Love Revenge Spin Off Season - 2 - 8 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-8

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-8

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-8

           

            “મેં તને એટ્લેજ પે’લ્લાં કીધું’તું....! કે  તું ભાભી માટે શું ફીલ કરે છે....એ એમને કઈદે....!” વિકટ સિદ્ધાર્થને whatsappમાં મેસેજ કરી રહ્યો હતો “તો ભાભી પણ તને સામે એમની ફીલિંગ કઈ દેશે...! અને તને સમજવાનો ટ્રાય કરશે....!”

            “તું ભાભી ભાભી કે’વાનું બંધ કરીશ...!” કૉફીશૉપમાં બેઠેલો સિદ્ધાર્થ ગુસ્સે થઈ ઝડપથી મેસેજ ટાઈપ કરી રહ્યો હતો “એણે ના પાડી દીધી છે હવે....!”

            જવાબમાં વિકટે હસતાં-હસતાં આંખોમાંથી પાણી ટપકતું હોય એવાં બવ બધાં સ્માઈલીઝ મોકલ્યા.

            “બે ક્યારેક તો સિરયસ થા પણ....!” ગુસ્સે થયેલાં સિદ્ધાર્થે ટાઈપ કરીને મોકલ્યું.

            “બે તું પણ સ્માઈલી મોકલવાનું રાખ...તું ગુસ્સે થયેલો છે કે હસે છે એવી ખબર પડે....!” વિકટે મેસેજમાં કહ્યું.

            “આવી સિચ્યુંએશનમાં કોઈ કેમનું હસે....!?”  

            “તો મેં કીધું એમ કરને...!” વિકટે રિપ્લાય આપ્યો “તારી ફીલિંગ કઈ દે....!”

            “કોઈ અર્થ નઈ....! એને કશું પડી નઈ....!”  સિદ્ધાર્થે મેસેજ કર્યો “હવે તો મને ખરેખર એમ થાય છે..કે ઓલી લાવણ્યાની જોડે ફ્રેન્ડશીપ કરી લવ....! ખબર તો પડે .....મને લાવણ્યા જોડે ફરતાં જોઈ એને (નેહાને) જલન થાય છે કે નઈ....!?”

            “યુ નો દોસ્ત....! આ ખરેખર રામબાણ છે...!”  વિકટે જવાબ આપ્યો “ટ્રાય કરવાં જેવો છે...!”

            “ટ્રાય કરવાં જેવો છે….કરવાં જેવો છે....!” વિકટની વાત વિષે સિદ્ધાર્થ વિચારી રહ્યો.

"ઓય...! દેવદાસ...!"  સિદ્ધાર્થ વિચારી રહ્યો હતો ત્યાંજ લાવણ્યાએ તેની સામેનાં સ્ટૂલ પર બેસતાં સિદ્ધાર્થને ચીડાવતાં કહ્યું "કઈં મંગાયું કે નહીં..!?"

"નાં.....તારી રાહ જોતો'તો..!" સિદ્ધાર્થ ટેબલ ઉપર તેનો ફોન મૂકતાં બોલ્યો.

લાવણ્યાએ નીચા નમીને પોતાનું બેગ ટેબલ નીચે મૂક્યું.

"મારી રાહ...!?wow" લાવણ્યા મનમાં ખુશ થતાં બબડી.

"શું પીશ તું...!?"સિદ્ધાર્થે પૂછ્યું.

"આમતો મારું મન તારાં હોંઠોની સ્માઇલ પીવાનું છે...!" લાવણ્યા તેની જોડે ઓપનલી ફ્લર્ટ કરતી હોય એમ બોલી "પણ તારું મોઢું જોઈને લાગતું નથી...! કે મારી એ ઈચ્છા પૂરી થાય..!"

“આ છોકરી તો જબરી ફાસ્ટ છે....!” સિદ્ધાર્થ હસી પડ્યો અને મનમાં બબડ્યો.

લાવણ્યા તેનાં ગાલમાં પડતાં ખંજનો મુગ્ધતાપૂર્વક જોઈ રહી. તેને તે સાક્ષાત કામદેવ જેવો લાગ્યો.

"તને તો આદત હશેને ..!" લાવણ્યા તેની આંખોમાં જોતાં બોલી "ગર્લ્સનાં આવાં ફ્લર્ટી બિહેવિયરની...!મિસ્ટર સુપર હેન્ડસમ"

"સુપર હેન્ડસમ...!? wow?" સિદ્ધાર્થે વ્યંગમાં કહ્યું "આ શબ્દ પહેલીવાર સાંભળ્યો....!"

“જા ને અવે....! જુઠ્ઠા....!”  લાવણ્યા હસી.

“બોલ....! શું ખઈશ....!?” સિદ્ધાર્થ હવે તદ્દન સ્વાભાવિક બિહેવ કરતાં બોલ્યો.  

"ખાવું નથી....! તું કોલ્ડ કોફી મંગાઈલે...!"

"હમ્મ..!" સિદ્ધાર્થે ઊભાં થઈને કાઉન્ટર ઉપર જઈને બે કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો અને પાછો ટેબલ ઉપર આવીને બેઠો.

"તો હવે...!?" લાવણ્યાએ સૂચકરીતે સિદ્ધાર્થ સામે જોઈને પૂછ્યું.

"શું ..!? કોફી હજી વાર લાગશે...!" સિદ્ધાર્થે જાણીજોઇને જવાબ ટાળ્યો.

"સિદ્ધાર્થ...! હું નેહા વિષે પૂછી રહી છું..!" મોઢું બનાવી ચાળા પાડતી હોય એમ લાવણ્યાએ ધીમાં સ્વરમાં પૂછ્યું "તું એને મેરેજ માટે માનઈશ કે નહીં..!?"

"એ બહુ જિદ્દીલી છે...!" સિદ્ધાર્થ નકારમાં માથું ધૂણાવતાં ચિડાઈને બોલ્યો "જો એકવાર ના પાડી ચૂકી છે તો હવે કોઈ સંજોગોમાં નહીં માને...!"

લાવણ્યા થોડીવાર ચૂપ રહી અને સિદ્ધાર્થનાં ચેહરા સામે જોઈ રહી. લાવણ્યાથી નજર ચૂરાવી તે આમતેમ જોઈ રહ્યો હતો.

"અને એમ પણ..!" સિદ્ધાર્થ થોડીવાર પછી ફરી બોલ્યો "જો એ કોઈ બીજાંને લવ કરતી હોય તો મારે એની જોડે મેરેજ નઈ કરવાં..!"

"તો તું એમજ એને જવાં દઇશ...!?" લાવણ્યાને નવાઈ લાગી “કેમકે જેટલો તને ઓળખું છું....! તું એટલાં જલ્દી હાર માને એવો તો નથી....!”  

"એમજ એટ્લે યાર..!?" સિદ્ધાર્થ હવે થોડો વધુ ચિડાયો "એ કઈં મારી પ્રોપર્ટી થોડી છે...! એને જેની જોડે લગ્ન કરવાં હોય એની જોડે કરે..!"

“Aww....આ છોકરો....!” લાવણ્યાને સિદ્ધાર્થ ઉપર માન ઉપજયું.  

"એને બીજું કોઈ ગમતું હોય.....તો એમ પણ મારે શું કરવાં એની ઉપર જોરજબરદસ્તી કરવી ..!?" નેહા ઉપર ચિડાયેલો સિદ્ધાર્થ આમ-તેમ જોતાં-જોતાં મનમાં બબડ્યો.

"તો તું ઘરે શું કહીશ..!?" લાવણ્યાએ પૂછ્યું.

"કહી દીધું છે...!" નેહા ઉપર ગુસ્સે થયેલો સિદ્ધાર્થ સહેજ વધુ ચિડાઈને બોલ્યો "નેહાએ ઓલરેડી એનાં મમ્મી-પપ્પાને મારાં માટે ના પાડી દીધી છે અને એ લોકોએ નેહાનો ડીસીઝન મારાં મમ્મી-પપ્પાને કહી દીધો છે..!"

"ઓહ તેરી...!" લાવણ્યાને નવાઈ લાગી "મને નહોતી ખબર વાત આટલી આગળ વધી ગઈ છે કે ઓફિશિયલી બંને બાજુ ના પડી ગઈ હોય..!"

"બધાંએ એને કેટલું સમજાવી..! તોપણ એ એકની બે ના થઈ...!" સિદ્ધાર્થ હવે વધુ અકળાયો.

            "એવો તો કયો છોકરો છે જેના માટે એ આટલી અડી પડી છે..!?" લાવણ્યાને હવે ખરેખર નવાઈ લાગી રહી હતી.

"શું ખબર..!?" સિદ્ધાર્થ કંટાળીને બોલ્યો "મને હવે કોઈ પંચાત નથી કરવી એ છોકરીની ..! તું ટોપિક ચેન્જ કર...!"

"okey બાબા..!" લાવણ્યા બોલી અને થોડીવાર માટે ચૂપ થઈ ગઈ અને સિદ્ધાર્થ સામે જોઈ રહી.

કોફીનો ઓર્ડર તૈયાર થઈ જતાં સિદ્ધાર્થ ફરી ઊભો થઈને બંને માટે કોફી લઈ આવ્યો. લાવણ્યા હવે સ્ટ્રો વડે કોલ્ડ કોફી પીવા લાગી. કોફી પીતાં-પીતાં તે સિદ્ધાર્થ સામે જોઈ રહી. ખબર નહીં કેમ પણ સિદ્ધાર્થ જોડે જે થઈ રહ્યું હતું એનાં લીધે તે ખુશ થવાની જગ્યાએ તે પણ દુ:ખી થઈ રહી હતી. તેને પોતાને એ ફીલિંગ નહોતી સમજાતી.

કઇંક વિચારીને લાવણ્યાએ તેનો ફોન ઉઠાવ્યો અને તેમાંથી નેહાનો નંબર ડાયલ કર્યો અને ઊભી થઈ.

"સિદ્ધાર્થ...!" ઊભા થઈને તે બોલી "હું એક કોલ કરીને આવું હો..!"

સિદ્ધાર્થે હકારમાં માથું ધુણાવ્યું. લાવણ્યા કોફીશોપમાંથી બહાર નીકળી.

નેહાના વિચારોથી કંટાળેલો સિદ્ધાર્થ કૉફી પીતાં-પીતાં એક હાથ વડે પોતાનું માથું દબાવી રહ્યો.

****

"ટ્રીન ...ટ્રીન ....ટ્રીન ...!" 

લેક્ચરમાં બેઠેલી નેહાનો મોબાઈલ વાઈબ્રેટ થતાં નેહાએ બેન્ચની એક બાજુ પોતાનો મોબાઈલ ધરી રાખી સ્ક્રીન ઉપર નંબર જોયો.

"લાવણ્યા ....!?" નેહાને આશ્ચર્ય થયું  પછી તે મનમાં બબડી "સિદ્ધાર્થ જોડે હશે કે શું ...!?"

ઉતાવળાં પગલે નેહા બેન્ચીસો વચ્ચેની નીકળી ક્લાસરૂમની બહાર નીકળી.

“ઉપાડી તો જોવું....શું કે’છે આ છોકરી....!” ક્લાસની બહાર નીકળી કોરિડોરમાં ક્લાસરૂમથી સહેજ છેટે આવીને નેહા લાવણ્યાનો કૉલ રિસીવ કરતાં-કરતાં બબડી.  

"હેલ્લો ...!" કૉલ રિસીવ કરી નેહા બોલી.

"બહુ વાર કરી તે ફોન ઉપાડવામાં.!" સામેથી લાવણ્યા બોલી.

'અરે હું લેકચરમાં હતી...!" નેહા સહેજ ચિડાઈને બોલી "ક્લાસમાંથી બહાર નીકળવામાં સમય તો લાગેને ..! બોલ હવે શું હતું..!?"

"સિદ્ધાર્થને સૌથી વધુ શું ગમે ...! તારા સિવાય...!?" લાવણ્યાએ પૂછ્યું.

"what..!?" નેહાને નવાઈ લાગી “શું પૂછે છે તું આ...!?”

"અરે યાર સિદ્ધાર્થને શેનો શોખ છે...! જેમકે ખાવા-પીવાનો, હરવા-ફરવાનો.., વગેરે..!?"

“બાપરે....! થોડાં કલ્લાકોમાં તો આ છોકરી સીધું પસંદ-નાપસંદ પુછ્વાં ઉપર ઉતરી આઈ...!?” નેહા આશ્ચર્યથી મનમાં બબડી.

“હેલ્લો...!? સાંભળે છે કે નઈ...!?” નેહાએ કોઈ જવાબ ના આપતાં લાવણ્યાએ સામેથી કહ્યું “બોલને....!”

"બધાજ છોકરાઓ ખાવાં-પીવાનાં શોખીન હોય છે...! એમાં પૂછવાનું શું..!?" નેહા મોઢું બગાડીને બોલી "એ સિવાય સિદ્ધાર્થ ફિટનેસ ફ્રીક છે..! એને કસરતનો બહુ શોખ છે..! અને...!" થોડું અટકીને નેહા ફરી બોલી "અને હાં..! અ..! એને ફોટોગ્રાફીનો અને નવી નવી જગ્યાએ ફરવાનો બહુ શોખ છે...!"

"હમ્મ...!" લાવણ્યાએ માથું ધુણાવ્યું.

"પણ આ બધુ તું શું કામ પૂછે છે..!?" કોરિડોરમાં એકલાં ઊભેલી નેહાએ આંખ ઝીણી કરીને પૂછ્યું.

"કેમકે તે મેરેજની ના પડતાં એ દેવદાસ બની બેઠો છે...!" લાવણ્યા બોલી.

"what...!?"નેહા જાણે ચોંકી પડી "એ દારૂ પીવા લાગ્યો..!?"

"અરે ના યાર...!" લાવણ્યા ચિડાઈ "શું તું પણ...! એ ઢીલો થઈ ગ્યો છે..! મારે એનું મૂડ ઠીક કરવું છે એટ્લે પૂછતી'તી..!"

“અચ્છા....! તો મૂડ ઠીક કરવાં સુધી વાત પો’ચી ગઈ છે એમને....! જબરો ફાસ્ટ છે આ છોકરો છે....!” નેહા ફરીવાર સ્વગત બબડી.

" હું તો એને શરૂઆતથીજ ના પાડતી'તી..!" નેહા લાવણ્યાને કહેવાં લાગી "કે મારે મેરેજ નઈ કરવા..! હું ઓલરેડી કોઈના પ્રેમમાં છું..! પણ એ મહાશયને પોતાની ઉપર બહુ ઘમંડ હતો કે મને ગમે તેમ કરીને પટાઈ લેશે...!"

"અરે યાર એ બહુ ઈનોસન્ટ છોકરો છે..!" સિદ્ધાર્થ ઉપરાણું લેતી હોય એમ લાવણ્યા બોલી.  

