Love Revenge Spin Off Season - 2 - 13 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-13

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-13

વાચક મિત્રો,

મોટાભાગનાં વાચકો જાણતાં હશે, કે લવ રિવેન્જ વાસ્તવિક ઘટનાઓ ઉપર આધારિત નવલકથા છે. એમાંય ખાસ કરીને લાવણ્યાની લાઈફ વિષે મેં જે કઈં પણ લખ્યું છે, એમાંનું લગભગ બધુજ સાચું છે. આજનાં પ્રકરણમાં પણ લાવણ્યાનાં ભૂતકાળ વિષે હું જે કઈંપણ લખું છું એ પણ સાચુંજ છે.    

એક સુધારો 

જે વાચક મિત્રોએ લવ રિવેન્જનો પહેલો ભાગ વાંચ્યો હોય એ લોકોને ખબર હશે કે તેમાં લાવણ્યાના પિતાનું (સાઈલેન્ટ) પાત્ર આવે છે. જોકે પ્રથમ ભાગ લખતી વખતે મેં નહોતું નક્કી કર્યું કે લાવણ્યાનાં રિયલ પાસ્ટ વિષે હું વાચકોને જણાવીશ કે નહીં. આથી જ લાવણ્યાના પિતાનું પાત્ર મેં હાજરી પૂરતું સાઈલેન્ટ રાખ્યું હતું. જોકે હવે લાવણ્યાનો સાચો ભૂતકાળ વાચકો સમક્ષ રજૂ કરવાનું નક્કી થયાં પછી મારે વાચકોને જણાવવું છે કે આજના ચેપ્ટરમાં લાવણ્યાનો જે ભૂતકાળ લખ્યો છે તે અક્ષરસહ સાચો છે. આથી વાચકોને વિનંતી છે કે આજના ચેપ્ટરમાં લખેલાં એ ભૂતકાળ મુજબ જ લાવણ્યાના પિતાનું પાત્ર ગણે અને અગાઉ પહેલાં ભાગમાં લખેલું લાવણ્યાના પિતાનું પાત્ર રદ ગણવું.  

આ સિવાય, વાચકોને વિનંતી છે કે આ ચેપ્ટરના અંતે લાવણ્યાના ભૂતકાળ સાથે જોડાયેલી વાચકો માટે લખેલી નોંધ વાચકો અવશ્ય વાંચે.

******


“S I D D H A R T H”


 લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-13

 

“વ્રૂમ...વ્રૂમ.....!”  ભારેખમ અવાજ કરતું એન્ફિલ્ડ લઈને સિદ્ધાર્થ રિવરફ્રન્ટ આવી પહોંચ્યો હતો.

તે આશ્રમ રૉડ પહોંચ્યો ત્યારે ભારે વરસાદ બંધ થઈ ગયો હતો, છતાંય ક્યાંક-ક્યાંક હજીપણ છાંટા ચાલુજ હતાં.

વરસાદને લીધે રિવરફ્રન્ટના અપર વૉક વે આગળનાં મેદાનમાં સારું એવું પાણી ભરાઈ ગયું હતું તેમજ કીચડ પણ થઈ ગયો હતો. પાણી અને કીચડ હોવાં છતાંય સિદ્ધાર્થ ઉડઝૂડિયું બાઇક ચલાવી રહ્યો હતો. એનફિલ્ડની હેડલાઈટનો પ્રકાશ વૉક વેની મોટી પેરાપેટ પાસે ઊભેલી લાવણ્યા ઉપર પડતાંજ સિદ્ધાર્થે તેણીને જોઈ લીધી હતી. રાતના શાંત વાતાવરણમાં એનફિલ્ડ જેવા બાઈકનો ભારે અવાજ સાંભળી લાવણ્યાએ પણ પાછું જોયું હતું. રિવરફ્રન્ટ ઉપર કરેલી લાઇટિંગને લીધે ફેલાયેલાં પ્રકાશમાં તે સિદ્ધાર્થને આડેધડ બાઇક ચલાવીને આવતાં જોઈ રહી હતી.  થોડીવાર પહેલાં વરસીને બંધ થયેલો ભારે વરસાદ અને રાતનાં લગભગ અગિયાર વાગ્યા હોવાથી રિવરફ્રન્ટ ઉપર લાવણ્યા સિવાય કોઈજ નહોતું દેખાતું.

વૉક વેની નાની પાળી પાસે લાવણ્યાથી સહેજ છેટે બાઈક ધીમું કરી સિદ્ધાર્થે ઊભું કર્યું અને ઝડપથી બાઇક ઉપરથી નીચે ઉતરવા લાગ્યો.  

“સિડ....સિદ્ધાર્થ....!” બાઇક સાઈડ સ્ટેન્ડ કરી સિદ્ધાર્થ હજીતો લાવણ્યા તરફ આવીજ રહ્યો હતો ત્યાંજ લાવણ્યા ઉતાવળા પગલે તેની પાસે જવાં દોડી ગઈ.

“લાવણ્યા....!” ચિંતાતુર સ્વરમાં બોલતાં-બોલતાં સિદ્ધાર્થ પણ તેણી સામે દોડી ગયો.

નાની પાળી કૂદીને લાવણ્યા તરફ ઉતાવળા પગલે જવા લાગ્યો. મેદાનમાં થયેલાં કાદવમાં તેનાં લેધર બૂટ્સ ફસાઈ જવાંને લીધે તે એક-બેવાર સ્લીપ પણ થતાં-થતાં પણ બચ્યો.

“એ....! સંભાળીને....!” લાવણ્યા જોડે પહોંચી ગયેલાં સિદ્ધાર્થને સ્લીપ થતાં બચાવવાં તેણીએ તેને પકડી લેતાં કહ્યું.

“શું સંભાળીને....!?” સિદ્ધાર્થ તાડૂકયો અને ચિડાઈને લાવણ્યાને ધમકાવતો હોય એમ બોલ્યો “તું મને કે’ છે....! તને ભાન પડે છે.....!? આ ટાઈમ તો જો.....!”

સિદ્ધાર્થનો ગુસ્સો જોઈને લાવણ્યા ડરી ગઈ હોય એમ બાળક જેવુ મોઢું કરીને રડમસ આંખે તે જોઈ રહી.

“તું આ ટાઈમે અહિયાં શું કરે છે....!?” સિદ્ધાર્થ એવા જ ગુસ્સેલ સ્વરમાં બોલ્યો “અને એ પણ એકલી.....!?”

આજુબાજુ જોઈ સિદ્ધાર્થે પાછું લાવણ્યા સામે જોયું.

“તને ભાન પડે છે કઈં.....!? કોની જોડે આવી ‘તી તું...!?” ગુસ્સામાં સિદ્ધાર્થથી અજાણતાંજ બોલાઈ ગયું પછી તેને તરતજ સમજાયું કે તેણે આવું નહોતું બોલવું જોઈતું.

“એક...એકલી આઈ ‘તી....!” લાવણ્યા દયામણું મોઢું કરીને થોડીવાર સુધી મૌન થઈ તેની સામે જોઈ રહી પછી બોલી.  

સિદ્ધાર્થને પોતાની ભૂલ સમજાતાં સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને તેણી સામે જોઈ રહ્યો.

“સો...!”

“સિડ....!” સિદ્ધાર્થ સોરી બોલવાજ જતો હતો ત્યાંજ લાવણ્યા રડમસ સ્વરમાં બોલી પડી “મારે કઈંક કે’…!”

“તું આટલાં લેટ અહિયાં કેમ આઈ....!?” સિદ્ધાર્થે સહેજ ચિંતાતુર મૃદુ સ્વરમાં પૂછ્યું પછી તેણીને ઉપરથી નીચે સુધી જોયું “તું...તું ઠીક છે ને....!?”

વરસાદમાં પલળેલી લાવણ્યાના ભીના વિખરાયેલા વાળ જોઈને સિદ્ધાર્થે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું. 

“તને શું થયું...!? તારી આવી હાલત....!? તું...!?”

“મ્મ...મને ક..કઈં નઈ થયું જાન....!” લાવણ્યા વ્હાલથી બોલી.

“તો તું...! આટલાં મોડાં....!? અહિયાં...!?” ચિંતાતુર સ્વરમાં પૂછી સિદ્ધાર્થ લાવણ્યાની વધુ નજીક સરક્યો.

“સ...સિડ....મ્મ...મારે તને...તને કઈંક કે’વું છે....!” ગભરાયેલી લાવણ્યા તૂટક-તૂટક સ્વરમાં બોલી રહી હતી.

