The wait - 31 - the last part in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 31 - છેલ્લો ભાગ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇન્તજાર - 31 - છેલ્લો ભાગ

આગળના ભાગમાં જોયું કે શેઠજીના ઘરે જઈને રીના ,કુણાલ જૂલી અને મિતેશ બધા જ એન્જલિના અને જ્યોર્જનું સડયંત્ર બહાર લાવવા માટેનું પ્લાનિંગ કરે છે અને તેના માટે કુણાલને ત્યાં સાંજે જમવાનું આમંત્રણ શેઠજી ,મંગળાબા જૂલી, મિતેશને આપવામાં આવે છે અને શેઠજીને કહેવામાં આવે છે કે તમે વસિયતનામુ ત્યાં લાવીને બધા સમક્ષ બતાવજો
એન્જલિના અને જ્યોર્જ બંને વચ્ચે વસિયતનામાની ચર્ચા થાય છે એન્જલિના કહે છે કે આજે શેઠજી વસિયતનામું આપવાના છે હવે આપણે આપણા ષડયંત્રમાં સફળ થવાની તૈયારી નજીક છે વધુ આગળ...)

રીના બધા માટે રસોઈ કરીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દે છે અને એટલામાં શેઠજી મંગળાબા ,જુલી અને મિતેશ પધારે છે.

કુણાલના મમ્મી -પપ્પા પણ તે બધાનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે .

એન્જલિના પણ આવીને તેમાં જોડાઈ જાય છે અને પીરસવા લાગે છે આજે એના ચહેરા પર વધારે પડતી ખુશી હોય એવું મિતેશ અને રીના ને લાગી રહ્યું હતું .કુણાલ પણ આજે અંદરથી ખૂબ જ દુઃખી હતો પરંતુ ચહેરા પર આનંદ અને ખુશી બતાવીને વાત કરી રહ્યો હતો .

બધા જમવા બેઠા અને રીનાની રસોઈના વખાણ કરવા લાગ્યા આજે કુણાલએ પણ તેના વખાણ કર્યા અને કહ્યું ;રીના ખરેખર તું ખુબ જ સરસ રસોઈ બનાવે છે તારી રસોઈ કોઈ પણ ખાય તો આંગળા ચાટતા રહી જાય.

જુલીએ કહ્યું ;સાચી વાત છે કુણાલભાઈ રીના રસોઈમાં પારંગત છે બધી રીતે હવે રીના હોશિયાર થઈ ગઈ છે એન્જલિના આ બધું સાંભળીને વધારે અંદર બળે જતી હતી..

જમતી સમયે ઘણી બધી ચર્ચાઓ કર્યા પછી બધા જ રૂમમાં બેઠા કુણાલના મમ્મી-પપ્પાએ કહ્યું કે શેઠજી અચાનક પ્રોગ્રામ કરવાનો કોઈ કારણ . .

મંગળાબા કહે; તમે થોડી ધીરજ ધરો આજે તો અમે અને શેઠજી તમારું વસિયતનામું રજૂ કરવાના છે.

કુણાલના મમ્મી- પપ્પા કહે ;ખરેખર કુણાલ નસીબદાર છે કે એને બીજા પણ મા-બાપ મળી રહ્યા છે.

શેઠજીએ કહ્યું; હવે વાતો બંધ હવે મારું વસિયતનામું છે એ હું બધા વચ્ચે રજૂ કરવા માગું છું બધા જ શાંતિથી બેસી ગયા એમાં એન્જલિનાના હૃદય ના ધબકારા વધી રહ્યા હતા એ પોતે તો જાણવા માગતી હતી કે જલ્દીને જલ્દી વસિયતનામું જાણવા મળે.

શેઠજીએ કહ્યું; મિતેશ એક કામ કર તું જ વસિયતનામું વાંચીલે તો સારું.

મિતેશએ કહ્યું ;લાવો હું વસિયતનામું વાંચવા તૈયાર છું મિતેશ એ વસિયતનામું વાંચવાનું શરૂ કર્યું જેમાં લખ્યું હતું કે હું મારી તમામ મિલકત, કંપની, મકાન તેમજ બધું જ હું કુણાલ અને મિતેશના નામે તેમજ તેમની બંને પત્નીના નામે કરૂ છું .

એન્જલિનાએ કહ્યું કે; પરંતુ પત્નીના નામ તો લખવા જોઈએ ને વસિયતનામામાં

મિતેશએ કહ્યું; હજુ વસિયતનામું પૂરું થયું નથી આગળ હું વાંચું છું તમે થોડી વાર ચૂપ રહો તો સારું વસિયતનામામાં શેઠજીની તમામ મિલકત પચાસ ટકા કુણાલ નામે અને પચાસ ટકા મિતેશ ના નામે તેમજ કુણાલની પત્ની રીનાને નામે કુણાલના પચાસ ટકામાંથી પચીસ ટકા ભાગ આપવાનો તેમાંથી મિતેશના ટકા ભાગમાંથી પચીસ ટકા ભાગ તેની પત્ની ને આપવાનો રહેશે.

