Jindagina Antrang - 5 - Last Part in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | જીંદગીના અંતરંગ - ભાગ-5 - અંતિમ ભાગ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

જીંદગીના અંતરંગ - ભાગ-5 - અંતિમ ભાગ

(આપણે આગળના અંકમાં જોયું કે ડોક્ટર સાહેબ મીરાને યાદશક્તિ પાછી લાવવા માટેના ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા હતા.રાઘવને ડોક્ટરએ અનાથાશ્રમમાં પણ મીરાની મુલાકાત કરવા માટે બોલાવ્યા હતા. પરંતુ મીરાને દૂરથી રાઘવને જોતા બેભાન બની ગઈ હતી. એની યાદશક્તિ પાછી આવી ગઈ અને રાઘગ, મીરાને જુવે એ પહેલા તો મીરા બેભાન અવસ્થામાં હતી એટલે એને હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવી અને રાઘવ , મીરાને જોયા વિના જ રહી ગયો મીરાંની યાદશક્તિ પાછી આવી એ રાઘવને ઓળખી ગઈ હતી.પરંતુ હવે મીરાં પોતે શું કરવું એ નિર્ણય લઈ શકતી નથી.) વધુ આગળ...

"મીરા વિચારી રહી હતી કે' હવે હું મારા જીવનનો નિર્ણય કેવી રીતે લઉ!!

"ધીમે ધીમે તે પોતાના અંતરના અવાજને જાગૃત કરતી હતી અને એના અંતરમાંથી એવો જ અવાજ આવ્યો કે 'તારી સાથે અન્યાય થયો છે' એનો તું ગમે તે રીતે બદલો લે!! બળાત્કારીઓને સજા કરાવીશ ત્યારે તારા દિલમાં પડેલ ઘા " નો બદલો પૂરો તો નહિ થાય પણ તારા આત્માને સંતોષ જરૂર થશે અને તો તને તારા પ્રત્યે સન્માન જાગશે . તું એક જગદંબા નારી છે, જે ક્યારેય પણ હારી નથી. અંતરમાંથી એને વારંવાર એક જ પ્રશ્ન થતો હતો કે 'તું એમને સજા તો અપાવ .તારી પર જે વેદના વીતી ગઈ છે ,એ સમય તો પાછો નથી આવવાનો,પરંતુ તારી આટલી હદે જીંદગીને બરબાદ કરનાર ગુનેગાર નરાધમોને તું જેલના સળિયા પાછળ પહોંચાડી દે તો જ તારા અંદરના આત્માને શાંતિ થશે.

"મીરાને હવે ખબર પડી કે હવે એને શું કરવું, રાહ જોયા વિના મીરાએ એના ભાઈનો ફોન નંબર તો હતો નહીં ,એટલે એક કાગળ લખ્યો અને એના ભાઇને ત્યાંનું એ રહેતી હતી તે જગ્યાનું સરનામું આપ્યું અને અનાથાશ્રમમાં બોલાવ્યો . એનો ભાઈ પત્ર વાંચીને ફટાફટ મીરાને મળવા આવી ગયો .

ગમે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય પરંતુ લોહીના સંબંધો ક્યારેય ભૂલી શકાતા નથી કે તૂટતા પણ નથી, અને એમાં ભાઈ-બહેનનો સંબંધ તો ક્યારે પણ તૂટે નહિ એના ભાઈને મીરાને અહીં મોકલ્યા પછી ખૂબ જ પસ્તાવો થયો હતો .એને મીરાની શોધ પણ કરી હતી ,પરંતુ ખૂબ જ મોડું થઈ ગયું હતું. એને ખબર પણ ન હતી કે ' એની બેન ક્યાં છે?

" પત્ર મળ્યો કે તરત જ એની પત્નીને કીધા વિના તે સીધો જ અનાથાશ્રમમાં આવી ગયો અને મીરાને મળ્યો..એના ભાઈને જોઈને મીરાની આંખમાંથી આંસુ સરી પડ્યા એને કહ્યું ; ભાઈ તે મારી સાથે કેમ આવું પગલું ભર્યું.એક બહેન માટે ભાઈ પિતા તુલ્ય હોય છે .મારી એ વખતની ખરાબ હાલતમાં મને અહીં લાવીને મૂકી દીધી.

