EXAM in Gujarati Short Stories by Jayesh Gandhi books and stories PDF | પરીક્ષા

Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

પરીક્ષા


                                                                            પરીક્ષા 

આજે માંજલપુર ની "શાંતિવન "સોસાયટી માં માહોલ જ કઈ ઓર હતો .પરીક્ષા ૨૮મી થી શરૂ થવાની હતી .ચાર થી પાંચ બાળકો આ વર્ષે ધોરણ -૧૦ ની પરીક્ષા આપવાના હતા. બધા લોકો ભેગા મળી ને પરીક્ષા ની જ વાતો કરતા. ક્યાંય ઉત્સવ જેવો આનંદ હતો તો ક્યાંય યુદ્ધ જેવી સ્થિતિ હતી .પેરેન્ટ્સ નું બાળકો ઉપર જે રીત નું પ્રેસર હતું તે જોતા તો દરેક બાળક પરીક્ષા આપવા નહિ પણ યુદ્ધ લડવા જઈ રહ્યો હોય એવું લાગતું હતું.
રશ્મિ સવાર થી ૧૦ વાર બોલી ચુકી હતી ..૨૮ મી એ પરીક્ષા અને આ છોકરો રખડ્યા જ કરે છે .વાંચતો જ નથી . કામ કરતા કરતા પણ છોકરા ને ટકોરવા નું ના ભૂલે. દરેક વિષય ની IMP , નોટ્સ , સવાલ જવાબ ,ગણિત ના દાખલા. આ બધું જ રોહન ને પૂછતી ,તૈયાર કરાવતી .
રોહન ને કેટલુંક ગમતું .તો કેટલુંક ચલાવી લેતો . મમ્મી મદદ કરે .અને સંતાન ભણે . આ આજનો યુગ ની માંગ હતી .કારણ હતું બહાર ની સ્પધાત્મક દુનિયા .મારુ બાળક ક્યાંય પાછળ ના રહી જાય . તેનું ભવિષ્ય ઉજ્વળ થાય તેની માટે દરેક વળી ચિંતાતુર હતા ..અથવા તો એમ કહો કે ગભરાયેલ હતા .
નિકુંજ રોહન ના પપ્પા , જે માર્કેટિંગ માં જોબ કરે તેથી વરસ માં ઘણો સમય બહાર રહેતા . રોહન ભણવા માં હોશિયાર .પણ પરીક્ષા પ્રત્યે એટલો સભાન નહિ જેટલી એની મમ્મી હતી .
રશ્મિ એ એટલી બધી ટિપ્સ આપેલી કે રોહન ને હવે પરીક્ષા જાય તો છુટકારો થાય એવું લાગતું .
" પેપર ..બરાબર વાંચજે ,કશુજ છોડીશ નહિ , શાંતિ થી લખજે , અક્ષર સારા કાઢજે ..મેહનત કરજે " આ બધું તો ઠીક હતું પણ
બીજા રાઉન્ડ માં " મોબાઈલ રમીશ નહિ , T .V જોઈશ નહિ . . આ ના કર ,પેલું ના કર .. રોહન આ સાંભળી ને કંટાળી ગયો હતો .
એમાં ઓછું હોય તેમ .બાજુ વાળા વૈશું ભાભી ..૩ પેન આપતા ગયા ..સાથે ચાર શિખામણ અને એમના મયુર નું ઉદાહરણ .મારો મયુર આમ અને મારો મયુર તેમ ... રોહન ને થયું આ પરીક્ષા ના હોય તો કેટલું સારું .. અમે અમારું બાળપણ તો માની શક્યા હોત.

