Murder clause - 5 in Gujarati Crime Stories by Jayesh Gandhi books and stories PDF | હત્યા કલમ ની - 5

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

હત્યા કલમ ની - 5

 

  ચેપ્ટર -5

અસ્પતાલ થી પરત આવતાજ ઇન્સ્પેક્ટર એ અર્જુન ને બોલાવી ને કહ્યું " ભિખારી ને પકડી લાવો " ૨૦-૨૫ મિનિટ ગુજરી જતા એક કોન્સ્ટેબલ અને ભિખારી એ અંદર પ્રવેશ કર્યો .પાછળ થી અર્જુન પણ આવ્યો ..હાંફતો હાંફતો બોલવા માંડ્યો

" સાહેબ , આ ભિખારી સફેદ કાર  માં પીઝા ખાતો હતો ..બોલો "

" અર્જુન , આ ભિખારી નથી .. આ ૩ કત્લ નો કાતિલ છે "

" શું ..વાત કરો છો " હવે ચોંકવા નો વારો અર્જુન નો હતો "

" તું એક કામ કર ..આ કેસ સાથે જોડાયેલ તમામ વ્યક્તિ ને પાંચ વાગ્યા સુદી હાજર રહે એમ કર ..અને હા આપણા લાડીલા નેતા  અને કમિશ્નર સાહેબ ને ભૂલતો નહિ ..."

" અને આ ભિખારી ને હમણાં મેહમાન ની જેમ જેલ માં રાખો "

" ઓકે ,સર .."

ભિખારી ને જેલ માં મૂકી ને અર્જુન આવ્યો .. હવે તો વિગત થી વાત કરો .

" હમણાં નહિ સાંજે પાંચ વાગે ..અને એ હું નહિ આ ભિખારી જ કહેશે "

" સારું ..કહી બધા ને પાંચ વાગે હાજર થવા નું કેહવા નું કામ કરવા માં લાગી ગયો .

 

સાંજે  પાંચ ના ટકોરે પુલસી સ્ટેશન માં ,કંચન ,યશોધરા , અવિનાશ ,ગુલ્લુ ,રેહમતખાન ,રઘુવંશી ,કમિશ્નર સાહેબ , ઇન્સ્પેક્ટર પોતે અને અર્જુન હાજર હતો. એક નહોતો  તો  એ પત્રકાર કે જેને રઘવંશી ને કેહવા પર લેખક ની ખબર છાપી  નાખી હતી.

એક હોલ જેવા રૂમ માં બધા ખુરસી પર ગોઠવાઈ ગયા .. જેને જગ્યા મળી તે બેસી ગયા ,બીજા ઉભા રહ્યા . ઈન્સ્પેક્ટરે ઈશારો કર્યો .ભિખારી આવ્યો .. તેને જોતા જ રઘુવંશી ના ચેહરા ના રંગ બદલાયા..

" આવો લેખક મહોદય " આવો .. આ શબ્દ ઇન્સ્પેક્ટર બોલ્યો ..પણ  બધા ના ચેહરા પર કુતુહલ  છવાઈ ગયું. એકદમ  આંચકો લાગ્યો .

યશોધરા ને કંચન નો તો સ્તબ્ધ બનીગયા . રઘુંવશી પથ્થર ની મુરત ... બની ગયો .

ભિખારી એ બનાવતી વેશ દૂર કર્યો તો કીર્તીકુમાર ના દર્શન થયા . જોઈ ને સૌ ચોંકી ગયા .

'તો પછી દરિયા કિનારા વળી લાશ ?"  અર્જુન બોલ્યો .

" અબ્દુલ વહોરા ..સ્કૂલ માસ્ટર ની .." કેમ બરાબર ને ગુલ્લુ .. અવિનાશ ભાઈ ..હીરા વાળા ...

" હા ..બરાબર  છે ..થુંક ગળી જતો હોય એમ ગુલ્લુ બોલ્યો . 

" લેકિન સાબ ઉનકા તો અકસ્માત હુવા થા ..વો ભી ખુદ કી કાર સે.. રહેમત ખાન બોલ્યો .

"ખાન , વો અકસ્માત ભી ઈન ભાઈ સાબ ને હી કિયા થા ..સહી હે ..કીર્તિ કુમાર જી ..

" હા ..સાચી વાત છે ..પણ .. તમે બધા પુરી વાત નથી જાણતા ..

" સત્તા પલટ, દેશ ની સુરક્ષા, હિન્દુત્વ ..એવું જ ને કઈ..

" ઇન્સ્પેક્ટર તમે ખાલી આવનારી બુક ના નામ પરથી માત્ર  અંદાઝ મારો છો .. સાચી વાત કૈક જુદી છે , હું તમને કહું ...