“તો હું ક્યારનો પૂછું જ તો છું....!” સિદ્ધાર્થ મીઠો ગુસ્સો કરતો હોય એમ ચિડાઈને બોલ્યો “તને શું થ્યું છે....!? તું...તું.... આ ટાઈમે એકલાં રિવરફ્રન્ટ શું કરે છે...!? તારે અહિયાં આ’વું તું....તો મને ના કે’વાય....! હું લઈ આવત....!”

“એ ન....નઈ કે’તી..!” લાવણ્યા એવાજ રડમસ સ્વરમાં બોલી.

“તો શું કે’છે....!? બોલને લવ.....!” સિદ્ધાર્થ હકથી બોલ્યો. 

“બોલને લવ....લવ....!” સિદ્ધાર્થે જે રીતે કહ્યું લાવણ્યા ભીની આંખે તેની સામે જોઈ રહી.

“તું...તું...મ્મ...મારો ફ્રેન્ડ છે ને....!?” લાવણ્યાએ ભાવુક સ્વરમાં પૂછ્યું.

“અરે આ કઈં પૂછવાની વાત છે...!? હાસ્તો....!” સિદ્ધાર્થ સહેજ ચિડાયો અને મીઠો ગુસ્સો કરીને બોલ્યો “અને તું આ પૂછવા માટે આટલાં મોડાં અને એય આવાં વરસાદમાં અહિયાં આઈ...!? ફૉન કરીને પૂછી લીધું હોત....!”

“તું ...તું મ્મ..મારી વ...વાત કેમ નઈ સાંભળતો છોકરાં....!” લાવણ્યા રડમસ સ્વરમાં છણકો કરીને બોલી.

“તો બોલને.....! તારે શું કે’વું છે....!?”

સિદ્ધાર્થ સામે જોઈને લાવણ્યા બોલવા મથી રહી. તેણીનાં હોંઠ ફફડી રહ્યાં હતાં, ગળે આવી ગયેલાં શબ્દો લાવણ્યા બોલી નહોતી શકતી. તેણીનાં ધબકારા વધી જતાં તે ઊંડા-ઊંડા શ્વાસ લેવાં લાગી, તે એટલી ગભરાઈ ગઈ કે તેણીનાં માથે પરસેવો સુધ્ધાં વળવા લાગ્યો.

“કોઈ બવ મોટી વાત લાગે છે....!?” ગભરાટને કારણે લાવણ્યાની હાલત જોઈને સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

“એ મારી જોડે નઈ બોલે તો....!? મને છોડી દેશે તો....!?” સિદ્ધાર્થ સામે જોઈ રહી બોલવા મથી રહેલી લાવણ્યા મનમાં બબડી “નઈ...નઈ....હું એને નઈ જવા દઉં....!”

“....એને બાંધી દવ તો.....!? એની જોડેથી પ્રોમિસ લઈ લવ તો....!? એ મને નઈ છોડે એવું...!”

મનમાં વિચારતાં-વિચારતાં લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“નઈ....નઈ....! એવું નઈ કરવું...! એવી જોરજોરાઈ શું કામની....!?” સિદ્ધાર્થ સામે દયામણું મોઢું કરીને લાવણ્યા જોઈ રહી.

“બોલને લવ.....!” સિદ્ધાર્થે પ્રેમથી પૂછ્યું અને એક ડગલું લાવણ્યાની વધુ નજીક આવ્યો.

“સિડ....તું....તું...!” લાવણ્યા બોલવા મથી રહી. હળવેથી તેણીએ સિદ્ધાર્થનું બાવડું પકડી લીધું.

“લવ....! તારી તબિયત ઠીક છે ને....!?” સિદ્ધાર્થે હવે ચિંતાતુર સ્વરમાં પોતાનાં બાવડે મૂકેલા લાવણ્યાના હાથની હથેળી પકડીને પૂછ્યું.

લાવણ્યા હિમ્મત ભેગી કરતી હોય એમ સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહી. સિદ્ધાર્થ તેણીનાં બોલવાની રાહ જોઈ રહ્યો. કેટલીક ક્ષણો એમ જ વીતી.

“હું વર્જીન નઈ.....!”છેવટે હિમ્મત કરીને લાવણ્યા ઝડપથી બોલી ગઈ.

સિદ્ધાર્થ અવાચક નજરે તેણી સામે જોઈ રહ્યો.

“સિડ....હું....હું વર્જીન નઈ....! હું વર્જીન નઈ....!” લાવણ્યા બઘાઈ ગઈ હોય એમ રડી પડી અને બબડાટ કરવાં લાગી.

“લાવણ્યા...તારે આ બધું...!”

“ હું...હું..વર્જીન નઈ સિડ....!” સિદ્ધાર્થ બોલવા જતો હતો તોય લાવણ્યા સાંભળ્યા વિના બબડાટ કરે જતી હતી.

“લાવણ્યા તને શું થાય છે....!?” લાવણ્યાની હાલત જોઈને સિદ્ધાર્થ ચિંતાતુર થઈ ગયો અને તેણીનાં બાવડાં પકડીને તેને પૂછવા લાગ્યો.

“સિડ....સિડ...હું....હું વર્જીન નઈ..હું વર્જીન નઈ....!” લાવણ્યા રડી પડી “મ્મ....મારો વાંક ન’તો.....! મ્મ....મારો કોઈ વ... વાંક ન’તો....! સાચે કવ છું....! મારો વાંક ન’તો....!”

“લાવણ્યા પ્લીઈ....ઝ.....શાંતથા....!” સિદ્ધાર્થ ચિંતાતુર સ્વરમાં બોલ્યો અને લાવણ્યાને પોતાનાં બાવડામાં દબાવી દીધી.

લાવણ્યાના માથે વાળમાં પ્રેમથી તે હાથ ફેરવીને તેણીને શાંત કરવાનો પ્રયત્ન કરતો રહ્યો.

 “મારો વાંક ન’તો.....! મારો વાંક ન’તો.....!”

“લવ....પ્લીઝ....! શાંત થા.....!”  એકની એક વાત બબડાટ કરે જતી લાવણ્યાને સાંત્વના આપતો હોય એમ સિદ્ધાર્થ બોલ્યો “અહિયાં બેસ...આય ....અહિયાં બેસ....!”

વૉક વેની નાની બેઠક જેવી પાળી પાસે સિદ્ધાર્થ લાવણ્યાને હળવેથી ધકેલી લાવ્યો.

“બેસ અહિયાં....!” પાળી ઉપર લાવણ્યાને બેસાડી સિદ્ધાર્થ તેણીની સામે ઘૂંટણવાળીને ઉભડક બેઠો “શાંત થા...હમ્મ...!”

“હું સાચું કવ છું....! મ....મારો વાંક ન’તો સિડ..!” લાવણ્યા રડતાં-રડતાં માથું ધૂણાવીને બોલી.

“સારું...સારું....તું શાંત થા પે’લ્લાં...શાંત થા...! હું તારા માટે પાણી લાવું...! એક મિનિટ...!” એટલું બોલીને સિદ્ધાર્થ ઊભો થયો અને પોતાનાં એન્ફિલ્ડ તરફ જવા પાળી કુદવા ગયો.

“નઈ....નઈ...મ્મ..મને છોડીને ના જાને....!” સિદ્ધાર્થ છોડી જશે એ વાતથી ડરી ગયેલી લાવણ્યા સફાળી ઊભી થઈ ગઈ અને સિદ્ધાર્થનો હાથ પકડીને તેને ખેંચવાં લાગી.

“મારો વ....વાંક ન’તો....! હું સાચે કવ છું....! સિડ....!” લાવણ્યા આજીજીપૂર્વક બોલી અને કરગરવા લાગી “મારો વાંક ન’તો...! મને ના છોડને પ્લીઝ....!”

“હાં .....સારું....હું અહિયાંજ છું....! હમ્મ....!” સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને પોતના બાવડામાં ભીંસી લીધી અને તેણીના વાળમાં હાથ ફેરવીને તેણીને શાંત કરવાનો પ્રયત્ન કરતો રહ્યો.  

વરસાદને લીધે ઠંડા થઈ ગયેલાં વાતાવરણમાં લાવણ્યાને સિદ્ધાર્થના આલિંગનની ઉષ્મા વર્તાઇ રહી. ધીરે-ધીરે તેનાં ડૂસકાં શમવા લાગતાં તે શાંત થવા લાગી.

----

“મારો કોઈ વાંક ન’તો સિડ.....! કોઈ વાંક ન’તો એ વખતે.....!” શાંત થયા પછી લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈ રહીને ભીની આંખે બોલી રહી હતી.