" એનો ભાઈ ભેટીને રડવા લાગ્યો અને કહ્યું; બહેન મારો કોઈ વાંક નથી એ સમય અને સંજોગનો વાંક હશે, હા,હું થોડો લાલચુ બની ગયો હતો તારી ભાભીની વાત માં આવી ગયો અને પૈસાની લાલચમાં આવી ગયો ."મારી બહેન તું મને માફ કરજે "એમ કહીને ખુબજ રડયો અને મીરાની માફી પણ માંગી.

ગમે તેવી હોય પરંતુ બેન ભાઈને માફ કર્યા વિના રહેતી નથી એને પોતાના ભાઈને માફ કરી દીધો અને કહ્યું; ભાઈ મારે તારું કામ છે બસ મારે કાંઈ જોઈતું નથી .જો તને પસ્તાવો દિલથી થતો હોય તો તું મને સાથ આપ મારી સાથે કયા લોકોએ બળાત્કાર કર્યો છે એના મને ગમે ત્યાંથી સરનામાં લાવી આપો. હું મારો બદલો લેવા માગું છું ગમે તે કરીને તું મારું આટલું કામ કરી દે.

" એના ભાઈએ કહ્યું; હવે તો તું મને મળી એ જ મારા માટે ઘણું છે, હવે હું તને ગમે તે રીતે એ લોકોના સરનામાં લાવી આપીશ. તેઓ આપણા ગામના જમીનદારના છોકરા છે. ભલે શહેરમાં રહે છે પરંતુ હું ગમે તે કરીને તને સરનામું લાવી આપીશ .એમ કહીને એનો ભાઈ ઘરે ગયો "

"થોડા સમયમાં એના ભાઈએ મહેનત કરીને મીરાને સરનામાં લાવીને આપી દીધા. અને એનો ભાઈ ફોન નંબર પણ એનો આપતો ગયો .

"ધીમે, ધીમે હવે મીરાએ શોધખોળ શરૂ કરી એને જાણ્યુંકે' ચારેય નબીરાઓ શહેરમાં જુદા,જુદા સ્થળે રહેતા હતા અને એમના લગ્ન પણ થઇ ચુક્યા હતા .અને થયું કે ખરેખર આ લોકો બીજાને જિંદગી બરબાદ કરીને કેટલા સુખેથી રહે છે .તેમને કેમ ભગવાન સજા નહી કરતો હોય !.

મીરા વિચારવા લાગી કે ' હવે શું કરવું ?
એને થયું કે પહેલા હું વકીલને મળી લઉં હવે એ પૂરી રીતે સજાગ બની ગઈ તેણે સંતોક બાને કહ્યું કે ;મને સારા એવા વકીલની ઓળખાણ કરાવો તો સારું.

"સંતોકબાના જૂના એક વકીલ હતા એમની ઓળખાણ કરી આપી મીરા, વકીલને મળીને એને બધી જ પોતાની સાથે બનેલી વાત કરી.

" વકીલે કહ્યું; તમારેએ લોકોને જેલના સળિયા પાછળ ઘકેલવા હોયતો તમારે મને સબૂત લાવવી આપવા પડશે.

"મીરાએ કહ્યું; એની ચિંતા તમે મારી પર છોડી દો. હવે મીરા પોતાના એક પછી એક પગથિયાં સર કરી રહી હતી. મીરાએ સરનામાંને આધારે ડીક્ષનરીમાંથી ફોન નંબર શોધી કાઢ્યા. પછી એક પછી એકને ફોન કર્યા અને પોતાની જાળમાં ફસાવી દીધા અને કહ્યું; હું જે સ્ત્રી બોલું છું તે તમે જે સ્ત્રીને બળાત્કાર કરીને છોડી આવ્યા હતા તે મીરા છું. હવે, હું તમને ફરીથી કેશ દાખલ કરી રહી છું .

" ચારેય ગભરાઈ ગયા અને કહ્યું; તમે જે કહો એ કરવા તૈયાર છીએ , કારણ કે બધા નો સંસાર શરૂ થઈ ચૂક્યો હતો અને જેલના સળિયા પાછળ જવું કોને ગમે!