" તા.૨૦.૦૫.૨૦૧૯ ના રોજ હું મોર્નીગ વોક માટે નીકળ્યો .ત્યાં ગાર્ડન ની બહાર  નારાયણ રાવ , હૈદરજમાલ  અને અબ્દુલ વ્હોરા  ત્રણેય કાર   માંથી  ઉતર્યા.  કાર અબ્દુલ વ્હોરા ચલાવતો હતો. ગાડી નંબર.MH -12 ,XRP  -8786. મારુ ધ્યાન જવાનું કારણ હતું કે  બાગ માં જગ્યા  હોવા છતાં તેઓ ત્રણ એક જ બેન્ચ પર બેઠ્યાં. હું તેમની આસ પાસ થોડે દૂર થી રાઉન્ડ લગાવતો હતા.

 તેમના ચેહરા ના હાવભાવ દૂર થી સમજી શકતો . કયારેક ગંભીર , તો કયારેક જુસ્સો અને કયારેક ચિંતાતુર ..થઇ જતા. હું રાઉન્ડ મારતો નજીક આવ્યો તો મને સત્તા પલટ , બૉમ્બ બ્લાસ્ટ ,હિન્દૂ  મુસ્લિમ વિવાદ  જેવા ઘણા શબ્દ કાન પર પડ્યા. હવે મારી આતુરતા વધી .હું તમામ વાતો ધ્યાન થી સાંભળવા ઝાડ ની આડસ લઇ ઉભો રહ્યો .તેમનો સંવાદ કઈ આ પ્રમાણે હતો :

" નારાયણ રાવ, તમારા  કહેવા પ્રમાણે અબ્દુલ સ્કૂલ માં બ્લાસ્ટ કરાવી દે તો ..?

" તો હું તમારા ૩૦ વિદેશી નાગરિક ને ભારત માં રહેવા જમવા ની સગવડ કરવી દઉં ..અબ્દુલ માસ્ટર ને ગરીબી માં થી મુક્ત કરાવી દઉં "

" એજ ૩૦ માંથી એક માનવ બૉમ્બ તરીકે રઘુવંશી ને સભા માં જશે ..અને ... રઘુવંશી ની સાથે ..કેટલાય  નો ખાત્મો ."

" પછી રાજકીય દાવ પેચ રમી હું સત્તા પલટી ને સરકાર બનાવી દઈશ..તમે તમારા સંપ્રદાય ના નેતા ને મારી પાર્ટી માં જોડી દેજો .

"એટલે  દેશ ની સુરક્ષા  અને  હિન્દુત્વ  આ બંને ને તો હું પાણી ના ભાવ માં વેચીશ,,વિદેશી મુદ્રા  કૌમ્ભાડ થી દેશ ને બરબાદ કરીશુ "

" અને અબ્દુલ માસ્ટર તારે હજુ સ્કૂલ માં રહી ને ,, કેટલાય છોકરા ને વિદેશ મોકલી આપવા ના છે ..ખબર છે ને ? ત્યાં છોકરા ને વેચવા થી  આપણ ને બહુ પૈસા મળશે ..  "

" હા ..સાહેબ ,, હું દેખાઉં છું  નાદાન  છું શયતાન નો બાપ .. "મારે રૂપિયા ની જરૂર છે ..બાકી કામ તો કઈ પણ હશે હું  કરીશ..

છેલ્લું વાક્ય બોલતા જ તેની નજર મારી ઉપર પડી ..નજર એક થતા હું ઝડપ થી ત્યાંથી ઘરે આવ્યો ..મેં  ત્રણ શબ્દ એક પણ પાર લખી ને મૂકી દીધા ..

તેમને મને મારી નાખવા ની ધમકી આપી હતી ચિઠ્ઠી માં .. અને એ ચિઠ્ઠી લખેલ હતી અબ્દુલ માસ્ટરે .. આ પરિસ્થિતિ માં થી બહાર નીકળવા મેં યોજના બનાવી એ ત્રણ ને મારી નાખવા ની દેશ અને મારી જાન બંને ને સલામત રાખવા એકજ ઉપાય હતો .એ ત્રણ નું  મોત.

 

મેં યોજના પૂર્વક અવિનાશ ને ફોન કર્યો કે તમારા હીરા મારી પાસે છે ,વાસ્તવ માં તેમના હીરા ની મને ખબર નથી ..હીરા ની તપાસ માં તે મુંબઈ આવ્યો ..મેં ફોન પર કીધું હતું તેમ તેને રઘુવંશી નો સંપર્ક કર્યો .રઘુવંશી એ  અબ્દુલ ની લાશ ને  લેખક ની (મારી) છે એમ કેહવા નું કીધું હતું .તેની વાત પર બધા ને વિશ્વાસ આવી જશે કારણકે તે મુંબઈ બહાર નો અને બેરોજગાર હતો .પાછો દિમાગ નો ખેલાડી હતો એટલે કોઈ ગરબડ નો સવાલ ન હતો .

" બે મિનિટ ..મહોદય .. તમે ..અબ્દુલ માસ્ટર ને કેવી રીતે માર્યો ? તે તો કીધું જ ના . ?

