Jindagina Antrang - 1 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | જીંદગીના અંતરંગ - ભાગ-1

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

જીંદગીના અંતરંગ - ભાગ-1


પ્રસ્તાવના
*********

નમસ્કાર મિત્રો,

આજે હું એક નવલકથા લઈને આવી છું.જેમાં એક સ્ત્રીની જિંદગીના અંતરંગનું મે આલેખન કર્યું છે ઘણી વખત એવો સમય આવી જાય છે કે પોતાના પારકા બની જતા હોય છે.અને પારકા પોતાના બની જતા હોય છે .

અહીં મીરા,રાઘવ,માલિની,મયુરા, સંતોકબા,
અનાથાશ્રમના સંચાલક,વકીલ વગેરે કાલ્પનિક પાત્રો છે.

મીરા નામની યુવતીને રાધવ સાથે લગ્ન થાય છે અને થોડા દિવસ પછી હનીમૂન માટે ઉદેપુર જાય છે ત્યાં રાઘવનું એક્સિડન્ટ થાય છે અને મીરા પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂકી છે અને તે કંઈ બોલતી નથી, અને ત્યાં સાસરીવાળા રાધાને એના પિયર મૂકી આવે છે એના ભાઈ - ભાભી પણ જાણે રાધા બોજ હોય એમ એને ખેતરમાં એક ઓરડીમાં રાખે છે ત્યાં એનો બળાત્કાર થાય છે, બળાત્કારીઓ મીરાના ભાઈ -ભાભીને પૈસા આપીને કેસ કરવા દેતા નથી, અને તેઓ બળાત્કારીઓને મીરાને સોંપી દે છે બળાત્કારીઓ હોસ્પિટલમાં જઈને એને દાખલ કરી દે છે હોસ્પિટલના ડોક્ટર ,મીરાને અનાથાશ્રમમાં મૂકે છે.મીરાંને એક મયુરા નામની છોકરીનો જન્મ થાય છે અને પછીની કહાની તમે આગળ વાંચી શકો છો એના જીવનમાં કેટલો સંઘર્ષ આવ્યો અને એની જિંદગીમાં કેવા અંતરંગ ભરાયા છે એ બધું આગળ વાંચો.....

જીવનના અંતરંગ ભાગ/1
____________________________

રાજસ્થાનમાં પહાડી ટેકરીઓની વચ્ચે ખળખળ કરતા ઝરણાં વચ્ચે ,કુદરતે સર્જેલી કુદરતી લીલીછમ હરિયાળી વચ્ચે એક સુંદર મજાનું ગામ હતું.આ ગામમાં મીરાં નામની એક સુંદર યુવતીના લગ્ન થયા હતા.

મીરા સાસરીમાં ખૂબ માનપાન ધરાવતી હતી. મીરા ખૂબજ દેખાવડી અને સમજુ હતી.એનો પતિ રાઘવ પણ મીરાને ખૂબ પ્રેમ કરતો હતો. લગ્નની શરૂઆતથી મીરા ખૂબ ખુશ હતી. મીરાનો પતિ એક હોટેલનો માલિક હતો એટલે સુખી પરિવાર હતો.મીરા બધા લોકોમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ હતી.

એક દિવસ મીરા અને તેનો પતિ હનીમૂન માટે ઉદેપુર આવ્યા.અને ઉદેપુરની દરેક જોવાલાયક સુપ્રસિદ્ધ જગ્યાઓ ધરાવતી બધી સ્મૃતિઓ જોઈ અને ખુશી અને આનંદ મેળવ્યો.મીરા અને રાઘવની જોડી એટલે "રામ-સીતાની જોડી." બંને જણા "હનીમૂન" કરીને ઘરે નીકળી રહ્યા હતા.અને અચાનક એમની બસ એક ઉદેપુરની આગળ મોટી ખીણમાં પડી ગઈ.અને રાઘવનો પત્તો ક્યાંય જોવા ના મળ્યો,કે ના એનું શબ" !!!!

મીરા નીચે ખાબકી ત્યારેજ એને રાઘવનો વિચાર આવ્યો કે શું રાઘવ પણ નીચે પટકાઈ ગયો ,એમ વિચારતાં એ પણ નીચે ખીણમાં પડી ત્યારે એક મોટા વૃક્ષની ડાળીઓમાં પડીને સીધી પાણીમાં પડી ગઈ.નસીબ સંજોગેએ બચી ગઈ.પણ તેની યાદ દાસ્ત ગુમાવી દીધી.

