Urmione Umbare - 2 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઊર્મિઓને ઉંબરે - ભાગ-2

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

ઊર્મિઓને ઉંબરે - ભાગ-2

રચનાને સવારે વહેલા ઉઠવાની ટેવ હતી એટલે જાગી ગઈ.એને કોઈને જગાડ્યા નહિ,એ નાહી, ધોઈને તૈયાર થઇ ગઈ.અને પોળના રસ્તામાં જઈને ડોકિયું કરવા લાગી એના મનમાં હજારો સવાલ હતા કેટલી ગીચોગીચ વસ્તી અને ગીચોગીચ મકાનો અને રસ્તો પણ સાંકડો છતાં લાગે રળિયામણું.એને લાગ્યું કે આટલું ગીચોગીચ અમદાવાદ છે.અને નાની રૂમ, નાના મકાનો અને બેલા અહી કેવી રીતે સેટ થઇ હશે ?
ગામડે તો કેટલા મોટા ઘર એને મનમાં સવાલો પર સવાલ થઈ રહ્યા હતા.ત્યાં બેલા જાગી અને જોયું તો રચના તૈયાર થયી ગઈ હતી .રચના ,બેલાને જોઇને આવી અને કહ્યું; એ સૂર્ય માથે ચઢ્યો હવે તો જાગો.

બેલાએ કહ્યું: રચના આ પોળમાં રાત્રે દિવસ જેવી રોનક હોય છે ,અને દિવસે લોકો મોડે જાગે છે.તે જોયું નહિ, કાલે આપણે અડધી રાતે આવ્યા તો પણ લોકો જાગતા હતા .

રચના કહે ; સારું આજે તૈયાર થઇ મને આ બધી પોળમાં ફેરવી દે.જેથી હું એકલી જઈ અને આવી શકું.

બેલા કહે; ચાલ આપણે તૈયાર થઈને અત્યારે ત્યાં ચા અને નાસ્તો કરી આવીએ અને થોડુંક ફરી આવીએ. પછી હું મારે કામે જઈશ.

રચના અને બેલા પોળમાં સાથે નીકળ્યા.

રચનાએ કહ્યું ;બેલા તને અહીં ફાવે છે.

બેલાએ કહ્યું; રચના આ પોળમાં ક્યારેય મને એકલા જેવું લાગ્યું નથી.

રચના કહે; તું મને આ પોળ વિશે જણાવી શકે.મારા દિલની ઉર્મિઓ આ બધું જાણવા માગે છે .

