radhika the untold love story in Gujarati Thriller by chandrika Darji books and stories PDF | રાધિકા એક પ્રેમ કથા

Featured Books
Categories
Share

રાધિકા એક પ્રેમ કથા

આ સ્ટોરી real છે. મે નામ બદલી નાખ્યાં છે.આમાં હું ખુદ એક પાત્ર છું .મારું નામ પણ ચાહત જ છે આમાં....!

આપણે ઘણી વખત વિચારી એ કે પ્રેમ બસ લેલા મજનું , હિર રાંઝા , રોમિયો જુલિયટ જેવા જ મહાન માણસો જ કરે છે.અને બિચારા ઓ ની સ્ટોરી અધૂરી રહી જાય છે....

અરેરેરેરે.....! કેટલું દુઃખ દાયક છે..! આપણે જેને પ્રેમ કરીએ મતલબ એવો નહિ કે પ્રેમી કે પતિ જ હોય ..આપણી ફેમિલી પણ ગણી શકીએ...

જેમ કે ...,હું મારા માટે મારા પપ્પા મારી દુનિયા હતા... દેખો હવે ..એમને મે જીવ થી પણ વધારે પ્રેમ કરું છું ..કેમ કે એ મને ક્યારેય ધોકો નહિ આપે...મારા બાપ છે એ...! બધી છોકરી ઓ ગર્વ થી બોલી શકે છે.

પણ કુદરત ની કરામત દેખો...! મારી દુનિયા મારા પપ્પા ને જ લઈ લીધા...હું તૂટી ગઈ હતી ... સાયદ આ જ કારણ હતું કે હું આ પ્રતિલિપિ માં આવવાનું બંધ કર્યું...!

પણ મેં ખુદ ને સ્ટ્રોંગ માની રોવાની જગ્યા એ પપ્પા ને હસી ને યાદ કરીશ એવો નિર્ણય કર્યો...કેમ કે.., ઘણા લોકો ના નાનપણ. થી જ પોતાનાં પાપા ખોઇ દીધેલ હોય છે.હું મારા મન ને એમ કહી માનવું છું કે ...., પપ્પા સાથે 17 વર્ષ જીવી છું એ દિવસો મારા માટે અણમોલ છે.ok.

હવે આપણે સ્ટોરી તરફ આવીએ.., કેમ કે સ્ટોરી માં એક મારું પણ પાત્ર છે.અને આ સ્ટોરી થોડી કાલ્પનિક અને થોડી હકિકત છે.

એમ તો મારું વતન રાજસ્થાન છે પણ હું ગુજરાતી છું કેમ કે જન્મ ભૂમિ અને કર્મ ભૂમિ આ જ છે.

જ્યારે હું રાજસ્થાન જાઉં ત્યારે કોઈને મળું કે ના મળું પણ રાધિકા અને રાઘવ ને તો મળું જ..

આ બંને પ્રેમી રાધિકા અને રાઘવ ની ફર્સ્ટ મુલાકાત થઈ બળદો ના મેળા માં...😂😂અજીબ લાગે છે પણ સાચું છે હો...!

આપણે રાજસ્થાન માં જઈએ ત્યારે અમુક ગામડા માં આવા મેળા અને ખાસ કરીને માગશર અથવા હોળી પર મેળા ખૂબ લાગે ...અને ત્યાં પેલી કહેવત પણ છે ને.., દિવાળી તો અઠેકઠે.., હોળી તો ઘરે જ....,

હું મારા vacation માં ગઈ હતી.., મારા માસી ની ઘર બાજુ માં જ રાધિકા નું ઘર ...અને તે 12th માં ભણતી હતી..!
મને લઈને મેળા ગઈ .. મારે પણ કંપની જોઈ એ... વાતું કરવા ..😂😂..એટલે રાધિકા ની સાથે અને મારી મમ્મી અને માસી આંમ ફેમિલી સાથે અમે મેળા માં ગયા....

અમે મેળા માં હતા .., ત્યારે એક અજીબ ઘટના બની ..,તમને વિશ્વાસ નહિ આવે પણ સોગંધ ખાઈને બોલું ..,😂 મને હાલ પણ યાદ આવે એ તો હું અને મમ્મી હસવા લાગીએ છીએ...!

મેળા માં ચકડોળ હતુ..ખૂબ જ મોટું હતું...અને બધા દૂર રહી ને મેળા ની મોજ કરતા હતાં...ત્યાંજ ચકડોળ પાસે ઘટના બની કે.., ચકડોળ ની અંદર એક સ્ત્રી બિચારી ઊંચાઈ ને લીધે ડરી ગઈ..અને એને બધા ત્યાં ઊભા ને ગંગા સ્નાન કરાવી દીધું...!

