હવે એ એની ફિયાન્સ છે..તો...કઈંક તો કરતો જ હશેને.....!” વિશાલ અમસ્તુંજ મોઢું મચેડીને બોલ્યો.

            “નઈ...નઈ...સિદ...સિદ એવો છોકરો નઈ....!” લાવણ્યા સિદ્ધાર્થનો બચાવ કરતાં બોલી.

            “જો તને એની ઉપર ટ્રસ્ટ હોય જ ....તો પછી મને શું કામ બોલાયો...!?” વિશાલે થોડાં આશ્ચર્ય સાથે ટોંન્ટ મારતા પૂછ્યું “કે પછી તું ખાલી મને અને તારાં મનને સમજાવે છે....!?”

            “તું ખાલી મને અને તારાં મનને સમજાવે છે....!?” વિશાલના એ શબ્દો લાવણ્યાના કાનમાં પડઘાઈ રહ્યાં અને તે શૂન્યમનસ્ક થઈને વિચારી રહી.

            “હવે શું કરવું છે એ બોલ....!?” થોડીવાર પછી વિશાલે પૂછ્યું.

            “એ ક્યાં હશે એ જાણવું છે....!” લાવણ્યા બોલી.

            “એટ્લે...!?” વિશાલે મૂંઝાઇને પૂછ્યું.

            “એને શોધીએ...એ લોકો ક્યાં હશે.....! એ મારે જાણવું છે....!” લાવણ્યા સ્વાભાવિક સ્વરમાં બોલી “આપડે એ લોકોને ગોતીએ...!”

            “ક્યાં...!?” આશ્ચર્ય પામેલો વિશાલ આંખો મોટી કરીને બોલ્યો.

            “હં.....!” લાવણ્યા થોડું મૂંઝાઇ પછી કઈંક વિચાર આવતાં તરત બોલી “ર....રિવરફ્રન્ટ જઈએ....એને રિવર ફ્રન્ટ બવ ગમે છે....!”

            “સિદને....?” વિશાલે પૂછ્યું.

            “હા....! અમે બેય ત્યાંજ જઈએ છે...ર..રોજે....!”

            વિશાલે લાવણ્યાનો ચેહરો જોયો. તેણીના કપાળે બાઝેલાં પરસેવાની બુંદો જોઈને તે સમજી ગયો કે લાવણ્યા અત્યંત ઈમોશનલ થઈ ગઈ હતી. તે હવે તેની કોઈ વાત માને એમ નહોતી.

            “સારું...ચલ....જોઈએ....!” વિશાલ છેવટે બોલ્યો અને તેના બાઇકની સીટ ઉપર બેઠો.

            લાવણ્યા તેની પાછળ એક સાઇડે બેસી ગઈ.

            “કેમ આમ બેઠી...!?” લાવણ્યા એક સાઇડે બેસતાં વિશાલે આશ્ચર્યથી પૂછ્યું “દર વખતે તો તું ઘોડો કરીને બેસે છેને....!?”

            “હવે નઇ બેસું....!” લાવણ્યા તદ્દન બાળકની જેમ બોલી “હવે ખાલી સિદની પાછળજ એમ બેસવાનું ગમે છે.....!”

            “હી..હી...! જબરી થઈ ગઈ છે હોં તું તો...!” વિશાલ હસ્યો અને બાઇક મુખ્ય રસ્તા ઉપર વળાવી લઈ રિવરફ્રન્ટ જવા યુનિવર્સિટી રોડ તરફ મારી મૂક્યું.

****

            “હાશ નિકળાયું..!” ભારે ટ્રાફિકમાંથી બહાર નીકળતાંજ સિદ્ધાર્થે હાશકારો અનુભવ્યો.

            માથું ધૂણાવતાં- ધૂણાવતાં સિદ્ધાર્થ બોલ્યો અને સહેજ પાછું જોઈને ચિડાઈને નેહાને કહેવા લાગ્યો-

            “સાંજ પાડી દીધી તે....!”

            સિદ્ધાર્થે સહેજ છણકો કરીને કહેતાં નેહા ચિડાઈ ગઈ છતાંય તે ચૂપ રહી.

            “આખા ચાર કલ્લાક તો તે ખાલી ટ્રાફિકમાંજ વેસ્ટ કરાઇ નાંખ્યા...!”

            “મેં કીધુંને તને...! કે સિટી એરિયામાં રોજે આવો જ ટ્રાફિક હોય છે….!” નેહા પણ છણકો કરીને બોલી.  

            બુક્સ લેવાનાં બહાને નેહાએ લગભગ આખો દિવસ વેસ્ટ કરાઇ દીધો હતો. ખાસ કરીને સિટી એરિયાના ટ્રાફિકમાંજ ચારેક કલ્લાક જેટલો ટાઈમ નીકળી ગયો હતો. અને બુક્સ લેવા માટે આખું ગાંધી રોડ ચાલતાં-ચાલતાં બે-અઢી કલ્લાક ફર્યા એ અલગથી.

            “તે હાથે કરીને ટાઈમ વેસ્ટ કર્યો...! તારે મારી વાત ન’તી સાંભળવી એટ્લે....!” સિદ્ધાર્થ પાછો નારાજ સ્વરમાં બોલ્યો “અને ભુખ્યા માર્યા એ અલગથી....!”

             “તારી વાત સાંભળવામાં મને કોઈ પ્રોબ્લેમ નઈ....!” નેહા બોલી પછી એકાદ ક્ષણ વિચારીને બોલી “અને રહી વાત જમવાની.....! તો ચલ....! હું લઈ જાવ....! એમ પણ સાત વાગવા આયા છે....! ડિનરનો ટાઈમ પણ થઈજ ગ્યો છે...!”

