The Author वात्सल्य Follow Current Read રાજા ભરથરી By वात्सल्य Gujarati Mythological Stories Share Facebook Twitter Whatsapp Featured Books I Hate Love - 7 जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,... मोमल : डायरी की गहराई - 48 पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह... महाभारत की कहानी - भाग 8 महाभारत की कहानी - भाग-८ कच और देवयानी की कथा प्रस्तावना क... शून्य से शून्य तक - भाग 48 48=== “क्या बात है आशी? ”मनु भी दरवा... Nafrat e Ishq - Part 12 मनीषा के दिमाग में सहदेव की बेवफाई का हर एक दृश्य स्पष्ट था।... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share રાજા ભરથરી (7) 5.2k 13.3k 6 "રાજા ભરથરી"🍄જનશ્રુતિ અને પરંપરા અનુસાર ભર્તૂહરિ વિક્રમ સંવતના પ્રવર્તક સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના અગ્રજ માનવામાં આવે છે.વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે ૫૬ થી પ્રારંભ થાય છે.જે વિક્રમાદિત્યની પ્રૌઢાવસ્થાનો સમય રહ્યો હશે.ભર્તૂહરિ વિક્રમાંદીત્યના અગ્રજ હતા.અત: એમનો સમય એના કરતા થોડો પૂર્વેનો હશે!વિક્રમ સંવતના પ્રારંભ વિષે વિદ્વાનોમાં મતભેદ છે.કેટલાંક લોકો એને ઈસવીસન પૂૂર્વે ૭૮ અને કેટલાક લોકો એને ઇસવીસન પૂર્વે ૫૪૪માં એનો પ્રારંભ થયો છે,એવું માને છે.પંચતંત્રમાં અનેક ગ્રંથોના પદ્યોનું સંકલન છે.કદાચ તે પંચતંત્રમાં નીતિ શતકમાંથી ગ્રહણ કરવામાં આવ્યું હોય,ફારસી ગ્રંથો ઇસવીસન ૫૭૧થી ઇસવીસન ૫૮૧ માં એક ફારસી શાસકનું નિર્મિત થયું હતું.તેથી રાજા ભર્તૂહરિ અનુમાનત: ઇસવીસન પૂર્વે ૫૫૦માં આપણી વચ્ચે આવ્યાં હશે. ભર્તૂહરિ ઉજ્જૈનીના રાજા હતા.વિક્ર્માંદીત્યનું બિરુદ હાંસલ કરનાર ચંદ્રગુપ્ત દ્વિતીયના મોટા ભાઈ હતાં.તેમના પિતાનું નામ ચંદ્રસેન હતું.પત્નીનું નામ પિંગલા હતું,જે તેને ખૂબ પ્રેમ કરતો હતો. તેમણે એક સુંદર અને રસપૂર્ણ ભાષામાં નીતિ,વૈરાગ્ય તથા શ્રુંગાર જેવાં ગૂઢ વિચારો પર શતક લખતાં હતા.આ શતક સિવાય એમણે વાક્યપદીપ નામનુ એક ઉચ્ચ શ્રેણીનો વ્યાકરણ ગ્રંથ પણ લખ્યો હતો !કેટલાંક લોકો ભટ્ટીકાવ્યના રચયિતા ભટ્ટી જોડે પણ એમની એકત્વ સ્વીકારે છે,એવું કહેવાય છે કે "નાથપંથ"ના વૈરાગ્ય નામના ઉપગ્રંથના એ જ પ્રવર્તક હતા. ચીની યાત્રી હ્યુએનસંગ અનુસાર એમને બૌદ્ધ ધર્મનું ગ્રહણ કર્યું હતું.પરંતુ સુત્રો અનુસાર એ અદ્વૈત વેદાન્તાચાર્ય હતાં.ચીની યાત્ત્રી યાત્રા વિવરણથી એ જાણવા મળે છે,કે ઈસ્વીસન ૬૫૧ માં ભર્તૂહરિ નામક એક વૈયાકરણનુ મૃત્યુ થયું હતું.આ પ્રકારે એમનો કાળ ઇસ્વીશન પૂર્વે સાતમી શતાબ્દીનો પ્રતિત થાય છે.