"ઓહ પ્લીઝ લાવણ્યા..! સ્ટોપ ઈટ..!" નેહાએ કંટાળીને કીધું પછી મનમાં બબડી “ઇનોસન્ટ હોત....! તો આટલો બધો ઝડપથી તને ના ચોંટયો હોત....!”

“અરે શું યાર....!? તું પણ...!” લાવણ્યા બોલી “તે ના પાડી....તો એ કેટલો હર્ટ થયેલો છે બિચારો....!”

"તારે જે પૂછવું'તું એ પૂછી લીધું..!?” નેહા હવે કંટાળી હોય એમ બોલી “તો હું લેકચરમાં જાઉં..!?"

"કોઇકે બહુ સાચું કહ્યું છે..!" કોફી શોપની બહાર એકલાં ઊભાં-ઊભાં લાવણ્યા માથું ધૂણાવતાં બોલી "લોકો જેવાં દેખાય છે એવાં હોતા નથી..!"

"ટોંટ શું કામ મારે છે..!?" નેહા ચિડાઈ ગઈ "મારો કોઈ વાંકજ નથી...!"

"હું તને બહુ સીધી અને સારી છોકરી સમજતી'તી..!" લાવણ્યા બોલી.

"અને હું કેવી નીકળી...!?" નેહાએ કટાક્ષમાં પૂછ્યું.

"જેવી તું અત્યારે છે..! એજ તું રિયલ છે નઈ..!?" લાવણ્યા હવે રુક્ષ સ્વરમાં બોલી.

"લાવણ્યા...! આ "તું" મને કહી રહી છે..!?" નેહાએ ફરી વેધક કટાક્ષ કર્યો "તું કાંચમાં જોવે છે કે નથી જોતી..!?"

"તું પછતાઈશ..!" લાવણ્યા બોલી "સિદ્ધાર્થ જેવાં છોકરાંને ના પાડીને..!"

"ઓહ પ્લીઝ..!હવે તું બંધકર યાર..!" નેહા કંટાળી “અને તને જો એ એટલોજ ગમતો હોય....! તો તું....!”

"છોડ...! કોઈ મતલબ નથી..!" લાવણ્યા વચ્ચે બોલી પડી અને ફોન કટ કર્યો.

“બીપ....બીપ....!”

“હરામી સાલી...!”  થોડીવાર સુધી લાવણ્યા ઉપર અકળાયેલી નેહા ત્યાંજ ઊભી રહી અને સિદ્ધાર્થ અને લાવણ્યા વિષે વિચારતી રહી. 

વિચારતાં-વિચારતાં નેહા છેવટે કોરિડોરમાં કેન્ટીન તરફ ચાલવાં લાગી.

“જ્યાં સુધી હું સિડને ઓળખું છું....!” નેહા મનમાં બબડી “એ આટલો ઝડપથી બીજી કોઈપણ છોકરી તરફ ઢળે એવો નથી....!”

“એમાંય આરવની એ હાલત માટે જવાબદાર લાવણ્યા બાજુ આટલું ઝડપથી  ઢળી પડવાનો તો સવાલ જ નઈ ઊઠતો....!”

નેહા કટાક્ષમાં હળવું હસી અને કેન્ટીનમાં દાખલ થઈ ખાલી ટેબલ શોધવાં લાગી.  

“એ નક્કી આ બધું મને જ્લાવાં માટે કરી ‘ર્યો છે.....!” નેહા ફરીવાર હળવું હસી અને મનમાં વિચારી રહી “સાચે....! આ છોકરો ખરેખર ઇનોસન્ટ છે....! એને સમજાતું નઈ...કે જે લવ કરતું હોય...એનેજ જેલસી થાય...!”

ટેબલ તરફ ચાલતાં-ચાલતાં નેહા સહેજ અટકી. તેણીનાં મગજમાં કઈંક ચમકારો થતાં તેણે કુટિલ સ્મિત કર્યું અને પાછી ટેબલ તરફ ચાલવા લાગી.    

“મને હવે ખબર છે....કે મારે બદલો કેવી રીતે લેવાનો છે....!” જે કઈંપણ થઈ રહ્યું હતું એ વિષે “એનાલિસિસ” કરી નેહા ખુશ થઈ ગઈ અને ટેબલ નીચેથી ચેયર ખેંચી બેઠી.

પોતાનો મોબાઈલ કાઢી તેણીએ સિદ્ધાર્થને whatsappમાં મેસેજ કર્યો.

            “સાંજે મલ....શંભુ કૉફી શૉપ....! બહારની લોબીવાળી બેઠકમાં....!”

****

           

પોતાનાં કપમાંની કોફી પૂરી કરવાં લાવણ્યાએ સ્ટ્રો પોતાનાં મોઢે માંડી અને સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“આ છોકરો તો...સાવ મૂરઝાઈ ગ્યો...!” આમતેમ જોઈ રહેલાં સિદ્ધાર્થનાં ચેહરા ઉપરની ઉદાસીને જોઈ લાવણ્યા મનમાં બબડી.

"તું ભાભી માટે શું ફીલ કરે છે....એ એમને કઈદે....!” કૉફી શૉપમાં આમતેમ જોઈ ઢીલાં મોઢે સિદ્ધાર્થ વિકટની વાત વિષે વિચારી રહ્યો હતો.

"અમ્મ….ક્યાંક ફરવા જવું છે...!?" વિચારોમાં ખોવાયેલાં સિદ્ધાર્થનાં ઉતરી ગયેલાં ચેહરાને જોઈને લાવણ્યા તેનું મન ડાયવર્ટ કરવાં બોલી.  

"મૂડ નથી યાર..!" સિદ્ધાર્થ મોઢું ચઢાવતાં બોલ્યો.

"અરે તારો મૂડ સારો કરવાજ તો કહું છું યાર...!" લાવણ્યાએ સ્ટ્રોવડે બાકીની કોફી પૂરી કરી અને કપ ખસેડતાં ભારપૂર્વક બોલી.

"You know લાવણ્યા...! મને યાદ આવ્યું..." સિદ્ધાર્થ નકલી સ્મિત કરી ટોંટ મારતો હોય એમ બોલ્યો “આપણે હજી એટલાં સારાં મિત્રો નથી કે જોડે ફરવા જઈએ..! રાઇટ..!?"

લાવણ્યાનું મોઢું તરતજ ઉતરી ગયું. છ્તાં તેણે પોતાનાં મોઢાંના ભાવ છુપાવ્યા. થોડું વિચાર્યા બાદ તેને સિદ્ધાર્થની વાત સાચી પણ લાગી.

"જોડે ફરશું તો સારાં મિત્રો બનશુંને ..!?" લાવણ્યાએ દલીલ કરી.

"હમ્મ...!" સિદ્ધાર્થ બોલ્યો પછી વિકટ સાથે થયેલી વાતચીત વિષે વિચારવાં લાગ્યો “હવે તો મને ખરેખર એમ થાય છે..કે ઓલી લાવણ્યાની જોડે ફ્રેન્ડશીપ કરી લવ....! ખબર તો પડે .....મને લાવણ્યા જોડે ફરતાં જોઈ એને (નેહાને) જલન થાય છે કે નઈ....!?”

“યુ નો દોસ્ત....! આ ખરેખર રામબાણ છે...!”  વિકટે જવાબ આપ્યો “ટ્રાય કરવાં જેવો છે...!”

“ટ્રાય કરવાં જેવો છે….....!” વિકટની વાત વિષે વિચારી સિદ્ધાર્થ બબડ્યો.

"હેં શું ...!?" લાવણ્યાએ પૂછ્યું.

"અ ....એમ કવ  છું કે એમ પણ મારે નેહાની વાતમાંથી મારું મન ડાઇવર્ટ કરવું છે...! બને એટલું જલ્દી..! તો મારે આપડે સારાં ફ્રેન્ડ બનવાનો ટ્રાય કરવાં જેવો છે ....! એમ ....!" સિદ્ધાર્થ નકલી સ્મિત કરીને બોલ્યો.

"તો પછી આપણે એક ડીલ કરીએ...!" લાવણ્યા ખુશ થતી હોય એમ બોલી "આજથી તું અને હું એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ બનવાનો ટ્રાય કરશું...! સાથે ફરશું...! સાથે જમશું...! મૂવી...વગેરે વગેરે...!"

"હમ્મ..!”  સિદ્ધાર્થ બોલ્યો અને તેણે પોતાનો હાથ આગળ ધર્યો “ડન...! ટ્રાય તો કરીજ શકાય...!”

“ડીલ....!” લાવણ્યાએ ખુશ થઈને જોરથી શેકહેન્ડ કર્યું.

"ડીલ...!" સિદ્ધાર્થ એવું જ નકલી સ્મિત કરીને બોલ્યો.

"પાક્કી ડીલ...!" લાવણ્યા હસમુખા ચેહરે બોલી.

ફ્રેન્ડશિપની “હાં” પાડતાં નાનાં બાળકની જેમ ખુશ થઇ ગયેલી લાવણ્યાને જોઈને સિદ્ધાર્થ માથું ધૂણાવીને હસી રહ્યો.

“હું બિલ પે કરતો આવું...!”  એટલું કહી સિદ્ધાર્થે ઊભાં થઈને કેશ કાઉન્ટર ઉપર તરફ ગયો અને કૉફીનું બિલ પૅ કરવાં લાગ્યો.

બિલ પૅ કરી સિદ્ધાર્થ પાછો લાવણ્યા પાસે આવ્યો..

લાવણ્યા પણ પોતાની હેન્ડબેગ લઈને ઊભી થઈ.

બંને સાથે કોફી શોપમાંથી બહાર નીકળ્યાં અને સિદ્ધાર્થે પાર્ક કરેલી તેની રોયલ એનફિલ્ડ બાઇક જોડે આવ્યાં.

"તો હવે ક્યાં જવું છે...!?' સિદ્ધાર્થે બાઇક ઉપર બેસી ચાવી ઇગ્નિશનમાં ભરાવતાં પૂછ્યું.

"અમ્મ..! રિવર ફ્રંટ જઈએ...!" એટલું બોલીને લાવણ્યાએ સિદ્ધાર્થનાં ખભે હાથ મુક્યો અને ઠેકડો મારીને બાઈકની પાછલી સીટ ઉપર ઘોડો કરીને બેસી ગઈ.

"અરે આ છોકરી તો ....!?" લાવણ્યાએ ખભે હાથ મૂકતાં સિદ્ધાર્થે પાછું જોયું અને તે આશ્ચર્યથી મનમાં બબડ્યો "હજી તો નેહા પણ કદી મારી પાછળ ઘોડો કરીને નઈ બેસતી .....! એક બાજુજ બેસે છે ....!"    

"હવે ચલ ...જવાં દે ....રિવર ફ્રન્ટ ...!" પોતાની તરફ મોઢું પાછું ફેરવી શૂન્યમનસ્ક જોઈ રહેલાં અને વિચારોમાં ખોવાઈ ગયેલાં સિદ્ધાર્થને લાવણ્યાએ  કહ્યું.

“રિવર ફ્રન્ટ....!?” સિદ્ધાર્થે સહેજ વધુ આશ્ચર્યથી પાછળ બેઠેલી લાવણ્યા સામે જોયું અને પૂછ્યું “ત્યાં શું કામ....!?”

“અરે કેમ...!? બધાં કપલ્સ ત્યાંજ જતાં હોય છે...!” સિદ્ધાર્થનો ગાલ વ્હાલથી ખેંચી લાવણ્યા બોલી. 

"હા...હા...હા...!" લાવણ્યાએ ગાલ ખેંચતાં સિદ્ધાર્થને વધુ એકવાર હળવું આશ્ચર્ય થયું અને તે હસી પડ્યો "હું એવાં ચીપડાંવેડાં નથી કરતો..!"

"ચીપડાંવેડાં..!?" લાવણ્યા પણ હસી પડી "એટ્લે..!?"

"અરે ચિપ લોકો એવી જગ્યાએ જઈને એકબીજા જોડે ચૂમ્માચાટી કરે છે..! મને એ બધુ નથી ફાવતું..!" સિદ્ધાર્થે બાઇકનો સેલ માર્યો અને રેસ આપી બાઇક રોડ તરફ ફેરવ્યું અને ટૉન્ટ મારતો હોય એમ બોલ્યો “અને એમ પણ આપણે ક્યાં કપલ છીએ....!?”

"અરે પણ આપણે કયાઁ એવાં 'ચીપડાંવેડાં' કરવાનાં છે..!?" લાવણ્યા હવામાં અવતરણ ચિન્હની નિશાની બનાવતા બોલી, તે હજીપણ હસી રહી હતી "આપણે તો ખાલી જોડે ફરશું..! વોક કરશું...!"

લાવણ્યાએ ધીરેથી પોતાનાં બંને હાથ સિદ્ધાર્થની કમર ફરતે વીંટાળવા માંડ્યાં.

"સારું..! પણ મારે થોડું કામ છે..! એટ્લે બહુ સમય નહીં મળે..!" બાઇક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ લાવણ્યાનાં હાથ સામે જોઈ સહેજ પાછું તેણી તરફ પ્રશ્ન ભાવે બોલ્યો "રિવરફ્રન્ટ પર થોડું વૉક કરી હું તને ઘરે ઉતારી જઈશ...!"

“મને પડી જવાની બીક લાગે છે એટ્લે..! હું તો આમજ પકડીને બેસીસ...!” લાવણ્યાએ આંખો નચાવીને સિદ્ધાર્થનાં પ્રશ્નનો જવાબ આપ્યો.

સિદ્ધાર્થે સ્મિત કર્યું અને માથું ધૂણાવતાં- ધૂણાવતાં હવે બાઇક હવે રિવરફ્રન્ટ તરફ ચલાવી લીધું. 

"અને તું મને ઘરે ઉતારવાની ચિંતા ના કર..! હું જતી રહીશ..!" લાવણ્યા બોલી "તું એટલો વધુ સમય મારી જોડે ચાલજે..!"

" હું ક્ષત્રિય છું..! અમે લોકો એમ કોઈ છોકરીને એકલાં ના છોડી દઈએ..!" સિદ્ધાર્થ ખુમારીથી મોઢું ઊંચુ કરીને બોલ્યો અને હસીને આગળ જોઈ બાઇક ચલાવા લાગ્યો.  

“ઓહો....! ખરેખર....!? એવુંજ છે..!?” લાવણ્યાએ સિદ્ધાર્થનો કાન ખેંચ્યો.

“આહ...! ઓયે....! હમણાં બેય પડત....!”

“હું તો પડીજ ગઈ છું....!” લાવણ્યા ફ્લર્ટ કરતી હોય એમ બોલી પછી મનમાં બબડી “તારાં પ્રેમમાં...!”