            “ક્યાં જવું છે....!?” સિદ્ધાર્થે ચિડાયેલાં ચેહરે સહેજ પાછું જોઈને પૂછ્યું.

            “એસજી હાઇવે લઈલે....!” નેહા બોલી.

****

            “વ્રૂમ...વ્રૂમ....!”

            “હવે બોલ....ક્યાં જવું છે....!?” વિશાલે પાછળ બેઠેલી લાવણ્યાને પૂછ્યું અને બાઇક ખેતલાપાની સામે રોડની એકબાજુએ ઊભું રાખ્યું.

            રિવરફ્રન્ટ, લૉ ગાર્ડન એરિયા, યુનિવર્સિટી એરિયા, વગેરે જગ્યાઓએ લાવણ્યા સિદ્ધાર્થ-નેહાને “ગોતવા” વિશાલને લઈને લગભગ મોડી સાંજ સુધી ફરી હતી. એમાંય આખાંય રિવરફ્રન્ટનો અપર અને લોઅર વૉક વે તેણે વિશાલને ચલાવી-ચલાવીને ફેરવ્યો હતો. રઘવાઈ થયેલી લાવણ્યાએ વિશાલની કોઈ વાત નહોતી માની. વિશાલે જોકે લાવણ્યાની એવી હાલત જોઈને લાવણ્યાને વધુ સમજાવવાનું માંડી વાળ્યું હતું. તે સમજી ગયો હતો, સિદ્ધાર્થના પ્રેમમાં “ઘેલી” થયેલી લાવણ્યા કોઈ મોટી માનસિક બીમારીથી પડાઈ રહી છે. આથી એને સમજાવવી એ નાહકનો પ્રયત્ન છે.

            આખો દિવસ લાવણ્યા ઉચાટ ભર્યા જીવે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિશાલને લઈને ફરતી રહી હતી. એમાંય શંભુ કૉફી શૉપ જેવી જગ્યાએ તો બે થી વધુ વખત જઈ આવી હતી. છતાંય સિદ્ધાર્થ-નેહાનો “પત્તો” ના લાગતાં તેણીનો જીવ ગળામાં આવી ગયો હતો.   

            “બોલ....!” વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ કશું જવાબ ના આપતાં વિશાલે ફરીવાર પૂછ્યું.

            કશું પણ જવાબ આપ્યાં વિના લાવણ્યા વિશાલની બાઇકની પાછલી સીટ પરથી નીચે ઉતરી અને આગાળ આવીને ઊભી રહી. બઘવાઈ ગઈ હોય એમ તે શૂન્યમનસ્ક તાકી રહી. તેણીની આંખો પાણી-પાણી થઈ ગઈ.

             તેણીનો એવો ચેહરો જોઈને વિશાલને તેણી ઉપર દયા આવી ગઈ.  

            “જે થવાનું હતું....!” વિશાલ સહાનુભૂતિ ભર્યા સ્વરમાં બોલ્યો “એ થઈ ગ્યું યાર...!”

            “પ...પણ સિદ...સિદ.....એવો નઈ....!” લાવણ્યા પાછી એજ વાત બોલવા લાગી.

            “લાવણ્યા....! સેક્સની બાબતમાં છોકરાઓ બધા સરખાજ હોય છે....!” વિશાલ બોલ્યો “એવું પણ બને ને....! કે એ લોકોનું આ પે’લીવારનું ના હોય....!”

            “એટ્લે...!?” લાવણ્યાએ મૂંઝાઇને પૂછ્યું.

            બાઇક સ્ટેન્ડ કરીને  વિશાલ નીચે ઉતર્યો.  

            “તું ભૂલી ગઈ.....!?” વિશાલ બોલ્યો “એ અહિયાં આયો’તો શેના માટે....!? નેહાને મનાવા માટે....!”

            “તો...!?” વિશાલની વાતનો અર્થ પામવા મથી રહેલી લાવણ્યાએ પૂછ્યું.

            “એટલે એમની સગાઈ તો ક્યારની થઈ ગઈ હશેને...!” વિશાલે ઇનડાયરેક્ટલી કહ્યું “તો.....અ...!”

            સહેજ ખચકાઈને વિશાલ લાવણ્યાના ચેહરાના ભાવ જોઈ રહ્યો.

            “તો....!?” ધીરે-ધીરે વિશાલની વાતનો અર્થ સમજી રહેલી પણ માનવા ના ઇચ્છતી લાવણ્યાએ ગભરાતાં સ્વરમાં પૂછ્યું.

            “તો કઈં આજેજ એ લોકોએ સેક્સ કર્યું હોય...એવું જરૂરી થોડી છે...! અહિયાં આયા પે’લ્લાં પણ...!”

            “નઈ....નઈ....!” લાવણ્યાએ મોઢું બગાડ્યું અને માથું ધૂણાવ્યું “સિદ ....સિદ...એવો નઈ...!”

            “પણ મને એ નઈ સમજાતું....!” વિશાલ મૂંઝાઇને બોલ્યો “કે  તને એ બધાથી શું પ્રોબ્લેમ છે...!? તું તો બૉલ્ડ વિચારો વાળી છોકરી છે..... જેમ સિદે તારાં સેક્સ્યુયલ અફેર અને બીજું બધુ અકસેપ્ટ કરી લીધું... તો તું કેમ નઈ કરતી...!?”

            “પ...પણ....સિદના આયા પછી હું...હું કોઇની જ...જોડે નઈ ગઈ...!” લાવણ્યા તર્ક કરતાં બોલી.     

            “હાં પણ એ એટલા માટે....કે તું એને લવ કરે છે...!”  વિશાલ બોલ્યો “એ થોડી તને લવ કરે છે....! એને તો નેહાજ ગમે છેને...હજીયે....!”