પરંતુ ભારતીય પુરાણોમાં એનાં સંંબંધમાંનો ઉલ્લેખ મળે છે કે ઇસિંગ દ્વારા વર્ણિત ભર્તૂહરિ એ કોઈ અન્ય હશે ! મહારાજ ભર્તૂહરિ નિ:સંદેહ વિક્રમ સંવતની પહેલી સદીની પૂર્વે ઉપસ્થિત હતાં.એ ઉજ્જૈનના અધિપતિ હતાં.એમના પિતા મહારાજ "ગાંધર્વસેન" બહુજ યોગ્ય શાસક હતાં.એમનાં બે લગ્ન થયાં હતાં.પહેલાં લગ્નથી મહારાજા ભર્તૂહરિ અને બીજાં લગ્નથી મહારાજ વિક્રમાદિત્ય જન્મ્યા હતા. પિતાના મૃત્યુ પછી ભર્તૂહરિએ રાજય કારભાર સંભાળ્યો પછી એમણે વિક્રમના હાથમાં શાસનકાળ સોંપીને તેઓ નિશ્ચિંત થઇ ગયાં.એમનું જીવન કૈક વિલાસી થઇ ગયું હતું.એ અસાધારણ કવિ અને રાજનીતિજ્ઞ હતા.એની સાથે તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતાં.એમણે પોતાના પાંડિત્ય અને નીતિજ્ઞતાથી અને કાવ્યજ્ઞાનનો સદુપયોગ શ્રુંગાર અને નીતિપૂર્ણ રચનાથી સાહિત્ય સંવર્ધનમાં કર્યો.વિક્રમાદિત્યે એમની વિલાસી મનોવીલાસી પ્રકૃતિ પ્રત્યે વિરોધ પ્રગટ કર્યો.દેશ એ સમયે વિદેશી આક્રમણોને કારણે ભયભીત હતો.પહેલાં તો રાજા ભર્તૂહરિએ પોતાનાં ભાઈ વિક્રમાદિત્યને રાજ્યમાંથી નિર્વાસિત કરી દીધો.પરંતુ સમય જ સૌથી શક્તિશાળી હોય છે.વિધાતાએ ભર્તૂહરિના ભાલને યોગ્ય લીપી લખી હતી.એક દિવસ જ્યારે એમને પૂર્ણરૂપે ખબર પડી કે રાણી પિંગલાને એ પોતાના પ્રાણથી પણ વધારે પ્રેમ કરતા હતાં.પિંગલા એ કોટવાલના પ્રેમમાં ડૂબેલી છે,તો એમને વૈરાગ્ય આવી ગયો.અને પોતાનાં વૈભવનો ત્યાગ કરીને એજ ક્ષણે રાજમહેલ માથી બહાર નીકળી ગયા.આ સંસારનો માયામોહ ત્યાગીને ભર્તૂહરિ વૈરાગી થઇને રાજપાટ છોડી ગુરુ ગોરખનાથની શરણમાં જતાં રહ્યાં.એના પછી જ એમણે વૈરાગ્ય પર ૧૦૦ શ્લોકો લખ્યાં.જે "વૈરાગ્ય શતક"ના નામે પ્રસિદ્ધ છે. એની પહેલાં પોતાના શાસનકાળ દરમિયાન એમણે "શ્રુંગાર શતક" અને "નીતિ શતક" નામનાં બે સંસ્કૃત કાવ્યો લખ્યાં હતાં.એમાં વાાચકો એ જાણી લે કે આ ત્રણે શતકો આજે પણ ઉપલબ્ધ છે,અને વાચનલાયક છે.એમને વિશ્વાસ થઇ ગયો કે વિષય-ભોગમાં રોગનો ભય હોય છે.ધનમાં રાજ્યનો અને શાસ્ત્રમાં વિવાદનો,ગુણમાં દુર્જનનો અને શરીરમાં મૃત્યુનો ભય હોય છે. સંસારની બધી વસ્તુઓ ભયાવહ હોય છ.કેવળ વૈરાગ્ય જ શેષ્ઠ અને અમર અભય હોય છે,ત્યારે એમનાં શ્રુંગાર અને નીતિપર્ક જીવનમાં વૈરાગ્યનો સમાવેશ થઇ ગયો.એમનાં અધરો પર શિવજીના નામનો વાસ થઇ ગયો.તૃષ્ણા અને વાસનાએ ત્યાગ અને તપસ્યાની ચરમ વિશેષતા સિદ્ધ કરી.એમને પોતાના આત્મામાં પરમાત્માની પ્રાપ્તિ થઇ.બ્રહ્માનુભૂતિ પણ થઈ અને એને જ કારણે એમણે વેદાંતના સત્યનું વર્ણન કર્યું.એમણે પોતાની જાતને જ ધિક્કારી કે આજ સુધી પ્રેમ વાસનાએ આપણને જ ભોગી કરી નાંખ્યા છે. આપણે તપ નથી પણ તપએજ આપણને તપાવી દીધાં છે.