" મીરાએ કહ્યું; તો તમે અનાથાશ્રમની પાછળ એક મંદિર છે તે મંદિરની પાછળ જે અંબિકા માતાની નાની દેરી છે. ત્યાં આવીને મને મળજો "

"ચાર જણા તૈયાર થઇ ગયા '

"મીરા એમને ફોન કર્યો તો તે લોકો આવી ગયા .મીરા ,હવે બહુ જ હોશિયાર થઈ ગઈ હતી ,એને પહેલેથી જ ત્યાં એક નાના ઝાડ પર એક કેમેરાને ફીટ કરી દીધો હતો અને બીજો કેમેરો પોલીસ સ્ટેશનમાં ફીટ કરી દીધો હતો .આ ચાર જણા આવ્યા .

"મીરાએ શરૂઆત કરી અને કહ્યું; મે તમારું શું બગાડ્યું હતું કે તમે લોકોએ મારી આવી હાલત કરી છે.

" ચારે જણાએ કહ્યું કે હવે વધારે પડતું બોલીશ નહીં નહિતર તને અહીં અહીં મારી નાખીશું'

"મીરાએ કહી દીધું કે જો તમે મને મારી નાખશો તો મેં પહેલેથી ચિઠ્ઠી લખીને આવી છું ,એટલે તમે ચારે પોલીસના હવાલે થઇ જશો.

" એ લોકો ગભરાઇ ગયા "

"ચારેય જણાએ વિચાર્યુંકે ચિઠ્ઠીમાં લખેલી બધી સાબિતી મળી જશે.આપણે હવે બીજી રીતે કામ લેવું પડશે '

"મીરાએ કહ્યું; પરંતુ તમે લોકોને મારી આવી હાલત કરતા સહેજ પણ શરમ ના આવી! બળાત્કાર કરતાં પહેલાં વિચાર્યું નહિ ,મારી જિંદગી તમે અંધારામાં નાખી દીધી. મારી સ્ત્રી તરીકેની મારી બધી જ ભાવના તમે તોડી નાખી .મારી દીકરીનો બાપ આમાંથી કોણ છે? એ મને પણ ખબર નથી! તમે લોકોએ જીવતી સ્ત્રીને જીવતી લાશ બનાવી દીધી.

"ત્યારે કહ્યું કે અમે એ વખતે એવા નાના હતા.અને યુવાનીની જોશમાં તારી પર બળાત્કાર ગુજારી દીધો, એનું અમને અત્યારે દુઃખ થાય છે ,પરંતુ એનો કોઈ રસ્તો નથી.

" ત્યારે એને કહ્યું બીજો કોઇ રસ્તો નથી પણ તમે પોલીસની સામે સાચું બોલી જાવ અને મારી દીકરીને તમારામાંથી ગમે તેનું નામ આપો .

"તને શું ખાતરી છે કે ,અમારી દીકરી છે .

"ત્યારે મીરા ગુસ્સે થઇ ગઈ અને બોલી કે; હું તો પાગલ બની ગઈ હતી મને તો ખબર પણ નથી કે તમારા કારણે મારી આટલી જિંદગી બગડી રહી છે પરંતુ મને બધી હકીકત ની ખબર પડી ગઈ છે તમે ચારે જણાએ મારા પર બળાત્કાર કર્યો અને મને હોસ્પિટલમાં દાખલ કરી એમ કરીને બધી જ વાત બોલી નાખી.

" કેમેરામાં પોલીસ બધું જ શાંતિથી જોઈ રહી હતી એને તાત્કાલિક આવીને એ લોકોને કેદ કરી લીધા '

" વકીલે પણ સાબિતી મલી જતા સજા કરાવવામાં સફળ રહ્યા.'

" હવે મીરાને પોતાના આત્માને સંતોષ થયો કે એને ગુનેગારને સજા ફરમાવી દીધી છે હવે જે થઈ ગયું હતું તે સમય તો પાછો આવવાનો નથી, પરંતુ સજા આપીને પોતાના આત્માને સંતોષ થયો .