“લવ ….પ્લીઝ....! તારે એ બધુ કે’વાની કોઈ જરૂર નઈ....!” સિદ્ધાર્થ દયામણા સ્વરમાં બોલ્યો.

“મારે કે’વું છે....! પ્લીઝ સિડ....મ્મ...મારે બધુ કે’વું છે.....!” રડતી આંખે લાવણ્યા બોલી અને સિદ્ધાર્થ સામે જોઈ રહી “મને કે’વાદે....! મને બધુ ક....કઈ દે’વાદે....! પ્લીઝ મને સાંભળ....!”

“પ્લીઝ મને સાંભળ.....સાંભળ.....!” લાવણ્યા સાવ આજીજીભર્યા સ્વરમાં બોલતાં સિદ્ધાર્થના કાનમાં તે શબ્દો પડઘાઈ રહ્યાં.

તેને લાવણ્યા ઉપર દયા આવી ગઈ. જે લાવણ્યા વિષે તેણે આજ સુધી “ધાકડ” “બૉલ્ડ” કે પછી એવા બધાં શબ્દો સાંભળ્યા હતાં, અત્યારે તે એમાંની એકેય નહોતી લાગી રહી. પણ અત્યારે તે પોતાનાં અંતરની વાત કહેવાં માંગતી હોય, એવી નિ:સહાય છોકરી લાગી રહી હતી જેને બસ સિદ્ધાર્થ જેવાં કોઈની જરૂર હતી જે એને સાંભળે ...! એની વાત કોઈ સાંભળી તેણીને સમજે. 

“હું અહિયાંજ છું.... તારા માટે..!” લાવણ્યાના ગાલે હળવેથી હાથ મૂકી સિદ્ધાર્થ પ્રેમથી બોલ્યો અને  લાવણ્યાના એક હાથની આંગળીઓમાં પોતાના હાથની આંગળીઓ ભેરવી પોતાના હાથમાં પકડી લીધી.

કેટલીક ક્ષણો લાવણ્યા સિદ્ધાર્થ આંખોમાં જોઈ રહી. સિદ્ધાર્થ પોતાને સમજશે એવો વિશ્વાસ આવતાં લાવણ્યાનું હૃદય સહેજ શાંત થયું. થોડીવાર મૌન રહી તે શૂન્યમનસ્ક જોઈ રહી બોલવા લાગી.

“હું ટેન્થમાં હતી....!”

“અમે જોઈન્ટ ફેમિલીમાં રે’તા ‘તા....! પપ્પા, એમનાં નાના ભાઈ....એટ્લે મારાં કાકા...! મમ્મી.. કાકી...!”

સિદ્ધાર્થ કરુણાજનક આંખે તેણી સામે જોઈ રહ્યો.

“પપ્પાને ટાયરોનો બિઝનેસ હતો....! ખાસ્સો મોટો....!”

“બિઝનેસમાં પપ્પા મોટેભાગે બીઝી રે ‘તા....! એટલે હું પે’લેથી અંકલ જોડે રમી-રમીને મોટી થઈ ‘તી...! પપ્પા કરતાં વધારે હું કદાચ કાકા જોડે ક્લોઝ હતી....!”

શૂન્યમનસ્ક તાકી રહેલી લાવણ્યાની આંખમાંથી આંસુની ધાર વહીને નીચે પડી.

“બ....બઉ ટ્રસ્ટ હતો એમની ઉપર.....!”

ડૂસકું આવી જતાં લાવણ્યા અટકી પછી બોલી.

“મેરેજ ફંકશનમાં બધાં બા’ર ગ્યાં ‘તા....! કાકા તબિયતનું બા’નું કાઢીને એકલા ઘેર રોકાયા....! ઘરે કોઈ ન'તું....એટલે એમણે મારાં પપ્પાને કઈને મને ઘેર રોકાવાનું કીધું....! પપ્પાએ હા પાડતાં હું રોકાઈ....!”

“લાવણ્યા પ્લીઝ...!”

“સિડ હું ટેન્થમાં હતી....!” લાવણ્યા રડી પડી “એમણે.....મારી સાથે....મ્મ....મારી જોડે.....!”

“ઇટ્સ ઓકે લવ.....!” વાત સમજી ગયેલો સિદ્ધાર્થ પણ આઘાત પામ્યો અને ગળગળો થઈ ગયો “રે’વાદે....!”

“એમણે...એમણે મારો રેપ કર્યો.....! રેપ કર્યો....!” સિદ્ધાર્થની છાતી ઉપર માથું મૂકી લાવણ્યા મોટેથી રડી પડી.

સિદ્ધાર્થની આંખ પણ ભીની થઈ જતાં તેણે લાવણ્યાને બાથમાં ભરી લીધી અને પ્રેમથી તેણીની પીઠ પસવારી તેણીને સાંત્વના આપતો રહ્યો.

ક્યાંય સુધી લાવણ્યા રડતી રહી. ફરીવાર લાગણીઓનું એજ તોફાન આવ્યું. જોકે સિદ્ધાર્થની સાંત્વના અને પ્રેમ ભર્યા આલિંગનની હૂંફને લીધે લાવણ્યા ઝડપથી શાંત થઈ.

----

"એમણે મને ડરાવી ....ધમકાવી....!" શાંત થયા પછી લાવણ્યા ધીમે-ધીમે પોતાની અધૂરી વાત કહી રહી હતી.

બંને વૉક વેની પાળી ઉપર બેઠાં હતાં. રાતના લગભગ સાડા અગિયાર વાગ્યાં હતાં. વરસાદ બંધ થયાં પછી ઠંડો પવન વાઈ રહ્યો હતો.

"હું કોઈને કઈ ના દઉં એ માટે....!"

શૂન્યમનસ્ક જોઈ રહી લાવણ્યા બોલી રહી હતી.

"હું ડરી ગઈ 'તી ...! પણ તોયે મેં મમ્મીને કઈ દીધું ...! અને મમ્મીએ પપ્પાને...! "

“પણ....!” લાવણ્યા બોલતાં -બોલતાં અટકી ગઈ અને તેણીની આંખ ફરીવાર ભીની થઇ ગઈ. તેણે હતપ્રભ શૂન્યમનસ્ક આંખે સિદ્ધાર્થ સામે જોયું.

"કદાચ....એને અત્યારે એ બધું દેખાઈ રહ્યું છે....!" લાવણ્યાની આંખો વાંચી ગયો હોય એમ સિદ્ધાર્થ તેની સામે દયામણી નજરે જોઈ રહી મનમાં બબડ્યો.

"પણ સિડ........! પપ્પાએ મારી કે મમ્મીની વાત ઉપર ટ્રસ્ટજ ના કર્યો....!” હજીપણ એવોજ આઘાત લાગેલો હોય એમ લાવણ્યા હતપ્રભ થઈને સિદ્ધાર્થ સામે જોઈને બોલી “એમને....એમને....એમનાં ભાઈ ઉપરજ વધારે ટ્રસ્ટ હતો.....! સિડ...! હું....! મમ્મી...! કોઇની ઉપર નઇ....!”

“કેવો કે’વાય એ માણસ.....! જેને પોતાની પત્ની અને દીકરી ઉપર પણ ટ્રસ્ટ ના આયો....!”  

સિદ્ધાર્થને પણ આંચકો લાગ્યો અને તે મનમાં બબડ્યો. તેણે જોયું કે લાવણ્યાને જે આઘાત લાગ્યો હતો તે હજીપણ એવોજ હતો.

તેણે પોતાનાં હાથની પકડ લાવણ્યાની હથેળીઓ પર થોડી વધુ કસી.

"મમ્મીને બવ આઘાત લાગ્યો....મને પણ લાગ્યો....!" લાવણ્યા શૂન્યમનસ્ક તાકી રહીને બોલી "પપ્પા આવું કઈ રીતે કરી શકે....!?"

હજીપણ લાવણ્યાને એ પ્રશ્નનો જવાબ ના મળ્યો હોય એમ લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોઈને પૂછ્યું પછી પાછી મૌન થઈને વિચારી રહી.

"જે થયું...એ બધું મમ્મીથી સહન ના થયું .....!" લાવણ્યા બોલી "ત્યાં રે'ત ...! તો અંકલ કદાચ મારું શોષણ કરેજ જાત....! અને કોઈ અમારો ટ્રસ્ટ ના કરત ...!"

સિદ્ધાર્થ સહાનુભૂતિપૂર્વક લાવણ્યા સામે જોઈ રહ્યો.

"એટલે મમ્મીએ મારાં માટે ડિવોર્સ લઇ લીધા ....!" લાવણ્યા ભારે સ્વરમાં બોલી "અને અમે અહિયાં આવતાં ર્યા ....!"

