VISH RAMAT - 15 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 15

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

વિષ રમત - 15

15

માડાઈલેન્ડ ના શાંત બીચ પર આવેલા નારિયેળીઓ થી ઘેરાયેલા ઓપન કાફે માં વિશાખા અને અનિકેત બેઠા હતા કાફેમાં લાઈટ મ્યુઝિક વાગતું હતું બાકી ત્યાં એકદમ શાંતિ હતી ત્યાં મુકેલા પંદરેક ટેબલ માં ત્રણ ભરાયેલા હતા બે જુદા જુદા ટેબલ પર બે કપલ્સ પોટ પોતાની વાતો કરવા માં મશગુલ હતા જાણે તેમને દુનિયાની કૈક પડી નહતી ..એન્ટ્રન્સ ની બરાબર બાજુમાં ટેબલ પાર વિશાખા અને અનિકેત બેઠા હતા" અનિકેત મારે હજી પણ કંઈક કહેવું છે ,,

" વિશાખા ના આ શબ્દો અનિકેત ના કાન માં ગુંજતા હતા ..અનિકેત નું હૃદય જોરથી ધબકતું હતું વિશાખા વળી કયો નવી બૉમ્બ ફોડવાની હતી ? અનિકેત ના જીવન માં છેલ્લા બે દિવસ માં અજીબો ગરીબ ઘટના ઓ બની હતી અને હજી રહસ્યમય ઘટનાઓ બંધ થવાનું નામ જ નાતી લેતી . વિશાખા અથવા અનિકેત કઈ બોલે એ પહેલા વેઈટર ત્યાં આવ્યો .બંને ને કઈ ખાવા કે પીવા નો મૂડ ન હતો પણ ત્યાં બેસવા માટે કંઈક મંગાવું પડે તેમ હતું ..વિશાખા એ બે લેમોન મોજીટો નો ઓર્ડર આપી દીધો વેઈટર ત્યાં થી ગયો પછી વિશાખા એ બોલવાનું ચાલુ કર્યું તે પહેલા વિશાખા એ અનિકેત નો હાથ પકડ્યો તેના હાથ માં ગરમાહટ હતી

" અનિકેત હું તને સાચા દિલથી પ્રેમ કરું છું આટલું જલ્દી આવું કેવી રીતે બની ગયું એની મને ખબર નથી પણ મારે તને બધું સાચું કહી દેવું જોઈએ " આટલું બોલી ને વિશાખા અટકી ..અનિકેત પણ વિશાખા ને પહેલી વાર જોઈ ત્યારથી જ પ્રેમ કરતો હતો ...પણ તેને વિશાખા અત્યારે રહસ્યમય લગતી હતી ..

" વિશુ તારા મનમાં જે જહોય તે મને કહી દે તારા મનનો ભાર ઓછી થશે " અનિકેત સહજ ભાવે બોલ્યો અનિકેત વિશાખા સામે સહજતા થી વર્તવાનો પ્રયત્ન કરતો હતો પણ અંદર થી એ નોર્મલ ન હતો તેનું હૃદય જોર થી ધબકતું હતું વિશાખા શું કહેશે ..તેની કેવી અસર પડશે એવા તમામ પ્રકારના સવાલો તેને મગજ માં લાવા ની જેમ ઉઠતા હતા . વિશાખા એ અનિકેત ના હાથ પર એક કિસ કરી .જીવન ની નાજુક પળ માં દરેક વ્યક્તિ ને એક મજબૂત સહારા ની જરૂર પડે ..અને વિશાખા ને એ સાહારી અનિકેત માં દેખાતો હતો વિશાખા કઈ બોલે તે પહેલા વૈતર એમના ટેબલ ની નજીક આવ્યો અને બે લેમોન મોજીટો મૂકીને ગયો ..ટેન્સન અને ઘભરામાં ને કારણે આમ પણ વિશાખા નું ગળું સુકાતી હતું તેને મોજીટો ના બે ત્રણ સીપ લીધા અનિકેત વિસાખા ની આ હાલત જોઈને સમજી ગયો હતો કે વાત કોઈ ગંભીર છે જે વિશાખા તેમાંથી છુપાવે છે .