            કોઈ સામો તર્ક ના જડતાં લાવણ્યા મૌન થઈ ગઈ.

            “પ...પણ મેરેજ પ..પેલાં થોડી સેક્સ કરે કોઈ...!?”

            “હી...હી...! એ લોકો તને પૂછીને થોડી કરે કઈં...!?” સાવ નાના બાળક જેવી વાતો કરતી લાવણ્યા ઉપર વિશાલને હસવું આવી ગયું “અને તું તારી વાત કરને....! તું મેરેજ પે’લા કરીજ ચૂકી છેને....!”

            વિશાલે સંભળાવી દેતાં લાવણ્યાને ખોટું લાગી આવ્યું. વિશાલે પછી માફી સૂચક નજરે તેણી સામે જોયું. લાવણ્યાએ મોઢું ફેરવીને હાઇવે તરફ જોવાં માંડ્યુ. તેણીની આંખ ભીની થઈ ગઈ.  

            “જો યાર....!” વિશાળ મૃદુ સ્વરમાં બોલ્યો “હવે એ જમાનો નઈ ર્યો....! મેરેજ સુધી કોઈ રાહ નઈ જોતું....! મેરેજ પેલા બધુ પતાઈ લેવાની મેંન્ટાલિટી આજકાલ બધાની હોય જ છે....ગર્લ્સની પણ હવે એવીજ મેંન્ટાલિટી હોય છે...!”

            “પ...પણ સિદ...સ...સિદ....ટ્રેડિશનલ મેંન્ટાલિટીવાળો છોકરો છે....! એ...એ...આવું બધુ નઈ વિચારતો....!” પોતાના મનને મનાવતી હોય એમ લાવણ્યા પાછી બોલી.

            "પણ તું એવું કેમ ધારી લે છે...કે લોકો  ફીઝીકલ થયાં જ હશે....!?" વિશાલે પૂછ્યું .

"તો એ લોકો આખો દિવસથી જોડેજ  છે....!" લાવણ્યા નાના બાળકની જેમ મોઢું કરીને બોલી "આખો દિવસ જોડે હોય તો કઈંક તો કરેજ ને....!?"

"તું અને સિદ્ધાર્થ પણ આખો-આખો દિવસ જોડેજ ફરો છો ને ...!" વિશાલ લાવણ્યાનો જ તર્ક વાપરીને બોલ્યો "તો એ હિસાબે તો તમે પણ રોજ કરતાં હશો ને....!? હી...હી....!"

"તું મને ચિડાવે છે શું કામ...!?" લાવણ્યા ગુસ્સે થઈને બોલી "મારો જીવ ગળામાં આઈ ગ્યો છે.....!"

"લૂક લાવણ્યા ....!" વિશાલ પાછો સહાનુભૂતિપૂર્વક બોલ્યો "નેહા ...સિદ્ધાર્થ ...એ લોકો નોર્મલ કપલ જ છે....એટલે જ એમની વચ્ચે ઝઘડાં પણ થાય છે....અને મનાવાનું પણ....તો સેક્સ પણ થતું જ હોય....કે પછી ના પણ થયું હોય.....નોર્મલ કપલમાં બધું જ થાય.....! હું એટલેજ  તને સિદની પાછળ ટાઈમ વેસ્ટ કરવાની ના પાડતો 'તો ....!"

" એ લોકો નોર્મલ કપલ જ છે.....!"

"તો સેક્સ પણ થતું જ હોય...! થતું જ હોય...!"

વિશાલની એ વાત  વિચારી-વિચારીને લાવણ્યાના ધબકારા ફરી વધવાં લાગ્યાં.

“જે થવાનું હશે....! એને તું કે હું ....રોકી નઈ શકીએ....!” થોડીવાર પછી વિશાલ સમજાવતો હોય એમ પ્રેમથી બોલ્યો “એટ્લે તું હવે એ બધા વિષે વિચારવાનું બંધ કર અને શાંતિથી ઘેર જા....! હમ્મ,….!”

રડું-રડું થઈ ગયેલી લાવણ્યા શૂન્યમનસ્ક જોઈ રહી.

"હું તને ઘેર ડ્રૉપ કરી જાઉં ...!?" વિશાલે થોડીવાર પછી પૂછ્યું .

પોતાની ભીની થઈ ગયેલી આંખના ખૂણા લૂંછતાં -લૂંછતાં ગયેલી લાવણ્યા ઝડપથી માથું ધુણાવી ના પાડી અને પાછું ફરી ત્યાંથી ચાલવાં લાગી.

"બાય ....!" દયામણું મોઢું કરીને વિશાલે તેણીને કહ્યું પણ લાવણ્યાએ કશું જવાબ ના આપ્યો અને ઝડપથી જતી રહી.

કેટલીક ક્ષણો સુધી વિશાલે ચાલતાં જઈ રહેલી લાવણ્યાની પીઠ તાકી રાખી પછી પોતાનાં મોબાઇલમાંથી કૉલ કર્યો.

"હેલો....મમ્મી ....! આપડા ઓળખીતાં ઓલા માનસિક રોગોના ડૉક્ટર છેને ....! એમનું નામ શું ....!?"

*****

            "તું મને અહિયાં શું કામ લઇ આઈ ...!?" એન્ફિલ્ડની સ્પીડ ધીમી કરતા સિદ્ધાર્થે પાછળ બેઠેલી નેહાને પૂછ્યું

            નેહા સિદ્ધાર્થને ફૂડ ટ્રક પાર્ક લઇ આવી હતી. "ક્યાં જવાનું છે ?" સિદ્ધાર્થના એ પ્રશ્નના જવાબમાં નેહાએ કશું કહ્યા વગર છેક સુધી બાઈકની પાછલી  સીટ ઉપર બેઠાં-બેઠાં રસ્તો બતાવે રાખ્યો હતો. "આમથી વળાય .....અહીંયાથી લે ...!" એમ બોલતાં-બોલતાં તે સિદ્ધાર્થને છેવટે એસ જી હાઇવે ફૂડ ટ્રક પાર્ક લઇ આવી હતી.