"ડિવોર્સમાં મમ્મીને સારી એવી રકમ ભરણપોષણમાં મલી .....!" લાવણ્યા બોલી "અમદાવાદમાં મારાં મામાંએ અમને અહિયાં ઘર લઈ સેટ થવામાં હેલ્પ કરી...!"

"પણ.....!" લાવણ્યા બોલી અને ભયથી આશંકિત નજરે સિદ્ધાર્થ સામે જોઈ અટકી "એ દિવસ પછી....! ઘણું બદલાઈ ગ્યું ....! મ્મ...મારામાં.....!"

સિદ્ધાર્થ એવીજ રીતે લાવણ્યા સામે જોઈ રહ્યો. થોડીવાર સુધી મૌન થઈને લાવણ્યા એવીજ રીતે ભયથી આશંકિત નજરે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“ન...નાની ઉમ્મરમાં સેક્સ પ્રત્યે એક્સપોઝ થઈ જતાં.....! હું....હું.....!” ડરી ગયેલી લાવણ્યા શબ્દો ગોઠવી રહી “સિડ...હું....હું....!”

મોઢે આવી ગયેલાં શબ્દો લાવણ્યા બોલી નહોતી શકતી.

સિદ્ધાર્થ તેણી સામે સહાનુભૂતિપૂર્વક જોઈ રહ્યો.

“સિડ....! હું....મ્મ....મારી મરજીથી....! અ....!” લાવણ્યાને શ્વાસ ચઢ્યો હોય એમ ઝડપથી શ્વાસ લેવા લાગી “12thમાં....મેં મારી મરજીથી એક છોકરા જોડે....! સે..!”

લાવણ્યા હાંફવા લાગી. તે ડરી ગયેલાં ચેહરે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“લવ.....!” સિદ્ધાર્થે તેણીની હથેળી સહાનુભૂતિપૂર્વક દબાવી “ઈટ્સ ઓકે....! તારા મનમાં જે હોય....એ કઈદે...! બધુ ખાલી થઈ જવા દે....!”

સિદ્ધાર્થે વિશ્વાસપૂર્વક તેણીને કહેતાં લાવણ્યાનાં ધબકારા શાંત થયાં. 

“પછી કૉલેજમાં વ….વિશાલ જોડે વન નાઈટ સ્ટેન્ડ....!” લાવણ્યા થોડાં શાંત સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને સંકોચપૂર્વક બોલી.

થોડું મૌન રહીને તેણીએ સિદ્ધાર્થના ચેહરા ઉપર હાવભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો. લાવણ્યા માટે હજીપણ તેનાં ચેહરા ઉપર સહાનુભૂતિના ભાવ હતાં.

“આઈ સ્વેર સિડ....!” લાવણ્યાની આંખ ટપકવા લાગી “એ બ...બે જ વાર .....! ત્યાર પછી મેં કદી કોઇની સાથે .....!”

લાવણ્યા પાછી હાંફવાં લાગી.

“મેં કદી પૈસા માટે કે બીજી કોઈપણ વસ્તુ માટે કોઇની પણ સાથે સેક્સ નઈ કર્યું...! હું સ....સાચું કવ છું સિડ....! સાચું કવ છું....!”  લાવણ્યા રડી પડી “મેં....ક...કદી નઈ કર્યું....! પૈસા માટે ન....નઈ....!”    

“ક...કૉલેજમાં મારી જે ઈમેજ છે.....! હું....હું....એવી નઈ....!” સિદ્ધાર્થને વિશ્વાસ અપાવાં લાવણ્યા કારગરતી હોય એવા સ્વરમાં બોલી “પણ મારી સાથે જે થયું ....એ પછી હું ડિપ્રેશન... એન્ગઝાઇટીનો ભોગ બની....! મારે કોને કે’વું....!? શું કે’વું...!? કઈં ન’તું સમજાતું....! મને શું થતું ‘તું...એ હું પણ ન’તી સમજી શકતી...કે બીજાને કોઈને સમજાઈ પણ ન’તી શકતી....! અંકલે મારી સાથે જે કર્યું....! એ પછી થોડાં દિવસોમાંજ હું સ...સીગરેટ પીતી થઈ ગઈ....! ટેન્થમાંજ હું ચેઈન સ્મોકર થઇ ગઈતી ...!”

“......પછી 12thમાં પે’લ્લીવાર...જ... જ્યારે મે મ્મ....મારી મરજીથી સેક્સ માણ્યું....ત...ત્યારે હું ડ..ડ્રિંક પણ કરતી થઈ ગઈ ‘તી....!”

“.... ક...કૉલેજમાં આઈ ત્યારે હું....હું....વિશાલ અને એનાં હાઇપ્રોફાઇલ ગ્રૂપમાં જોડાઈ...એ....પ...પછી પાર્ટીઝમાં ડ.....ડ્રગ્સ પણ લેતી....! આઈ સ્વેર સિડ.....! આઈ સ્વેર....!”

લાવણ્યા પોતાનું ગળું પકડીને બોલી

“મારી મરજી હોવા છતાય....! એ બંને વખતના સેક્સ્યુયલ એક્સપિરિયન્સ સાવ વાહિયાત અને ખરાબ હતાં....! સાચે કવ છું.....! કોઈજ જાતનું ઈમોશનલ અટેચમેન્ટ ન’તું....! કોઈજ જાતનું નઈ...! મેં જે કર્યું...! એ....એ ખબર નઈ પણ....અંકલે મારી સાથે જે કર્યું...એ પ...પછી...મ્મ...મને સેક્સ વિષે ક્યુરોસિટી થવાં લાગી’તી....! એમાંય હું....હું ભારે ડિપ્રેશનમાં હતી....! સીગરેટ....દારૂ.....!

“.....કઈં ખબર ન’તી પડતી....! “

“.....ક્યાં જવું....!? કોને કે’વું....!? “

“મમ્મી પણ અહિયાં આઈને શરૂ-શરૂમાં જોબ કરતી....! હું એકલી પડી ગઈ’તી....! એકલી પડી ગઈ’તી સિદ...!”

શ્વાસ ચઢવા લાગતાં લાવણ્યા પાછી થોડું અટકી.

સિદ્ધાર્થ તેણી સામે એજરીતે જોઈ રહ્યો. લાવણ્યાની વાતો તેનાં મનમાં પડઘાઈ રહી હતી.

“….મારી પાસેથી સેક્સ મેળવવાં છોકરાઓ મારી આગળ ઘૂંટણિયે પડી જતાં ....! મારી આગળ પાછળ લાળ ટપકાવતાં ફરતાં....!”

“….મને કાયમ એવો પ્રશ્ન થતો....! કે...કે પોતાને મર્દ કે'તા ફરતાં ....કે પોતે છોકરાઓ હોવાની ડંફાશો મારતાં છોકરાઓ ખાલી સેક્સ જેવી નાની અમથી વસ્તુ માટે સાવ આવી લાળ ટપકાવે...!? કેમ.....!?”

"પોતાની ઉપર કંટ્રોલ કરવાની સહેજ પણ તાકાત નઈ હોય એમનામાં....!?"

"....તો પછી મર્દ શેના.....!?"

લાવણ્યાનો એ પ્રશ્ન સિદ્ધાર્થનાં કાનમાં પડઘાઈ રહ્યો.

“…. મને છોકરાઓની વીકનેસ ખબર પડી ગઈ....! અને મારી પણ...! કે હું છોકરી છું ....! “

“…એ બધાની સામે મારે એવું જ રે'વું જોઈએ...જેવી એ મને ઈચ્છે છે....! સેક્સ માટે મારી આગળ-પાછળ ફરતા છોકરાઓને હું તડપાવતી....તરસાવતી...!  મને ખબર હતી...કે લોકે એવીજ હોપ....એવીજ આશાએ મારી આગળ-પાછળ ફરે છે....! કે ક્યારેક તો એ લોકોને ....!"

ભીની આંખે બોલે જતી લાવણ્યા સહેજ અટકી અને સિદ્ધાર્થ સામે જોયું.

"મારી ઉપર ‘હાથ સાફ’ કરવાં મલશેજ....!" લાવણ્યા અત્યંત વેધક સ્વરમાં બોલી અને સિદ્ધાર્થ પોતાની આંખો બંધ કરી માથું ધૂણાવતાં-ધૂણાવતાં નજર ફેરવી લીધી.

"આઈ નો સિદ.....! આવું જ બોલે છે લોકો મારાં માટે.....! "

સિદ્ધાર્થ સામેની બાજુ શૂન્યમનસ્ક જોઈ રહ્યો. 

"મારી ઉપર હાથ સાફ કરવાં મલશેજ....! હાથ સાફ કરવાં મલશેજ....!"

