The trauma of marriage and love in Gujarati Short Stories by Bhanuben Prajapati books and stories PDF | લગ્ન અને પ્રેમનો આઘાત

Featured Books
  • इश्क दा मारा - 46

    यूवी गीतिका का हाथ छोड़ देता है और गीतिका वहां से चली जाती ह...

  • इंटरनेट वाला लव - 97

    भूमि की मुंह दिखाई. . .अरे भूमि जी आप चुप क्यों बैठे है. जरा...

  • चुप्पी - भाग - 3

    क्रांति अपने पिता का आखिरी फ़ैसला सुनकर निराश अवश्य हुई लेकि...

  • Dangerous Ishq - 1

    मुंबई सपनो का शहर, एक मायानगरी।रोज़ देख अगर मां बाबा को मालु...

  • प्यार का एहसास

    अभिमन्यु, गौरव, अतुल,और मुस्कान कॉलेज की कैंटीन में बैठे हुए...

Categories
Share

લગ્ન અને પ્રેમનો આઘાત

પ્રસ્તાવના.આ લઘુકથા સત્ય ઘટનાને આધારે પૂરી સચોટ માહિતીને આધારે વર્ણવી છે.જેમાં ફક્ત પાત્રોનાં નામ બદલી નાખ્યાં છે કોઈના જીવનની કદાચ વેદના મળતી પણ આવતી હોય,આ ઘટનામાં નાયિકા પર ખૂબ દુઃખ અને વેદનાભર્યા પ્રહાર છે.અને એ નાયિકા નું જીવન નીચે સત્ય સાથે રજૂ કર્યું છે.

સરિતા પલંગમાં ઉંધી પડીને રડી રહી હતી ત્યાં એની મિત્ર પૂર્વી પહોંચી ગઈ. પ્રુવીએ કહ્યું સરિતા તું આમ કેમ રડે છે? તને જોઈને મને ખૂબ દુઃખ થાય છે. પૂર્વી ને જોઈને સરિતા ખૂબ જ રડવા લાગી! પૂર્વી ને થયું કે થોડીવાર રડી લેવા દે, એના દિલ નો ભાર હળવો થઈ જાય .


સરિતા રડે ..જતી હતી જાણે કે આંસુની નદી વઈ રહી હોય એવું લાગ્યું .પૂર્વિને સરિતાને રડતી જોઈને એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા.. થોડીવાર પછી પૂર્વીએ કહ્યું; સરિતા ,બસ હવે બહુ થયું તારા હૃદયનો" ઘા "નીકળી ગયો છે છતાં પણ તારા હદયમાં છુપાવેલું હોય એ બધું મને કહી શકે છે સરિતા ફરીથી પૂર્વીના ખોળામાં માથુ મુકીને રડવા લાગી


પૂર્વી એ કહ્યું એવું પણ શું બન્યું છે! તું મને કહે ;તો ખબર પડે ?


સરિતા કહે : પૂર્વી શું નથી બન્યું !એ તું મને કહે? જ્યારથી મારી જિંદગી શરૂઆત થયી ત્યારથી જ મને આઘાત અને પ્રત્યાઘાત મળી રહ્યા છે, છતાં સહન કરીને આગળ નીકળી રહી છું .છતાં પણ મારી જિંદગી એટલી પાછળ છે કે ,હું આગળ પણ નથી જઈ શકતી અને પાછળ પણ નથી જઈ શકતી


પૂર્વી કહે: સરિતા જિંદગીમાં જે મનુષ્ય એ જીવતું પ્રાણી છે, એના નસીબમાં તો કંટક આવવાના છે? તો શા માટે! આટલી હદે હારી જાય છે? જિંદગીમાં દરેક નિષ્ફળતા પાર કરીને આગળ વધવું ,અને એજ એ સફળતા પૂર્વક આગળ વધે છે, હવે તો આ બધું મૂકી અને મને તારા દિલમાં જે વેદના છે એને બહાર કાઢ!


સરિતા કહે: તો કહેવાનો પ્રયત્ન કરું છું કે મારા નસીબમાં, મારા હસ્તરેખામાં કે સુખની રેખા કેમ નથી મૂકી! બધું સહન કરીને આટલે સુધી આવી થોડીક ખુશી દેખાઈ હતી, એમાં પણ ક્યાંક ખોટ પડી ગઈ. મારા જીવનની શરૂઆતથી તને વાત કરું તો સાંભળ .


પૂર્વી કહે:આજે મને દિલ ખોલીને તારા જીવનની દરેક પળને મને કહી શકે છે


સરિતા કહે :પૂર્વી જ્યારથી મારો જન્મ થયો ત્યારથી કંઈક ને કંઈક સુખી મારા જીવનમાં જોવા મળી હતી. હું નાનપણમાં એટલે કે ૧૪ વર્ષની હતી અને મારે મારા પિતાનો આશરો ગુમાવો પડ્યો ખુબ જ એકલી પડી ગઈ એવું લાગ્યું ,કારણકે મારા પિતાજીનો સાથ મને ખૂબ જ હતો પરંતુ એ પણ મને છોડીને ચાલ્યા ગયા .મમ્મી હતા, એક મોટો ભાઈ હતો .એ લોકોએ મને સાચવવામાં કોઇ કમી નહોતી રાખી પરંતુ પિતાની છત્રછાયા વગર જિંદગી માં કેટલી અધુરપ આવે છે એવું જણાય છે, મેં પિતા વગરની જિંદગી ગુજારી છે કે જ્યારે મારી સમજણ આવી એ પહેલાં તો પિતાનો આશરો ગુમાવી દીધો.