"મીરા ને હવે બીજું પગથિયું સર કરવા માટેનો સમય આવી ગયો હતો..એ ઘરે આવી અને વિચારવા લાગી કે મારી સાથે જે લોકોને ખરાબ પગલું ભર્યું હતું. એમને સજા થઇ ગઈ એની જાણ મારા ભાઈને કરી દઉ. પોતાના ભાઇને ફોન કરીને કહ્યું;ભાઈ હવે તારો "ખૂબ આભાર "કે તે મારી જિંદગી મને જે લોકોના સરનામા મેળવી આપ્યા એને હું સજા અપાવવામાં સફળ રહી.

" તેના ભાઈએ કહ્યું :બહેન તું મારી બેન છે લોહીના સંબંધમાં એવો આભાર" વ્યક્ત કરવાનો ન હોય ,ત્યારે કોઈ કામ હોયતો કહી દેવાનું, ત્યારે એની મીરાએ કહ્યું;ભાઈ મારે હવે બીજું કોઈ કામ નથી. બસ જે દિવસ હું તને ફોન કરું એ દિવસે તું હાજર થશે અત્યારે કોઈ કામ નથી તું તારું કામ કરેજા. એમ કરીને મીરાએ ફોન મૂકી દીધો.

'બીજો વિચાર એના મનમાં હતો એને અંજામ આપવાનો હતો .મીરાએ, હવે ડોક્ટર સાહેબને કહ્યું કે; મારે રાઘવને મળવું છે!

"અત્યારે તને મળવાનો કેમ વિચાર આવ્યો'

" ત્યારે મીરા એ કહ્યું કે: ડોક્ટર સાહેબ એ મારા પતિ છે અને એમનો એકસીડન્ટ થયો હતો અને એના કારણે હું યાદદાસ્ત ગુમાવી ચૂકી હતી. અને તે જ્યારે અહીં આવ્યા ત્યારે બારીમાં તેમને જોતા મારી યાદદાસ્ત પાછી આવી છે, પરંતુ હવે હું તને મળવા માગું છું.

"ડોક્ટર સાહેબ કહે ;આવતી કાલે રાઘવ આવી જાય તેવા પ્રયત્નો કરીશ.

"બીજા દિવસે ડોક્ટર સાહેબ ફોન કરી અને કહ્યું કે;રાઘવ તારે ફરીથી અનાથાશ્રમમાં મળવા આવવાનું છે અહીંયા મીરાને યાદદાસ્ત પાછી આવી ગઈ છે. અને રાઘવ મીરા તને ઓળખે છે!એમ કહીને ડોક્ટરએ રાઘવ સાથે વાત કરી .

રાઘવ તો ડોક્ટર સાહેબ ની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો! અરે ...ડોક્ટર સાહેબ શું વાત કરો છો !મીરા !! મીરા તો મારી પત્નીનું નામ છે જે અત્યારે આ દુનિયામાં નથી.

"ડોક્ટર સાહેબ કહે :રાઘવ;તુ જે મીરાંની વાત કરે છે એ તારી પત્ની છે, એ જીવે છે. તારી ગેરસમજ થઈ છે અથવા તો તને લોકોએ ખોટી માહિતી આપી હશે. મીરા અહીંયા જ અનથાશ્રમમાં છે અને તું જે દિવસે અહીં આવ્યો ત્યારે બારીમાં તને જોઈને એની યાદદાસ્ત પાછી આવી ગઈ હતી.

"રાઘવને તો ખૂબ જ નવાઈ લાગી હવે તો રાઘવને મીરાની વાત ડોક્ટર પાસેથી સાંભળીને અંદરથી ખૂબ જ ખુશી થઈ અને એને પોતાના અંતરનોપ્રેમ જાણે કે સળવળી ઉઠ્યો હોય એમ બહાર આવ્યો અને તરત જ એને મીરા ને મળવાની ઈચ્છા જાગૃત થઇ ! બાજુમાં માલિની આ બધું જોઈ રહી હતી એને કહ્યું ;રાઘવ તમારા ચહેરાના ભાવ કેમ બદલાઈ ગયા છે! તમે અત્યારે ખુશ લાગો છો! કંઈક નવીન વાત હોય તો મને જણાવો એવું તો શું થર્યું છે! આવતી કાલે અનાથાશ્રમમાં મળવા જવાનો ફોન તો નથી આવ્યો ને ?