“શું પડીજ ગઈ છું...!?” ટ્રાફિક વચ્ચેથી સડસડાટ બાઇક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ બોલ્યો.

“કઈં નઇ.... કઈં નઇ....!” લાવણ્યા હસી પડી “તું બાઇક ચલાય...!”

સિદ્ધાર્થે સ્મિત કર્યું અને આગળ જોઈ બાઇક ચલાવા માંડ્યુ. ભારે અવાજ કરતું રોયલ એન્ડફિલ્ડ હવે લૉ ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યું હતું.

પાછળ બેઠેલી લાવણ્યાએ તેનો મોબાઇલ કાઢીને watsappખોલ્યું અને વિશાલને મેસેજ ટાઈપ કરવાં લાગી.

"સાંજે છ વાગ્યે...! ખેતલાપા...!" લાવણ્યાએ મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરી દીધો અને મોબાઇલ લોક કરીને પાછો પોતાની બેગમાં મૂકી દીધો.

સિદ્ધાર્થના બાઇકની સીટ ઉપર બેઠેલી લાવણ્યાએ ત્યારબાદ તેનો એક હાથ સિદ્ધાર્થની કસાયેલી બેક ઉપર મૂક્યો અને એક હાથ તેના અતિશય મજબૂત ખભાં ઉપર મૂક્યો. સિદ્ધાર્થ શરીર અતિશય કસાયેલું હોવાને લીધે તેનાં ગ્રીક ગોડ જેવાં બેકના મસલ્સને લાવણ્યા મન ભરીને ફીલ કરી રહી હતી. તેનાં માટે કોફીશોપથી રિવરફ્રન્ટ સુધીનો સિદ્ધાર્થની બાઇક પાછળ બેસવાનો એ પ્રથમ સફર એક યાદગાર સફર બની રહ્યો.

લાવણ્યાની જેમ સિદ્ધાર્થનું હ્રદય પણ બાઈક ચલાવતાં-ચલાવતાં જોરશોરથી ધડકી રહ્યું હતું. તેની માટે પણ લાવણ્યા જેવી અત્યંત સુંદર અને હોટમ હોટ છોકરીને પોતાની પાછળ બેસાડી ક્યાંય જવાનો આ પહેલો અનુભવ હતો. એમાંય બૉલ્ડ નેચર ધરાવતી લાવણ્યા જે રીતે સિદ્ધાર્થને ચિપકીને બેઠી હતી, તેણીનાં ભરાવદાર ઉરજોનો સ્પર્શ સિદ્ધાર્થ ખડતલ બેક ઉપર થઇ રહ્યો હતો. એમાંય જ્યારે ખાડાં -ટેકરાં આવતાં ત્યારે હિમાલયની પર્વતમાળાઓનાં ઉન્નત અને અણીયાળાં શિખર સમાં લાવણ્યાનાં કઠોર સ્તનો ઘણીવાર સિદ્ધાર્થની બેક સાથે અથડાતાં હતાં. એ વખતે સિદ્ધાર્થનાં શરીરમાં એક હળવી ઉત્તેજનાની લેહર જાણે પસાર થઈ જતી.

“અહિયાંથી વળાઈ લે....” લાવણ્યા રસ્તો બતાવતાં બોલી “પછી ત્યાંથી મીઠાખળી છ રસ્તા અને ત્યાંથી સીધાં બાટાંનાં શૉરૂમ વાળાં રસ્તે રિવરફ્રન્ટ....!”

“ઓહ...અ....! હું અહિનાં બધાં રસ્તા નઈ જાણતો....!” સહેજ છોભીલાં સ્વરમાં સિદ્ધાર્થ લાવણ્યા સામે અડધું મોઢું કરીને બોલ્યો અને આગળ જોઈને બાઈક ચલાવતો રહ્યો.

“અરે કોઈ વાંધો નઈ...! હું છું ને....! તું જવાં દે હમ્મ....!”  પ્રેમથી એટલું બોલી લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં અને પોતાનો બીજો હાથ સિદ્ધાર્થનાં એબ્સનાં ભાગે હળવેથી રબ કરવાં લાગી.

ફરીવાર સિદ્ધાર્થે એવીજ ઝણઝણાટી અનુભવી.

“તારે એબ્સ પણ છે....!?” સિદ્ધાર્થનાં ખભે એજરીતે પોતાની દાઢી મૂકી લાવણ્યાએ આશ્ચર્યથી પૂછ્યું.

“હી...હી....!” સિદ્ધાર્થ ફરીવાર સહેજ લાવણ્યા સામે જોઈને હસ્યો અને પછી આગળ જોઈ બાઈક ચલાવી રહ્યો.

રિવર ફ્રન્ટ આવતાં સુધી લાવણ્યાનાં સંગાથે પોતાનાં શરીર અને મનમાં ઉઠતાં આવેગોને સિદ્ધાર્થ ઓળખવા મથી રહ્યો.

***

            "તો ....! તું વડોદરાનો રહેવાસી છે....! એમને...!?" મસ્ત રોમેન્ટીક વાદળછાયાં વરસાદી વાતાવરણમાં લાવણ્યા અને સિદ્ધાર્થ રિવરફ્રન્ટ ઉપર વોક કરી રહ્યાં હતાં. 

 

   "હમ્મ...!" ઢીલું મોઢું કરી નીચું જોઈ ચાલતાં -ચાલતાં સિદ્ધાર્થે હામી ભરી પછી મનમાં બબડ્યો “નેહાએ હજી સુધી એક ફોન પણ નઈ કર્યો....!”

   "તું રોજે વડોદરાથી આવે છે....!?" લાવણ્યા મજાકમાં બોલી. 

   "હી...હી...ના અવે...!" લાવણ્યાની મજાક સાંભળી સિદ્ધાર્થ નેહાનાં વિચારોમાંથી બહાર આવી હળવું સ્મિત કરીને બોલ્યો "હું અંહિયા મારાં મામાને ત્યાં રહું છું...! કૉલેજનાં ટ્રસ્ટી છે...ભૂલી ગઈ...?"

   "હમ્મ….!"  સિદ્ધાર્થના હોંઠ ઉપર પરાણે આવી ગયેલી સ્માઈલને લાવણ્યા બે ક્ષણ જોઈ રહી પછી બોલી “તારી સ્માઈલ બવ ક્યૂટ છે....! તું હસે ત્યારે મસ્ત લાગે છે...!”

   લાવણ્યાએ ફરીવાર ફ્લર્ટ શરૂ કરી દેતાં સિદ્ધાર્થે શરમાઈને સાબરમતી નદી બાજું આડું જોઈ લીધું.

   “Aww...તું તો બ્લશ બી કરે છે....!” લાવણ્યા ફરીવાર ફ્લર્ટ કરતી હોય એમ કાલું હસીને બોલી.

   “બસ અવે....! મેં પે’લ્લી એવી છોકરી જોઈ ...! જે છોકરાં જોડે ઓપન્લી ફ્લર્ટ કરે છે....!”

“તો ફ્લર્ટ કરવું ખાલી છોકરાઓનોજ હક છે...! એમ...!?” લાવણ્યાએ તેની આઈબ્રો નચાવીને કહ્યું.

“તું બધાં જોડે આવીજ રીતે ફ્લર્ટ કરે છે...!?” સિદ્ધાર્થે આંખ ઝીણી કરીને પૂછ્યું.  

“તને શું લાગે છે...?” લાવણ્યાએ સામે પૂછ્યું અને સ્મિત કરી રહી.

કેટલીક ક્ષણો સુધી સિદ્ધાર્થ મલકાઈને તેણી સામે જોઈ રહ્યો.

 લાવણ્યાનાં ચેહરા ઉપર સિદ્ધાર્થે એવાંજ મુગ્ધ ભાવો જોયાં જેવા તેને પોતાને નેહા સાથે પ્રથમ વારની મુલાકાત વખતે તેમજ બ્રિજ ઉપર પહેલીવાર તેણી સાથે બહાર ફરવાં જતી વખતે હતાં.   

“બોલને....!?” સિદ્ધાર્થ મૌન થઈ જતાં લાવણ્યાએ ફરીવાર પૂછ્યું “તને શું લાગે છે...? હું બધાં જોડે આવીજ રીતે ફ્લર્ટ કરતી હોઈશ...!?”

બંને હજીપણ વૉક કરી રહ્યાં હતાં.

“કદાચ......!” બોલવા જતાં પહેલાં સિદ્ધાર્થ અટક્યો અને લાવણ્યાનાં ચેહરાં ઉપરનાં એ મુગ્ધ ભાવો ફરીવાર વાંચવા લાગ્યો.

ચાલતાં -ચાલતાં બંને અટક્યાં. નાના બાળકની જેમ આંખો મોટી કરીને લાવણ્યા સિદ્ધાર્થનાં જવાબની રાહ જોઈ રહી. 

            “પે’લ્લીવાર....! તું પે’લ્લીવાર કોઈ છોકરાં જોડે ફ્લર્ટ કરી રહી છું....! નઈ.....!?” કેટલીક ક્ષણો લાવણ્યા સામે સામે હોંઠ મલકાવીને જોઈ રહ્યાં પછી સિદ્ધાર્થ બોલ્યો.  

            “વાહ....!” લાવણ્યા આશ્ચર્યથી આંખો વધુ મોટી કરીને બોલી.

            “સાચું કિધુને મેં....!?” પોતાનો જવાબ સાચો પડતાં સિદ્ધાર્થે પણ ખુશ થઈને પૂછ્યું. 

             “હું આનો જવાબ ટાઈમ આયે આપું તો...!?” ભાવ ખાતી હોય એમ લાવણ્યા પોતાનો મોઢું ફેરવીને બોલી પછી હસી પડી. 

            “હમ્મ....! કોઈ ઉતાવળ નથી....!” સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો અને ફરીવાર આગળ ચાલવા લાગ્યો.

            “પણ...! તને કેમની ખબર પડી....!?” લાવણ્યા પણ સિદ્ધાર્થની જોડે ચાલવા લાગી અને પૂછ્યું.

            “એનો જવાબ હું પણ ટાઈમ આયે આપું તો...!?” સિદ્ધાર્થે લાવણ્યાને ચીડવી.

            “હી...હી....! જબરો હોં તું.....!” લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં.

            “અરે....આહ...!” પોતાનાં ગાલ છોડાવતાં સિદ્ધાર્થ હસ્યો અને પછી આગળ ચાલવા લાગ્યો.

   બંને થોડીવાર સુધી ચૂપચાપ આગળ ચાલ્યાં. રિવરફ્રન્ટનાં નીચેનાં ભાગે વૉક વે પર ચાલતાં-ચાલતાં લાવણ્યા વારેઘડીએ સિદ્ધાર્થ સામે જોતી રહેતી.

સિદ્ધાર્થ પોતાનાં વિષે શું વિચારે છે, સિદ્ધાર્થ અત્યારે નેહા વિષે વિચારતો હશે કે પોતાનાં વિષે, લાવણ્યાને આવાં વિચારો આવતાં-સતાવતાં રહેતાં.

   "આ શનિ-રવિ તું ફ્રી છે...!?" ચાલતાં-ચાલતાં અટકી લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું અને પૂછ્યું.

   "હાં...! કેમ...!?"

   "તારી ઈચ્છા હોય તો આપણે નજીકમાં ક્યાંક ફરવા જઈએ...!?" લાવણ્યાએ પૂછ્યું અને ફરીવાર એવીજ બાળક જેવી મોટી આંખો કરી મુગ્ધ અને આશાભરી નજરે સિદ્ધાર્થે સામે જોઈ રહી. 

   લાવણ્યાનો એવો ચેહરો જોઈ સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને સાબરમતી નદીમાં તરી રહેલી સ્પીડ બોટો તરફ જોઈ વિચારવાં લાગ્યો. બોટ નજીક આવતાં સ્પીડ એન્જિનની ઘરેરાટીનો અવાજ વધી ગયો. બોટ થોડે દુર સુધી પસાર થઇ ત્યાં સુધી બંનેએ ચાલતાં-ચાલતાં બોટ સામે અને તેમાં ઓરેન્જ કલરનું લાઈફ જેકેટ પહેરીને બેઠેલાં સહેલાણીઓ સામે જોયે રાખ્યું.  

   નેહા વિષે વિચાર આવતાં સિદ્ધાર્થનાં ચેહરા ઉપર સહેજ સંકોચનાં ભાવ આવી ગયાં જે લાવણ્યાએ વાંચી લીધાં.

   "જો તું કમ્ફર્ટેબલ હોય તોજ હો...!" બોટ સહેજ દુર જતી રહેતાં લાવણ્યાએ ફરી કહ્યું.

   "અમ્મ...! હું વિચારું જોવું...!" સિદ્ધાર્થ સંકોચ પૂર્વક બોલ્યો "તને વાંધો ના હોય તો સાંજે કઉ...!?"

   "ફોન કરીશ કે કે watsapp...!?" લાવણ્યાએ પૂછ્યું.

   "જોઈશ...!" સિદ્ધાર્થે હસતાં ચેહરે બોલ્યો.

   "હું તો તારું મન નેહામાંથી ડાઈવર્ટ કરવાં કહેતી હતી....!" લાવણ્યા બોલી.

   "હાં....! મારે પણ મન ક્યાંક બીજેતો લગાડવુંજ છે..!" સિદ્ધાર્થ ખિન્ન સ્વરમાં બોલ્યો તેનાં ચેહરા ઉપર હવે ઉદાસીનાં ભાવ વધુ ઘેરાં થઈ ગયાં.

“કદાચ પોતાની ફિયાન્સની છોડીને મારી જોડે ફરવાં આ’વા માટે ગિલ્ટી ફીલ કરતો લાગે છે...!” સિદ્ધાર્થનાં ચેહરાની ઉદાસી જોઇને લાવણ્યાનું મૂડ પણ ઓફ થઈ ગયું અને તે મનમાં બબડી.

   "ખરું blunder કરી નાંખ્યું આ છોકરીએ....!" ઢીલાં સ્વરમાં લાવણ્યા બોલી.

   "તું ફરી એનાં ટોપિક ઉપર આવી ગઈ..!?" સિદ્ધાર્થ થોડું ચિડાયો.

   "અરે...! સોરી સોરી....!" લાવણ્યાએ કાન પકડ્યા "મગજમાં એનીજ વાત ઘૂમી રહી છે..!"

   "મનેતો હવે ભૂખ લાગી છે...! ક્યાંક લંચ લઈએ..!" સિદ્ધાર્થે વાત બદલતાં પૂછ્યું.

   "હાં...હાં....! કેમ નઈ...!" લાવણ્યા ઉત્સાહી સ્વરમાં બોલી.

   "તો બોલ ક્યાં જવું છે...!?" સિદ્ધાર્થ બોલ્યો.