પૂર્વી આગળ ની વાત સાંભળ, બીજી વસ્તુ અમારા ગામમાં દીકરીઓને ભણવા આવે નહિ ,છતાં મને ભણાવવાનો પ્રયત્ન કર્યો. મારી વખત દસ ભણી રહ્યા પછી.દિકરીને ભણવાનું બંધ થઈ જતું. પરંતુ મારી મમ્મી એ બધાની સામે સામનો કરીને મને ભણાવવાનો નિર્ણય કર્યો. હું 10 ધોરણ ભણીને પૂર્વી હું મારા મામાને ત્યાં અભ્યાસ માટે આવી. ત્યાં હું મામાને 12 માં ધોરણ પૂરું કરવાની તૈયારી કરી રહી હતી ,ત્યાં જ મારી સગાઈ કરી દેવામાં આવી .મારી કોઈ પણ ઈચ્છા નહોતી લગ્ન કરવાં છતાં પણ મારા લગ્ન નક્કી થઈ ગયા .મારા લગ્ન કરવા મામા એ નક્કી કર્યા હતા, કારણકે હું મોસાળમાં રહેતી હતી પિતાની તો સત્ર છાયા હતી નહીં! એટલે બધી જવાબદારી મામા તરફ હતી. કઈ પણ બોલ્યા વિના મમ્મીએ કહ્યું :એમ સ્વીકારી લીધું અને મારાં લગ્ન થઈ ગયા. મારો અભ્યાસ પણ અધુરો રહ્યો. હું ભણવામાં ખૂબ હોશિયાર હતી .પૂર્વી છતાં કોઈએ કંઈ પણ સાંભળેલું નહીં એ જમાનામાં દીકરીને ભણાવો એટલે અપમાન જનક ગણાતું દીકરી "સાપનો ભારો "એવું કહેવાતું દીકરીને ભણાવી ને કે દુકાનો માંડવી છે? એવું લોકો કહેતા એટલે હું મનોમન કંઈ પણ બોલી શકી નહીં. અત્યારે છોકરીઓ તો ખરેખર નસીબદાર છે કે તેઓ આ સારી રીતે ભણી શકે છે અને પોતાની ઈચ્છાઓ વિચારો રજૂ કરી શકે છે મા-બાપ પણ દીકરી સાથે મિત્રતા જેવું વર્તન કરે છે,અમારા જમાનામાં એ વખતે દીકરી પિતાને સામું બિલકુલ બોલી શકતી નહીં. એને કંઈ પણ કહેવું હોય તો મમ્મીને જ કહી શકતી હતી.


પૂર્વી કહે: હું જાણું છું !આપણા જમાનામાં દીકરીને ભણવામાં આવતી નહિ. હું પણ ક્યાં વધુ ભણેલી છું, દસ જ ભણેલી છું ને !તો બહાર પણ ભણેલી છે હું તો 10 ભણેલી છું ના પૂર્વી તું પણ ભણી શકત તારા પણ લગ્ન થઈ ગયા એટલે તું ના ભણી શકી, પરંતુ હું બારમા ધોરણમાં હતી અને મારા લગ્ન થયા તને ખબર છે કે! હું લગ્ન કરવા નહોતી માગતી મેં બહુ પ્રયત્ન કર્યો પણ મારું કોઈ માન્યું નહીં અને મારા લગ્ન થઈ ગયા. કાચી ઉંમરમાં કોઈ સમજણ નહીં અને હું સાસરે ગઈ


તને ખબર નહી હોય પૂર્વી , પરણ્યાની પહેલી રાતે મારો પતિ રાઘવ એ નીચે પથારી કરીને સુઈ ગયો અને હું પલંગ સુઇ રહી. એ વખતે મને કોઈ સમજણ નહીં પરંતુ થોડી ઘણી ખબર કે પતિ-પત્ની લગ્ન પછી સાથે સૂઈ જાય. પરંતુ મને કોઈ એવી સમજણ આપી ના હતી કે વાત પણ નથી થઈ .એટલે હું પણ બિન્દાસ સુઈ ગઈ. મને તો કોઈ એવું લાગ્યું નહિ કે મારા લગ્ન થયા છે! કારણ કે લગ્ન એટલે શું !એનો અર્થ તો હું જાણે કે સમજી નહોતી શકી! આવી રીતે મારી જિંદગી ના લગ્નના એક મહિનો પૂરો થયો. મારો અભ્યાસ માટે આગળ ભણવું હતું પરંતુ મારું કોણ? કે મને સમજી શકે! બારમાનું રીઝલ્ટ પણ આવી ગયું તો સારા ટકાએ પાસ થઈ ગઈ હતી. એ વખતે હું ફર્સ્ટ ક્લાસ હતી અને મને કોલેજ કરવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ મેરેજ થઈ ગયા તે હું કંઈ પણ બોલી શકી નહીં.


એક વખત સાસરીમાં કહ્યું : મારે અભ્યાસ કરવો છે ?પરંતુ સાસરી વાળાએ મને કોઈ પણ સાંભળ્યું નહીં અને કહ્યું: તમારે પણ ભણી ને થોડી દુકાનો માંડવી છે? અમે કમાઈને ખવડાવશું, ચિંતા ન કરો! પરંતુ મારી અંદર ઈચ્છા હતી ભણવાની એને દબાવી દીધી .હવે પૂર્વી તને ખબર છે! મારી જિંદગીમાં મોટો આઘાત કર્યો હતો ?


