Love Revenge Spin Off Season - 2 - 9 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-9

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-9

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-9

         

          “તને સોગંધ છે તારાં એ પ્રેમની..... પ્રેમની...!”

          વરસતાં વરસાદમાં ચારેય જણ હજીપણ બહાર ઊભાં-ઊભાં પલળી રહ્યાં હતાં.

          નેહાએ કહ્યાં બાદ સિદ્ધાર્થ ચોંકીને નેહા સામે જોઈ રહ્યો હતો.

          “તને ખબર હતી કે સિડ તને અ.....!?” ચોંકેલી ઝીલે ગળગળા સ્વરમાં નેહાને પૂછતાં- પૂછતાં અટકી ગઈ.

          “ક્યારથી.....!?” સિદ્ધાર્થે ભાવવિહીન સ્વરમાં પૂછ્યું.

"પે'લેથીજ.....!" નેહા બોલી.

તેણીનાં સ્વરમાં સહેજ સહાનુભૂતિનો ભાવ હતો.

"ઝીલનાં મેરેજ વખતેજ મને ખબર પડી ગઈ હતી ....!"

પોતાની પલળેલી આંખ ઉભરાઈ ના જાય એટલે સિદ્ધાર્થે તરતજ આંખ બંધ કરી મોઢું ફેરવી લીધું.

થોડીવાર સુધી બધાં ફરીવાર મૌન થઈ ગયાં.

વરસતાં વરસાદનાં છાંટાં પડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ક્યારેક ક્યારેક વીજળીઓ ગરજવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.

શંભુ કૉફી શૉપની આજુબાજુનાં રસ્તે ધીરે-ધીરે વરસાદી પાણી ભરાઈ રહ્યાં હતાં.      

વરસાદમાં પલળી ગયેલી ઝીલ પણ મોઢું ફેરવીને ઊભેલાં સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહી.

"તારી આ સરપ્રાઈઝ આપવાની આદત બવ ખરાબ છે...!" નેહા સામે જોઈ માંડ હસી સિદ્ધાર્થે વ્યંગ કરતાં કહ્યું.

નેહા કશુંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થ સામે જોઈ રહી.

સિદ્ધાર્થે થોડીવાર સુધી નેહા સામે ભીની આંખે જોયું પછી પાછું ફરીને જવાં લાગ્યો.

"આઈ લવ હીમ સિદ્ધાર્થ ....!" સિદ્ધાર્થને ટોકતી હોય એમ નેહા ગળગળા  સ્વરમાં બોલી "મારાં માટે એ (આરવ) લવ એટ ફર્સ્ટ સાઈટ હતો ....!"

"મારાં માટે પણ નેહા ....!" અટકીને નેહા સામે જોઈ ટોન્ટમાં બોલી સિદ્ધાર્થ પાછું ફર્યો અને ઝડપથી વરસતાં વરસાદમાં પલળતો-પલળતો ત્યાંથી નીકળી ગયો.

          ક્યારનાં વરસી રહેલાં ભારે વરસાદને લીધે ખાસું એવું પાર્ક કરેલાં વાહનોના ટાયર સહેજ ડૂબે એટલું પાણી ભરાઈ ગયું હતું.

          "છપ...છપ ...!"

          કૉફી શૉપની એકબાજુજ ગલીમાં પાર્ક કરેલાં પોતાનાં એન્ફિલ્ડ પાસે સિદ્ધાર્થ ઉતાવળાં પગલે આવી ગયો. સીટ પર બેસી ઇગ્નીશનમાં ચાવી ભરાવી સિદ્ધાર્થે બાઈક પાછું લીધું. વરસાદના પાણીમાં ડૂબતાં પગને લીધે સિદ્ધાર્થનાં લેધરના બૂટ્સમાં પાણી ભરાઈ ગયું. એવી કશીય વાતની પરવા કર્યા વિના સિદ્ધાર્થે બાઇકનો સેલ માર્યો.

          "સિડ .....!" સિદ્ધાર્થ બાઈક પાછું ફેરવી જ રહ્યો હતો ત્યાંજ પાછળથી ઝીલે તેનાં ખભે હાથ મૂકીને તેને હળવેથી બોલાવ્યો.

          બાઈક ઉપર બેઠાં-બેઠાં સિદ્ધાર્થે પાછું ફરીને આશ્ચર્યથી જોયું. વરસાદમાં પલળતી ઝીલ ત્યાં આવીને ઉભી હતી.

          “એક વાત પૂછું.....!?” વરસાદનાં છાંટાંથી બચવા ઝીલે પોતાની આંખની પાંપણો ઝીણી રાખીને પૂછ્યું “તું ખરેખર નેહાને લવ કરે છે કે નઈ....!?” 

          ઝીલનાં એ પ્રશ્નથી સિદ્ધાર્થને હળવું આશ્ચર્ય થયું. 

          “બોલ....!” ઝીલ  છણકો કરીને બોલી  “તું ખરેખર નેહાને લવ કરે છે કે નઈ....!?” 

          “હાં....!” સિદ્ધાર્થ માત્ર એટલુંજ બોલ્યો અને હજીપણ પ્રશ્નભાવે ઝીલ સામે જોઈ રહ્યો.

          “કોઈ એને હર્ટ કરે તો તું શું કરું....!?” ઝીલે  પૂછ્યું.

          સિદ્ધાર્થ મૌન રહ્યો અને એક ઊંડો શ્વાસ ભરી સામે શંભુ કૉફી શૉપની લૉબીવાળી બેઠક પાસે ઉભેલી નેહા સામે જોઈ શૂન્ય મનસ્ક વિચારવાં લાગ્યો. નેહા (અને તેની જોડે ઉભેલો અક્ષય પણ) અત્યારે સિદ્ધાર્થ અને ઝીલ સામે જોઈ રહ્યાં હતાં.

          “બોલ સિડ ...!" દર વખતની જેમ ઈમોશનલ થઇ ગયેલી ઝીલ હવે સિદ્ધાર્થને "સિડ" કહીને સંબોધી રહી હતી  "કોઈ એને હર્ટ કરે તો તું શું કરું....!?” 

          ઝીલ શું કહેવાં માંગે છે એ સિદ્ધાર્થ સમજી શકતો હતો. નેહાને હર્ટ કરનાર વ્યક્તિનાં હાલ પોતે શું કરી શકે એ સિદ્ધાર્થ જાણતો હતો.

          "આપડે ક્ષત્રિયો  છીએ સિડ ....!?" ઝીલ આગળ બોલી "આપડામાં તો પોતાની ફિયાન્સ, વાઈફ કે બે'ન વગેરેને જો કોઈ હર્ટ કરી જાય તો તલવારો ઉડે ....! નઈ ...!?”

          સિદ્ધાર્થ એજ રીતે નેહા સામે જોઈને વિચારી રહ્યો.

          "યાદ છે ને .....સ્કૂલમાં મારી છેડતી કરનાર છોકરાનો આરવે કેવો હાલ કર્યો 'તો ....!" ઝીલે યાદ અપાવ્યું.

          થોડીવાર સુધી મૌન રહી ઝીલે સિદ્ધાર્થને પોતાની વાત સમજવાનો સમય આપ્યો. સિદ્ધાર્થ એ ઘટનાને યાદ કરી રહ્યો.

          “તું એ અજાણી છોકરીની ચિંતા શા માટે કરે છે...!? એને કોઈ તકલીફ થાય...તો પણ....એણે તને, મને, નેહાને, આરવને ...અને ન જાણે કેટલાય બીજા આરવને તકલીફ તો  આપીજ છે ને....!?” થોડીવાર પછી ઝીલ ઘૃણાભર્યા સ્વરમાં બોલી “તો પછી એ છોકરીને તકલીફ થાય....એ વાતની ચિંતા આપડે શું કામ કરવી...!? આપડે એની જોડે શું લેવાદેવા....!?”

          "એ છોકરી તારી ફ્યુચર વાઈફને હર્ટ કરી ગઈ ....!આપડા આરવની પણ લાઈફ બરબાદ કરી ગઈ ....!"

          સિદ્ધાર્થની સામે હવે પગ કપાયેલી હાલતમાં વ્હીલ ચેયરમાં બેઠેલાં આરવનું દ્રશ્ય તરવરી ઉઠ્યું.

          "અને તું એને એમ જ જવાં  દઈશ ...!?" ઝીલે રડમસ સ્વરમાં પૂછ્યું "ક્ષત્રિયો પોતાનાં દુશ્મનોને એમજ નઈ છોડતાંને .....!?"

          સિદ્ધાર્થ હવે મૂંઝાઈ ગયો.

          "તું માને કે ના માને ....!" ઝીલ બોલી "પણ તારાં ભાઈને અપાહીજ બનાવનાર અને નેહાને એની મરજી વિરુદ્ધ "બીજાં" કોઈની જોડે સગાઇ કરવાં મજબુર કરનાર લાવણ્યાને સજા તો મલવીજ જોઈએ ....!  કમસે કમ એને પણ બીજાની તકલીફ સમજાય એટલી સજા તો મળવી જ જોઈએ ...!"

          ઝીલ હવે એકી શ્વાસે બોલવાં લાગી.

          "નેહા પોતાની જગ્યાએ સાચી છે....! લાવણ્યાને સજા તો મલવી જ જોઈએ ...! અને એ કામ તું જ કરી શકે એમ છે...એ છોકરીનો ઘમંડ તું જ તોડી શકે એમ છે....!"

