Murder clause - 4 in Gujarati Crime Stories by Jayesh Gandhi books and stories PDF | હત્યા કલમ ની - 4

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

હત્યા કલમ ની - 4

                                                                        ચેપ્ટર -4

 

 

અવિનાશ સાથે પૂછ પરછ આગળ વધારતા ઈન્સ્પેક્ટરે બોલ્યો :

"તમારી પાસે થી હીરા કોણ લઇ ગયું "?

નથી ખબર ..

તમે જે કીધું એ સાચ્ચું જ છે એમકેવી રીતે માણું ?

"તમે તે તારીખો નો પેપર જોઇ શકો છો .. અને નઈ માનો તો મારુ શું જવાનું  ?

ઓકે .. તો તમે જઈ શકો છો .

તેણે સખારામ ને કહી જાન્યુઆરી માસ ના સમાચારપત્ર મગાવ્યા. અવિનાશ ની વાત સાચી નીકળી. ૫૦ લાખ ના હીરા -હેરાફેરી કરનાર બે સામાન્ય જન. હતા. વાત માન્ય માં ના આવે એવી હતી. પેપર માં લખેલ માહિતી અને અવિનાશ ની વાત સાચી હતી 

ઇન્સ્પેક્ટર  નોટ કરતો હતો કે  ચિઠ્ઠી લખનાર અબ્દુલ વ્હોરા  મળી ગયો, તેપણ તેની  જ ગાડી  થી  અકસ્માત માં મૃત્યુ પામ્યો .  તેણે  ફરી ચિઠ્ઠી કાઢી.ડાયરી માં તેણે ડાયરી માં મુળ સ્થાને  ગોઠવી  ને જોયું તો ડાયરી ના બંને પાના ઉપર તારીખ  હતી . ૨૪.૦૫. ૨૦૧૯ અને  ૨૭.૦૫.૨૦૧૯ વચ્ચે નું  ૨૫.૦૫.૨૦૧૯ અને ૨૬.૦૫.૨૦૧૯  નું પાનું ફાટલું હતું તેના પરની તારીખ મિટાવી દીધી હતી. જેમ જેમ કેસ  ઉકેલતો જાય છે તેમ તેમ કઈ નવી જ વાતો સામને આવે છે.તે કંટાળી ને ઉભો થાય છે . સાંજે ૬.૦૦ વાગે ડ્યૂટી સમાપ્ત થાય પણ તે  ઉભો થઈ ને તેના કવાર્ટર બાજુ ચાલવા લાગ્યો.

જઈ ને T .V  ઓન કરે છે ..આજતક પર બહસ ચાલતી હોય છે. મુસ્લિમ પક્ષ ના નેતા હૈદર જમાલ અને વિરોધ પક્ષ ના નેતા નારાયણ રાવ   T .V  પર છે. મુદ્દો હતો મરનાર લેખક  કે  જે મુસ્લિમ વિરોધી લખાણો લખતો હતો .અને મોજુદ સરકાર તેણે પ્રોત્સાહિત કરતી હતી.

એક ની એક વાત થી કંટાળી તે T .V  બંધ કરે છે .ઇન્સ્પ .પોતાના  કવાર્ટર માં સુઈ જાય છે . અચાનક ઉભો થઇ ને સીધો જ કીર્તીકુમાર ને ત્યાં જાય .કંચન તેણે આ સમયે જોઈ થોડી નવાઈ પામે છે .

"હું માત્ર બે સવાલ પૂછવા આવ્યો છું  ૧.) ૨૪ તારીખ પછી મહોદય નું વર્તન કેવું હતું? અને  ૨) મને તમે બંને શોક મગ્ન કેમ નથી લાગતા

યશોધરા બોલી : ઇન્સ,તેમનું વર્તન થોડુંક પણ અલગ ન હતું , અને  અમને દુઃખ છે પણ તમને કેમ કરી ને બતાવીયે .?

"તમે ક્યારેય સામે થી પોલિશ સ્ટેશન ફોન કરી તપાસ કે કાતિલ વિશે પૂછ્યું નથી  એટલે ..

 " અમારા પૂછતાં પેહલા તમે જ આવી જાવ છો . "

" હું ફરી થી ડ્રોવર અને એમની બુક્સ ચેક કરવા માંગીશ "

ચેક કરતા કરતા લેખક ની આવનારી નવી બુક્સ ના નામ મળ્યા  જેમાં હતું ..સત્તા પલટ ..સવાલ  દેશ સુરક્ષા નો ,અને હિન્દુત્વ જગાડો ..

