Intezar - 27 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 27

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

ઇન્તજાર - 27

આગળના ભાગમાં જોયું કે જુલી ,મિતેશ અને મંગળાબા શેઠજી બધા જોડે ખુબ જ સરસ રીતે ભળી જાય છે .અને તમામ ઘરનું કામકાજ સંભાળી લે છે. અને મિતેશમેંમળે છે ત્યારે જુલી નોકરી માટે કહે છે ,મિતેશ એની કંપનીમાં જૂલીને નોકરી માટેની પ્રપોઝ કરે છે.
રીના ,મંગળાબા, જુલીને ન્યૂયોર્કમાં બિન્દાસ રહેવા માટે સમજાવવાનો પ્રયત્ન કરે છે આ બંને બાળકો મિતેશ છોડે ખૂબ જ ભળી જાય છે હવે વધુ આગળ...)

સમય જતાં જુલી ,મિતેશની કંપનીમાં જોબ શરૂ કરી દે છે. હવે તો મિતેશ ને પણ શેઠજીના ત્યાં ખુબ સરસ રીતે ફાવી ગયું હોય છે એને પણ હવે પોતાના ઘરે જવાની બિલકુલ ઈચ્છા નહતી .

એક દિવસ રીનાએ આવીને કહ્યું; મિતેશ હવે તો તને ખુબ જ સરસ થઇ ગયું છે તારે તારા ઘરે નથી જવુ .

મિતેશએ મોઢું નીચું રાખીને કહ્યું ;ના હજુ મને થોડી તકલીફ ચાલવામાં પડે છે એટલે થોડા દિવસ પછી જઈશ.

જૂલીએ કહ્યું ; કેમ !તમે તો અહીંયા રહેવાની જ ના પાડતા હતા અને હવે તો તમને વધુ રહેવાની ઇચ્છા જાગી એ જાણીને ખૂબ જ આનંદ થયો. એટલામાં પાર્થ અને મુન્ની બંને આવીને મિતેશના ખોળામાં બેસી ગયા .

જૂલી પણ બંને બાળકોને મિતેશના ખોળામાં જોઈ ને ખુશ થઇ ગઈ .

રીનાએ કહ્યું ; જૂલી તારા બંને બાળકો મિતેશ જોડે ખૂબ જ ભળી ગયા છે .એટલામાં મિતેશ અને રીના બંને બેઠા હતા .અને જુલી ચા બનાવવા માટે ગઈ.

મિતેશ એ કહ્યું : રીના બેન મે ખરેખર તમારી બધી જ સાબિતીઓ ને ભેગી કરી હતી પણ મારા હાથે જ ખોવાઈ ગઈ છે .જ્યોર્જે મારું એકસીડન્ટ કરાવ્યું અને મારો મોબાઇલ ક્યાં પડી ગયો એની મને ખબર નથી એમાં તમામ પ્રકારનું રેકોર્ડિંગ હતું.

રીનાએ કહ્યુ: ભગવાન જે કરતો હશે એ સારા માટે જ કરતો હશે હવે હું કંઈ પણ વિચારવા માગતી નથી .

એટલમાં કુણાલ પણ ત્યાં માં આવે છે. અને રીનાને કહે છે કે : તુંઅહીંયા આવી ગઈ. મારે તારું કામ હતું .

રીનાને જાણે એને પણ નવાઈ લાગી.

કુણાલએ રીનાને કહ્યું; મને અત્યારે ખૂબ જ ભૂખ લાગી છે જો તું મારા માટે કંઈ બનાવી દે તો સારું . નહિતર હું હોટલમા જઈને જમીને આવી જવું .

રીનાએ કહ્યું ;હું છું ને !હોટેલમાં જવાની ક્યાં જરૂર છે.

રીનાએ જુલી અને મિતેશને કહ્યું તમે જોબ પર જાઓ .હું થોડી જ વારમાં નીકળું છું

કુણાલે કહ્યું ;મિતેશ ચિંતા ના કરો! હું જમીને પછી રીના ને લઈને જ જોબ માટે નીકળી જઈશ .

રીનાએ ફટાફટ ઘરે આવીને કુણાલની પસંદગીની રસોઈ એને બનાવી દીધી .

કુણાલના મમ્મી- પપ્પાએ કહ્યું કે '"બેટા" આજે એન્જલિના કેમ દેખાતી નથી ?

કુણાલે કહ્યું; કાંઈ ખબર નહીં !સવારે નીકળી છે પરંતુ મને મળી નથી એને મને કંઈ પણ કહ્યું નથી. અને મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં રીના ને જમવા માટેનો બનાવવાનું કહ્યું .

કુણાલના મમ્મી- પપ્પા એ કહ્યું :"બેટા "તારો હક છે કે તું એને કહી શકે છે.

રીના કહે ; મને હકથી ના કહો તો વાંધો નહિ. પણ માણસાઈના નાતે મારું કંઈ પણ કામ હોય તો તમે કહી શકો છો .