          "ઘર્રર .....!" વાદળોમાંથી ગડગડાટ સંભળાયો. જોકે  ઝીલના શબ્દોના ગડગડાટ સામે સિદ્ધાર્થને આકાશમાં ઘેરાયેલાં વાદળોનો ગડગડાટ ઓછો લાગ્યો.

          "નેહા પોતાની જગ્યાએ સાચી છે....! લાવણ્યાને સજા તો મલવી જ જોઈએ ...! અને એ કામ તું જ કરી શકે એમ છે...એ છોકરીનો ઘમંડ તું જ તોડી શકે એમ છે....!" ઝીલના એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં અને સિદ્ધાર્થ શૂન્યમનસ્ક થઇ નેહા સામે જોઈ રહી વિચારવાં લાગ્યો.

          બંને હજીપણ વરસતાં-વરસતાં વરસાદમાં પલળી રહ્યાં હતાં.

          "નેહા  તને લવ કરતી હોય કે ના હોય સિડ ...!" ઝીલ બોલી "પણ તું તો એને કરેજ છે....! તારે તારો પ્રેમ નિભાવવાનો હોય ...!"

          થોડીવાર માટે ઝીલ મૌન થઈ.

          હવે સિદ્ધાર્થને આકાશમાં ઘેરાયેલાં વરસાદી વાદળોનો ગડગડાટ સંભળાઈ રહ્યો હતો અને જમીન પાર ભરાયેલાં પાણીમાં પડતાં મોટાં વરસાદી "ફોરાં" નો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.

          "આરવ તારો સગો ભાઈ ન'તો ....એટલે તું ના પાડે છે ને....!?" ઝીલ સહેજ ટોન્ટભર્યા સ્વરમાં બોલી.

          સિદ્ધાર્થે દયામણું મોઢું કરીને તેણી સામે જોયું. ઝીલ જાણતી હતી કે એવું કશું નહોતું. છતાંય તેણીએ સિદ્ધાર્થને ઉશ્કેરવા માટે આ કહ્યું હતું. એ વાત સિદ્ધાર્થ પણ જાણતો હતો. 

          "વૃમ .....વૃમ .....!" સિદ્ધાર્થે હજીપણ ચાલું રાખેલાં બાઇકનું એક્સિલેટર રેસ કર્યું.

          "પોતાનાં ભાઈ માટે તારે આ કરવુંજ જોઈએ...!”એક્સિલેટર ઉપર સિદ્ધાર્થનાં હાથ ઉપર હથેળી મૂકી ઝીલ દ્રઢ સ્વરમાં બોલી. " પોતાનાં પ્રેમ માટે તારે આ કરવું જોઈએ....! પોતાનાં વચન માટે તો તારે આ કરવું જ જોઈએ ...કરવુંજ જોઈએ સિડ ....કરવું જ જોઈએ ...!" 

            કેટલીક ક્ષણો મૌન રહી સિદ્ધાર્થે સામે મુખ્ય રસ્તા તરફ જોયે રાખ્યું પછી બાઈકનું એક્સિલેટર ફેરવી દીધું. મુખ્ય રસ્તા ઉપર લઇ તેણે બાઈકની સ્પીડ વધારીને મારી મૂક્યું.

          શંભુ કૉફી શૉપની ખુલ્લી લૉબીમાં ઉભેલા નેહા અને અક્ષય સામે ઝડપથી બાઈક ચલાવી રસ્તા ઉપર ભરાયેલાં પાણીનાં છાંટા ઉડાડતાં જઈ રહેલાં સિદ્ધાર્થને જોઈ રહ્યા.

          થોડીવારમાં સિદ્ધાર્થ તેમને દેખાતો બંધ થયો. 

******

        “તને સોગંધ છે તારાં એ પ્રેમની..... પ્રેમની...!”

        "ઝીલનાં મેરેજ વખતેજ મને ખબર પડી ગઈ હતી ....ગઈ ‘તી..!"

        રિવરફ્રન્ટની ઉપરની પાળે ઊભાં રહી સામે દેખાતી સાબરમતી નદીનાં વિશાળ પટને જોઈ રહેલાં સિદ્ધાર્થનું મન એકના એક વિચારોથી ઘેરાઈ ગયું.

        શંભુ કૉફી શૉપથી બાઈક લઈને નીકળેલાં સિદ્ધાર્થનું મન  અજાણતાં જ તેને રિવર ફ્રન્ટ ખેંચી લાવ્યું હતું. સિદ્ધાર્થના અહીંયા આવ્યાં બાદ હજી થોડીવાર પહેલાંજ વરસાદ વરસતો બંધ થયો હતો.

        નેહાનાં શબ્દોનાં હજીપણ સિદ્ધાર્થનાં કાનમાં પડઘાં પડી રહ્યાં હતાં.

        "આઈ લવ હીમ સિદ્ધાર્થ ....! આઈ લવ હીમ...!" 

        "મારાં માટે એ  લવ એટ ફર્સ્ટ સાઈટ હતો ....લવ એટ ફર્સ્ટ સાઈટ હતો...!"

        "રિવેન્જ લેવામાં મારી હેલ્પ કર ...હેલ્પ કર....!"

        "આઈ પ્રોમિસ નેહા .....તને જ્યારે મારી જરૂર પડશે...ત્યારે તારી કોઈ પણ મદદ કરીશ....!"

         "રિવેન્જ લેવામાં મારી હેલ્પ કર ...હેલ્પ કર....!"

        "તને ના ગમે...તોય તારે તારું વચન નિભાવવું પડશે.....!"

        "હું વચન નઈ તોડું ....પાકું નઈ તોડું ....!"

        ક્યાંય સુધી બેઠાં-બેઠાં સિદ્ધાર્થ એજ વિચારોમાં ખોવાયેલો રહ્યો.

        "તું વચન માટે પણ મારી હેલ્પ નઈ કરે ...!?"

        શું કરવું? શું ન કરવું .!? ના વિચારોએ સિદ્ધાર્થના મનનો ભરડો લીધો.

        "તને સોગંધ છે તારાં પ્રેમની ...!"

        "તને ના ગમે...તોય તારે તારું વચન નિભાવવું પડશે.....!"

        નેહાનાં સ્વરમાં સંભળાતા એ શબ્દોનાં વમળમાંથી નીકળવાનો "માર્ગ" સિદ્ધાર્થ ક્યાંય સુધી શોધતો રહ્યો. આવી "વિકટ" પરિસ્થિતિમાંથી નીકાળવાનો કોઈ માર્ગ  ના સૂઝતાં છેવટે તેણે વિકટનો નંબર ડાયલ કર્યો.

        "હાં  બોલો જેઠાલાલ ....! ક્યાં મુસીબત હે...!?" બીજી -ત્રીજી રિંગે સિદ્ધાર્થનો કૉલ  રિસીવ કરી વિકટ મજાક કરતાં બોલ્યો.  

        “"અમદાવાદ આયને..!" વિકટની મજાકને અવગણી સિદ્ધાર્થ ઠંડા સ્વરમાં બોલ્યો "અર્જન્ટ છે...!"

        "આયો ચલ ....!" સિદ્ધાર્થનાં સ્વરમાં રહેલી ગંભીરતાં પારખી વિકટ પણ કશું આનાકાની કર્યા વિના તદ્દન સ્વાભાવિક સ્વરમાં બોલી ગયો.

        બંનેએ કૉલ કટ કર્યો.

        "તને સોગંધ છે તારાં પ્રેમની ...!"

        "તને ના ગમે...તોય તારે તારું વચન નિભાવવું પડશે.....!"

        વિકટની રાહ જોતાં -જોતાં સિદ્ધાર્થ ફરીવાર એજ વિચારોમાં ખોવાઈ ગયો.

****

        "હું દશરથ નથી નેહા ....દશરથ નથી નેહા....!" શંભુ કૉફી શૉપની એજ લૉબીવળી બેઠકમાં બેઠેલી નેહા વિચારી રહી હતી.

          સિદ્ધાર્થનાં જતાં રહ્યાં પછી થોડીવાર બાદ વરસાદ અટકી જતાં ઝીલ અને અક્ષય પણ ઘરે જવાં નીકળી ગયાં હતાં. ઝીલે કહેવાં છતાં નેહા ત્યાં એકલીજ  બેસી રહી હતી. સિદ્ધાર્થે કશું જવાબ ન આપતાં નિરાશ થયેલી નેહા પણ અનેક વિચારોનાં વરસાદમાં પલળતી-પલળતી ત્યાંજ બેસી રહી હતી.

          વરસાદ અટકી જતાં લૉબીમાં ખાલી પડેલી અન્ય બેઠકોમાં પણ હવે કપલ્સ આવીને બેસી ગયાં હતાં. આ સિવાય પણ વરસાદમાં પલળવા નીકળ્યાં  હોય એવાં કપલ્સની પણ કૉફી શૉપમાં ભીડ જામી હતી. જોકે આ બધાંથી         નેહાને કશું ફરક નહોતો પડી રહ્યો. લૉબીમાં સૌથી છેલ્લે ખૂણામાં આવેલી બેઠકમાં નેહા ગુમસુમ થઈને બેઠી હતી.   