 ફરી પાછો કવાર્ટર પર આવ્યો . Tv  ઓન કર્યું .. તો પેહલા જે શબ્દ  સ્ક્રીન પર આવ્યા તે હતા ..હમ ઇસ દેશ મેં સત્તા પલટ કર રખ દેંગે . આ નારાયણ રાવ ના શબ્દ હતા .. બીજા  હતા ..દેશ કી સુરક્ષા આજ ખતરે મેં  હૈ . આ હતા શબ્દ હૈદર જમાલ ના .

ઇન્સ્પેક્ટર ની આંખો અને મગજ કામ કરતા બંધ થઇ ગયા .જે શબ્દ એ વાંચી આવ્યો એ જ  TV પર ? કેવી રીતે ?

ઇન્સ્પેક્ટર કોઈ ગહરા વિચાર માં પડી ગયો . તો પછી લેખક નું મૃત્યુ  કોઈ મોટી ઘટના નો સંકેત હતો . શું લેખક જાણતા હતા કે સત્તા પલટ દેશ માં થવાની છે .. કોઈ ના થી દેશ ની સુરક્ષા ને ખતરો છે ? કોણ ? અને જો તેમ નહોતું તો નવી બુક ના નામ અને TV પર ના નામ કોઈ સંયોગ હતો ?

ના આ કોઈ સંયોગ નહતો ... પણ મોટું કાવતરું  હતું.

 

એનો  મતલબ  કે લેખક મહોદય કૈક એવું જાણતા હતા જેનાથી એમની જાન ને ખતરો થયો. હવે તો આ ખેલ નો પડદો  ઉઠવો  જરૂરી છે .

અવિનાશ ને કોને કોલ કરી ને કહ્યું કે તું હીરા માટે લોક સહકાર પાર્ટી ના નેતા "રઘુવંશી" ને મળજે.  રઘુવંશી એ કઈ વાત કરી અવિનાશ ને .. સુ કનેકશન છે ?

ઇન્સ.રાજ  બહાર નીકળ્યો .રઘુવંશી સાથે મળવા ની  પરમિશન  મેળવી .નિયત કરેલ સમય પર પહોંચ્યો .

ઔપચારિકતા પતાવી   ને એને પુચ્છવા ની શરૂઆત કરી .

" તમને જયારે અવિનાશ પ્રથમ વાર મળ્યો ત્યારે તમારે સુ વાતચિત થઇ.?

" એનું કહેવું હતું કે કોઈ ગુમનામ  કોલ હીરા માટે આવ્યો હતો અને  આવીને મને મળે એવું કીધું હતું .

" તમને જ મળે એવું કેમ "? મુંબઈ માં ઘણા બધા નેતા છે  તો પછી તમને જ કેમ મળે ?

" મને સુ ખબર , એતો કોલ કરનાર જાણે "

" તમે કૈક છુપાવો છો .. તમારી આંખો અને હોઠ એકબીજા નો સાથ નથી આપતા "

" તમારી પુલીસ ની નજર શક્કી હોય  એટલે તમને એવું જ લાગે "

" તો સાંભળો ..તમે  જ અવિનાશ ને લાશ ની ઓળખ કરવા લેખક ની લાશ  તરીકે  જાહેર કરવાનું કીધું તું "

કીડી એ ચટકો ભર્યો હોય એમ નેતા ઉછર્યો .. ત..ત તમ તમે ..જૂઠું બોલો છો ..ઇન્સ્પેક્ટર ...આ ખોટો આરોપ છે "

ઇન્સ્પેક્ટર હસી ને " મેં તો આમજ અંદાઝ લગાયો ..પણ તીર નિશાને પર બેઠું .. હવે બાકી ની માહિતી અવિનાશ આપશે  અને હજુ મારી જુહુ સ્પોટ ની તપાસ ચાલુ છે ... પુરી નથી થઇ .  ગુડબાય ..

ઇન્સ્પેક્ટર રિટર્ન  આવી ને પેટ પૂજા પતાવી સુવાની તૈયારી કરે છે .

પણ રાતે આંખ ખુલી જતા છૂટી કેસ ની છૂટી પડેલી કડીઓ જોડવા લાગ્યો .

૧) 25 મે ડાયરી નું પાનું.. એટલે કે લેખક ને ધમકી ૨૫ .૦૫.૧૯ ના  રોજ અથવા તો એક દિવસ પછી મળી .