   "અમ્મ....! મને તો કઇં સૂઝતું નઈ...!" લાવણ્યા વિચારવા લાગી પછી કઈંક યાદ આવી જતાં બોલી પડી"ઓહ હાં...! જો તને સ્ટ્રીટ ફૂડ ચાલે એવું હોય તો લૉ ગાર્ડન જઈએ....!?"

   "હાં ચાલશે...!" સિદ્ધાર્થ બોલ્યો અને તેણે પોતાનાં પોકેટમાંથી તેનાં ગોગલ્સ કાઢી આંખે ચડાવ્યા.

   "મને એમ કે તું ફિટનેસનો શોખીન છે તો કદાચ તને ના ગમે...!" લાવણ્યા બોલી અને સિદ્ધાર્થનાં એબ્સ ઉપર મજાક કરતાં હળવેથી પંચ મારવાં લાગી.

   "નાં...! કોઈક દિવસ તો ચાલી જાય...!" લાવણ્યાનાં હાથને રોકતાં પોતાનાં હાથ વચ્ચે રાખી સિદ્ધાર્થ હસતાં-હસતાં બોલ્યો “ચાલ....! જઈએ...!”

બંને હવે ઉપર જવા માટે રિવરફ્રંટનાં પગથિયાં ચઢવાં લાગ્યાં.

   સિદ્ધાર્થે પાર્ક કરેલાં બાઇક પાસે આવીને સિદ્ધાર્થ બાઇક ઉપર બેઠો. લાવણ્યા જોડે ઊભી રહીને તેનાં મોઢે દુપટ્ટો બાંધવાં લાગી.

   "આ શું કરે છે....!?" લાવણ્યાને મોઢે દુપટ્ટો બાંધતાં જોઈને સિદ્ધાર્થ સહેજ સ્મિત કરીને બોલ્યો.

   "પોલ્યુશનથી બચવા...!" લાવણ્યા બોલી

   "તો માસ્ક પે’ર...! બાકી દુપટ્ટા વડે તારો આ સુંદર ચેહરો શું કામ ઢાંકે છે...!?" સિદ્ધાર્થ બોલ્યો.

લાવણ્યાને તો જાણે કોઇકે સરપ્રાઇઝ ગિફ્ટ આપી હોય એમ તે મનમાં ખુશ થઈ ગઈ અને તેણીનો ચેહરો ખીલી ઉઠ્યો. તેણે દુપટ્ટો તેનાં ગળામાં પાછો ભરાવી દીધો અને સિદ્ધાર્થનાં બાઇક પાછળ ઘોડો કરીને પહેલાંની જેમજ ચીપકીને બેસી ગઈ.

“આ છોકરી તો જબરી છે....!” હજીપણ લાવણ્યાનાં એ બૉલ્ડ અને બિન્દાસ વર્તનની નવાઈ પામતો સિદ્ધાર્થ બબડ્યો અને માથું ધૂણાવીને હસી રહ્યો.

“ચલ..ચલ....હું રસ્તો બાતડું.....” લાવણ્યા ઉત્સાહપૂર્વક બોલી અને સિદ્ધાર્થને ચોંટીને બેઠાં પછી તેનાં ખભાં ઉપર દાઢી ટેકવીને બેસી ગઈ.  

   સિદ્ધાર્થે બાઇકને સેલ મારી ચાલું કર્યું અને ગિયરમાં નાંખી વાળ્યું. મુખ્ય રસ્તા સુધી આવ્યાં બાદ તેણે લાવણ્યાએ બતાવેલાં રસ્તે બાઇક આશ્રમ રોડ થઈને લૉ ગાર્ડન તરફ મારી મૂક્યું.

આકાશમાં ઘેરાયેલાં કાળાં વરસાદી વાદળોને લીધે સૂર્ય પ્રકાશની ગેરહાજરીમાં તેમજ થોડાંજ દિવસો પહેલાંથી શરૂ થયેલાં વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે બાઈકની પાછળ બેઠેલી લાવણ્યા અપ્સરા સમાન લાવણ્યાનાં શરીરની ઉર્જાને લીધે સિદ્ધાર્થ એક અલગજ ઉષ્મા અનુભવતો હતો. તો સિદ્ધાર્થને ચીપકીને પાછળ બેઠેલી લાવણ્યાની હાલત પણ કઈંક એવીજ હતી.

***

   વરસાદનાં રોમેન્ટીક ભીનાં માહોલને લીધે લૉ ગાર્ડનનાં ખાણીપીણી બજારમાં જબરી ભીડ હતી. રસ્તાની એકબાજુ લાઈનબંધ લાગેલાં ફૂડ સ્ટૉલ્સ અને ઠેલાંવાળાંની આગળ લાલ રંગના પ્લાસ્ટિકના ફોલ્ડેબલ ટેબલ ખુરશીઓ મુકેલાં હતા. લગભગ બધાંજ ટેબલ ખુરશીઓ ખાવાં-પીવાનાં શોખીન લોકોથી ફુલ હતાં.

“ઓહો....! કેટલી બધી ભીડ છે યાર....” લાવણ્યાની જોડે ભીડની વચ્ચેથી પસાર થતો સિદ્ધાર્થ આજુબાજુ બજારમાં જામેલી ભીડ જોઈને બોલ્યો.

“વરસાદ પડેને.....! એટ્લે અહિયાં આવી ભીડ થઈજ જાય છે…..!” સિદ્ધાર્થની જોડે ચાલતાં-ચાલતાં આજુબાજુ જમવાં માટે ખાલી ટેબલ ગોતતી લાવણ્યા બોલી.

બંને ભીડમાં ચાલીજ રહ્યાં હતાં ત્યાંજ અચાનક સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડીને તેણીને પોતાની નજીક ખેંચી લીધી અને ઝડપથી સાઈડ બદલીને લાવણ્યાની બીજી બાજુ આઈ ગયો.

 સિદ્ધાર્થે અચાનક હાથ પકડીને આવું કરતાં લાવણ્યાને પહેલાં આશ્ચર્ય થયું પણ તરતજ સામેથી આવતાં લફંગાં જેવાં બે બોઈઝને જોઈને લાવણ્યાને સિદ્ધાર્થનાં એવાં બિહેવિયરનું કારણ સમજાઈ ગયું.

“Aww….! આ છોકરો....!” લાવણ્યા મલકાઈને સિદ્ધાર્થ સામે જોઈ રહી.

ચાલતાં-ચાલતાં તેણીએ પણ સિદ્ધાર્થનાં બાવડાં ઉપર પોતાનું માથું ટેકવ્યું. સિદ્ધાર્થનાં બાવડાં ઉપર તે પોતાનો બીજો હાથ વ્હાલથી રબ કરવાં લાગી.

સામેથી આવતાં બેય લફંગાં હવે લગભગ તેમની નજીક આવી ગયાં અને બંને લાવણ્યાને જોઈને ચેનચાળા કરતાં હોય એમ એકબીજાંનાં કાનમાં કઈંક ખૂસરપુસર કરીને હસવાં લાગ્યાં.

તેમને જોઈને સિદ્ધાર્થનું મગજ તપી ઉઠ્યું.

લાવણ્યાએ પોતાની હથેળી ઉપર સિદ્ધાર્થનાં હાથની પકડ વધુ સખત થતી અનુભવી. તેણીએ તરતજ સિદ્ધાર્થ સામે જોયું. તેનો ચેહરો તંગ થઈ ગયો હતો. સિદ્ધાર્થનાં ચેહરા ઉપર ગુસ્સાનાં એ ભયંકર ભાવ જોઈને લાવણ્યા રીતસરની ધ્રુજી ઉઠી.

 સામેથી આવતાં ઓલાં બંને જણાં હજી પણ એજરીતે હસતાં હતાં. તે બેય હવે સિદ્ધાર્થનાં ડાબાં હાથની સાઇડેથી પસાર થયાં અને પસાર થતી વખતે તેમનો એક જણ સિદ્ધાર્થનાં ખભે સહેજ અથડાયો. 

“હરામ....!”  

“સિદ્ધાર્થ ઉભોરે....!” ગુસ્સે થયેલો સિદ્ધાર્થ ઓલાં બેયને પાછું ફરીને બોલવાં જાય એ પહેલાંજ લાવણ્યાએ તેનો હાથ પકડીને ખેંચ્યો “જ...જવાંદેને......!”

“શું જવાંદે....!?” ચિડાયેલાં ચેહરે સિદ્ધાર્થ લાવણ્યાને ખખડાવતો હોય એમ બોલ્યો “એય બેય તને જોઈને નખરાં કરતાં’તાં...! અને....!”

“અને તું સાઈડ બદલીને આ બાજુ ના આયો હોત....! તો એ લોકો મને  જાણી જોઈને અથડાત....!” લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડી રાખીને તેને સમજાવતી હોય એમ શાંતિથી બોલી “મને ખબર છે......!”

“તો પણ તું...!”

“સિડ....!” ગુસ્સાંથી ઊંડા-ઊંડા શ્વાસ ભરી રહેલાં સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર હ્રદયનાં ભાગે લાવણ્યાએ વ્હાલથી હાથ મૂક્યો “હું જેવાં કપડાં પે’રીને નિકળું છું....! અ......મ....મને આદત છે....! આવી છેડતીઓની...!”

“આવાં કપડાં એટ્લે.....!?” ગુસ્સાંમાં બોલી રહેલાં સિદ્ધાર્થે લાવણ્યા ઉપર એક અછડતી નજર નાંખી.

લાવણ્યાએ આમ તો સરસ બાંધણીવાળો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. જોકે ડ્રેસ લાવણ્યાનાં એટલો બધો ટાઈટ હતો કે તેણીનાં શરીરનાં દરેક વળાંક ઉપર ચપોચપ ફિટ બેસી જતો હતો. વધું પડતાં ચુસ્ત ડ્રેસને લીધે લાવણ્યાનાં પુષ્ટ ઉરજોનો ઊભાર પણ “વિઝિબલ” થતો હતો. લાવણ્યાની ઘાટીલી કમર, ઊભાર ધરાવતાં ભરાવદાર નિતંબો, ખુલ્લાં મધ્યમ લાંબા સહેજ સીધાં વાળ, એકદમ ડાર્ક રેડ લિપસ્ટિક, લાવણ્યા સાક્ષાત જાણે કોઈ અપ્સરા હોય એવી સુંદર લાગતી હતી.

“તું ગમે તેવાં કપડાં પે’રે.....! એટ્લે તારી છેડતી કરવાનો બીજાંને હક મળી જાય ....એવું....!?” ઊંચા સ્વરમાં બોલીને સિદ્ધાર્થ લાવણ્યા સામે જોઈ રહ્યો.

લાવણ્યા સિદ્ધાર્થ સામે અહોભાવથી જોઈ રહી. ગુસ્સે થયેલો સિદ્ધાર્થ નારાજ ચેહરે પોતાની ભ્રમરો સંકોચિને લાવણ્યા સામે જોઈ રહ્યો હતો.

“તું પોતે છોકરી થઈને....! અને એ પણ આટલું ભણેલી-ગણેલી છોકરી થઈને આવું કેમની વિચારી શકે...!?” સિદ્ધાર્થ વધુ ચિડાઈને બોલ્યો.

સિદ્ધાર્થનાં લાલ થઈ ગયેલાં ઇનોસંન્ટ ચેહરાને થોડીવાર સુધી જોઈ રહ્યાં બાદ લાવણ્યાને તેની ઉપર વ્હાલ ઉભરાઈ આવ્યું અને તે મલકાઈને હસી પડી. કેટલીક વધુ ક્ષણો લાવણ્યા સિદ્ધાર્થ સામે વ્હાલથી જોઈ રહી. સિદ્ધાર્થ હજીપણ ગુસ્સે થઈ તેણી સામે જોઈ રહ્યો હતો.

“તું બવ ક્યૂટ છે હોં.....!” વાત બદલવા અને સિદ્ધાર્થનો ગુસ્સો શાંત કરવાં લાવણ્યાએ સિદ્ધાર્થનો ગાલ જોરથી ખેંચ્યો.

“તું વાત શું કામ બદલે છે....!?” સિદ્ધાર્થ વધુ ચિડાયો અને લાવણ્યાનો હાથ પોતાનાં ગાલેથી દૂર કર્યો.

“ઓહો....! આ છોકરાંનું મૂડ તો સાવ ખરાબ થઈ ગ્યું....!” સિદ્ધાર્થ સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી અને આજુબાજુ જોવાં લાગી “અરે...જો...! ત્યાં .....! ઓલું ટેબલ ખાલી છે...જો...!”

સિદ્ધાર્થનું મૂડ ઠીક થાય અને તેનું ધ્યાન ડાઈવર્ટ કરવાં લાવણ્યાએ એક ફૂડ સ્ટૉલ આગળ ખાલી ટેબલ તરફ આંગળી ચીંધીને કહ્યું.

“ચલ...ચલ...જલ્દી.....ત્યાં બેસીએ...!” સિદ્ધાર્થનો હાથ પકડીને લાવણ્યા તેને ત્યાં ખેંચી જવાં લાગી.

“મારે નઈ ખાવું ….!” ચિડાયેલાં સિદ્ધાર્થે મોઢું બગાડી પોતાનો હાથ છોડાવાંનો પ્રયત્ન કર્યો.

“અરે પછી ટેબલ નઈ મલે યાર....! આ ભીડ તો જો....!” લાવણ્યા રડમસ મોઢું કરીને નાટક કરતાં બોલી “મને બવ ભૂખ લાગી છે....!”

સિદ્ધાર્થ બે ઘડી લાવણ્યા સામે જોઈ રહ્યો. સિદ્ધાર્થને મનાવવાં કાલાંવેડાં કરતી હોય એમ મોઢું બનાવી તે સિદ્ધાર્થ સામે વિનંતી પૂર્વક જોઈ રહી હતી. સિદ્ધાર્થ જાણતો હતો કે આ એક ટાઈપનો ઈમોશનલ અત્યાચાર હતો જેની સામે તેનું કશું નહોતું ચાલવાનું.

“તું બવ જબરી છે....!” સિદ્ધાર્થ માથું ધૂણાવતો-ધુણાવતો લાવણ્યાએ બતાવેલાં ટેબલ તરફ ચાલવાં લાગ્યો.

પોતાનાં હોંઠ દબાવીને હસવું રોકી રાખી લાવણ્યા સિદ્ધાર્થનું બાવડું હકથી પકડીને તેની જોડે ચાલવાં લાગી.

બંને છેવટે એ ટેબલ પાસે આવીને સામ-સામેની ચેયરમાં બેઠાં. ગુસ્સે થયેલો સિદ્ધાર્થ થોડીવાર સુધી આમતેમ જોઈને પોતાનો ગુસ્સો કાબૂ કરવાં મથી રહ્યો. સિદ્ધાર્થનો ગુસ્સો ઠંડો થાય ત્યાં સુધી લાવણ્યા તેની સામે જોઈ રહી.