પૂર્વી કહે ; બોલ સાંભળવા તૈયાર છું


સરિતા કહ્યું: પૂર્વી લગ્નજીવનના ત્રણ મહિના થયા છતાં પણ મારા પતિ રાઘવ એ મને સ્પર્શ પણ નહોતો કર્યો. રાત્રે કોઈ દિવસ મારી સાથે આવીને મારી સાથે સુવે નહીં મને પણ કોઈ પ્રશ્ન થતો નહીં ! પરંતુ હું ગામડે ગઈ મારા પિયર ત્યારે બધી સખી કહેવા લાગી કે ,તમારી પહેલી સુહાગરાત કેવી ગઈ ?ત્યારે મને થોડી ખબર પડી મારી એક સખી મને સમજ આપી. પરંતુ મેં કહ્યું :મારા જીવનમાં તો કંઈ બન્યું જ નથી!! મારી સખી કહે; એવું હોય જ નહીં! ફરીથી સાસરે હું પાછી આવી આવી રીતે દિવસો ગુજારતા રહ્યા.


મારી બાજુમાં એક છોકરી મારી સહેલી બની નીપા. એને પણ કહ્યું:ભાભી તમારે કેવું ચાલે છે? મેં કહ્યું: કઈ નહિ બસ દિવસો જાય છે. રાત પડે છે અને દિવસ ઉગે છે.બીજું કઇ નવા જૂની નથી.મારે ભણવાની ઈચ્છા હતી, પણ મને કોઈ પણ મારી ઈચ્છા પૂરી કરે તેવું લાગતું નથી.


નીપાં કહે :તમે ઘરે બેઠા પરીક્ષા આપી શકો છો !તારી વાત સાચી છે, પરંતુ મને કોઈ સાથ સહકાર આપે તો ને! હું ભણી શકું. પણ હવે કંઈ કરી શકે એમ નથી.


હવે દિવસો પસાર થતા રહ્યા એક દિવસ મારા મમ્મી મને મળવા માટે સાસરે આવ્યા. જોડે મારા મોટા ભાઈને પણ લાવ્યા એટલામાં બાજુમાં મમ્મી બેસવા ગયા ,ત્યાં લોકોએ કીધું કે તમારી દીકરી નું જીવન બરબાદ થઈ ગયું છે! એના જિંદગીમાં એનો ભવ બગડયો છે!


છતાં મારા મમ્મી બોલ્યા વિના ઘરે ગયા. એમને મન દુ:ખ થતું જ રહ્યું! પણ તું કહે: કોને કહે, કારણ કે પિતાજી તો હતા નહીં, મોટાભાઈને પણ કેવી રીતે કહે! આવી રીતે હું પણ ત્યાં રહી ગઈ હતી.


પૂર્વી કહે :સરિતા તારા લગ્ન જીવનમાં એવું તો શું બન્યું છે! તને ખૂબ નફરત થઇ રહી છે.


સરિતા કહે: સાંભળ મારા લગ્નમાં અમારા બંને વચ્ચે કોઈ સંબંધ નથી કે પ્રેમ . કોઇ લાગણી પણ નથી . બસ સવાર પડે અને રાત પડતી .મને ઘર બહુ યાદ આવતુ. એ વખતે મારી ઉંમર 18 વર્ષની જ હતી ,અને પહેલી જ વખત મેં ઘર છોડ્યું હતું. હું મોસાળમાં દાદા-દાદી સાથે રહેતી હતી. એટલે મને દાદા -દાદીનો પ્રેમ મને મળી રહેતો હતો .પરંતુ અહીં આવી ,ત્યારે જોયું તો બધાનું વર્તન અલગ દેખાતું હતું મને સાડી ફાવતી નહીં, પરંતુ સાસરીમાં સાડી પહેરવી પડતી .હું સાડી પણ શીખી લીધી હતી . સવારે વહેલા જાગી જઈને હું બધું ટેબલ પર નાસ્તો ,ચા ,પાણી બધું જ આપી દેતી. સવારે દાળ, ભાત, શાક ,રોટલી જમવાનું બનાવતી રાત્રે પણ આકર્ષક બનાવે તે મને નવું કંઈ બનાવતા આવડતું નહીં સાસુજી કહેશો શીખીને આવ્યા છો તમારા મમ્મી કંઈ પણ શીખવાડયું નથી ,તો પણ કંઈ બોલતી નહિ. હું એમજ કહેતી મમ્મી તમે મને શીખવાડો હું શીખી લઈશ. એમ કરતા હું બધુજ શીખી ગઈ , મારા ઘરમાં એક દિયર અશોક કરીને હતો, તેને ડોક્ટર નો અભ્યાસ કર્યો હતો, એ મને ખૂબ સાથ આપતો હતો. એની અને મારી ઉંમર સરખી હતી અમને બંનેને એકબીજા સાથે ફાવતું છતાં પણ મારો પતિ રાઘવ એની સાથે પણ મને વાત કરવા દેતો નહીં .બાજુમાં ઘણાબધા મને બેસવા બોલાવતા. ત્યાં પણ મારા સસરા મને જવા દેતા નહીં હું આખો દિવસ ઘરના એક ઓરડામાં રહીને બધું જોયા કરતી. બહાર બેસીને બધા છોકરાને જોવું .રમતા હોય તેમને જોઈને ખુશ થતી.ત્યારે રાઘવ આવે અને પાછળથી ઘરમાં ખેંચીને લઈ જાય. અને કહે: તમારે ક્યાંય જવાનું નથી. ઘરમાં રહેવાનું છે. મને ક્યાંય બહાર નીકળવા મળતું નહિ. હું અંદર રડતી રહેતી હતી. તું કહે હું મારી વેદના કોને કહુ! મારા દિલની વાત કોને કહું? પરંતુ હું એક દિવસ હિંમત કરી અને હું થોડીવાર માટે બહાર આવી અને રાઘવ જોઈ રહ્યો!,રાઘવ હાથ ઉપાડવાનું પ્રયત્ન કર્યો. ત્યારે જ મે હાથ પકડીને સટાક કરતી બે ચોડી દીધી એ હજુ મને યાદ છે. કે એવી હિંમત અને ૧૮ વર્ષે આવી હતી. પરંતુ પછી મનમાં એમ થયું કે, ખરેખર! આ સંસ્કાર વિરુદ્ધ હતું .પરંતુ જે થતા તો થઈ ગયું હતું.