હા ...! બિચારી શરમાઈ ગઈ..પણ થાય શું હવે...? અમે તો એવા કે હસવું આવી ગયું..એક ખરાબ .આદત થઇ ગઇ છે ને મને ..., સિરિયસ વાત ચાલુ હોય તો ખબર નહિ હસવું આવી જાય છે હાલ પણ....,😂.. હાલ પણ પ્રોફેસર class માંથી બેઇજજત કરીને નીકળી દે છે.પણ છે કોઈને તાકાત જે અમને હસતાં રોકે...સમીરા પાસે હોય તો પછી લેક્ચર બંક કરવો પડે છે ક્યારેય..પણ સરકારી collage છે એટલે નિયમો પણ વધી ગયા છે.

પછી મેળા માં બધા મસ્તી કરવા લાગ્યા..! પછી રાધિકા અને હું બંને ફરવા લાગ્યા..પણ મેં એક છોકરા ને નોટિસ કર્યો કે ક્યારનો બિચારો પાછળ આવતો હતો..

રાધિકા દીદી.., દેખ પેલો છોકરો આપણી પાછળ આવે છે. રાધિકા એ પણ દેખ્યો પણ એ કશું ય બોલી નહિ ..પણ સરમાવા લાગી..! મને પણ થયું કે સાલું આ ઉપર થી આપણો પીછો કરે છે એક તું છે કે શરમાય છે..વાત શું છે...???

રાધિકા એ મને કહ્યું કે...,, ચાહત એ મારો બોયફ્રેન્ડ છે.અમે 2 વર્ષ થી એકબીજા ને પ્રેમ કરીએ છીએ..! અને એનું નામ રાઘવ છે.

હું તો બસ દેખતી જ રહી ગઈ..! હું બોલી..., રાધિકા તારા ઘરે આ વાત ખબર છે કે તું આને પ્રેમ કરે છે.અને જો પડી તો ટાંટીયા સાજા નહિ રહે તારા...! તને ડર નહિ લાગતો..???

એ બોલી.., બિલકુલ નહિ...! રાઘવ મારી જ જાતિ નો છે.મને પસંદ છે તે..! અને પછી જે થાય એ જોયું જશે...!

હું બોલી કે.., રાધિકા એ સાથે તારી મુલાકાત કઈ રીતે થઈ...?? અને ક્યાં થઈ..??

રાધિકા બોલી કે.., ચાહત .., અમે 10 માં સાથે ભણતા હતા..! અને પછી 11 માં મેં કોમર્સ લીધું...અને રાધવે સાયન્સ..! કેમકે રાઘવ ક્લાસ માં first આવ્યો હતો ..હોશિયાર પણ છે .એને 10 માં સારા માર્કસ આવ્યા છે જ્યારે હું સેકન્ડ આવી હતી..!

અમારી highschool માં આર્ટસ એન્ડ કોમર્સ એન્ડ સાયન્સ ત્રણેય સ્ટ્રીમ છે.રાઘવ એ ઉપર ના માળે એટલે કે ત્રીજા માળે અમે વચ્ચે ના માળે ભણતા હતાં.અમારે જ્યારે કમ્પ્યુટર ચલાવવું જવું હોય તો ત્રીજા માળે જવું પડતું..!

એક દિવસ હું ત્રીજા માળે કમ્પ્યુટર ચલાવવા ગઈ.. એ રૂમ માં અમુક સાયન્સ ના સ્ટુડન્ટ પણ હતા.. એમાં રાઘવ પણ હતો ..મે કમ્પ્યુટર ઓન કર્યું ..,પણ ઓન નહિ થયું ..! ખૂબ મથામણ કરી પણ ચાલુ નહિ થયું .

રાધિકા બોલી ., સ્કૂલ માં મારી એક ફ્રેન્ડ હતી કવિતા..! એને મે sir ને બોલવા કહ્યું .., તો sir આવ્યા અને કહ્યું કે સાયન્સ ના સ્ટુડન્ટ વાળા ઓ ને કહ્યું કે ,,અમારી મદદ કરે...!

પછી રાઘવ એ મને કમ્પ્યુટર ચલાવતા શિખડાવ્યું..! અને બોલ્યો કે..., હવે જ્યારે મદદ ની જરૂર હોય તો બેફિકર બોલવું..!

મારી ફ્રેન્ડ કવિતા નો boyfriend સાયન્સ માં ભણતો હતો . એ રાઘવ નો ફ્રેન્ડ હતો .જ્યારે અમે સ્કૂલ થી છૂટીએ ત્યારે , કવિતા એ એને મળવા જાય ..! રાઘવ પણ એના ફ્રેન્ડ જોડે આવતો..!