“શું ખઈશ તું....!?” થોડીવાર પછી લાવણ્યાએ મલકાઈને પૂછ્યું.

“અરે એ તો મારે તને પૂછવાનું હોય....!” સિદ્ધાર્થ ટેબલ ઉપર પડેલાં જગમાંથી પાણીનો ગ્લાસ ભરતાં બોલ્યો “બોલ તું શું ખઈશ....!?”

“પૈસાં હું આપવાની છું....! એટ્લે હુંજ પૂછુંને....!” લાવણ્યા હકથી બોલી “બોલ શું ખઈશ તું....!?”

“સવાલ જ નઈ ઊઠતો.....!” સિદ્ધાર્થ માથું ધૂણાવીને બોલ્યો “પૈસાં તો હું જ આપવાનો....!”

“મેં કીધુંને....!” લાવણ્યા નકલી ગુસ્સો કરતી હોય એમ આંખો મોટી કરીને બોલી “પૈસાં હું જ આપીશ...! એટ્લે હું જ આપીશ...!”

“પણ લાવણ્યા આ મારાં.....!”

“નેચરની અગેન્સ્ટ છે....!” લાવણ્યા વચ્ચે બોલી પડી “હાં ખબર છે મને....! કેન્ટીનમાં પણ બધાં ફ્રેન્ડ્સનાં ચ્હા-નાસ્તાનું બિલ તું જ આપે છે...! પણ આજે નઈ….! આજે તો હું જ આપીશ...!”

“પણ...!”

“મારી ખુશી માટે .....પ્લીઝ.....!” લાવણ્યાએ ફરીવાર એવુંજ ઈમોશનલ અત્યાચારવાળું દયામણું મોઢું બનાવીને કહ્યું.

“તું બવ જબરી છે યાર....!” સિદ્ધાર્થ નારાજ મોઢું બનાવીને બોલ્યો “અને જિદ્દીલી પણ....!”

“હાં...હાં.....હાં......! Aww…..!” સિદ્ધાર્થનું એવું “હેલ્પલેસ” મોઢું જોઈને લાવણ્યા હસી પડી અને તેનો ગાલ જોરથી ખેંચ્યો.

“અને તું બવ જોરથી ગાલ ખેંચે છે....!” પોતાનો ગાલ છોડાવી ગાલ ઉપર હાથ ફેરવતાં સિદ્ધાર્થ બોલ્યો.

“એ તો હવે તું આદત પાડીજ લે....!” લાવણ્યા મલકાઈને બોલી “પછી મનમાં બબડી “તારી જોડે કોઈપણ વાત કેમની મનાવી....! એ મને ખબર પડી ગઈ સિડ....!

“હવે બોલ....! શું ખાવું છે...!?” લાવણ્યાએ પૂછ્યું.

“તું જે ખવડાવે એ…..!”

“ભાજી પાંવ ચાલશે...!?”

“હવ...! દોડશે....!”

બંને ત્યાં ભાજી પાંવ જમ્યા.

પછી સાંજ સુધી લૉ ગાર્ડનનાં બજારમાં તેમજ થોડું આજુબાજુ હરીફરીને સિદ્ધાર્થ લાવણ્યાને મૂકવાં જવાં લાગ્યો.

“હું કઉ...એ રસ્તેથી લજે....!” બાઈક પર ઘોડો કરીને બેસતાં લાવણ્યા બોલી “પંચવટી વાળાં રસ્તે બવ ટ્રાફિક હશે....! અને વરસાદને લીધે આ બાજુ પરિમલ અંડર બ્રિજવાળો રસ્તો બંધ છે....!”

“હું તો આ બધાં એરિયાના નામ પણ નઈ જાણતો....!” બાઈકને સેલ મારીને સિદ્ધાર્થ લાવણ્યા સામે મોઢું ફેરવીને બોલ્યો “અને રસ્તા પણ નઈ....! મારે તો જ્યાં જવું હોય...ત્યાં ગૂગલ મેપમાં જોઈ-જોઈને જતો’તો...!”

   “અરે ડોન્ટ વરી....હવે હુંજ તારી ગૂગલ મેપ છું....!” સિદ્ધાર્થની કમર ફરતે ફરીવાર પોતાનાં હાથની પકડ કસીને લાવણ્યા બોલી.

ફરીવાર સિદ્ધાર્થે એવુંજ સ્મિત કર્યું અને બાઈકનું એક્સિલેટર ઘુમાવી દીધું.

*****

   “હજી ના આયા આ લોકો...!?” શંભુ કૉફીશૉપની લોબીમાં બનેલી બેઠકોમાં એક ટેબલની જોડે ગોઠવેલા સ્ટૂલ ઉપર બેઠેલી નેહા ક્યારની રાહ જોતાં-જોતાં પોતાનાં મોબાઈલની સ્ક્રીન ઉપર ટાઈમ જોઈ રહી હતી.

“મેસેજ તો બેયે વાંચી લીધો ‘તો...અને મળવા માટે ઓકે પણ કીધું’તું...!” નેહા બબડી “તો પછી આટલીવાર...!?”

“તે બોલાયો તો....!?” ત્યાંજ નેહાને કોઈનો સ્વર સંભળાયો.

“હાં...મને પણ બોલાઈ....!?” હવે નેહાને કોઈ છોકરીનો મધુર સ્વર સાંભળાયો.

સામે ઉભેલાં બંને સામે જોઈ નેહા સ્ટૂલ ઉપરથી ઊભી થઈ અને બંને સામે જોઈ હળવું સ્મિત કર્યું. સામે અક્ષય અને ઝીલ બંને ઊભાં હતાં. નેહાએ મેસેજ કરીને તેમને શંભુ કૉફી શૉપ ઉપર મળવા બોલાવ્યાં હતાં.  

“એવું તું શું અર્જન્ટ હતું....!?”  ઝીલે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

“હાં...કોઈ ટેન્શનવાળી વાત....!?” અક્ષયે પણ પૂછ્યું.

“હાં...! વાત થોડી લાંબી ચાલશે...!” નેહાએ કહ્યું અને પાછી પોતાની જગ્યાએ બેસી.

આંખો વડે તેણીએ સામે ઉભેલાં બંનેને બેસવાનો ઈશારો કર્યો.

એકબીજા સામે જોઈ ઝીલ અને અક્ષય નેહાની સામેનાં બે સ્ટૂલ ઉપર બેઠાં.

“તમે બેય લાવણ્યાને તો ઓળખોજ છોને...!?” નફરતપૂર્વક લાવણ્યાનું નામ બોલી નેહાએ બંને સામે જોયું.

બંનેએ હકારમાં માથું ધુણાવ્યું.

"તો તમે બેય એ પણ જાણતાં જ  હશોને" નેહા ભારોભાર નફરત સાથે દાંત ભીંચીને બોલી  "કે એ રાખેડેલજ આરવની એ હાલત માટે જવાબદાર છે ....!?"

નેહા બોલી અને અક્ષય અને ઝીલની નજર સામે આરવનાં કપાયેલાં પગનું એ દ્રશ્ય ખડું થઇ ગયું.

****

"આ બાજુ વળાય ....આ બાજુ ....!" બાઈકની પાછલી સીટ પર બેઠેલી લાવણ્યાએ સિદ્ધાર્થને રસ્તો બતાવતાં કહ્યું.

લૉ ગાર્ડન જમ્યાં -ફર્યા પછી ઢળતી સાંજે સિદ્ધાર્થ લાવણ્યાને જોધપુર તેણીનાં ઘરે ડ્રૉપ કરવાં જઈ રહ્યો હતો. લાવણ્યાનાં બતાવ્યાં પ્રમાણેનાં રસ્તે સિદ્ધાર્થ બાઈક ચલાવી રહ્યો હતો.

"આ તો આપડે યુનિવર્સીટી આઈ ગ્યાં ..!?" યુનિવર્સીટી રોડ ઉપર આવેલી ફેમસ ઋતુરાજ ટી-સ્ટૉલને જોઈ સિદ્ધાર્થ બોલ્યો.

કૉલેજનાં પહેલાં દિવસે એચ એલ જતી વખતે સિદ્ધાર્થ અહિયાં ચ્હા પીવાં અટક્યો હતો.

"લૉ ગાર્ડનથી જોધપુર જવાં યુનિવર્સીટી આ'વાંની ક્યાં જરૂર હતી ....!?" બાઈક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે બાઈકનાં સાઈડ મિરરમાં જોઈ લાવણ્યાને કવેશન કર્યો.

 

મિરરમાં પોતાને જોઈ રહેલાં સિદ્ધાર્થને જોઈ લાવણ્યાએ નટખટ સ્મિત કરતાં-કરતાં પોતાનું મોઢું સિદ્ધાર્થનાં ખભાં પાછળ છુપાવ્યું.

મિરરમાં દેખાઈ રહેલી લાવણ્યાની આંખોમાં શરારતનાં ભાવ જોઈ સિદ્ધાર્થ સમજી ગયો.

"જબરી તું તો ...!" હસતાં-હસતાં સિદ્ધાર્થ બોલ્યો.

લાવણ્યા જાણી જોઈને સિદ્ધાર્થને ખોટાં-ખોટાં રસ્તે ફેરવી રહી હતી જેથી વધુને વધુ સમય સિદ્ધાર્થ સાથે ગાળવાં મળે.

"આવું શું કામ કર્યું ....!?" સિદ્ધાર્થે હવે પોતાનું મોઢું સહેજ પાછું ફેરવીને પૂછ્યું.

"બસ એમ જ....થોડો વધારે ટાઈમ જોડે ફરવાં મલે એટલે ....!"

"પણ આટલું બધું તો ફર્યા...!?"  સિદ્ધાર્થ બોલ્યો "આખો દિવસ તો પૂરો થઇ ગ્યો ...!"

"મને તો ખ્યાલજ ના 'ર્યો ...કે આખો દિવસ પૂરો થઇ ગ્યો ...!" મિરરમાં જોઈ સિદ્ધાર્થને કહેતાં લાવણ્યા બાળકની જેમ મોઢું મચકોડીને બોલી.

"હી...હી...!" સિદ્ધાર્થ મિરરમાં જોઈ હસ્યો અને માથું ધુણાવી મનમાં બબડ્યો "હાં..એ તો છે ...મને પણ ના ખબર પડી કે દિવસ ક્યાં પૂરો થઈ ગ્યો ....!"

  "હવે સાચો રસ્તો બતાય ...તો હું તને ઘેર ડ્રૉપ કરી દવ ...!" સિદ્ધાર્થ બોલ્યો.

"એક કામ કર ...! તું સીધું જવાં દે ...એસજી હાઈવે થઈને ...!" લાવણ્યા દાંત દબાવીને હસતાં બોલી.

"જો પાછી ...!" લાવણ્યાની ચાલાકી સમજી ગયેલો સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો અને પાછું મિરરમાં તેણી સામે જોઈ રહ્યો.

"અરે સાચે કઉ  છું ...!" લાવણ્યા દલીલ કરતાં બોલી "અંદરના રસ્તે બવ ટ્રાફિક હશે યાર ...!"

સિદ્ધાર્થે માથું ધુણાવીને સ્મિત કર્યું અને લાવણ્યાએ કહ્યા મુજબ બાઈક સીધું એસજી હાઇવે તરફ મારી મૂક્યું.

****

"તારી બદલો લેવાની વાતને એક વાર માટે હું સાચી માની પણ લવ ....!" નેહાની વાત સાંભળી ઝીલ બોલી "પણ સિડ અત્યારે લાવણ્યા જોડે ફરે છે ....એ વાત હું કોઈ કાળે નઈ માનું ....! સિડ એવો છોકરો છે જ નઈ ...કે તને છોડી લાવણ્યા જેવી છોકરી જોડે જાય ..!"

"તું ઊંધું સમજે છે ...!" નેહા બોલી "મેં એવું નઈ કીધું કે સિડ એની જોડે ફરે છે ...! હું એવું કવ છું .કે આરવની જેમ એણે સિડને પણ ભોળવી લીધો  છે ...અને એનાં રૂપનાં જાળમાં ફસાઈ લીધો...!"

અક્ષય બંનેની વાત સાંભળી રહ્યો હતો.

"નેહા....તારી વાત ગળે જ નઈ ઉતરે એવી ...!" ઝીલ ફરીવાર ભારપૂર્વક બોલી "સિડ કઈં એમ કોઈપણ છોકરીનું રૂપ જોઈને લપસી પડે એવો નઈ ...!"

"હું એજ તો કઉ છું ...!" નેહા પણ ભારપૂર્વક બોલી "તું જ વિચાર કર ....આખરે એ છોકરીએ એવું તો શું કર્યું ..કે સિડ એની જોડે ફરવાં લાગ્યો....!?"

"એ કદાચ તને જલાવાં ફરતો હશે ....!" અક્ષય શાંતિથી બોલ્યો.

"હમ્મ ...મે બી ...!" નેહા જાણી જોઈને અજાણ બનતાં બોલી "પણ મારે એ છોકરીને કોઈપણ રીતે સીધી તો કરવીજ છે ...! પે'લ્લાં  આરવ...અને હવે સિડ ....!"

"પણ તારે રિવેન્જ લેવો  તો ....તો પછી તે મેરેજ માટે કેમ ના પાડી ...!?" નેહાની વાત સાંભળ્યા પછી ઝીલ બોલી "મેરેજ કરીને પણ તું તારો રિવેન્જ પૂરો કરી શકે છે ને ...!?" 

 

"કેવી રીતે ...!?" નેહા બોલી પછી વેધક સ્વરમાં વ્યંગ કરતાં બોલી "જે રીતે તું તારું પાઈલટ બનવાનું સપનું પૂરું કરી શકી એ રીતે ....!?"

નેહાની વાત સાચી હોવાં છતાં ઝીલને લાગી આવ્યું. મેરેજ પછી ઝીલની લાઈફ તેનાં સાસરીનાં ઘરમાંજ સંકોચાઈને રહી ગઈ હતી. એક સમયે પાઈલટ બની ઉડવાં માંગતી ઝીલ તેનાં સાસરાંમાં મોટેભાગે રસોડામાં ભરાઈ રહેવાં મજબૂર થઇ ગઈ હતી.

"તું પણ જાણે છે ...!" ઉદાસ થઇ શૂન્યમનસ્ક તાકી રહેલી ઝીલને જોઈ નેહા બોલી "મેરેજ પછી ગર્લ્સની હાલત શું થઇ જાય છે ...! તારી જેમ મારે પણ અમદાવાદ છોડીને બરોડા આઈ જવું પડશે ....! પછી રિવેન્જ ભૂલી જવાનો ...!"

કમને ઝીલ મનમાં નેહાની વાત સાથે સહમત થઈ.  થોડીવાર સુધી બધાં મૌન થઈ ગયાં.

