Gahero Raaz, Ek Chaalbaz - 2 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ગહેરો રાઝ, એક ચાલબાઝ - 2

Featured Books
  • સવાઈ માતા - ભાગ 72

    રમીલા ત્રણેયની નજીક આવતી હતી અને તેઓએ પણ રમીલા તરફ આગળ વધવા...

  • પ્રકાશનું પડઘો - 3

    ​️ પ્રકરણ ૩: આકાશમાંનું મૌન અને પૃથ્વી પરનો કોલાહલ (Silence...

  • અસ્તિત્વ - 1

    અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી...

  • ડિજિટલ લિટરસી

    સ્માર્ટફોનની ચમક અને માનવબુદ્ધિનું અંધકારમય પતનઆજના ડિજિટલ ય...

  • ટેલિપોર્ટેશન - 6

    ટેલિપોર્ટેશન: ૧.૫ સેકન્ડનો કેદ​અધ્યાય ૧૦: ૧.૫ સેકન્ડનો જીવલે...

Categories
Share

ગહેરો રાઝ, એક ચાલબાઝ - 2

ગહેરો રાઝ, એક ચાલબાઝ - 2

કહાની અબ તક: મિસ્ટર રિતેશ મહેતા ખ્યાતનામ બિઝનેસમેન છે. એમની વાઇફ અને મિસ કૃતિ ની મમ્મી ગાયબ છે તો પોતે કમિશનરે ઇન્સ્પેકટર વિરાજ ને આ કેસ સોલ્વ કરવા કહ્યું હતું. ફિરૌતી માટે કોલ આવે છે ત્યારે ત્યાં ગીતા પણ જવા કહે છે તો બધાં આશ્ચર્યમાં હોય છે! ગીતા એ મિસ્ટર રિતેશ ના પુરાણા સેક્રેટરી ની છોકરી અને એ લોકોથી કલોઝ પણ છે. વિરાજ એ લોકોને પકડી લે છે, થર્ડ ડિગ્રી આપ્યા બાદ રાયચન નું નામ બહાર આવે છે! વિરાજ ગીતા સાથે ડેટ પર જાય છે તો પોતે કૃતિ ને બહુ જ અફસોસ થાય છે. ગીતા મેડમ નો ચક્કર એ પ્રશાંત રાયચંદ જોડે ચાલતા હોવાનું કહે છે કે ત્યાં કૃતિ આખરે એના ફાધર સાથે ત્યાં જઈ પહોંચે છે.

હવે આગળ: "ઓહ, બેસો ને!" કહીને વિરાજ કૃતિ પાસે બેઠો. વાસ્તવમાં તો કૃતિ આ બેની હરકત જોવા જ આવી હતી!

"અહીં એક તો મારી મમ્મી ખોવાઈ ગઈ છે અને આ અહીં ફ્લર્ટ કરે છે!" કૃતિ બહુ જ ગુસ્સામાં હતી.

"નો રિતેશ સર! પણ ભૂખ તો લાગે જ ને!" એણે વેઇટર પાસેથી ડીશ લેતા કહ્યું.

"હા..." રિતેશ પણ બોલ્યો તો ગીતાથી હસી જવાયું, આ હાસ્યથી કૃતિ બહુ જ અપસેટ થઈ ગઈ!

🔵🔵🔵🔵🔵

"તું તારી ગીતું સાથે જ કર વાત... ખબરદાર જો મારી સામે પણ જોયું છે તો!" કૃતિ એ વિરાજને એકલતામાં કહ્યું.

"અરે બાબા, એ તો મારે એની વાત જાણવી હતી એટલે યાર!" વિરાજે બચાવ કર્યો.

"હા... હવે એ તો હવે તું બહાના કરીશ જ ને!" કૃતીએ ધારદાર નજરે જોતા કહ્યું.

"જો કૃતિ, યાર અમારી વચ્ચે કઈ જ નથી! ટ્રસ્ટ મી!" વિરાજે બચાવ કરવા કહ્યું.

"હા... તો કોની વચ્ચે છે?!" કૃતિ એ સુર બદલ્યો તો વિરાજ તો હેબતાઈ જ ગયો!

"આઇ લવ યુ!" એણે શરમાતા કહ્યું.

"સિરિયસલી?! જો હવે એની આજુ બાજુ પણ ગયો છું તો!" કૃતિએ તાકીદ કરી.

તેઓ આગળ વાત કરે એ પહેલા તો ન્યુઝ આવી ગયા કે રિતેશ પણ કીડનેપ થઈ ગયા છે! ન્યુઝ ચેનલોમાં તો દબદબો હતો - "પહેલા મિસિસ મેહતા અને હવે મિસ્ટર મેહતા થયા કીડનેપ!!!"

"વિરાજ મને બહુ જ ડર લાગે છે, હવે હું તો નહિ..." આગળના શબ્દો એના આંસુના વાટે નીકળી રહ્યા હતા.

"સર, મારે તમને કંઇક કહેવું છે! સર... સર..." ગીતા એ કોલ કર્યો હતો પણ એ કઈ સમજી જ ના શક્યો.

"વિરાજ..." કહેતા જ કૃતિએ એણે એનો રૂમાલ સુંઘવી દીધો!!!

🔵🔵🔵🔵🔵

વિરાજને હોશ આવ્યો તો બધા એક અંધારી જગ્યાએ બંધાયેલા હતા.

"વિરાજ, વિરાજ! મને બચાવી લે!" સામે જ રહેલી કૃતિ બોલી તો વિરાજ કઈ કરવા સમર્થ નહોતો તો પણ "હા... હું છું ને હું તને કઈ જ નહિ થવા દઉં!" કહેતો હતો.

વિરાજના આશ્ચર્ય વચ્ચે કૃતિએ એના હાથને ઉપર ઉગામ્યા તો એના હાથ તો ખુલ્લા હતા!!! કૃતિએ જોરદાર હસવાનું શુરૂ કર્યું.

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 3(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: "અરે, બાબા એવું નથી! બસ આ એક જ તો વાત છે જે આખાય કેસમાં સાચી છે! આઇ જેન્યુએલી લવ યુ!" કૃતિ વિલનમાંથી સાવ ભલી ભોળી લવર બની ગઈ!

"જાણે પાગલ, એવું જ હોત તો તું કઈ મને આમ બાંધી થોડી દેત!" વિરાજે પણ રિસાયેલા પ્રેમી જેવું કર્યું.

"હા... તારી તો કોઈ ભૂલ પણ નથી!" કહી એણે રસ્સી છોડવી શુરૂ કરી.

"યુ આર અંડર એરેસ્ટ!" વિરાજે છૂટતા જ કહ્યું.