Murder clause - 3 in Gujarati Crime Stories by Jayesh Gandhi books and stories PDF | હત્યા કલમ ની - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હત્યા કલમ ની - 3

                                                                                          ચેપ્ટર -3

લેખક ની લાશ અને અબ્દુલ માસ્તર ની લાશ વચ્ચે કૈક તો છે ..હવે શું છે એ જાણવા ઇન્સ્પેક્ટર  તપાસ શરૂ  કરી

.અબ્દુલ માસ્તર ના ઘરે ગયો .

"બારણે ટકોરા માર્યા .  બારણું તેની ૧૪ વર્ષ ની છોકરી એ ખુલ્યું . "

" અબ્બા કો લાસ્ટ મેં કબ દેખા થા "

" ૫ તારીખ કો , સ્કૂલ મેં જાતે વક્ત ."

" ઘર મેં કોઈ ઓર હૈ " ?

" હા ,અમ્મી  હૈ , ..લડકી અંદર ગઈ અમ્મી કો બુલાકે લાઈ.

આતે હી ઓરત રોને લગી ,ઇન્સ્પે. ને ઉસે  સાન્ત રાહને કો કહા .

" દેખો , મેં થોડે સવાલ  પુછૂંગા , અગર આપ સહી સહી  જવાબ દેંગે તો શાયદ મેં કાતિલ કો પકડ સકતા હું .

વો સ્વસ્થ હુઈ.. " આઇઍ. અંદર આઇયે "

૨ કમરો કે મકાન હૈ .ગરીબી સાફ દિખતી થી .

ઇન્સ્પ . અંદર જઈ ને એક ચાર પાઈ પર બેસે છે .

" સ્કૂલ મેં જોબ કબસે કરતે થે?"

" ઇધર ૩ બરસ હુંયે "  ગાવ મેં  ૬ સાલ હો ગયે .

" સ્કૂલ મેં જોબ હૈ તો ઇતની હાલત  પતલી કયો હૈ :?"

" ૪ લડકે હૈ એક લડકી હૈ, ગાવ કી જમીન ગીરવી હૈ . ઉસકા વ્યાજ ભી બહુત હૈ 

" ઓકે , આપ મુજે કુછ એસા બતાઇયેં જિસે મુજે કાતિલ તક પહુઁચને મદદ મિલે ,

" થોડું વિચારી ને ... એમની સ્કૂલ ની  બૂક્સ પડી હતી ,  તે બાજુ ઈશારો કર્યો

ઈન્સ્પેક્ટરે ઉભા થઇ બધી જ બુક  લઇ લીધી અને જોવા લાગ્યો . કેટલીક ઉર્દુ ની હતી , ફારસી ની હતી ...અને  અરબી માં લખેલ થોડા કાગળ મળ્યા . એક કોરી ડાયરી મળી  જેના ઉપર નામ લખ્યું હતું . બધા પેજ કોરા હતા

ઈન્સ્પેક્ટરે  ફરી થી ડાયરી જોઈ..અલગ અલગ પાનાં ફેરવી ને  .તેને જોયું તો એક પણ અડધું ફાટેલ હતું.

" હું તેમની આ ડાયરી લઇ જાવ છું . અને જરુર પડશે તો તમને ફરી મલીસ. રહેમત ખાન ને મારી સલામ કેજો .

બહાર નીકળી ને સીધો ગયો ..લેખક ની ઘરે .. દરવાજો ખુલ્લો હતું . કંચન અને યશોધરા  સોફા માં બેઠા હતા .

"મિસ ,,કંચન ... કેમ  છો . ?"

 જવાબ ની રાહ જોયા વગર જ " એક તકલિફ આપું છું .. મને પેલી ચીઠ્ઠી આપશો " જેમાં કઈક ધમકી આપી હતી ..

" કંચન શૂન્ય ભાવે ઉભી થઇ , ડ્રોવર માં થી એક બુક કાઢી એમા ચિઠ્ઠી કાઢી ને હાથ માં મૂકી .