." બોલ વિશુ શું વાત છે ..ઘભરાયા વગર બોલ તું એક વાર મને કહી દૈસ તો તારા મન નો ભાર હળવો થઇ જશે " અનિકેતે પણ વિશાખા ના કોમળ હાથ પર કિસ કરી .

." અનિકેત ઇન્સ્પેક્ટર રંજીતે મને પૂછ્યું હતું કે તમે ગુડ્ડુ શાસ્ત્રી ને ક્યારથી જાણો છો ? મેં એમને જવાબ આપ્યો હતો કે મારા પર ગુડ્ડુ શાસ્ત્રી નો ફોન ફક્ત ગઈ કાલે રાત્રે જ આવ્યો હતો ..પણ હું એ ખોટું બોલી હતી ....આપહેલા ગુડ્ડુ ના મારા પર ત્રણ ફોન આવ્યા હતા .પહેલી ફોન આપડે દીવ થી આવ્યા એના ત્રણ ચાર દિવસ પછી જ આવ્યો હતો ..તેને પહેલા ફોન માં પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે એની પાસે એક એવી માહિતી છે કે જે મારા જીવન માં તોફાન સર્જી દેશે ..એ વાત મને ખબર પડશે તો મારુ આખી જીવન બદલાઈ જશે .." આટલું બોલતા વિશાખા અટકી તેના શ્વાસ ની ગતિ થોડી ઝડપી થઇ ...અનિકેત માટે તો આ બધી રહસ્યમય વાતો હતી ..તેને વિશાખા ની વાતો થી જોરદાર ઝાટકો લાગ્યો હતો પણ પોતાની જાત ને આ ક્ષણો માં નોર્મલ રાકઃબી બહુ જરૂરી હતી અનિકેતે વિશાખા ને થોડી રિલેક્સ કર

્યા વગર જે પણ કઈ હોય એ કહી દે " અનિકેતે ફરી કહ્યું ..

" ગુડ્ડુ એ પહેલા ફોન માં એવી વાત કરી અને મારી પાસે ૧૦ લાખ રૂપિયા માગ્યા એ વખતે મેં બે ત્રણ દિવસ નો ટાઈમ લીધો ..૩ દિવસ પછી એનો ફરીથી ફોન આવ્યો એમાં મેં એને ઘણો સમજાવવા નો ટ્રી કર્યો કે એ ઓછા પૈસા કરે પણ એ પૈસા ઈચ્છા કરવા સહેજ પણ તૈયાર ન હતો ..એટલે મેં એને કહ્યું કે હું ૨ દિવસ માં પૈસા ની વ્યવસ્થા કરીશ ..એનો ત્રીજી ફોન બે દિવસ પછી આયો ...મારી પાસે પૈસા ની વ્યવસ્થા હતી એટલે એ ફોન માં અમારે ક્યાં મળવું એ નક્કી કરવાનું હતું ..એ ફોન માં મેં એને કહ્યું કે બોલો ૧૦ લાખ રૂપિયા લઈને ક્યાં આવું? ત્યારે એને કીધું કે હું આવતી કાલે રાત્રે તમને ફોન કરીશ અને એનું ખૂન થયું એ દિવસે આગળની રાત્રે એને મને ફોન કર્યો હતો કે એ બીજે દિવસે સાંજે મને મળવા મારા જુહુ વાળા બાંગ્લા માં આવશે ..અનિકેત એને એ પણ ખબર હતી કે એ બાંગ્લા માં હું મોટા ભાગે એકલી જ રહી છું બીજા કોઈ ને હું ત્યાં બોલાવતી નથી ..એને મારા વિષે બહુ હોમ વર્ક કર્યું હતું .." આટલું બોલી વિશાખા અટકી ફટાફટ મોહીટો નો ગ્લાસ ખાલી કરી નાખ્યો "અનિકેત હું શું કરું એ મને સમજાતું નથી .." વિશાખા એ પોતાની વાત પુરી કરી