          "ટ્રીન ....ટ્રીન....ટ્રીન....!" નેહા વિચારોમાં ખોવાયેલી હતી ત્યાંજ ટેબલ ઉપર પડેલાં તેનાં મોબાઈલની રિંગ વાગી.

          કૉલ આવતાં ટેબલ ઉપર પડેલા મોબાઈલની ઓન થયેલી સ્ક્રીન ઉપર  પોતાની નજર ફેરવી નેહાએ નંબર જોયો.

          "લાવણ્યા ...!?" સ્ક્રીન ઉપર લાવણ્યાનો નંબર જોઈ નેહાને પહેલાં હળવું આશ્ચર્ય થયું. ચિડાઈને તેણીએ પછી નજર ફેરવી ડાબી બાજુ કૉફી શૉપની અંદર જામેલી કપલ્સની ભીડ સામે જોયું.

          "શું કામ હશે આ છોકરીને ...!?" રિંગ પુરી થવાં આવીજ હતી ત્યાંજ  નેહાએ કંટાળીને ફોન ઉઠાવ્યો.

"હાં....!બોલ..!?" નેહા બોલી.

          "સિદ્ધાર્થને કેવી જગ્યાએ ફરવા જવાનું ગમે...!?" સામેથી લાવણ્યાએ પૂછ્યું.

          "સિરિયસલિ તે મને આ પૂછવા ફોન કર્યો...!?" નેહા થોડું ચિડાઈ ગઈ.

          "કેમ...!? હજીપણ તું લેકચરમાં છે...!?" લાવણ્યાએ નેહાને વધારે ચિડાવી. 

          "ના ....! પણ તું કેમ પૂછે છે....!?" પોતાનો ગુસ્સો શક્ય એટલો વધુ દબાવી નેહા ચીડાયેલાં સ્વરમાં બોલી. 

          "કેમ પૂછે છે એટ્લે...!?” લાવણ્યાએ સામે પૂછ્યું “અરે તું સિદ્ધાર્થની જોડે મેરેજ ના કરવા ઇચ્છતી હોય તો કઈં નહીં પણ કમસે કમ એનું મન ડાઇવર્ટ કરવામાં હેલ્પ તો કર...!"

          લાવણ્યા તેને ખખડાવતી હોય એમ બોલી.

          "હું નઈ કઉ....તો તું ઝપીશ નહીં એમને....!?" નેહા હવે અકળાઈ. 

           "ના....નઈ ઝપુ...!" 

          કઈંકે વિચારીને નેહા બોલી.

          "સારું સાંભળ...! થોડું મગજ દોડાવ્યું હોત તો પણ ખબર પડી જાત...! એ ક્ષત્રિય છે....! અને ક્ષત્રીયોને ઐતિહાસિક સ્થળો બહુ ગમે....! સમજી..!"

          "હમ્મ...!" લાવણ્યાએ એકલાં બેઠાં-બેઠાં ડોકું ધૂણાવ્યું "જો તું ઇચ્છતી હોઉ કે સિદ્ધાર્થ હવે મેરેજ માટે તારી જોડે લમણા ના લે તો તું મારી હેલ્પ કર....!"

          "શેમાં હેલ્પ કરું...!?" નેહાને નવાઈ લાગી.

          "એનું મન મ્હારી બાજુ ડાઈવર્ટ કરવામાં....!" લાવણ્યા ભારપૂર્વક બોલી.

          "ઓહ...!" નેહાને વધુ નવાઈ લાગી અને તેણીએ ટોન્ટમાં પૂછ્યું "અને તું આ 'બલિદાન' કેમ આપવા માંગે છે...!?"

          લાવણ્યા બોલી -"જો બકા...! હું તને ગોળ નઈ ફેરવવા માંગતી...! તને એ નથી ગમતો....! fine...! મને ગમે છે...! સમજીને...! તો જો તારે એનાથી પીછો છોડાવવો હોય તો એ મારી બાજુ ખેંચાય એમાં મારી મદદ કર..!"

          "fine....! બોલ બીજું શું પૂછે છે...!?" નેહા કંટાળી હોય એમ આખરે 'હાં' પાડતાં બોલી.

          "તું બોલ...! એને ભાવતી આઇટમ શું છે..!?" લાવણ્યાએ પૂછ્યું     

          "બાજરીનો રોટલો....!" નેહા ચીડાયેલાં સ્વરમાં જ બોલી રહી હતી "ઘી લગાડેલો...!"

          "ઓહ તારી...!" લાવણ્યા બોલી "એટલેજ તે ના પાડી મેરેજની...!?"

          "હાં....!" નેહા લાવણ્યાના કટાક્ષનો જવાબ અકળાઇને આપ્યો "તું પણ ના પાડી દેજે...! એ ઓછામાં ઓછા ચાર બાજરીના રોટલાં તો ખાઈ જ જાય છે...! તું થેપી-થેપીને થાકી જઈશ...! સમજી..!"

          "અરે બાપરે...! આખા ચાર...!?" લાવણ્યાની આશ્ચર્યથી બોલી .

          "હાં...! બીજું શું જાણવું છે બોલ..!?" નેહા હવે કંટાળેલાં સ્વરમાં બોલી. 

          "અમ્મ....!" લાવણ્યા બોલી  "બસ....! બીજું પછી...! bye....!"

          એટલું કહીને લાવણ્યાએ કૉલ કટ કર્યો.

          "ગમે તે થાય ...! મારે તને સબક તો શીખવાડવો જ છે....!" પોતાનો મોબાઈલ પાછો ટેબલ ઉપર મૂકતાં નેહા શૂન્ય મનસ્ક તાકી રહીને બબડી.   

****

          "બીપ ..બીપ...!" રિવર ફ્રન્ટની પાળે ઊભાં-ઊભાં હજીપણ સાબરમતી નદી સામે જોઈ રહેલાં સિદ્ધાર્થે કારની હૉર્નનો અવાજ સંભળાતાં પાછું ફરીને જોયું.

          "ટુ ડબલ એટ ફાઈવ (2885)...!?" નવી નક્કોર બ્લૅક કલરની મર્સીડીઝ કારની નંબર પ્લૅટ જોઈ સિદ્ધાર્થ હળવાં આશ્ચર્યથી બબડ્યો "બઉ ઝડપી આઈ ગયો ...!?"

          "2885" એવાં એક સિરીઝનાં એકજ નંબરના બધાંજ વિહિકલ એ બરોડામાં વિકટની ઘરની ઓળખ સમાન હતાં. સ્વભાવે થોડાં રોયલ મિજાજી એવાં વિકટનાં  પપ્પા જયારે કોઈપણ નવું વિહિકલ ખરીદતાં ત્યારે    "2885" એ એકજ નંબર મેળવવાં માટે તેઓ અલગથી પૈસા ખરચતાં. એકજ નંબર મેળવવાં માટે  કેટલીકવાર તો ઘણી મોટી એમાઉન્ટ ખરચતાં પણ તેઓ ખચકાતાં નહોતાં.

          કારનો નંબર ઓળખાતો સિદ્ધાર્થ આશ્ચર્યથી કારની ડ્રાઈવિંગ સીટમાં બેઠેલાં વિકટને જોઈ રહ્યો. સિદ્ધાર્થે રિવરફ્રન્ટ ઉપર પોતાનું લાઈવ લોકેશન મોકલી આપતાં વિકટ સીધોજ કાર લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. જોકે વિકટને આવવાંમાં માત્ર અડધો કલ્લાક જેટલો જ સમય લાગતાં સિદ્ધાર્થને આશ્ચર્ય થયું હતું.

          પાળીથી સહેજ છેટે પાર્ક કરેલાં સિદ્ધાર્થના બાઈકની જોડે વિકટે પોતાની કાર પાર્ક કરી અને દરવાજો ખોલી અંદરથી નીચે ઉતર્યો.

          રિવર ફ્રન્ટનાં ખુલ્લાં મેદાનમાં કાર પાર્ક વિકટ ચાલતો-ચાલતો સિદ્ધાર્થ તરફ આવવાં લાગ્યો. સિદ્ધાર્થ જોકે ઊંચી પાળીએ હાથ ટેકવી ત્યાંજ ઉભો રહ્યો  અને પાછું  મોઢું ફેરવીને વિકટને પોતાની તરફ આવતો જોઈ રહ્યો.

 

          અંધારું થયાં પછી રિવર ફ્રન્ટ ઉપર લાઈટો ચાલુ થઇ જતાં વરસાદની સીઝનમાં રિવર ફ્રન્ટનો નજારો  મનમોહક બની ગયો હતો.  રિવર ફ્રન્ટનાં ઉપરના ભાગે ખુલ્લાં મેદાનમાં ઠેક ઠેકાણે વરસાદી પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં હતાં.

          રિવરફ્રન્ટનો એ સુંદર નજારો આજુબાજુ નજર ફેરવી જોતાં-જોતા વિકટ સિદ્ધાર્થ તરફ આવી રહ્યો હતો. તેનાં મોઢાં ઉપર હળવું સ્મિત હતું.

          બેસવાં માટે વૉક વૅની બીજી સાઈડે બનેલી નાની પાળી કૂદી વિકટ સિદ્ધાર્થ પાસે આવ્યો. સિદ્ધાર્થ હવે તેની સામે ફરીને ઉભો રહ્યો. તેનાં ચેહરા ઉપર આશ્ચર્ય અને પ્રશ્ન ભાવો બે ઘડી વિકટ જોઈ રહ્યો પછી બોલ્યો -

          "નવી કાર લીધી ....!" જાણી જોઈને ચિડાવતો હોય એમ વિકટ બીજાં પ્રશ્નનો જવાબ આપ્યો.