બેલા કહે; રચના સાંભળ,અમદાવાદ એટલે ગુજરાતનું હાર્દ. ને અમદાવાદનું હાર્દ એટલે તેની પોળો. અમદાવાદના અસ્તિત્વની ઓળખ એટલે પોળો. આંબલીની પોળ હોય કે'અર્જૂનલાલની પોળ, રતનપોળ હોય કે રાજા મહેતાની પોળ, અમદાવાદની દરેક પોળમાં અમદાવાદ નું હૃદય ધબકે છે.આ શહેર અંગે સારૂ-નરસુ ગમે તે કહેવાતું હોય પણ ખરા અમદાવાદને ઓળખવું હોયતો ચોક્કસ પોળમાં રહેવું પડે.પોળની સંસ્કૃતિ, અને તેની આકૃતિને ત્યાં વસતા લોકોના હૃદયમાં તમને મળનાર સ્વીકૃતિ એ અમદાવાદની સાચી ઓળખ બની રહેશે.અમદાવાદના
ઘરેણા સમી આ પોળો એ માત્ર કોઈ એક શહેર પૂરતી કે,રાષ્ટ્ર પૂરતી મહત્વ નથી ધરાવતી. યુનોએ અમદાવાદ
શહેરની પોળોને ‘લિવિંગ હેરિટેઝ’ તરીકે
નવાજી તેનું મહાત્મ્ય ગાન કર્યું છે.પોળોનું ઉદ્દભવસ્થાન ઉત્તર ગુજરાત હોવાનું
માનવામાં આવે છે.
પાટણમાં પોળને ‘પાડા’ કહેવામાં આવે છે. અમદાવાદ વસ્યું તે પહેલાં પાટણ વસેલું હતું. બાદશાહ અહમદશાહે
અમદાવાદની
સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં જે પોળમાં રહેવાનું મુહૂર્ત કર્યું, તે પોળ ‘મુહૂર્તપોળ’ તરીકે ઓળખાવા લાગી. હાલમાં માણેકચોક વિસ્તારમાં હાલમાં મુહૂર્તપોળ આવેલી છે.
સાબરમતી નદી કિનારે ૧૫મી સદીમાં
અહમદશાહ નામના બાદશાહે અમદાવાદ
શહેર વસાવ્યું. એક સમયે આ શહેર ભારતનું સર્વશ્રેષ્ઠ મનાતું હતું. અમદાવાદની સેંકડો પોળો જૂના ઈતિહાસની સાક્ષી આપતી આજે પણ
મોજૂદ છે. કેટલીક પોળો તો
પાંચસો વર્ષ જૂની છે!
આ પોળો બાંધવા પાછળ તેના એક વખતની સુલતાની
કલ્પનાશક્તિ અને તેનું ભેજું રહેલું છે.
આ પોળની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે ૧૭૦૦થી ૧૮૧૮ની સાલ સુધી અમદાવાદ પર આવેલી રાજકીય, આર્થિક કેકુદરતી આંધીઓ શહેરને તારાજ કરી શકી નથી. ધરતીકંપ, પૂર આવ્યા, ભયાનક આગ લાગી, ભયાનક દુકાળ પડ્યો, ૧૮૯૬થી ૧૯૦૭ના સમયગાળા દરમિયાન પ્લેગ નો ચેપી રોગ ફેલાયો. ૧૯૧૮માં
ફ્‌લુની બીમારી ફેલાઈ છતાં આ બધી કુદરતી આફતો અમદાવાદ શહેરને તારાજ ન
કરી શકી.અમદાવાદની પોળોની એવી તે શી વિશિષ્ટતા હશે કે આ ખીચોખીચ વસ્તી ધરાવતી અને એકબીજાની અડોઅડ ઊભાં
રહેલા કાચા-પાંકા મકાનોવાળી પોળ આજે પણ અડીખમ છે. તેમજ વર્ષો જૂની પ્રણાલિકાને સાચવી રાખી છે.પખાલી, પિંજારા, ચુનારા, સાળવી, પટવા, મોઢ, ભાટ, મહેતા, નાગર, માળી કે ધોબી વગેરે જાતિ-ઉપજાતિ પોતપોતાની જગ્યાએ
સ્થાપિત થઈ અને તે જ નામે પોળ
ઓળખાઈ. જેમ કે પખાલીની પોળ કે પટવા પોળ વગેરે. પોળોનાં નામકરણમાં કેટલીક
વ્યક્તિઓનો ફાળો નાનો-સૂનો નથી.
જેઠાભાઈ, લાખા પટેલ, આકાશ શેઠ, હાજા પટેલ, કાનજી દિવાન, રાજા મહેતા, ધના સુથાર, હિંગોળક જોષી,ઘાશીરામ, જાદા
ભગત, નવતાડ પઠાણ, ઘુસા પારેખ વગેરે નામો પોળના કે સમાજના વડા કે પોળ
વસાવનારાનાં નામ ઉપરથી પોળો જાણીતી થઈ હશે.
શહેરની પોળના ઘરનું સ્થાપત્ય કે બાંધણી ઉત્તર ગુજરાતનાં ઘરો જેવી છે. પોળનું ઘર ‘ખડકીબંધ’ ઘર હોય છે. ઘરની બહારની બાજુએ ઓટલો જોવા મળે. મુખ્ય
દરવાજા પછી ઢાળિયું આવે, જ્યાં ખાટલા જેવી વસ્તુઓ
મૂકવા માટે કામમાં આવે. પછી હવા-ઉજાસ માટેખુલ્લી જગ્યા ‘ચોક’ આવે.
વરસાદનું પાણી અહીંયા પડે. પછી પરસાળ આવે જેને લોકો ‘માંડી’ કહે છે.માંડી પછી
વચ્ચેનો ઓરડો આવે,જેમાં
પાણિયારું હોય. માંડીની બાજુમાં બેઠા બેઠાં રાંધી શકાય તેવો ચૂલો હોય અને ધૂમાડો બહાર નીકળી જાય તેવું ધુમાડિયું
જોવા મળે.છેલ્લે અંદરનો
ઓરડો આવે. છેલ્લી દિવાલે ભીતમાં હવા-ઉજાસ માટે બે નાનાં જાળિયાં હોય.
સુખી ઘરોમાં અને નાગરનાં ઘરોમાં હિંચકો જોવા મળે. ઘરનાં બારણાં
અને તેની બાર સાખ ઉપર કોતરણી જોવા
મળે. બારસાખને ટોડલો અને બાજુમાં ગોખ હોય. નાના ગોખ દીવા મૂકવા માટે વપરાતા. વચલા ઓરડામાં મોટા ગોખ વસ્તુઓ મૂકવા માટે વપરાતા.
અમદાવાદની પોળોમાં રહેતા લોકો હોય જુદી , જુદી જાતિના પરંતુ કોઈપણ ઉત્સવ હોય તે વાર હોય ત્યારે નાત- જાતનો કોઈ ભેદભાવ નહીં બધા સાથે મળીને ઉત્સવની ઉજવણી કરતા જોવા મળે આ પોળોમાં ઘણા કરોડપતિ લોકો પણ જોવા મળે છે.