અત્યંત ઘૃણા ઉપજે એવાં શબ્દો સિદ્ધાર્થનાં કાનમાં પડઘાઈ રહ્યાં. 

“સેક્સના ભૂખ્યા એ લોકોમાં સહેજ પણ સેલ્ફ રિસ્પેક્ટ નઈ.....! પોતાની ઉપર સહેજ પણ ગર્વ કે વ્યાજબી હોય એવો ઘમંડ નઈ....!”

"હું ગમે તેવું બિહેવ કરું....! એમની સાથે રુડલી વાત કરું....! એમની ઈન્સલ્ટ કરું.....! તો પણ....! સેક્સની આશાએ એ લોકો કાયમ મારી આગળ-પાછળ "લાવણ્યા ...લાવણ્યા ....!" કરતાં ફર્યા કરતા...!"

“હું દિવસે-દિવસે વધુને વધુ ઘમંડી....તોછડી બનતી ગઈ...! વધુને વધુ બેફામ....! મને ખબર પડી ગઈ 'તી...લોકોને હું એવીજ ગમું છું ....!”

" એ લોકો મને જાહેરમાં ક્યારેક ક્યારેક અડપલાં કરતાં  ....! ઘણાં લોકોની હિમ્મત તો એટલી ખુલી ગઈ....કે મને ગ્રુપમાં બધાની વચ્ચેજ વન નાઈટ સ્ટેન્ડનું પૂછી લેતા.....! આવાં લોકોને જયારે હું મોઢે ના પાડતી...તો એ લોકો કૉલેજમાં મારાં વિષે વાતો ફેલાવતાં .....! કે હું આજે આ છોકરા જોડે જવાની..ઓલા જોડે જવાની.....! કે પછી હવે હું એટલાં  બધાં જોડે જઈ ચુકી છું ...કે મારામાં હવે કશું બચ્યું ન ..!"

"પ્લીઝ લાવણ્યા ....સ્ટોપ ઈટ....!" સાંભળવાની હિમ્મત ખૂટી જતાં સિદ્ધાર્થ બોલી પડ્યો અને પોતાની આંખ ભીની થતાં લાવણ્યા તરફથી નજર ફેરવી લીધી.

સિદ્ધાર્થ સામે જોઈ રહી લાવણ્યા ડૂસકાં ભરવાં લાગી.

"મારાથી સાંભળી પણ નઈ શકાતું ...!" સિદ્ધાર્થ ભીની આંખે લાવણ્યા સામે જોઈને બોલ્યો "તું કેવી રીતે જીવી ગઈ આ બધું...!? કેમનું સહન કરી ગઈ....!?"

મૌન થઈને લાવણ્યા ભીની આંખે સિદ્ધાર્થ સામે જોઈ રહી.  

"ધ ...ધીરે...ધીરે મને આદત પડતી ગઈ....આ બધાની ...!" લાવણ્યા પોતાની આંખ લૂંછતાં બોલી "હું કોઈને એક્સપ્લેઇન કરવા બેસત....તોય કોઈ મારી ઉપર ટ્રસ્ટ ના કરત એ હું સમજી ગઈ 'તી .... અને એમપણ....!"

બોલતાં-બોલતાં અટકીને લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું.

"લોકોને હું એવીજ ગમતી 'તી ...! એક ઘમંડી....તોછડી ....ઉડાઉ.....રખડેલ લાવણ્યા.....! ઘીઈઈઈ...લાવણ્યા....!"

લાવણ્યાએ ફરીવાર કટાક્ષ કર્યો.

સિદ્ધાર્થે પોતાની આંખો મીંચીને ફરીવાર આડું જોઈ લીધું. થોડીવાર સુધી લાવણ્યા ડૂસકાં ભરતી રહી. 

“મારે ક.... કોઈની જરૂર હતી.......! એવું જ...જેને હું બધું કઈ શકું...પ....પણ....!” લાવણ્યા બોલીને સિદ્ધાર્થ સામે જોઈ રહી.  

સિદ્ધાર્થ કશું પણ બોલ્યાં વગર તેણી સામે દયામણી નજરે જોઈ રહ્યો.

"મને કોઈ એવું ના મલ્યું ....જેની ઉપર હું ટ્રસ્ટ કરી શકું....!" લાવણ્યાની આંખ ફરી ભીની થઇ "અને જયારે જયારે કોઈની ઉપર ટ્રસ્ટ કર્યો.....! એણે બસ મારો ટ્રસ્ટ તોડ્યો જ છે....!"

લાવણ્યા ફરીવાર રડી પડી. રડતાં-રડતાં તે ડૂસકાં ભરી રહી હતી અને શૂન્યમનસ્ક થઈને પાછી એજ ભૂતકાળમાં પહોંચી ગઈ હતી.

"મને કોઈ એવું ના મલ્યું .... ના મલ્યું ....!”

“જેની ઉપર હું ટ્રસ્ટ કરી શકું....! ટ્રસ્ટ કરી શકું....!"

લાવણ્યાના એ શબ્દો સિદ્ધાર્થના મનમાં પડઘાઈ રહ્યાં.

"તો પછી તે મારી ઉપર કેમનો ટ્રસ્ટ કર્યો ...!?" લાવણ્યા સામે જોઈ રહીને સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

તેને એ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઇ આવી છતાંય તે મૌન રહ્યો અને લાવણ્યા સામે જોઈ રહ્યો. 

"હું કંટાળી ગઈ'તી ...!” લાવણ્યાની આંખમાંથી ફરીવાર આંસુની ધાર વહી “છેલ્લે મેં યશ ઉપર ટ્રસ્ટ કર્યો...! લાગ્યું કે ...કે ડીસન્ટ છોકરો છે....! એણે શરૂમાં મારી સાથે એકદમ ડીસન્ટ બિહેવ કર્યું.... પણ....! અંકલની જેમ....એણે પણ મારો ટ્રસ્ટ તોડ્યો અને મારો ર...રૅપ કર્યો ...!"

છેવટે લાવણ્યા ફરીવાર રડી પડી અને ડુસકા ભરવા લાગી. પ્રયત્ન કરવાં છતાંય તે પોતાનું રડવું રોકી ના શકી.

પોતાનો હાથ લાવણ્યાના માથે એકબાજુ પ્રેમથી મૂકી સિદ્ધાર્થે તેણીનું માથું પોતાના ખભા ઉપર હળવેથી ઢાળી દીધું. લાવણ્યા ક્યાંય સુધી ડૂસકાં ભરતી રહી. લાવણ્યાનું મન હળવું થાય ત્યાં સુધી સિદ્ધાર્થે તેણીને રડવા દીધી.

----

પોતાનો બધો પાસ્ટ સિદ્ધાર્થને કહી દીધાં પછી લાવણ્યાનું મન હળવું થઇ ગયું. હવે એવું કશુંજ નહોતું જે સિદ્ધાર્થથી છૂપું હોય. જોકે હવે સિદ્ધાર્થ તેણીને અપનાવશે કે છોડી જશે, એ વાતની ચિંતા લાવણ્યાને ઘેરી વળી. રિવરફ્રન્ટની પાળીએ ક્યાંય સુધી તે સિદ્ધાર્થના ખભે માથું ઢાળીને રડતી રહી હતી. શાંત થઇ ગયા પછી પણ લાવણ્યાને ઉઠવાનું કે ઘેર જવાનું મન જ ના થયું. સિદ્ધાર્થ છોડી દેશે એ બીકે લાવણ્યા એમજ તેનાં ખભે માથું ઢાળીને બેસી રહી.

લાવણ્યાના દર્દનાક ભૂતકાળનાં શબ્દો સિદ્ધાર્થના કાનમાં ક્યાંય સુધી પડઘાતા રહ્યાં હતાં. પોતાનો ભૂતકાળ કહી દીધાં બાદ લાવણ્યાનું મન તો ખાલી થઈ ગયું, પણ સિદ્ધાર્થનું મન ભરાઈ ગયું.

"ઘરરર....!" મોડી રાત સુધી બેસી રહ્યાં પછી આકાશમાં વાદળોનો ગડગડાટ સંભળાયો. વાદળોનો ગડગડાટ સાંભળી સિદ્ધાર્થને સમયનું ભાન થયું.

"ચલ ....!" પોતાનાં ખભે માથું ઢાળીને બેઠેલી લાવણ્યાને સિદ્ધાર્થે પ્રેમથી કહ્યું "બવ લેટ થઇ ગ્યું....! તને ઘેર મૂકી જાવ ....!" 

"તારે કઈં પૂછવું નઈ ....!?" સિદ્ધાર્થ સામે જોઈ રહીને મનમાં બબડી.

