Street No.69 - 26 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -26

Featured Books
  • Mindset

    Mindset - a small storyPart 1 - The introduction :કોઈ પણ માણ...

  • એકાંત - 44

    પ્રવિણના કોલેજમાં સ્વાતંત્ર્ય દિનનો ઉત્સવ ખૂબ સુંદર રીતે ઊજવ...

  • રેડહેટ-સ્ટોરી એક હેકરની - 43

            રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ:43     સૂર્યા...

  • અંધારાની ગલીઓમાં લાગણીઓ - 3

    શીર્ષક: અંધારા ની ગલીઓમાં લાગણીઓ - 3- હિરેન પરમાર જીનલના મનમ...

  • sayari

    सपनों को हक़ीक़त बनाने से पहले, हिम्मत को साथी बनाना पड़ता ह...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -26

સોહમ સાવીની સામે ને સામે જોઈ બધું સાંભળી રહેલો...સાવીની આંખમાં આંસુ ધસી આવ્યાં હતાં...સોહમે એ આંસુ એની આંગળીના ટેરવે લીધું અને મોતીની જેમ પ્રકાશવા માંડ્યું...એનાં ઉપર સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ ઝળહળી જાણે મોતી જેવું દેખાતું હતું એને ચૂમીને કહ્યું ‘મારી સાવી હું સમજી શકું છું તારાં પાપાની માનસીક અવસ્થા કેવી હશે...એ કેટલાં હારેલાં અને કેટલાં મજબુર હશે કે તેં કીધું અને એ તૈયાર થઇ ગયાં...તને મુકવા જતાં જતાં એમનામાં રહેલો બાપ જાગી ઉઠ્યો હશે એમનાં રૂવાં રૂવાંમાં કેવી વિવશતાએ બળવો પોકાર્યો હશે કે તને કહી દીધું કે સાવી જેવી સ્થિતિમાં રહેવું પડે રહીશું પણ તને...”

સાવીએ સોહમનો હાથ હાથમાં લઇ કીધું “સોહું તારી વાત સાચી છે મેં પાપામાં પહેલીવાર એ દિવસે એક મજબુર છતાં મજબૂત બાપ જોયેલો...પહેલાં એમનો હાથ પકડ્યો ત્યારે એ ખુબ નરમ વિવશ અને પરસેવાથી જાણે બિચારો જણાતો હતો પણ એ રેતીમાં બેસી પડ્યાં પછી એમની આંખમાં મેં જે વીવશતા સામે આક્રોશ જોયો છે...હું રડી પડી પણ મેં કીધું પાપા...”

“પાપા...આપણે આપણી સ્થિતિ પરિસ્થિતિ જાણીએ છીએ આ પળભરનાં આક્રોશથી કે વિવશતાથી આપણી સ્થિતિ બદલાઈ નથી જવાની જે ખોટ છે જે અગવડો છે જે કારમી ગરીબી છે અને એ ગરીબીનાં શ્રાપથી આપણું કુટુંબ હેરાન થઈ રહ્યું છે નાનકીની આંખોમાં મેં જે વિવશતા જે ઓછપ...સાથે સાથે એની આકાંક્ષા એનાં મનમાં મારાં માટે વિશ્વાસ જોયો છે...”

“પાપા તમને કહું અમારી આંખમાં પણ નાનપણથી તમારાં માટે એજ અપેક્ષા અને વિશ્વાસ હતો. તમે ક્યાંક બહારથી આવતાં તમારાં ખાલી હાથ જોઈને અમે નિશ્વાસ નાંખતાં...પછી ટેવાઈ ગયાં...તમે જે મજબુર અને ગરીબ બાપની રૂપરેખા દોરી દીધી એ અમે સ્વીકારી લીધી પણ પાપા હું આ વિદ્યા શીખીશ હું આપણાં કુટુંબને આમ ભિખારીની જેમ જિંદગી જીવતાં નહીં જોઈ શકું તમે ઉભા થાવ ચલો...”

“સોહમ...પાપાએ મારી સ્પષ્ટ માથામાં વાગે એવી બધી વાતો સાંભળી...એ ઉભા થયાં મારી સામે વેધક દ્રષ્ટિથી જોયું પછી બોલ્યાં "સાવી ચાલ કદાચ હવે આજ રસ્તો બાકી રહ્યો છે આપણાં સહુનાં ભાગ્ય કદાચ તું જ બદલવાં જઈ રહીં છે...ચાલ...પછી એ સાવ મૌન થઇ ગયાં અને નદી કિનારે જ્યાં બાબા એક ઘાસની ઝૂંપડી જેવી કરીને રહેતાં હતાં એની નજીક જઈ પહોંચ્યાં...”

