Superstition in Gujarati Children Stories by Amir Ali Daredia books and stories PDF | અંધશ્રદ્ધા

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

અંધશ્રદ્ધા

જુલી.
એક ખુબસુરત.સફેદ રુવાંટી વાળી પાતળી બિલાડી છે. એનો દેખાવ એટલો સુંદર. કે તમે જોતા જ રહી જાવ. કદાચ એને જોયા પછી જ કવિએ આ કવિતા લખી હશે.
મેં એક બિલાડી પાળી છે.
જે રંગે બહુ રુપાળી છે.
જ્યારે એ પોતાના આગલા બન્ને પગને પેટમાં દબાવીને. પાછલા પગ ઉપર બેઠી હોય. તો દૂરથી એને જોનારા ને ક્ષણ ભર એવું લાગે કે જાણે સસલું બેઠું હોય. ક્ષણ ભર એટલે કહુ છું કે જુલીના કાન નોર્મલ બિલાડીઓના કાન જેવા જ કાન છે. જ્યારે સસલાના કાન મોટા હોય છે.જો જુલીના કાન પણ મોટા હોત તો. તો એ દુરથી 100% સસલું જ લાગે.
જુલીને એક બહુ જ સરસ ટેવ છે. રોજ સવારે સાડા છ વાગે સાત બંગલા માં આવેલા મ્યાઉ મ્યાઉ પાર્કમાં વોક કરવા જવાની. આ પાર્કમાં આજુ બાજુ માંથી ઘણી બધી બિલાડીઓ મોર્નિંગ વોક માટે આવતી.પીકનીક કોટેજ થી શમસા. દરિયા મહેલ થી ફેરીન. મચ્છી માર્કેટથી રુહી. અને શેલા.જુલીને આ બધી બિલાડીઓ સાથે સારી ફ્રેન્ડ શિપ હતી.
આજે સાડા છ ના બદલે પોણા સાત થઈ ગયા હોવાથી. જુલી ઉતાવળે ઉતાવળે ચાલી રહી હતી.સંતોષ પાન હાઉસ પાસે એ પોહચી. ત્યાંથી દસ ફૂટનો રોડ ક્રોસ કરો કે સામે જ મ્યાઉ મ્યાઉ પાર્ક દેખાતું.આ ટાઈમે ખાસ કંઈ ટ્રાફિક જેવું નો રહેતું. એટલે એ પોતાની મસ્તીમા રોડ ક્રોસ કરવા ગઈ. પણ ત્યાં કોઈકે પાછળથી એની પુંછડી પકડીને એને ખેંચી લીધી. એના મોં માંથી જોરથી મ્યાઉ કરીને ચિખ નીકળી ગઈ. ક્રોધથી એણે પુંછડી ખેંચવા વાળા ઉપર પંજો ઉગામવા પાછળ ફરીને જોયું. તો એ સાત બંગલા ગાર્ડનમાં રહેતી એની બહેનપણી હેલેના હતી.એ હેલેના ઉપર ગુસ્સે થતા બોલી.
' આ શુ હરકત છે હેલેના? '
' અરે મેં તો તને અપશુકન થી બચાવી.'
' કેવા અપશુકન.?'
' હજુ હમણાં જ એક બે પગાળો માનવી અહીંથી દોડીને ગયો.'
' તો.?તો શુ થયુ.?'
' શુ તને ખબર નથી કે કોઈ માણસ આડો ઉતરે તો શુ થાય?'
' હા.મેં સાંભળ્યું છે. પણ એ બધું હબંગ છે.હું આવી કોઈ અંધશ્રદ્ધા માં નથી માનતી.' જુલીએ તડ ને ફડ જવાબ આપ્યો. હેલેના અને જુલી ની વય લગભગ સરખી. પણ પર્સનાલિટી માં જમીન આસમાનનો ફર્ક. જુલી સફેદ રૂ ની પૂણી જેવી.અને પાતળી.એનું વજન માંડ ત્રણ ચાર કિલો હશે. જ્યારે હેલેના કાળી. અને ભરાવદાર શરીર વાળી. એકદમ રુષ્ટપુષ્ટ અને એનું વજન આઠ કિલો થી વધારે. કદાચ ઓલી કવિતા આના માટે જ કવિએ લખી હોવી જોઈએ.