"મેમ , પેલી બુક પણ આપશો .. "

" તેની એ બુક પણ મૂકી ....

" બુક નું હેડીગ હતું ..ઇસ્લામીક ફતવે ઓર સિયાસત .. "  ..ઇન્સ્પે .વિચાર્યું આ ભાઈ (લેખક) ખરેખર મરવાના  ધંધા કરે છે. એ જાતેજ ઉભો થઇ ડ્રોવર ખોલ્યું તો બીજી ગણી બધી બુક્સ નીકળી .કોઈ હિન્દૂ વિરોધી હતી તો કોઈ ઇસ્લામ વિરોધી .  બે  હતી દેશ ની સરકાર અને ભ્રસ્ટાચાર  ઉપર . ..

" હિન્દૂ મુસ્લિમ  ભેગા રેહશો તો આ કહેવાતા ધર્માન્ધ નેતા , મોલવી , પૂજારી  તમને ક્યારેય લૂંટી નહિ શકે .. ફતવા  કાઢનાર ખુદા નથી .

અને ઈશ્વર ક્યારેય કોઈ ને પાસે રૂપિયો માંગતો નથી ... "

આટલું વાંચી ને ઈન્સ્પેક્ટરે બુક બંધ કરી . .. આ લેખક તો આખી દુનિયા નો વિરોધ કર્યો છે .

તે પ્રત્યક્ષ બોલ્યો :

" તમારા પતિ આવું ઉતેજના ફેલાવે .. લડાય ઝગડા થાય તેવું લખતા ..તો તમે એમને રોકતા નહોતા ..

" એ ક્યારેય કોઈ નું સાંભળતા નહોતા . "

" તમે કોઈ એવી માહિતી આપી શકો કે હું કાતિલ સૂચિ પહોંચી શકું "

" અત્યારે તો નથી .. "

" તમે ક્યારે તેમને ટેન્શન માં જોયા .. ભયભીત હોય એવું લાગ્યું  છે ?

" ના ... "

" કોઈ અંજાન વ્યક્તિ નો કોલ હોય ... કોઈ એવું નામ કે તમે પેહલી વાર સાંભળ્યું હોય "

" ના "

" આ અવિનાશ , ગુલ્લુ , રધુવંશી , કે પછી અબ્દુલ વ્હોરા ..એમાંથી કોઈ નામ .."

"ના .. અમે આ નામ પેહલી વાર સાંભળ્યા "

છેલો સવાલ .  

"લેખક ને લાસ્ટ માં તમે ક્યારે મળ્યા.? "

 

" ૮ તારીખ ..સવારે જયારે વોકિંગ કરવા નીકળ્યા ૬.૦૦ વાગે સવાર માં .. ત્યારે હું મૈન ડોર બંધ કરવા ઉભી થઇ હતી .

" થૅન્ક્સ  ફોર યોર કોપરેટ "

ત્યાંથી નીકળી ને સ્કૂલ માં ગયો જ્યાં અબ્દુલ વ્હોરા નો એક્સિડૅન થયો હતોઃ. જ્યાં અકસ્માત થયો હતોઃ એ સ્પોટ જોયો . સ્કૂલ માં કે આજુ બાજુ ક્યાંય સી સી TV  નહોતા ..સ્કૂલ ની સામે એક કબાડી ની દુકાન હતી , કોઈ કલુ મળે ઍમ વિચારી ત્યાં ગયો . પુલીસ ને જોય ત્યાં બેઠેલા છોકરા ગભરાયા . ઇન્સ્પે. તેમની નજીક ગયો અને ડરવા ની જરૂર  નથી તેમ ઈશારા થી કહયુ.

છોકરા બેસી ગયા .. સૌથી મોટા છોકરા ને પૂછ્યું ..સુ નામ છે ?