પરાણે પોતાની હસવું દબાવી રાખી સિદ્ધાર્થે ઘુરકીને તેની સામે જોયે રાખ્યું.

          "બવ જલ્દી આઈ ગ્યો...!?" સિદ્ધાર્થે ટોન્ટમાં પૂછ્યું.

          "જવાબ તો પૂરો આપવાં દે ...!" સિદ્ધાર્થને ચિડાવાતો હોય એમ વિકટ મજાકીયું સ્મિત કરીને બોલ્યો            "નવી કાર લીધી....એટલે અમદાવાદ મારાં નાનાને મળવા આયો 'તો  .....! તારો ફૉન આયો....એટલે ફટાફટ અહિયાં  આઈ ગ્યો ....!" 

          "તો તારે ફૉન ઉપર કે'વું જોઈતું 'તું .....કે તું અમદાવાદમાં જ છું ...!" સિદ્ધાર્થ ફરીવાર ટૉન્ટમાં બોલ્યો.

          "તું એ છોડને ....!" વિકટ માથું ધૂણાવીને બોલ્યો  "તું સૌથી પે'લા મને એ કે.....! અહિયાં સારી ચ્હા ક્યાં મલશે ...!? આવું જોરદાર વાતાવરણ ....! ને ચા પીધાં વગર વાતચીત ના થાય ....!"

          બંને ત્યાંથી ચાલવાં લાગ્યાં. પાળી કૂદીને તેઓ હવે કીચડવાળાં મેદાનમાં ચાલવાં લાગ્યાં.

          "કાર રે'વાં દે ....!" એકબીજાની જોડે પાર્ક કરેલાં તેમનાં સાધનો પાસે પહોંચીને સિદ્ધાર્થ સહેજ અટકીને બોલ્યો "વરસાદને લીધે ટ્રાફિફમાં હેરાન થવાશે.....!"

          "બે નવી છે....!" વિકટ ફરીવાર સિદ્ધાર્થને ચિડાવતો હોય એમ બોલ્યો "કોઈક સળી કરીને કે ઘસરકો મારીને જતું રે 'શે ....!"

          "હમ્મ .....!" સિદ્ધાર્થે હુંકારો ભર્યો.

          "અને એમ પણ....હું એક્સટ્રા કપડાં લીધાં વગર આયો છું ....! બાઈક ઉપર જાશું ...તો વરસાદમાં પલળીશું ....!"

          "આટલી મોટી કારમાં એક જોડી કપડાં તો રાખવાં જોઈતાં તા ...!" સિદ્ધાર્થ બોલ્યો અને વિકટની કાર પાસે ડ્રાઇવિંગ સીટની જોડેની સીટનાં દરવાજાનું હેન્ડલ પકડી ખેંચવાં લાગ્યો.

          "બે તું જેઠાલાલ છે ....હું નઈ .!" વિકટ પણ હવે કારનાં બૉનેટ આગળથી પસાર થતાં-થતાં બોલ્યો "      એ જેમ એનાં ગો-ડાઉનમાં એક્સ્ટ્રા જોડે કપડાં રાખે છે....એમ તારે રાખવાં જોઈએ ...!"

           વિકટે લૉક ખુલ્લુંજ રાખ્યું હોવાથી દરવાજો ખોલી સિદ્ધાર્થ અંદર બેસવાં લાગ્યો. વિકટ પણ ડ્રાઇવિંગ સીટ બાજુ આવી દરવાજો ખોલી સીટમાં ગોઠવાયો.

          "હમ્મ ....મુસીબતો તો મારીજ લાઈફમાં આવે છે.....!" સિદ્ધાર્થ માથું ધુણાવી ટોન્ટમાં બોલ્યો "તું તો સુખી માણસ છે....!"

 

          "છોકરીઓની જફામાં ના પડે ....એ માણસ સુખી જ હોય દોસ્ત....!" વિકટ પણ જવાબ આપતાં બોલ્યો અને કાર રિવર્સ લેવાં માંડ્યો.

          સિદ્ધાર્થ  હસીને માથું ધુણાવી રહ્યો. વિકટનાં આવ્યાં પછી તેનાં માથાં પરથી સ્ટ્રેસ જાને હળવો થયો હોય તેવું તેને ફીલ થઇ રહ્યું હતું. એકનાં એક વિચારોથી તેનું મન ક્યારનું ભારે  થઇ ગયું હતું. અત્યારે પણ એ વિચારો ચાલુજ હતાં, પણ વિકટની હાજરીમાં તેને એ ભાર નહોતો વર્તાતો.

          "હવે બોલ ....!" વિકટ પાછો મજાકિયા સ્વરમાં બોલ્યો "મારે શું કે 'વાનું ...!? ભાભી ....!? કે નેહા ....!?"

કાર ચલાવતાં-ચલાવતાં વિકટ સિદ્ધાર્થ સામે જોઈ તેને ચિડાવતો હોય એમ આઈબ્રો નચાવી. સિદ્ધાર્થે મૂંઝાઈને તેની સામે જોયું.

          "પછી પાછો તુંજ ચીડાઇશ ...! કે ભાભી ના બોલ ભાભી ના બોલ ...!?"

          "હા ..હા...હા....!" સિદ્ધાર્થથી છેવટે હસાઈ ગયું.

          કાર હવે રિવરફ્રન્ટનાં મુખ્ય રસ્તા પર દોડી રહી હતી.

          "ક્યાં ચા પીશું ...!?" કાર ડ્રાઈવે કરતાં -કરતાં વિકટે પૂછ્યું.

          "અ ....! આઈ આઈ એમ લઈલે ....!" સિદ્ધાર્થ થોડું વિચારીને બોલ્યો.

          "કઈ બાજુ ....!?"

          "આગળથી ડાબી બાજુ વળાય ....!" સિદ્ધાર્થે રસ્તો બતાવતાં કહ્યું.  

          એક ક્ષણ  માટે સિદ્ધાર્થને ફરવાં જતી વખતે રસ્તો બતાવતી લાવણ્યાની યાદ ગઈ.

           "પછી હું આગળ રસ્તો બતાઉં છું ...!" સિદ્ધાર્થ બોલ્યો અને શૂન્યમનસ્ક થઇ વિચારે ચઢી ગયો.

****

 

          “લાવણ્યા.....હુંહ.....! યાર ખરેખર આ છોકરી આટલી બધી ખરાબ છે....!?” સિદ્ધાર્થે બધી વાત કહેતાં વિકટે સહેજ આશ્ચર્યથી પૂછ્યું.

          બંને આઈ આઈ એમ રૉડ આવ્યાં હતાં. મેઈન રૉડની આજુબાજુની પેવમેન્ટ ઉપર અનેક ચ્હા-નાસ્તાઓના ઠેલાવાળાંઓ લાગેલાં હતાં. વરસાદને લીધે અત્યારે લગભગ બધાંજ ઠેલાવાળાઓને ભીડ જામેલી હતી. રાતનો સમય હોવાથી વરસાદની સીઝનમાં રસ્તાનાં સ્ટ્રીટ લૅમ્પસ અને આજુબાજુનાં કોમર્શિયલ-રેસીડેન્સીયલ કોમ્પ્લેક્સમાંથી આવી રહેલી રોશની અને રૉડ પર આવ-જા કરી રહેલાં વાહનોની હેડ લાઈટ્સની રોશનીમાં આઈ આઈ એમ રૉડ ઝગમગી રહ્યો હતો.

          ચ્હાની કીટલીથી અને બધાંથી સહેજ દૂર હોય એવી જગ્યાએ પેવમેન્ટ આગળ રસ્તાની એકબાજુએ કાર પાર્ક કરી સિદ્ધાર્થ-વિકટ પેવમેન્ટ ઉપર મુકેલા બાંકડા ઉપર બેઠા હતાં. ચ્હાની કીટલી પર કામ કરતો છોકરો જયારે -જયારે તેઓ ચ્હા મંગાવાતાં, ત્યારે-ત્યારે ત્યાં આવીને ચ્હા આપી જતો હતો. અડધો કલ્લાકથી બેઠેલાં બંનેએ અત્યાર સુધીમાં ત્રણ -ચાર કપ ચ્હા પી નાંખી હતી. અત્યારે પાંચમો કપ ચાલી રહ્યો હતો. 

 

          “ખરેખર આ છોકરી આટલી બધી ખરાબ છે....!?” વિકટે પૂછેલાં પ્રશ્નને સિદ્ધાર્થનાં મનમાં દોહરાવી રહ્યો.

          “એનાં વિષે નેહા પણ આવું કે’છે....! અક્ષય....ઝીલ....! બધાં આવું જ કે’છે....!” સામે રસ્તા ઉપર જતાં-આવતા વાહનો સામે જોઈ રહી વિકટ વિચારતાં-વિચારતાં બોલી રહ્યો હતો.

          “કૉલેજમાં પણ બધાં એનાં વિષે બધાં આવીજ વાતો કરતાં હોય છે...!” સિદ્ધાર્થ પણ સામે આવતાં-આવતાં જતાં વાહનો જોઈ રહીને બોલ્યો.