પોતાનો પાસ્ટ કહી દીધાં પછી હવે જે ચિંતા લાવણ્યાને ઘેરી વળી હતી તેનાં વિચારોથી ધ્રુજવા લાગી. મૌન રહીને તે સિદ્ધાર્થ તરફથી કોઈ પ્રતિક્રિયાની રાહ જોઈ રહી.

"તું મને છોડી તો નઈ દેને ...!?" સિદ્ધાર્થ સામે જોઈને લાવણ્યા મનમાં બબડી "કઈંક તો પૂછ ...!"

"ચલ લવ....!" સિદ્ધાર્થ વધુ એકવાર પ્રેમથી બોલ્યો અને ઉભો થયો.

લાવણ્યા પણ ઉભી થઇ. ઉભા થતાં-થતાં પણ તેણીએ સિદ્ધાર્થ સામે જોઈ રહી તેનાં ચેહરા ઉપરનાં ભાવો સમજવા પ્રયત્ન કર્યો.

હળવું સ્મિત કરીને સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડ્યો. સિદ્ધાર્થે કોઈજ પ્રતિક્રિયા ન આપતાં લાવણ્યા હવે ધ્રુજવા લાગી. સિદ્ધાર્થને પણ તેણીની ધ્રુજારી અનુભવાઈ.

"તને ઠંડી લાગે છે...!?" લાવણ્યાની હથેળી પોતાનાં બંને હાથમાં પકડી રબ કરતાં-કરતાં સિદ્ધાર્થે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

મૂંઝાયેલી લાવણ્યા કશું બોલ્યાં વગર સિદ્ધાર્થ સામે જોઈ રહી.

"લે....આ શર્ટ થોડો જાડો છે....!" સિદ્ધાર્થે પોતાનાં શર્ટના બટનો ખોલી શર્ટ ઉતારવા માંડ્યો "થોડો ભીનો છે...પણ તને રાહત રે'શે...!"

પોતાનો શર્ટ ઉતારી સિદ્ધાર્થે લાવણ્યાને ઓઢાળયો. તેણે અંદર ગ્રે કલરની ટી-શર્ટ પહેરી હોવાથી ચાલી જાય એવું હતું.

"ચલ ...!" લાવણ્યાનો હાથ પકડીને સિદ્ધાર્થ પાળી કૂદીને બીજી બાજુ ગયો.

"સાચવીને .....!" લાવણ્યાનો હાથ પકડી રાખીને સિદ્ધાર્થે પાછું જોઈને કહ્યું "અહીંયા કીચડ બવ છે....!"

 પાળીની બીજી બાજુ ઉભેલી લાવણ્યા થોડીવાર સુધી સિદ્ધાર્થ સામે જોઈ રહી.

"ચલ લવ.....!" લાવણ્યાની હથેળી ધીરેથી ખેંચી સિદ્ધાર્થ ફરીવાર એવું જ પ્રેમાળ સ્મિત કરીને બોલ્યો.

લાવણ્યા છેવટે સાચવીને પાળી ઉપર ચઢી અને ધીરેથી કીચડવાળા મેદાનમાં ઉતરી. લાવણ્યાનો હાથ પકડી રાખીને સિદ્ધાર્થ કીચડ અને પાણી વચ્ચેથી સાચવીને ચાલતો-ચાલતો સહેજ દૂર પાર્ક કરેલાં પોતાનાં બાઈક તરફ જવા લાગ્યો.

"તું કઈં નઈ પૂછે....!?"સિદ્ધાર્થની પાછળ દોરવાતી હોય એમ ચાલતાં -ચાલતાં લાવણ્યા મનમાં બબડી.

પોતાનાં એન્ફિલ્ડ પાસે આવીને સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ છોડી દીધો અને બાઈક ઉપર બેઠો. તેણે ચાવી ઇગ્નીશનમાં જ ભરાવેલી રાખી હતી. ચાવી ઘુમાવી તેણે બાઈકનો સેલ માર્યો.

સેલ મારી એક્સિલેટરને રેસ આપતાં-આપતાં તેણે લાવણ્યા સામે જોયું. પરાણે સ્મિત કરીને લાવણ્યા તેની પાછળની સીટ ઉપર ઘોડો કરીને બેઠી.

"સાચવીને બેસજે....!" સિદ્ધાર્થે સહેજ પાછું જોઈને કહ્યું અને પછી આગળ જોઈ બાઈક ચલાવી દીધું.

સિદ્ધાર્થે સાચવીને બેસવાનું કહ્યાં છતાંય લાવણ્યા રોજની જેમ સિદ્ધાર્થને ચીપકીને ના બેઠી. ઇચ્છવા છતાંય સંકોચને કારણે લાવણ્યા એ ના કરી શકી. જોકે સુરક્ષા ખાતર તેણે સિદ્ધાર્થના ખભે હાથ મૂકી રાખ્યો.  કીચડમાં આમતેમ સાચવીને ચલાવી સિદ્ધાર્થે બાઈક મેઈન રોડ ઉપર લીધું. લાવણ્યા ના ઘર તરફ જવા તેણે બાઈક બાટા શૉ રૂમથી કૉમર્સ છ રસ્તા તરફ ચલાવી લીધું. વરસાદને લીધે ભીનાં થયેલાં રોડ ઉપર બાઈક સ્લીપ ના થઇ જાય એટલે સિદ્ધાર્થે બાઈકની ઝડપ ધીમીજ રાખી. છેક લાવણ્યાના ઘર સુધી સિદ્ધાર્થનાં મગજમાં લાવણ્યાનાં એ દર્દનાક ભૂતકાળનાં વિચારો ફરતાં રહ્યાં. કેમેય કરીને સિદ્ધાર્થ એ વિચારોથી મુક્ત ના થઇ શક્યો.

-----

"મને અહીંયા જ ડ્રૉપ કરીદે ....!સોસાયટીના નાકે જ.....!" બાઈકની પાછળ બેઠેલી લાવણ્યા પોતાની સોસાયટી આવી જતાં બોલી.

"કેમ....!? હું અંદર મૂકી જવ છું ને....!" બાઈક ધીમું પાડતાં-પાડતાં સિદ્ધાર્થ બોલ્યો.

"પ્લીઝ સિદ....! મને અહીંયા જ ડ્રૉપ કરીદેને ....!" લાવણ્યા સહેજ રડમસ સ્વરમાં બોલી.

લાવણ્યાનો એવો સ્વર સાંભળીને સિદ્ધાર્થે બાઈક સોસાયટીના ગેટ સામે ઉભું રાખ્યું. રાતના શાંત વાતવરણમાં ભારેખમ અવાજ કરતુ હોવાથી સિદ્ધાર્થે બાઈકનું એન્જીન બંધ કર્યું.

પાછલી સીટ ઉપરથી ઉતરીને લાવણ્યા સ્ટિયરિંગ આગળ આવીને ઉભી રહી. સિદ્ધાર્થ સામે તે આશાભરી નજરે જોઈ રહી.

"તું કઈં પૂછતો કેમ નઈ ...!?" સિદ્ધાર્થ સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી "તને કોઈ કવેશન નઈ થતો...!?"

"આર યુ શ્યોર તું જતી રઈશ....!?" સિદ્ધાર્થે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

કેટલીક ક્ષણો પછી લાવણ્યાએ હકારમાં માથું હલાવી જવાબ આપ્યો. થોડી વધુ ક્ષણો લાવણ્યા સિદ્ધાર્થ સામે મૌન થઈને જોઈ રહી.

"હવે તું જા.....! હમ્મ ...!" થોડીવાર પછી સિદ્ધાર્થ હળવું સ્મિત કરીને બોલ્યો "બાય .....!"

લાવણ્યાનાં ધબકારાં વધવા લાગ્યાં. તેણે સિદ્ધાર્થના બાઈકનું સ્ટિયરિંગ પકડી લીધું અને બેચેનીપૂર્વક સિદ્ધાર્થ સામે જોઈ રહી. સિદ્ધાર્થ પાક્કું તેણીને છોડી જશે એ વાતની લાવણ્યાને ખાતરી થઇ ગઈ હોય એમ તે ડરથી ધ્રુજી ઉઠી.

"ક...કાલે કૉલેજ તો આઈશને....!?" ડરી ગયેલી લાવણ્યાએ ભારે ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું.

"હાસ્તો ...આઈશ જ ને....!" સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો "હવે તું ઘેર જા....! તો હું ય જાવ ...!"

થોડીવાર સુધી લાવણ્યા એવાજ ઉચાટભર્યા જીવે જોઈ રહી પછી પાછું ભરીને સોસાયટીના ગેટ તરફ જવા લાગી.