" અબ્દુલ ની ગાડી  રહેમત ખાન ના ભંગાર ની ગોડાઉન માં પડી રહેતી ..તે ની કોઈ ને જાણ   ન હતી . તે સ્કૂલે સાયકલ લઇ ને જતો , સાંજે જયારે તે સ્કૂલ માં થી છૂટી ને રોડ ક્રોસ કરતો હતો ત્યારે ગુલ્લુ એ તેને ઉડાવી દીધો .. અને તેની જ ગાડી માં તેની લાશ બે દિવસ રહેવા દીધી પછી જુહુ ના દરિયા કિનારે  વહેલી સવારે નાખી દીધી. જેને બપોરે  ૧ વાગે અવિનાશે મારી લાશ તરીકે ઓળખી .. અને  પછી મારા બીજા બે શિકાર હતા નારાયણ રાવ ,અને હૈદર જમાલ ..એમને સહેલાય થી પકડી શકાય તેમ ન હતું . કોઈ મને ના ઓળખે ત્યાં સુધી હું ભિખારી બની ને રઘુવંશી સાહેબ ની કૃપા થી બ્લેક ગાડી માં જ રહેતો .. યોગાનું યોગ TV ઉપર ઇન્ટરવ્યુ માટે ( ચર્ચા )

 માટે ..તે પણ મારા મૃત્યુ ની ..તે બંને ભેગા થયા ..ત્યાં હું સ્પોટ બોય બની ને પોટેશિયમ સાયનાઈડ વાળી ચા તેમને આપી ને નીકળી ગયો.

ચા પીધા પછી તેઓ ને સિવિલ  હોસ્પિટલ લઇ ગયા ..હું ત્યાં જ હતો .મેં ઇન્સ્પેક્ટર સાહેબ ,કમિશ્નર  અને રઘુવંશી ને જોયા હતા ..મારા કામ ની સફળતા  થી નેતાજી ખુશ હતા તે  મેં જોયા. મેં માત્ર મારી જાન નહિ દેશ બચાવા આ પગલું ભર્યું .

 

ઇન્સ્પેક્ટર સાહેબ ની પારખી નજર અને દિમાગ થી હું પકડાઈ ગયો .

 

" લેખક શ્રી, તમારી ત્રણ ભૂલ  ને કારણે તમે પકડાઈ ગયા ૧) તમારી ઘેર મને શોક - દુઃખ જેવું ક્યાંય લાગ્યું નહિ ..તમારી સમજાવટ ને લીધે તમારી પુત્રી અને પત્ની એક્ટીંગ કરતા હતા પણ કઈ ખાસ નહિ .. ફોન પર નો તેમનો ભય બનાવટી લાગ્યો .. (૨) ભિખારી  ગાડી માં બેસી ને પીઝા ના ખાય ...તમને એ સગવડ રઘુવંશી પુરી પાડતા હતા ..(૩) પહેલા જયારે તમને નેતા મળવા આવ્યા ત્યારે પબ્લિક હતી તેથી તેઓ પાછા ગયા  અને ફરી સ્પેશ્યલ તમને જ મળવા ( ભિખારી ને ) આવ્યા ..તે એક નવાઈ હતી .૪) દવાખાના માં  બે નેતા મૃત્યુ થી રઘુવંશી ને દુઃખ ને બદલે સંતોષ થયો . તેથી મને લાગ્યું કે આ કોઈ મોટું ષડયંત્ર છે .

બહરહાલ જે થયું તે સારું થયું ... લેખક શ્રી ની દેશ દાઝ ને કારણે આજે  કોઈ દુર્ઘટના ના ઘટી ..આપનો દેશ સલામત છે અને લોકો સલામત છે .તેમને જે કર્યું એ પ્રસંસનીય છે .પણ . ...

કાયદો કાયદા નું કામ કરશે ..એમને ન્યાય મળશે  જે એમના માટે યોગ્ય હશે .. અર્જુન સાહેબ ને કસ્ટડી માં લઇ લો . .. આગળ ની કાર્યવાહી અદાલત માં થશે . અને નેતાજી પણ તેમને બચાવા પ્રયત્ન કરશે ...

"ચોક્કસ ..તેમને મારી ઉપર પણ ઉપકાર કર્યો છે ..અમે સારો વકીલ રોકી તેમને સજા માં છૂટ છાટ મળે તેની દરખાસ્ત કરીશું  .

" લેખક અવિનાશ ની નજીક આવી ને"સોરી અવિનાશ ..મારે તમારા બંને નો આ રીતે ઉપયોગ કરવો પડ્યો "

ઇન્સ્પેકટર અવિનાશ અને ગુલ્લુ ને જોઈ ને " તમે બંને ફરી થી આવા કોઈ કેસ માં સામેલ ના થતા નહિ તો ફરી હું નહિ છોડું .

 

"ઓકે , સર ,, એમ પણ આડકતરી રીતે અમે પણ દેશ સેવા જ કરી છે "

" તમે બધા જાવ ... મને મારુ કામ કરવા દો.."

"સખારામ ..કઈ છે "

"બોલો સાહેબ"

"જા લઇ ને આવ ..વડા એકલા જ પાવ નહીં "

ખુરશી માં બેસે છે ને ...ફોન ની ઘંટી વાગે છે ..ટ્રીન  ટ્રીન ..

ઇન્સ્પેકટર આંખો બેન્ડ કરી ને સુઈ જાય છે

 

(સમાપ્ત)