          “તો પછી આરવને એ કેમની ગમી....!?” વિકટે હવે સિદ્ધાર્થ સામે જોયું.

           “તો પછી આરવને એ કેમની ગમી....!? કેમની ગમી...!?” ફરીવાર વિકટનો પ્રશ્ન સિદ્ધાર્થે મનમાં દોહરાવ્યો અને કેટલીક ક્ષણો પછી વિકટ સામે જોયું.

          “તે કોઈ દિવસ આરવને પૂછ્યું ‘તું....!? કે એણે એનામાં શું જોયું...!? કે પછી એ ખરેખર એવીજ છે....જેવી બધાં કે’છે....!?” વિકટે પૂછ્યું.

          સિદ્ધાર્થ મૌન થઈને પાછું નજર ફેરવી સામે જોવાં લાગ્યો અને વિકટનાં પ્રશ્નોને મનમાં દોહરાવવાં લાગ્યો. મૌન થઈ ગયેલાં સિદ્ધાર્થ સામે વિકટ જોઈ રહ્યો.

          “Enigma……!”  થોડીવાર પછી સિદ્ધાર્થ સામે રોડ તરફ જ જોઈ રહીને બોલ્યો.

          “હમ્મ...શું....!?” વિકટને નાં સમજાતાં તેણે ફરીવાર પૂછ્યું.

          “આરવ કે’તો તો….. લાવણ્યા માટે....!” સિદ્ધાર્થે કહ્યું “she is an Enigma….!”

          “એટ્લે શું.....!?” વિકટે પૂછ્યું.

          “એક અતિશય અઘરો કોયડો....! કે પછી ઉખાણું...!” સિદ્ધાર્થ બોલ્યો.

          “હમ્મ.....! બીજું શું કે’તો તો એ....!?”

          “લાવણ્યાની વાત આવે ...ત્યારે અમે બેય બવ ખાસ ક્લોઝ ન’તાં....!” સિદ્ધાર્થે ખભાં ઉછાળીને કહ્યું “આરવ નેહાની સગાઈ પછી ...નેહા મને કાયમ આરવની ફરિયાદ કરતી.....ત્યારે એ લાવણ્યા વિષે એ બધુ કે’તી...! કે એ રખડેલ છે....પૈસાવાળા છોકરાઓને ફસાવે છે....ગમે તે છોકરાની જોડે સેક...અ....!”

          સિદ્ધાર્થે પોતાનું વાક્ય અધૂરું છોડી દીધું.

          “તને એ ખરેખર એવીજ લાગે છે....!?”  વિકટે શાંત સ્વરમાં પુછ્યું.

          કશું બોલ્યાં વગર સિદ્ધાર્થ કેટલીક ક્ષણો લાવણ્યા વિષે વિચારવાં લાગ્યો.

          “નેહાને જલાવવાં...તે આજે આખો દિવસ લાવણ્યા જોડે સ્પેન્ડ કર્યોને....!?” વિકટે પૂછ્યું “તો તું કેટલું  જાણી શક્યો એના વિષે.....!?”

          સિદ્ધાર્થ મૌન થઈને વિચારી રહ્યો.  થોડીવાર વીતી જવા પછી પણ સિદ્ધાર્થે કોઈ જવાબ નાં આપ્યો.

          “તને પણ એ છોકરી નઈ સમજાઈ....!?” સિદ્ધાર્થે મૌન જાળવી રાખતાં વિકટે હળવું સ્મિત કરીને પૂછ્યું.

          “મને તો અત્યારે નેહા નઈ સમજાતી....!” નેહા વિષેજ વિચારી રહેલો સિદ્ધાર્થ પોતાનાં મનની વાત કહેતો એમ બોલ્યો “એ મારી ફીલિંગ્સ વિષે પે’લેથીજ જાણતી ‘તી...! તોય....તોય એણે આવું કર્યું....!? આરવ સાથે સગાઈ....! મારી સાથે ફ્રેન્ડશીપ કરી આરવ વિષે બધુ જાણવું....! અને આજે બદલો લેવા માટે મને મારાંજ પ્રેમનાં સોગંધ વડે અને મે આપેલાં વચન વડે બાંધી દેવો....!”        

          ઘણાં બધાં વિચારોની વચ્ચે પણ સિદ્ધાર્થનું મન ફક્ત નેહાના એજ વિચારોથી ઘેરાયેલું હતું.

          "દોસ્ત....મેં તને પે'લ્લા પણ કીધું 'તું ... યાદ છે....!?"  ચ્હાનાં કપમાંથી ઘૂંટ ભરી વિકટ જૂની વાત યાદ અપાવતાં બોલ્યો "કે છોકરીઓને જ્યારે કઈંક મેળવવું હોય...તો એ લોકો લાંબી ગેમ રમે ....!"

 

          થોડો વખત પહેલાં વિકટે કહેલી વાત સિદ્ધાર્થને યાદ આવી. આરવ સાથે સગાઈ તૂટ્યાંબાદ જ્યારે સિદ્ધાર્થ સાથે સગાઈની વાત ચાલતી હતી ત્યારે નેહાને પૂછવામાં આવતાં નેહાએ હા પાડી હતી. એ જાણીને વિકટે સિદ્ધાર્થને આ કહ્યું હતું.

          “કદાચ....! નેહાનો ઇરાદો તને એ વખતે તકલીફ આપવાનો નઈ હોય...!” વિકટ બોલ્યો “એટ્લે એણે તને ના કીધું કે એ તારી ફીલિંગ્સ વિષે જાણે છે....! કદાચ તું હર્ટ થાત એટ્લે...!”

          થોડીવાર અટકી વિકટ આગળ બોલ્યો –

          “પણ અત્યારે એ હર્ટ થયેલી છે....! બદલો લેવા માટે કદાચ આંધળી થઈ છે....! એટ્લે તારી ફીલિંગ્સ સમજતી હોવાં છતાંય સમજતી નથી....!”

          “તો તને શું લાગે છે....!?” મૂંઝાયેલાં સિદ્ધાર્થે પૂછ્યું “નેહા સાચી છે.....!?”

          જવાબ આપતાં પહેલાં વિકટે કેટલીક ક્ષણો સુધી સિદ્ધાર્થ સામે જોયું.

          "નેહા પોતાની જગ્યાએ સાચી છે....!” વિકટ “પોતાની જગ્યાએ” શબ્દ ભારપૂર્વક સાચવીને બોલ્યો.

          વિકટના કહેવાનો અર્થ સિદ્ધાર્થ સમજતો હતો. નેહા “પોતાની જગ્યાએ” સાચી હોવાનો અર્થ  નેહાની સાથે જે થયું એ ખોટું થયું આથી તેણીનું એ વર્તન સ્વાભાવિક હોવું એવો થતો હતો, પણ નીતિની દ્રષ્ટિએ નેહા ખોટી હતી.

          “એની સાથે જે થયું...! એ ખરેખર દર્દનાક હતું....! વગર વાંકે એ આ બધુ ભોગવી રઈ છે....!” વિકટ બોલ્યો.   

          “પણ હવે મારે  શું કરવું જોઈએ ....એ કે’….!” વિકટની વાતોથી વધુને વધુ મૂંઝવણ અનુભવતાં સિદ્ધાર્થે પૂછ્યું.

          “તું અમદાવાદ શેના માટે આયો તો યાદ છેને....!?” વિકટે સામો પ્રશ્ન પૂછ્યો પછી બોલ્યો “કોઈપણ ભોગે નેહાને મનાવવાં....!”

          ફરીવાર વિકટે એવુંજ અધૂરું ભેદી વાક્ય કહ્યું અને સામે જતાં-આવતા વાહનો તરફ જોઈ રહ્યો. વરસાદ પડ્યાં પછી રાતનાં સમયે વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. થોડાં વિરામ બાદ હવે ફરીવાર ધીમી ગતિએ વરસાદ “ફરફર” સ્વરૂપે શરૂ થઈ રહ્યો હતો. આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળોમાં હવે ક્યાંક-ક્યાંક વીજળીઓ થઈ રહી હતી.

          “કોઈપણ ભોગે નેહાને મનાવવાં....!” વિકટનું એ અધૂરું વાક્ય સિદ્ધાર્થે મનમાં દોહરાવ્યું અને જાતેજ મનમાં જ બાકીનું વાક્ય પૂરું કર્યું “તો પછી જે ભોગ આપવો પડે...એ આપ...અને નેહાને મનાય....!”   

          “જો તું વચન ના  નિભાવે તો શું થાય....!?”  વિકટે વિચારતાં-વિચારતાં પૂછ્યું “અને જો તું વચન નિભાવે તો શું થાય....!?”

          સિદ્ધાર્થ મૌન રહી વિચારી રહ્યો.

          “જો તું વચન ના નિભાવે....તો ઓલરેડી ના પાડી ચૂકેલી નેહા મેરેજ માટે હવે ફાઈનલી ના પાડી દે....!” વિકટે સિદ્ધાર્થ સામે જોઈ કહ્યું “અને જો તું વચન નિભાવે તો....!?”

          પ્રશ્ન પૂછ્યો હોય એમ વિકટ સિદ્ધાર્થ સામે જોઈ રહ્યો.  

          “જો તું વચન નિભાવે તો....!? તો....!?” સિદ્ધાર્થના મનમાં એ પ્રશ્ન પડઘાઈ રહ્યો.