કાલનો અંત નથી થયો.એથી ઉલટું કાળ ને જ આપણો અંત કરી દીધો છે.આપણે જીર્ણ થઇ થઇ ગયાં છીએ પણ તૃષ્ણાનો અભાવ નથી થયો.એમનું જીવન સાધનામય અને જ્ઞાનપૂર્ણ બની ગયું.એમણે શિવતત્વની પ્રાપ્તિ કરી જ્ઞાનોદયને શિવના રૂપમાં એમને શાંતિના અધિકારી બનાવ્યાં.આઘાત – પ્રતિઘાતથી દૂર રહીને એમણે બ્રહ્મનાં શીવરૂપની સાધના કરી. એમણે દસે દિશાઓ અને ત્રણે કાલોમાં પરિપૂર્ણ,અંનત ચૈતન્ય સ્વરૂપ અનુભવગમ્ય ,શાંત અને તેજોમય બ્રહ્મની ઉપાસના કરી.વિરક્તિ જ એક માત્ર એમની સંગીની બની ગઈ.મહાદેવ જ એમનાં એકમાત્ર દેવ હતા.એ ભક્તિની ભાગીરથીમાં ડૂબકી મારવા લાગ્યાં.વાસ્તવમાં આજ સંસારની વાસ્તવિકતા છે.એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરે છે અને એ ઈચ્છે છે કે બીજી વ્યક્તિ પણ એને પ્રેમ કરે પરંતુ વિડંબણા એ છે કે બીજી વ્યક્તિ કોઈક ત્રીજાને પ્રેમ કરતી હોય છે.આનું કારણ એ છે કે સંસાર અને એનાં બધાં જ પ્રાણીઓ અપૂર્ણ છે.બધામાં કોઈની કોઈ ખામીઓ છે.માત્ર એક ઈશ્વર જ પૂર્ણ છે. એજ માત્ર એક એવા છે કે જે દરેક જીવને એટલોજ પ્રેમ કરે છે.જેટલો દરેક જીવ એમને કરે છે.એટલાં જ માટે આપણે પ્રેમ ઈશ્વરને જ કરવો જોઈએ.સારાં સમયનાં એમના આ વિચારો રાજા ભર્તૂહરિને ગુરુ ગોરખનાથ પાસે લઇ ગયા.યોગીરાજ ભર્તૂહરિનું નામ અમરફળ ખાધાં વગર જ અમર થઇ ગયું.એમનું હ્રદય પરિવર્તન જ આ બાબતનું જ્વલંત પ્રતિક છે.એ ત્યાગ,વૈરાગ્ય અને તપના પ્રતિનિધિ હતાં.હિમાલયથી કન્યાકુમારી સુધી એમની રચનાઓ,જીવનગાથાઓ ભિન્ન ભિન્ન ભાષાઓમાં યોગીઓ અને વૈરાગીઓ દ્વારા અનિશ્ચિત કાલથી ગવાઈ રહી છે.અને ભવિષ્યમાં પણ ઘણાં સમય સુધી આ કામ ચાલતું જ રહેવાનું છે.રાજા ભર્તૂહરિનો અંતિમ સમય રાજસ્થાનમાં વીત્યો.એમની સમાધિ "અલવર"ના એક સઘન જંગલમાં આજે પણ વિદ્યમાન છે.એમનાં સાતમા દરવાજા પર અખંડ દીપક જલતો હોય છે.એને ભર્તૂહરિની જ્યોત કહેવામાં આવે છે.ભર્તૂહરિ મહાન શિવ ભક્ત અને યોગી હતા અને પોતાના ભાઈ વિક્રમાદિત્યને પુન:સ્થાપિત કરીને અમર થઇ ગયાં.વિક્રમાદિત્ય એમના જેવાં જ ચક્રવર્તિ નીકળ્યા અને એમના સુશાસનકાળમાં વિક્રમ સંવતની સ્થાપન થઇ.જેનો શુભારંભ આજે પણ "ચૈત્રમાસની નવરાત્રીથી થાય છે."રાજા ભર્તૂહરિ સદાય માટે પોતાના વૈરાગ્યભાવથી બ્રહ્મસ્વરૂપ દુનિયામાં પોતાની કાવ્યકૃતિઓની રચનાઓ દ્વારા અમર થઇ ગયા.પોતાના જીવનકાળમાં એમણે શ્રુંગાર નીતિ શાસ્ત્રોની રચના કરી હતી.હવે એમણે વૈરાગ્ય શતકની પણ રચના કરી નાંખી અને વિષય વાસનાની કડક આલોચના કરી.આ ત્રણ કાવ્ય શતકો સિવાય એમણે વ્યાકરણ શાસ્ત્રનો અતિ પ્રસિદ્ધ ગ્રંથ "વાક્યદીપ" પણ એમના મહાન પાંડિત્યનો પરિચય છે.