આમ ધીરેધીરે અમે ચારેય મિત્રો બની ગયા..! રાધિકા બોલી કે .., મને ખબર નહોતી કે રાઘવ મને 10th માં થી પસંદ કરતો હતો..પણ જ્યારે મારી સામે આવે ત્યારે કશુંય બોલતો નહિ ..પાસે થી નીકળી જતો ..!.

મે પૂછ્યું તો પછી તને કઈ રીતે ખબર પડી કે.., રાઘવ તને પસંદ કરે છે..??

એ બોલી કે.., મને આમ શક તો હતો જ..! પણ જ્યારે કવિતા એ મને કહ્યું કે.., રાઘવ મને પસંદ કરે છે .પહેલા મને ખૂબ ગુસ્સો આવ્યો પણ હું કઈ બોલી નહિ , અને આ વાત હું થોડા દિવસ પછી ભૂલી પણ ગઈ..!

પણ એક દિવસ sir એ ક્લાસ માં આવીને અમને કહ્યું કે.., સાયન્સ અને કોમર્સ વાળા સ્ટુડન્ટ માટે પ્રવાસ નું આયોજન કરેલ છે મહારાષ્ટ્ર માં..! જો કોઈ એ આવવું હોય તો નામ લખાઈ દેવું..!

પહેલા દિવસે હું તો સાફ ના પાડી કે હું નહિ જાઉં ..! પણ કવિતા એ ખૂબ હઠ કરી .., પણ ઘરે બોલતા થોડી નર્વસ થઈ ગઈ હતી .., પણ તેના મોટા ભાઈ એ બિલકુલ ન પાડી દીધી ..,કે રાધિકા ને દૂર નહિ મૂકીએ ..., ત્રણ ભાઈ ની એકાએક બહેન હોવાથી તને હું ઘર માં લાડલી હોવાથી મારા ભાઈ એ ના પાડી દીધી મને..!

પણ થોડા દિવસ હું નારાજ રહેવા લાગી એટલે પપ્પા એ હા કઈ દીધું.પછી અમે સાંજે રાત્રે 8 વાગ્યે બાડમેર થી પ્રવાસ માટે નીકળી ગયા .

અમારી સ્લીપર બસ માં નો compartment માં હું .., કવિતા અને બીજી બે છોકરી ઓ હતી. જે સાયન્સ ની હતી .અમે ઉપર ના માળે સીટ બેઠી હતી.

પેલી બે છોકરી ઓ માંથી એક છોકરી એ બીજી છોકરી ને કહ્યું કે.., અલી દેખ રાઘવ આપણી સામે ના નીચા compartment માં છે.હું એને મેસેજ કરું કે નહિ ...??આમ તો મારે સ્કૂલ ગ્રુપ માં ઘણા છોકરા ના મેસેજ આવે છે પણ હું બ્લોક કરું છું .પણ આ રાઘવ તો મેસેજ સીન પણ નહિ કરતો...!

રાધિકા બોલી ., મને હસવું આવતું હતું ..! પણ હું હસી નહિ ...! કવિતા બોલી કે ,રાધિકા દેખ .., પેલો રાઘવ તારી સામે જુએ છે.

રાધિકા એ તીરછી નજરે દેખે છે.., અને પોતાનું મોઢું ફેરવી બારી ની બહાર દેખવા લાગે છે..

પેલી છોકરી ઓ માં નામ પ્રિયંકા અને શિવાની હતું .(.મેસેજ વાળી પ્રિયંકા જે રાઘવ ની વાત કરતી હતી.)

પછી પેલી બે છોકરી ઓ એ અમને નામ પૂછ્યું .., ભણતર વિશે વાત કરી.., આમ થોડી ઔપચારિક વાતો કરી ..!

રાધિકા બોલી કે.., આમ .., અમે બધા સૂઈ ગયા પોતાના જ સીટ માં..., રાતે 2 વાગે મારી અચાનક આંખ ખુલી ..! બસ માં સન્નાટો હતો ..બધા સૂઈ ગયા હતા. હું મારા સીટ નો પડદો હટાવ્યો.

તો દેખ્યું કે.., રાઘવ એ બસ ની બારી આગળ music સાંભળતો બેઠો હતો .

હું નીચે ઉતરવા જતી હતી કે મારો પગ સ્લીપ થઈ ગયો ..! અમે ઉપર થી બે ત્રણ બેગ નીચે રાઘવ પર પડી ગયા.તે અચાનક ડરી ગયો ..! પણ હું નીચે ચૂપચાપ ડરી ને ઉભી રહી.