રચના કહે; જો કરોડપતિ હોય તો આવા નાના મકાન માં કેમ રહેતા હોય છે તે પણ મોટા બંગલામાં કેમ ન રહી શકે?

બેલા કહે; પોળોમાં અમુકની હવેલીઓ પણ આવેલી છે એવું નથી કે બધા જ મકાનો નાના છે ,તેમના ધંધાઓ અહીં વિકસિત થયેલા હોય છે અને તેમને પોતાની યાદો અને બાળપણ અહીં વિતાવ્યું હોય છે. એટલે તેઓ અહીંની જગ્યા છોડીને જવા માગતા નથી . તેમના બાળકો વિદેશમાં વસતા જોવા મળે છે પરંતુ જૂની પેઢી તો અહીં જોવા મળે છે .આ પોળમાં દરેક લોકો એકબીજાની મદદ કરે છે દરેક નાના-મોટા ધંધો પણ કરે છે . પોળમાં ક્યારે પણ ભેદભાવ જોવા મળે નહીં કોઈ પણ માણસ અજાણ્યો આવે તો પણ ટૂંક સમયમાં એ પોળનો સભ્ય બની જતો હોય છે. અમદાવાદની પોળોમાં ભરતકામ સોની કામ, દરજીકામ, નાના મોટા ઉદ્યોગો છાપકામ, ઝરી કામ,જરદોશી વર્ક, કેટલાય નાના મોટા ઉદ્યોગો કેટલાય લોકોનું ભરણપોષણ કરે છે અમદાવાદને વધુ ઝળહળતો ઇતિહાસ પોળોનો છે .નાના મોટો ઉદ્યોગ એ અમદાવાદની આર્થિક રીતે સામાન્ય લોકોની મદદ કરે છે. અહીં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ લીધા વિના આવે તો પણ પોતાનું બે ટંકનું પેટ તો બિન્દાસ થી ભરી શકે છે.આ તેની આવડત હોય તો એ શૂન્યમાંથી પણ સર્જન કરી શકે છે અહીંયા દરેકને નાનું-મોટું કામ મળતું જ હોય છે.

રચના કહે: પરંતુ અહીંના લોકો કામના બદલામાં મેહતાનું તો પૂરો આપે તો જે માણસ આગળ આવી શકે ને કહેવાય છે કે અમદાવાદના ઉદ્યોગલક્ષી લોકો વધારે પગાર આપતા નથી.