" સલીમ સાહેબ "

" સુ કામ કરે છે "

" રહેમત ખાન ની દુકાન  છે ..રોજી રોટી તે આપે છે અને ખાઈ એ છે ..

" સારું મને ઍમ કે ..થોડા સમય પેહલા એક કારઅકસ્માત માં અબ્દુલ સર ... નું મૃત્યુ થયું ..યાદ છે "

" હા સાહેબ .. એક સફેદ રંગ ની કાર આવી  અને એમની સાયકલ ને  ટક્કર મારી જતી રહી .."

" તેનો નંબર ..

" આગળ ના બે અંક ખબર નહિ .. પણ  ૮૬   જેવું કઈ લાગતું હતું .

" ઓકે" રહેમત ખાન નું કેવું છે કે તેમને આ અકસ્માત નજરે જોયો તો ..તેમને નંબર કમ યાદ નથી .

" સાંજે સમય હતો. તે મસ્જિદ બાજુ જતા હતા. "

ઇન્સ્પેક્ટર ને લાગ્યું કે હવે કઈ બાકી નથી ત્યાંથી પેચો પોલીસ સ્ટેશન આવ્યો .

" સર ..આજ તો બહુ વાર લગાડી ને ... "

" સખા , પેહલા ચા અને નાસ્તો લઇ આવ .. વડા અવશ્ય ..

"લાવ્યો સર " કહી સખારામ ગયો 

 

એને મનોમન કડીઓ બેસાડવા લાગે . ડાયરી માં એક પણ ફાટલું , લેખક ૮ તારીખે ગાયબ થયા ... અબ્દુલ નો અકસ્માત ૫ તારીખે થાય ..રિપોર્ટ  ૧૦ તારીખે આવે , લેખક ના સમાચાર તેમના ઘર વાળા ને ૨૪ કલાક પછી મળે ..આ બધા માં અવિનાશ અને ગુલ્લુ તેનો સાથી ક્યાંય ફિટ બેસતા નથી.

ફોન ની ઘંટી વાગે છે .

હેલો , હું  બોલું છું "

' બોલો સર '' ઈન્સ્પેક્ટરે ના બધા વિચારો કમિશનર નો ફોન થી ખખેરાય ગયા .

" રાજ , જેટલો બંને એટલો વહેલો ..લેખક નો કાતિલ પકડ.  આજે પેલા રઘુવંશી એ સંસદ માં મુદ્દો ઉઠાવ્યો ..ગૃહ મંત્રી નો ફોન હતો .

" હા સર મારા પ્રયત્ન ચાલુ જ છે "

' મારે પ્રયત્ન નહીં રિજલ્ટ જોઈએ ..આ નેતા પબ્લિક ઇસ્યુ બનાવી ને એમની વોટ બેંક તૈયાર કરે છે .  અને ઍમ પણ આ તો કોમવાદ નો કેસ છે ... તું સમજે   છે ને ?"

"હા સર ..હું ૨૪ કલાક માં તમને રિજલ્ટ આપી દઈસ ''

' ગુડ બોય "કહી ને ફોન કટ થઇ ગયો .

ચા નાસ્તો પતાવી ને ફરી થી પેચ વર્ક કરવા બેઠો . કોઈ મળે તેમ નહોતો . તેને ડાયરી ના અક્ષર ને ચિઠ્ઠી ના અક્ષર મેચ કર્યા..તેની આંખો કામયાબી થી ચમકી ઉઠી .

બંને એકજ વ્યક્તિ ના હતા. એનો મતલબ લેખક ને મારવી ધમકી આ અબ્દુલે આપી હતી . કે પછી કોઈ મોટું માથું એની પાછળ હતું .

" તેને R  T O  ઓફિસે ફોન કર્યો . સફેદ રંગ ની ફિયાટ ગાડી   પાછળ ના ૨ નંબર  ૮૬ છે. તેની તપાસ કરવા નું કામ સોંપ્યું .