"રાઘવ એ પહેલા તો કંઈ જવાબ ન આપ્યો પરંતુ મીરાના ફોટા ઉપર જે હાર ચડાવેલો હતો એને કાઢી નાખ્યો અને પછી માલિનીને કહ્યું :માલિની ,મીરા આ દુનિયામાં જીવે છે! અને અનાથાશ્રમમાં છે અને આવતીકાલે જ મને અંકલે વાત કરી હતી અને આજે પણ ફોન આવ્યો હતો ડોક્ટર સાહેબ નો કે આપણે મીરા ને મળવા જવાનું છે!

માલિનીની પણ ખુશ થઈ ગઈ એને સહેજ પણ ઈર્ષા ન આવી ,કારણ કે એને ખબર જ હતી કે રાઘવના પહેલે લગ્ન થઈ ચૂકેલા હતા અને એની પસંદગીના લગ્ન રાઘવ સાથે હતા અને રાધવે માલિનીને પહેલેથી કહ્યું હતું કે; મીરાનું સ્થાન મારા દિલમાં અલગ છે મીરા મારા દિલમાં સમાવેલી છે એટલે તો એને મીરાનો ફોટો પણ રાખેલ હતો.

"માલિની કહે ;રાઘવ ખુશી -ખુશીથી તમારી સાથે અનાથઆશ્રમમાં આવવા માટે તૈયાર છું હું પણ મીરાને મળવા તૈયાર છું. મને સહેજ પણ દુઃખ નથી . ખૂબ ખુશ છું કે ,તમારા પ્રથમ પ્રેમને મળી શકીશ. એને મારી મોટી બહેનની જેમ જ રાખીશ આપણે બંને ખુશી, ખુશીથી એને મળવા નીકળીએ.

માલિની ખૂબ જ પોઝિટિવ વિચારો ધરાવતી હતી અને સંસ્કારી પણ હતી .માલિની પણ જાણતી હતી કે 'કોઈપણ વ્યક્તિ પોતાના "પ્રથમ પ્રેમને ક્યારેય ભૂલી શક્તો નથી "અને માલ એની પણ તમને ભૂલવા માગતી નહોતી જો વિરોધ કરે તો કદાચ રાઘવ એને દૂર કરી શકે એ પણ એને ડર હતો એટલે એને બધું જ સ્વીકારવા મન થી નક્કી કરી લીધું હતું.

"બીજા દિવસે રાઘવ અને માલિનીને અનાથાશ્રમમાં મીરા ને મળવા માટે પહોંચી ગયા ડોક્ટર સાહેબ તો પહેલેથી જ ત્યાં હાજર હતા સંતોકબા પણ ત્યાં જ હતા રાઘવ અને મીરાંએ હોલમાં બેસાડ્યા અને સંતોકબા મીરા ને લેવા માટે એના રૂમમાં ગયા"

"રાઘવનું તો હૈયું હિલોળે ચડયું હતું એને તો આજે મીરાને મળવાનો અતિશય આનંદ હતો એને મીરા સાથેની વિતાવેલી ક્ષણો યાદ આવી રહી હતી, એને મીરા સાથે ગુજારેલા દિવસો પણ યાદ આવી રહ્યા હતા. બાજુમાં માલિની પણ હતી રાઘવ ,માલિનીનું ખૂબ જ ધ્યાન રાખતો હતો એને પણ ચાહતો હતો. પરંતુ એને મીરા સાથે જે લગાવ હતો એટલો લગાવ એફરી કરી શક્યો ન હતો. છતાં પણ માલિની અને રાઘવનો સંસાર સુખેથી ચાલતો જ હતો. પરંતુ અચાનક મીરાનાં આગમનથી રાઘવનું દિલ હચમચી ઊઠયું હતું!!!

સંતોકબા મીરા ને લઈને આવી રહ્યા હતા ત્યાં રાઘવ જ ઊભો થઈને મીરા સામે પહોંચી ગયો અને મીરાને ભેટી પડ્યો .મીરા પણ રાઘવને જોઇને ખુબ જ રડી ગઈ. આ દ્રશ્ય આજુબાજુના લોકો જોઇને એમની આંખમાં પણ આંસુ આવી ગયા જાણે કે સારસ બેલડી ની જોડી આજે ખૂબ જ તડપીને એક સરસ મિલનમાં પોતાની તડપને બુઝાવી રહી હોય એવું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું.

