drama in Gujarati Drama by Bhanuben Prajapati books and stories PDF | નાટક

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

નાટક

ડોકટર:"અલા મુનિયા ઓ મુનિયા ક્યાં ગયો?

મીનીયો:"આયો આયો સર

એટલામાં ફોનની ઘંટડી વાગે છે.

સામે પેશન્ટ હોય છે અને ડોક્ટર સાહેબ જોડે વાત કરે છે.

પેશન્ટ હેલો ડોક્ટર

ડોક્ટર :"હા બોલો"

પેશન્ટ:"ડોક્ટર સાહેબ ...મારે ધોળું થવું છે! તમારા જોડે ધોળા થવાની કોઈ દેશી દવા હોય તો મારે લેવા માટે આવું છે.મારી એપોઇન્ટ નોંધો.

ડોક્ટર સાહેબ:"અરે તમારે ધોળા થવું હોય તો અહીંયા આવવાની કંઈ જરૂર નથી તમે ઘરે ગાય ભેસ રાખો છો?

પેશન્ટ :હા.. ઘરે ગાય ,ભેંસો છે એટલા માટે તો મારી ચામડી કાળી પડી ગઈ છે ,આખો દિવસ એમની પાસે કામ કરવામાં મારો ચહેરો બગડી ગયો છે.

ડોક્ટર સાહેબ કહે તમારા ઘરે દવા છે તમારે અહીં આવવાની કોઈ જરૂર નથી તમારી ભેંશ એ પોદળો કર્યો હોય એ મોઢે લગાવી દો એટલે ધોળા થઈ જશે.

પેશન્ટ: ખરેખર તમે ડોબા ડોક્ટર લાગો છો મારાથી ભૂલથી ફોન લગાઈ ગયો લાગે છે તમે ફોન મુકો મારે બીજા ડોક્ટર પાસે એપાર્ટમેન્ટ લખાવી પડશે ખરેખર આવા કેટલા ડોક્ટર ડૂબા હશે કે જેમને કોઈ દવા આપવી એનું ભાન જ નથી.

ડોક્ટર કહે ;તમે.. ડોબા જેવા હશો કારણ કે ભગવાને જે ચામડી આપી હોય એ ક્યારેય એમાં ફેરફાર થાય જ નહીં એના માટે કોઈ પણ ડોક્ટર વિશ્વ ઉપર છે જ નહીં. મહેરબાની કરીને કાળા ,ધોળા નું મુકો અને પોતાના કામમાં રચ્યા પચ્યા રહો.

(પેશન્ટ ફોન મૂકી દે છે.)

ડોક્ટર: અલા.. મુનિયા જોને બહાર કેટલી લાઇન લાગી છે જલ્દીથી કોઈ પેશન્ટ બોલાવી લાવ.

મુનિઓ : એક ફોદ વાળા પેશન્ટને લઈને આવે છે.

"ડોક્ટર સાહેબ જુઓ ને મારું પેટ કેટલું બધું ખુલી ગયું છે મને તો બેસવામાં ઉઠવામાં ખૂબ જ તકલીફ પડે છે હવે મને જલ્દીથી એવી દવા આપો કે મારું પેટ સપાટ થઈ જાય અને હું ખૂબ જ હેન્ડસમ લાગુ."

ડોક્ટર સાહેબ કહે :પહેલા તમે બેસો.

ફોદવાળા પેશન્ટ કહે ..પરંતુ મને બેસવામાં ખૂબ જ તકલીફ પડે છે હા છતાં બેસવું તો પડશે જ ને!! નહિતર તમે મને કેવી રીતે તપાસ કરશો.

ડોક્ટર સાહેબ કહે :તમારી ફોદ તો ખૂબ જ વધી ગઈ છે હાલ ને હાલ બેસાડવી હોય તો એક કામ કરો બેસો. હું હાલ જ મુનિયા ને બોલાવીને તમારી ફોદ નો ઈલાજ કરી દઉં છું.

પેશન્ટ કહે: અરે ડોક્ટર સાહેબ તમારા જેવા ભગવાને નહીં.

ડોક્ટર સાહેબ ; મુનીયા કરવત લાવ આપણે આ ભાઈની થોડી ફોદ કાપી દેવાની છે જેથી આ ભાઈ નો પ્રોબ્લેમ દૂર થઈ જાય.

ફોદવાળો ભાઈ કહે: કે ભાગો..રે ...ભાગો.. આ ડોક્ટર તો જીવતે જીવ મારી નાખશે.

