Love Revenge Spin Off Season - 2 - 10 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-10

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-10

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-10

           

"કેટલીવાર ....!?" સિદ્ધાર્થે ફૉનમાં લાવણ્યાને પૂછ્યું.

"તું આઈ ગ્યો ....!?" લાવણ્યા સામેથી આશ્ચર્યપૂર્વક પૂછ્યું.

"હાં આઈ ગ્યો ...!" સિદ્ધાર્થ બોલ્યો "તારી સોસાયટીનાં ગેટની સામેજ ઉભો છું ...!"

આગલી રાતે નક્કી થયા મુજબ મોઢેરા જવા માટે વહેલી સવારે સિદ્ધાર્થ એન્ફિલ્ડ લઈને લાવણ્યાની સોસાયટીના ગેટની સામેની બાજુ રસ્તાની એક સાઇડે આવીને ઊભો હતો. મોબાઈલ કાને માંડી રાખી નેહાના ઘર તરફ જોતાં-જોતાં સિદ્ધાર્થ લાવણ્યા સાથે વાત કરી રહ્યો હતો. 

"તો અંદર આયને  ....!" લાવણ્યા હકથી બોલી "ચ્હા નઈ પીવી ...!?"

"હું અંદર તો આવું છું ....પણ ખાલી તને લેવાં પૂરતો ....!" સિદ્ધાર્થ બોલ્યો "ચ્હા અત્યારે નઈ પીવી ...આપડે રસ્તામાં જતાં -જતાં ક્યાંક પી લઈશું ...!"

"હાં તો કઈં  વાંધો નઈ ....તું ગેટ સામેજ ઉભો રે....! હું આવુંજ છું ....!" લાવણ્યા બોલી.

"હું અંદર આઈને લઇ જાવ તો તને વાંધો ....!?"  સિદ્ધાર્થે પૂછ્યું તે સામે કૉર્નર પર દેખાતાં નેહાના ઘરની બાલ્કની તરફ જોઈ રહ્યો હતો.

"અરે પછી મમ્મી તને જોઈને ઘરમાં બોલાવાની જીદ કરશે....અને ચ્હા-નાસ્તો કરાયા વગર જવા પણ નઈ દે ...!" લાવણ્યા ઉતાવળા સ્વરમાં બોલી રહી હતી "પછી આપડે લેટ થઇ જઈશું....!"

"ઓકે..ઓકે...તો તું જલ્દી આય ચલ ....!" સિદ્ધાર્થ પણ ઉતાવળા સ્વરમાં બોલ્યો.

"ઓય હોય....આઈ આઈ જાન ...!" લાવણ્યા ફ્લર્ટ કરતાં રોમૅન્ટિક સ્વરમાં બોલી.

"ચલ અવે ...આય ...!" હસતાં -હસતાં સિદ્ધાર્થ બોલ્યો અને કૉલ કટ કર્યો.

એન્ફિલ્ડ ઉપર બેઠાં-બેઠા તે પાછું મ્હોં ફેરવી રાખી નેહાનાં ઘરની બાલ્કની તરફ જોઈ રહ્યો. લાવણ્યાની રાહ જોતાં-જોતાં તેનું મન આગલી રાતે નેહા સાથે થયેલી વાતચીતના વિચારોમાં ખોવાઈ ગયું.

****

આગલી રાત્રે ....!

“હું વચન નિભાઈશ.....!”

પોતાની પાસેથી નેહા પસાર થતી હતી ત્યાં સિદ્ધાર્થે તેણીનો હાથ પકડીને તેને રોકતાં કહ્યું અને સિદ્ધાર્થના સ્પર્શથી અને શબ્દોથી વરસાદમાં પલળતી નેહાના ધબકારા વધી ગયાં.

પોતાનાં હૃદયનાં વધી ગયેલાં ધબકારાને શાંત કરવાં નેહા મથી રહી. તેનાં શરીરમાં એક અજાણી ઉર્જાનો પ્રવાહ વહી રહ્યો હતો અને તે ઉર્જા સિદ્ધાર્થનાં સ્પર્શને લીધે વહી રહી હતી કે પછી તેણે આમ અચાનક અહીંયા આવીને વચન નિભાવવાની "હા" પાડી એટલે વધી રહી હતી એ વાત નેહાને નહોતી સમજાઈ રહી. સગાઈ પછી સિદ્ધાર્થે પ્રથમવાર આ રીતે અને એ પણ કૉફી શૉપ જેવી જાહેરમાં જગ્યામાં નેહાને સ્પર્શ કર્યો હતો. જોકે આ સ્પર્શ માત્ર ઔપચારિક સ્પર્શ નહતો. તેણે નેહાનો હાથ મજબૂતી પૂર્વક પોતાની હથેળીમાં પકડી રાખ્યો હતો. એમાંય આવો વરસાદી માહોલ અને વરસતાં વરસાદમાં પલળી રહેલાં બંને. પોતાનાં મનમાં ઉઠતાં આવેગોને કળવા નેહા મથી રહી તેમજ પોતાનાં શરીરમાં જોશથી વહી રહેલી ઉર્જાને લીધે વધી ગયેલાં પોતાનાં હૃદયના ધબકારાને શાંત કરવાં ઉપર આકાશ તરફ જોઈ નેહાએ પોતાનાં ચેહરા ઉપર વરસાદના છાંટા પડવા દીધાં.

કૉફી શોપમાંથી કેટલાક લોકો બહાર ઉભેલા બંન્નેને જોઈ રહ્યા હતા. જોકે નેહા કે સિદ્ધાર્થનું ધ્યાન તેમની તરફ નહોતું. બંને એકબીજા તરફ પીઠ કરીને ઊભાં-ઊભાં પલળી રહ્યાં હતાં. થોડીવાર સુધી બંને વચ્ચે મૌન પથરાઈ ગયું. શાંત વાતાવરણમાં પડી રહેલાં વરસાદનો અવાજ બંનેને સંભળાઈ રહ્યો હતો. ક્યારેક-ક્યારેક વાદળોની ગર્જના અને વીજળીઓના ચમકારાનો પ્રકાશ પણ સંભળાતો- દેખાતો.

"શા માટે .....!?" થોડીવાર પછી નેહાના ધબકારા શાંત થતાં તે સિદ્ધાર્થ તરફ પાછી ફરીને બોલી.

નેહા તેની તરફ ફરતાં સિદ્ધાર્થે તેણીનો હાથ હળવેથી છોડી દીધો.

“શા માટે તું વચન નિભાવવા માંગે છે....!?” ભીની આંખે નેહાએ વેધક સ્વરમાં પુછ્યું.

સિદ્ધાર્થ આશ્ચર્યપૂર્વક તેણી સામે જોઈ રહ્યો.

“તે પે’લાં ના પાડી....અને તું અહિયાંથી જતો પણ ‘ર્યો!” નેહા એજરીતે બોલી “હવે તું હાં પાડે છે....!”

થોડું અટકીને નેહા સિદ્ધાર્થના ચેહરાને “વાંચવાનો” પ્રયત્ન કરી રહી.

“કોઈક તો કારણ હોવું જોઈને....! તારી “હાં” નું....!?” નેહાએ પૂછ્યું “બોલ....!? શા માટે....!?”

સિદ્ધાર્થ કશું બોલ્યાં વગર મૌન થઈને તેણી સામે જોઈ રહ્યો. નેહાનો પ્રશ્ન સ્વાભાવિક હતો એ તે સમજતો હતો.

“તું મારાં માટે આ કરવાં માંગે છે ને....!?” નેહાએ પૂછ્યું “આરવ  માટે નઈ .....! રાઈટ....!?”

સિદ્ધાર્થ હજીપણ મૌન થઈને નેહા સામે જોઈ ભાવશૂન્ય નજરે જોઈ રહ્યો હતો.

સિદ્ધાર્થે ફરીવાર એજરીતે મૌન જાળવ્યું.  સિદ્ધાર્થના મૌનથી નેહાને હવે અકળામણ થઈ રહી હતી.   