પરમાત્માના સાક્ષાત્કારનો પર્યાય છે.આજ સાચું કારણ છે કે આજે પણ શબ્દોની દુનિયાના રચનાકાર સદા માટે અમર થઇ જાય છે.ભર્તૂહરિ એક મહાન સંસ્કૃત કવિ હતા.સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ભર્તૂહરિ એક નીતિકારના રૂપમાં પ્રસિદ્ધ છે.એમનાં શતકત્રય(નીતિશતક,શ્રુંગાર શતક,વૈરાગ્ય શતક)ની ઉપદેશાત્મક વાર્તાઓ ભારતીય જનમાનસને વિશેષરૂપે પ્રભાવિત કરે છે.પ્રત્યેક શતકમાં ૧૦૦ -૧૦૦ શ્લોક છે.પછીથી એમને ગોરખનાથના શિષ્ય બનીને વૈરાગ્ય ધારણ કરી લીધો હતો.એટલાજ માટે એમનું એક લોક પ્રચલિત નામ "ગોપીચંદ ભરથરી" પણ છે.ભર્તૂહરિ સંસ્કૃત મુકતક પરંપરાના અગ્રણી કવિ છે.આ ત્રણે શતકોને કારણે એ એક ઉત્તમ કવિ ગણાય છે.ભાષા સરળ,મનોરમ,મધુર અને પ્રવાહમયી છે.ભાવાભિવ્યક્તિ એટલી સશક્ત છે,કે હૃદય અને મન એ બન્નેને પ્રભાવિત કરે છે.વિષયને અનુકુળ છંદનો પ્રયોગ વિષયને અનુરૂપ ઉદાહરણ આદિ એમની સુક્તિઓ જનજનમાં પ્રચલિત રહી છે.અને સમય સમય પર જીવનમાં માર્ગદર્શન અને પ્રેરણા આપતી રહી છે.રાજસ્થાનના અલવરમાં ભર્તૂહરિનું મંદિર છે.એને પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે.આ અલવર શહેરથી ૩૨ કિલોમીટર દૂર જયપુરથી અલવર માર્ગ પર સ્થિત છે.અહિયા ભાદ્રપદના શુક્લ પક્ષની સપ્તમી અને અષ્ટમીએ મેળો ભરાય છે.નાથપંથની અલખ જગાવનાર કાનફાડુનાથ સાધુઓ માટે આ તીર્થની વીશેષ માન્યતા છે. આજે પણ અલવર રાજસ્થાનમાં ભર્તૂહરિની,ગોપીચંદ-ભરથરીની ગુફા પ્રસિદ્ધ છે.ભર્તૂહરિના જીવન સંબંધિત કેટલીક દંત કથા :એકવાર રાજા ભર્તૂહરિ પોતાની પત્ની પિંગળા સાથે જંગલમાં શિકાર કરવાં ગયા હતાં.ત્યાં ઘણો સમય સુધી ભટક્યાં પછી પણ એમને કોઈ શિકાર મળ્યો નહીં,નિરાશ પતિ પત્ની પાછાં ઘરે ફરી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં એક હરણોનું ઝૂંડ નજરે પડ્યું.જેની આગળ એક મૃગ ચાલી રહ્યું હતું. ભર્તૂહરિ એ એના પર પ્રહાર કરવા માંગ્યો.ત્યારે પિંગળાએ એમને રોકીને એમને અનુરોધ કર્યો કે ”મહારાજ આ મૃગરાજ ૭૦૦ હરણીઓનો પતિ અને એમનો પાલનકર્તા છે.એટલાં માટે આપ એનો શિકાર ના કરો." ભર્તૂહરિએ પત્નીની વાત ના માની અને મૃગ પર બાણ ચલાવી દીધુ.આનાથી એ મૃગ મરણાસન્ન થઈને જમીન પર પડી ગયું,પ્રાણ છોડતાં છોડતાં હરણે રાજા ભર્તૂહરિને કહ્યું,આપે આ સારું નથી કર્યુ હવે હું જે કહું છું એનું પાલન કરો."મારાં મૃત્યુ પછી મારાં શિંગડા શૃંગી બાબાને,મારાં નેત્રો ચંચલ નારીને,મારી ત્વચા સાધુ-સંતોને અને મારાં પગ ભાગતા ચોરોને અને મારા શરીરની માટી પાપી રાજાને આપી દેશો."મરણાસન્ન હરણની કરુણામયી વાતો સંભાળીને ભર્તૂહરિનું હૃદય દ્રવિત થઇ ઉઠ્યું.હરણના કલેવરને ઘોડા પર લાદીને એ માર્ગ પર ચાલવાં લાગ્યાં.