"રાઘવ ,મીરા અને માલિની ત્રણેય જણા હોલમાં એકલા બેઠા અને ડોક્ટર સાહેબ અને સંતોકબા ત્યાંથી નીકળી ગયા. એ લોકોએ વિચાર્યું કે ઘણા ટાઇમ પછી મીરાને જિંદગીમાં સારો ટાઈમ આવ્યો છે એટલે તેઓ ત્યાંથી એકાંતમાં છોડીને ચાલ્યા ગયા.

"માલિની પણ રાઘવ અને મીરાંએ એકાંતમાં બેસાડવા માગતી હતી એ પણ બોલી કે મીરાબહેન હું મારે કામ છે, એટલે થોડીવાર પછી આવું છું, એમ કહીને માલિની પણ નીકળી ગઈ.

"હા, માલિની આંખમાં થોડા આંસુ ટપકી રહ્યા હતા ,પરંતુ મીરાં અને રાઘવએ આંસુ જોઈ ના જાય એવી રીતે પોતાના સાડીના પાલવથી ઢાંકી દીધા અને એ પણ બગીચામાં જઈને એક હિંચકા ઉપર બેસી.

મીરાનું દિલ પણ માનતું ન હતું કે માલિની એમનાથી દૂર બેસી ગઈ છે .એક સ્ત્રી બીજી સ્ત્રીની વેદનાને સમજી શકે છે અને અહીં તો એક પુરુષને છે,અને બે પત્નીઓ.. એવું દ્રશ્ય સર્જાયું હતું .

"રાઘવને પણ મનમાં થતું હતું કે કોને શું કહું! એ જ સમજાતું નહોતું ,પરંતુ હા ,એનું દિલ તો મીરાની સમક્ષ ખેચાતું હતું.

મીરા અને રાઘવ બંને બેસીને ભૂતકાળની બધી જ વાતો કરી અને મીરા સાથે જે બન્યું હતું કે બધું જ એને રાઘવને કહ્યું ;અને રાઘવને કહ્યું કે; રાઘવ મારી જિંદગીમાં ખૂબ જ ખરાબ બનાવ બની ગયા છે મારી પર બળાત્કાર પણ થયો હતો એ ગુનેગારોને મેં સજા આપી દીધી છે. એટલામાં મયુરા આવી ગઈ અને મીરા અને રાધવ ની વચ્ચે જ બેસી ગઈ.

રાઘવએ પ્રેમથી મયુરા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું; બેટા' તારી મમ્મી હવે એકદમ સરસ થઈ ગઈ છે તું ચિંતા ન કરીશ!

"મયુરાએ કહ્યું તમારા ઉપકારનો બદલો કેવી રીતે વાળીશ. તમને જોઈને જ મારી મમ્મી ની યાદદાસ્ત પાછી લાવવામાં મદદ કરી છે.

"રાઘવ કહે બેટા હવે તું ચિંતા ન કર તારી મમ્મીને હવે હું મારા ઘરે લઈ જવાનો છું અને એની સાથે તારે પણ આવવાનું જ છે'

"મીરા ને રાધવ સાથે વાત કરવી હતી એટલે કહ્યું ; મયુરા, તુ અત્યારે કામમાં મદદ કર હું આવું છું. મયુરા ત્યાંથી ચાલી ગઇ...

"મીરા એ કહ્યું :રાઘવ મયુરા એ મારી અને તમારી દીકરી નથી એ તો બળાત્કારીઓના બળાત્કાર નું પરિણામ છે પરંતુ મારી દીકરી મારી લાગણીનો ભંડાર છે મારી મમતાની મૂરત મારી દીકરીમાં સમાયેલી છે"

"રાઘવ એ કહ્યું મીરા તું જેવી છે એવી હું અપનાવવા તૈયાર છું એમાં તારો કોઈ દોષ હતો નહીં ,સંજોગો એવા કદાચ બન્યા હશે પરંતુ હું તને જેવી એવી અપનાવીને તને મારા ઘરે લઈ જવા માગું છું અને મયુરાને પણ મારી સાથે જ લઈ જઈશ અને મારું જ પિતા તરીકેનું નામ આપીશ. એને તરત જ માલિનીને બુમ મારી..