"હું પ...પાર્કિંગમાં તારી રાહ જોઇશ....! હોં ...!"  જતાં-જતાં લાવણ્યા સાવ દયામણા સ્વરમાં બોલી.

"સારું....! પણ તું ધ્યાનથી જજે....! ક્યાંય લપસી ના પડાય....!" સિદ્ધાર્થે એવાજ ચિંતાતુર સ્વરમાં કહ્યું.

"હા..હા...સારું....! પ...પણ તું કાલે કૉલેજ આવજે ....!" જતાં -જતાં લાવણ્યા ફરીવાર બોલી "ચોક્કસ આવજે હોને....!"

"હા....સારું...!"

"પ્રોમિસ આઈશને....!?" લાવણ્યા પાછી સિદ્ધાર્થ બાજુ આવવા લાગી. 

"તું જવા દઈશ ...તો હું આઈશને લવ....!" સિદ્ધાર્થ પ્રેમથી બોલ્યો "હવે તું જઈશ ...! કે હું તને જબરદસ્તી મૂકી જાવ....!"

"ના...ના...! હું જઉં છું ....! બાય ...!" લાવણ્યા પરાણે પાછું ફરીને જવા લાગી.

ગેટમાંથી એન્ટર થઈને તે પોતાનાં ઘર તરફ જવા લાગી. સોસાયટિના સ્ટ્રીટ લેમ્પના પીળા અજવાળામાં સિદ્ધાર્થ તેણીને જતાં જોઈ રહ્યો. છેક ઘેર પહોંચતા સુધી જતાં-જતા અનેકવાર લાવણ્યાએ પાછું ફરીને સિદ્ધાર્થ સામે જોયું.  છેવટે તે દેખાતી બંધ થઇ ત્યારે સિદ્ધાર્થે બાઈકનું ઇગ્નીશન ચાલુ કર્યું અને એક્સિલેટર ફેરવી દઈ ત્યાંથી સેટેલાઇટ તરફ જવા લાગ્યો. રાતના ઠંડા નીરવ વાતાવરણને ભંગ કરતુ અને ભારે અવાજ કરતુ રોયલ એન્ફિલ્ડ રસ્તા ઉપર દોડવા લાગ્યું  અને ફરીવાર સિદ્ધાર્થના મનને લાવણ્યાના ભૂતકાળના વિચારો ઘેરી વળ્યાં. જેટલી નિખાલસતાંથી તેણીએ સિદ્ધાર્થને પોતાનો પાસ્ટ કહી દીધો, લાવણ્યા માટે સિદ્ધાર્થનાં બધાજ વિચારો બદલાઈ ગયાં હતાં. તેણીની નિખાલસતાં સિદ્ધાર્થના હૃદયને સ્પર્શી ગઈ.

----

"ટ્રીન...ટ્રીન....!" સેટેલાઇટ સચિન ટાવર પહોંચવા માટે સિદ્ધાર્થ હજીતો મેઈન રૉડ ઉપરથી પોતાનું બાઈક વળાવી રહ્યો હતો ત્યાંજ તેનો મોબાઈલ રણક્યો.

"મામાનો હશે....!" લેટ થયું હોવાથી સુરેશસિંઘનો ફૉન હશે એમ માનીને સિદ્ધાર્થે બાઈક ધીમું કરીને વળાંક પાસે ઉભું રાખ્યું અને પોતાનાં જીન્સના પૉકેટ્માંથી મોબાઈલ કાઢીને સ્ક્રીન ઉપર નંબર જોયો.

"વિકટ....!?" સ્ક્રીન ઉપર વિકટનો નંબર જોતાંજ સિદ્ધાર્થને આશ્ચર્ય થયું અને તેણે તરતજ સ્ક્રીન ઉપર સ્વાઇપ કરીને કૉલ રિસીવ કર્યો.

"હા બોલ....!" સિદ્ધાર્થે પૂછ્યું "આટલાં મોડાં ...!?"

"દોસ્ત...! બરોડા આઇશ...!?" સામેથી વિકટ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું. 

"શું થયું યાર....!?" સિદ્ધાર્થે પણ સામે એવાજ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

"અર્જન્ટ છે દોસ્ત .....!" વિકટ એવાજ સ્વરમાં બોલ્યો "મારે અવાય એવું નથી....! નઈતો તને ના બોલાવત....!"

"આયો ચલ ....!" એટલું કહીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો અને મોબાઈલ પાછો જીન્સના પૉકેટમાં મુક્યો. બાઈક ચાલુજ હોવાથી તેણે બાઈક પાછું મેઈન રૉડ તરફ ફેરવી રોડ ઉપર લીધું. મેઈન રોડ ઉપર આવતાંજ સિદ્ધાર્થે બાઈકની ઝડપ વધારી દીધી.

*****

વાચકો માટે:

નાની ઉંમરમાં જ્યારે કોઈ વ્યક્તિ સેક્સ પ્રત્યે એક્સપોઝ થઇ જાય તો એનાં ઉપર શું અસર પડે? 

આ અંગે વિશ્વમાં ઘણાં વૈજ્ઞાનિક સંશોધનો વર્ષોથી થતાં આવ્યાં છે. વિશ્વના ઘણાં મનૌવૈજ્ઞાનિકોએ આ વિષય ઉપર અનેક સંશોધનો કર્યા છે. (તમે પણ આ વિષય ઉપર ગૂગલમાં સર્ચ પણ કરી શકો છો). 

ઉપરોક્ત પ્રશ્નના અનેક અન્ય પાસાઓ પણ છે, જોકે લવ રિવેન્જ નવલકથામાં લાવણ્યાના જીવનને આ પ્રશ્નનું જે પાસું લાગુ પડે છે એનીજ ચર્ચા હું અહીંયા કરી રહ્યો છું. આગાઉ કહ્યું તેમ, વિશ્વના ઘણાં મનૌવૈજ્ઞાનિકોએ આ વિષય ઉપર અનેક સંશોધનો કર્યા છે. આવા અનેક રિસર્ચ રિપોર્ટ્સ વાંચ્યા પછી જે સૌથી લેટેસ્ટ હોય એવું અને મને જે સૌથી વધુ રિલેવન્ટ (સંબંધિત) લાગ્યું હોય એવાં મનૌવૈજ્ઞાનિક Dr. Victor Cline, Ph.D., Human Psychology નું સંશોધન હું અહીંયા રેફરન્સ સ્વરૂપે મૂકી રહ્યો છું. 

આ રિસર્ચ આર્ટિકલ મોટેભાગે અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે. આમ છતાં, મેં મારી રીતે તેને સરળ અંગ્રેજીમાં લખી અને જ્યાં જરૂર જણાય ત્યાં ગુજરાતીમાં એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે જેથી વાચકોને વાંચવામાં સરળતા રહે. આર્ટિકલમાનાં રિસર્ચના તારણોનો મૂળ અર્થ બદલાઈ ના જાય એટલે અમુક અંગ્રેજી લખાણ જેમ છે એમજ રાખ્યું છે.
 
એક વાતની સ્પષ્ટતા હું ખાસ કરું છું કે આ સંશોધન અથવા રિસર્ચ મારું સ્વતંત્ર નથી, પરંતુ અગાઉ મનોવૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન ઉપર આધારિત "સ્ટડી" છે. સ્ટડી અને રિસર્ચમાં પાયાનો ફરક એ છે કે રિસર્ચ અનેક વર્ષો સુધી મોટેભાગે પ્રયોગો કે સર્વેક્ષણો દ્વારા કરવામાં આવે છે, અને સ્ટડી મોટેભાગે અગાઉ થઇ ગયેલાં રિસર્ચોમાંથી જ જરૂરિયાત મુજબના તારણો ઉપર પહોંચવા માટે કરવામાં આવે છે. આમ, આ સંશોધન મારું હોવાનો હું કોઈ દાવો કરતો નથી.   

According to Dr. Victor Cline, Ph.D., Human Psychology when children are exposed to sex/pornography or any kind of explicit behavior in their early age, arousal is imprinted via epinephrine (એપિનેફ્રાઇન- સ્ટ્રેસ/ડિપ્રેશન માટે જવાબદાર હોર્મોન) and can be challenging to obliterate.જ્યારે બાળકો તેમની નાની ઉંમરમાં સેક્સ/પોર્નોગ્રાફી અથવા કોઈપણ પ્રકારની અશ્લીલ વર્તણૂકનો ભોગ બને છે, ત્યારે આવાં બાળકોનાં મન ઉપર આવી ઘટનાઓ ઊંડે સુધી છપાઈ જાય છે, અને તેઓ કાયમી સ્ટ્રેસ/ડિપ્રેશનનો ભોગ બને છે. આવી ઘટનાઓ બાળકનાં મન ઉપર અત્યંત ઘેરી અસરો ઉપજાવે છે જેને નાબૂદ કરવી લગભગ અશક્ય હોય છે.