          “તો નેહાએ મેરેજ માટે હા પાડીદે...!” વિકટ બોલ્યો “અને તારી પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય....!”

          “અને લાવણ્યાનું શું....!?” સિદ્ધાર્થે અજાણતાં પૂછી લીધું.

          “તને એ “અતિશય અઘરો કોયડો” સોલ્વ કરવાની તક પણ મળી જાય..!” વિકટે એ વાક્ય સ્મિત કરીને ટોંટમાં કહેતાં સિદ્ધાર્થ પરાણે હળવું હસ્યો.  

          “તો તું મને વચન નિભાવવાનું કે’છે....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

          “ના...! હું તને બંને સંભાવનાઓ વિષે વિચારવાનું કઉ છું...!” વિકટ શાંતિથી બોલ્યો “અને પછી ડીસીઝન લેવાનું....!”

          બંને શક્યતાઓ વિષે સિદ્ધાર્થ વિચારી રહ્યો.

          “તું વચન નિભાવે તો શું થાય....!? અને ના નિભાવે તો શું થાય....!?” વિકટ ફરી બોલ્યો “એનાં કરતાં વધારે મહત્વનો પ્રશ્ન એ છે....! કે....!”

          વિકટે સિદ્ધાર્થ સામે જોયું અને અટક્યો. સિદ્ધાર્થ પોતાની સામે જોવે ત્યાં સુધી વિકટ રાહ જોઈ રહ્યો.

          રસ્તા પર આવજા કરી રહેલાં વાહનોની હેડ લાઇટસનાં પ્રકાશમાં દેખાતી હળવી વરસાદી ફરફરને જોઈ રહેલાં સિદ્ધાર્થે છેવટે વિકટ સામે જોયું. 

          “કે તારે વચન નિભાવવું જોઈએ કે નઈ...!?” વિકટ છેવટે બોલ્યો “નિભાવવું જોઈએ તો કેમ નિભાવવું જોઈએ....અને નાં નિભાવવું જોઈતો કેમ નાં નિભાવવું જોઈએ....!?”

          વિકટનાં એ પ્રશ્નને વિષે સિદ્ધાર્થ વિચારી રહ્યો.

          “વચન કેમ નાં નિભાવવું...!?” સિદ્ધાર્થ મનમાં બબડ્યો પછી તેણે ઝીલનાં શબ્દો યાદ કર્યા.

          “તું એ અજાણી છોકરીની ચિંતા શા માટે કરે છે...!? એને કોઈ તકલીફ થાય...તો પણ....એણે તને, મને, નેહાને, આરવને ...અને ન જાણે કેટલાય બીજા આરવને તકલીફ તો  આપીજ છે ને....!?”

          “તો પછી એ છોકરીને તકલીફ થાય....એ વાતની ચિંતા આપડે શું કામ કરવી...!? આપડે એની જોડે શું લેવાદેવા....!?”

          “જેણે નેહાને હર્ટ કરી....આરવને હર્ટ કર્યો....એ લાવણ્યા જોડે મારે કશું લેવાદેવા નથી.....! એ છોકરીએ કોઇની પરવા ક્યારેય નઈ કરી હોય....તો પછી એ એક અજાણી છોકરીની મારે શું પરવા કરવી...!?” સિદ્ધાર્થ મનમાં વિચારી રહ્યો.

          “હવે વચન કેમ નિભાવવું એ વિષે વિચાર...!” સિદ્ધાર્થનાં મનમાં ચાલી રહેલાં વિચારો વાંચી ગયો હોય એમ વિકટ સ્મિત કરીને બોલ્યો.

          સિદ્ધાર્થ હળવું હસ્યો માથું ધૂણાવી રહ્યો. વિકટ જાણતો હતો, જ્યારે કોઈ મહત્વનાં અને ઓછો મહત્વનાં પ્રશ્ન વિષે વિચારવાનું હોય, તો સિદ્ધાર્થ પહેલાં ઓછા મહત્વનાં પ્રશ્ન વિષે વિચારતો.    

          “તારે વચન નિભાવવું જોઈએ....!” સિદ્ધાર્થને હવે ફરીવાર ઝીલ યાદ આવી ગઈ.

          "આપડે ક્ષત્રિયો છીએ સિડ ....!?" ઝીલનાં શબ્દો સિદ્ધાર્થ યાદ કરી વાગોળી રહ્યો"આપડામાં તો પોતાની ફિયાન્સ, વાઈફ કે બે'ન વગેરેને જો કોઈ હર્ટ કરી જાય તો તલવારો ઉડે .....!?”

          “પોતાનાં વચન માટે તો તારે આ કરવું જ જોઈએ ...!" સિદ્ધાર્થને હવે ઝીલના એ શબ્દો યાવી આવી ગયાં  "કરવુંજ જોઈએ સિડ ....કરવું જ જોઈએ ...!" 

          “પ્રાણ જાયે...પણ વચન ના જાયે....!” સિદ્ધાર્થના વિચારો ભંગ કરતાં વિકટ બોલ્યો “તમારાંમાં વચન પાલનનું મહત્વ બવ હોય છે નઈ....!?”

સિદ્ધાર્થ સામે જોઈ વિકટ થોડી વધુ ક્ષણો મૌન રહ્યો પછી ભારપૂર્વક બોલ્યો -

"કુળ ...મર્યાદા ....વચન પાલન ....!" વિકટ આગળ બોલ્યો "એ બધું દુનિયાને કદાચ ક્ષત્રિયોએ શીખવ્યું છે....! વચન પાલન તમારાં ક્ષત્રિયોની મજબૂરી નઈ ....ઓળખ પણ છે....અને કેરેક્ટર પણ....!"

"વચન પાલન તમારાં ક્ષત્રિયોની મજબૂરી નઈ ....ઓળખ પણ છે....અને કેરેક્ટર પણ....! કેરેક્ટર પણ....!" વિકટે બહુજ મોટી વાત કહી નાંખતાં સિદ્ધાર્થને પોતાનાં પિતા કરણસિંઘ યાદ આવી ગયાં.

સંભવીએ સગાઇ તોડતાં સંભવીના પિતા સાથે ફોન ઉપર વાત કરતી વખતે કારણસિંઘે કહેલાં આજ શબ્દો પણ સિદ્ધાર્થને યાદ આવી ગયા.

"એકવાર હા પાડ્યાં પછી તું સગાઈ કેમનો તોડી શકે ...!" કરણસિંઘ ફોન પર બોલ્યાં હતાં તે સિદ્ધાર્થનાં કાનમાં પડઘાવા લાગ્યું  "આપડામાં વચન એટલે વચન .....એ આપડું કેરેક્ટર છે દોસ્ત ....!  કેરેક્ટર છે  ...!" 

"વચન આપતાં પે'લાં સો વાર વિચારવું ....!" પિતા કરણસિંઘે ઘણીવાર કહેલીવાત હવે સિદ્ધાર્થને યાદ આવી ગઈ  "પછી નિભાવાની વાત આવે....ત્યારે સગવડ ના જોવાની હોય....કે પછી કોઈ બા'નું ના શોધવાનું હોય...! પોતાને નુકશાન થતું હોય....કે પછી પોતાને નાં ગમતું હોય....તો પણ વચન તો નિભાવવુંજ પડે....!"

સિદ્ધાર્થને હવે કલાદાદીએ કહેલાં શબ્દો પણ યાદ આવી ગયાં.

"જયારે કોઈ પૈસાં ગુમાવે....ત્યારે થોડું ઘણું ગુમાવે ....! જયારે કોઈ સારો મિત્ર ગુમાવે....ત્યારે ઘણું ગુમાવે.....!" કલાદાદીનાં એ શબ્દો હવે સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં "પણ જ્યારે કોઈ પોતાનું કેરેક્ટર ગુમાવે.....! ત્યારે સઘળું ગુમાવે.....!"

"વચન આપતાં પે'લાં સો વાર વિચારવું ..સો વાર વિચારવું..!"

"વચન પાલન તમારાં ક્ષત્રિયોની મજબૂરી નઈ ....ઓળખ પણ છે....અને કેરેક્ટર પણ....! કેરેક્ટર પણ....!"

" જ્યારે કોઈ પોતાનું કેરેક્ટર ગુમાવે.....! ત્યારે સઘળું ગુમાવે.....!"

          "આપડે ક્ષત્રિયો છીએ સિડ ....!?આપડામાં તો પોતાની ફિયાન્સ, વાઈફ કે બે'ન વગેરેને જો કોઈ હર્ટ કરી જાય તો તલવારો ઉડે .....!?”

          "પોતાનાં ભાઈ માટે તારે આ કરવુંજ જોઈએ...! પોતાનાં પ્રેમ માટે તારે આ કરવું જોઈએ....! પોતાનાં વચન માટે તો તારે આ કરવું જ જોઈએ ...કરવુંજ જોઈએ સિડ ....કરવું જ જોઈએ ...!" 

"તું માને કે ના માને ....!

"પણ તારાં ભાઈને અપાહીજ બનાવનાર અને નેહાને એની મરજી વિરુદ્ધ "બીજાં" કોઈની જોડે સગાઇ કરવાં મજબુર કરનાર લાવણ્યાને સજા તો મલવીજ જોઈએ ....!  કમસે કમ એને પણ બીજાની તકલીફ સમજાય એટલી સજા તો મળવી જ જોઈએ ...!"