“તારે અમારી શું હેલ્પ જોઈએ છે....!?” થોડીવાર પછી મૌન તોડતાં અક્ષયે પૂછ્યું.

“બદલો લેવામાં મારી હેલ્પ કરો....!” નેહા સીધું બોલી.

“પણ તું કેવી રીતે બદલો લેવાં માંગે છે....!?” અક્ષયે પૂછ્યું.

“જે રીતે એ રખડેલે આરવને તડપાવ્યો....! એજ રીતે હું એને પણ તડપાવાં માંગુ છું...!” નેહા દાંત ભીંચીને બોલી.

“તું ભૂલે છે...!” અક્ષય બોલ્યો “આરવ લાવણ્યાના પ્રેમમાં હતો....!”

“અને લાવણ્યા....!” નેહાએ બંને સામે જોઈને હળવું સ્મિત કરીને કહ્યું “સિદ્ધાર્થનાં...!”

“વ્હોટ....!“ અક્ષય અને ઝીલ બંને ચોંકી પડ્યાં અને લગભગ સાથેજ બોલી પડ્યાં.

****

“આ ખેતલાપા ટી-સ્ટૉલ છે....!” બાઇકની પાછલી સીટમાં બેઠેલી લાવણ્યાએ હાથ કરીને સિદ્ધાર્થને એસજી હાઇવેનાં સર્વિસ રોડ ઉપર આવેલી ખેતલાપા ટી-સ્ટૉલ બતાવતાં કહ્યું.

“એની બાજુમાં ઇસ્કોન ગાંઠિયાં છે...!” લાવણ્યા આગળ બોલી “એ બઉ ફેમસ છે...! એનાં ગાંઠિયાં બવ સરસ આવે છે....!”

“લાગે છે આજે તું મને આખું અમદાવાદ દર્શન કરાઈ દઈશ....!” બાઇક ચલાવતાં-ચલાવતાં લાવણ્યા જે ઇસ્કોન ગાંઠિયાંની સ્ટૉલ વગેરે બતાવતી ત્યાંથી નજર ફેરવી સામે જોઈ હળવું સ્મિત કરીને સિદ્ધાર્થ બોલ્યો.

“હી...હી...તું નવો છે ને....! તો મારી ફરજ છે તને મારું અમદાવાદ બતાવાંની...!” લાવણ્યા બોલી અને પાછો સિદ્ધાર્થની કમર ફરતે હાથ વીંટાળી દીધો.

પોતાની કમર ફરતે લાવણ્યાનો હાથ જોઈ સિદ્ધાર્થ ફરીવાર હળવું હસ્યો.

“આગળ જે ચાર રસ્તા આવે...ત્યાંથી અંદર વાળી લેજે....!” સિદ્ધાર્થનાં ખભે પોતાની દાઢી ટેકવી લાવણ્યા બોલી.

“પાકકું ઘેરજ જવાનો રસ્તો છે ને....!?” સિદ્ધાર્થે મજાક કરતાં ટોંન્ટમાં પૂછ્યું.

“હાં....! તને બવ ઉતાવળ છે તો શું કરું...!?” લાવણ્યાએ મોઢું બગાડીને કહ્યું.

“બાપરે....!” હસતાં-હસતાં સિદ્ધાર્થ માથું ધૂણાવી મનમાં બબડ્યો “સાંજ ઢળી ગઈ તોય આ છોકરીને ઘેર નઈ જવું....! ભારે માયા છે આ તો..!”

“તને ઘેર કોઈ બોલતું નઈ....! મમ્મી....કે પપ્પા...!?” સિદ્ધાર્થે પૂછ્યું અને લાવણ્યાએ કહેલાં  ચાર રસ્તા આવી જતાં બાઇક ડાબી બાજુ વળાવી લીધું.

“મમ્મી તો નઈ બોલતી મને....!” લાવણ્યા સહેજ ખિન્ન સ્વરમાં બોલી.

“હમ્મ....! પણ પપ્પા તો ધોલાઈ કરી નાંખતાં હશે ને...!?” સિદ્ધાર્થે લાવણ્યાને ચીડવી.

સિદ્ધાર્થની મજાક ઉપર લાવણ્યાએ કશું પ્રતીભાવ ના આપ્યો. ઉલટાનું કોઈ વાતથી ડરી ગઈ હોય એમ તેણીએ સિદ્ધાર્થનાં ખભે માથું ઢાળી દઈ સિદ્ધાર્થની કમર ફરતે વીંટાળેલાં પોતાનાં હાથની પકડ વધુ સખત કરી.

“કઈંક ખોટું બોલાઈ ગ્યું...!?” સિદ્ધાર્થે એક નજર પાછું જોઈ ફરી આગળ જોઈ બાઇક ચલાવતાં પૂછ્યું.

જવાબમાં લાવણ્યાએ ખભે માથું ઢાળી રાખી હળવેથી એકાદવાર ધૂણાવ્યું.

કશું બોલ્યાં વગર સિદ્ધાર્થે પછી બાઈક ચલાવે રાખ્યું.

“નેહા ઘેર આઈ ગઈ હશે....!?” એકજ સોસાયટીમાં રહેતાં લાવણ્યા-નેહાની સોસાયટીનો ગેટ દૂરથી દેખાતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

“નેહા કે તેનાં ઘરનું કોઈ બા’ર હસે તો....!?” પોતાની કમર ફરતે હાથ વીંટાળી ચીપકીને બેઠેલી લાવણ્યાનાં હાથ જોઈ સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

તે હજી કશું બોલે તે પહેલાંજ લાવણ્યાએ પહેલાં સિદ્ધાર્થની કમર ફરતે વીંટાળેલાં પોતાનાં હાથની પકડ ઢીલી કરી અને પછી હાથ પાછાં ખેંચી લઈ સીટમાં સિદ્ધાર્થથી સહેજ દૂર સરકી ગઈ.

વગર કહે પોતાનાં મનની વ્યથા જાણી ગયેલી લાવણ્યાનાં એ બિહેવિયરથી સિદ્ધાર્થને હળવું આશ્ચર્ય થયું અને તેણે પાછું મ્હોં ફેરવી લાવણ્યા સામે જોયું.

“નેહા કે તેનાં ઘરનું કોઈ બા’ર હોય....! તો તને પ્રોબ્લેમ થઈ જાયને...!”  સિદ્ધાર્થે ઈશારામાં પૂછેલા એ પ્રશ્નનો લાવણ્યાએ જવાબ આપ્યો.

સિદ્ધાર્થ હળવું હસ્યો અને આગળ જોઈ બાઈક ચલાવવાં લાગ્યો. સોસાયટીનો ગેટ આવી જતાં બાઈક ધીમું કરી તેણે અંદર વળાવી લીધું.

લાવણ્યાનાં ઘર તરફ જતાં-જતાં સિદ્ધાર્થે એક નજર પહેલાં કોર્નર ઉપર નેહાનાં ઘર ઉપર નાંખી. ઓટલાં ઉપર નેહા કે તેનાં ઘરનું કોઈ નહોતું. બાઈક તેણીનાં ઘર આગળથી પસાર થઈ જાય એ પહેલાં સિદ્ધાર્થે એક નજર નેહાનાં રૂમની બાલ્કની ઉપર પણ નાંખી લીધી. ત્યાં પણ કોઈ નહોતું. સિદ્ધાર્થે હાશકારો અનુભવ્યો અને બાઈક લાવણ્યાનાં ઘર તરફ જવાં લીધું.

“બસ..બસ...આઈ ગ્યું...!” નેહાનાં ઘરથી થોડાં ઘર છોડી લાવણ્યાનું ઘર આવી જતાં તે બોલી.

ઓછી સ્પીડમાં હોવાથી બાઈકને બ્રેક મારી સિદ્ધાર્થે તરતજ ઊભું કરી દીધું.

"અંદર નઈ આવે...!?" લાવણ્યા તેનાં ઘરનાં કમ્પાઉન્ડનાં પગથિયે ઊભાં રહીને બોલી "હું મસ્ત ચ્હા પીવડાવું...! આવાં ભીનાં-ભીનાં મોસમમાં મજા આઈ જશે...!"

   સિદ્ધાર્થ કઇંક બોલવા જતો હતો ત્યાંજ પાછળથી લાવણ્યાનાં મમ્મી સુભદ્રાબેન આવ્યાં કમ્પાઉન્ડમાં ચાલતાં-ચાલતાં ગેટ સુધી આવ્યાં.

   "અરે લાવણ્યા....!" પાછળથી આવતાં-આવતાં તેઓ બોલ્યાં અને સિદ્ધાર્થ તરફ જોયું "કોણ છે આ..!?"

   "મમ્મી....! આ સિદ્ધાર્થ છે..!" લાવણ્યાએ “ઈંટરો” આપતાં કહ્યું "સિદ્ધાર્થ...!આ..!"

   "તારાં મમ્મી...! I know...!" એક નજર સુભદ્રાબેનને જોઈ સિદ્ધાર્થ વચ્ચે બોલ્યો "તારાં જેવાંજ દેખાય છે...! એકદમ સુંદર..!"

   લાવણ્યા અને તેનાં મમ્મી બંને હસી પડ્યાં. સિદ્ધાર્થ પણ મલકાઈ રહ્યો.

   "અંદર આવને બેટાં..!" સુભદ્રાબેન બોલ્યાં.

   "હવે તમે કીધું છે તો આવવુંજ પડશે...!" એટલું કહીને સિદ્ધાર્થે તેનાં ગોગલ્સ કાઢ્યાં અને બાઇક સ્ટેન્ડ કરીને નીચે ઉતર્યો.

   ખુશ થઈ ગયેલી લાવણ્યા તો જાણે સાતમા આસમાને ઉડવા લાગી. આજે તેનો આખો દિવસ સુધરી ગયો હતો.

   "તમે બેસો હું ચ્હા બનાવી લાવું...!" સુભદ્રાબેન ડ્રૉઇંગરૂમમાં પ્રવેશતાંજ બોલ્યાં અને કિચન તરફ જવા લાગ્યા.

   "લાવણ્યા તું ચ્હા બનાવવાની હતીને...!?" સિદ્ધાર્થે સોફામાં બેસતાંજ યાદ કરાવ્યું.  

   "હાં....! હાં...!" લાવણ્યા હવે વધુ ખુશ થઈ ગઈ "મમ્મી તો રે'વાદે હું બનાવું છું...!" એટલું કહીને લાવણ્યા કિચન તરફ દોડીન ગઈ. સુભદ્રાબેન પણ કિચનમાં ગયા.

   ડ્રૉઈંગ રૂમમાં આમતેમ જોઈ સિદ્ધાર્થ પોતાની આદત મુજબ બધું ઓબ્ઝર્વ કરવાં લાગ્યો.

****

“લાવણ્યા જેવી છોકરી ખરેખર કોઈને લવ કરી શકે...! એ વાત માનવી અઘરી છે...!” નેહાએ કીધા પછી પણ માન્યામાં ના આવતાં અક્ષય બોલ્યો.

“પણ લાવણ્યા સિડને લવ કરતી હોય....તો પણ તું બદલો કેમનો લેવાંની...!?” મુંઝયેલી ઝીલે પૂછ્યું.

“હું ઈચ્છું કે એ સિદ્ધાર્થ માટે તડપે....! દર સેકન્ડે...!” નેહા ભારોભાર નફરતપૂર્વક બોલી “સિદ્ધાર્થને ખોઈ બેસવાનાં ડરથી એ દર સેકન્ડે ફફડતી રે’....ડરતી રે’….!”

“પણ....તે તો મેરેજની ના પાડી દીધી ને...!?” ઝીલ વધુ મૂંઝાઈ.

“પણ મારાં પપ્પાં મને કોઈ પણ ભોગે સિદ્ધાર્થ જોડે પરણા’વા માંગે છે....!” નેહા બોલી “અને સિદ્ધાર્થની ફેમિલી પણ.....!”

ઝીલ અને અક્ષય સાંભળી રહ્યાં.

“આજે નઈ તો કાલે...! અમારાં મેરેજ ફિક્સજ છે..!” નેહા બોલી “પણ ત્યાં સુધી....! ત્યાં સુધી લાવણ્યા એક હોપ....એક આશામાં જીવશે...! કે સિદ્ધાર્થ આજે નઈ તો કાલે એનો થશે...! અને  હું એ દિવસે એની એ હોપ તોડી નાંખીશ...!”

નેહાનાં અવાજમાં ઝેર ભળ્યું હોય એમ તે આંખોમાં અંગારા વરસાવતી બોલી

“જે દિવસે એ સિદ્ધાર્થનાં પ્રેમમાં પૂરેપુરી ડૂબી ગઈ હોય....! જે દિવસે એનાં રોમરોમમાં સિદ્ધાર્થ વસી ચૂક્યો હોય...! એ દિવસે હું સિદ્ધાર્થને એનાંથી પૂરેપૂરો છીનવી લઇશ...! ત્યાં સુધી....હું એને રોજે ડરાવતી રઈશ....!”

“કેવીરીતે....!?” ઝીલે પૂછ્યું.

“લાવણ્યાને કોઈ બીજાં છોકરાં જોડે જતાં જોઈને આરવની જે હાલત થતી’તી....!” નેહા બોલી “એજ હાલત લાવણ્યાની પણ થશે.....સિદ્ધાર્થને મારી જોડે  જોઈને...!”

“યુ નો આ બધું સાસ બહુની સિરિયલોમાં સારું લાગે....!” કંટાળેલો અક્ષય મોઢું બગાડીને બોલ્યો “રિયલ લાઈફમાં નઈ....!”

“તને મારી વાત મજાક લાગે છે....!?” નેહાએ ટોંન્ટ મારતાં પૂછ્યું.

“ફિલ્મી લાગે છે....!” અક્ષય સપાટ સ્વરમાં બોલ્યો.

“તો આરવનો પ્રેમ ફિલ્મી હતો નઈ....!?” નેહા શાંત પણ વેધક સ્વરમાં બોલી.

અક્ષય મૌન થઈ ગયો.

“એનો પ્રેમ સાચો હતો...!” ઝીલ ગળગળા સ્વરમાં બોલી.

થોડીવાર સુધી ફરીવાર ત્યાં મૌન પથરાઈ ગયું.

સાંજ ઢળી ગઈ હતી. ધીરેધીરે હવે કાળાં વાદળોમાં ગડગડાટ સંભળાઈ રહ્યો હતો. કોઈકોઈ વાર વીજળીનાં ચમકારા પણ થઈ રહ્યાં હતાં. થોડી વાર પહેલાં વાતો ધીમો ઠંડો પવન હવે સહેજ વધુ ઝડપે વાઈ રહ્યો હતો. ઝડપથી વાઇ રહેલો ઠંડો પવન જાણે આવનારાં ભારે વરસાદની આગાહી કરી રહ્યો હતો.