પૂર્વી કહે: પછી શું બન્યું એ તો કહે :


સરિતા કહે સાંભળ મારા જીવનમાં એક એવું ભયાનક દૃશ્ય બન્યું જે યાદ કરતા મારા રુવાડા ઉભા થઇ જાય છે.પૂર્વી એક દિવસ હું ઘરના એક રોમ શોધી હતી અને રાઘવ ના પિતાજી આવ્યા અને મને કહ્યું પાણી લઈ આવોને, તો હું પાણી લઈને આવી મને તો બહુ સમજનહોતી પડતી એટલે. એમને મે પાણી આપ્યું તો મારો હાથ દબાવવાનો પ્રયત્ન કર્યો ,પરંતુ પહેલી વખત એવું સમજીન મને એમ કે કદાચ ભૂલ થી દબાઈ ગયો હશે. ફરીથી મને કહ્યું કે; થોડો નાસ્તો લેતા આવો ને ! હું નાસ્તો લઈને ગઈ તો એમણૅ મને એમની બાહોમાં જકડવાનો પ્રયત્ન કર્યો. તો એમની બાહોમાંમાંથી પોતાને છોડાવી નીકળી ગઈ ,અને બાજુમાં નીંપા જોડે જતી રહી. ઘરમાં કોઈ હતું નહીં થોડી વાર પછી હું ઘરે આવી. તેમને કહ્યું; ઘરમાં કોઈને કહેતા નહીં ,અને જો કહેશો તો પછી તમારી હાલત બગાડી દઈશ હું તેમના આ કરેલ ગુના કોને કહું! હું કઈ ના કરી શકું એવું વિચારીને કંઈ પણ બોલ્યા વિના એમનાંથી બચવાનો પ્રયત્ન કરતી રહેતી. હું એટલી તો ચાલાક હતી કે, એમેની આંખોને ઓળખી લેતી હતી ,


પરંતુ એક દિવસ હિંમત કરી ને કહી દીધું કે, હવે હું મારા પિયર જવા માગું છું થોડા દિવસ ત્યાં જઈને રહેવા માંગું છું તો રાઘવે કહ્યું: આ તમારું સાચું ઘર છે.સાસુજી બોલ્યા ;અને તમારે ક્યાંય જવાનું નથી તમારા ઘરેથી કોઈ લેવા આવશે તો તમને મોકલીશ મારા ઘરે તો લગ્ન પછી કોઈ જલ્દી મળવા આવતું નહિ ,જાણે હું એકલી હોઊં એવું મને લાગતું હતું. ફક્ત મહિનામાં એકાદ વખત એલોકો મને મળીને જતા રહે ,પણ હું એમને જતા હોય ત્યારે છેલ્લે સુધી જોયા કરતી ,અને મનમાં થયું હતું કે, અહીંથી મને લઈ જાય તો સારું .આ ગુલામી જેવી જિંદગીમાંથી મને છોડાવે તો સારું પરંતુ મને કોઈ છોડાવે એવું કોઈ પરિસ્થિતિ હતી જ નહીં !!!


ફરી વખત પૂર્વી એવું બન્યું તે રાઘવના મિત્રના લગ્નમાં જવાનું હતું ,હું પણ ખુશ હતી કે ચલો થોડીક આઝાદી મળશે


પૂર્વી કહે :એવું તો શું બન્યું સરિતા?