આજે બધાને આનંદ થયો બધા જ ડાઇનિંગ ટેબલ પર જમતા હતા અને એટલામાં જ એન્જલિનાનો ફોન આવ્યો અને કહ્યું ; કુણાલ મારે માટે ટિફિન લેતા આવજો ને હું નીકળી ગઈ છું .રીના બાજુમાં જ હતી.

કુણાલે, રીનાને કહ્યું કે ,મારે એક ટિફિન લઈ જવાનું છે. એન્જલિનાનો ફોન છે એના માટે લઈ જવાનું છે.

રીનાએ કહ્યું ;એને તો આ બધુ ભાવતું તો પછી કેવી રીતે પેક કરી દઉં.

કુણાલ કહે; ભલે કહેતી હોય પરંતુ એને તારા હાથની રસોઈ ખૂબ જ ભાવે છે આપણે જમીએ ત્યારે હું જોઉં છું કે એને તારી બનાવેલી રસોઈ ઘણી બધી ગમતી હોય છે એ બોલી શકતી નથી પરંતુ એને તારા હાથની રસોઈ ખૂબ ભાવે છે..

રીનાએ ફટાફટ એનું ટીફીન પેક કર્યું અને કુણાલ અને રીના બન્ને ઓફીસ જવા નીકળી ગયા .એટલામાં જ રસ્તામાં ગાડીને પંચર પડ્યું એટલામાં જ ત્યાં નાના છોકરા રમતા હતા ત્યાં જઈને રીના ઊભી રહી એટલામાં જ એક છોકરો મોબાઇલ લઇને આવ્યો અને કહ્યું ;આ મોબાઇલ મને મળ્યો છે તમારો છે.??

કુણાલ પણ બાજુમાં ઉભો હતો એને એ મોબાઇલ લઇ લીધો અને કહ્યું: "બેટા" તને ક્યાંથી મળ્યો છે?
છોકરાઓએ કહ્યું કે મેં રમતા હતા અને આ ઝાડીઓની પાછળથી મળ્યો છે .
કુણાલ આવ્યો અને કહ્યું અરે આ મોબાઇલ મિતેશનો છે હું એના ફોન ને ઓળખું છું.

કુણાલ એ ફોનનો પાસવર્ડ એની પાસે હતો નહીં એટલે એને ફોન ખિસ્સામાં મૂક્યો અને છોકરાઓને સરસ ચોકલેટ લઈને આપી અને કહ્યું બેટા આ ફોન મારા મિત્રો છે તમારો ખુબ આભાર એમ કહીને એ લોકો ઓફીસ જવા નીકળી પડ્યા.

રીનાએ મિતેશને ફોન કરી અને પાસવર્ડ માગીને તે પાસવર્ડ કુણાલને આપ્યો.

મિતેશને પણ આનંદ થયો પરંતુ એને ડર હતો કે એમાં સાબિતી હશે કે નહીં પરંતુ એને પાછો આપ્યો એવો જ કુણાલે પાસવર્ડ થી ફોનને ખોલ્યો. અને એને રીનાને કહ્યું કે; હું ફોન રિપેર કરી પછી ,આવતીકાલે હું મિતેશ ને ફોન આપીશ .
રીના પણ ઇચ્છતી હતી કે આવતી કાલે ફોન આપે તો સારી બાબત છે અને એમાં કદાચ રેકોર્ડિંગને બધું જો કુણાલ સાંભળી શકે તો એને પણ ખ્યાલ આવે કે એન્જલિનાઅને જ્યોર્જનું સત્ય શું છે ?

કુણાલ એ જોબ પર જઈને એન્જલિના ને ટીફિન આપ્યું પરંતુ એ ફોન વિશે કહેવાનું ભૂલી ગયો અને એના કામે લાગી ગયો.

એન્જલિનાએ કહ્યું કે હું આજે વહેલા નીકળું છું કારણ કે હું સવારે આવી છું .
કુણાલ ને થયું કે એન્જલિના જોબ પર સવારની આવી છે એટલે એને કહ્યું કંઈ વાંધો નહીં તું નીકળી શકે છે.

કુણાલએ તેના ફ્રેન્ડ સર્કલને કહ્યું કે એન્જલિના વહેલા આવી છે એટલે તે વહેલા નીકળી જશે એમનું કામ તમારે પૂરું કરવું પડશે ત્યારે સ્ટાફમાંથી એક મિત્રે કહ્યું કે એન્જલિના તો હમણાં જ આવી છે તમે આવ્યા એ પહેલા સવારની આવી જ નથી. કુણાલને ન્મનમાં થયું એ તો વહેલા સવારે આવી ગઈ છે કદાચ તમને ખબર નહીં હોય! ત્યારે એના મિત્રે કહ્યું આમાં અમારે શું કામ ખોટું બોલવું પડે એ હાલ જ આવી છે અને વહેલા કેમ જતી રહી એ પણ કુણાલને એના એના ફ્રેન્ડ સર્કલ એ પૂછ્યું !
વધુ આગળ.....
વધુ ભાગ /28,