કુણાલના મમ્મી- પપ્પા ખુશ થઈ ગયા કે રીના ને એનો બદલો ભગવાને આપી દીધો હતો આજે એનો ઇન્તજાર પૂરી રીતે પૂરો થયો એના પતિ સાથે શેઠજીની મિલકત પણ એને મળી રહી હતી

મિતેશએ આગળ વાંચ્યું કે તમામ મિલકત અમારા મૃત્યુ પછી કુણાલ અને મિતેશને સોંપી દેવામાં આવશે.

એન્જલિનાના બોલી કે ખરેખર તમે બધી જ મિલકત રીના ને કેવી રીતે આપી શકો! કારણ કે કુણાલની પત્ની તો હું છું.

મિતેશના નામે તમે મિલકતો કરી પરંતુ એની પત્ની તો હજી જ છે જ નહીં.

શેઠજી અને મંગળા બાએ કહ્યું કે ;કુણાલની પત્ની રીનાજ છે એમના છૂટાછેડા હજુ થયા નથી અને તારા કાયદેસરના લગ્ન નથી એટલે અમારે મન તો કાયદેસરની પત્નીના રીનાજ છે

જુલીએ કહ્યું કે; મંગળાબાની વાત સાચી છે કારણ કે રીના હજુ સુધી કુણાલની જ પત્ની છે.

એન્જલિનાએ કહ્યું ;પણ તમે કુણાલે ને પૂછો કે એની પત્ની હું જ છું અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને રિનાં અને કુણાલના છૂટાછેડા માટેનું ફોર્મ ભરીને કોર્ટમાં આવી ગયેલું છે ફક્ત સહીજ કરવાની જ બાકી છે.

કુણાલે કહ્યું ;એન્જલિના હવે હું રીનાને છૂટાછેડા આપવા માગતો નથી .હું તેની સાથે રહેવા માંગુ છું અને તને હું મારા જીવનમાંથી તને મુક્ત કરું છું.આપણે લિવ ઈન કરાર માં હતા તે પૂરો થયો છે.

એન્જલિના એ કહ્યું; એમ તો તું કેવી રીતે મને છુટી કરી શકે કારણકે હું તમારી જ પત્ની છું ખૂબ જ ચર્ચા થવા લાગી .અને એન્જેલિના કુણાલને કહેવા લાગી કે ખરેખર તમારા ઇન્ડિયાના પુરુષો હોય એવા કે એ કોઈના થયા નથી ને બીજાના થવાના પણ નથી.

રીનાએ કહ્યુ ; સાચી જ વાત કરી કુણાલ મારો પતિ હતો એટલે બીજાનો ક્યારેય ન થઈ શકે. પોતાના માણસો પોતાના રહે છે. અને બીજી સ્ત્રી એટલે પારકી તો તું છે પછી કુણાલ તારો ક્યાંથી થાય! સંબંધ બાંધતા પહેલા વિચાર કરવો જોઈતો હતો ને કે ઇન્ડિયાના લોકો બીજાના ક્યારેય થતા નથી તો તારે આ દિવસ જોવાનો વારો ન આવત.

જુલીએ કહ્યું ;સાચી વાત છે ઇન્ડિયાના લોકો પોતાના લોકો માટે જીવે અને મરે પણ છે. એટલે તો રીનાએ દસ વરસના ઇન્તજાર કરીને કુણાલને મેળવીને જ રહી. અમે પોતાના માણસોને ક્યારેય છોડતા નથી જ્યારે તું તો તારા પતિ જ્યોર્જને છોડીને અહીં આવી છે.

કુણાલે કહ્યું; એન્જલિના તારું સત્ય હું જાણી ગયો છું હવે હું તારી સાથે એક પળ પણ રહેવા તૈયાર નથી એને ફોન કરીને જ્યોર્જે ને પણ કહી દીધું કે તું તારી પત્નીને અહીંથી લઈ જઈ શકે છે

મિતેશએ તરત જ ત્યાં પોલીસને ફોન કર્યો અને એટલામાં જ જ્યોર્જ પણ ત્યાં આવ્યો પોલીસએ એમને ષડયંત્રના કેસમાં જેલમાં લઈને પૂરી દીધા.

રીના ખુબ જ ખુશ થઇ ગઈ અને ભગવાન નો ઉપકાર માનવા લાગી કે હે ભગવાન આજે તે એક સતીસાવિત્રીની જેમ મારા જીવનમાં જીત મેળવી આપી છે આજે હું મારા પતિના ઇન્તજાર માટે જે ન્યૂયોર્કમાં આવી હતી એ મારા પતિને આજે હું પૂરી રીતે પામી શકીશ અને મારા જીવનની નવી શરૂઆત કરી શકીશ.

