Urmione Umbare - 3 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઊર્મિઓને ઉંબરે - ભાગ-3

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઊર્મિઓને ઉંબરે - ભાગ-3

રચના અને બેલા ઘેર આવે છે. ત્યારે રચનાના માતા - પિતા કહે છે કે ; બેલા ખૂબ ફરી આવ્યા .મારી રચનાને તે અમદાવાદ ફેરવી દીધી.

રચના કહે; હા ,ખૂબ મજા આવી.અહીંની પોળનો ઇતિહાસ જાણ્યો.

બેલા કહે; ચાલ આપણે ફટાફટ રસોઈ કરી લઈએ.પછી હું મારા કામ પર જાઉં.

રચના કહે; બેલા તું બેસ,હું અને મારા મમ્મી બનાવીશું, તું રોજ તારા હાથની રસોઈ ખાય છે.આજે તને મારા હાથની રસોઈ ચખાડું.

બેલા કહે; ઘણો ટાઈમ થયો ગામડાના મિષ્ટાનની મહેંક લીધે.આજે તો આપણાં ગામમાં બનતી રસોઈ મને જમાડો.

રચના અને તેની મમ્મી એ ફટાફટ રસોઈ બનાવી બધાયે જમી લીધું.


બેલા કહે ; હું પોળની એક દુકાનમાં કામ કરી રહી છું.તારે જો નોકરી કરવી હોય તો મારા શેઠને વાત કરું.

રચના કહે ; બેલા હું નોકરી અને અભ્યાસ બંને સાથે કરવા માગું છું.

બેલા કહે; કોઈ વાંધો નહિ.હું સાંજે એક ડોક્ટરને ત્યાં કામ પર જાઉ છું.એટલે એમને વાત કરીશ.

રચના કહે; બેલા તું પણ અધવચ્ચે અભ્યાસ છોડી દઈ અહીં લગ્ન કરીને આવી ,તો ફરી તે ડોક્ટર સાહેબની મદદથી કેમ અભ્યાસ શરૂ ના કર્યો?

બેલા કહે; અત્યારે હું કામ પર જાઉં છું. સાંજે વાત કરીશ.

રચના પણ બેલાની જીવનની ઉથલ, પાથલ જાણવા માગતી હતી.બંને સખીઓ સાથે અભ્યાસ કરતી હતી.પણ અચાનક એના મમ્મી ,પપ્પા ગુજરી ગયા અને કાકા,અને મામાએ લગ્ન કરી દીધા.લગ્ન પછી એ એક વર્ષમાં એકલી હતી પણ એના જીવનમાં કેમ મામાં,અને કાકાએ સંબંધનો છેડો ફાડી નાખ્યો તે ખબર ન પડી.રચના મનમાં વિચારતી કે મારી સખી બેલા છે .એકલી પણ ખૂબ હિંમતવાળી છે.રહે છે એકલી, પણ એનો પોળનો પરિવાર ખૂબ મોટો છે.ભલે હદયની ઉર્મિઓ ખોવાઈ ગઈ.પણ અંતરનો અહેસાસ બાકી છે.હું પણ બેલાને અભ્યાસ માટે ચોક્કસ પ્રેરિત કરીશ અને અમે બંને કામ પણ કર્યું અને સાથે સાથે અભ્યાસ પણ કરશું.

રચના એના પિતાજી પાસે આવે છે.અને કહે છે.પિતાજી હું મારી જાતને ધન્યવાદ માનું છું. કે મને તમારા જેવા માતા-પિતા મળ્યા છે, જેના કારણે હું મારા હૃદયની લાગણીઓને ઉંમરે મારા જાતને સફળ કરીશ તમારા જેવા માતા-પિતા જે છોકરી ને મળે એનું જીવન ખરેખર સફળતાને આરે આવીને ઊભું રહી જાય છે. પિતાજી ભલે તમારી પાસે ધનદોલત નહોતી ,પણ તમારી જોડે છે હૃદય છે એને હું મોટામાં મોટી દોલત માનું છું અને મારા માતાનો પણ ધન્યવાદ માનું છું કે તેમને પણ મને મારા દુઃખભરી લાગણીઓને સમજી છે અને એ વેદનાને અનુભવી છે અને તમને સમજાવીને આજે તમે મને અમદાવાદની પોળોમાં સાથે રહેવા માટે તૈયાર થયા છો તમારો ઉપકાર હું ક્યારેય ન ભૂલી શકું.

રચનાના પિતાએ કહ્યું ;"બેટા" સંતાનો માટે માતા-પિતા ગમે તેટલું કરે , એનો ઉપકાર ક્યારેય ન હોય ,હંમેશા માતા-પિતા કોઈપણ લાલચ કે અપેક્ષા રાખ્યા વિના સંતાનો માટે ઉછેર કરતા હોય છે .સંતાનો માટે માતા પિતા થી થાય એટલું કરે છે. માતા-પિતાની ખરી મૂડી સંતાન હોય છે. ભલે પછી તે છોકરી હોય કે છોકરો. એમને માટે તો બંને સરખા જ હોય છે." બેટા "માતા-પિતાના તોલે કોઈ ના આવી શકે. માતા કુમાતા ક્યારેય બની ન શકે. એક સમય સંતાન માતા-પિતા ને ઠોકર મારી શકે પરંતુ માતા-પિતા પોતાના સંતાનને ક્યારે પણ ઠોકર ન મારી શકે.