“આરવ તારો સગો ભાઈ નથી....એટ્લેને....!?” નેહાએ ટોંન્ટ માર્યો

નેહા સામે કેટલીક ક્ષણો જોઈ રહ્યો પછી એક ઊંડો નિ:શ્વાસ ભરી આડું જોવાં લાગ્યો.  નેહા સહેજ વધુ અકળાઈ.

“જો તું આ આરવ માટે ન કરવાં માંગતો હોય....!” સિદ્ધાર્થ મૌન રહેતાં નેહા બોલી “તો રે’વાંદે....! તારાથી નઈ થાય....! કેમકે હું આરવ માટે આ કરી રઈ છું....!” 

વેધક સ્વરમાં ટોંન્ટ મારી એટલું બોલીને નેહા પાછી ફરી અને ત્યાંથી જવાં લાગી.

“આરવ સિંગર બનવા અમદાવાદ આયો ‘તો....!” નેહા જવાં જતી હતી ત્યાંજ સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “એનું એ સપનું પૂરું કરવાં માટે અહિયાં આયો ‘તો....!”

પાછું ફરીને નેહા સિદ્ધાર્થ સામે જોયું. તેની આંખો ભીની હતી. સાથે સાથે તેનો ચેહરો દયામણો થઈ ગયો હતો.

“પણ સિંગર બનવાનું એ સપનું એનું ન’તું.....!”  સિદ્ધાર્થ બોલ્યો અને નેહાને આશ્ચર્યની સાથે આંચકો પણ લાગ્યો.

સિંગર બનવાના આરવના ઝનૂન વિષે તે જાણતી હતી. પણ અત્યારે સિદ્ધાર્થ કઈંક જુદુંજ કહી રહ્યો હતો.

“મારું હતું....!” સિદ્ધાર્થ બોલ્યો અને નેહા હવે ચોંકી હોય એમ સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“સિંગર બનવાનું એ સપનું એનું ન’તું.....! એનું ન’તું.....!”  સિદ્ધાર્થના એ શબ્દો પર વિશ્વાસ ન થયો હોય એમ નેહા એ શબ્દો મનમાં દોહરાવી રહી.

“મારું હતું...મારું હતું.....!”

****

“ઓય....!” નેહા સાથે થયેલી વાતચીતના વિચારોમાં ખોવાયેલાં સિદ્ધાર્થને લાવણ્યાએ ચપટી વગાડીને જગાડયો “ક્યાં ખોવાઈ ગ્યો પાછો....!”

કોઈ પ્રતીભાવ આપ્યાં વિના સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને બાઈકની ઉપર સીટમાં સરખો થયો.

“બવ લેટ કર્યું તે....!” ફરિયાદ કરતો હોય એમ સિદ્ધાર્થ બોલ્યો અને માથું હલાવી લાવણ્યાને પાછળ બેસવાં ઈશારો કર્યો.

“પે’રવા માટે કઈં સારું મલતું ન’તું ને...!” એવું બોલીને લાવણ્યાએ નટખટ સ્મિત કર્યું અને સિદ્ધાર્થ સામે જોઈ નાના બાળકની જેમ જોઈ રહી.

પોતે પહેરેલાં ઘેરા બ્લ્યુ કલરના પંજાબી ડ્રેસ વિષે સિદ્ધાર્થ કશુંક કહેશે એ આશાએ લાવણ્યા આમતેમ ફરી તેનું ધ્યાન ખેંચી રહી.

“શું....!?” લાવણ્યાના બેસવાની રાહ જોઈ રહેલાં સિદ્ધાર્થે જોકે લાવણ્યાના કપડાં ઉપર ધ્યાન આપ્યાં વિના કહ્યું “ચલ બેસ અવે....!”

“ઓહો છોકરાં મને જોતો ખરો....!” લાવણ્યા નાના બાળકની જેમ મોઢું મચકોડીને બોલી.

“અરે જોઈ તો ખરી....!” સિદ્ધાર્થ હજીપણ લાવણ્યાનો ઈશારો ના સમજ્યો.

“અરે એમ નઈ ......! આમ મારી સામે જોને...!” નારાજ થઈ હોય એમ લાવણ્યા મીઠો ગુસ્સો કરીને બોલી અને પોતાને “બતાવતી” હોય એમ સિદ્ધાર્થને કહી રહી “કેવી લાગું છું....!?”  

“ઓહ....! અ...હાં...હાં....” સિદ્ધાર્થથી હસાઈ ગયું “સરસ લાગે છે.....!”

લાવણ્યા સામે સરખું જોયા વિનાજ સિદ્ધાર્થ બોલ્યો.

“તું તો સરખું જોતો બી નઈ યાર....!” મોઢું મચકોડીને લાવણ્યા સિદ્ધાર્થ તરફ પીઠ કરીને ઊભી રહી ગઈ.

"અરે યાર તું સરસજ લાગે છે....! " સિદ્ધાર્થ કંટાળ્યો હોય એમ બોલ્યો "ચલને અવે ..! લેટ થાય છે...!"

"હુંહ .....!" નકલી ગુસ્સો કરતી હોય એમ લાવણ્યા બોલી અને સિદ્ધાર્થની પાછળ બાઈકની સીટમાં ઘોડો કરીને બેસવાં લાગી "તું બવ જબરો છે....!"

સિદ્ધાર્થની પાછળ બેસી લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ જોરથી ખેંચ્યાં.

"આહ .....હાં ...હા....!" બાઈકનું એક્સિલેટર ફેરવતા-ફેરવતાં સિદ્ધાર્થ  હસી પડ્યો "બાપરે....તારો ગુસ્સો ...!"

"અરે હું ગુસ્સે નઈ થઇ બાબા .....!" લાવણ્યા કાલાં સ્વરમાં બોલી "તારી ઉપર કોણ ગુસ્સે થાય જાન ..!"

પ્રેમથી બોલતાં -બોલતાં લાવણ્યા સીટમાં આગળ સરકીને સિદ્ધાર્થને તદ્દન ચિપકીને બેસી ગઈ અને તેનાં કમર ફરતેથી હાથ વીંટાળી લઈ તેની ખભે દાઢી અડાડીને બેસી ગઈ.

"તું તો વ્હાલ કલવાં માટે છે....!" સિદ્ધાર્થનાં એબ્સ ઉપર હાથ ફેરવી લાવણ્યા ફરીવાર કાલા સ્વરમાં બોલી અને સિદ્ધાર્થ હસી પડ્યો.

બાઈકનું એક્સિલેટર ફેરવી દઈ તેણે બાઈક એસ જી હાઇવે તરફ મારી મૂક્યું.

"વૃમ ...વૃમ ...!"

"બોલ અવે ....! ક્યાંથી જવું છે ....! રસ્તો બતાય .....!" એસ જી હાઇવે ઉપર બાઈક વળાવીને સિદ્ધાર્થે લાવણ્યાને પૂછ્યું  પછી મજાકિયા સ્વરમાં બોલ્યો "મિસ જી પી એસ .....!"

"હી..હી..હી...મિસ જી પી એસ....એમ ...!?" લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં "તું સીધું જ જવાદે ....! ઇસ્કોનવાળો બ્રિજ ચઢીને ઉતારી દેજે ...!"

લાવણ્યા બોલી અને સિદ્ધાર્થે સ્મિત કરીને એનફિલ્ડની સ્પીડ વધારી દીધી.

"યુ નો મને આખી રાત ઊંઘ જ નઈ આઈ ....!" સિદ્ધાર્થના એબ્સ ઉપર પોતાની હથેળી રબ કરતાં લાવણ્યા બોલી.

'મને પણ ....!" આગલી રાત વિષે વિચારતાં-વિચારતાં બે ઘડી ખોવાઈ ગયેલો સિદ્ધાર્થ  મનમાં બબડ્યો.

"ઓયે ક્યાં ખોવાઈ ગયો....!?" લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ફરીવાર ખેંચ્યા "શું વાત  છે ...!?"

"કઈં નઈ ....!" સિદ્ધાર્થે માથું ધુણાવ્યું.

"નેહાએ કઈં કીધું....!?" લાવણ્યાએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું અને ફરીવાર સિદ્ધાર્થના એબ્સ ઉપર હળવેથી હાથ રબ કર્યો.