એક બિલાડી જાડી.
એણે પહેરી સાડી.
અને એ એટલી ખતરનાક. કે બિલાડીઓ તો શું મોટા મોટા ડાઘીયા પણ એનાથી ગભરાતા. વરસ પહેલાં મોતી નામના એક ખતરનાક ડોગે એના ઉપર હુમલો કરવાની ભુલ કરીતી. હેલેનાએ એવો જડબેસલાક પંજો એના મોં પર મારી ને. એવા નહોર એના ચહેરા ઉપર મારેલા કે બિચારો મોતી લહુ લુહાણ થઈ ગયેલો. ત્યાર પછી મોતી તો શું બીજા કુતરાઓ પણ હેલેના ને જોતા જ પોતાનો રસ્તો બદલી નાખતા.
જુલીએ જ્યારે કહ્યું કે હું અંધશ્રદ્ધા માં નથી માનતી. ત્યારે હેલેનાએ કહ્યું.
' માનવું ન માનવું તારી મરજીની વાત છે. પણ મારા પરિવારમાં ઘટેલી આ સત્ય ઘટના સાંભળી લે.'
' કઈ?' જુલીએ પુછયું.
' સાંભળ. મારા માસા પણ તારી જેમ આવી વાતોમાં માનતા ન હતા.તે મારી બ્રાઉની માસીને તો જોયા છે ને?'
' હા યાર. અત્યારે પણ કેવા ક્યૂટ લાગે છે. એમનો એ બ્રાઉન કલર. વાહ.કેવા સુંદર દેખાય છે એ.સો બ્યુટીફૂલ.'
' મારા નાના નાની અત્યારે જે નાના નાની પાર્ક છે ત્યાં પહેલા ખાલી પ્લોટ હતો ત્યાં રહેતા.મારી માસીની પાછળ ઠેઠ જુહુ અને પાલીહિલના બીલડાઓ પણ દિવાના હતા. પણ મારી માસીને રોબર્ટ માસા પસંદ પડ્યા અને એમણે બન્નેએ લગ્ન કર્યા. એમના લગ્ન થયા ત્યારે હું હજુ નાનું એવું મીંદડું હતી. લગ્નના બીજા દિવસે મસામાસીએ મઢ આઈલેન્ડ પર હનીમૂન ઉજવવા જવાનું નક્કી કરેલું.
' પણ મે ક્યારેય રોબર્ટ અંકલને જોયા નથી.' જુલી બોલી.'
' મારી વાત પુરી થવા દે એટલે તને સમજાશે કે તે રોબર્ટ માસાને કેમ નથી જોયા.'
' હા. તો શું થયું આગળ.'જુલીને રસ પડી રહ્યો હતો.
' લગ્નના બીજા દિવસે મઢ જવા માટે એ બેઉ વરસોવા જેટ્ટી થી બોટ પકડવા રવાના થયા. બન્ને એકબીજાના પંજા પકડીને વાતો કરતા જઈ રહ્યા હતા.પીકનીક કોટેજ પાસે સમુદ્ર તરફ જવાનો જે નાનો રોડ છે ત્યાં પોહચ્યા. એ રોડ ક્રોસ કરવા જઈ રહ્યા હતા. ત્યાં રાઈટ થી એક બે પગાળો માણસ દોડીને આડો ઉતર્યો.'
' પછી. પછી શુ થયુ.?' જુલીએ ઉત્તેજના પૂર્વક પુછયું.
' માસી ચાલતા ચાલતા ઉભા રહી ગયા. તો માસા બોલ્યા.
'કેમ ઉભી રહી ગઈ. ચાલ.' માસીએ માસાનો હાથ મજબૂતીથી પકડી રાખતા કહ્યું.