રાધવ પોતાની સીટ પર થી ઉભો થયો , અને પોતાનાં મોઢા આગળ આંગળી રાખી મને ચૂપ રહેવાનું કહ્યું..અને રાધિકા બોલે કે ,,હું ચૂપચાપ ડોકું હલાવી હા બોલી.

એણે બેગ સારી રીતે ઉપર મૂક્યા.., રાધિકા બોલી કે.., લાગ્યું તો નથી ને તમને...., સોરી..!

જવાબ માં રાઘવ બોલ્યો કે.., નહિ બિલકુલ નહી .. , પણ તારા પગ માં તો લાગ્યું છે દેખ.., મને(રાધિકા) પગ પર આંગળી દેખાડતા બોલ્યો.., કેમ કે પગ ની એડી પાસે ચામડી છોલાઈ ગઈ હતી મારી ...!

એણે મને એક દવા ની પેસ્ટ આપી..અને બોલ્યો કે આ લગાઈ લે...! રાહત થશે તને ..! હું ના પાડું એના પહેલા મારા હાથ માં થમાઈ દીધી.અને તે તેના મિત્રો ની પાસે ચાલ્યો ગયો..અને હું તેની જ સીટ પર બેસી ગઈ અને દવા લગાવવા લાગી.અને ઊંઘ આવતાં ત્યાંજ ઊંધી ગઈ...!

સવારે જ્યારે મને કવિતા ઉઠાડવા આવી , તે બોલી કે.., રાધિકા તું અહીંયા ક્યારે આવી ...??

રાધિકા એ રાત ની ઘટના બોલી ...., અને કવિતા હસવા લાગે છે.

સવારે બધા એક ધર્મશાળા માં રોકાય છે ત્યાં નાહી ધોઈને નાસ્તો કરવા બેઠા ...નાસ્તો કરીને રાધિકા એ ટેરેસ પર જાય છે અને મુંબઈ ની હવા ને માણે છે.

રાધિકા બોલે છે કે .., એ દિવસ થી જ મને પણ રાઘવ પ્રત્યે ફિલિંગ આવવા લાગી હતી .મને એક સારો માણસ લાગ્યો ..રાધિકા છે પણ ખૂબસૂરત યુવતી..! કોઈ પણ માણસ દેખે તો એનો માસૂમ ચહેરો જોઈને ફિદા થઈ જાય જ..!

એ દિવસે રાધિકા એ યેલો સરારા તેમજ બ્લેક હિલ્સ સાથે ખુલ્લા લાંબા વાળ માં ખૂબ જ મસ્ત લાગતી હતી . આછા ગુલાબી કલર ના હોઠ , અને એક કુમકુમ નો નાનો ચાંદલો
..,, હાથ માં મહેંદી , આંખો માં કાજલ નાખેલ રાધિકા ખૂબ જ સુંદર લાગતી હતી.

પણ એક રાઘવ ની ભૂલ ના કારણે રાધિકા ને પહેલા એવું લાગ્યું કે રાઘવ જાણી જોઈને એને ઇમ્પ્રેસ કરવા માટે કરે છે.પણ હકીકત માં એવું કશુંય હોતું નથી. કારણ કે.. , નસીબ જે કરે છે એ જ થાય છે.

એ દિવસે રાઘવે યેલો ટી શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલી હોય છે.હાથ માં એક બ્લૂ રંગ નું બેસ્લેટ પેહરેલ હોય છે.અને બ્લેક મોજડી પેહરી હોય છે.

જ્યારે સ્કૂલ ની બધી છોકરીઓ એ શોટ્સ અને વેસ્ટર્ન ડ્રેસ પહેરેલ હોય છે.

સાયન્સ સ્ટ્રીમ માં એક રાઘવ જ હોય છે જે handsome અને સ્માર્ટ હતો..સાથે ભણવામાં પણ હોશિયાર..! એટલે ઘણી બધી છોકરીઓ નો ક્રશ હતો .

જ્યારે રાધિકા સિમ્પલ અને ખૂબસૂરત હતી .., તો પણ ઘણા છોકરા એની પાછળ ઘેલા હતા.

બધા મુંબઈ ના ગેટ વે ઓફ ઇન્ડિયા દેખવા જાય છે અને photos પણ લે છે.પછી સમુદ્ર દેખવા જાય છે ત્યાં રાધિકા અને કવિતા મસ્તી કરે છે.