આ જ પરિસ્થિતિ આ જે દરેક બાળક ની છે . દરેક વાલી પોતાની અધૂરપ તેમના સંતાન માં પુરી કરવા માગે છે.
આ જે ૨૫ થઇ .૩ દિવસ બાકી .. તારા પપ્પાને ક્યાં ચિંતા છે ? રશ્મિ બોલી.
પપ્પા ,મુંબઈ થી વડોદરા તેમનું કામ છોડી ને મારી પરીક્ષા માટે આવે ? કેવું લાગે ? અને હું પણ મેહનત તો કરું છું . " રોહને કહ્યું .
"શું એમની થોડીક પણ ફરજ ખરી કે નહિ " ફોન તો કરી જ શકે ને "
એટલા માં મોબાઈલ ની રિંગ વાગી. રશ્મિ એ ફોન રિસિવ કર્યો . સામે નિકુંજ હતો .
"હલો,"
" બોલ રશ્મિ "
" હા હલ્લો , નિકુંજ આ જે ૨૫ થઇ ,બે દિવસ પછી પરીક્ષા છે , તું આવે છે ને ?"
" રશ્મિ ,જો મારુ કામ પતશે તો ચોક્કસ આવીશ , નહિ તો તું છે ને .. અને હા પરીક્ષા માં મારુ સુ કામ ?રોહન મેહનત કરે છે .તૈયારી છે એની ..મારે કાલે જ વાત થઇ હતી . "
"તું હોય તો ..
" જો રશ્મિ હું આવાનો ટ્રાય કરીશ ."
રશ્મિ એ કઈ પણ જવાબ આપ્યા વિના ફોન કટ કરી સાઈડ પર મૂકી દીધો .
રશ્મિ ને બધા બાળક કરતા પોતાનું બાળક વધારે ટકા લાવે તે જરૂરી હતી. તેના ફ્રેન્ડ સર્કલ માં જયારે બધા એજ્યુકેશન ની વાત કરે ત્યારે તેની પાસે એવું કઈ નથી હોતું જે કહી શકે , વાત કરી શકે. અને જો રોહન ના ઓછા ટકા આવે તો સોસાયટી માં બધા વાતો કરે , પિયર પક્ષ , સગા સબંધી બધા ને કહેવા નો મોકો મળે . આ બધું ના થાય અને રોહન નું ભવિષ્ય પણ સુધરે તેવા હેતુ થી તે રોહન પાસે વધારે મેહનત કરાવતી હતી
બીજે દિવસે રશ્મિ નો ભાઈ .રોહન ના મામા .. પેન નો સેટ અને શુભ કામના આપવા આવ્યા . અને કહી ને ગયા " ભાણાભાઈ , જો જો હા , ઇઝ્ઝત નો સવાલ છે .. નંબર જાય ના ..
બસ પછી તો ભાઈ ના ગયા પછી રશ્મિ ડબલ મહેનત કરાવા બેસી ગઈ . રોહન સુઈ જાય તો પણ તેને જગાડી ને સવાલ તૈયાર કરાવે .
જેમ તેમ કરી પરીક્ષા નો દિવસ આવી પહોંચ્યો .
સવાર માં તો પેન , રબર પેન્સિલ નો સેટ લઇ .. સમય મળે હજુ થોડું વાંચવા ચોપડી લઇ , નવા પેન્ટ શર્ટ પહેરી , મમ્મી અને આજુ બાજુ ના વડીલ ને પગે લાગી . રોહન પરીક્ષા આપવા જવા લાગ્યો . ત્યાંજ રશ્મિ એ બૂમ પાડી .
" રોહન ,ઉભો રેજે , દહીં ,અને સાકર ખાઈ ને જા , "
પરીક્ષા પતાવી ને ઘરે આવ્યો , એટલે રોહન ને .. કેવું ગયું ,કેટલું લખ્યું , આવડ્યું .. વગેરે સવાલ પૂછ્યા ..જેની તૈયારી રોહને કરીજ નહતી .
એક એક કરી બધા વિષય ની પરીક્ષા પુરી થઇ.રોહન ને હવે રિલેક્સ લાગતું હતું .
અસલી પરીક્ષા વાલી ની હવે શરૂ થઇ . શું પરિણામ આવશે.? ક્યાં એડમિસન મળે ? મારો બાળક પાછળ તો નહિ રહી જાય ને ?
નિકુંજ આવ્યો . રોહન અને રશ્મિ સાથે પરીક્ષા ની વાત કરી .પછી
નિકુંજે કહ્યું ,રશ્મિ , સાંભળ , રોહન કે એના જેવા કેટલા બાળકો આજે પરીક્ષા આપે છે . શું એ બધા નો પેહલો નંબર આવે - કે બધા ના ૧૦૦ ટકા આવે એ શક્ય છે ખરું ?
દરેક જણ ડોક્ટર કે એન્જીનિયર ના બની શકે . અને આ હજુ દસમું ધોરણ છે .. આ કોઈ મોટી પરીક્ષા નથી . આપણે સૌ ભેગા મળી બાળકો ને મોટીવેટ કરવા ને બદલે પરીક્ષા ના નીમ થી ડરાવી રહ્યા છે .જીવન માં જયારે ખરી પરીક્ષા આપવાની આવશે ત્યારે આપણું સંતાન ડરવું ના જોઈએ . હજુ તો કેટલી કઠિનાઈ નો સામનો તેમને બહાર જઈ કરવાનો છે, અત્યાર થી આપણે રોહન ને પરીક્ષા ના ખોટા
હાઉ થી બીવડાવીશુ તો આગળ તે કશુજ નહિ કરી શકે."
એનું કેરિયર શરૂ બને ,તેના જીવન ઘડતર માં આપણે સાથ આપવો જોઈએ .પણ તેને ડરાવી ને ,તેના કુમળા મન ઉપર પ્રહાર કરી ને નહિ .
પ્રેમ થી સમજાવી ને ..
થોડા દિવસ પછી પરિણામ આવ્યું . રોહન સારા માર્કે પાસ થયો હતો રશ્મિ ની ખુશી નું કઈ ઠેકાણું ન હતું, રોહન ને મજાક માં પૂછ્યું "
મમ્મી જો હું નાપાસ થયો હોત તો ?"
" તો આપણે ફરી મેહનત કરી ફરી પરીક્ષા આપત . પણ હું તારી પર ગુસ્સે ના થાત . "
" કેમ આમ ?"
" મને તારા પપ્પા ની એક વાત સમજાય ,બધા ઝાડ પર એકસરખા ફળ ના લાગે.અને એક જ ઝાડ ના બધા ફળ એક સાથે નથી પાકતા .
દરેક નો એક સમય હોય ,આ ખોટી ,બનાવટી કોમ્પિટેશન માં રહી ને દુઃખી થવું તેના કરતા મુશ્કેલી માં થી બહાર નીકળી આગળ વધવું વધુ યોગ્ય છે..

રોહન વિસ્મય થી મમ્મી ને જોઇ રહ્યો . જયારે નિકુંજ બાલ્કની માં થી આ જોઈ ને હસતો હતો.