સરિતા કહે :તો સાંભળ અમે તેના મિત્રના લગ્નમાં ગયા હતા મિત્રો નામ હતું સંદીપ મેં પણ પહેલી જ વખત એને જોયો હતોએ અમારા લગ્નમાં આવ્યો હશે પરંતુ એને ઓળખતી નહોતી .સંદીપએ મને હાથ લાંબો કરીને હેલો કરવાનું કહ્યું :હું પણ ભોળી હતી મેં પણ હાથ લંબાવ્યો અને હેલો કર્યું. સંદીપ ખરાબ ન હતો પરંતુ રાઘવને આ પસંદ આવ્યુ નહીં એને મને કહી દીધુંકે, કોઈની સાથે હાથ લંબાવો નહીં ."નમસ્તે "કે "વંદન" કરવાના .હું કંઈ પણ બોલી નહીં ,બીજા દિવસે રાસ ગરબા હતા સરસ રીતે તૈયાર થઈને તૈયાર તો પહેલાથી ગમતું હતું કપડાંનો ખૂબ શોખ હતો .સુંદર રીતે તૈયાર થતી અને ગરબા ગાવા પણ ગઈ ચાલુ ગરબામાં એને મારો હાથ ખેંચી લીધો ,અને મને કહ્યું :હવે તારે ગરબા કરવા નથી. એમ હાથ પકડીને લઈ ગયો હું કઈ બોલી નહિ, કારણકે હવે મને પણ સહન કરવાની ટેવ પડી ગઈ હતી એટલામાં સંદીપ કહે: ભાભી આવતીકાલે ડાન્સ કરવા જવના છે ત્યાં પણ તમે આવજો મે કીધું કંઈ વાંધો નહીં હું ત્યાં ડાન્સ કરવ આવીશ કારણ કે લગ્ન હતા એટલે બધા ખુશી મનાવે બીજા દિવસે તૈયાર થવા માટે હું સૂટકેસમાંથી કપડાં લેવા ગઈ તો રાધવેચાવી લઇ લીધી અને કહ્યું કે તારે જે છે એ જ કપડાં પહેરવાના છે નવા કપડાં પહેરવાની જરૂર નથી તૈયાર છે ને તમારે શું કરવાનું મન થાય છે અહીં લોકો તમને જોયા કરે છે એટલો બધો માણસ હતો કે કોઈની સામે જોવા પણ નહીં કે વાત પણ કરવા દેને એના મિત્ર સંદીપ ને પણ કહેતો કે તારે સરિતા સાથે વાત કરવાની કોઈ જરૂર નથી તારા લગ્નમાં આવી છે હાજરી આપી છે ને !! સંદીપ પણ સમજી ગયો અને હું પણ સમજી ગઈ મારે તૈયાર કેવી રીતે થવું .હવે હું શું કરું એ મને કંઈ સમજાતું નહોતું પરંતુ એમાં રશ્મિ આવી અને કહ્યું કંઈ વાંધો નહી તમે મારા કપડાં પહેરી શકો છો એને એની અને મારી ઉંમર સરખી હતી એટલે મેં પણ મારી અંદરની ઈચ્છાને રોકી ન શકી અને રશ્મી ના કપડા પહેરી લીધા રાઘવ ખુબ ખિજાયો પરંતુ હવે એનું કોઈ પણ માને નહિ અને છેક સુધી કરવા ગયા એ દિવસે દિલથી મજા તો કરી પરંતુ બીજા દિવસે હવે મને બોલવામાં કંઈ બાકી રાખ્યું નહીં પરંતુ હવે ટેવાઈ ગઈ તેને સાંભળી પણ લીધું હવે અમે ઘરે આવી ગયા અચાનક જ હું બીમાર પડી અને મને ઘરે મોકલવા માટે એ લોકો તૈયાર થયા હું ઘરે આવી ત્યારે તમારી મમ્મીએ કહ્યું તું કેમ સુકાતી જાય છે ઉદાસ કેમ રહે છે તારે મેં કહ્યું કે મને કંઈ મુશ્કેલી નથી હું ત્યાં ખુશ છું હા મને એવું કોઈ કલ્પના નહોતી કે હું ત્યાંથી કાયમ માટે અલગ અલગ થઈને અહીં આવી જાવ કે છૂટાછેડા લોકો મને તો એમ જ હતું કે મારા નસીબમાં જે લખ્યું છે એ જ ઘર છે 12:58 બહુ કરો એવી મારી કોઈ જ ઈચ્છા નહોતી નીપા ખરેખર દિલથી કહું છું કે જો મને રાત્રે પ્રેમથી રાખી હોત તો હું એનું ઘર ક્યારેય ન છોડતા ની પાસે પણ તમે તો ક્યારે પતિ-પત્નીનો સંબંધ મહાદેવ નહોતો સરિતા કહે તને એક વસ્તુ કહો એક ખાનગી વાત કરો તો સાંભળ રાઘવ પુરુષમાં નહોતોનિપાત કહે શું કહે છે આવું બની જ ન શકે સરધા કે હું શું કામ ખોટું બોલું પછી તો ધીરે-ધીરે તમારી મમ્મીને કાંઈ પણ વાત આવી ગઈ અને મારા મામા ને વાત કરી અને એક દિવસ પંચ દ્વારા મારા છૂટાછેડા થઈ ગયા એ દિવસે હું ખૂબ ખુશ તીન પૂર્વી એ વખતે મને એમ હતું કે ખરેખર એક જાળમાંથી આઝાદ પંખીને પાંખો આપી હોય એવી રીતે ઉડી રહી હતી અને બધાને મળી રહ્યા હતા મને ખબર નથી કે કેમ રડી રહ્યા છે પરંતુ મારી મમ્મીની આંખોમાં આવીને મળે એટલે થતું કે મારા છૂટાછેડા લઇ તેમને ઘણું દુઃખ છે પરંતુ હું એવું માનતી કે હાસ હવે મારે ઘરે જવાનું નથી અને મારા છૂટાછેડા થઈ મારા લગ્નનો અંત આવ્યો અને પૂર્વી મારા લગ્ન પછી મેં એવું નક્કી કર્યું કે હું ફરીથી લગ્ન નહીં કરું ,પૂર્વી એના કારણે લગ્ન નથી કર્યા ,હા મેં નાની ઉંમર 18 વર્ષની ઉંમરમાં જે સહન કર્યું છે એવું કોઈએ સહન કર્યું મારી અંદરની પાંખો ઉડતા પહેલા જે લોકોએ કાપી નાખી મારા મનની ઇચ્છાઓ જાગૃત થતાં પહેલાં જ પૂરી કરી નાખી .