In the case of teen-aged girl, she finds it compelling and wants to learn more. ખાસ કરીને ટીન-એજ છોકરીઓ (યુવાનીમાં પગ માંડવા જઈ રહેલી યુવતીઓ -14 થી 18 વર્ષની વચ્ચેની) ના કિસ્સામાં, જયારે તેઓ કોઈની સાથે સેક્સુઅલ ક્રિયાના સંપર્કમાં આવે છે, ત્યારે તેઓની સેક્સ વિષે જાણવાની ઈચ્છા (ક્યૂરોસિટી) વધી જાય છે.

 These include આવી ઘટનાઓની તેમની ઉપર થતી અસરોમાં મુખ્યત્વે નીચે મુજબ છે.::

Addiction - લત લાગવી- શરાબ, સિગરેટ, સેક્સ, પોર્ન ફિલ્મ જોવાની, આખો દિવસ એજ ઘટનાના વિચારો આવ્યાં કરે, સેક્સ અંગેના વિચારો રોકી ના શકાય. 
Depression - હતાશા-પોતાની સાથે જ આવું કેમ થયું? મોટાભાગની યુવતીઓ તેમનાં કોઈ જાણકાર હોય/ઘરના હોય કે સગા-મિત્ર વર્તુળના હોય એવાજ લોકો દ્વારા શારીરિક શોષણ, રૅપનો ભોગ બનતી હોય છે. આથી તેઓ ઘોર હતાશામાં સરી પડે છે. પોતાનાં જાણકાર અને વિશ્વાસુ હોવાં છતાંય તેઓએ આવું શા માટે કર્યું ? એવો પ્રશ્ન કાયમ થયાં કરે છે. આ સમયે જો કોઈ તેમને સંભાળી શકે કે સાંભળી શકે એવું ના હોય તો ડિપ્રેશનની સમસ્યા વધુ ઘેરી અને ગંભીર બને છે.
Social anxiety disorder- લોકો પોતાનાં વિષે શું વિચારશે એ વાતનો ડર-લઘુતાગ્રંથિ (આ ડરને દૂર કરવાં પેશન્ટ મોટેભાગે "False Behavior" દેખાડા ભર્યું વર્તનનો સહારો લેતાં હોય છે. પોતાની કમજોરી બીજા સામે ના આવે એટલે પોતે મજબૂત છે એવા દેખાવાનો ડોળ કરવો, કે પછી લઘુતાગ્રંથિ અનુભવતા હોય એવી વાતોમાં પણ પોતે એ કરી શકે છે એવા દેખાડા-જેમકે અમુક લોકો સિગરેટ પીવી, ડ્રગ્સ લેવું, વન નાઈટ સ્ટેન્ડ કરવું  એ બધું મોર્ડન હોવાની નિશાની ગણે છે.આથી એમનાથી જુદા વિચારો ધરાવનાર લોકો પોતે પણ મોર્ડન જ છે એવું દેખાડવા અને આવા લોકોના સર્કલમાં રહેવા માટે પોતે પણ એમના જેવા હોવાનો ઢોંગ કરે છે કે પછી એમના જેવી લાઈફ સ્ટાઇલ અપનાવાનો પ્રયત્ન કરે છે.) 
Pre-mature sexual interactions - પરિપક્વ ઉંમર થાય એ પહેલાં જ સેક્સ્યુઅલ રિલેશન્સ રાખવાં - અગાઉ કહ્યું તેમ, જ્યારે ટીન એજમાં કોઈ વ્યક્તિ (ખાસ કરીને છોકરી) સેક્સ/બળાત્કારનો ભોગ બને છે, ત્યારે તેનામાં સેક્સ વિશેની ક્યૂરોસિટી-ઉત્સુકતા વધી જાય છે, વિજાતીય આકર્ષણ વધી જતા પરિણામે તે અન્ય કોઈની સાથે સેક્સ માણવા ઉત્સુક થઇ જાય અને આવા રિલેશન્સ બનાવી બેસે છે. આને લીધે તેઓ વધુ શારીરિક અને માનસિક સમસ્યાઓનો ભોગ બને છે. (નાની ઉંમરે પ્રેગનેન્ટ થવાનું તેમજ એબોર્શનનું દુષણ પણ આજ કારણે અત્યારે વકરી રહ્યું છે.)  
Grooming by adults for sexual interaction: પોતાનીજ કોઈ વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ્યારે આવું શારીરિક શોષણ થાય છે, ત્યારે ધાકધમકી, શરમ-સંકોચ, આબરૂ જવાની બીક, વગેરે જેવા કારણોને લીધે ઘણીવાર છોકરીઓ કોઈએ કશું કહી નથી શકતી. આથી તેનું શોષણ કરનારને ફાવતું મળી જાય છે અને તેઓ તેનું વધુ ને વધુ શોષણ કરતાં જાય છે.     
Confusion about healthy expression of sexuality: નાની ઉમ્મરે સેક્સ્યુયલ ઇન્ટરકોર્સની મોટાભાગની યુવતીઓ/યુવકોને સેક્સ સાથે જોડાયેલી કેટલીક જરૂરી વાસ્તવિકતાઓ ખબર નથી હોતી. જેમકે, એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે સાવધાની રાખ્યા વગરના શારીરિક સબંધો (Unprotected Sex)ને લીધે તેઓ ઘણાં ગુપ્ત રોગોનો ભોગ બને છે.
Desire for increased sexual stimulation: નાની ઉમ્મરે સેક્સ પ્રત્યેની ક્યુરોસિટીનો જો યોગ્ય ઈલાજ ના કરવામાં આવે અને તો તે વધુને વધુ એજ તરફ ઢળતી જાય છે. આ પરિસ્થિતી ખૂબજ ગંભીર છે. પોર્નનું એડિક્શન, એક કરતાં વધુ પોતાના પુરુષ મિત્રો સાથે મુક્ત સેક્સ, તેમની સાથે ગંદી-અશ્લીલ વાતોનું વળગણ, ડ્રગ્સ, દારૂ, આ બધુ છેલ્લે એક ભયંકર માનસિક રોગ જેને અંગ્રેજીમાં Nymphomania કહે છે તેમાં સપડાઇ જાય છે.  Nymphomania એટ્લે એવી યુવતી કે સ્ત્રી કે જેને અતિશય સેક્સની ઈચ્છા થાય છે. જેની શારીરિક ભૂખ કદી નથી સંતોષાતી. Nymphomania એક કોમ્પ્લેક્સ માનસિક રોગ છે જેના અનેક પાસા છે. આ રોગના પેશન્ટ ઘણીવાર Taboo સેક્સ જેવી અત્યંત પીડા આપનારી પ્રવૃતિમાં પણ જોડાઈ જાય છે. (આ વિષયની ચર્ચા ઘણી લાંબી હોવાથી અહિયાં જરૂર પૂરતું જ લખું છું).
ઉપરોક્ત માહિતી આ પ્રશ્નનો પૂરેપૂરો જવાબ નથી. અહિયાં આખું રિસર્ચ સમાવી શકાય એટલી જગ્યા પણ નથી. આથીજ રિસર્ચનો કેટલોક જરૂરી પોર્શનજ અહિયાં મૂક્યો છે. બાકી આ પ્રશ્ન સાથે જોડાયેલુ રિસર્ચ અને તેના તારણો ઘણા બધા છે. અહિયાં ફક્ત અવેરનેસ માટે મેં કેટલાક જરૂરી તારણો આપ્યા છે. આમ છતાય કોઈ ચૂક થઈ ગઈ હોય તો દિલગીર છું.

લાવણ્યા સાથે જે થયું, એની આખી વાસ્તવિકતા અહિયાં આ પ્રકરણમાં લખી છે. તેણીના પાત્રની dignity હર્ટ ના થાય એટલા ખાતર તેની identity આજ સુધી સિક્રેટ રાખી છે. (અને આગળ પણ સિક્રેટજ રહેશે). જે વાચકો મને મેસેજમાં લાવણ્યાની તસવીર કે તેની ઓળખ પૂછે છે, તેમને મારી એકજ વિનંતી છે, હવે ના પૂછતાં હું નઈ કઉ. (કારણ તમે સમજી શકો છો).

 

****

    “S I D D H A R T H”

Jignesh

instagram@siddharth_01082014