Gahero Raaz, Ek Chaalbaz - last part in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | ગહેરો રાઝ, એક ચાલબાઝ - 3 (કલાઈમેક્સ - અંતિમ ભાગ)

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ગહેરો રાઝ, એક ચાલબાઝ - 3 (કલાઈમેક્સ - અંતિમ ભાગ)


કહાની અબ તક: મિસ્ટર રિતેશ મહેતા ની વાઇફ અને મિસ કૃતિ મહેતા ની મમ્મી ગાયબ છે. રિતેશ મોટો બિઝનેસમેન છે અને એક મોટું નામ ધરાવે છે. અને એટલે જ ખુદ કમિશનરે ઇન્સ્પેકટર વિરાજ ને આ કેસ સોંપ્યો હતો. ફિરોતી માટે કોલ આવે છે તો ગીતા કે જે એમના જૂના સેક્રેટરી ની છોકરી છે એ પણ જાય છે. વિરાજ એ લોકોને પકડી લે છે, થર્ડ ડિગ્રી આપ્યા બાદ આખરે જે નામ આવે છે એ નામ મિસ્ટર પ્રશાંત રાયચંદ નું હોય છે! કેસમાં વધુ જાણવા ગીતા સાથે વિરાજ ડિનર માટે જાય છે તો ગીતા એને કહે છે કે મેડમ નું પ્રશાંત રાયચંદ સાથે ચક્કર હતું! વધુ વિરાજ જાણે એ પહેલાં તો કૃતિ એના ફાધર સાથે ત્યાં જઈ પહોંચે છે. મમ્મી ગાયબ છે ને તમે અહીં ફ્લર્ટ કરો છું એમ કહે છે તો વિરાજ ભૂખ તો લાગે ને એવું કહીને બચાવ કરે છે. એ પછી એકલતામાં કૃતિ વિરાજ ને ગીતા પાસે નહિ જવા કહે છે અને એને પ્રપોઝ કરે છે. એટલામાં તો ન્યુઝ આવે છે કે મિસ્ટર રિતેશ મહેતા પણ કિડનેપ થઈ ગયા છે. હવે હું તો નહિ થાઉં ને એવું એ કહે છે અને વિરાજ ને રૂમાલ સુઘવી દે છે! વિરાજ ને એ કહે છે કે મને બચાવ. વિરાજ જ્યારે એને બેહોશીની હાલતમાં પણ કહે છે કે હું તને કઈ નહિ થવા દઉં તો કૃતિ બહુ જ જોર જોરથી હશે છે!

હવે આગળ: "ગેઇમ તો હું જ રમુ છું, માય ડીઅર વિરાજ!" એણે જોરદાર હસતા કહ્યું.

"આ મારી સાચ્ચી મમ્મી નથી, હું તો ડેડ ની પહેલી મમ્મીની છોકરી છું! આની તો ગીતા છે! અને હા, આ પહેલા એ પ્રશાંત રાયચંદ સાથે રીલેશનશીપમાં હતી! ઉપરથી ડેડને બ્લેક મેલ પણ કરતી હતી!" કૃતિએ કહ્યું.

"મતલબ કે તું મને લવ પણ નથી જ કરતીને!" વિરાજે લગભગ રડતા જ કહ્યું.

"અરે, બાબા એવું નથી! બસ આ એક જ તો વાત છે જે આખાય કેસમાં સાચી છે! આઇ જેન્યુએલી લવ યુ!" કૃતિ વિલનમાંથી સાવ ભલી ભોળી લવર બની ગઈ!

"જાણે પાગલ, એવું જ હોત તો તું કઈ મને આમ બાંધી થોડી દેત!" વિરાજે પણ રિસાયેલા પ્રેમી જેવું કર્યું.

"હા... તારી તો કોઈ ભૂલ પણ નથી!" કહી એણે રસ્સી છોડવી શુરૂ કરી.

"યુ આર અંડર એરેસ્ટ!" વિરાજે છૂટતા જ કહ્યું.

"મતલબ કે તારો લવ ફેક જ હતો એમ ને! તું મને નથી કરતો ને લવ!" કૃતિ રીતસર રડતી હતી!

"અરે બાબા, લવ તો હું તને કરું જ છું... પણ હજી તને સચ્ચાઈ નથી ખબર!" એણે કહ્યું તો કૃતિ હેબતાઈ ગઈ!

"આ બધી જ ચાલ આ ગીતાની છે! ચલબાઝ તો આ ગીતા જ છે! હા, એણે જ તારી માને મારી નાંખવા તારી પાસે આવું કરાવ્યું હતું! કેમ કે એણે રિતેશની પ્રોપર્ટીમાં હિસ્સો જોઈતો હતો પણ રિતેશે તો કાંતો માને કે કાંતો ગીતાને એમ કોઈ એકને જ પ્રોપર્ટી આપવા કહ્યું હતું! આથી લાલચમાં આવીને એણે તને ખોટી ઇન્ફર્મેશન આપી કે તારા પપ્પાનેએ બ્લેક મેલ કરે છે એમ! જ્યારે એ તો બહુ જ ઇનોસંટ છે!" એ લોકો આ વાત કરી જ રહ્યા હતા ત્યારે જ હળવેકથી ગીતાએ રિવોલ્વર કાઢી અને વિરાજ તરફ પોઇન્ટ કરી!

"મારી આટલી મોટી પ્લાનિંગની તુયે બેન્ડ બજાવી દીધી! હાવ ડેર યુ! હવે હું તને બિલકુલ નહિ છોડુ!!!" એણે કહ્યું અને એક ગોળી છોડી દીધી પણ વિરાજે ખુદને બાજુ એક બાજુ અને કૃતિને બીજી બાજુ ખસેડી દીધા! કૃતિના દિલમાં વિરાજને ખોવાનો ખૌફ થઈ આવ્યો તો એણે એક ખુરશી જ ઊંચી કરી ને પેલી પર ફેંકી! વિરાજ તો એના જોશને જોતો જ રહી ગયો!

"મારા વિરાજને મારીશ!!!" કહેતા કહેતા એણે પેલીને બહુ જ મારી!

"વાઉ... તારે તો પોલીસમાં જોઈન થવા જેવું છે!" વિરાજે હસતા હસતા કહ્યું.

"પાગલ, તને કઈ થઈ જાત તો હું તો ના જ જીવી શકત..." એણે કહ્યું.

એણે એના મમ્મી અને પપ્પાની માફી માંગી અને તેઓને એણે માફ પણ કરી દીધી!

ગીતાને ઇન્સ્પેકટર વિરાજે હિરાસતમાં લીધી.

(સમાપ્ત)