Intezar - 20 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 20

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

ઇન્તજાર - 20

આગળના ભાગમાં જોયું કે, મિતેશ એન્જલિના વિશે થોડી ઘણી સાબિતી ભેગી કરે છે કુણાલના શેઠ કુણાલને ઘરે જમવા માટે આવે છે અને તેમને બનાવેલા વસિયતનામા ની વાત પણ કુણાલના મમ્મી-પપ્પાને સમકક્ષ કરે છે.
અચાનક કોઈ ગીતનો અવાજ સંભળાય છે અને શેઠના હૃદયમાં જાણે કે અવાજની અનુભૂતિની વેદના દિલમાં થતી હોય એમ બહાર નીકળે છે પરંતુ તેમને કોઈ મળતું નથી અહીં મિતેશ સાબિતી શોધતા-શોધતા એન્જલિના અને જ્યોર્જને મળવા આવી જતો હોય છે તે ત્યાં સેલ્સમેન બનીને જાય છે અને થોડી ઘણી માહિતી ભેગી કરે છે ફરીથી કુણાલના સર એ અવાજને શોધતા તેના ઘરે આવે છે અને સંધ્યા ટાણે ફરીથી જ એ જ ભજન ગવાતું હોય છે અને તે અવાજ શોધતાપાછળ, પાછળ જાય છે હવે વધુ આગળ


શેઠજીએ જેવો ભજન નો અવાજ શોધતા પોતાના પગને આગળ કરીને નીકળી રહ્યા હતા ત્યારે જોયું તો એક સાડીમાં એક સ્ત્રી હાથમાં કિતાર હતો અને સરસ મજાનું ભજન ગાઈ રહી હતી..મેરે..તો..ગિરધર ગોપાલ...

"રીનાએ કહ્યું શેઠજી આતો મારા મંગળાબા છે અને ખૂબ સરસ ભજન ગાય છે."

" શેઠજીએ કહ્યું ;મારે એમના દર્શન કરીને જોવા છે '

મંગળાબાને શેઠનો અવાજ સાંભળતાં જ એમને લાગ્યું કે ;આતો મારા જ ગિરધર લાગે છે અને જાણે યાદશક્તિ પાછી આવી હોય એવું લાગી રહ્યું હતુ "

શેઠજીએ જેવા એ સ્ત્રીના મુખ દર્શન કર્યા અને તરત જ એમની આંખો હર્ષથી આંસુઓથી ભરાઈ ગઈ અને કહ્યું ;અરે મંગળા તું મારી જ મંગળા છે!!! તું ક્યાં હતી!! તું ક્યાં ખોવાઈ ગઈ હતી?? કેટલાક વર્ષોથી હું તને શોધતો હતો! મને એમ કે તું એક્સિડન્ટમાં પૃથ્વી પર થી અલિપ્ત થઇ રહી છે. પરંતુ આજે તો મને જાણે કે દુનિયાભરની ખુશી મળી ગઈ છે.

" અહીં મંગળા બાને પણ હૃદયમાંથી લાગણી ફૂટી હોય એમ ભેટી પડ્યા અને કહ્યું ;અરે મારા ગિરધર હું તો બધું જ ભૂલી ચૂકી હતી પરંતુ તમને જોતાં જ મને યાદ આવી ગયું કે આપણે કેવા સુખેથી રહેતા હતા પરંતુ એક્સિડન્ટમાં આપણે ઘણા વર્ષો સુધી અલગ થઈને રહ્યા."

"શેઠને જાણે ઢળતી ઉંમરે યુવાની ફૂટી હોય એમ પોતાના શરીરની શક્તિ પ્રજવલિત થઇ ઊઠી અને કહ્યું; મંગળા ચાલ હવે તો આપણે ફરીથી જીવી લઈએ ......

" મંગળા બાએ કહ્યું ;હું તૈયાર છું પરંતુ મને હવે ત્યાં આલીશાન બંગલામાં નહીં જ ફાવે. હું આ ઘરમાં રહેવા માંગું છું ."

" શેઠજીએ કહ્યું ;મંગળા હું પણ એકલો જ છું અને તું તો મારી જીવનસંગિની છે અને મારી જીવનસંગિની જ્યાં રહેશે ત્યાં આવવા તૈયાર છું"

" રીનાએ કહ્યુ; આટલા વર્ષોમાં તમે બંને અલગ થયા છતાં તમારો પ્રેમ તો ભરપૂર હોય એમ લાગી રહ્યો છે "

"મંગળા બા કહે; રીના હું જે ભજનો ગાતી હતી એ મારા ઈશ્વર, ગિરધર જે ગણે તે મારા પતિદેવ છે .પરંતુ બધું એક્સિડન્ટમાં ભૂલી ચૂકી હતું પરંતુ એમના એક સ્પર્શેની વાણીના અમૃતએ મારી અંદરની યાદશક્તિને બહાર ખેંચી લીધી "

"રીનાએ કહ્યું; તમારે કોઈ સંતાન નથી."

" મંગાવા કહે; દેવના દીધેલ બે દીકરા હતા. પરંતુ કુદરતે એમને પણ છીનવી લીધા પરંતુ અમે ખુશ હતા અમારી જિંદગીમાં કુદરતે આપ્યા હતા અને એને લઈ લીધા એમ સ્વીકારીને ખુશ રહેતા હતા.'