સિદ્ધાર્થને હવે હાંફતા-હાંફતા રઘવાયા સ્વરમાં બોલી રહેલી ઝીલનું એ દ્રશ્ય દેખાયું. 

"નેહા પોતાની જગ્યાએ સાચી છે....! લાવણ્યાને સજા તો મલવી જ જોઈએ ...! અને એ કામ તું જ કરી શકે એમ છે...એ છોકરીનો ઘમંડ તું જ તોડી શકે એમ છે....!"

"ઘર્રર .....!" વાદળોમાંથી ગડગડાટ સંભળાયો.

"નેહા પોતાની જગ્યાએ સાચી છે....! લાવણ્યાને સજા તો મલવી જ જોઈએ ...! અને એ કામ તું જ કરી શકે એમ છે...એ છોકરીનો ઘમંડ તું જ તોડી શકે એમ છે....!" ઝીલના એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં અને સિદ્ધાર્થ શૂન્યમનસ્ક થઇ વિચારવાં લાગ્યો.

ધીરે-ધીરે વરસતી વરસાદની “ફરફર” હવે “છાંટાં” સ્વરૂપે ધરતી પર પડવા લાગી.

          "નેહા  તને લવ કરતી હોય કે ના હોય સિડ ...!”

          પણ તું તો એને કરેજ છે....! તારે તારો પ્રેમ નિભાવવાનો હોય ...!"

          થોડીવાર માટે ઝીલ મૌન થઈ.

          હવે સિદ્ધાર્થને આકાશમાં ઘેરાયેલાં વરસાદી વાદળોનો ગડગડાટ સંભળાઈ રહ્યો હતો અને જમીન પાર ભરાયેલાં પાણીમાં પડતાં મોટાં વરસાદી "ફોરાં" નો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.

          "પોતાનાં ભાઈ માટે તારે આ કરવુંજ જોઈએ...!” ઝીલ દ્વારા મક્કમ સ્વરમાં બોલાયેલા એ શબ્દો યાદ આવી જતાં સિદ્ધાર્થનો ચેહરો સહેજ સખત થઈ ગયો.

           " પોતાનાં પ્રેમ માટે તારે આ કરવું જોઈએ....! પોતાનાં વચન માટે તો તારે આ કરવું જ જોઈએ ...કરવુંજ જોઈએ સિડ ....કરવું જ જોઈએ ...!" 

          “પોતાનાં વચન માટે તો તારે આ કરવું જ જોઈએ ...કરવુંજ જોઈએ સિડ ....કરવું જ જોઈએ ...!" 

          “પોતાનાં વચન માટે તો તારે આ કરવું જ જોઈએ ...કરવુંજ જોઈએ સિડ ....કરવું જ જોઈએ ...!" 

          "આપડામાં વચન એટલે વચન .....એ આપડું કેરેક્ટર છે....!  કેરેક્ટર છે  ...!"

          “વચન પાલન તમારાં ક્ષત્રિયોની મજબૂરી નઈ ....ઓળખ પણ છે....અને કેરેક્ટર પણ....!"

" જ્યારે કોઈ પોતાનું કેરેક્ટર ગુમાવે.....! ત્યારે સઘળું ગુમાવે.....!"

          “વચન પાલન તમારાં ક્ષત્રિયોની મજબૂરી નઈ ....ઓળખ પણ છે....અને કેરેક્ટર પણ....!"

          "આપડામાં વચન એટલે વચન .....એ આપડું કેરેક્ટર છે....!  કેરેક્ટર છે  ...!"

"દોસ્ત...ઘણાં બધાં કારણો છે તારી પાસે.....!તારું વચન નિભાવવાં માટે ....!" સિદ્ધાર્થનાં ખભે હાથ મૂકી તેનાં વિચારો ભંગ કરતાં વિકટ બોલ્યો "આરવ....નેહા...વગેરે...!"

પોતાની આંખો બંધ કરી બધા વિચારોને કાબૂ કરવાના પ્રયત્નમાં સિદ્ધાર્થે ફરી એકવાર સિદ્ધાર્થે ઊંડો શ્વાસ ભર્યો.

“અને લાવણ્યા પણ....!” વિકટ શાંતથી બોલ્યો અને સિદ્ધાર્થે આશ્ચર્યથી તેની સામે જોયું.

" જો તને લાવણ્યા નિર્દોષ લાગતી હોય.....! તો પણ તારે આ કરવું જ જોઈએ ....!" વિકટ એવીજ ઠંડકથી બોલ્યો

"કેમ...!?" બોલ્યાં વગર સિદ્ધાર્થે આંખોથી એ પ્રશ્ન પૂછ્યો.

"જેમ નેહાએ કીધું એમ...કે તું જ લાવણ્યાને સબક શીખવાડી શકે છે....કે પછી એનો ઘમંડ તોડી શકે છે....!" વિકટ બોલ્યો "તો પછી નેહાથી અને એનાં બદલાથી પણ તુજ લાવણ્યાને બચાઈ શકે છે....!"

"એમાં બચાવાનું શું ...!?" સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું.

"બદલો લેવાં નેહા કઈ હદ સુધી જઈ શકે છે એ તે જોયુંને ...!?" વિકટ પૂછ્યું અને સિદ્ધાર્થને એકાદ-બે ક્ષણ સુધી વિચારવાં દીધું પછી બોલ્યો "પોતાનાં ફિયાન્સને એ અન્ય કોઈની સાથે જવાની છૂટ આપવાં સુધી....!"

"જો એ આ હદ સુધી જઈ શકતી હોય....તો પછી તારાં ના પાડ્યા પછી એ પોતાનાં બદલા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે ...!" વિકટ બોલ્યો "જેમકે કોઈ બીજાં છોકરાને ફોસલાવી લાવણ્યા જોડે એજ રિવેન્જ ગેમ રમી શકે છે ...જે એ તને રમવાનું કે છે ...!"

સિદ્ધાર્થ વિચારવાં લાગ્યો.

"અને એ કિસ્સામાં ....લાવણ્યાને હર્ટ કરવામાં એ કશું બાકી નઈ રાખે....!" વિકટ બોલ્યો "તું આ ગેમ રમીશ...તો તું જાતે નક્કી કરી શકીશ....કે લાવણ્યાને સજા મળવી જોઈએ કે નઈ ....અને મળવી જોઈએ તો કેટલી મળવી જોઈએ ...!"

"તને લાગે છે કે નેહા કોઈ બીજા છોકરા જોડે આવું કઈં કરાઈ શકવા જેટલી કેપેબલ છે....!?" સિદ્ધાર્થે મૂંઝાઈને પૂછ્યું.

"એણે ઝીલ અને અક્ષયને પોતાની બાજુ કરી લીધા ....! તો પણ તું આ સવાલ પૂછે છે...!?" વિકટ સામો પ્રશ્ન પૂછ્યો.

કમને સિદ્ધાર્થ વિકટની વાત સાથે મનમાંજ સહમત થયો.

"તું શ્યોર છે....!? નેહા આવું કઈં કરી શકે ...!?"સિદ્ધાર્થે પૂછ્યું .

"અલા ભાઈ મેં મારી લાઈફમાં કોઈ છોકરી સાથે વાત પણ નઈ કરી હોય ....!" વિકટ હવે સિદ્ધાર્થની ઉડાવતો હોય એમ બોલ્યો "આપડા ગ્રુપની કોઈ છોકરીને હેપ્પી બર્થડે પણ નઈ કીધું મેં ...તોય હું આટલો શ્યોર છું ....ને તને આટલો અનુભવ છે તોય તું આવું પૂછે છે....!?"

સિદ્ધાર્થનું મન પાછું વિચારે ચઢી ગયું.

          "વો સ્ત્રી હે....! કુછ ભી કર શકતી હે ...." પોતાનાં તરફથી વાત હવે પુરી થઇ હોય એમ વિકટ મજાક કરતા બોલ્યો અને બાંકડાની બેઠકમાંથી વિકટ ઉભો થયો.

 

          સિદ્ધાર્થ પરાણે હસ્યો.

          "જેટલું વિચારવું હોય...એટલું વિચારી લે....!" વિકટે સામે જોઈને કહ્યું.

          સિદ્ધાર્થે વિકટ સામે જોયું.

          સિદ્ધાર્થને એટલું કહી વિકટ હાથમાં કારની ચાવી રમાડતો રમાડતો કાર તરફ જવા લાગ્યો.

          "ઘેર જાતે જતો રઈશને...!?" કારની ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલી વિકટે સિદ્ધાર્થને ચિડાવ્યો.

          સિદ્ધાર્થ પરાણે હસ્યો અને બાંકડામાંથી ઉભો થઈ કાર તરફ ચાલવાં લાગ્યો.

          કારમાં બેઠા પછી સિદ્ધાર્થનું મન ફરીવાર વચન નિભાવવા અંગેનાં એજ વિચારોમાં ઘેરયાઈ ગયું. લાવણ્યા નિર્દોષ હોય તો પણ તેણે વચન કેમ નિભાવવું જોઈએ એ વિષે જાણીને સિદ્ધાર્થ સહેજ આંચકો પણ લાગ્યો હતો અને આશ્ચર્ય પણ થયું હતું. લાવણ્યા વિષે કે લાવણ્યા નિર્દોષ હોવા વિષે સિદ્ધાર્થે હજી સુધી કશુંજ નહોતું વિચાર્યું. આથી વિકટે જ્યારે લાવણ્યાને ઓળખવાની કે પછી તેણીના નિર્દોષ હોવાની શક્યતાની વાત કરી વચન નિભાવવાનું કહ્યું ત્યારે સિદ્ધાર્થને આશ્ચર્ય થયું હતું.