બેલા કહે; રચના એ વાત તદ્દન ખોટી છે અમદાવાદના લોકો બોલવામાં જ કડવા હોય છે પરંતુ સ્વભાવમાં ખૂબ જ મીઠા હોય છે અમદાવાદના લોકો હંમેશા બીજા લોકોની મદદ કરતા જોવા મળે છે. એ લોકો પોતે કરકસરથી જીવે છે ,એટલે બીજાને પણ કરકસર કરતા શીખવે છે, પરંતુ લોકોએ કરકસરને કંજૂસાઈ નામ આપી દીધું છે વાસ્તવમાં અમદાવાદના લોકોની રીતભાત સાથે જીવવામાં આવે તો તમે ક્યારે જીવનમાં પાછળ રહી શકો નહીં .એમની જોડે ધંધો છે રોજગાર છે, આવડત છે ,અને પૈસા ને કેવી રીતે વાપરવા એનું આયોજન છે એટલે તો અમદાવાદના લોકો પોતાની રીતે મસ્ત જિંદગી જીવી રહ્યા છે ,એવું નથી કે એ લોકો કંજૂસ છે પરંતુ જરૂરિયાત પૂરતું તે લોકો વાપરે છે અને બચત કરવામાં માને છે જ્યારે આપણા ગામમાં એવું છે કે એક દિવસે મજૂરી મળી ગઈ એટલે બીજા દિવસની ચિંતા કરતા નથી પરંતુ અહીંના લોકો આવતી કાલની ચિંતામાં તે આયોજન પ્રમાણે જીવતા હોય છે એટલે તો એમના આયોજન પ્રમાણે જીવનાર અમદાવાદના લોકો અત્યારે સારી જિંદગી જીવી રહ્યા છે .નાનો માણસ પણ એક બંગલા કરતા પણ અધિક આનંદ માણીને સરસ જિંદગી જીવે છે, કારણ કે તે પોળમાં પોતાના લોકો સાથે હળી-મળીને પૈસા સાથે ખુશી મનાવે છે એને પૈસા કરતાં માણસના ખુશી અને આનંદની વધારે કિંમત છે એટલે તો હું આપણા લોકોને સલામતી સાથે એમની સાથે જીવી રહી છું. રચના જ્યારે હું આવી ત્યારે મારા પતિ સાથે આવી હતી .થોડાક સમય સુધી મારા પતિ સાથે રહી પરંતુ એક દિવસ એ પણ મને છોડીને જતો રહ્યો ત્યારે મારી પાસે મકાનના ભાડું ભરવાના પણ પૈસા નહોતા પરંતુ મકાન માલિકે મને હિંમત આપી અને મને મુદત પણ આપી અને જોડે જોડે મને એમને મહેનત કરવા માટે પ્રેરણા પણ આપી ,એના કારણે તો હું આજે હું પોળમાં એકલી છું પણ મારા પરિવારના લોકો આખી પોળના લોકો છે.

રચના કહે; બેલા તારી આવી પરિસ્થિતિનું કારણ કેવી રીતે બની ગયું તું મને વિગતવાર ઘરે જઈને જણાવજે કારણકે મને પણ ઘણીવાર પ્રશ્ન થયો છે કે હા તારા પરિવારના લોકો આ પોળના લોકો છે, પણ તારો પોતાનો પરિવાર તારાથી કેમ દૂર થઈ ગયો? તારા મમ્મી -પપ્પા તો ગુજરી ગયા પરંતુ તારા કાકા ,મામા છે તો પછી તું એકલી કેમ છે તે મને અમદાવાદનો ઇતિહાસ તો સરસ રીતે જણાવી દીધો મને પણ આનંદ થયો કે હું પણ પોળની સભ્ય બનવાની છું પરંતુ હું અહીંયા તારા જીવનમાં જે બની ગયેલા તડકા છાયા અને સાંભળવા માગું છું તું અત્યારે અડીખમ મજબૂતીથી ઉભી છે એટલે તારા માંથી કંઈક પ્રેરણા લેવા માંગું છું.

બેલા કહે; ઘરે જઈને શાંતિથી તને હું જણાવીશ. હવે બહુ મોડું થયું છે ચાલ હવે આપણે ઘરે જઈએ. તારા મમ્મી-પપ્પા પણ રાહ જોતા હશે.
બંને જણા ઘેર જાય છે.

વધુ આગળ ભાગ/3...

મારી આ નવલકથા વાંચીને યોગ્ય પ્રતિભાવ આપજો તો મને લખવાની વધુ પ્રેરણા મળે.