હવે તેને અવિનાશ અને ગુલ્લુની  જરૂર હતી .. તેમના હીરા -કેસ માં મારી કોઈ વાત છુપાયેલી છે . મેં તેણે જવા દીધો ..તે મારી ભૂલ .. વિચારી ને તેણે અર્જુન ને બોલાવ્યો ..અર્જુન  જા અને અવિનાશ ને તાબળતોબ લઇ આવ. સાહેબ નો મૂડ જોય ને કઈ પણ બોલ્યા વિના તે અવિનાશ ને લેવા નીકળી પડ્યો .

R  T ઓ ઓફિસે માં થી એક છોકરો આવ્યો ..લગભગ ૧૩ પાના નું લિસ્ટ આપી ગયો . તેણે વિચાર્યું કે જો હું એક એક નામ ચેક કરીશ તો ૩ થી ચાર કલાક બગડશે .. તેણે પેહલા કેશ ની સાથે સંકળાયેલ વ્યક્તિ ના નામ ચેક કરવા માંડ્યા . આ વખતે તેણે ધાર્યા કરતા વહેલી સફળતા મળી.

"ગાડી નંબર : MH -12 ,XRP  -8786 .  ગાડી માલિક : અબ્દુલ વહોરા .

તેણે દરેક તપાસ અબ્દુલ વહોરા એ આવી ને અટકી ગઈ .  એનો મતલબ કે અબ્દુલ વહોરા નો અકસ્માત તેની જ ગાડી થી થયો .

પણ તે તો સાયકલ ફેરવતો હતો . ગાડી લાવે તેવી તેની પરિસ્થી જ ક્યાં હતી . ?

 અવિનાશ આવ્યો સાથે તેનો સાથી ગુલ્લુ .બટકો,ગોળ આંખો . કાળિયો,અને બંડી એકલી જ પેહરી હતી .

"સખારામ , આ બંને ને પાણી આપ . અને ખરશી માં બેસાડ " હું બે મિનિટ માં આવ્યો

" જી , સાહેબ "

ઇન્સ્પેક્ટર અંદર થી એમના પર વોચ રાખવા માંગતો હતો .તેઓ એકબીજા સાથે કઈ વાતચીત કરે છે કેમ "

"સાહેબ .તમારી બે મિનિટ પતિ હોય તો બહાર આવો .. અવિનાશ બોલ્યો

" જો અવિનાશ હું આજે જે પૂછું તે બિલકુલ સાચ્ચું  હોવું જોઈએ "

"મને જે ખબર છે તે હું કહીસ ..સાચું ખોટું તમારે નક્કી કરવા નું "

" મને તારા ૫૦ લાખના હીરા ની પુરેપુરી ઘટના કહે "

'જાન્યુ આરી માસ ની સાંજે હું અને મારો જોડી દાર એક ડાયમંડ કંપની માંથી ૫૦ લાખ ના હીરા ની હેરા ફેરી કરી લાવ્યા .

આ હેરા ફેરી અમે આ લેખક ની એક સ્ટોરી પરથી પ્લાન બનાવી ને કરી હતી .બધુજ બરાબર થય ગયુ હતું .અમે આ હીરા થોડા સમય પછી વેચવા મુંબઈ આવવાના જ હતા ને  કોઈ એ હીરા અમારી પાસે થી લઇ ગયું." એક ગુમનામ કોલ આવ્યો મારા નંબર પર  જો તમારે હીરા જોઈતા હોય તો મુંબઈ આવી ને રઘુંવશી ને મળો ." હવે અમારી પાસે બીજો કોઈ ચારો પણ નહતો ..અને અમને આ લેખક થી જ હીરા મળ્યા હતા ..ફરી લેખક  દ્વારા પાછા મળી જાય એ હેતુ થી અમે રોજ તેમને વોકિંગ કરતા જોતા હતા. અને એટલે જ તેમની લાશ નો પેહલો ફોન  રઘુવંશી ને કર્યો હતો . "

 

 (ક્રમશ:)