રાઘવ તો બસ રાધિકા માં જ ખોવાયો હોય છે. એ રાધિકા ના ચોરી ચૂપ ફોટો ક્લિક કરી લે છે .અને પાછો એ પણ ફ્રેન્ડ સાથે વાતો કરવા લાગે છે પણ થોડી થોડી વારે રાધિકા ને દેખી લે છે.

આમ.., અલગ અલગ સ્થળો એ બધા ફરે છે.

રાત્રે બધા આવીને આરામ કરે છે.બધા બહાર અંતાક્ષરી રમતા હોય છે જ્યારે રાઘવ એ ટેરેસ પર જતો રહે છે.આ બાજુ રાધિકા પણ શોર બોર થી કંટાળી જાય છે.એટલે કવિતા ને કહીને એ એકલી ટેરેસ પર જાય છે.

રાધિકા ને ખબર નહોતી કે .., રાઘવ ટેરેસ પર છે. એ ટેરેસ પર જાય છે.અને song ગાવા લાગે છે..

દિલ કા દરિયા બેહ હી ગયા...
ઈશ્ક ઇબાદત બન હિ ગયા...
ખુદ કો મુઝે તું શોપ દે....
મેરી જરૂરત તું બન ગયા ...
બાત દીલકી નજરો ને કી..
સચ કેહ રહા તેરી કસમ...

તેરી બિન અબ ના લેગે એક ભી દમ..
તુઝે કિતના ચાહને લગે હમ..(..2)

તેરે સાથ હો જાયેંગે હમ ખતમ....
તુઝે કિતના ચાહને લગે હમ..(..2)

Music 🎶🎶......

રાધિકા બોલે છે .., વાઉ..! તારી અવાજ તો આટલી સુંદર છે.

રાઘવ પાછળ ફરે છે અને સરમાઈ જાય છે અને કશુંય બોલતો નથી .. રાધિકા એની પાસે જાય છે અને બોલે છે કે.., અહી ટેરેસ પર તું...??

હા...કંટાળી ગયો હતો ..! બસ... સ..!

રાધિકા હસવા લાગે છે.અને રાઘવ એને દેખતો જ રહી જાય છે.પણ રાધિકા હસતી જ રહે છે .એટલે રાઘવ થોડી નજીક આવે છે.અને બોલે છે .રાધિકા..! હું તને ખૂબ પસંદ કરું છું .હાલ થી નહિ પણ 10th ના ક્લાસ માંથી ...! જે દિવસે મેડમે તને મારા લીધે ક્લાસ ના બહાર નીકળી ..., ત્યારે મને એક લાગણી થઈ તારાથી ., પણ ધીમે ધીમે મને સમજવા લાગ્યું છે કે હું તને પ્રેમ કરવા લાગ્યો છું . I love you radhika ...♥️ હું ખાલી ટાઈમ પાસ માટે નહિ પણ હંમેશા માટે નો પ્રેમ છે.આપણી નાત પણ એક છે .હું સારી નોકરી લઈને તને સારી જિંદગી આપવા માગું છું.અને તારી જવાબ હા હોય તો કાલે આપણે કાલે પુણે માં રાજમાચી ફોર્ટ જવાનું છે ત્યાં જો તું વ્હાઇટ કલર નું ડ્રેસ પેહરી આવીશ .ખુલ્લા hair તમને સારા લાગે છે એટલે આમ બની આવીશ ને..એમ બોલે છે .

અને જો ના હોય તો ના પેહરજે...! એમ બોલીને રાઘવ ત્યાંથી નીકળી જાય છે.

રાધિકા ને પણ થોડી ઘણી ફિલિંગ હતી પણ ..,, એ કશું બોલતી નહોતી...પણ હાલ તે અવાચક બની જાય છે.

તે ચૂપચાપ જઇને પોતાના ગર્લ્સ રૂમ માં જઈને સૂઈ જાય છે.આ બાજુ રાઘવ પણ વિચારે છે કે કાલે શું રાધિકા હા બોલશે કે પછી ના..! અને રાધિકા ની પણ હાલત પણ એવી જ હતી ...

સવારે રાધિકા ઉઠે છે.અને નાહવા જાય છે અમુક વિદ્યાર્થી નાસ્તો કરવા જતાં રહે છે.આમ સમય પસાર થાય છે.

બધા બાળકો બસ માં ચડી જાય છે.રાઘવ પણ વાટ જુએ છે પણ આ શું....??? રાધિકા એ સાત કલર ની ભરત વાળી ચૂંદડી ઓઢી લીધી હોય છે.વાળ પોની બાંધેલા હોય છે.

રાઘવ ની આંખો માં આંસુ આવતાં નથી પણ આંખો ના કિનારા ભરાઈ આવે છે .અને તે બસ માં ચડી જાય છે . પુણે આવે છે બધા અમુક ભોજન કરી ને ફોર્ટ જોવા જાય છે.