"જબરી તું તો .....!" સિદ્ધાર્થને હળવું આશ્ચર્ય થયું ને તે બોલ્યો પછી મનમાં બબડ્યો "કીધાં વગર સમજી ગઈ ...!"

"બોલને જાન ...." લાવણ્યાએ ફરીવાર પ્રેમથી પૂછ્યું.

"હી...હી...જાન....!?" સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.

"કેમ.....!? તે તો કીધું તું ....કે "જાન" ચાલશે.....!?" લાવણ્યા ફરિયાદ કરતી હોય એમ યાદ અપાવતાં બોલી.

બાઈક હવે ઈસ્કોન ઓવેરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું.

"હાં તો હું ના ક્યાં પાડું છું ....!" બાઈક ચલાવતાં -ચલાવતાં સિદ્ધાર્થ બોલ્યો "ખાલી હસ્યો ...!"

"હવે તો તું ના પાડીશ ....તોય હું તને જાન કઈનેજ બોલાઈશ ...!" ફરીવાર સિદ્ધાર્થના ગાલ ખેંચી લાવણ્યા બોલી.

"આહ ....! તું આવીજ છે ....!?" સિદ્ધાર્થે સહેજ પાછું જોઈને ટોન્ટમાં પૂછ્યું અને ફરીવાર આગળ નજર ફેરવી બાઈક ડ્રાઈવ કરવા લાગ્યો.

"હાં ...હું આવીજ છું ...!" સિદ્ધાર્થના કહેવાનો ભાવાર્થ સમજ્યા વિના લાવણ્યા બોલી "એકદમ જિદ્દીલી....!"

લાવણ્યાના ભોળપણ ઉપર સિદ્ધાર્થે માથું ધુણાવી સ્મિત કરીને પ્રતિભાવ આપ્યો.

"તારે મને અને મારી જીદને સહન કરવાની આદત પાડી લેવી પડશે ....!" લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં.

"આહ....! તું બવ જબરી છે હોં યાર ....!"

"હી..હી..અને તું બવ ક્યૂટ ....!" વધુ એકવાર લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં.

"અરે ...બસ પણ....!" મીઠો ગુસ્સો કરતો હોય એમ સિદ્ધાર્થ છણકો કરીને બોલ્યો અને એન્ફિલ્ડના સાઈડ મિરરમાં દેખાતાં લાવણ્યાના ચેહરા સામે જોઈ રહ્યો.

સ્ટિયરિંગની ડાબી બાજુનો મિરર સહેજ પોતાની બાજુ હોવાથી પોતાનાં ખભા ઉપર દાઢી અડાડીને બેઠેલી લાવણ્યાનો ચેહરો મિરરમાં સિદ્ધાર્થને દેખાઈ રહ્યો હતો. આકાશમાં ઘેરાયેલાં કાળાં ઘનઘોર વાદળો સામે જોઈ પાછું મિરરમાં દેખાતા લાવણ્યાનાં ચેહરા સામે જોઈ સિદ્ધાર્થ લાવણ્યામાં "કશુંક" શોધવા મથી રહ્યો.

આગલી રાતે અને વહેલી સવારે પડેલાં વરસાદને લીધે ભીનાં થયેલાં રોડ ઉપર છાંટા ઉડાડતું એન્ફિલ્ડ ભારેખમ અવાજ કરતુ દોડી રહ્યું હતું. વહેલી સવારનો સમય હોવાથી હજી ટ્રાફિક ઓછો હતો. આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળોની જેમ સિદ્ધાર્થનું મન પણ અનેક વિચારોથી ઘેરાયેલું હતું.

***

   "મે કીધું ‘તું ને....! વરસાદ હેરાન કરશે...!"બાઇક ચલાવી રહેલાં સિદ્ધાર્થે તેની પાછળ બેઠેલી લાવણ્યાને કહ્યું.

            અમદાવાદ-મહેસાણા હાઇવે થઈને તેઓ મોઢેરાં જઈ રહ્યાં હતાં. તેઓ કલોલ પહોંચ્યાં ને ભારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. અચાનક તૂટી પડેલાં વરસાદને લીધે બંને પૂરેપૂરાં ભીંજાઈ ગયાં.

            "ઇઇઇ.....!" વરસાદનાં તેજ છાંટાંથી પોતાને બચાવવાં લાવણ્યા સિદ્ધાર્થને એકદમ ચીપકી ગઈ.

            એમ કરવાં જતાં તેનાં લાવણ્યમય ઉન્નત સ્તન સિદ્ધાર્થની મજબૂત અને કઠોર બેકને સ્પર્શ થઈ ગયાં. લાવણ્યાનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું અને તેણીનાં શરીરનું એ કંપન એન્ફિલ્ડ ચલાવી રહેલા સિદ્ધાર્થે પણ અનુભવ્યું. વરસાદમાં પલળવાથી લાવણ્યાના ઉરજોનાં ઉભારનાં એ "શિખરો" કઠોર થવાથી તેનો સ્પર્શ સિદ્ધાર્થે અનુભવ્યો. પહેલીવાર આવો અનુભવ થતાં સિદ્ધાર્થનાં શરીરમાંથી પહેલાં હળવી ઝણઝણાટી પસાર થઇ ગઈ પછી તેણે પણ હળવી ઉત્તેજનાં અનુભવી.

            "બઉ જ ઠંડી લાગે છે યાર .....!" વરસાદમાં પલળવાથી ધ્રુજી ઉઠેલી લાવણ્યા બોલી અને તેણીને પોતાની પકડ સિદ્ધાર્થની કમર ફરતે વધુ મજબૂત કરી. તેણે પોતાની હથેળીઓ ફરીવાર સિદ્ધાર્થનાં એબ્સ ઉપર રબ કરતા સિદ્ધાર્થે વધુ એકવાર એવીજ ઝણઝણાટી અનુભવી.

            "તારે કાર લેવાં જેવી હતી...!" લાવણ્યા હવે સીટમાં સહેજ વધુ સરકીને સિદ્ધાર્થને તદ્દન ચીપકીને બેસી ગઈ અને તેનાં કાન નજીક તેનું મોઢું લાવતાં બોલી.     

            "કેમ....!?" પોતાનાં મનમાં અને શરીરમાં ઉઠતાં આવેગોને છુપાવી-દબાવીને સિદ્ધાર્થ બોલ્યો.

            "એક તારું આવું ગ્રીક ગોડ જેવુ બોડી....! એમાંય આ વરસાદ....! પાછો તે સફેદ શર્ટ પહેર્યો છે...! અંદર બનીયાન પણ નઈ પહેરી....!" લાવણ્યાએ સિદ્ધાર્થનાં ખભા ઉપર તેની દાઢી ટેકવી "તને શું ખબર હું કેવીરીતે કંટ્રોલ કરી રહી છું...!?"

            "મને એમ કે તને આદત હશે આ બધાંની....!" સિદ્ધાર્થ ટોન્ટ મારતો હોય એમ બોલ્યો.

            "તારા જેવાં છોકરાની આદત નથી...!" સિદ્ધાર્થના ગાલ ફરીવાર ખેંચી લાવણ્યા બોલી.

            "અરે મારાં કરતાં વધુ સારી બોડીવાળા ઢગલો છોકરાઓ પડ્યાં છે....!" સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો.

            "હાં...! પણ છોકરીઓને એવું ના હોય કે બોડીવાળો ગમે તે ગમી જાય....!" લાવણ્યાએ સામી દલીલ કરી "બધાં છોકરાઓ "સિદ્ધાર્થ" નથી હોતાં...!"

            "ઓહો....જોતો ખરી...કેવાં મસ્કા મારે છે ....!?" સિદ્ધાર્થે તેણીને ચિડાવી.

            "હાય હાય છોકરાં...તને આવું લાગે છે ...!?" લાવણ્યા ઢીલું મોઢું કરીને નારાજ થઈ હોય એમ બોલી.