રસ્તામાં એમની મુલાકાત બાબા ગોરખનાથ સાથે થઇ.ભર્તૂહરિએ એમને આ ઘટનાથી અવગત કરાવીને એમને આ મૃગને જીવિત કરવાની પ્રાર્થના કરી.આના પર બાબા ગોરખનાથે કહ્યું”હું એક શરત પર આને જીવનદાન આપી શકું છું,કે આમાં જીવિત થયા પછી તારે મારો શિષ્ય બનવું પડશે”રાજાએ ગોરખનાથ બાબાની વાત માની લીઘી.ભારતીય વાંગ્મયના અનુપમ ગ્રંથ "ભવિષ્ય પુરાણ"થી એ ખબર પડે છે કે રાજા વિક્રમાંદીત્યનો સમય અત્યંત સુખ અને સમૃદ્ધિનો હતો.એ સમયે ઉજ્જૈનમાં એક તપસ્વી ગુરુ ગોરખનાથનું આગમન થયું.ગોરખનાથ રાજાના દરબારમાં પહોંચ્યા.ભર્તૃહરિએ ગોરખનાથનો ઉચિત આદર સત્કાર કર્યો.આનાથી તપસ્વી ગુરુ બહુજ પ્રસન્ન થયા.પ્રસન્ન થઈને ગોરખનાથે રાજા ભર્તૃહરિને એક ફળ આપ્યું અને કહ્યું કે”આફળ ખાવાથી એ સદૈવ જવાન રહશે.ક્યારેય વૃદ્ધત્વ નહીં આવે.સદાય સુંદરતા બની રહેશે.”આ ચમત્કારિક ફળ આપીને ગોરખનાથ ત્યાંથી ચાલ્યા ગયા.રાજાએ ફળ લીધું અને વિચાર કર્યો કે તેને શા માટે યુવાની અને સુંદરતાની જરૂર છે.કારણ કે રાજા તેની ત્રીજી પત્નીથી ખૂબ જ પ્રભાવિત અને મોહિત હતાં.તેથી તેમણે વિચાર્યું કે જો આ ફળ પિંગળા ખાય તો તે હંમેશા સુંદર અને યુવાન રહેશે.આ વિચારથી રાજાએ એ ફળ પિંગળાને આપ્યું. રાણી પિંગળા ભર્તૃહરિ પર નહીં પણ એમનાં રાજ્યના કોટવાલ પર મોહિત હતી,રાજાને આ વાતની ખબર નહોતી.જ્યારે રાજાએ તે ચમત્કારિક ફળ રાણીને આપ્યું તો રાણીએ વિચાર્યું કે જો કોટવાલ દ્વારા ફળ ખાવામાં આવે તો તે લાંબા સમય સુધી તેની ઇચ્છાઓ પૂરી કરી શકશે.રાણીએ આ ચમત્કારિક ફળ કોટવાલને આપી દીધું.આ કોટવાલ એક વેશ્યાને પ્રેમ કરતો હતો.એટલે એ ફળ એણે એ વેશ્યાને આપી દીધું.જેથી એ વેશ્યા સદાય જવાન અને સુંદર બની રહે. વેશ્યાએ આ ફળ લઈને વિચાર્યું કે “જો તે સદાય સુંદર જવાન બની રહેશે તો એને કાયમ માટે ગંદા કામો કરવાં પડશે.નર્ક સમાન જીવનમાં કયારેય મુક્તિ નહીં મળે.આ ફળની જરૂર તો અમારા રાજાને છે.રાજા હંમેશા જવાન રહેશે તો જ લાંબા સમય સુધી પ્રજાને સુખ -સુવિધાઓ આપતાં રહેશે.” આમ વિચારીને એણે આ ચમત્કારી ફળ રાજા ભર્તૃહરિને આપી દીધું.રાજા આ ફળ જોઇને હતપ્રભ બની ગયો.રાજાએ વેશ્યાને પૂછ્યું કે આ ફળ તને ક્યાંથી પ્રાપ્ત થયું છે.વેશ્યાએ કહ્યું કે કોટવાલે મને આ ફળ આપ્યું છે.ભર્તૃહરિએ તરત કોટવાલને બોલાવી મંગાવ્યો.સખ્તાઈપૂર્વક કોટવાલની પૂછપરછ પછી કોટવાલે બતાવ્યું કે ”આ ફળ રાણી પિંગળાએ આપ્યું છે.”જ્યારે ભર્તૃહરિને પૂરી વાતની ખબર પડી ગઈ કે રાણી પિંગળાએ એને દગો કરી રહી છે.પત્નીના વિશ્વાસઘાતથી રાજા ભર્તૃહરિના મનમાં વૈરાગ્ય જાગી ઉઠ્યો અને પોતાનું સંપૂર્ણ રાજ્ય રાજા વિક્રમાદિત્યને સોંપીને ઉજ્જૈનની એક ગુફામાં જતાં રહ્યાં.