પિન્કી અને શિવાની એ બંને રાધિકા અને કવિતા ની સારી ફ્રેન્ડ બની ગઈ હતી .શિવાની ને આ વાત ની ખબર પડી ગઈ હતી.પણ એ કંઈ બોલતી નથી...

આમ બધા ફોર્ટ જાય છે.ત્યાં કવિતા રાધિકા ને બોલે છે કે આમ બાબા જી ની જેમ ચુંદડી કેમ ઓઢી છે ડ્રેસ કેવો છે એ પણ દેખાતો નથી... લઈ લે ને...! રાધિકા બોલે છે કે.., wait and watch...!

રાઘવ એની રીતે ફોર્ટ માં એક જગ્યા એ બાકડા પર બેસી જાય છે.રાધિકા એ રાઘવ ને દેખે છે.તેને વ્હાઇટ શર્ટ અને બ્લૂ ડેનિમ જીન્સ પેહરેલ હોય છે.અને એ handsome લાગતો હોય છે...

રાધિકા જાણી જોઈને થોડા ઊંચા અવાજે શિવાની જોડે વાતો કરવા લાગે છે.જેથી રાઘવ તેનું સામે જુએ..પણ રાઘવ એની તરફ જોતો નથી .

કવિતા એના બોયફ્રેન્ડ સાથે ફરવા જતી રહે છે.રાધિકા કેટલું બધું કરે છે જેથી રાઘવ ની નજર તેની પર પડે...,રાઘવ ઊંચી. નજર કરતો નથી .

બધા સ્ટુડન્ટ બીજા વિભાગ માં જવા માટે sir સૂચના આપે છે બધા ચાલ્યા જાય છે.રાઘવ પણ જવા લાગે છે પણ પાછળ થી રાધિકા એ એનો હાથ ખેંચે છે.

બંને એકબીજા ની ખૂબ નજદીક આવે છે.રાઘવ ના આંખ ના ખૂણા ભીના થઇ જાય છે.તે આજુ બાજુ દેખતાં બોલે છે.., રાધિકા ,..જવા દે sir સૂચના આપી છે ચાલો..! એમ બોલીને ચાલવા જાય છે.

પણ રાધિકા એ એનો હાથ પકડી રાખે છે.અને બોલે છે કે.., રાઘવ હવે આ હાથ આમ નહિ છૂટે...! એક વખત પકડી લઉં છું તો સહેલાઇ થી છોડતી નથી.

રાધિકા .., સ્ટોપ..! પ્લીઝ..! રાતે જે હતું એ હું બોલી ચૂક્યો છું .પણ મને સમજાઈ ગયું છે કે હું તને પસંદ નહિ..મારા માટે તારા મનમાં કોઈ ફિલિંગ નથી ...એમાં તારો કઈ વાંક નહિ ..! હું હવે થી તારી લાઈફ માં અડચણ નહિ બનું..એમ કહી ને રાઘવ રાધિકા નો હાથ પોતાના હાથ છોડીને ચાલવા જાય છે રાધિકા ની ચુનરી એના ઘડિયાળ માં અટકી જાય છે.

રાધિકા એ રાઘવ ની વાતો સાંભળી ને આંખો માં આંસુ આવી જાય છે.એના આંખમાંથી ટપટપ આંસુ પડવા લાગે છે.

રાધિકા દેખે છે કે એનો દુપ્પટો રાઘવ ના ઘડિયાળ માં અટકી જાય છે.અને રાઘવ ના ધક્કા ના લીધે એના hair ખુલ્લા લાંબા વાળ છૂટી જાય છે.અને રાઘવ દેખે છે કે રાધિકા એ વ્હાઇટ કલર નો ડ્રેસ પેહે રેલ હોય છે .

તે રાધિકા ને દેખતો રહી જાય છે અને રાધિકા ફટાફટ ઓઢણી નીકળી ત્યાંથી નીકળી જાય છે.

રાઘવ ત્યાંજ જ ઊભો રહી જાય છે.અને રડતા રડતા ખુશ થાય છે.અને બોલે છે ...,,મતલબ રાધિકા મને..... મને.
...મારા માટે....હે ભગવાન..! ખુશ થઈને એ પણ રાધિકા પાછળ ભાગે છે .

રાધિકા એ વુક્ષ નીચે આવી ને ત્યાં ઘાસ પર બેસી જાય છે.રાઘવ પણ ત્યાં આવી જાય છે .રાધિકા ને રોતા જોઈને રાઘવ એની પાસે આવે છે અને બોલે છે કે.., રાધિકા સોરી...!