            ફરીવાર એન્ફિલ્ડના મિરરમાં સિદ્ધાર્થે લાવણ્યાનો ચેહરો જોયો. લાવણ્યાને જોકે હાજી નહોતી ખબર કે સિદ્ધાર્થ વારેઘડીયે તેણીને આ રીતે જોતો રહેતો હતો અને તેણીનાં ચેહરા થકી તેણીમાં કઈંક શોધવાનો કે પછી તેણીને "ઓળખવાનો" પ્રયત્ન કરતો રહેતો હતો.

            "બોલને...!? હું તને મસ્કા મારું એવી લાગુ છું ...!?" લાવણ્યાએ ફરીવાર એજરીતે ઢીલું મોઢું કરીને સિદ્ધાર્થ સામે જોઈ રહીને પૂછ્યું.

            એન્ફિલ્ડનાં મિરરમાં વધુ કેટલીક ક્ષણો લાવણ્યાનો ચેહરો જોઈ રહી સિદ્ધાર્થે નકારમાં માથું ધુણાવ્યું. 

            "ના ....એવી નઈ લાગતી ...!" સિદ્ધાર્થ ભેદી અર્થમાં બોલ્યો.

             "એવી નઈ લાગતી ...નઈ લાગતી ...!" લાવણ્યા વિષે જાણે પોતાનાં અંતરમને "કોઈ જજમેન્ટ" આપ્યું હોય એમ પોતાનાંજ શબ્દો તેનાં કાનમાં પડઘાવા લાગ્યાં. તેણે ફરીવાર મિરરમાં દેખાતાં લાવણ્યાના ચેહરા સામે જોયું. તે સિદ્ધાર્થનાં ખભાં ઉપર દાઢી ટેકવી રાખી સિદ્ધાર્થ સામે જોઈ રહી હતી.  

            "તો કેવી લાગુ છું ...!?" લાવણ્યાએ નાનાં બાળકની જેમ મોઢું કરીને પૂછ્યું.

            સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને માથું ધૂણાવતાં-ધૂણાવતાં સામે જોઈ બાઈક ડ્રાઈવ કરવાં માંડ્યું.

            "જો છે ને ....!" લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થના ગાલ ખેંચ્યાં "મને ખબર જ હતી ....તું નઈ જ કે '.....!" હું તને ઓળખી ગઈ છું ...! તું આવોજ  છે....!"

            "આટલો જલ્દી ઓળખી ગઈ તું મને ..!?" સિદ્ધાર્થે ટોન્ટમાં પૂછ્યું.

            "હાસ્તો ....તું છે એવો તો પછી ....!" લાવણ્યા બોલી અને તેણે પોતાના હાથ વડે સિદ્ધાર્થને વધુ કચકચાઈને જકડી લીધો "એટલેજ મેં કીધું .....બધાં છોકરાઓ "સિદ્ધાર્થ" નઈ  હોતાં ....!"

 

"તું નહીં જીતવા દે એમને.....!?" સ્મિત કરતાં-કરતાં સિદ્ધાર્થ માથું ધુણાવીને બોલ્યો.

"હાયે છોકરા ....તારી આગળ મારે વળી શેની હાર ને શેની જીત ....!" બાઈક ચલાવી રહેલાં સિદ્ધાર્થનાં ગાલ વારેઘડીયે ખેંચી લાવણ્યા ફ્લર્ટ કરતાં બોલી "તું કે'....તો હું બધું હારી જાવ તારી માટે બોલ ....!"

"બો….લ અવે ...! ક્યાંય ઊભું રહેવું છે....!?" લાવણ્યાનાં ફ્લર્ટ પાર હસતાં -હસતાં માથું ધૂણાવી સિદ્ધાર્થ બોલ્યો  "ચ્હા-બા પીવા....!? તું ઠરી ગઈ હોઈશને ...!?"

"હમણાં ઠંડી લાગતી 'તી ...!" લાવણ્યા ફ્લર્ટ કરતા બોલી અને પાછી પોતાનાં પગ પણ સિદ્ધાર્થને ચીપકે એ કચકચાવીને વળગી પડી બેસી ગઈ "પણ તને આમ પકી જઈએ તો ઠંડી નઈ લાગતી ....! તું બવ  હોટ ..હોટ છે....!"

"હવે તું આ તારું ફ્લર્ટ થોડીવાર માટે બંધ કરીશ ...!" સિદ્ધાર્થ મીઠો ગુસ્સો કરતો હોય એમ બોલ્યો "હુંય સવારે ચ્હા પીધાં વગર નીકળ્યો છું ...! તારે પીવી છે કે નઈ ...એ કે...!?"

"થોડીવાર માટે....!?" લાવણ્યાએ આંખો મોટી કરીને પૂછ્યું "તો થોડીવાર પછી ફ્લર્ટ કરવાનું એમ...? હમ્મ..હમ્મ...!?"

"બે યાર  તું તો....!"

"ઓકે.ઓકે....બસ....બસ...! કોઈ સારી કીટલી જોઈને ઊભી રાખ...!" લાવણ્યાએ કીધું વળી પાછું ફ્લર્ટ કરતાં બોલી "ચ્હા પીતાં -પીતાં તારી મસ્ત સ્માઈલ પણ પીશ ...!"

"તું જબરી છે હોં ....!" સિદ્ધાર્થ માથું ધૂણાવીને હસવા લાગ્યો અને સામે હાઇવે પર જોઈ બાઈક ચલાવી રહ્યો.

ભારે વરસાદ અને કાળાં ઘેરાયેલાં વાદળોને લીધે વાતાવરણ સહેજ અંધકારમય થઈ ગયું હતું જેને લીધે વીઝીબીલીટી પણ ઓછી થઇ ગઈ હતી. હાઇવે પર આગળ થોડે દૂર પછીનું દ્રશ્ય જોવામાં પણ તકલીફ પડી રહી હતી. આજુબાજુ કાર અને મોટાં વહિકલ્સ પાણીની વાંછટો ઉડાડતાં પસાર થઇ રહ્યાં હોવાથી સિદ્ધાર્થે પોતાનું એન્ફિલ્ડ રસ્તાની સાઈડમાં સળંગ દોરેલાં વ્હાઈટ પટ્ટાની અંદર ચલાવવાં માંડ્યું.

આગળ વીઝીબીલીટી ઓછી હોવાથી સિદ્ધાર્થે બાઈક થોડું સ્લો કર્યું અને પોતાની બાજુ હાઈવેની સાઈડે કોઈ ચ્હાની કીટલી શોધી રહ્યો. તેઓ થોડું આગળ ગયાં ત્યાં સુધીમાં વરસાદ થોડો સ્લો થઇ ગયો.

"હાશ....!" બાઈક ચલાવી રહેલાં સિદ્ધાર્થે થોડો હાશકારો અનુભવ્યો.

"શું હાશ....યાર....!" લાવણ્યા મોઢું મચકોડીને બોલી "કેટલી મજા આવતી 'તી વરસાદમાં પલળવાની ...!"

"તને વરસાદમાં પલળવાનું બવ ગમે....!?" સિદ્ધાર્થે પૂછ્યું અને પાછું આગળ જોઈ બાઈક ચલાવતો રહ્યો.

"તારાં જેવું કોઈ હોય ....તો તો પલળવાનો જલસો પડી જાય ...એની માને ....!" લાવણ્યા ફરીવાર "મૂડ"માં આઈ ગઈ.

"તું દરેક વાતે ફ્લર્ટ કરવાજ મંડી પડે છે...! નઈ ....!?" સિદ્ધાર્થે સ્મિત કરીને કહ્યું.

"અરે પણ એમાં મારો શું વાંક...!? તને જોઈને હું કંટ્રોલજ નઈ શકતી તો ...!?" લાવણ્યા મોઢું બનાવીને બોલી.

હસતાં -હસતાં  માથું ધુણાવીને સિદ્ધાર્થે બાઈક ચલાવવાં માંડ્યું. 

લગભગ એકાદ કિલોમીટર જેટલું બાઇક ચલાવીને હાઇવેની ડાબીબાજુ એક મોટી ચ્હાની કીટલી દેખાતાં સિદ્ધાર્થે પોતાનું એન્ફિલ્ડ થોડું સ્લો કર્યું.