." વિશુ ગુડ્ડુ તારા વિષે ચોક્કસ કોઈ રહસ્યમય વાત જાણતો હશે .એટલે જ એને ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી ..હું જ્યાં સુધી તેના વિષે વિચારી રહ્યો છું ત્યાં સુધી મને લાગે છે કે એ પત્રકાર ઓછી ને બીજી બધી બાબરી કે વધારે પાવરધી હતો ..વેલ એ મને દીવ માં મળ્યો ત્યારે મને કોલ્ડ ધમકી આપી હતી કે હું તારા થી દૂર રહું ..દીવથી આપણે મુંબઈ આવ્યા પછી ૩ કે ચાર દિવસ પછી એ તને ફોન કરે છે કે એ તારા વિષે એવી કોઈ ઈમ્પોર્ટન્ટ વાત જાણે છે કે જેના તારે ૧૦ લાખ રૂપિયા આપવા પડે અને એ પણ એવી વાત કે એ તારા જીવન ના તોફાન ઉભું કરી દે " અનિકેત ગંભીર રીતે વિચારતો હતો વિશાખા હવે શાંત થઇ ગઈ હતી .." મને એક વિચાર આવે છે કે ગુડ્ડુ એ મને ધમકી આપી કે હું તારાથી દૂર રાહુ ..એની પાછળ એટલેકે ગુડ્ડુ ની પાછળ બીજી કોઈ વ્યક્તિ નો હાથ હોવો જોઈએ ..અને એ એવી વ્યક્તિ કે જેને હું તારી સાથે હલુ મળું એનાથી કૈક નુકસાન જતું હોય ..એવી તો બે જ પ્રકારનો વ્યક્તિ હોગી જોઈએ અથવા તો એ વ્યક્તિ તને દિલો જાણ થી પ્રેમ કરતી હોય અથવા તો એ વ્યક્તિ કોઈ પણ હિસાબે તારી મિલકત માટે કે તારા પૈસા માટે તારી સાથે લગ્ન કરવા માંગતી હોય ..હવે એ વ્યક્તિ નું નામ તો ગુડ્ડુ જ આપી શકે અને ગુડ્ડુ હવે આ દુનિયા માં છે જ નહિ " અનિકેત એક જાસૂસ ની રીતે વિચારતો હતો .

" અનિકેત તું ગમેતે કે પણ મારે એ વાત તો જાણવી જ છે કે જે ગુડ્ડુ મારા વિષે જાણતો હતો " વિશાખા જાણે કનિકેત ને ઓર્ડર કરતી હોય એમ કહ્યું

" વિશાખા તારી વાત સાચી છે આપણે એ વાત જાણવી જ જોઈએ એના માટે આપણે ગુડ્ડુ વિષે તપાસ કરવાનું ચાલુ કરવું જોઈએ ..અને ગુડ્ડુ વિષે બે જ જગ્યા અર્થી માહિતી મળે એક એના ઘરે થી અને બીજી એના વર્ક પ્લસ થી..અને મારી જાણકારી મુજબ ગુડ્ડુ ફ્રી લાન્સર કામ કરતો હતો એટલે એનું વર્ક પ્લસ તો નક્કી નથી હોય ..એટલે આપડે એના ઘરથી શરૂઆત કરવી પડે ..તું ચિંતા ના કર હું આજે જ ગુડ્ડુ ના ઘરનું અડ્રેસ્સ શોધી કાઢું છું પછી જોઈએ આગળ શું થાય છે ..વિશાખા ના ચહેરા પર એક આશા જાગી અને અનિકેત નો હાથ પોતાના હાથ માં લઇ દબાયો ..અનિકેતે પણ સામે સ્મિત કર્યું