રાધિકા ભીની આંખે એને દેખે છે અને ગળે લાગે છે.બંને એકબીજાને ગળે લગાવે છે.

પછી આમ થોડા દિવસ પછી બધા ઘર આવી જાય છે રાધિકા અને રાઘવ હવે રોજ મળવા લાગે છે અને આમ 12 th ની બોર્ડ આવે છે.


એટલે થોડા દિવસ બંને મળતા નથી .result આવે છે .રાઘવ first આવે છે અને jee ની exam આપી એન્જિનિયરિંગ માં એડમિશન લઈ લે છે જ્યારે રાધિકા એ b.com માં એડમીશન લે છે.

એના પછી હું પણ ઘરે આવી જાઉં છું .રાધિકા b.com માં હોય છે ત્યારે...! અને હું અહી ગુજરાત માં જ મારું ભણતર પૂરું કરવા લાગુ છું.

આમ , રાઘવ એન્જિનિયર બનવા બેંગલોર ચાલ્યો જાય છે.રાધિકા અહી બાડમેર માં જ b.com કરવા લાગે છે અને રાઘવ એને વેકેશન માં ખાસ બળદો ના મેળા માં જ એને મળવા પણ આવતો રહે છે.આમ ગણો તો એ મેળો રાધિકા માટે એની જિંદગી નો ખાસ દિવસ ..!

થોડા દિવસ પછી રાધિકા ની સગાઈ ની વાતો એના ઘર માં કરવા લાગે છે રાધિકા અને રાઘવ ના પ્રેમ ની ખબર એની ભાભી ને ખબર પડી જાય છે. એ એના ભાઈ ને કહે છે.એનો ભાઈ રાધિકા ને ધમકાવે છે અને ધમકી આપે છે કે જો કઈ ખરાબ પગલું ભર્યું તો હું ફાંસી ખાઈને મારા પ્રાણ આપી દઈશ....!

જ્યારે રાઘવ પાછો આવે છે ત્યારે રાધિકા ને મળવા ની કોશિશ કરે છે પણ રાધિકા એ ઘર ની બહાર નીકળતી જ નહોતી...કવિતા દ્વારા બોલવા કહે છે કે.., રાઘવ ને કહી દે કે મને હવે કૉલ કે મેસેજ ના કરે..! પ્લીઝ મારા થી દુર રહે...! આ વાત ની મને જાણ થઈ ત્યારે મને પણ ખૂબ દુઃખ થયું..!

રાઘવ બિચારો પાછો બેંગલોર જતો રહ્યો ..! અને આ બાજુ રાધિકા ની સગાઈ પણ થઈ ગઈ ...! રાધિકા ના લગ્ન પણ હું 12 th માં આવી ત્યારે થયા કોઈ બીજાના સાથે ...! અને એ સમદડી માં એક છોકરા સાથે લગ્ન કરી લીધા .. એ છોકરો બેંક માં કર્મચારી હતો .

રાધિકા નું b.com પણ અધૂરું રહ્યું ..! એ સાસરે જતી રહી ..! થોડા દિવસ પછી એક એક્સિડન્ટ માં તેના પતિ નું કાર ચલાવતા મોત થઈ ગયું..સાથે તેના પતિ ના અમુક મિત્રો થોડા ઘાયલ અને અમુક આજે પણ જીવિત છે.

પછી રાધિકા એ પાછી એના પિયરે આવી ગઈ...! થોડા દિવસ પછી રાધિકા ત્યાં હું મારી માસી ના લગ્ન વખતે ગઈ ..! તેની હાલત જોઈને હું ખુદ રડી પડી...! પણ કઈ બોલી નહિ ...!

રાધિકા ના એક દૂર માં કાકા એટલે કે રાધિકા ના પાપા ના મોટા ભાઈ નો દીકરો...!

એ કાકા રાધિકા માટે એક કુંવારા છોકરા માટે સગપણ લઈને આવ્યા અને કહ્યું કે સામે વાળા છોકરા અને એની ફેમિલી ને આપણી દીકરી ના પેહલા લગ્ન વિશે ખબર છે .એમને કોઈ તકલીફ નથી .અને છોકરો પણ સારું એવું કમાય છે ભણે છે અને એમણે કહ્યું છે કે રાધિકા દીકરી નું ભણતર એ ખુદ પૂરું કરાવવા તૈયાર છે.