વરસાદ પણ હવે લગભગ બંધ થઇ ગયો હતો.

"જો...ચાલશેને....!?" કીટલી તરફ ઈશારો કરી સિદ્ધાર્થ બોલ્યો અને પછી બાઈક સાઈડમાં નીચે ઉતારી ધીમી સ્પીડે કીટલી તરફ જવા દીધું.

"દોડશે ...!" લાવણ્યા સ્મિત કરીને બોલી.

 કીટલીથી સહેજ છેટે અન્ય લોકોએ પાર્ક કરેલાં વાહનોની જોડે સહેજ અંતર રાખીને સિદ્ધાર્થે પોતાનું બાઈક ઉભું કર્યું.

"બાપરે....સારી એવી ભીડ છે...!" રોમેન્ટીક વરસાદી મૌસમને લીધે ચ્હાની કીટલી ઉપર લાવણ્યા અને સિદ્ધાર્થ જેવા ઘણાં બધાં કપલ્સ ગરમાં-ગરમ ચ્હાની ચૂસકીઓ લઈ રહ્યાં હતા જે જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

"હમ્મ ...આપડી જેમ બધાં કપલ -કપલ  છે...!" બાઈકની પાછલી સીટ પરથી નીચે ઉતરી લાવણ્યાએ સ્ટિયરિંગ પાસે આવતાં કીટલી સામે જોયું પછી સિદ્ધાર્થ સામે જોઈને આંખ મીંચકારી "નઈ ....!?"

"હવે આપડે કપલ પણ થઇ ગ્યા એમ ....!?" લાવણ્યાની ઉડાવતો હોય એમ સિદ્ધાર્થ ટોન્ટમાં આંખ ઝીણી કરીને બોલ્યો અને બાઈકનું સાઈડ સ્ટેન્ડ નીચે કરી ઉતર્યો.

"હાસ્તો ...થઈજ ગ્યા ને અવે ...!" પોતાનું નટખટ સ્મિત દબાવી રાખી લાવણ્યા શરમાવાનું નાટક કરતી હોય એમ નીચું જોઈને બોલી.

"ઓહો....મિસ નોટંકી ..!" સિદ્ધાર્થ લાવણ્યાને ચિડાવાતો હોય એમ બોલ્યો અને પછી કીટલી તરફ ચાલવાં લાગ્યો.

નકલી ગુસ્સે દેખાડતી હોય એમ લાવણ્યાએ સિદ્ધાર્થ સામે ઘુરકીને જોયું. પછી સિદ્ધાર્થ આગળ ફરીને ચાલવા લાગતાં તેણીની નજર પલળવાને લીધે ટ્રાન્સપરન્ટ થઇ ગયેલા વ્હાઈટ શર્ટમાં પાછળથી દેખાતા સિદ્ધાર્થનાં શરીર ઉપર પડી. વરસાદને લીધે સિદ્ધાર્થ મોટેભાગે પલળી ગયો હતો. પલળવાને લીધે તેનાં વ્હાઇટ શર્ટમાંથી તેનું કાસાયેલું ગ્રીક ગોડ જેવુ બોડી વધુ આકર્ષક લાગી રહ્યું હતું. મુગ્ધ નજરે એક પાંપણ પણ ફરકાવ્યાં વિના લાવણ્યા સિદ્ધાર્થના એ આકર્ષક બોડીને જોઈ રહી. સિદ્ધાર્થથી ઉલ્ટું તેણીએ પોતાનાં મનમાં પ્રથમવાર ઉઠતા એ આવેગોને દબાવવાનો સહેજ પણ પ્રયત્ન ના કર્યો. 

કીટલી તરફ જતાં-જતાં સિદ્ધાર્થ દૂરથી ઘાસનાં છાંપરાવાળી ચ્હાની કીટલીમાં છાપરાં નીચે અંદર જામેલી ભીડ તરફ જોઈ રહ્યો.

"બે આખી ચા ....!" કેશ કાઉન્ટર ઉપર જઈને સિદ્ધાર્થે બે કપ ચ્હાનાં પૈસા આપવા પોતાનાં ખિસ્સામાંથી વોલૅટ કાઢતાં સિદ્ધાર્થ બોલ્યો અને અંદર કીટલીમાં જામેલી મેદની તરફ નજર ફેરવી રહ્યો.

ચ્હાની સાથે-સાથે અંદર હળવાં નાસ્તાના પણ કાઉન્ટર હતાં જ્યાં મસ્કાબન, સેન્ડવીચ વગેરે મળતાં હતાં.    

ચ્હાનાં પૈસા આપીને તેણે કાંચનાં કપમાં બે ચ્હા લીધી અને બાઇક પાસે ઊભેલી લાવણ્યા જોડે જવા કીટલીના શૅડમાંથી બહાર આવ્યો.

વરસાદ લગભગ થંભી ગયો હતો. સહેજ છેટે તેણે પાર્ક કરેલાં પોતાનાં એન્ફિલ્ડની સીટના ટેકે ઉભેલી લાવણ્યા સામે સિદ્ધાર્થે જોયું.

  તેણે ઘેરા બ્લ્યુ કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો જે પલળવાને લીધે તેનાં શરીરને ચોંટી ગયો હતો, જેથી તેનાં શરીરનાં બધાંજ ઘાટીલાં અને મરોડદાર આંગો વધુ ઉપસીને દેખાઈ રહ્યાં હતા. આખેઆખી પલળી ગયેલી લાવણ્યાનું શરીર એટલું ઘાટીલું દેખાઈ રહ્યું હતું સિદ્ધાર્થ બે ઘડી તેણી સામે જોઈ રહ્યો. એક સાઇડેથી દેખાઈ રહેલો લાવણ્યાનો નમણો સુંદર ચેહરો, લાંબુ સીધું નાક, મસ્ત-મજાનાં બહુ મોટા નઈ અને બહુ પાતળા નઈ એવાં ગુલાબી હોંઠ. સિદ્ધાર્થ હવે બાઈકના ટેકે ઊભાં-ઊભાં મોબાઈલ મંતરી રહેલી લાવણ્યાની સુંદરતા નિહાળી રહ્યો.  સિલ્કના કાપડમાંથી બનેલો અને વરસાદમાં પલળી ગયેલાં પંજાબી ડ્રેસમાં તેણીનાં શરીરને એ રીતે ચોંટી ગયો હતો કે લાવણ્યાનાં શરીરનો પૂરેપૂરો ઘાટ વધુ ઉભરીને દેખાઈ રહ્યો હતો. સાક્ષાત કોઈ અપ્સરાને હોય એવાં ઘાટીલાં ઉભરેલાં સ્તનો, પાતળી કમર અને તેણી ઉપર ચોંટેલું ભીનાં ડ્રેસનું આવરણ, ઘાટીલાં -ભરાવદાર નિતંબ, લાંબા પગ. લાવણ્યા ખરેખર અત્યંત સુંદર હતી.

“દોસ્ત....આ ખાલી અઘરું જ નઈ...પણ એક સુંદર ઉખાણું છે....!” સિદ્ધાર્થ પોતાની સાથેજ મજાક કરતો હોય એમ બબડ્યો અને સ્મિત કરીને હાથ ચ્હાનાં કપ પકડીને લાવણ્યા તરફ ચાલવા લાગ્યો.

            "આ લે....!" હાથમાં પકડેલાં ગરમ ચ્હાનાં બે કપમાંથી એક કપ લાવણ્યાને આપતાં સિદ્ધાર્થ બોલ્યો "ગરમ છે...!"

            "તારા જેટલો નહીં...!" લાવણ્યા તેની આંખો નચાવતા તેની સાથે ફ્લર્ટ કરતાં બોલી.

            "શું તું પણ....!" સિદ્ધાર્થે હસીને માથું ધૂણાવ્યું આડું જોઈ હાઈવે તરફ જોયું.