મારી અંતરની વેદના સંવેદના બધું જ મરી પરવારી હતું ,એટલે જ મેં નક્કી કર્યું કે બસ હવે હું અભ્યાસ કરીશ અને મારા પગ પર ઊભી રહીશ.પરંતુ લગ્ન નહીં કરું પરંતુ મારા ઘરના લોકો નું દબાણ હતું કે મારે બીજાને તો કરવા જ પડશે પરંતુ મેં હા પાડી અને મને ખબર હતી તો હું વિરોધ કરી તમને ભણવા નહીં મળે મારી મમ્મી ને મેં ખૂબ સમજાવી મારીમમ્મી ખૂબ સમજુ હતી તેને કહ્યું બેટા કંઈ વાંધો નહીં હું તને ભણવા માટે તૈયાર છુ તારો ભાઈ હવે નોકરી કરે છે એટલે ચિંતા નથી અને મને કોલેજમાં એડમિશન અપાવ્યું હા પરંતુ નિયમ હતો કે છોકરાને કોલેજમાં હું તને નહિ મોકલો એટલે મારું એડમિશન એક મહિલા કોલેજમાં કરાવ્યું અને મારો અભ્યાસ ખૂબ જ રસપૂર્વક શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હું હવે મારા જીવનના ભગત સર કરવા માટે એક મજબૂત બની ગઈ હતી અને મારો કોલેજ કાળ પૂરો થયો મારો ફર્સ્ટ ક્લાસ આવ્યો હવે યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું નક્કી કર્યું એ વખતે કામમાં કહેતા કે છોકરી ને શું કામ આટલું બધું ભણાવતા હશે તેનો કર્યો છે પરંતુ મારી મમ્મી કોઈપણ સાંભળીને અને મારો અભ્યાસ ચાલુ જ કરવાનો પ્રયત્ન કર્યો એ જ ખાડામાં મેં એને પૂરું કર્યું કર્યું અને મને હોસ્ટેલ પાપડ ઘણી બધી તકલીફો પડી છતાં પણ મેં તન મન ધનથી અભ્યાસ પૂરો કર્યો અને મારા પગ પર થઈ ઉભી રહી હવે ઘરવાળા કહે તમારા મેરેજ તો કરવા જ પડશે બહુ જ સમજાવો પછી મેં તેમની વાતને માને અને મારા લગ્ન પરિવાર નક્કી થયા જે દિવસે મારા લગ્ન કરવાના હતા એ દિવસે થનાર પતિ નો એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટમાં મૃત્યુ પામે પછી તમારી સાથે એવી પડી ગઈ કે આ છોકરીના લગ્નમાં પતિનો પ્રેમ નથી તેની સાથે લગ્ન કરવામાં છોકરા નું જોખમ છે આવું વિચારીને ખરેખર તો લગ્ન માટે લોકો ટાળી દેતા જો કે હું પણ લગ્ન કરવા માગતી નહોતી .અને એ વખતે નિર્ણય કર્યો કે ;હું ફરીવાર ક્યારે લગ્ન નહીં કરું ને મારા મમ્મીને મામા ને બધાને સમજાવીને કહ્યું કે; હવે હું કોઈપણ કાર્ય લગ્ન કરવા માગતી નથી. હું આગળ બી એડ કરવા માગું છું અને મેં માટે એપ્લિકેશન આપી દીધી અને બેય શરૂ કર્યું એ પછી મેં શરૂ કર્યું અને એમ જ શરૂ કરતા કરતા એક પ્રોફેસરની જાહેરાત આવી અને ફોર્મ ભર્યું અને મામા ને જોબ મળી ગઈ.જોબ મળ્યાનો મારા જીવનની અતિ આનંદ નો દિવસ હતો.થશે એટલે મારા મમ્મી ભાઈ મામા બધા જ ખુશ હતા મને થયું કે ખરેખર હવે મારી આદત બની જિંદગીમાંથી મારી ખુશીની પળો શરૂ થઈ ગઈ છે પરંતુ હવે તો મારી આ ખાતે નવી વેદના શરૂ થવાની હતી પૂર્વી કહે હવે તો આગળ વાત કરે તો મને ખબર પડે સવિતા કરે તો સાંભળ મેં પ્રોફેસરની ચોકસી કરી હું બાળકોને ખુબ દિલથી અભ્યાસ કરાવતી હતી અને પછી હું ઓફિસમાં હતી, ત્યાં અચાનક જ એક અજાણ્યા આગંતુક નો પ્રવેશ થયો મને ખબર નહીં કોણ છે! પરંતુ એક સાગર કરીને પુરુષ મારી કેબિનમાં આવ્યો અને સીધો જ એને પ્રપોઝ કર્યું કે તમે મારી સાથે લગ્ન કરશો? પરંતુ મેં કહ્યું ;ના ,હું લગ્ન કરી શકું એમ નથી, કારણ કે મારા છૂટાછેડા થયેલ છે .એ યુવક તૈયાર હતો લગ્ન માટે છતાં પણ મેં ના કહી દીધી, કારણ કે મારા અંદરની સ્ત્રી મરી પરવારી હતી. મારા અંદરનો પ્રેમ પણ મરી પરવાર્યો હતો,