કેમ કે.., સામે વાળા એ કાકા ના કોઈ રિસ્તેદાર જ હતા...! રાધિકા ની ફરીથી સગાઈ નક્કી થઈ ..! પણ એ છોકરો બીજો કોઈ નહિ રાઘવ જ હતો...! રાઘવ ના ભૂઆડાજી(ફૂઆ) ને રાઘવ પૂરી વાત જણાવી દે છે.અને તેઓ તેમના પપ્પા ને સમજાવે છે .અને જે રાધિકા ના કાકા છે એ એમના ઘરે જ રાઘવ ની બેન ની સગાઈ નક્કી કરવામાં આવે છે.

આમ.., રાધિકા ની સગાઈ નક્કી કરવામાં આવે છે.પણ હજી સુધી રાધિકા ને આ વાત ની ખબર નહોતી ..,કે જેની સાથે એના લગ્ન નક્કી થયા છે એ રાઘવ જ છે.

રાઘવ ને જાણ હતી કે..., હવે રાધિકા એની થવા ની છે.એટલે એ ખૂબ ખુશ હોય છે.

રાધિકા ની મોટી બહેન એ રાધિકા ની પાસે આવે છે અને કહે છે કે,, રાધા તારા સાથે જેની સગાઈ નક્કી થઈ છે એ છોકરા નો ફોટો તો જોઈ લે..., તેની બેન ને ખબર નહોતી કે રાઘવ જ એ છે જેને રાધિકા પ્રેમ કરતી હતી ..

એ બસ ફોટો દેખાડવા આવી હતી .., એ ફોટો મૂકી ને જતી રહે છે..,રાધિકા ત્યાં બેસી હતી ત્યાં રડવા લાગે છે અને એની નજર રાઘવ ના ફોટો પર જાય છે .અને દેખતી જ રહે છે .

ત્યાં તે એની માં ને કોઈ પાડોશી સ્ત્રી ઓ સાથે વાતચીત કરતા સાંભળે છે ., કે છોકરો બેંગલોર એન્જીનીરીંગ કરે છે અને મહિને લાખો કમાય છે .એટલે એ ને ખબર પડી જાય છે કે રાઘવ જ એ માણસ છે જેની સાથે લગ્ન કરી રહી છે.

આમ .., થોડા દિવસ પછી રાધિકા અને રાઘવ ના લગ્ન કરવામાં આવે છે.અને આ દિવસો માં રાધિકા એ રાઘવ ને દેક્યો પણ નથી હોતો ...આ હાલત રાઘવ ની પણ હતી..!

પછી થોડી રસમો રિવાજ પતાવી બંને ને રૂમ માં પ્રવેશે છે.અને પેહલા તો બંને ચૂપ રહે છે.બોલતા નથી ..પણ રાધિકા ના આંખ માં આંસુ આવવા લાગે છે આ જોઈને રાઘવ એને ભેટી પડે છે અને એ પણ રડવા લાગે છે.

રાધિકા રાઘવ ની માફી માગે છે.રાઘવ જણાવે છે કે મને કવિતા એ જણાવી દીધું હતું કે.., તારા ભાઈ એ તને મજબૂર કરી લગ્ન માટે...!

અને આ માટે હું તને ભૂલી શક્યો નહિ પણ તને ભૂલવાનો પ્રયત્ન કરવા લાગ્યો ..પછી જે તારા વિશે સાંભળ્યું એ સાંભળીને ખૂબ દુઃખ લાગ્યું...!

પછી હું ખુદ ને રોકી ના શક્યો અને મે ફુઆ ને જણાવી દીધું .., ઘર માં આપણા પ્રેમ સબંધ ની વાત ફુઆ સિવાય કોઈને જાણ નહિ ...બસ ..

રાઘવ એ રાધિકા આંસુ લૂછે છેઅને બોલે છે ..આંસુ ઓ હવે આવવા નહિ દઉં તારો આંખો માં...મારું વચન છે ..
તને જ પ્રેમ કર્યો છે . તને જ કરતો રહીશ...! I love you.... ❤️ માય બ્યુટિફૂલ વાઇફ...અને એના જવાબ માં રાધિકા બોલે છે કે.., love you so much my handsome husband....,,.

આમ.., દિવસો પસાર થતા રહે છે રાધિકા એ બેંગલોર જતી રહે છે એના handsome રાઘવ ની સાથે...

2 વર્ષ થઈ ગયાં છે એમને બેંગલોર ગયા ને....,,.. એ ખૂબ ખુશ છે ફેમિલી ..અને આ ફેમિલી માં એક નવી મેમ્બર આવ્યા ને 8month થઇ ગયા છે.
એક નાનકડી પ્રિન્સેસ પણ એમને..., નામ છે..., ક્રિષ્ના ♥️🦋❤️.....



🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋😊



Chandrika darji 🦋