            "કેમ ....!? આ જગ્યાએ ખાવાની એકથી એક વેરાઈટી મલે છે....!" નેહા જાણે સ્વાભાવિક સ્વરમાં બોલી અને સિદ્ધાર્થે બાઈક ઉભું રાખતાં તેનો ખભો હળવેથી દબાવીને બોલી "અહિયાં પાર્ક  નઈ થાય ...! પાછળ લઇલે ...!"

            નેહા  બોલી અને ફૂડ ટ્રક પાર્કના  પાર્કિંગ તરફ જવા માટે રસ્તો બતાવવા લાગી.

            નેહાએ કહ્યાં મુજબ સિદ્ધાર્થે બાઈક ફૂડ  ટ્રક પાર્કના પાર્કિંગ તરફ જવા પાછળની બાજુ જવા દીધું. ફૂડ ટ્રક પાર્કની કમ્પાઉન્ડ વૉલની આગળ પડતાં રસ્તે તેણે બાઈક લઇ લીધું. થોડે આગળ ગયાં પછી તેણે બાઈક પાછું જમણી બાજુ વળાવ્યું અને કમ્પાઉન્ડ વૉલનીજ લગોલગ નાના અંદરના રોડ પર જવા દીધું. તેનું મગજ હજીપણ અક્ષયની વાતોમાં વિચારે ચઢેલું હતું. નેહાએ અક્ષયને વધારે પડતો ઇન્વોલ્વ કરી દેતાં સિદ્ધાર્થનું મગજ હવે 'છટક્યું' હતું. એમપણ પર્સનલ વાતોમાં અન્ય કોઈ વ્યક્તિ માથું મારે એ વાત સિદ્ધાર્થને પહેલેથી જ પસંદ નહોતી. પોતાનાં ઈન્ટ્રોવર્ટ (અંતર્મુખી) સ્વભાવને લીધે તે કોઈપણ પર્સનલ વાત વિકટ સિવાય કોઈની સાથે શેયર નહોતો કરતો. બરોડાની કૉલેજના ગ્રુપમાં ઘણાં ફ્રેન્ડ્સ હોવાં છતાં તેનો "હમરાઝ" કહી શકાય તેવો વિકટ એકમાત્ર ફ્રેન્ડ હતો. લાવણ્યા સાથે ફ્રેન્ડશીપ થયાં પછી પણ સિદ્ધાર્થે પોતાનાં વિષે ખૂબ ઓછું જણાવ્યું હતું. લાવણ્યાએ અનેકવાર સિદ્ધાર્થને તેનાં વિષે પૂછ્યું, છતાં  સિદ્ધાર્થ મોટેભાગે વાત ઉડાવી દેતો.

            ફૂડ ટ્રક પાર્કના પાર્કિંગમાં બાઈક લઇ આવી સિદ્ધાર્થે બાઈક પાર્ક કર્યું. પાછલી સીટ પરથી નેહા નીચે ઉતરી અને સહેજ આગળ જઈ ઉભી રહી.    

            “તું ખરેખર સમજે છે....!? બોલ....!? તને બીજાં ફાલતું છોકરાંઓ સાથે જતાં જોઈને મને શું ફીલ થાય છે.... એ તું ખરેખર સમજે છે...!? બોલ...!?”

            આજ જગ્યાએ આરવે લાવણ્યાને કહેલાં એ શબ્દો હવે નેહાનાં કાનમાં પડઘાઈ રહ્યાં.

            “એક સેકંડ માટે પણ ઝપ નો’તી વળતી મને....! તું એની જોડે ક્યાં ગઈ હોઈશ....? શું કરતી હોઈશ...!?”

કેટલાંક મહિનાઓ પહેલાંજ આજ પાર્કિંગમાં નેહાએ આરવને લાવણ્યા સાથે વાત કરતો જોયો હતો. તે દિવસે વિશાલનો બર્થડે હતો. મોટાં ચોરસ પાર્કિંગ પ્લોટમાં ચારેય બાજુ બાઉન્ડરી વૉલને અડીને વિશાળ અને ઘટાંદાર લીમડાંનાં તેમજ અન્ય વૃક્ષો હતાં. પાર્કિંગમાં ચારેય બાજુ લાગેલાં સ્ટ્રીટ લેમ્પમાંથી આછાં પીળાં પ્રકાશનું અજવાળું આવતું હતી. પીળાં ડલ લેમ્પનું અજવાળું અપૂરૂતું હોવાને લીધે પાર્કિંગમાં મોટેભાગે અંધારું દેખાતું હતું. લીમડાના વૃક્ષોની આડાશમાં ઊભેલી નેહાને એ વખતે આરવ કે લાવણ્યાએ નહોતી જોઈ. આરવે પોતાની જે ફીલિંગ્સ લાવણ્યાને જણાવી હતી, એ બધુજ નેહાએ ત્યાં અંધારમાં ઊભા-ઊભા સાંભળ્યુ હતું. પોતાનું હ્રદય નિચોડીને કહેલાં આરવનાં એ પ્રત્યેક શબ્દોની નેહા પણ સાક્ષી હતી. એક સમયે નેહા પોતે ડરી ગઈ હતી, કે આરવની પોતાનાં માટે ફીલિંગ્સ જાણીને કદાચ લાવણ્યાનું હ્રદય પણ પીગળી જશે અને એ પણ સામે આરવનો પ્રેમ સ્વીકારી લેશે. જોકે લાવણ્યાએ “ક્રૂરતાં પૂર્વક” આરવનાં હ્રદયને કચડી નાંખ્યું. એક મિત્ર તરીકે પણ લાવણ્યાએ આરવની ફીલિંગ્સની પરવા નાં કરી. અને છેવટે આરવ એક્સીડેંન્ટનો ભોગ બન્યો અને પોતાનાં ગુમાવી બેઠો. 