"માલિની ત્યાં આવી અને રાઘવે માલિનીને કહ્યું ; મીરા અને તેની દીકરી એટલે કે મારી દીકરી તરીકે આપણા ઘરે લઈ જવા માગું છું તને કંઈ મુશ્કેલી તો છે નહીં ને!!

"માલિની રાઘવને ગુમાવવા માંગતી નહોતી અને પોતે પણ જાણતી હતી કે પહેલો હક મીરાનો છે એની પહેલી પત્ની છે એને કહ્યું; બહેન તમે ખુશી -ખુશીથી મારા ઘરે મારી મોટીબેન તરીકે રહી શકો છો અને હું તમારી દીકરીને મારી દીકરીની જેમ જ રાખીશ અને તમે આપણે ખુશીથી એક જ ઘરમાં રહી શકે એમ છીએ .

"મીરા કહે ;માલિની આપણા ભારતીય સંસ્કૃતિમાં એવું કહે છે કે;એક પતિ સાથે બંને પત્ની ન રહી શકે અને મારા સંસ્કારમાં પણ એવું નથી કે હું તારા પતિને છીનવી લવું, હું બિલકુલ ઇચ્છતી નથી કે, તમને મારા કારણે કોઈ પણ તકલીફ પડે!!

"માલિની કહે ;મીરાબહેન હું જાણું છું પરંતુ સમય અને સંજોગોએ આપણને બંનેને એવા કિનારે લાવીને મૂકી દીધા છે કે આપણે પાસે આના સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં અને મારી ઇચ્છા અને રાઘવની ઈચ્છાને માન આપીને તમારે અમારા ઘરે આવવાનું છે તમારે હવે કંઈ જ પણ બોલવાનું નથી.

"મીરા કહે ;કંઈ વાંધો નહીં હું આવવા માટે તૈયાર છું પરંતુ મારી એક શરત છે કે મારે ફરીથી રાઘવના સાથે લગ્ન કરવા છે તો તમે તૈયાર હોય તો, બસ થોડા સમયમાં બંને લગ્ન કરી લઈએ અને ફરીથી હું ત્યાં આવવા તૈયાર છું..

"રાઘવ અને માલિની તૈયાર થઈ ગયા અને ડોક્ટર સાહેબને પણ બધી વાત કરી સંતોકબા એ પણ કહ્યું હું બધી તૈયારી કરી દઈશ બસ બે દિવસમાં બંને ને લગ્નની તૈયારી કરવાનું નક્કી કરી દીધું'

"મીરા આગળના દિવસે ખૂબ જ વિચારવા લાગી એને થયું ,હું એક સ્ત્રી છું" હું પણ રાઘવને પ્રેમ કરું છું ,એટલો પ્રેમ માલિની પણ કરે છે હું રાઘવને લાયક તો બિલકુલ નહિ નથી. રાઘવ મને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ મારી જાતને હું અપવિત્ર માની રહી છું અને વળી માલિની બિચારી નિર્દોષ આમાં પોતાની દિલની લાગણીઓને હોમી રહી છે એટલે હવે મારે માલિની અને રાઘવ બંનેને એક કરવા છે. હું એમની સાથે રહીને એક બીજી સ્ત્રી નું સ્થાન લેવા નથી માગતી !અને બીચારી માલિની નો શો દોષ છે? એ તો સમય અને સંજોગો પ્રમાણે રાઘવની જિંદગીમાં આવી ગઈ છે, અને એ પણ રાઘવને ચાહે છે, એટલે મીરાએ વિચાર્યું કે આવતીકાલે હું મારા મનથી વિચાર્યું છે એ જ કરીશ.