આ ગુફામાં એમણે ૧૨ વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી.રાજા ભર્તૃહરિની કઠોર તપસ્યાથી દેવરાજ ઇન્દ્ર પણ ભયભીત થઇ ઉઠયા .ઇન્દ્રે વિચાર્યું કે ભર્ત્રુહરિ વરદાન પ્રાપ્ત કરીને સ્વર્ગ પર આક્રમણ કરી દેશે.આ વિચારીને ઇન્દ્રદેવે ભર્તૃહરિ પર એક વિશાળ પથ્થર ગીરાવ્યો.તપસ્યામાં બેઠેલાં ભર્તૃહરિએ એક હાથથી એ પથ્થર રોકી દીધો અને પોતે તપસ્યા કરતા રહ્યાં.આ રીતે કેટલાય વર્ષો સુધી તપ કર્યાં પછી એ પથ્થર પર ભર્તૃહરિના પંજાનું નિશાન પડી ગયું. (આ નિશાન આજે પણ ભર્તૃહરિની ગુફામાં રાજાની પ્રતિમાની ઉપરવાળા પથ્થર પર જોવાં મળે છે)આ પંજાનું નિશાન બહુજ મોટું છે.જેણે જોઇને સહજ જ એ અંદાજ લગાવી શકાય છે કે રાજા ભર્ત્રુહરિનું કદ કેટલું મોટું હશે!એક અન્ય અનુશ્રુતિ અનુસાર ભર્તૂહરિ વિક્રમાદિત્યના મોટાં ભાઈ તથા ભારતના પ્રસિદ્ધ સમ્રાટ હતા. માળવાની રાજધાની ઉજ્જયિનીમાં ન્યાય પૂર્વક રાજ કરતાં હતા.એમની એક રાણી હતી જેનુ નામ પિંગળા બતાવવમાં આવે છે.રાજા એમને અત્યંત પ્રેમ કરતાં હતાં.જયારે એ મહારાજ સાથે અત્યંત ક્પત્પીર્ણ વ્યવ્હાર કરતી હતી."યદ્યપિ"રમણાને નાના ભાઈ વિક્રમાદિત્ય રાજા ભર્તૂહરિને અનેકો વાર સચેત કર્યાં હતા.તથાપિ રાજા એની પ્રેમ જાળમાં ફસાયેલા હોવાના કારણે એના ક્રિયા કલાપોં પર ધ્યાાન ના આપ્યું.એ અનુશ્રુતિના આધાર પર એ સંકેત મળે છે કે ભર્તૂહરિ માળવાના નિવાસી તથા વિક્ર્માંદીત્યના મોટા ભાઈ હતા.ઉજજૈની (ઉજ્જૈન)ના રાજા ભર્તૂહરિ પાસે ૩૬૫ પાકશાસ્ત્રી એટલેકે રસોઇયા હતાં.જે રાજા અને તેના પરિવાર અને મહેમાનો માટે ખોરાક બનાવવા માટે હતા. વર્ષમાં એમનો વારો માત્ર માત્ર એક જ દિવસ માટે આવતો હતો.બાકિના ૩૬૪ દિવસ એ રાહ જોતાં બેસી રહેતાં કે ક્યારે એમનો વારો આવે.પરંતુ આ સમય દરમિયાન,જ્યારે ભર્તૃહરી ગુરુ ગોરખનાથજીના ચરણોમાં જતા રહ્યા તો ભિક્ષા માંગીને ખાવાં લાગ્યા હતા.એકવાર ગુરુ ગોરખનાથજીએ તેમના શિષ્યોને કહ્યું,‘જુઓ,એક રાજા બન્યા પછી પણ એણે કામ,ક્રોધ,લોભ તથા અહંકારને જીતી લીધાં છે,અને એ દ્રઢનિશ્ચયી છે."શિષ્યોએ કહ્યું ”ગુરુજી એ તો રાજાધિરાજ છે,એમને ત્યાં ૩૬૫ તો બાવર્ચીઓ રહેતાં હતા.આવાં ભોગ વિલાસવાળા વાતાવરણમાંથી આવેલા રાજા કેવી રીતે કામ,ક્રોધ,લોભ રહિત રહી શક્યા!”ગુરુ ગોરખનાથજીએ રાજા ભર્તૂહરિને કહ્યું ”ભર્તૂહરિ જાઓ ભંડાર માટે જંગલમાંથી લાકડીઓ લઇ આવો” ભર્તૂહરિ ખુલ્લા પગે ગયા.જંગલમાંથી લાકડીઓ એકત્રિત કરીને માથા પર ભારો બાંધીને લાવી રહ્યા હતા..ગોરખનાથજીએ બીજા શિષ્યોને કહ્યું “જાઓ એમને ધક્કો મારો કે જેથી કરીને એમનાં માથા પરની લાકડીઓ પડી જાય.”