  “એક સેકંડ માટે પણ ઝપ નો’તી વળતી મને....! તું એની જોડે ક્યાં ગઈ હોઈશ....? શું કરતી હોઈશ...!?”

“આજે ઓલી રખડેલને પણ ઝપ નઈ વળે....!” બાઇકનું ડબલ સ્ટેન્ડ કરી રહેલાં સિદ્ધાર્થ સામે જોઈને નેહા મનમાં બબડી “સિદ્ધાર્થ મારી જોડે ક્યાં હશે...!? શું કરતો હશે....!? એ વિચારી-વિચારીને એનું મગજ ખરાબ થઈ જશે...! તડપી ઉઠશે....એ પણ ....આરવની જેમ....!”  

એ દિવસના દ્રશ્યો યાદ આવી જતાં નેહાની આંખો સહેજ ભીની થઇ ગઈ. સિદ્ધાર્થની રાહ જોયા વિના જ તે આગળ ચાલવા લાગી.સિદ્ધાર્થ જ્યારે નેહાને લઈને કૉલેજથી નીકળ્યો હતો ત્યારે કેમ્પસમાંથી બહાર નીકળતી વખતે એન્ફિલ્ડની પાછલી સીટ પર બેઠેલી નેહાએ સિદ્ધાર્થને હાથ કરીને બોલાવતી લાવણ્યાને જોઈ લીધી હતી. ત્યારેજ નેહાએ નક્કી કરી લીધું હતું, કે આજે કઇંપણ થાય, પણ સિદ્ધાર્થને આખો દિવસ પોતાની સાથે બીઝી રાખવો અને લાવણ્યાથી દૂર. જેથી લાવણ્યાને તડપાવી શકાય.   

ચાલતાં-ચાલતાં તે હવે પાર્કિંગમાંથી ફૂડ ટ્રક પાર્કનાં પાર્કિંગમાંથી ફૂડ કૉર્ટમાં ગેટમાંથી પસાર થઇ અને ફૂડ કૉર્ટમાં આવી ગઈ. સાંજ ઢળી ગઈ હતી અને અંધારું થતાંજ ફૂડ કૉર્ટ રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો તેમજ રોજની જેમજ એવી જ ભીડ ફૂડ સ્ટૉલ્સ  ઉપર જમવા લાગી હતી. વિકેન્ડ ન હોવાને લીધે હજી જોકે ભીડ ઓછી હતી. છતાંય મસ્ત-મજાનું વાતાવરણ હતું અને એવાં વાતાવરણમાંય નેહાનું મન ગુસ્સા અને હતાશાથી ભરાયેલું હતું.

***

" એ લોકો નોર્મલ કપલ જ છે.....!"

"તો સેક્સ પણ થતું જ હોય...! થતું જ હોય...!"

"તો સેક્સ પણ થતું જ હોય...! થતું જ હોય...!"

            ઉતાવળાં પગલે લાવણ્યા ચાલતી જ ઘેર જવા માટે એસજી હાઈવેના સર્વિસ રૉડ પર ચાલી રહી હતી. વિશાલની વાત સાંભળીને તેને શ્વાસ ચઢી ગયો હોવાં છતાંય તેણીએ ઝડપથી ચાલવાનું ચાલુ રાખ્યું હતું. વધુ પડતો હાંફ ચઢી જતાં છેવટે તે અટકી અને સર્વિસ રૉડની એક બાજુ બનેલી પેવમેન્ટ ઉપર બેસી ગઈ. 

"તો સેક્સ પણ થતું જ હોય...! થતું જ હોય...!"

વિશાલનાં શબ્દોએ જાણે લાવણ્યાના મનમાં તોફાન મચાવી દીધું હતું. તેણીની નજર સામે સિદ્ધાર્થ-નેહાના કાલ્પનિક ઇન્ટિમેટ દ્રશ્યો તરવરી ઉઠ્યાં.

"નઈ ...નઈ ...નઈ ...સિદ....તું આવો નઈ ...તું આવો નઈ ....!" પોતાનાંથી એ "દ્રશ્યો" ના "જોવાતાં" લાવણ્યાએ પોતાનું મોઢું બંને હથેળીઓ વડે ઢાંકી દીધું અને માથું નમાવી પોતાની સાથળોમાં દબાવી દીધું.

"સિદ પ્લીઝ......પ્લીઝ.....આવું ના કરતો ....!" તે રડી પડી. 

ક્યાંય સુધી લાવણ્યા એમજ પેવમેન્ટ ઉપર બેસીને રડતી રહી. ઇચ્છવાં છતાંય એ કાલ્પનિક દ્રશ્યો તેણીની નજર સામેથી હટવાનું નામ નહોતાં લેતાં. એ દ્રશ્યો લાવણ્યાના અધિરીયા મને ઉપજાવી કાઢેલાં અને કાલ્પનિક હોવાં છતાંય દર વખતે જ્યારે પણ એ બધાદ્રશ્યો લાવણ્યાની નજર સામે આવી જતાં, તેનું હૃદય કાંપી ઉઠતું અને આખું શરીર ધ્રુજી ઉઠતું. પોતે જેને અનહદ પ્રેમ કરતી હતી અને જેને પામવાં તે પોતાનું અસ્તિત્વ ઓગાળી નાંખવાં જેવી તપસ્યા કરવાં બેઠી હતી, એ સિદ્ધાર્થ વિષે આવું-બધું વિચારી કે કલ્પનામાં એ દ્રશ્યો જોઈને લાવણ્યાનું મન, હૃદય અને આત્મા બધુંજ ભયંકર બેચેની અનુભવતું હતું. કેમેય કરીને તેને રાહત નહોતી જણાતી. કોઈપણ ભોગે તેને બસ એજ પ્રશ્નનો ના જવાબ જોઈતા હતા  કે “સિદ્ધાર્થ-નેહા ક્યાં હશે...!? શું કરતાં હશે...!? તેઓ ફિઝિકલ થઇ ગયાં હશે...!?”