            "તને નઈ ગમતું હું તારી જોડે ફ્લર્ટ કરું એ...!?" લાવણ્યાએ આંખો નચાવી ચ્હાની ચૂસકી મારતાં પૂછ્યું પછી સહેજ ગંભીર સ્વરમાં બોલી"જો તું comfortable ના હોવ....! તો હું નઈ કરું...!"

            જવાબમાં સિદ્ધાર્થે તેણી સામે જોઈ હળવું સ્મિત આપ્યું અને પાછું હાઇવે સામે જોયું.

            લાવણ્યા પણ તેની મૂક સહમતી સમજી હળવું હસી.  

            "તારે કોઈ બોયફ્રેન્ડ નથી...!?"સિદ્ધાર્થે ચ્હા પીતાં-પીતાં પૂછ્યું.

            "તું બનીશ....!?" લાવણ્યાએ સીધું પૂછી લીધું.

            “બાપરે....!” સિદ્ધાર્થ ફરી આડું જોઈને હસ્યો અને મનમાં બબડ્યો.  

            "કેમ....!? મારાંમાં કોઈ પ્રોબ્લેમ..!?" લાવણ્યાએ પૂછ્યું.

            "તું આટલી ઉતાવળી કેમ છે...!?" સિદ્ધાર્થે ચ્હાનો ઘૂંટ ભરીને પૂછ્યું.

            "તારા જેવો છોકરો હાથમાંથી જલ્દી સરકી ના જાય એટ્લે ઉતાવળ કરવી પડે....! હું નેહા જેવી મુરખી નઈ....!" લાવણ્યાએ ફરીવાર તેની આંખો નચાવીને ફરીવાર પૂછ્યું"હવે બોલ....! મારાંમાં શું પ્રોબ્લેમ છે....!?"

            "કોઈ પ્રોબ્લેમ નઈ....!" સિદ્ધાર્થે ચ્હાના કપને અડી રહેલાં લાવણ્યા ગુલાબી અધરો સામે જોઈ રહેતા કહ્યું "બસ તું ઉતાવળી બહુ થઈ જાય છે...!"

            અજાણતાં લાવણ્યા તરફ થઈ રહેલું એ શારીરિક આકર્ષણ ખાળવા સિદ્ધાર્થે આડું જોઈ લીધું.

            "પણ મને એમ કે તું નેહાથી તારું મન ડાઈવર્ટ કરવાં માંગે છે...!"

            "હાં પણ મને થોડો ટાઈમ તો આપ...!" સિદ્ધાર્થે દલીલ કરી.

            "Sid....! હું સમજી શકું છું તારી પ્રોબ્લેમ.....!" લાવણ્યા સિદ્ધાર્થની વધુ નજીક આવી "પણ just give it a chance....! તુજ તારું મન બીજામાં નઈ લગાડે તો કેવીરીતે ચાલશે....!?"

            "લાવ ખાલી કપ.....! હું મૂકી આવું...!" લાવણ્યાએ છેડેલાં ટોપીક ઉપર વધુ આગળ ડિસકશન ટાળવા સિદ્ધાર્થે સિદ્ધાર્થે લાવણ્યાના હાથમાં રહેલો ખાલી કપ લેવા હાથ લંબાવ્યો.

            લાવણ્યાએ બે ઘડી મોઢું ઢીલું કરી સિદ્ધાર્થ સામે જોયે રાખ્યું પછી કપ સિદ્ધાર્થને આપ્યો.

            કપ લઈ સિદ્ધાર્થ પાછો પાછો ટી-સ્ટોલમાં તરફ ચાલવા લાગ્યો.

            થોડીવારમાં કપ મૂકીને તે પાછો આવવાં લાગ્યો. લાવણ્યા તેની સામેજ જોઈ રહી હતી.

            “કઇંક કઈશ...તો આ છોકરી વાત લાંબી ખેંચશે....!” લાવણ્યા તરફ ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો “એના કરતાં હવે ઝડપથી નીકળીજ જઈએ....!”

            “ચલ...જલ્દી...!” બાઇક પાસે આવીને સિદ્ધાર્થ ઝડપથી બાઇક ઉપર બેસી ગયો અને ઇગ્નિશનમાં ભરાવી રાખેલી ચાવી ફેરવીને બાઇક સ્ટાર્ટ કરી દીધું.

            “કેમ આટલી ઉતાવળ કરે છે...!?” બાઈકની પાછળની સીટ પર બેસતાં-બેસતાં લાવણ્યા નકલી ગુસ્સો કરતાં બોલી “આપડી જોડે આખો દિવસ છે હજી....!”

            “હાં પણ વરસાદ અટક્યો છે...ત્યાં સુધી મોઢેરા પહોંચી જઈએ ને....!” સિદ્ધાર્થ બોલ્યો અને લાવણ્યાના બાઇક ઉપર સરખાં બેસવાની રાહ જોઈ રહ્યો.

            લાવણ્યા હળવેથી પાછળ બેઠી અને સીટમાં સરકીને તે હવે જાણીજોઈને સિદ્ધાર્થને એકદમ ચીપકીને બેઠી. પોતાનાં બંને હાથ તેણે સિદ્ધાર્થની કમર ફરતે વીંટાળી તેની ચેસ્ટ પાસે કચકચાવીને પકડ્યાં.

            “કોઈ અર્થ નઈ...કશું કેવાનો...!”  પોતાને વીંટાળેલાં લાવણ્યાનાં હાથ તરફ જોઈ સિદ્ધાર્થ હળવું હસ્યો અને મનમાં બબડ્યો.

            લાવણ્યાની એ હરકત સામે સિદ્ધાર્થે જોકે કોઈ વાંધો ના લીધો.

            “વૃમ....વૃમ....!” ધીમી સ્પીડે બાઇક મુખ્ય રસ્તે લઈ સિદ્ધાર્થે બાઇક પહેલાં હાઈવે ઉપર લીધું.

            પછી બાઈકનો ગિયર બદલી બાઈક મોઢેરાં તરફ મારી મૂકી.  

***

            "આ સૂર્યકુંડ તો જો કેટલો વિશાળ છે...!" સિદ્ધાર્થે મોઢેરાં સૂર્યમંદિરના સૂર્યકુંડના કિનારે ઊભા રહીને લાવણ્યાને કહ્યું.

            બંને મોઢેરાં પહોંચી ગયાં હતાં. મંદિરના કોમ્પ્લેક્સમાં પ્રવેશીને તેઓ સૂર્યકુંડ પાસે ઊભા હતાં.

            "હમ્મ....! આટલાં બધાં પગથિયાં ઉતરીને નીચે કોણ જતું હશે...!?" લાવણ્યા સૂર્યકુંડના અગણિત પગથિયાં જોઈ રહેતાં બોલી.

            સિદ્ધાર્થ હળવું હસ્યો.

            "કોણે બંધાવ્યું હતું આ....!?" લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું.

"ભીમદેવ પહેલાંએ....! સોલંકીવંશના રાજાએ....!" સિદ્ધાર્થે કહ્યું "લગભગ હજારેક વર્ષ થવાં આવ્યા...!"

            "હમ્મ....! મને એમ કે તું ખાલી ખાલી બણગાં ફૂંકતો'તો....!" સિદ્ધાર્થને ચિડાવતી હોય એમ લાવણ્યા બોલી "તારાં ઐતિહાસિક સ્થળોના શોખ વિષે....!"  

            "મંદિરનું આખું કોમ્પ્લેક્સ મેરુ-ગુર્જર શૈલી અથવાતો જેને ચાલુક્ય શૈલી કહેવાય એ શૈલીમાં બંધાયું છે....!" હળવું સ્મિત કરીને સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલવાં લાગ્યો "અ......"

            "ઓ....! હેલ્લો...!" લાવણ્યા વચ્ચે બોલી પડી "હું અંહિયાં ઇતિહાસ શીખવા નઈ આવી....! Ok....! હું સમજી ગઈ તને આ બધાંનું સારું નોલેજ છે...!"

            સિદ્ધાર્થ હસતો હસતો માથું ધુણાવવાં લાગ્યો અને મંદિરનાં મુખ્ય કોમ્પ્લેક્સ તરફ ચાલવાં લાગ્યો.