“સોહમ...એ ગંગા કિનારે સાવ સુમસામ હતો ક્યાંક દૂર ઘણાં માણસો નદીમાં નાહી રહેલાં કેટલાય માછીમાર જાળ બિછાવીને બેઠાં હતાં ઘણાં યુગલો દૂર દૂર બેઠાં હતાં નદીમાં હોડીઓ અને નાની નાની યાંત્રિક બોટમાં બેસીને લોકો વિહાર કરી રહેલાં પણ આ જગ્યાની આસપાસ કોઈ માણસ શું કોઈ પ્રાણી પક્ષી નજરે પડતું નહોતું એ સમયે મને ખબર નહોતી પડતી કે તાંત્રિકે ત્યાં ચોકો બનાવેલો છે એમાં કોઈ એની સંમતિ વિના આવી ના શકે...ઘણાં લોકો તાંત્રિકને જોઈનેજ આઘા રહેવાનું પસંદ કરતાં હશે.”

“અમે તો એમની પાસે જવાનાં હતાં એમને જાણ હતી એટલે વિના કોઈ અડચણે પહોંચી ગયાં પાપા ત્યાં ઝૂંપડી પાસે ઉભા રહ્યાં...એમણે હાથ જોડીને પ્રાર્થના કરી બોલેલાં સ્વામીજી અમે આવી પહોંચ્યાં છીએ... તમારી આજ્ઞા...” પાપા આગળ કંઈ બોલે પહેલાંજ અંદરથી આદેશાત્મક અવાજ આવ્યો...” અંદર આવી જાવ બંન્ને...તમારાં જૂતા પનોતી બહાર રેતમાં કાઢીને આવો.”

“અમે બંન્ને જણાં અમારાં ચંપલ મોજડી કાઢીને અંદર ઝૂંપડામાં નીચા નમી પ્રવેશ કર્યો. અંદર જઈને જોયું તો વિશાળ જગ્યામાં એક તરફ હવન કુંડ હતો એની બાજુમાં ત્રિશુળ હતું હવન કુંડમાં અગ્નિ ભડ ભડ સળગી રહેલો...એમની આંખો જાણે ત્રાટક કરી રહી હતી...

મને થયું ઝૂંપડી બહારથી નાની દેખાતી હતી અને અંદર પ્રવેશ કર્યો પછી આટલી વિશાળ છે ? પેલાં તાંત્રિક બાબાએ પહેલાં પાપા સામે જોયું મારી સામે જોતાંજ નહોતાં...એ બોલ્યાં છેક અહીં સુધી આવીને...પાણીમાં બેસી ગયેલો ? તને મારાં પર વિશ્વાસ નથી ? પાપાએ નાસમજની જેમ કહ્યું ના ના બાપજી રેતીમાં બેસી ગયેલો...બાપ છું એ પણ દીકરીનો...હિંમત ભાંગી ગયેલી મારી...સાચું કહું છું.”

“પેલો તાંત્રિક બાવો ખડખડાટ હસવા લાગ્યો એણે કહ્યું મેં મુંહવરો કીધો મને ખબર છે તું રેતીમાં બેસી પડેલો...સોહમ સાચું કહું એ તાંત્રિકનાં હાસ્યમાં મને ક્યાંય કપટ પાપ કે ડર નહોતો લાગ્યો એક સારા સંત હોય એવી અનુભૂતિ થયેલી એનાંથી મને અંદરને અંદર ધરપત અનુભવાયેલી એ મારી સામેજ જોતાં નહોતાં...”

“એમણે પાપાને કહ્યું હું હમણાં જે તાંત્રિક વિઘીઓ કરી રહ્યો છું એમાં સ્ત્રી સાથીદાર-સ્ત્રી શિષ્યાની જરૂર છે અહીં પાછળ સાક્ષાત મહાકાળી બેઠાં છે તારે તારી દીકરીની ચિંતા નથી કરવાની જેમ તું એનો બાપ છે તો હું એનો સવાયો બાપ છું તારે નિશ્ચિંન્ત રહેવાનું છે સારું થયું આજે આઠમનાં દિવસેજ તું એને લઇ આવ્યો છે આજથીજ એને ગુરુ દીક્ષા આપીને દિક્ષીત કરીશ...હવે એ મારી આજ્ઞા થયાં પછીજ ઘરે આવી શકશે અહીં એ સંપૂર્ણ સુરક્ષિત રહેશે મારુ સ્થાન અહીંજ છે હું ક્યાંય જવાનો નથી એને વિદ્યા શીખવીશ એને અઘોર વિદ્યાનાં પાઠ શીખવીશ મારી કસોટીમાં ઉત્તિર્ણ થયાં પછી એ અઘોરણ તરીકે પ્રસ્થાપિત થશે...સોહમ આટલું બોલ્યાં પછી એ તાંત્રિકબાબાએ મારી સામે જોયું એ મારી આંખોમાંજ જોઈ રહેલાં મારી આંખમાંથી આંસુ નીકળી આવ્યાં હું એમનાંથી પ્રભાવિત થઇ ચુકી હતી હું બોલી...”

વધુ આવતા અંકે પ્રકરણ -27