તે પોતે નહોતી સમજી શકતી તે આ ફીલિંગથી કેમ પસાર થઇ રહી છે.

"તને નઈ સમજાય લાવણ્યા  ....નઈ સમજાય ....!"

"તને એ ફાલતું છોકરાઓ જોડે જતાં જોઈને ....મને જે વિચારો આવે છે....જે ફીલિંગ આવે છે....એ કેટલી ગંદી છે....! કેટલી ગંદી છે....!"

"તને એ ફાલતું છોકરાઓ જોડે જતાં જોઈને ....! જતાં જોઈને ....! જતાં જોઈને ....!"

"મને જે વિચારો આવે છે...વિચારો આવે છે...!"

"જે ફીલિંગ આવે છે....! ફીલિંગ આવે છે....!"

"એ કેટલી ગંદી છે....! કેટલી ગંદી છે....!"

લાવણ્યાના એ પ્રશ્નનો જાણે આરવ જવાબ આપતો હોય એમ તેનાં શબ્દો તેણીને યાદ આવી ગયાં.

 "જે ફીલિંગ આવે છે....! ફીલિંગ આવે છે....!"]

તને એ ફાલતું છોકરાઓ જોડે જતાં જોઈને ....! જતાં જોઈને ....!"

" જે વિચારો આવે છે... જે ફીલિંગ આવે છે..!"

"એ કેટલી ગંદી છે....! કેટલી ગંદી છે....!"

અચાનક આરવ યાદ આવી જતાં આઘાત પામી ગયેલી લાવણ્યાએ રડતી-ટપકતી આંખે સામે રૉડ તરફ શૂન્યમનસ્ક જોયું. તેણીની નજર સામે હવે ફૂડ ટ્રક પાર્કના પાર્કિંગમાં આરવના એકસીડેન્ટ ના દિવસે થયેલી વાતના દ્રશ્યો દેખાવાં લાગ્યાં. 

“એક સેકંડ માટે પણ ઝપ નો’તી વળતી મને....! ઝપ નો’તી વળતી મને....!”

“મને પણ નઈ વળતી આરવ...મને પણ ઝપ નઈ વળતી...!” આરવની એક-એક વાત યાદ કરતાં-કરતાં લાવણ્યા પણ રડતાં-રડતાં સ્વગત બબડવાં લાગી.

“તું એની જોડે ક્યાં ગઈ હોઈશ....? શું કરતી હોઈશ...!?”

“એ નેહા જોડે ક્યાં ગ્યો હશે....!? શું કરતો હશે....!?”

 “તમે ફિઝિકલ થઈ ગયાં હશો કે નઈ....!? ના થયાં હોવ તો સારું...! બસ એજ પ્રાથના કરતો રે’તો તો હું કારમાં બેઠો બેઠો...!”

“ બસ...હું પણ એજ પ્રાર્થના કરું છું....કે એ નેહા જોડે ફિઝિકલ ના થયો હોય તો સારું....! ના થયો હોય તો સારું....!”

"એ લોકો તને ક્યાં-ક્યાં અડતાં હશે....! તને ક્યાં-ક્યાં અડતાં હશે....!"

લાવણ્યાથી વધુ સહન ના થતાં તેણીએ પાછું પોતાનું મોઢું હથેળીઓ વડે ઢાંકી દીધું.

“તું એ લોકો જોડે જ્યાં પણ જતી...! હું ત્યાં તારી પાછળ-પાછળ આવતો...! અને કલ્લાકો સુધી તારી રાહ જોતાં-જોતાં બેસી રહેતો...!”

તે પોતે પણ આરવની જેમ આખો દિવસ રઘવાયા જીવે સિદ્ધાર્થને શોધવાં રખડી હતી.

"મને સમજાય છે આરવ.....મને હવે સમજાય છે....!"

આરવની વાતનો અને તેની ફીલિંગ્સનો અર્થ છેક હવે જાણી પામી હોય એમ લાવણ્યા આંસુ નીતરતી આંખે શૂન્યમનસ્ક જોઈ રહીને બબડી. તેણીની સામે એ દિવસનો આરવનો માસૂમ ચેહરો તરવરી ઉઠ્યો.

"તને કેટલું ગંદુ ફીલ થતું 'તું....તને કેવી ફીલિંગ આવતી 'તી ....!"

"મને સમજાય છે .....! મને સમજાય છે .....!"

“મારાં શરીર અને આત્માના જાણે ત્રણ ભાગ પડી ગયાં છે લાવણ્યા ......”  

“મારી પણ એજ હાલત છે આરવ....! મારી પણ એજ હાલત છે...!”

“એક ભાગ એ છે....! જેને તારી ઉપર સહેજપણ ટ્રસ્ટ નથી...! જે એવુંજ કે’છે કે..તું...તું...”એવીજ” છે...!”

"મારું મન સિદ્ધાર્થ ઉપર વિશ્વાસ નઈ કરતું...!”

 “બીજો ભાગ જે તારી ઉપર ટ્રસ્ટ કરે છે...! કે પછી ટ્રસ્ટ કરવાં માંગે છે...! એ ભાગ એવું કે’છે કે...તું એવી નથી...!”