શિષ્ય ગયા અને એવો તો જોરથી ધક્કો માર્યો કે માથા પરની બધી જ લાકડીઓ પડી ગઈ.અને ભર્તૂહરિ પડી ગયા.ફરીથી બધી લાકડીઓ એકઠી કરી એને કસીને બાંધી પછી માથા પર મૂકી.પરંતુ ચહેરા પર બિલકુલ થકાવટ નહીં આંખોમાં બિલકુલ ગુસ્સો નહીં,ના હોઠ પર કોઈ અપશબ્દો.ગુરુજીએ શિષ્યોને કહ્યું”જોયું ભર્તૂહરિએ ક્રોધને જીતી લીધો છે!” શિષ્યોએ કહ્યું ”ગુરુજી હવે તમારે વધુ પરીક્ષા લેવી જોઈએ ”થોડા આગળ જતાં, ગુરુજીએ પોતાની યોગશક્તિથી એક મહેલ બનાવ્યો,ગોરખનાથજી મહેલને ભર્તૂહરિને બતાવતા હતા.યુવતીઓ …… નાના પ્રકારના વ્યંજનો આદિથી સેવક એમનો આદર સત્કાર કરવા લાગ્યા. ભર્તૂહરિ યુવતીઓને જોઇને પણ કામી ન થયા અને એમનાં નખરાંપર ક્રોધિત પણ ના થયા. ગોરખનાથજીએ એમનાં શિષ્યોને કહ્યું ”હવે તો તમને લોકોને વિશ્વાસ બેસી ગાયોને કે ભર્તૂહરીએ કામ,ક્રોધ,લોભ આદિને જીતી લીધાં છે!શિષ્યોએ કહ્યું ” ગુરુદેવ એક પરીક્ષા વધારે લો ” ગોરખનાથજી એ કહ્યું”અચ્છા ભર્તૂહરિને પોતાનો બનવા માટે પરીક્ષામાંથી પસાર થવું પડે છે.જાઓ તમારે એક મહિનો મરુભૂમિમાં ખુલ્લાં પગે યાત્રા કરવી પડશે!”ભર્તૃહરી તેમના નિર્દિશ માર્ગ પર ચાલે છે,પહાડી પ્રદેશ,પસાર કરતાં કરતાં રાજસ્થાનના રણમાં પહોંચ્યા.ધીખેલી રેતીમાં પગ શેકી નાખે તેવી રેતીની ગરમીમાં જો પગ મૂકો તોય પગ બળી જાય.એક દિવસ,બે દિવસ એમ યાત્રા કરતા કરતા ૬ દિવસ નીકળી ગયા.સાતમા દિવસે ગુરુ ગોરખનાથજી અદ્રશ્ય શક્તિથી પોતાનાં પ્રિય શિષ્યોને લઈને ત્યાં પહોંચ્યા.ગોરખનાથજીએ કહ્યું,'” જુઓ,આ ભર્તૃહરી જઈ રહ્યો છે.હું હવે યોગબળથી એક વૃક્ષ ઉભું કરી દઉં છું.એ વૃક્ષના છાયામાં પણ નહીં બેસે”વહેતી રેતીના પગ,રણમાં સૂર્યપ્રકાશ રાખો,પછી બર્ન કરો.અચાનક રસ્તામાં વૃક્ષ ઉભું થઇ ગયું.ચાલતાં ચાલતાં ભર્તૃહરીનો પગ વૃક્ષની છાયામાં આવી ગયો તો એવી રીતે ઉછળી પડ્યા જાણે એમનો પગ સળગતા કોલસા પર ના આવી ગયો હોય!“મરુભૂમિમાં આ વૃક્ષ ક્યાંથી આવી ગયું? છાયાવાળાં વૃક્ષની નીચે મારો પગ કેવી રીતે આવી ગયો? ગુરુજીની આજ્ઞા હતી,મરુભૂમિમાં યાત્રા કરવાની” ભર્તૃહરિ કુદીને દૂર જતા રહ્યા.ગુરુજી પ્રસન્ન થઇ ગયાં ”જુઓ બધાં કેવો એ ગુરુની આજ્ઞા માને છે!જેણે કયારેય પોતાનો પગ ગાલીચાની નીચે નથી રાખ્યો એ મરુભૂમિમાં ચાલતાં ચાલતાં છાયાના સ્પર્શથી અંગારા જેવો એહસાસ કરે છ.”ગોરખનાથ શિષ્યની આ દ્રઢતા જોઇને બહુજ ખુશ થયા.પરંતુ એમનાં શિષ્યોના મનમાં ઈર્ષ્યા હતી.શિષ્ય બોલ્યા”ગુરુજી આ બધું તો ઠીક છે,પરંતુ હજી પરીક્ષા પૂરી નથી થઇ!”ગોરખનાથજી રૂપ બદલીને ભર્તૃહરિને મળ્યા અને બોલ્યા “જરા છાયાનો ઉપયોગ કરી લો!” ભર્તૃહરિ બોલ્યાં“નહીં મારા ગુરૂની આજ્ઞા છે કે ખુલ્લા પગે મરુભૂમિમાં ચાલુ!”