            "જોકે....! તારાં જેવા હોટ છોકરા માટે આવું બધુ નોલેજ....! કેટલું બોરિંગ કે’વાય યાર...!" લાવણ્યાએ લગોલગ ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થને ચીડવ્યો.

            "છપાક...!"

વરસાદના લીધે અનેક જગ્યાએ નાનાં-મોટાં ખાબોચિયાં ભરાયેલાં હતાં. લાવણ્યા માર્ગમાં આવતાં એક ખાબોચિયામાં કૂદી.

            "અરે....! શું કરે છે....!?" નાનાં બાળકનો જેવી લાવણ્યાની હરકતથી પાણીના છાંટાં ઊડતાં નવાઈ પામીને સિદ્ધાર્થ બોલ્યો.

            "મજા આવે છે...!" લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી.

            સિદ્ધાર્થ બે ક્ષણો લાવણ્યાનાં ચેહરા સામે જોઈ રહ્યો. પછી સ્મિત કરીને આગળ ચાલવાં લાગ્યો.

            બંને લગભગ કલ્લાકેક જેટલું મંદિરના કોમ્પ્લેક્સમાં ફર્યા. મંદિરના ગર્ભગૃહ, સભામંડપ તેમજ મંદિરના લગભગ દરેક ભાગ અને દીવાલો ઉપર કરેલી અદભૂત કોતરણી વિષે સિદ્ધાર્થ વચ્ચે લાવણ્યાને સમજાવતો રહેતો. જોકે લાવણ્યા મોટેભાગે તેનો મજાક ઉડાવતી રહેતી.  

            "હા...! આ કઇંક કામનું છે....!" લાવણ્યાએ મદિરની બહારની દીવાલ ઉપર કોતરેલી સ્ત્રી-પુરુષની સંવનન ક્રિયા દર્શાવતી એક મુર્તિ જોતાં બોલી અને સિદ્ધાર્થ સામે જોઈ આંખો નચાવી પૂછ્યું "હવે આના વિષે નઇ સમજાવે...!"

            "મને એમ કે તું જાણતી જ હોઈશ....!” સિદ્ધાર્થે જવાબમાં સામે ટૉન્ટ માર્યો.

            "તો હું તને સમજાવું...!?" હાજર જવાબી લાવણ્યાએ તરતજ પોતાની આઇબ્રો નચાવી અને સિદ્ધાર્થને દીવાલના ટેકે ધક્કો દીધો. તેના બંન્ને ખભા પકડીને તેણે માદક આંખે તેની સામે જોયું.

            "તારે પ્રેક્ટિકલ જોવું છે કે થીયરી...!?" લાવણ્યાએ ડબલ મિનિંગ વાક્ય કહ્યું અને ફરીવાર તેની આઈબ્રો નચાવી સિદ્ધાર્થ એટલાં નજીક સરકી કે તેણીનાં સ્તનોનો ઉભાર સિદ્ધાર્થની ચેસ્ટને લગભગ સ્પર્શી ગયો.

            "એ ગમે તેની જોડે સુઈ જાય એટલી ચિપ છે....!" નેહાના એ શબ્દો યાદ આવી જતાં સિદ્ધાર્થ     લાવણ્યાની આંખોમાં એ ભાવ શોધવાં મથી રહ્યો.

            "બોલ બોલ....!" લાવણ્યાએ ફરીવાર પોતાની આઈબ્રો નચાવી અને આંખોમાં શરારતભર્યા ભાવ સાથે બોલી.   

            "આ માંદીર છે લાવણ્યા...!" ના સમજાય તેવાં નિરાશ સ્વરમાં સિદ્ધાર્થ તેણીનાં હાથ હળવેથી પોતાનાં ખભા પરથી હટાવતા બોલ્યો.  

            "ઉફ્ફ.....! જે લાઈનો મારે બોલવી જોઈએ એ બધી તું બોલે છે...!" લાવણ્યાએ છણકો કર્યો ફરીવાર સિદ્ધાર્થનું મોઢું પકડી લઇ પોતાનાં હોંઠ તેનાં નજીક લઇ જવા લાગી "ચલ હવે....! એક કિસ તો આપ...!"

            " "લાવણ્યા....!?" સિદ્ધાર્થ હવે થોડું ચિડાય અને પોતાનું મોઢું બગાડી લાવણ્યાને ધીરેથી દૂર કરી તેનાં દૂર જવા ખસવા ગયો. જોકે લાવણ્યાએ જોર કરી તેને મંદિરની દીવાલમાં જ દબાવી રાખ્યો.

            "તો શું...! મંદિરની દીવાલો ઉપર પણ આવી મૂર્તિઓ મૂકેલી છે....! અને તું...!?" લાવણ્યાએ જાણે નિ:સાસો નાંખતી હોય એમ બોલી.

            "કેમકે એ લોકો સેક્સની બાબતમાં આપણાં કરતાં વધુ સ્વાભાવિક હતાં...! એ લોકો માટે સેક્સની ચર્ચા કે સેક્સ એ કોઈ સૂગ ચડે એવી ગંદી બાબત નહોતી...!" સિદ્ધાર્થ તેણીને સમજાવતો હોય એમ બોલ્યો "એ લોકો આ બાબતે આપણાં કરતાં વધુ મોડર્ન હતાં....!"

            "હા પણ તું તો જૂનવાણી છે....! એ લોકો કરતાં પણ....!" લાવણ્યાએ ટીખળ કરી.

            "એવું નથી યાર....!" સિદ્ધાર્થ હવે થોડો વધુ અકળાયો.

            "Ok બાબા...! I know તારે થોડો ટાઈમ જોઈએ છે....!" લાવણ્યા તેનાથી દૂર ખસી "ચાલ હવે....! કાઈંક ખાઈશું....! કે પછી હું તને કાચોને કાચો ખાવાનું શરૂ કરું....!?"

            "તું નોનવેજીટેરિયન છે....!?" સિદ્ધાર્થ લાવણ્યાને ચિડાવાતા બોલ્યો અને મંદિરની બહાર જવા ચાલવા લાગ્યો.

            લાવણ્યા પણ હવે તેની લગોલગ ચાલવા લાગી. બંને મંદિરની બહાર જવા લાગ્યાં.

            "ના....! પણ તારાં માટે થઈ જઈશ....! બોલ ક્યાંથી શરૂ કરું...!" લાવણ્યાએ ચાલતાં-ચાલતાં પોતાનાં ખભા સિદ્ધાર્થના ખભાને અથડાવ્યા "તારાં હોંઠથી......!" લાવણ્યા તેનાં એકદમજ સિદ્ધાર્થના હોંઠ સુધી ઝાપટી જાણે તેને બચકું ભરવાની હોય એમ.

            "અરે....છોકરી ....તું તો જો....!" લાવણ્યાની એવી હરકતથી વધુ એકવાર ચકિત થઇ સિદ્ધાર્થે પોતાનું મ્હોં સહેજ દૂર કરતાં કહ્યું.

            "કે પછી તારા હાથથી શરૂઆત કરું ...!?" લાવણ્યા સિદ્ધાર્થનો એક હાથ પકડી લઈ બચકાં ભરવાનું નાટક કરતી હોય એમ પોતાનું મોઢું ખોલી સિદ્ધાર્થના ફોરઆર્મ ઉપર બચકું ભરવા ગઈ.      "

            તું નહીં સુધરે નઇ....!?" સિદ્ધાર્થ હસ્યો અને પોતાનો હાથ ખેંચી લીધો.    

            "સાચું કહું...!" લાવણ્યા ચાલતાં-ચાલતાં અટકી ગઈ.

            સિદ્ધાર્થે પણ અટકીને પાછું ફરી તેની સામે જોયું 

            "તું પે'લ્લો છોકરો છે ....! જેની જોડે હું આટલું ઓપન ફ્લર્ટ કરું છું...! ખબર નઇ કેમ....! પણ ...! પણ તું છેજ એવો.....!" લાવણ્યા તેની સામે પ્રેમથી જોઈ રહી. તેની આંખો થોડી ભીની થઈ ગઈ.