“પણ મારી આત્માને હજીપણ સિદ ઉપર ટ્રસ્ટ છે...!” 

“અને ત્રીજો ભાગ....! આ એ ભાગ છે...! જે તને અનહદ પ્રેમ કરે છે લાવણ્યા....!” 

“હું પણ સિદને બઉ લવ કરું છું...બઉ લવ કરું છું....!”

 “અને એ ત્રીજો ભાગ... પહેલાં બે’ની વચ્ચે ફસાઈ ગ્યો છે...! અને....હવે એ “હા” અને “ના” ની એ ફીલિંગમાંથી બહાર નીકળવાં માગે છે, જો તું એવી ના હોય...તો પણ....અને....જ.. જો ...ત.....તું એવી હોય તો પણ....!એકવાર બસ...એકવાર તને એ લોકોની સાથે નજરો નજર જોઈ લઉં....એ દ્રશ્ય જોઈ લઉં...! એટ્લે બસ...! પૂરું...!”

“નઈ...નઈ...મારાથી એ દ્રશ્ય નઈ જોવાય....નઈ જોવાય....!” લાવણ્યાએ પોતાનું મોઢું ઢાંકી લીધું.

“મારાથી સિદને એ રીતે નઈ જોવાય....! નઈ જોવાય...!”

"તને કેટલું ગંદુ ફીલ થતું 'તું....તને કેવી ફીલિંગ આવતી 'તી ....!"

"મને સમજાય છે .....! મને સમજાય છે .....!"

ક્યાંય સુધી લાવણ્યા પછતાતી હોય એમ આરવની માફી માંગતી રહી.

અને ક્યાંય સુધી એકની એક વાતો બબડતી-બબડતી બેસી રહી. 

પોતે આરવ સાથે ખોટું કર્યું એનીજ સજા તેણીને મળી રહી હોવાનું તેણીને લાગ્યું.

****

 

"બવ દિવસે અહિયાં આઈ લાગે છે તું ....!?" પાર્કિંગમાંથી ફૂડ કૉર્ટમાં આવવાના ગેટમાંથી અંદર આવીને ફૂડ ટ્રક પાર્કનો નજારો જોઈ રહેલી નેહાની જોડે આવીને ઊભાં રહેતાં સિદ્ધાર્થ બોલ્યો.

 

તેણે પણ એક નજર ફૂડ ટ્રક પાર્કના એ પરિચિત નજારા ઉપર નાંખી. એ દિવસે સિદ્ધાર્થ પણ અહિયાં હાજર હતો. 

“ના.....! બહુ દિવસે નઈ....!” નેહા ભાવવિહીન સ્વરમાં બોલતાં સિદ્ધાર્થે આશ્ચર્ય પામીને તેણી સામે જોયું.

શૂન્યમનસ્ક તાકી રહેલી નેહાના ચેહરા ઉપર કઠોરતાના ભાવ હતાં.

“એ દિવસ પછી હું અહિયાં લગભગ દર શનિવાર કે રવિવારે આઉ છું....!” નેહા એવાજ કઠોર સ્વરમાં બોલી.

તે પોતાનો સ્વર ગળગળો થતાં રોકી રહી હોવાં છતાં તેણીના સ્વરમાં આવી ગયેલું કંપન સિદ્ધાર્થ મેહસૂસ કરી શક્યો.

“કેમ....!?” જાણવા છતાંય સિદ્ધાર્થે પૂછ્યું.

“કેમકે એ દિવસ મારે નઈ ભૂલવો....!” નેહા પોતાની આંખ ભીની થતાં રોકતી હોય એમ સિદ્ધાર્થ સામે જોઈને કઠોર સ્વરમાં બોલી.

“તું મને પણ અહિયાં એટ્લેજ લઈ આઈને....!?” નેહા સામેથી નજર ફેરવીને સિદ્ધાર્થ ટોંન્ટમાં બોલ્યો.

“હાં...!” નેહા પાછી ભાવવિહીન સ્વરમાં બોલી અને ફૂડ સ્ટૉલ્સ તરફ જવા લાગી “હું તને પણ એ દિવસ નઈ ભૂલવા દવ...!”

જતાં-જતાં નેહા નફરતથી ભરેલાં સ્વરમાં બોલી. કેટલીક ક્ષણો નેહાની પીઠ તાકી રહી સિદ્ધાર્થ પણ તેણીની પાછળ ચાલ્યો.

 ભાજીપાઉંના એક સ્ટૉલ પાસે જઈને નેહા સ્ટૉલની અંદરના માણસને ભાજીપાઉંનો ઑર્ડર કર્યો અને તેની આગળ ગોઠવેલા ટેબલોમાંથી એક ટેબલની ચેયર ખેંચીને બેઠી. સિદ્ધાર્થ પણ સામે આવીને બેઠો.

            “હેલ્લો ગાયઝ...!”

            સિદ્ધાર્થ હજીતો કશુંક બોલવાજ જતો હતો ત્યાંજ પાછળ સ્ટેજ તરફથી માઇક ઉપર કોઈના બોલવાનો અવાજ આવ્યો.

            “અમ્મ....! માય નેમ ઈઝ કૃણાલ....એન્ડ ટુડે આઈ વોન્ટ ટુ ડેડીકેટ આ સોંગ ટુ માય ગર્લફ્રેન્ડ પ્રિશા...!” સ્ટેજ ઉપર ચેરમાં બેસીને કોઈ છોકરો માઇક ઉપર બોલી રહ્યો હતો.

            તેને જોઈને નેહાને તરતજ આરવ યાદ આવી ગયો. સિદ્ધાર્થને પણ એકાદ-બે ક્ષણો માટે ત્યાં આરવ બેઠેલો દેખાયો.