રચનાએ કહ્યું; પિતાજી તમારા જેવો વિચાર વાળા માતા- પિતા હોવા જોઈએ. પિતાજી તમે જે મને વિશ્વાસ આપ્યો છે. મને સાથ આપ્યો છે એને એળે નહીં જવા દઉં.

રચનાની માતાએ કહ્યું ;"બેટા" અમારા તને પૂરી રીતે આશીર્વાદ અને મદદ છે. "બેટા" અમે ધંધો કરી શકતા નથી, પરંતુ પૂરી રીતે તને સાથ અને સહકાર આપીશું .અમારી તો ઉંમર થઈ ગઈ છે ,નહિતર અમને કંઈક નાનું મોટું કામ કાજ કરીને પણ તમને મદદ કરત, પરંતુ હવે અમે કંઈ કરવા લાયક રહ્યા નથી.

રચના કહે; માતા-પિતાનો સંતાનના માથા પર હાથ હોય એનાથી વધારે મદદ કંઈ પણ ન જોઈએ. તમે ચિંતા ન કરો, હવે અમદાવાદ ની અંદર હું આવી ગઈ છું હવે તો હું , અને બેલા ભેગા થઈને એક નવો ઇતિહાસ રચી અને આપણા ગામમાં જે છોકરીઓ જોડે અત્યાચાર થઈ રહ્યો છે એને દૂર કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. નાની ઉંમરે લગ્ન કરવા ,છોકરીઓની ઇચ્છા વિના એમના માટે છોકરા પસંદ કરવા, છોકરીઓને અભ્યાસ માટે બહારના મોકલવી . તે રિવાજો છે એને અમે દૂર કરીને જ રહીશું અને એના માટે જે થાય એ અમે કરીશું. આમતો પિતાજી અભ્યાસ કરીને આગળ વધવું છે આપણી જોડે કઈ છે નહીં ,પરંતુ કુદરત ના આશીર્વાદ છે એટલે મને વિશ્વાસ છે કે કુદરત અમને ચોક્કસ સાથ આપશે અને જેના પર માતા-પિતાનો હાથ હોય એને કુદરત ક્યારે નિરાશ ન કરે મને વિશ્વાસ છે કે હું ભલે તમારો એકમાત્ર સંતાન છું પરંતુ તમારા નામને હું રોશન કરીને જ રહીશ આ મારું તમને વચન છે.

રચના પિતાએ કહ્યું ;"બેટા "અમારે મન તો તું તો અમારા આંખ નું રતન છે. મારા ભાઈઓ આગળ હું કંઈ બોલી ન શક્યો અને તારું જીવન ગામડામાં બચાવી ન શક્યો, પરંતુ હું તને શહેરમાં લાવી શક્યો છું. તારી અંદરની હિંમત ના આધારે તારે તારી હિમ્મતથી આગળ વધવાનું છે જીવનમાં ઘણા બધા કાંટાઓ પણ આવશે આ શહેર છે. પણ શહેરમાં પણ બેટા કાળજી રાખીને જ આગળ વધજે, કારણ કે આપણે ગામડાના ભોળા માણસો છીએ. આપણને વધારે ખબર પડે નહીં એટલા માટે જ કહું છું કે જીવનની આ પથ પર ચાલતા તું તારી જાતને સંભાળજે કોઈના પર વિશ્વાસ મુકતા પહેલા વિચારજે અને તારે નવા જીવનની શરૂઆત કરજે.

રચના કહે; પિતાજી તમારા દરેક શબ્દો યાદ રાખીશ અને મારા જીવનની શરૂઆત કરીશ.

એટલામાં બેલા આવે છે અને રચના,બેલાને જોઈને ખુશ થઈ જાય છે કહે છે કે ખરેખર! આખો દિવસ તારા વિના મને સુનુ લાગ્યું, હવે તો રસોઈ તૈયાર જ છે તું જમી લે સાંજે તારી સાથે ઘણી બધી મારે વાત કરવી છે.

બેલા કહે; અરે સખી! પહેલા મને ફ્રેશ થવા દે મારે ડોક્ટરને ત્યાં કામ પર જવાનું છે .પછી હું જમીશ અને પછી આપણે સાંજે વાતો કરીશું.

વધુ આગળ ભાગ/4

મારી આ નવલકથા વાચકોના આશીર્વાદ અને અભિપ્રાય ને આધારે આગળ વધારી રહી છું.પ્રતિભાવ ચોક્કસ આપજો.