            લાવણ્યાની ભીની થઇ ગયેલી આંખોને સિદ્ધાર્થ કેટલીક ક્ષણો જોઈ રહ્યો.

            "તું રડતી નઇ મહેરબાની કરીને....!" વાત બદલવાં સિદ્ધાર્થ મજાક કરતાં બોલ્યો.

            લાવણ્યા હસી પડી  અને ઉતાવળા પગલે સિદ્ધાર્થ પાસે આવી ગઈ.

બંને પાછા જોડે ચાલવાં લાગ્યાં.

            "એ.....!" લાવણ્યાએ અચાનક ચપટી વગાડી અને બોલી.

            "અરે ....! તું દયા જેવુ કેમ કરે છે....!" સિદ્ધાર્થ બોલ્યો.

            "કોણ દયા...!?"

            "જેઠાલાલની દયા....! એ પણ એને કઇંક સૂઝે એટ્લે આવુજ અચાનક "એ..." એવું બોલતી હોય છે...! અને એકદમજ તાલી પાડતી હોય છે...!" સિદ્ધાર્થ બોલ્યો.

            "હા....હા....હા...!"  લાવણ્યા હસી પડી "તું જોવે છે...!?"

            "જૂના એપિસોડ જોતો'તો....! નવા તો અમુક ટાઈમે સાવ ફાલતુ હોય છે...!" સિદ્ધાર્થ હસતાં મોઢે બોલ્યો.  

            "બોલ....! શું કે'તીતી....!?" સિદ્ધાર્થે તેની સામે જોઈ રહેલી લાવણ્યાને કહ્યું.  

            "એક ફોટો તો પાડીએ આપણાં બે'નો....!" લાવણ્યાએ કહ્યું અને તેનો મોબાઇલ કાઢ્યો.

            "છોડને હવે...!" સિદ્ધાર્થે કોઈપણ જાતોનો રસ દાખવ્યા વિના કહ્યું.

            "ના...! મારેતો પાડવોજ છે....! તારી જોડે અહીં આવ્યાની કોઈક તો યાદગીરી જોઈએજ...!" લાવણ્યાએ એટલું કહીને તેની સામેથી આવતાં એક યુવાનને જોયો "excuse me...! અમારો બે-ત્રણ ફોટા પાડશો....!?"

            ઓલાં યુવાને હકારમાં ડોકું ધૂણાવ્યું અને લાવણ્યાએ ધારેલો ફોન તેનાં હાથમાં લીધો.

            “અરેપણ રે’વા દેને...!” સિદ્ધાર્થ સહેજ ચિડાયો અને લાવણ્યાથી દૂર ખસવા ગયો. 

            “ના....નઈ ચાલે....! હું તો પડાઈશ જ .....!” સિદ્ધાર્થ દૂર ખસવા જતો હતો ત્યાંજ લાવણ્યાએ તેનો હાથ પકડીને એક ઝટકાથી પોતાની નજીક ખેંચી લીધો.

            “અરે પણ....!”

            “આયને આહિયા....આવું શું કરે છે યાર....!” જિદ્દી લાવણ્યા એકની બે ના થઈ.

            લાવણ્યાએ જબરદસ્તી સિદ્ધાર્થ જોડે પાંચ-છ ફોટા પડાવી લીધાં. કેટલાંક ફોટોમાં તો તેણે જાણે સિદ્ધાર્થને કિસ કરવાંનો પોઝ બનાવ્યો. સિદ્ધાર્થ થોડું ચિડાયો. પણ લાવણ્યાની જિદ્દ સામે તેનું કઈંના ચાલ્યું.

            “તું બવજ જિદ્દલી છે હોં....!” સિદ્ધાર્થ સહેજ કંટાળેલાં સ્વરમાં બોલ્યો.

            “કેમ..કેમ...!? તને જિદ્દીલી છોકરીઓ નઈ ગમતી....!?” લાવણ્યા પોતાનો ફોન ડ્રેસના ખિસ્સામાં મૂકતાં સિદ્ધાર્થ સામે જોઈ આઈબ્રો નચાવીને બોલી.

            “ના...નઈ ગમતી....!” લાવણ્યાને ચિડાવતો હોય એમ સિદ્ધાર્થ મીઠો છણકો કરીને બોલ્યો અને આગળ ફરીને ચાલવા લાગ્યો.

            “તો તને કેવી છોકરીઓ ગમે છે...બોલ...બોલ....!?”  સિદ્ધાર્થની લગોલગ ચાલતાં-ચાલતાં લાવણ્યાએ પૂછ્યું.

            સિદ્ધાર્થે એક નજર અમસ્તુંજ લાવણ્યા સામે જોઈ લીધું પછી અટકયો અને પાછું ફરીને છેટે દેખાતા મોઢેરાનાં મુખ્ય સૂર્ય મંદિર તરફ કેટલીક ક્ષણો જોઈ રહીને લાવણ્યા સામે જોઈને બોલ્યો-

            “હું રૉયલ ફેમિલીનો છું....!” ચેહરા ઉપર સહેજ ગર્વનાં ભાવ લાવીને સિદ્ધાર્થ બોલ્યો “King છું.....! તો એક કિંગને Queen જ ગમેને....!”

            “King છું.....!  King છું.....!

            જે છટાંથી સિદ્ધાર્થ બોલ્યો, તેનાથી પ્રભાવિત થયેલી લાવણ્યા મુગ્ધ નજરે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

            “એક કિંગને Queen જ ગમેને.... એક કિંગને Queen જ ગમેને....!”

            તેણીનાં કાનમાં સિદ્ધાર્થનાં એ શબ્દો પડઘાઈ રહ્યાં. 

            એટલું બોલીને સિદ્ધાર્થ ફરીવાર આગળ ફરીને ચાલવા લાગ્યો.

             “તને ખબર છે.....! કૉલેજમાં મારાં વગર એક પણ ફંક્શન નઈ થતું.....!” સિદ્ધાર્થની પાસે દોડી જઈને લાવણ્યા સહેજ ઘમંડ ભર્યા સ્વરમાં બોલવા લાગી “મારાં વગર આખી કૉલેજ સૂની થઈ જાય છે....!”

            “એમ...!?” સહેજ અટકીને સિદ્ધાર્થે લાવણ્યા સામે જોયું અને કટાક્ષમાં બોલ્યો.

            “હાસ્તો....! આખી કૉલેજનાં છોકરાઓ પાગલ છે મારી પાછળ પાગલ....!”

            ઘમંડમાં આવીને લાવણ્યા બોલે જ જતી હતી. તેણીનાં ચેહરા ઉપર આવી ગયેલાં પોતાના રૂપ ઉપરના એ ઘમંડ ઉપર ભાવ સિદ્ધાર્થ જોઈ શકતો હતો. લાવણ્યાને ફક્ત પોતાનાં રૂપનો જ નહીં, પણ પોતે એવીજ “ધી લાવણ્યા” હોવાનો ઘમંડ પણ હતો.

            “આખી કૉલેજનાં છોકરાઓ પાગલ છે મારી પાછળ પાગલ....!” લાવણ્યા બોલી રહી હતી અને સિદ્ધાર્થ તેણીને “વાંચી” રહ્યો હતો.

            “હું પણ આપડી કૉલેજની ક્વીન છું ક્વીન.....!”

            “A Queen belongs to a King only…..!” લાવણ્યાની આંખોમાં જોઈ રહીને સિદ્ધાર્થ તદ્દન શાંત સ્વરમાં બોલ્યો અને લાવણ્યાને જાણે આઘાત લાગ્યો હોય એમ તે શૂન્યમનસ્ક થઈ ગઈ.

            સિદ્ધાર્થ ત્યાંથી ચાલવા લાગ્યો.

            “A Queen belongs to a King only…..!”

            “A Queen belongs to a King only…..!”

            સિદ્ધાર્થનાં કહેલાં એ શબ્દોનો અર્થ સમજતી હોય એમ લાવણ્યાનાં કાનમાં એ શબ્દો પડઘાવા લાગ્યાં.

            “A Queen belongs to a King only…..!”

****

“S I D D H A R T H”

Jignesh

instagram@sid_jignesh19