ડોક્ટર સાહેબ કહે તો એમ ફોન કેવી રીતે બેસી શકે? તમે જમવામાં જે ખોરાક લો છો એને અડધો કરીને ખાઓ પાણી વધારે પીવો ચરબીવાળો ખોરાક ખાશો નહીં તો ધીમે ધીમે ફોદ એની મેળે જ ઓગળી જશે એક દિવસમાં ક્યારે તમે ફોદ ને ઓગાળી શકો નહીં ,મહેરબાની કરીને હવે પછી અહીં ફોદ એક દિવસમાં ઓછી કરવા માટે આવતા નહીં.

(ફોદવાળા પેશન્ટ ત્યાંથી નીકળી જાય છે)

ડોક્ટર સાહેબ :મુનિઆ...આજે તો કોઈપણ ગ્રાહક જોડે પૈસાની કમાણી થઈ નથી આપણા બૈરી છોકરાને શું ખવડાવીશું? તું જો તો ખરો કોઈ પેશન્ટ છે કે નહીં હું સવારનો બેસી રહ્યો છું પરંતુ તું કોઈ પેશન્ટને લાવતો જ નથી .

મુનિઓ કહે: ડોક્ટર સાહેબ હું તો પેશન્ટે લાવું છું પરંતુ તમે ભગાડી મૂકો છો તમે એની ફી પણ લેતા નથી .અને તપાસીને એને ભગાડી મૂકો છો.

ડોક્ટર સાહેબ કહે: પરંતુ દવા આપ્યા વિના હું કેવી રીતે ફી લઉં અને પેશન્ટ પણ એવા આવે છે કે તને શું કહું જે રોગ લઈને આવે છે એની કોઈ દવા જ હોતી નથી એ રોગની દવા એમની પાસે જ હોય છે એટલા માટે હું એની ફી લેતો નથી. તું.. જા હવે ..વધારે વાતો કર્યા વિના કોઈ પેશન્ટ આવે છે કે નહીં નહિતર આપણે સાંજના રોટલા ભાળીશું પણ નહીં.

મુનિઓ :" ડોક્ટર સાહેબ આવ્યો એક પેશન્ટ હવે તો આપણને ફી મળી જશે.

પેશન્ટને લઈને મુનિઓ આવે છે
ડોક્ટર સાહેબ પેશન્ટની તપાસે છે અને કહે છે તમને શું બીમારી છે

પેશન્ટ કહે તમે ડોક્ટર છો તમને ખબર હોવી જોઈએ કે મને શું બીમારી છે?

ડોક્ટર કહે: એ વાત સાચી ,પણ તમને થાય છે શું એ કહો! તો એના પરથી હું નક્કી કરી શકું કે તમને કઈ બીમારી છે.?

પેશન્ટ :"ડોક્ટર સાહેબ" મને આંખે ખૂબ જ ઓછું દેખાય છે એનો કોઈ ઈલાજ હોય તો કરો!

ડોક્ટર સાહેબ કહે ":એક કામ કરો હું ચાઇના ની આંખો મંગાવી દઉં અને તમને નાખી દઉં તો તમને સરસ દેખાશે ત્યાં સુધી તમારી આંખોને મારે કાઢવી પડશે.

પેશન્ટ કહે: અરે તમે ડોબા ડોક્ટર છો કે શું? તમે મારી આંખો કાઢી દેશો તો મને બિલકુલ દેખાવાનું બંધ થઈ જશે.

ડોક્ટર કહે: તમારે ઓછું દેખાવાનું કારણ એટલું છે કે તમારી ઉંમર થઈ ગઈ છે અને તમે આટલી ઉંમરે મોબાઈલ નો ઉપયોગ કરી રહ્યા છો એટલા માટે હું કહી રહ્યો છું કે ધીમે ધીમે તમારી આંખો જતી રહેશે અને તમારે ચાઈનાથી આખો મંગાવી પડશે અને કંઈ ચાઈના ની આંખોમાં દેખાતું નથી ફક્ત તમને એવું લાગે કે તમારે આંખો છે, તમારે આંખો સારી રાખવી હોય તો મોબાઈલને પડતો મુકો દિવસમાં બે ત્રણ વાર પાણી છાંટો અને પછી તમારી આંખોમાં કેવું રહે છે એ મારી તપાસ કરાવી જો લેજો

પેશન્ટ ત્યાંથી જાય છે.

મુનિઓ કહે :ડોક્ટર સાહેબ આજે આખો દિવસ આપણે બેસી રહ્યા એક પણ પેશન્ટ આપણને મળ્યું નહીં


ડોક્ટર સાહેબ કહે :મુનિયા કંઈ વાંધો નહીં આવતી કાલે સવારે કોઈને કોઈ આપણને ગ્રાહક મળી જશે, ચલ હવે દવાખાનું બંધ કરી દે અને ઘરે જઈએ .

ડોક્ટર સાહેબ અને મુનિઓ ઘરે નીકળે છે.