૨) અબ્દુલ વહોરા ની લાશ  ૫ તારીખ (૦૫.૦૬.૧૯) ના રોજ મળી .અને પુલીસ માં ફરિયાદ ૪ દિવસ પછી. આવી .

૩) લેખક ની લાશ ૦૮.૦૬.૧૯ ના રોજ બપોર ૧૨.૦૦ વાગે .પરંતુ  ઘરવાળા ને ખબર બીજે દિવસે સવારે  ૪.૧૦ ને થઇ .

૪) અવિનાશ ને હીરા નો ગુમનામ કોલ ..નેતાને મળવું .. એક કાવતરા ના કોઈ ભાગ લાગે છે .

૫) આવનારી બુક્સ ના નામ અને મુસ્લિમ નેતા "હૈદર જમાલ ,વિરુદ્ધ પક્ષ ના "નારાયણ રાવ"  TV ઇન્ટરવ્યૂ  માં કેવી રીતે બોલ્યા ?

૬) રઘુવંશી એકદમ ચોંકી કેમ  ગયા .?

.હજુ બે રિપોર્ટ બાકી હતા એક પોસ્ટમોર્ટમ અને બીજો જુહુ ના દરિયા કિનારા ની અર્જુન ને ૩ દિવસ ની રેકી કરવાનું કહ્યું છે..તે .

એવું વિચારતા તે ક્યારેય ગઈ ગયો એને ખુદ ખબર ના રહી.

સવારે રોજ કરતા મોડો ઉઠ્યો ..પોલીસ સ્ટેશન થોડો મોડો પહોંચ્યો .તેને જોતાજ આંખો પહોળી થઇ ગઈ ..ખરશી માં ગુલ્લુ અને અવિનાશ બંને બેઠા હતા .

" કેમ ઇન્સ્પેક્ટર સાહેબ , આટલા મોડા આવશો તો ખૂની કેવી રીતે પકડશો "હસતા હસતા અવિનાશે ટીખળ કર્યું

આજે મૂડ સારો હોય ઇન્સ્પેક્ટર પણ હસતા હસતા બોલ્યો ''એવું નથી  રાતે જરા ઊંઘ મોડા આવી એટલે "

"બોલો તમારે કેમ આવું પડ્યું "?

" જેમનો મને ગુમનામ કોલ આવ્યો તો એ અવાજ હું ઓળખી ગયો છું "

"શું ?"

" હા ..હું બેકાર છું પણ સરકાર ને,કાનૂન ને મદદ કરવાનું , નહીં ભૂલું .. "

" બસ બસ ..મને એ અવાજ કોનો છે એ કહો "

"  લાશ નો "

" હજુ મારે ચા પીવાની બાકી છે .. મારો પિત્તો જાય તે પહેલા ..

" કીર્તીકુમાર નો અવાજ હતો .. ગુસ્સા  બી ને અચાનક ગુલ્લુ બોલી ગયો ...

" વ્હોટ ????????"

 "હા ." અને એ સાચું છે. એજ અવાજ મેં ગઈ કાલે સાંજે TV પર તેમના રેકોર્ડ કરેલા ઇન્ટરવ્યૂ માં સાંભળ્યો.

"હા" બરોબર . ઇન્ટરવ્યૂ હતો કે બહસ ચાલતી હતી ..મેં જોઈ હતી ..પણ પુરી નહોતી સાંભળી .

" એજ ચેનલ પર તેમનો પેહલા નો ઇન્ટરવ્યૂ બતાવ્યો હતો અમે હાઈવે પર ની હોટલ માં જોયો હતો.

"ઓકે , એનો મતલબ લેખક તમને ફોન કરી ને એમ કેછે કે તમારા ખોવયેલ હીરા મેળવવા મુંબઈ રઘુવંશી ને મળો ..રાઈટ ?

" હા " બરાબર

" પણ શું કામ ?

"મને શું ખબર ?

" તો જે ખબર છે એ કહો " નહિ તો કોઈ પણ આરોપ વગર ૩ દિવસ સુધી અંદર નાખી દઈશ.

" કઈ વાત "?

" તમેં  રઘવંશી ને મળ્યા ત્યારે તમને  ક્યાં આદેશ આપ્યા ?"

અવિનાશ બોલ્યો :" અમને એટલું કેહવા માં આવ્યું હતું કે લાશ ને લેખક ની લાશ તરીકે ઓળખવા ની છે.

 

" તમે એમ કરવા કેમ તૈયાર થયા ?"