"બીજા દિવસે મીરાની ઈચ્છાને પૂરી કરવા બધા ભેગા મળીને એના લગ્ન નું આયોજન કર્યું .લગ્નના દિવસે ખુબ સરસ રીતે મીરા તૈયાર થઈ ગઈ હતી અને મયૂરા પણ ત્યાં જતી . હવે તો રાઘવ પણ આવી ગયો હતો અને લગ્નની તૈયારીઓ શરૂ થવાની હતી એટલામાં તો લગ્નની વિધિ શરૂ થઈ ગઈ અને લગ્ન મંડપમાં મીરા અને રાઘવ બંને આવી ગયા અને એમના લગ્નની શરૂઆત થઈ ગઈ. મીરાના લગ્ન સંપન્ન થઈ ગયા અને માથામાં સિંદૂર પણ ભરી દીધું અને મીરાં ઊભી થઈને રાઘવ ના પગે પડવા જતી હતી ત્યાં જ ઢળી પડી અને ત્યાં ને ત્યાં પોતાના પ્રાણ પંખેરૂ ઉડી ગયા .

"ડોક્ટરસાહેબને જોયું તો મીરાને ઝેર ખાઈ લીધું હતું અને પોતાને હાથમાં એક ચિઠ્ઠી પણ હતી. મીરા આ દુનિયામાં નથી. તો ત્યાં ને ત્યાં રાઘવ ખૂબ જ રડી પડ્યો . મયુંરા ખૂબ બૂમો પાડીને રડવા લાગી બધાના હદય અને દિલમાં આઘાત લાગ્યો .

" રાઘવને તરત જ સંભાળી લીધો અને ડોક્ટર સાહેબ એ ત્યાં ને ત્યાં મીરાના હાથની ચિઠ્ઠી લઈને વાંચવાની શરુ કરી..

પ્રિય રાઘવ,

"હું ,તને ખૂબ જ પ્રેમ કરું છું અને મને ખબર છે! તું, પણ મને ખૂબ જ પ્રેમ કરે છે અને એનાથી વધારે તો તારી પત્ની પર મને ખૂબ જ આત્મસનમાન છે 'કારણ કે એ તો આપણા વચ્ચે ક્યારે આવી નથી ,પરંતુ હું કદાચ આવી ગઈ હોય એવું લાગે છે, રાઘવ તારી પત્નીને જોઇને મને એમ થાય છે કે ખરેખર !હું, એનો પ્રેમ છીનવવા નથી માગતી અને હું પણ તારે લાયક રહી નથી. મારું શરીર અપવિત્ર બની ચૂક્યું છે મારી દીકરી છે. બસ હું ઈચ્છું છું કે ;તું મયૂરાને પોતાની દીકરીની જેમ રાખીશ અને માલની તુ માતાનો પ્રેમ આપીશ એવી ઈચ્છા રાખું છું! મારી મયુરાનું આ દુનિયામાં જે ગણો એ તમે લોકો જ છો અને મારા ભાઈને પણ સંદેશ કરી દેજો અને ભાભીને પણ કહેજો કે તેમને માફ કરી દીધા છે, બસ હવે હું બધાથી વિદાય લઈ રહી છું. અને તમે લોકો મને હસતા હસતા વિદાય આપજો .મારા જીવનના અંતરંગમાં તમે બધાએ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે.

" ઈચ્છા રાખું છું કે; તમારા જીવનના અંતરંગ હંમેશા રંગીન રંગોથી ભરી જાય, તમારું જીવન સુખમય બને અને તમે લોકો હંમેશા ખુશ રહો અને મારી મયુરા પણ ખૂબ સારો અભ્યાસ કરે ,આગળ વધે અને સારા સંસ્કાર પામે અને એના પિતાનો પ્રેમ મળે એ સાથે હું વિદાય લઈને નીકળી રહી છું..

જીવનના અંતરંગ સાથે વિદાય લઈ રહ્યો છું.

"પત્ર વાંચતાં સાથે બધાના હૈયા ભરાઈ ગયા" બધા જ રડી પડ્યા અને વિધિસર મીરાની મરણવિધિ પતાવીને રાઘવ અને માલીની બંને જણે મયુરાનું દીકરી તરીકેનું ફોર્મ ભરીને પોતાના ઘરે લઇ ગયા અને આજે મીરાને યાદ કરી રહ્યા છે.રોજ મીરાની તસ્વીર પર હાર ચઢાવે અને યાદ કરે છે . મયુરાને માતા-પિતા બન્નેને ખુબજ પ્રેમ આપી રહ્યા છે અને પાલન પોષણ કરી રહ્યા છે. જિંદગીના અંતરંગમાં ની મીરાની કહાની અહીં પૂરી થાય છે.