પોલીસ તપાસ પછીએ તેના સાસરીમાં લાવ્યા.અને મીરા પહેલાની મીરા હતી જ નહિ.એક હાલતું ચાલતું હાડપિંજર બની ગઈ હતી એ કોઇને ઓળખતી પણ નહોતી એના ભાઈ અને ભાભી પણ આવ્યા હતા મીરાના માતા-પિતા તો નાનપણમાં ગુજરી ગયા હતા એટલે ભાઈ ભાભી ત્યાં આવ્યા હતા અને મીરાંને પૂછ્યું કે ' મીરા તુ ઓળખે છે અમને! પરંતુ મીરાના મોઢા પર કોઈ હાવભાવ જેવું બિલકુલ દેખાયું નહીં.

સમય વીતતો ગયો અને ત્રણ મહિના જેવું થઈ ગયું હવે ઘરમાં મીરા બધાને બહુ જ લાગવા લાગી જે ઘરમાં મીરાનું રાજ ચાલતું હતું રાત-દિવસ મીરાના ગુણગાન જ કરતા હતા એ લોકોને હવે મીરા ખટકવા લાગી અને એમને થયું તે મીરાના પગલા જ ખરાબ છે એટલે લગ્નના એક વર્ષ પહેલાં જ એને આપણા રાઘવને છીનવી લીધો.

એક દિવસ મીરાના સાસુએ મીરાના ભાઈને બોલાવીને કહ્યું કે; તમારી દીકરીને અહીંયાથી લઈ જાઓ અમારે કંઈ પણ કામ નથી જે હતો મારો દીકરો એ હવે રહ્યો નથી અને તમારી આ ગુમસુમ દીકરીને રાખીને શું કરીએ!! અમારાથી એનું કામ પણ થઈ શકે એમ નથી એમ કરીને કહ્યું કે ;આજથી મીરા તમારે હવાલે કરી છે અમારે અને મીરા ને હવે કોઈ સંબંધ નથી.

મીરાના ભાઈએ મીરાને લઈને પોતાના ગામ આવી ગયો અને મીરાની ભાભીને કહ્યું! મીરા હવે અહીં જ રહેવાની છે ,એટલે મીરાના ભાભી ભડક્યા અને કહ્યું; દિકરીતો સાસરે જ શોભે ..પાગલ થઈ હોય તો પણ એમને રાખવી જોઈએ ને !બસ છોકરો મરી ગયો એટલે એમને ઘકેલી મૂકી આવું તો થોડું ચાલતું હોય .

મીરાના ભાઈએ કહ્યું કે ;ગમે તેવી હોય પરંતુ એ મારી બહેન છે. હવે હું એને ક્યાં મૂકી આવું? સાસરીવાળા રાખવાની ના પાડે છે અને એકબાજુ તું ના પાડે છે .હવે હું કરું તો શું કરું?

હા ,એક રસ્તો છે મીરાના ભાભીએ કહ્યું કે; તમે મીરાને ખેતરે એક જૂની ઓરડી છે એમાં રાખી મૂકો આપણા ઘરે મહેમાન આવે તો આ પાગલની જેમ રહેતી મીરા આપણે બધાને શરમ માં મૂકે એના કરતા ખેતરે જઈને રાખો દઈએ.

મીરાતો એ પણ જાણતી નહોતી કે એ કઈ જગ્યાએ આવી છે કારણ કે એ તો બધી યાદદાસ્ત ગુમાવી ચૂકી હતી હવે એ ખેતરે જ રહેવા લાગી મીરાને ઈચ્છા થાય ત્યારે ભાભીઓ જમવાનું આપતી અને ક્યારેક તો બિચારીને ભૂખે જ સૂઈ રહેતી હતી.

મીરા ખેતરમાં રાજસ્થાની ધૂળની ડમરીઓ માં રમતી જતી હતી એને તો જાણે કે એક નાનું બાળક બની ગયું હોય એમ ચુપ-ચુપકે પ્રવૃતિઓ ઘરે કરતી .હા એને બોલવાનું તો બિલકુલ બંધ હતું એવું નહોતું કે બોલી શકતી નહોતી પરંતુ એ પોતે જાણે મૌન ધારણ કર્યું હોય તેમ રહેતી હતી.

એક દિવસ એવું બન્યું કે મીરાં આ જીંદગીમાં એક કાળી રાત આવીને બની ગઈ હોળીના દિવસો ચાલતા હતા. અને હોળી એટલે રાજસ્થાનનો પ્રિય તહેવાર ગમે તેટલા દૂર રહેતા હોય તો પણ લોકો રાજસ્થાનમાં આવીને જ હોળી નો તહેવાર માણતા હતા. રાજસ્થાનનો પ્રિય તહેવાર એટલે હોળી જણાતો હતો આ હોળીના દિવસોમાં બધા હોળીએ રમતા હતા એવામાં શહેરમાંથી આવેલા ચાર નબીરાઓ ખેતરમાં ફરવા માટે નીકળી પડ્યા અને તેમને જોયું તો એક સરસ મજાની યુવતી નજરે પડી અને બોલી ઉઠ્યા કે ભગવાનને કેટલું સરસ યોવન બનાવ્યું છે !