" અમને એવું કેહવા માં આવ્યું કે " આ દેશ ની સુરક્ષા નો સવાલ છે "

ઇન્સ્પેક્ટર  સાંભળી ને ચૂપ થઇ ગયો . ત્યાંજ અર્જુન .. તેની નીચે કામ કરતો .. પુલીસ કર્મચારી આવ્યો ..

તરતજ ઇન્સ્પેક્ટર એ અવિનાશ ને મદદ માટે આભાર કહી જવાનું કીધું. થોડા મુંજવાયેલ  ભાવ ચહેરા પર રાખી બંને ગયા.

" બોલ અર્જુન ,દરિયા ના સમાચાર સુ છે ..૩ દિવસ થી થયાની હવા ખાતો હતો ને '

" પેહલા કે ખાણી-પીણી નું કંઈક થઇ જાય "

" મારા લગ્ન માં આવે ત્યારે પેટ ભરી ને જમી લેજે ..અત્યારે  તો ડ્યૂટી પર છે એના ભૂલીશ .

" કેવા સાહેબ છો ?... માથું ખંજવાળતા અર્જુન બોલ્યો .

" ચાલ હવે બકવા માંડ.."

" પેહલા મને જુહુ ચોપાટી પર લગાવવા નું કારણ કહો ."

" જે સ્થળે કોઈ ક્રાઇમ થઇ એ સ્થળ પર ગુન્હેગાર એક વખત તો ચોક્કસ આવે ' એવું  મારુ માનવું છે .

" બરાબર સાહેબ ,, વાત જાણે એમ છે કે  ૧૧ તારીખ થી આજ સુધી મેં ત્યાં એક ભિખારી ને જોવ છું "

" કેમ ભિખારી ને '  જુવે છે ?

" જે દિવસ હું જુહુ ચોપાટી પર ગયો ..ત્યાં કેટલા બાળકો ફુગ્ગા સાથે રમતા હતા ...એટલામાં બ્લેક સ્પોર્ટ્સ કાર માં નેતા રઘુવંશી આવ્યા

તેમને બધા ઘેરી વળ્યાં ..પણ ભિખારી તેમને મળ્યો નહિ .  નેતા પાછા ગયા અને ૧૫ મિનિટ માં બીજી સફેદ ગાડી માં આવ્યા ..આવીને સીધા ભિખારી ને મળ્યા ..મળી ને પાછા જતા રહ્યા ". શ્વાસ લેવા અર્જુન અટક્યો.

" બરાબર ..ગુડ.. વર્ક .."

બીજું કે ખબર ?

" ના સર "

"ઓકે ,તું જઈ શકે  અને ખાઈ -પી શકે ..."

ત્રણ નેતા અને અવિનાશ ..એની પત્ની ..આ બધા પ્રાઈમ સસ્પેક્ટ હતા . ઇન્સેપ્ક્ટર ને એટલું તો લાગ્યું કે તેની તપાસ સાચા રસ્તે જઈ રહી હતી.  

ત્યાંજ સખારામ આવ્યો સાહેબ ચાલો સિવિલ અસ્પતાલ માં જવા નું છે .. "

"કેમ , કોને મળવા ?"

' હૈદર જમાલ અને નારાયણ રાવ  બંને ને .. TV પર ઇન્ટરવ્યૂ આપી ને બહાર નીકળ્યા તો બંને ને ગભરામણ થઇ ..ઉલ્ટી થઇ ..અને બેહોશી ની હાલત માં સિવિલ માં દાખલ કર્યા.."

" શું ..આ સવાર થી અત્યાર સુધી નો ૩ જો ઝાટકો હતો .

" કેવાય છે કે તેમને ચા માં કોઈ એ ઝેર આપી દીધું "

"ઓહ નો .."

ચાલ જલ્દી જલ્દી ... દવાખાના ની બહાર પબ્લિક બહુ જ હતી  બંને નેતા ના સમર્થકો   હતા ..

બંને અસ્પતાલ માં પહોંચ્યા તો કમિશનર સાહેબ  પહેલે થી હાજર હતા.દેવેન્દ્ર રઘુવંશી અને દવાખાના નો સ્ટાફ  હતો .

ડૉક્ટર રૂમ ની બહાર આવ્યા ..અને કીધું કે " હું દિલગીર છું .. બંને માંથી કોઈ ને બચાવી શક્યો નહિ ..ઝહેર પુરા શરીર માં ફેલાય ગયું હતું "

ઇન્સ્પેક્ટર ની નજર રઘુવંશી ના ચેહેરાપર ગઈ . તો કોઈ કામ સફળ થયા  નો સંતોષ સાફ દેખાતો હતો…