“તારે અમારી શું હેલ્પ જોઈએ છે....!?” અક્ષયે મૌન તોડતાં પૂછ્યું.

“તમે બંને લાવણ્યા માટે આરવનાં એ અનહદ પ્રેમનાં સાક્ષી છો....!” નેહા બંને તરફ જોતાં-જોતાં બોલી “લાવણ્યા માટે આરવની એ માસૂમિયતથી લઈને એનાં માટે બરબાદ થઈ જવાં સુધીનાં આરવનાં એ ઝનૂનને તમે બંનેએ અત્યંત નજીકથી જોયું છે...!”

નેહા બોલે જતી હતી અને ઝીલ અને અક્ષય સામે એ બધાં દ્રશ્યો તરવરી ઉઠી રહ્યાં હતાં. ભૂતકાળનાં એ દ્રશ્યોને જાણે કોઈ ફિલ્મની જેમ તેઓ શૂન્યમનસ્ક બની “જોઈ” રહ્યાં હતાં.

“લાવણ્યા માટે આરવ કેટલું તડપતો હતો...કેટલું તરસતો ‘તો....! એ તમારાં બે થી વધારે કોઈ નઈ જાણતું....!”

નેહાએ અક્ષય સામે જોયું. શૂન્યમનસ્ક થઈ ભૂતકાળનાં દ્રશ્યો જોઈ રહેલાં અક્ષયનો ચેહરો સખત થઈ ગયો હતો અને તેનાં શ્વાસ ફૂલી રહ્યાં હતાં.

“લાવણ્યાને બીજાં છોકરાઓ જોડે જતાં જોઈ આરવને તકલીફ થતી...જે મેન્ટલ ટોર્ચરથી એ પસાર થતો....!” નેહા બોલી “રોજે-રોજે લાવણ્યાને બીજાં છોકરાઓ સાથે નાં જવાં માટે કરગરવું.....! રઘવાયાં થઈ એની પાછળ-પાછળ ફરતાં રે’વું....!”

નેહાએ હવે ઝીલ સામે જોયું. તેણીની આંખ ભરાઈ આવી હતી. તે પણ અક્ષયની જેમ શૂન્યમનસ્ક બની જઈ એ બધું યાદ કરી રહી હતી.

“આખો-આખો દિવસ એનું લાવણ્યાને મેસેજ કરતાં રે’વું....!” નેહા ઝીલને યાદ અપાવતી હોય એમ બોલી “લાવણ્યાનાં રિપ્લાયની ક્યાંય સુધી રાહ જોયાં કરવું....! એનાં ઘરની બા’ર દિવસો સુધી એને મળવા માટે રાહ જોતાં રે’વું....!”

નેહાએ હવે પાછું અક્ષય સામે જોયું.

“એનું સીગરેટ-દારૂનાં રવાડે ચઢવું...! અને પછી પોતાનાં પગ ખોઈ બેસવું...!”

હવે નેહાની આંખ પણ ભરાઈ આવતાં તેણીએ પોતાનો સ્વર સખત કર્યો.

“લાવણ્યા માટે આરવની એ દરેક તડપ...એ એકએક ક્ષણનાં રઘાવાટનાં તમે બેય સાક્ષી છો....! આરવનાં પ્રેમનાં સૌથી મોટાં સાક્ષીઓ....!”નેહા ગળગળા સ્વરમાં બોલી.

“હું મદદ કરીશ....!” અક્ષય ભીની આંખે કઠોર સ્વરમાં બોલ્યો “તું જે કે’ એ....!”

નેહાએ ભીની આંખે સ્મિત કર્યું અને ઝીલ સામે  જોયું.

“ઝીલ....!” હજીપણ ભૂતકાળમાં ખોવાયેલી ઝીલની હથેળી ઉપર હાથ મૂકી નેહા સાંત્વના ભર્યા સ્વરમાં બોલી “આરવ તારી જોડે લાવણ્યા વિષે બધું શેયર કરતો તો....! એની સાથેનાં મેસેજીસ પણ તે વાંચેલા છે...! તું બધું જાણે છે....!”

“એ છોકરીએ મારાં ભાઈની જિંદગી બરબાદ કરી નાંખી...!” ઝીલ ગળગળા સ્વરમાં બોલી “જે રીતે  આરવ બરબાદ થઈ ગયો....એ રીતે એ છોકરી સિડને પણ બરબાદ કરી નાંખશે...! હું એવું નઈ થવાં દવ...નઈ થવાં દવ..! ”

નેહા ઝીલ સામે સહાનુભૂતિપૂર્વક જોઈ રહી.

“તું બોલ...! હું શું હેલ્પ કરું....!?”

“લાવણ્યા જોડે બદલો લેવાં સિદ્ધાર્થને મનાવામાં મારી હેલ્પ કરો....!” નેહા બોલી “જે બધું તમે આરવ વખતે જોયું, ફીલ કર્યું...એ બધું એને પણ કો’, ફીલ કરાવો...! અને લાવણ્યા જોડે બદલો લેવાં માટે એને મનાવો...!”

“સિદ્ધાર્થ આવું બધું કરવામાં નઈ માને....!” ઝીલ બોલી.

“મનાવોજ પડશે....!”  નેહા ભારપૂર્વક બોલી “કેમકે લાવણ્યા સિડને લવ કરે છે....! અને જ્યારે સિડ એની જોડે રિવેન્જ લેશે....! ત્યારે એ પૂરેપુરી તૂટી જશે....! ભાંગી પડશે....!”

બંને જણાં નેહાની વાત સાંભળી રહ્યાં અને નેહાએ જે કહ્યું તેની સાથે મનમાં સહમત થતાં રહ્યાં.

“તું સિડને કૉલ કર....!” ઝીલ વિશ્વાસપૂર્વક બોલી “આપડે એને મનાઈશું....! આરવ માટે....!”  

ઝીલ બોલી અને નેહાએ કશું બોલ્યાં વગર પોતાનો ફોન ઉઠાવ્યો અને સિદ્ધાર્થને કરેલો મેસેજ જોયો.

સિદ્ધાર્થે હજી સુધી તેનો મેસેજ નહોતો જોયો. આથી નેહાએ પોતાનાં મોબાઈલમાંથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

****

 “હવે તો મને જવાંદે….!?” સોફામાં બેઠેલો સિદ્ધાર્થ બોલ્યો “તારી મસ્ત મીઠી ચ્હા પણ પી લીધી...! અને એ પીધે પણ અડધો કલ્લાક થયો...!

   ચ્હા પીધાં પછીપણ લાવણ્યાએ કોઈને કોઈ વાત કરીને સિદ્ધાર્થને લગભગ અડધોથી કલ્લાક ઘરે રોકી રાખ્યો હતો. સુભદ્રાબેન પણ થોડીવાર સુધી તેમની જોડે બેઠા. તેમણે સિદ્ધાર્થને તેનાં ઘર-પરિવાર વિષે થોડીઘણી પૂછતાછ પણ કરી લીધી.

“અરે પણ તારે ઘેર જઈને શું કરવું છે.....!?” લાવણ્યા મોઢું મચકોડીને બોલી પછી ડ્રૉઈંગ રૂમની બારીમાંથી બહાર દેખાતાં આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળો જોઈને બોલી “જોને કેવો વરસાદ અંધાર્યો છે...!”

કાળાં વાદળોને લીધે અંધારું વહેલું થઈ ગયું હતું.

“એજ તો....! વરસાદ પડે એ પે’ લાં જતો રવને....!” સિદ્ધાર્થ બોલ્યો.

“અરે વરસાદમાં પલળવાની કે’વી મજા આવે ખબર છે...!?” લાવણ્યા પાછી વાતે વળગી હોય એમ બોલી.

ત્યાંજ સિદ્ધાર્થે પોતાનાં જીન્સનાં પોકેટમાં રહેલો મોબાઈલ વાઇબ્રેટ થયો.

“અમ્મ...એક ગ્લાસ પાણી આપને....!” સિદ્ધાર્થ બોલ્યો.

“હાં..હાં.. આપું...!” લાવણ્યા તરતજ દોડાદોડ કિચન તરફ દોડી ગઈ.

જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ બહાર કાઢી સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર નંબર જોયો.

“નેહા....!?” સિદ્ધાર્થને નવાઈ લાગી પછી તેણે સ્ક્રીન ઉપર સ્વાઈપ કરી તરતજ નેહાનો કૉલ રિસીવ કર્યો.

“હાં બોલ...!”

“ક્યાં છે તું....!? મેસેજ ના જોયો...!?” નેહાએ ચિડાયેલાં સ્વરમાં પૂછ્યું.

“ટાઈમ નાં મલ્યો...!” સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો.

“ઓલી જોડે છું ને...!?” નેહા બોલી.

“હાં....!” નેહાનાં સ્વરમાં નારાજગીનાં ભાવ પારખી સિદ્ધાર્થ ખુશ થઈને તેણીને વધુ જેલસ કરાવાં બોલ્યો.

“હવે પત્યું હોય તો....સીધો ઝડપથી શંભુ પર આય...!” નેહા બોલી.

“થોડી વાર લાગશે...!” લાવણ્યાને આવતાં જોઈ સિદ્ધાર્થ પોતાનું સ્મિત દબાવી રાખીને બોલ્યો.

“હું કઈં નાં જાણું...! વીસ મિનિટમાં આય...!” એટલું કહીને નેહાએ ફોન કટ કરી દીધો.

“આખરે જેલસ થઈ ખરી....!” પોતાનું તીર નિશાને વાગ્યું છે એમ માની સિદ્ધાર્થ ખુશ થયો અને મોબાઈલ જીન્સનાં પોકેટમાં મૂકી સોફામાંથી ઊભો થયો.

“મારે અર્જન્ટ જવું પડશે....! ઘરેથી કૉલ હતો...!”  લાવણ્યાએ પકડેલી ટ્રેમાંથી પાણીનો ગ્લાસ લઈ સિદ્ધાર્થે એક ઘૂંટમાં અડધો ગ્લાસ ખાલી કરી નાંખ્યો અને ઝડપથી ડ્રૉઇંગરૂમમાંથી બહાર નીકળી ગયો.

“અરે પણ શાંતિથી જા...!” ગ્લાસ અને  ટ્રે કૉફી ટેબલ ઉપર મૂકી લાવણ્યા સિદ્ધાર્થની પાછળ દોડી ગઈ.

“ધીરે..ધીરે જજે પ્લીઝ....!” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “વરસાદની સિઝનમાં બાઈક સ્લીપ નાં થઈ જાય...!”

“હાં સારું....!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો અને બાઈક ઉપર બેસી ઈગ્નિશન ચાલું કરી બાઈક ગિયરમાં નાંખ્યું.

“બાય....!” સિદ્ધાર્થ બોલ્યો અને બાઈકની રેસ આપી બાઈક સોસાયટીની બહાર મારી મૂક્યું.

આખો દિવસ સિદ્ધાર્થ સાથે સ્પેન્ડ કરવાં મળતાં લાવણ્યાનો ઉત્સાહ નહોતો સમાતો. ઉત્સાહથી થનગનતી કુદ્કાં ભરતી લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગયાં પછી તરતજ વિશાલને ફોન લગાડ્યો.

***

            “હાં બોલ....!” સામેથી વિકટ બોલ્યો.

            ચાલુ બાઈકે સિદ્ધાર્થે વિકટને કૉલ લગાડ્યો હતો.

            “તારી ભાભી જલી ગઈ હોં...!” બાઈક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે કાનમાં ઈયરફોન ભરાવી રાખી વિકટ સાથે વાત કરવાં માંડી.

            “ઓહો...હવે પાછી ભાભી થઈ ગઈ...!?” વિકટે આશ્ચર્યથી પૂછ્યું.

            “હાં.હાં..હાં...ભાઈ..હાં....તારો તુક્કો તીરની જેમ વાગ્યો...!” સિદ્ધાર્થ બોલ્યો અને ટ્રાફિક વચ્ચેથી બાઈક ચલાવી રહ્યો.

            ટપ ટપ ટપ...!

            ધીમે ધીમે વરસાદનાં છાંટા હવે શરૂ થયાં હતાં.

            “એટ્લે તું ઓલી જોડે ગ્યો...ને ભાભી બળી મર્યા એમને..!?” સિદ્ધાર્થની વાતનો અર્થ પામી ગયો હોય એમ વિકટ બોલ્યો.

            “હાં....!”

            “મેં કીધું ‘તુંને.....ભાભીને તારાં માટે ફીલિંગ્સ છે......!” વિકટ પણ ખુશ થઈને બોલ્યો “હવે તુંય તારી ફીલિંગ્સ એમને કઈ દે....! તો એમને ખબર તો પડે...કે તું પણ એમને લવ કરે છે....!”

            “હા.....હવે તો કે’વુંજ પડશે....!”

            બાઈક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે વિકટને બધી વાત કહી સંભળાવી. વિકટ સાથે વાત કરતાં-કરતાં સિદ્ધાર્થ શંભુ પહોંચી ગયો.

***

            “તમે બેય અહિયાં શું કરો છો....!?” શંભુ કૉફી શૉપ આવી પહોંચેલાં સિદ્ધાર્થે બહાર લોબમાં ટેબલની આજુબાજુ નેહાની જોડે બેઠેલાં ઝીલ અને અક્ષયને જોઈ આશ્ચર્યથી પૂછ્યું.

            અત્યંત સ્ટ્રેસ ભર્યા ચેહરે સિદ્ધાર્થ સામે જોઈ બંનેએ પરાણે સ્મિત કર્યું.

            “કોઈ પ્રોબ્લેમ હતી....!?” સિદ્ધાર્થે નેહા સામે જોઈને પૂછ્યું.

            “ભાભી કે’ છે....કે તું લાવણ્યા જોડે ફરવા ગ્યો તો....!?” ઝીલે નારાજ સૂરમાં પૂછ્યું.

            “ઓહ...!” સિદ્ધાર્થે ઝીલ સામે સહેજ છોભીલા પડી જઈ જોયું પછી મનમાં ખુશ થતો હોય એમ નેહા સામે જોઈને બબડ્યો “તો મારી ફરિયાદ પણ કરી દીધી એમ.....!?”

            “તો હું શું કરું....!?” ઝીલ સામે જોઈને સિદ્ધાર્થ બોલ્યો “નેહાએ તો મેરેજ માટે ના પાડી દીધી...!”

            “એટ્લે તું એની જોડે  ફરીશ એવું...!?” ઝીલ છણકો કરીને બોલી.

            “અરે એવું નઈ...હું...!”

            “સિદ્ધાર્થ....!” સિદ્ધાર્થ બોલવા જતો હતો ત્યાંજ નેહા વચ્ચે બોલી “મારે મેરેજ કરવાં છે...!”