એ જે યુવતીની વાત કરતા હતા એ બીજી કોઈ યુવતી નહોતી પરંતુ મીરા જ હતી મીરા તો એની મસ્તીમા પાણી સાથે રમી રહી હતી એની શરીર આખું ભીંજાય ગયું હતું એના શરીરમાંથી નીતરતું યોવન નબીરાઓ જોઈ રહ્યા હતા અને એમની દાનત બગડી ગઈ અને એને ઘસડીને એ નાની ઓરડીમાં લઈ ગયા મીરા પણ બૂમ પાડી એ ભલે ભાન વગરની હતી પરંતુ એને ખબર પડી હતી કે આ લોકો મારી સાથે બળજબરી કરી રહ્યા છે પરંતુ લોકો હોળીના તહેવારમાં ખેતરે કોઈ આવ્યું નહોતું બધા જ ઘરે હોળી ની રમઝટ માણતા હતા અને મીરાંએ નાની ઓરડીમાં લઈ જઈને ચારેય નબીરાઓએ બિચારી મીરાને પીંખી નાખી.

મીરા દર્દમાં વિચારી બૂમાબૂમ કરી રહી હતી પરંતુ એનું કોઈ સાંભળે એવું કોઈ હતુંનહીં. મીરા રાતભર એના શરીરના ઘા"સાથે રડતી રહી અને એના શરીરમાં તાકાત ગુમાવતી રહી મીરાની જિંદગીમાં જાણે કે એક સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય એવા પ્રત્યાઘાત પડી રહ્યા હતા .એને યાદ તો કંઈ જ ન હતું,પરંતુ એની સાથે જે વેદના થતી હતી એને ભુલાતી નહોતી.

બીજા દિવસે મીરાનો ભાઈ જ્યારે મીરાને જોવા આવ્યો ત્યારે જોયું તો મીરા તાવમાં અને એના શરીરમાં બિલકુલ નર્વસ થયીને પડી રહી હતી. મીરાનો ભાઈ જોઈને ગભરાઇ જ ગયો એટલામાં એક ઘરડા માજી આવ્યા એમને કહ્યું કે ગામના જમીનદાર છોકરાઓના લીધે મીરાને આવી હાલત થઈ છે મીરા બૂમો પાડતી હતી પરંતુ મારી એટલી તાકાત નહોતી કે હું આવી ને મીરા ને બચાવી શકું, હું, બાજુના ખેતરમાં રહીને એ લોકોની બૂમો સાંભળતી હતી ,પરંતુ કેવી રીતે આવી ને બચાવું, પરંતુ આજે મને થયું કે ,લાવ હું મીરાને જોઇ આવું એટલે આવી છું ,પરંતુ તમે જમીનદાર ઉપર કેસ કરીને મીરાની સાથે જે અન્યાય થયો છે એનો તમે બદલો ચોક્કસ લેજો.

મીરાના ભાઈને પણ ઘણું દુઃખ થયું એને થયું કે "કુદરત અને બધી રીતે કેમ લુંટી રહ્યો છે" અને એવા કયા કર્મ કર્યા છે કે એને બધી બાજુથી નફરત ભરી અને આઘાતભરી વેદનાઓ સહન કરવી પડે છે. તેને વિચાર્યું કે જમીનદાર ના છોકરા છે તો શું થયુ! આવતી કાલે જઈને હું કેશ કરી દઈશ એવું વિચારીને એ રાત્રે એની બહેનને લઈનેઘરે આવ્યો અને ગામમાં દવાખાનું હતું ત્યાં જઈને એને એની બેનને થાય એટલી દવા કરાવી અને ઘરે આવ્યો

ઘરે આવીને મીરાની ભાભીને મીરાના ભાઈએ કહ્યું કે ;હું હવે આવતીકાલે પોલીસ સ્ટેશનમાં જઈને મારી બેનને ન્યાય મળે એ માટે કેસ કરવા જવાનો છું .ત્યારે મીરાના ભાભીએ કહ્યું કે તમારું તો મગજ ભમી ગયું છે કે શું તમે કોને કેસ કરવાની વાત કરો છો એ લોકો કેટલા પૈસા વાળા માણસો છે એ નબીરાઓને કેશ કરીશું તો શું મળવાનું છે કારણ કે પૈસાના જોરે જેલમાંથી થી પણ છુંટી જશે.

મીરાના ભાભીને ગમે તેમ કરીને કેશ ના થાય એ માટે પ્રયત્ન કરી રહી હતી....

ભાગ/૨
આગળ વધુ....