કુણાલે બધા જ વચ્ચે માફી માગી અને રીનાને પણ બધા વચ્ચે માફી માગી અને કહ્યું આ મને માફ કરી દે જે ખરેખર ઇન્ડિયાના સ્ત્રીનું અપમાન કર્યું છે એક પતિનું અપમાન કર્યું છે મેં કોઈની દીકરી નું અપમાન કર્યું છે ભગવાન તને ક્યારેય માફ નહીં કરે પરંતુ તમે લોકો મને માફ કરી દો તો જ સારો

રીનાએ કહ્યુ; જાગ્યા ત્યાંથી સવાર હવે હું તમને માફ કરી રહી છું બસ હવે તો તમે મને મળી ગયા. જીવનમાં મારે કુદરત પાસે કોઈ ફરિયાદ નથી રીનાએ બધાનો ખૂબ આભાર માન્યો અને કહ્યું તમારા સાથ ,સહકારથી આજે મને મારો પતિ પાછો મળી ગયો .

જૂલીએ પણ રીનાને અભિનંદન આપ્યા ખરેખર એક સ્ત્રી શક્તિના બળે આજે તેના મુકામે પહોંચી ગઈ ધન્ય છે તમારી અંદરની સ્ત્રીશક્તિને...

કુણાલના મમ્મી -પપ્પા પણ ખુશ થઈ ગયા એટલામાં મંગળાબાએ કહ્યું; મારે બધા વચ્ચે એક વાત કરવી છે.

કુણાલના મમ્મી- પપ્પા કહે ;હવે ખુશીનો મોકો છે તો જે હોય એ કહી નાખો.

મંગળાબા એ કહ્યું કે: મિતેશને સાથે હું જુલી ના લગ્ન કરવા માગું છું એ બંને એકબીજાને સારી રીતે ઓળખે છે ,જાણે છે અને પસંદ પણ કરે છે એટલે મારી ઈચ્છા તેમની લગ્ન કરાવવાની છે.

જૂલી પણ શરમાઈ ને મોઢું નીચું રાખીને બેસી રહી કારણ કે જુલી પણ મિતેશને પસંદ કરતી હતી અને મિતેશ પણ જુલીને પસંદ કરતો હતો એટલે બન્ને જણાએ તેમની હા માં હા પરોવી દીધી.

શેઠજી અને મંગળા બાએ કહ્યું કે હવે મિતેશ, જુલી કુણાલ અને રીનાના ફરીથી આપણે લગ્ન કરાવીશું એ પણ ઇન્ડિયાના રીતિરિવાજ મુજબ જ સમજ્યા ને...

બધા જ ખુશ થઈ ગયા અને સમય જતા ચારેયના ફરીથી લગ્ન કરાવી દીધા અને ચારે જણા પોતાના જીવનની નવી શરૂઆત કરી દીધી.

કુણાલ, મિતેશ ,રીના , જૂલી, મંગળાબા, કુણાલના મમ્મી -પપ્પા બધા જ ખૂબ ખુશીથી જીવન પસાર કરવા લાગ્યા રીનાને હવે પોતાના જીવનમાં સોનેરી સુરજ ઉગ્યો હોય એમ જીવન જીવવાની શરૂઆત કરી

સમીક્ષા: સ્ત્રી શું નથી કરી શકતી સ્ત્રી ધારે તે કરી શકે છે સ્ત્રી એક લક્ષ્મી છે,સરસ્વતી અંબા દુર્ગા ,તુલસીક્યારો , મહાકાળી સ્વરૂપ દરેક સ્ત્રીના સ્વરૂપ છે સ્ત્રી ને ક્યારે તુચ્છ ના સમજવી નહીં .જે વ્યક્તિ સ્ત્રીને તુચ્છ સમજી અવગણના કરે છે એ મૂર્ખ માણસ ગણાય છે. સામાન્ય ગણાતી નારી ક્યારેય સામાન્ય હોતી નથી એ પોતાની અંદરની શક્તિને બહાર બતાવતી નથી એટલે સામાન્ય લાગે છે પરંતુ સ્ત્રી તો શક્તિનો, લક્ષ્મીનો અને પોતાના અંદર lની પ્રેરણાનો અવતાર છે ક્યારે સ્ત્રીનું અપમાન કરવું ન જોઈએ આપણે જોયું કે રીના એક સામાન્ય ઇન્ડિયન નારી હતી પરંતુ તે કુણાલને મેળવવા માટે ભણેલી ઓછું હતી છતાં પણ ઘણા બધા સંઘર્ષો સહન કરીને થોડી ઘણી બધાને મદદ લઈને આખરે એના પતિને મેળવીને જ રહી. દરેક સ્ત્રીમાં શક્તિ રીના જેવી જ છે અને રીના જેવી બને એવી અપેક્ષા સાથે મારી આજની નવલકથા પૂર્ણ કરું છું. કદાચ તમને બધાને મારી નવલકથા ગમે તેવી અપેક્ષા રાખું છું કદાચ નાની અમથી થોડી ઘણી ભૂલ હોય તો ક્ષમા કરવા વિનંતી મારી આ નવલકથા કેવી લાગી તે મને પ્રતિભાવ આપશો તો ઘણું સારું લાગશે. નહીં આપો તો પણ તમારો ખુબ આભાર કારણ કે દરેક વ્યક્તિ પોતાની મરજીની માલિક છે તમે ગમે તો ચોક્કસ પ્રતિભાવ આપજો.

આભાર
પ્રજાપતિ ભાનુબેન ભીખાભાઈ "સરિતા"