'થોડી વાર ઉભા રહીએ.'
'કેમ ?' માસાએ નવાઈ પામતા પુછ્યુ.
' તમે જોયું નહીં. ઓલો બે પગાળો હમણા દોડીને ગયો તે.?'
' અરે ગાંડી તો શું થયું.?આવા વહેમ મનમાં ના રખાય.'
' એક બે મિનિટ ઉભા રો ને. હમણાં કોઈ અહીંથી નીકળે કે આપણે પણ એની પાછળ ચાલવા માંડ્શુ.' પણ ત્યાં માસાએ માસીના હાથમાંથી હાથ છોડાવી દોડીને રોડની સામેની સાઈટ માં જતા રહ્યા અને હસતા હસતા બોલ્યા.
' જો કંઈ થયું?ચાલ તુ પણ આવતી રે આ બાજુ.'
માસીએ એક ડગલું ભર્યું. ત્યાં એક બાઈક કોણ જાણે ક્યાંથી અચાનક આવી અને માસા ને અડફેટે લઈ લીધા.'
'હેં.' જુલીના મુખ માંથી આવો ઉદગાર નીકળી ગયો.
' માસા જગ્યા પર જ ખલાસ થઈ ગયા. માસી લગ્નના બીજા દિવસે જ વિધવા થયા.' હેલેનાનુ ગળું ભરાઈ આવ્યું આંખો ભીની થઈ ગઈ.
' માસા એ જો માસીની વાત માની હોત. તો એમની સાથે દુર્ઘટના ન થઈ હોત.' ઉદાસ સ્વરે હેલેનાએ પોતાનું વ્યક્તવ્ય પૂરું કર્યું.
જુલી અફસોસ કરતા બોલી.
' હેલેના. બનવાકાળ બનતું હોય છે. પણ હુ હજુ કહીશ.કે એ બધી અંધશ્રદ્ધા જ છે.' અને બરાબર એ વખતે એક મોટી સાઈઝ નો ઉંદર. એ બન્ને પાસેથી ઝડપથી પસાર થઈ રોડ ઓળંગવા ગયો. અને હેલેનાએ ચિલ ઝડપથી દોડીને પોતાના પંજામાં એને પકડી લીધો. અને પછી એણે જુલીને પુછ્યુ.
'બોલ જુલી. હવે તારું શુ કહેવું છે.? એ બે પગાળો આ ઉંદર માટે અપશુકનિયાળ સાબિત થ્યો કે નહિ?' હેલેનાના પંજામાં સપડાયેલા ઉંદરે પુછ્યુ.
' શુ કોઈ માણસ અહીં આડો ઉતર્યો તો.?'
'હા.' હેલેના સ્માઈલ કરતા બોલી. અને ઉંદર એક મોટો નિસાસો નાખતા બોલ્યો.
' જેવા મારા ભાગ્ય.'
' બોલ જુલી. હવે તારું શુ કહેવું છે.?.'
' હું તો આને અપશુકન નહિ પણ શુકન સમજીશ.' જુલી મુશકુરાતા બોલી.
'એવુ કેમ?' હેલેનાએ આશ્ચર્ય પામતા પુછ્યુ.
' જો આપણ ને તો સવાર સવારમાં નાસ્તો મળી ગ્યો ને.' જુલીએ ફોડ પાડ્યો. અને હેલેનાના મગજમા હવે નવુ ભુસુ ભરાયું. કે બે પગાળા માણસો આડા ઉતરે ત્યારે અપશુકન નહિ પણ શુકન થાય છે. એટલે હવે એ જ્યારે પણ રોડ પર આવે ત્યારે. માણસ આડો ઉતરે પછી જ એ આગળ ડગલું ભરે છે.
' સમાપ્ત '
(બાળમિત્રો. બિલાડી આડી ઉતરે ત્યારે અપશુકન થાય છે એવી ખોટી માન્યતા મનમાં રાખવી નહિ. એ માન્યતાને આધારે આ વાર્તા લખી છે આશા છે કે પસંદ આવશે.)