પૂર્વી કહે ;તે લગ્ન કર્યા હોત ને...


સરિતા કહે;ના હું નથી માનતી જ્યાં સુધી દિલ માંથી કોઈ સંવેદના ઉત્પન્ન ના થાય ત્યાં સુધી લગ્ન ન કરવા જોઈએ, એનાથી સામેવાળાની જિંદગી બરબાદ થઈ શકે છે. કદાચ હું કોઈને પ્રેમના પણ આપી શકું એટલે મે ના પાડી હતી. પરંતુ મને પણ ખબર નથી! પણ, મારા દિલમાં પ્રકાશ કરીને એક પાત્ર જગ્યા લઈ લીધી. ઓફિસમાં બેસતા જોડે અને નાસ્તો કરતા , ધીમે ધીમે મારા મનને વીંધી નાખી અને અમે બંને એકબીજાના પ્રેમમાં પરવાઈ ગયા. હા, પ્રકાશના લગ્ન કરેલા હતા , એટલે લગ્ન થવાના જ ન હતા, એટલે અમે બંનેએ નક્કી કર્યું હતું કે લિવ ઈન રિલેશનશિપમાં રહીશું. અમે બંને તૈયાર થઈ ગયા હવે કોઈનું વિચાર કર્યો ન હતો. સમાજનો નહીં કે લોકો નહીં .કારણકે હું મારા માટે જીવવા માગતી હતી હું દિલ ખોલીને જિંદગીમાં જેટલા અધૂરા સપના હતા તે પુરા કરવા માગતી હતી, એટલે જ મે પ્રકાશ સાથે રહેવાનું નક્કી કર્યું હવે પ્રકાશ મને ખુબ પ્રેમ કરતો હતો અને હું પણ એને ખૂબ પ્રેમ કરતી હતી અમે બંને ફ્રી હોય ત્યારે ઓફિસમાં વાતો કરતા .જોડે ટિફિન ખાતા . પરંતુ એવું અમે કોઈ શું કહેશે? વિચારતા નહીં કોઈની પણ પરવા કર્યા વગર અને બિન્દાસ એકબીજાને પ્રેમ કરતા રહ્યા, અને એટલા બધા નજીક આવી ગયા કે દિલ એક થઈ ગયા તન જુદા પણ મન એક જ હતા. હું પ્રકાશ પર આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી શકતી હતી ,મને એમ હતું કે મારી સર્વ દુનિયા પ્રકાશ છે પ્રકાશ પર એટલો આંધળો વિશ્વાસ હતો કે, એ કહે એમ હું કરે જતી.


સરિતા કહે;પૂર્વી મારા જીવનમાં જે વિશ્વાસ હતો ...એ મારા પ્રેમનો તાંતણો તૂટ્યો... મારા દિલમાંથી એક અસહ્ય ચીસ નીકળી ગઈ.... એક વેદના ભરાઈ ગઈ... મારા તનના ટુકડા થઈ ગયા.... મારા જીવનમાં જેને અનહદ પ્રેમ કરતી તી એ પ્રકાશએમારી સાથે પ્રોફેસર તરીકે જોબ કરતી ઉર્વશી ને પ્રપોઝ કર્યું અને ઉર્વશીએ પણ હા પાડી અને તેના જીવનમાં મારા સ્થાને ઉર્વશી આવી ગઈ.


પ્રકાશ એ મારી સાથે વિશ્વાસઘાત કર્યો એ દિવસે ખૂબ તૂટી ગુઈ અને, હું ડિપ્રેશનમાં પણ જતી રહી ,કારણ કે મારા જીવનમાં આ મોટો આઘાત હતો. અને લગ્નનો આઘાત તો મનના ખૂણે છુપાયેલ હતો.અને બીજો આઘાત મને મારા લોહીમાં પ્રકાશે રેડી દીધો .પૂર્વી તને ખબર ન હોય તો કહું, મારી નજર સમક્ષ એ બંને જણા નો પ્રેમ કરતા હું જોઈ રહી હતી પ્રકાશને પોતાને ભાન ન હતું કે જે સ્ત્રીએ પોતાના અમૂલ્ય વસ્તુ આપી.જેને સર્વ બંધન છોડી પોતાને દિલથી પ્રેમ કર્યો તેની સાથે હું આટલો મોટો વિશ્વાસઘાત કરી રહ્યો છું, આટલો મોટો વિશ્વાસઘાત !!!પુરુષ હોય એટલે બધી જગ્યાએ ફરી શકે એવું થોડું હોય!!! એને મારી દિલની વેદનાને કેમ ન દેખાઈ!! મારા પ્રેમને કેમ ઓળખ્યો નહીં!! મારી અંદર શું વીતે છે,મારા દિલ માં કેટલી વેદના છે મારો મન કહે છે કે કેમ પ્રકાશ એ બિલકુલ વિચાર્યું જ નહીં??? પૂર્વી હું પ્રકાશ ને ભૂલી શકું એમ નહોતી. એટલે મેં ઉર્વશી સાથે પ્રકાશને સ્વીકારવાનો નિર્ણય કર્યો! પરંતુ હા! પણ હું દિવસે-દિવસે અંદરથી મરી રહી હતી. મારા અંદર એક બીમારી જન્મ લીધો .હું ડિપ્રેશનમાં આવી ગઈ .વારંવાર એક જ શબ્દ આવતો ખરેખર પ્રકાશે મારી સાથે આવું કેમ કર્યું? મારા જીવનમાં એવી તો કઈ ભૂલ હતી? મારા પ્રેમમાં ખોટ ક્યાં રહી ગઈ! સમાજ લોકોની પરવા કર્યા વગર મેં એને પ્રેમ કર્યો, પ્રકાશ એ મારા જીવનની દશા એક અંધકારમાં ઓરડીમાં હું પુરાઈ હોય તેવી કરી દીધી .