પરંતુ એક દિવસ અચાનક એક્સિડન્ટ થયું અને અમે બંને અલગ થયા .જે મિતેશ તારા ઘરે આવે છે એ છોકરાએ મને મારો જીવ બચાવ્યો અને મને ઘરે લઈ ગયો મને એક સારી સ્કુલમાં નોકરી પણ અપાવી આજે હું એના પ્રતાપે સુખી છું પરંતુ મને યાદ જ નહોતું આવતું કે મારું અહી કોણ છે .. હું તારી સાથે વાતો કરીને હળવી થવા આવતી તારામાં હું મારી દીકરી જોતી પરંતુ મને કંઈ યાદ નહોતું . અત્યારે મને થયું કે મને સર્વ જગત મળી ગયું છે."

રીના પણ ખુશ હતી ખરેખર મંગળાબાના પ્રેમની ભક્તિ અપાર છે કે કુદરતે એમને જીવનની છેલ્લી ક્ષણોમાં પતિદેવ સાથે મિલન કરી આપ્યું."

" મંગળા પણ ખુશ હતા મંગાવા કહે ;આ રીના મારી દીકરી જેવી છે "

" કુણાલના શેઠે કહ્યું; હું જાણું છું અને અહીં બાજુમાં કુણાલ છે એને દીકરો બનાવ્યો છે એ મારી કંપની સંભાળે છે.

"મંગળાબા એ કહ્યું ; બસ તો આ કુણાલની પત્ની છે .

"શેઠ કહે ;મને તો એમ કે એન્જિલીના કુણાલ ની પત્ની છે .

" મંગળા બા કહ્યું: તમે બેસો હું બધી જ વાત કરું છું અને ટૂંકમાં મંગળા બા એ બધી જ વાત કરી અને રીના એ પણ બધું જ કહ્યું.


'મંગળા બાએ શેઠને કહ્યું: મારે એક ઇચ્છા છે કે તમે જે વસિયતનામું બનાવ્યું છે એ ફક્ત કુણાલ નામે રાખો એની પત્ની ના નામે કોઈપણ મિલકતના કરો નહીં તો, એન્જલિના નું રહસ્ય આપોઆપ બહાર આવશે'

"ત્યારે શેઠજીને થયું કે ભારતની નારીઓ ખરેખર કેટલી બધી હોશિયાર છે પોતાના પતિને પાછા મેળવવા માટે ઇંતજાર કરતી અહીં ન્યુયોર્ક સુધી આવી છે મને પણ આનંદ છે કે તને તારો કુણાલ પાછો મળી જાય હું વસિયતનામું બદલી નાખીશ અને ફક્ત કુણાલને નામે જ કરીશ."

" મંગળા બાએ કહ્યું ;રીના મારી દીકરી જેવી છે મારી દીકરી એ તમારી દીકરી ગણાય હવે એને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખજો'

શેઠે કહ્યું;મંગળા હવે તો તારી દીકરી એ મારી દીકરી માનીને હું ચાલીશ.હવે તો હું કુણાલની સામે એની નજર સમક્ષ જ એન્જલિનાનું રહસ્ય બહાર લાવીશ અને મિતેશ જે રીતે રીનાને સપોર્ટ કરે છે એમ હું પણ સાથ આપીશ હવે તો હું તારી સાથે જ રહેવાનો છું એટલે આપણે જ આપણી દીકરી ની ફરીથી કન્યાદાન કરીશું અને કુદરતે આપણને દીકરા અને દીકરી થી વંચિત રાખ્યા છે એ ઈચ્છા આપણી પૂરી કરીશું ."

"આજે તો મંગળાબા ખુબ ખુશ હતા. રીના પણ ખુશ હતી અને શેઠની તો ખુશી અપાર હતી .

હવે તો શેઠજી કહ્યું ;આવતીકાલે મંગળા હું બધો સામાન લઈને અહીંયા આવી જઈશ .

" સાંજ પડી એટલે કુણાલ ઘરે આવ્યો ત્યારે રીના એ બધી જ વાત મંગાવા અને શેઠની કરી.
કુણાલને પણ આનંદ થયો કે ખરેખર મારા સાહેબને સમયના સથવારે કુદરતે ફરીથી સાથ આપી દીધો ભગવાન નો ખુબ ખુબ આભાર .

એન્જલિના ને થયું કે બાજુમાં શેઠજી રહેવા આવશે તો મારું રહસ્ય ચોક્કસ બહાર આવશે .કારણ કે એન્જલિના એની પત્ની નહિ પરંતુ રીના એની પત્ની છે એ જૂઠ બહાર આવી જશે એ વિચારે એન્જલિના ની ધડકન તો વધી રહી હતી .

અહીંયા રીનાની ધડકન ખુશી અનુભવી હતી મિતેશ ને પણ ધીમે ,ધીમે સાબિતી મળી રહેતી હતી.

મિતેશ ને જાણવા મળ્યું કે જ્યોર્જ અને એન્જલિના બંને સાથે મળીને કુણાલ સાથે નાટક કરી રહ્યા હતા કારણકે કરોડોની મિલકત કંપનીના માલિક શેઠે, કુણાલ અને તેની પત્નીના નામે કરી હતી અને એ બધું જ્યોર્જ અને એન્જલિના જાણતા હતા અને વગર મહેનતે કરોડની મિલકત મળી જાય એના માટે એને આ નાટક કર્યું હતું. મિતેશ ને પણ થયું કે ખરેખર પૈસા માટે લોકો પોતાના પરિવારને પણ તોડતા વાર કરતા નથી .

એક આ હિન્દુ નારી રીના છે જે ઇંતજાર કરતી ઇન્ડિયાથી અહીં સુધી કુણાલની મેળવવા આવી છે જ્યારે એન્જલિના પોતાના પતિને છોડીને પૈસા માટે કુણાલ સાથે પ્રેમનું નાટક કરી રહી છે .

આ તો કેવું સપનાનું વાવેતર... એ જ સમજાતું નથી..

હવે બધું આગળ ભાગ 21....