ગોરખનાથે વિચાર્યું “સારું કેટલું ચાલી શકો છો એ જોઉં છું!” થોડું આગળ ચાલીને ગોરખનાથે યોગબળથી રસ્તામાં કાંટા ઊભા કરી દીધા.એટલી બધી કાંટાળીઝાડી હતી કે ભર્તૃહરિના વસ્ત્રો ફાટી ગયાં.પગમાં શુળ ઘૂસી ગયા.છતાં પણ ભર્તૃહરિએ “આહ” સુધ્ધાં ના ભરી.ભર્તૃહરિ મનોમન બોલ્યાં? ”આ બધુ તો સપનું છે.ગુરુજીએ જે આદેશ આપ્યો છે એજ સાચી તપસ્યા છે.આ પણ ગુરુજીની જ કૃપા છે.”અંતિમ પરીક્ષા માટે ગુરુ ગોરખનાથજીએ પોતાના યોગબળથો પ્રબળ તાપ પેદા કર્યો.પ્યાસના માર્યા ભર્તૃહરિના પ્રાણ કંઠે આવી ગયા.તે સમયે, ગોરખનાથજીએ તેમના નજીક એક લીલુ વૃક્ષ ઉગાડ્યું,જેની નીચે પાણીથી ભરેલી સુરાહી અને સોનાની પ્યાલી હતી.એકવારતો ભર્તૃહરિએએ તરફ જોયું પછી તરત જ એમને ખ્યાલ આવ્યો કે ક્યાંક ગુરુજીની આજ્ઞાનો અનાદર તો નથી થઇ રહ્યો ને ! એ આટલુ વિચારતાં જ હતા ત્યાં સામેથી ગોરખનાથ આવતા દેખાઈ પડયાં,ભર્તૃહરિએ દંડવત પ્રણામ કર્યાં !ગુરુજી બોલ્યાં.”સાબાશ ભર્તૃહરિ,વરદાન માંગી લો! અષ્ટસિદ્ધિ આપી દઉં કે નવનિધિ આપી દઉં!તમે તો સુંદર સુંદર વ્યંજનો પણ ઠુકરાવી દીધાં.યુવતીઓ તમારો પગ દબાવવા તૈયાર હતી.પણ તમે એમનાં ચક્કરમાં ના પડયા.તમારે જે માંગવું હોય એ માંગી લો."ભર્તૃહરિ બોલ્યાં:”ગુરુજી આપ પ્રસન્ન છો એટલે મને બધું જ મળી ગયું.શિષ્ય માટે ગુરુની પ્રસન્નતા જ મહત્વની છે.આપ મારાથી સંતુષ્ટ થયા.એટેલે મારાં કરોડો પુણ્યકર્મ અને યજ્ઞ,તપ બધું જ સફળ થયું!” ગોરખનાથ બોલ્યા ”નહીં ભર્તૃહરિ અનાદર ના કરો.તમારે કશુંક તો લેવું જ પડશે,કૈંક તો માંગવું જ પડશે!” એટલામાં રેતીમાં એક ચમકતી સોય નજરે પડી એને ઉઠાવીને ભર્તૃહરિ બોલ્યા “કપડાં ફાટી ગયા છે,સોયમાં આ દોરો પરોવી દો.જેથી કરીને હું એમાં ફસાવીને મને ચુભતો કાંટો કાઢી શકું!અને મારાં ફાટેલાં કપડાં સીવી શકું !ગોરખનાથજી વધારે ખુશ થયા કે ”હદ થઇ ગઈ આ માણસ કેટલો નિરપેક્ષ છે.અષ્ટસિદ્ધિ નવનિધિઓ કંઈ જ જોઈતું નથી.મેં કહ્યું કે કઈ પણ માંગી લો તો માંગે છે કે સોયમાં માત્ર ધાગો પરોવી આપો.ગુરુનું વચન એણે પાળ્યું છે.વગર કોઈ અપેક્ષાએ.ભર્તૃહરિ તમે વૈરાગી થઇ ગાયાં.ક્યાં ઉજ્જયિનીનો સમ્રાટ ખુલ્લાં પગે મરૂ ભૂમિમાં એક મહીનો પણ ના થવા દીધો.સાત આઠ દિવસમાં જ પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ગયો!”વૈરાગ્ય બધાંને પ્રાપ્ત નથી થતું અને સંસારની મોહમાયા છોડનાર કેટલાં!અને એ વૈરાગ્ય,નીતિ અને શ્રુંગાર પર શતકો તો માત્ર ભર્તૃહરિ જ લખી શકે,વંદન છે એ ભર્તુહરીને!(ભારતના સંતઋષિ સાહિત્યમાંથી.)- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)પાટણ તા:29/06/2022 Download Our App