            નેહા બોલી અને બધાં આશ્ચર્ય પામી ગયાં. સિદ્ધાર્થને પહેલાં આશ્ચર્ય થયું પછી તે મનમાં ખુશ થયો.

            “વાહ...! લાવણ્યા નામનું તીર આટલું જોરદાર વાગશે એવી ન’તી ખબર....!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો નેહાની સામેની સીટમાં બેઠો.

            “પણ મારી એક શરત છે.....!” નેહા શાંતિથી બોલી.

****

 

            "ખરેખર હો...!" વિશાલ બોલ્યો "તારું નસીબ તો અચાનક ચમકી ગયું...!"

            સિદ્ધાર્થનાં ઘરેથી ગયાં પછી લાવણ્યા વિશાલને મળવા ખેતલાપા આવી હતી. સિદ્ધાર્થ સાથે આખો દિવસ સ્પેન્ડ કર્યાની વાત લાવણ્યાએ વિશાલને કહી સંભળાવી હતી.

            "હમ્મ....! મનેતો ખરેખર વિશ્વાસ જ નથી થતો..!"બંને હાથની હથેળીઓ વચ્ચે ચ્હાનો કપ પકડી રાખીને લાવણ્યા બોલી.  

            “આજે તે એની જોડે જેટલું ફ્લર્ટી બિહેવિયર કર્યું...! એણે કોઈ વાંધો લીધો...!?” થોડીવાર પછી વિશાલે પૂછ્યું.

            “એ ડીસન્ટ છોકરો છે...! વાંધો તો લે જ ને...!” લાવણ્યા બોલી.

            “તો એ કઈં બોલ્યો...!? કે રૂડ બિહેવ કર્યું...?”

            “નાં રે....! સિડ એવો રૂડ નઈ….! એ ખાલી સ્માઈલ કરીને વાત ટાળી દેતો....! મોટેભાગે આડું જોઈ લેતો....! યુ નો વ્હોટ....!” લાવણ્યા આંખ ઝીણી કરીને વિચારતી હોય એમ બોલી “તું સાચું કે’તો  ‘તો....!”

            વિશાલ સામે જોઈ લાવણ્યા આગળ બોલી “એને સ્પેસિફિકલી મારાંથી કોઈ પ્રોબ્લેમ નો’તી....! એ એવોજ છે....! થોડો ઈંટરોવર્ટ ટાઈપ...! ઝડપથી કોઇની જોડે હળતો-મળતો નઈ...!”

            “તો તે એની જોડે આટલી જિદ્દ કરી...! જોરજોરાઈ કરી...! તો પણ એ કશું બોલ્યો નઈ...!?” વિશાલે નવાઈપૂર્વક પૂછ્યું.

            “અરે એ બહુ અ...!” બોલતાં-બોલતાં લાવણ્યા અટકી ગઈ તેણીની આંખો સામે સિદ્ધાર્થનો એ ચેહરો તરવરી ઉઠ્યો.

            “એ બહુ...!? શું...!?” વિશાલે વિચારી રહેલી લાવણ્યાને પૂછ્યું.

            “ઇનોસંન્ટ છે.....!” લાવણ્યા સિદ્ધાર્થનો ચેહરો યાદ કરી રહીને બોલી “એને હું ગમું કે નાં ગમું....! મારી કોઈ વાત ગમે કે નાં ગમે....! મારું ફ્લર્ટ...મારી જિદ્દ...મારી છેડખાની...! ગમે કે નાં ગમે....! એ મને હર્ટ થાય એવું બિહેવ કદી નઈ કરે..! હું જાણું છું....! એની જોડે મારે કોઈપણ વાત મનાવવી હોય....તો કેમની મનાવી...!”

            “હમ્મ.....! એક દિવસમાં તું એને જબરો ઓળખી ગઈ....!” વિશાલ વ્યંગ કરતો હોય એમ બોલ્યો.

            લાવણ્યાએ હળવું સ્મિત કર્યું.

****

 

            "મને એમ હતું....કે....!" સિદ્ધાર્થ બોલતાં-બોલતાં અટકી ગયો પછી નેહા સામે ઢીલાં ચેહરે જોઈ રહી મનમાં બબડ્યો "તને મારાં માટે ફીલિંગ્સ છે ....પણ ....!"

            "આજ મારી શરત છે....!" નેહાએ પોતાની શરત કહી સંભળાવી હતી "તું રિવેન્જ લેવામાં મારી મદદ કર ....!"

            "હું તને પે 'લાં પણ કઈ ચૂક્યો છું   ....!" સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો "મને એવું બધું ના ફાવે ...સીધે સીધું લડવાનું હોય તો ફાવે ....!"

            "પણ સિડ ....! એણે આપણાં આરવની આખી જિંદગી બરબાદ કરી નાંખી ....!" ઝીલ ગળગળા સ્વરમાં બોલી "અને હવે એ તારી પાછળ પડી છે ..!"

            સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને ઝીલ સામે જોઈ રહ્યો.

            "એની આદત છે ...આરવ...સિદ્ધાર્થ જેવાં પૈસાવાળાં છોકરાંઓને ફસાવાંની ...!" નેહા નફરતપૂર્વક બોલી "અને એમને પોતાનાં રૂપનાં જાળમાં લપેટવાની ....એ એવી જ છે ચિપ .....! સસ્તી ...! હલકી ...!"

            નેહાએ હવે સિદ્ધાર્થ સાથે નજર મિલાવી.

            "તને તો આજે અનુભવ થઇ પણ ગ્યો હશે ને ...!?" નેહાએ ટોન્ટમાં પૂછ્યું "આખો દિવસ ફર્યો છે તું એની જોડે...! નઈ ...!?"

            સિદ્ધાર્થ મૌન થઈને તેણી સામે જોઈ રહ્યો.

            "તને ચોંટી હશે ....અડપલાં કર્યા હશે ....!" નેહા બોલવાં લાગી "એ આ બધું જ કરે છે ....! એટલે ભલભલાં છોકરાઓ પણ પીગળી જાય ....એની પાછળ પાગલ થઇ જાય ...!"

            "આરવે એ છોકરી પાછળ પોતાનું પૂરેપૂરું અસ્તિત્વ ખર્ચી નાંખ્યું ....!" અક્ષય દયામણા સ્વરમાં બોલ્યો "એ પાગલોની જેમ એની પાછળ-પાછળ ફર્યા કરતો ...! કેટલીયવાર એણે લાવણ્યાને સમજાવી ...વિશાલ...યશ જેવાં ફાલતું છોકરાઓથી દૂર રહેવાં ....! પણ એણે ...એણે આરવની જગ્યાએ એ ફાલતું લોકોને પસંદ કર્યા ...!"

            અક્ષયની વાત સાચી લાગતાં હવે સિદ્ધાર્થને પણ લાવણ્યા ઉપર ગુસ્સો આવ્યો.

            "એ આખો દિવસ બસ લાવણ્યાની વાતો કર્યા કરતો ...!" ઝીલ ભીની આંખે શૂન્યમનસ્ક જોઈ રહીને બોલી "લાવણ્યા આમ મસ્ત છે ....લાવણ્યા તેમ સારી છે ...! એની કોઈ ફીલિંગની એ છોકરીએ પરવા ન કરી ....!"

            ન ઇચ્છવાં છતાં હવે સિદ્ધાર્થને લાવણ્યા ઉપર વધુ ગુસ્સો આવી રહ્યો હતો.

            બધાં થોડીવાર સુધી મૌન થઈ ગયાં.

            "આરવનો પ્રેમ સાચો હતો ...!" થોડીવાર પછી અક્ષય મૌન તોડતાં સિદ્ધાર્થ સામે જોઈને બોલ્યો  "લાવણ્યાને સજા તો મળવી જ જોઈએ ..!" 

            "હાં .....!" ઝીલ પણ સુર પુરાવીને બોલી "એને સજા મળવી જ જોઈએ ....!"

            "આરવની જેમ એ પણ તડપવી જોઈએ ...!" નેહા ઘૃણાભર્યા સ્વરમાં બોલી “એક એક ક્ષણ ...! જે રીતે આરવ તડપ્યો....!”

            થોડી વાર માટે મૌન પથરાઈ ગયું.

            “તું જ આ કરી શકે છે....!” નેહા સિદ્ધાર્થ સામે જોઈને વિનવણી ભરી આંખે બોલી “તું જ એને સબક શીખવાડી શકે છે....એનો ઘમંડ ચૂર-ચૂર કરી શકે છે....! રિવેન્જ  લેવામાં મારી હેલ્પ કર...!”

            સિદ્ધાર્થ નેહા સામે દયામણી નજરે જોઈ રહ્યો.

  

            “રિવેન્જ  લેવામાં મારી હેલ્પ કર...!”

            “રિવેન્જ  લેવામાં મારી હેલ્પ કર...!” નેહાના એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં ગુંજી રહ્યાં.

 

             "સોરી નેહા ....!" સિદ્ધાર્થ છેવટે શાંત સ્વરમાં બોલ્યો "હું તારી કોઈ હેલ્પ નઈ કરી શકું ...!"

            "આરવ માટે પણ નઈ ...!?" નેહાએ રડમસ આંખે પૂછ્યું.

            સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભર્યો અને નેહાની સામેથી ઉભો થયો.

            “તે મને આપેલાં એ વચન માટે પણ નઈ...!?” સિદ્ધાર્થ હજીતો પાછું ફરીને જવાંજ જતો હતો, ત્યાંજ નેહા પોતાની જગ્યાએ ઊભાં થઈને બોલી.

            નેહા ઊભી થતાં ઝીલ અને અક્ષય પણ પોતાની જગ્યાએ ઊભાં થયાં.

    “તે મને આપેલાં એ વચન માટે પણ નઈ...! વચન માટે પણ નઈ....!?”

            આકાશમાં થઇ રહેલાં વાદળોનાં ઘીમાં ગડગડાટની જેમ નેહાનાં એ શબ્દો સિદ્ધાર્થને કાનમાં ગુંજી રહ્યાં હતાં.

            "આઈ પ્રોમિસ નેહા ....! તને જયારે મારી જરૂર પડશે ....! ત્યારે તારી કોઈપણ મદદ કરીશ ...ગમે ત્યારે ....!" અકોટા બ્રિજ પર ઊભાં-ઊભાં નેહાને આપેલાં વચનના શબ્દો સિદ્ધાર્થને યાદ આવ્યાં "વચન આપું છું ....!"

            "વિચારી લેજે હોં ...!" નેહા ગમ્મત કરતાં બોલી હતી "પછી હું પણ કૈકેયીની જેમ કઈંક આડું તેડું માંગી લઈશ.....જે તને ના ગમતું હોય એવું ...તોય વચન નિભાવવા કરવું પડશે ..!"

            "કીધું તો ખરાં ...તું ગમે તે માંગીશ ....! વચન એટલે વચન ...! હું નઈ તોડું ...નઈ તોડું ...!"

             ઝીલનાં મેરેજ વખતે તેઓ જ્યારે પહેલીવાર મળ્યાં હતાં અને બંને વચ્ચે ફ્રેન્ડશીપ થતાં તેઓ ત્યારે બરોડાંનાં અકોટા બ્રિજ પર ફરવાં ગયાં હતાં. નવી-નવી ફ્રેન્ડશીપનાં ઉત્સાહમાં આવીને સિદ્ધાર્થે નેહાને એ વચન આપ્યું હતું જેનાં શબ્દો હવે સિદ્ધાર્થનાં કાનમાં ગુંજી રહ્યાં હતાં. 

            "તું તારું વચન કદી નઈ તોડતો ....!" નેહાએ ફરીવાર કહ્યું "એ વચન માટે પણ તારે મારી વાત માનવીજ પડશે ...!"

            કશું જ નક્કી કરી ના શકતાં સિદ્ધાર્થ વિચારે ચઢી ગયો. વચન પૂરું કરવું કે તૂટવાં દેવું ...!? એ પ્રશ્નમાં તે અટવાઈ પડ્યો.

            આકાશમાંથી થોડી વાર પહેલાં શરુ થયેલાં છાંટાઓ હવે ધીરે -ધીરે વધવાં લાગ્યાં હતાં.

            શંભુ કૉફી શૉપની એ લૉબીવાળી બેઠકમાં હવે એ ત્રણ સિવાય બાકીની બેઠકોમાં બેઠેલાં લોકો જેઓ પલળવાં ના માંગતાં હોય તેઓ કૉફી શૉપમાં અંદર દોડી ગયાં.

            ઊંધા ફરીને ઊભેલાં સિદ્ધાર્થે કોઈ જવાબ ના આપતાં નેહા હવે રઘવાઈ થઈ અને હાંફી રહી હોય એમ શ્વાસ લઈ રહી. વરસાદ વધવાં લાગતાં ત્રણેય જણ ભીંજાવાં લાગ્યાં. અક્ષય અને ઝીલ પણ પોતાની જગ્યા ઉપર ઊભાં-ઊભાં સિદ્ધાર્થની પીઠ તાકી રહ્યાં.

            "તું એ વચન માટે પણ મારી હેલ્પ નઈ કરે ...!?" નેહાએ હાંફતાં સ્વરમાં પૂછ્યું.

            તેનાં સ્વરમાં હવે આશ્ચર્યનો ભાવ હતો.

            “હું દશરથ નથી નેહા....!” નેહા તરફ જોઈ સિદ્ધાર્થ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “પણ તું તો ખરેખર કૈકેયી નીકળી....!”

            એટલું બોલીને સિદ્ધાર્થ પાછું ફરીને જવાં ગયો.

            “તને સોગંધ છે તારાં એ પ્રેમની.....!” ત્યાંજ નેહાએ હાંફતા સ્વરમાં સહેજ મોટેથી કહ્યું “જે તું મને કરે છે.....!”

            “ઘરરર....!” એક જોરદાર વીજળીનાં કડાકાં સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. 

            સિદ્ધાર્થે ચોંકીને નેહાએ સામે જોયું. હવે ઝીલ પણ ચોંકીને નેહા સામે જોઈ રહી હતી.

            “તને સોગંધ છે તારાં એ પ્રેમની..... પ્રેમની...!”

            સિદ્ધાર્થનાં કાનમાં નેહાનાં એ શબ્દો વીજળીનાં કડાકાંની જેમ ગુંજી રહ્યાં હતાં.

            “જે તું મને કરે છે.....! મને કરે છે....!”

            સિદ્ધાર્થની આંખ ભીંજાઈ ગઈ. જોકે ધોધમાર વરસતાં વરસાદમાં કોઈને એ નાં દેખાયું.

            આટલાં વખતથી નેહા જાણતી હતી, કે સિદ્ધાર્થ તેણીને લવ કરે છે.....!

******

 

“S I D D H A R T H”

Jignesh

instagram@sid_jignesh19