          વિચારે ચઢી ગયેલાં સિદ્ધાર્થને વિકટે તેનાં “વિચારો” સાથે એકલો છોડી દેવાનું યોગ્ય સમજયું. આખરે તો નિર્ણય સિદ્ધાર્થેજ લેવાનો હતો. આથી કારમાં કારમાં સિદ્ધાર્થ સાથે તેણે કોઈપણ વાતચીત કરવાની ટાળી. 

          સિદ્ધાર્થને રિવરફ્રન્ટ ઉતારી વિકટ નીકળી ગયો.

          રિવરફ્રન્ટ પર પાર્ક કરેલાં પોતાનાં એનફિલ્ડના ટેકે ઊભા રહી થોડી વધુ વાર વિકટ, ઝીલ, નેહા વગેરે વિષે ક્યાંય સુધી વિચારતાં રહી સિદ્ધાર્થે છેવટે પોતાનો નિર્ણય લઈ લીધો.   

          “નેહા હજીપણ શંભુ ઉપરજ છે....! એને ઘેર ડ્રોપ કરતો આવજે..!” સિદ્ધાર્થ હજી તો રિવરફ્રન્ટથી જવાં બાઈક પર બેસીજ રહ્યો હતો ત્યાંજ ઝીલનો મેસેજ આવ્યો.

          મેસેજ વાંચી સિદ્ધાર્થે ફૉન પાછો જીન્સના પોકેટમાં મૂક્યો અને બાઈક ઉપર બેસી શંભુ કૉફી શૉપ જવાં નીકળ્યો. વરસાદની ઝડપ હવે થોડી વધી ગઈ હતી. જોકે પહેલાંના વરસાદમાં પલળેલો સિદ્ધાર્થ હજી સુધી સરખો સુકાયો નહોતો.

****

          “મને એમ કે વરસાદ અટકી ગ્યો તો...તો તું ઘેર જતો ‘ર્યો હોઈશ....!” હજીપણ શંભુ કૉફી શૉપની લોબીવાળી બેઠકમાં હજી પણ બેઠાં-બેઠાં પલળી રહેલી નેહાએ જસ્ટ આવી પહોંચેલાં સિદ્ધાર્થને ટોન્ટમાં કહ્યું.

          “આ વરસાદ તો અટકી ગ્યો’તો....! પણ વિચારોનો વરસાદ ક્યાં અટક્યોજ છે....!” બેઠકમાં બેઠેલી નેહાની સામે આવીને ઊભાં રહેતાં સિદ્ધાર્થે પણ સામે ટોન્ટમાં કહ્યું.

          નેહાએ કટાક્ષભર્યું સ્મિત કરી આડું જોયું.

          સિદ્ધાર્થે શંભુ કૉફી શૉપની અંદર જોયું. બહાર વરસાદમાં પલળતાં બંનેની સામે કૉફીશૉપની અંદર બેઠેલાં ઘણા લોકો જોઈ રહ્યાં હતાં. રાતના લગભગ  દસ વાગવા આવ્યાં હતાં.

          નેહાની સામે ઊભા-ઊભા સિદ્ધાર્થે પોતાનાં મોબાઈલમાંથી લાવણ્યાનો નંબર કાઢી ડાયલ કરવાં જતોજ હતો ત્યાંજ સામેથી લાવણ્યાનોજ કૉલ આવી ગયો.

          “ઓલી નોજ હશે....નઈ....!?” બેઠકમાં બેઠેલી નેહાએ ગુસ્સે થઈને સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું.

          “હાં બોલ લાવણ્યા....!” નેહાને જવાબ આપ્યાં વિના સિદ્ધાર્થે લાવણ્યાનો કૉલ રિસીવ કરી કહ્યું.

          "હેલ્લો....! સોરી sid...!" સિદ્ધાર્થે ફોન ઉઠાવતાંજ લાવણ્યા પ્રેમથી બોલી "હું એક્ટિવા ઉપર હતી એટ્લે તારો કૉલ ના ઉઠાઈ શકી....!અને પછી ઘરે આવીને મમ્મીને કામમાં મદદ કરવામાં ભૂલી ગઈ....! સોરી યાર...!"

          "હાં....! સારું....!" સિદ્ધાર્થ શાંત સ્વરમાં નેહા સામે જોઈ રહીને બોલ્યો.

          વિકટને  મળવા અર્જન્ટ અમદાવાદ બોલાવતી વખતે ભૂલી સિદ્ધાર્થે રિસન્ટ કૉલ લિસ્ટમાંથી લાવણ્યાનો નંબર ડાયલ કરી દીધો હતો. લાવણ્યાએ જોકે સિદ્ધાર્થનો કૉલ નહોતો રિસીવ કર્યો. 

           "કઈં વાંધો નઈ....! અને મને નહોતી ખબર તું ઘરનું કામ પણ કરી જાણે છે...!?" સિદ્ધાર્થ ટોન્ટ મારતો હોય એમ મજાકીય સ્વરમાં બોલ્યો.

          સામે બેઠેલી નેહા હવે ઊંડા-ઊંડા શ્વાસ ભરી ગુસ્સેથી સિદ્ધાર્થને ઊભાં-ઊભાં લાવણ્યા સાથે વાત કરતાં જોઈ રહી.

          "કેમ....!? ના કરી શકું...!?"  લાવણ્યા ખોટો ગુસ્સો કરતાં બોલી "મેં તને ચ્હા બનાઈને નહોતી પીવડાવી....!? મને બધુ આવડે છે....!"

          " હાં નઈ.....!બરાબર બોલી ....!"

          "બોલ શું હતું..!?" લાવણ્યા જાણી જોઈને અજાણ બનતાં બોલી.

          "બસ....! કઈં નઈ....! તું કે'તીતીને...! ક્યાંક ફરવા જવાનું...!?" સિદ્ધાર્થે યાદ અપાવ્યું અને સામે બેઠેલી નેહા સામે જોયું.

          "ઓહ....! હાં....! બોલને ક્યાં જવું છે...!?"  ભાવ ખાવાનું નાટક કરતી હોય એમ લાવણ્યા બોલી"તને કેવી જગ્યાએ ફરવાનું ગમે...!?"

          "અમ્મ....મને તો જૂની...હિસ્ટોરિકલ હોય એવી...!" સિદ્ધાર્થ બોલ્યો. લાવણ્યા સાથે વાત કરતાં-કરતાં સિદ્ધાર્થ નેહા સામેજ જોઈ રહ્યો.

          "તો...મોઢેરાં જઈએ....! સૂર્યમંદિર જોવા....!?" લાવણ્યાથી બોલી.

          "હાં....! ચલ....! મોઢેરાં જઈએ...!" સિદ્ધાર્થ બોલ્યો.

          નેહા હવે સમસમીને સિદ્ધાર્થ સામે જોઈ રહી.

          "તો પછી પાકું...!" લાવણ્યા ખુશ થતાં બોલી "કાલે સવારે વે'લ્લાં નીકળીશું...!? ok...!?"

          "કેટલાં વાગે...!?"

          "તું કે'?

          "આઠ વાગે...! ચાલશે...!?" સિદ્ધાર્થે પૂછ્યું.

          "હાં....! ચાલશે...!"

          "પણ વરસાદનું શું....!?" સિદ્ધાર્થે પૂછ્યું.  

          "એમાં શું જાન...!" લાવણ્યાથી બોલી જવાયું "I mean...! તારી જોડે પલળવાની મજા આવશે...!"

          "હાં...હાં...હાં....! સિદ્ધાર્થ હસી પડ્યો "જાન' ચાલશે....!"

          "તો પછી કાલે મળીએ...! ok...!" લાવણ્યા ખુશ થઈને બોલી.

          "ok...! bye....!" સિદ્ધાર્થે કહ્યું અને ફોન કટ કર્યો.

          “જાન ચાલશે....!” સાંભળીને નેહા ભયંકર ગુસ્સે થઈ ગઈ સિદ્ધાર્થ સામે નજર ઊંચી કરી જોઈ રહી.

          પોતાનો ફૉન હાથમાં રમાડતાં-રમાડતાં સિદ્ધાર્થ નેહા સામે ભાવશૂન્ય નજરે જોઈ રહ્યો.

          ગુસ્સે થયેલી નેહા છેવટે પોતાની જગ્યાએ ઊભી થઈ અને પોતાનું હેન્ડબેગ ખભે ભરાવી ગુસ્સામાં ત્યાંથી જવા લાગી.

          “હું વચન નિભાઈશ.....!” પોતાની પાસેથી નેહા પસાર થતી હતી ત્યાં સિદ્ધાર્થે તેણીનો હાથ પકડીને રોકતાં કહ્યું અને સિદ્ધાર્થના સ્પર્શથી અને શબ્દોથી વરસાદમાં પલળતી નેહાના ધબકારા વધી ગયાં.

****

          “S I D D H A R T H”

Jignesh

instagram@sid_jignesh19