ખરેખર પ્રેમ કરીને મારી જિંદગીની અમુલ્ય પળોને મે ગુમાવી છે.પ્રેમ પ્રકાશ કરતો હતો . પરંતુ એ પ્રેમ શું કામનો કે જેમાં વિશ્વાસ ના હોય જેમાં લાગણી ન હોય, જેમાં સમય ના હોય, જેમાં વફાદારી ન હોય ,કયો પ્રેમ કહેવાય !??? પરંતુ આજે મને સમજાયું છે કે, પ્રકાશ મને જે વિશ્વાસઘાત કર્યો છે એને હું સહન નથી કરી શકતી ,કારણ કે આજે પ્રકાશના જીવનમાં એક સ્ત્રી એ પ્રવેશ કરી દીધું અને પ્રકાશે નામ એટલો બધો ખેંચાઈ ગયો છે કે આજે એ મને ભૂલવાની કોશિશ કરી રહ્યો છે એને મારી સાથે થી અલગ થવું છે એટલે હવે નક્કી કરી લીધું છે કે હું આવતીકાલથી પ્રકાશ ને કહી દેવાની છું કે આથી તારા અને મારા બંને ના રસ્તા અલગ છે તું તારી જીંદગીમાં વ્યસ્ત રહે, હું મારી જીંદગીમાં વ્યસ્ત થઈશ. પૂર્વી આ બધી તૈયારી દિલમાંથી કરી રહી છું ત્યારે હું રડી રહી છું કે હું પ્રકાશ ને ભૂલી શકીશ!! પ્રકાશ વિના રહી શકીશ!!! એ બેવફા ને યાદ કરીશ ભૂલી શકીશ કંઈ સમજાતું નથી .


પૂર્વી કહે સરિતા બહુ મોટી ભૂલ તે કરી છે, જ્યારે ઉર્વશી એના જીવનમાં આવી ત્યારે તારે પ્રકાશ સાથેનો પ્રેમ તોડી નાખવો હતો, જે પ્રેમમાં વિશ્વાસ ન હોય એ પ્રેમ કરીને કોઈ ફાયદો નથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો કોઈ અર્થ ખરો!!! મને તારી પર ગુસ્સો આવે છે,એવું હોય તો તે લગ્ન કર્યા હોત તો સારું.


સરિતા કહે ;સાચી વાત છે મને હવે પસ્તાવો થાય છે , ખરેખર મેં લગ્ન કરી લીધા હોત તો મારી જિંદગીમાં જે આઘાત અને પ્રત્યાઘાત છે એ ક્યારેય મળ્યો ના હોત. પરંતુ હું મારા જીવનના આધારે કહી રહી છું કે ,કોઈ પણ સ્ત્રીએ એકલા રહેવાનો પ્રયત્ન ન કરવો લગ્ન તો કરવા જ જોઈએ ..કારણકે જીવન સાથી સાચી દિશા તરફનો પ્રેમ કરી શકે જીવનસાથી વફાદારી સાથે આપણા સાથે રહી શકે છે લિવ ઈન રિલેશનશિપમાં ભરોસો ક્યારેય ન કરવો જોઇએ, કારણ પ્રેમ ચાલુ જ રહે છેપણ ક્યારે પ્રેમ આપણો થતો નથી અને થવાનો એ નથી !! સમય આવે ત્યારે આપણને છોડીને પણ જઈ શકે છે, માટે આપણું જીવન આપણે નક્કી કરવું જોઈએ. હા! ભલે લગ્ન ના થાય તો ,પણ વાંધો નહીં, પરંતુ કોઈ એવા વ્યક્તિને તો જગ્યા ન આપવી જોઈએ કે જે આપણને એના પગની જુતી સમજે,


સરિતા કહે; પૂર્વી પ્રેમ કરવો સહેલો છે. પણ તેને નિભાવો ખૂબ જ મુશ્કેલ છે. મેં તો નિભાવી જાણ્યો, પણ પ્રકાશના પ્રેમે ના નિભાવી જાણ્યો એનું મને આજે ખૂબ દુઃખ છે .પરંતુ પૂર્વી હવે પાછી ક્યારેય નહીં કહું કે મને પ્રેમ છે,મને હવે અંતરમાંથી જે એક સ્ત્રી હતી લાગણી ભરી ,સંવેદનાભરી એને હંમેશને માટે ફેંકી દીધી છે, હવે એક મજબૂત સ્ત્રીબનીશ. અને મારું અલગ સ્થાન બનાવીશ. સુંદર રીતે જીવીશ. હા , હવે હું આઘાતને અલવિદા કહીશ અને નવી જિંદગીની શરૂઆત કરીશ.


પૂર્વી કહે; જીંદગીમાં ઘણા બધા લોકો છે જેમકે આપણા પરિવારના એમનો પ્રેમ પામીને જીંદગી સરળતાથી પાર કરી શકાય છે .


સરિતા કહે;હું, પૂર્વી પ્રકાશે યાદ કરીને મારું જીવન એવું વેદના ભર્યું નહિ વિતાવું,હું મારા કર્મને આધીન મારા વિદ્યાર્થીઓને પ્રેમ આપીશ.એમને સાચી દિશા તરફ વાળીશ


બસ મારી નવી જિંદગીને હું આજથી શરૂ કરી રહી છું.પ્રેમ અને લગ્નના આઘાતને અલવિદા..


આભાર