            “તુમ્હે....અપના બનાને કી કસમ.....ખાઈ હૈ....!” ત્યાંજ એ છોકરાએ ગાવાનું શરૂ કરી દીધું.

            આરવથી ઓછું પણ કર્ણપ્રિય સ્વરમાં તે ગાઈ રહ્યો હતો.

            નેહા શૂન્યમનસ્ક થઈને સ્ટેજ ઉપર ગાઈ રહેલાં એ છોકરાને જોઈ રહી.

            “તે અક્ષયને વધુ પડતો ઇનવોલ્વ કર્યો....!” સિદ્ધાર્થ છેવટે બોલ્યો.

            આખો દિવસ નેહાએ સિદ્ધાર્થને ફેરવે રાખ્યો હતો. સિદ્ધાર્થ જે વાત કરવા માંગતો હતો એ વાત પણ નેહાએ જેમ-તેમ કરીને ટાળી હતી. હાથે કરીને નેહાએ આખો દિવસ સિદ્ધાર્થનો બગાડયો હતો.

            “કમસે કમ....! એ આરવને ભૂલ્યો તો નઈ ને….!” નેહાએ કઠોર સ્વરમાં ટોંન્ટ માર્યો “એ ખાલી એનો ફ્રેન્ડ હોવાં છતાંય એને હજી બધુ યાદ છે....!”  

            “તો તે યાદ અપાવાં મને આખો દિવસ ફેરવ્યો....!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પણ ટોંટમાં પૂછ્યું.

            “ના....ઓલી રખડેલને તડપાવા....!” નેહા દાંત ભીંચીને નફરતપૂર્વક બોલી અને આગ ઝરતી આંખે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

            તેણીની વાતનો અર્થ સિદ્ધાર્થ તરત પામી ગયો. આખો દિવસ સિદ્ધાર્થ નેહાની સાથે હતો. આથી લાવણ્યા કેવી રઘવાઈ થઈ હશે એ સિદ્ધાર્થ સમજતો હતો. સવારે કૉલેજથી નેહાને લઈને નીકળ્યાં પછી લાવણ્યાએ બે-ચારવાર સિદ્ધાર્થને કૉલ કર્યા હતાં. પણ અક્ષય બાબતે ચિડાયેલાં સિદ્ધાર્થે એકેયવાર લાવણ્યાનો કૉલ નહોતો ઉપાડયો. ત્યારપછી લાવણ્યાનો એકેય કૉલ તો નહોતો આવ્યો અને સિદ્ધાર્થના મગજમાં ઘૂમતાં લગભગ બધાજ વિચારોનું સ્થાન અક્ષય અને તેણે કહેલી વાતો અંગે તેમજ પર્સનલ વાતોમાં અક્ષયને વધુ પડતો ઇનવોલ્વ કરવાં માટે નેહા ઉપર ચડેલાં ગુસ્સાએ લઈ લીધું હતું.  

            “એને આજે ખબર પડશે....!” નેહા એવાજ સ્વરમાં બોલી “કે એને બીજા ફાલતુ છોકરાઓ જોડે રખડતી જોઈને.....આરવને કેટલી તકલીફ થઈ હશે....!”

            સિદ્ધાર્થને પહેલાં નેહા ઉપર દયા આવી પછી આરવ ઉપર અને પછી છેવટે લાવણ્યા ઉપર પણ. સિદ્ધાર્થ સમજી ગયો કે નેહાએ જાણી-જોઈને સિદ્ધાર્થનો આખો દિવસ વેસ્ટ કર્યો હતો જેથી તે તેને લાવણ્યાથી દૂર રાખી તેણીને તડપાવી શકે. બંને પોત-પોતાનાં વિચારોમાં ખોવાયેલાં હતાં અને શૂન્યમનસ્ક તાકી રહ્યાં હતાં.

             આરવની બધીજ વાતો યાદ આવી જતાં નેહાની આંખો ભીની થઈ ગઈ.

            “હું વોશરૂમ જઈ આવું...!” સિદ્ધાર્થ સામે રડીને કમજોર ના દેખાવાય એટ્લે નેહા એટલું બોલી ઊભી થઈને વોશરૂમ તરફ ચાલવા લાગી.

            સિદ્ધાર્થ વિચારતો રહી શૂન્યમનસ્ક તાકી રહ્યો. કઇંક સૂઝતા તેણે તરતજ પોતાનો મોબાઈલ કાઢ્યો અને લાવણ્યાને મેસેજ ટાઈપ કરી સેન્ડ કર્યો.

****

“સોરી આરવ.....સોરી....!”

"તને એ બધુ ફીલ કરાવા માટે....! સો સોરી....!”

રોડની એકબાજુ પેવમેંન્ટ પર બેઠાં-બેઠાં લાવણ્યા માથું ઢાળીને ક્યારની રડી રહી હતી.

“બીપ...બીપ....!”

ત્યાંજ તેણીના મોબાઈલમાં મેસેજ આવ્યો.

કેટલીક ક્ષણો આરવ વિષે વિચારીને તેણીએ પોતાની આંખો લૂંછી અને સાઈડમાં મૂકેલા પોતાનાં હેન્ડબેગમાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો. સ્ક્રીન ઉપર તેણે નોટિફિકેશન જોઈ.

“સિદ્ધાર્થનો મેસેજ...!” SMS નોટિફિકેશનમાં સિદ્ધાર્થનું નામ જોઈને લાવણ્યા ખુશ થઈ ગઈ અને હાંફળી-ફાંફળી થઈને મેસેજ ઓપન કરવા લાગી.

મેસેજમાં સિદ્ધાર્થે માત્ર બે જ શબ્દો લખ્યા હતાં-

“TRUST ME…..!”

■■■■

-લિખિતં-

    “S I D D H A R T H”

instagram@siddharth_01082014