Intezar - 1 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 1

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇન્તજાર - 1

આજે રીના ખૂબ ખૂશ હતી, કારણ કે આજે એનો પતિ કુણાલ અમેરિકાથી પરત ઘણા વર્ષ પછી પાછો આવી રહ્યો હતો એટલે રીનાને તો ખુશીઓ અપાર હતી લગ્નના બીજા જ દિવસે અમેરિકા જતો રહ્યો હતો . આજે 10 વર્ષ પછી કુણાલ પાછો આવી રહ્યો હતો ફોન ઉપર તો વાત થતી હતી .પરંતુ આજે ઘણા ટાઇમ પછી એને નજીકથી મળવાનું હતું એટલી ઘણી બધી તૈયારીઓ કરી નાખી હતી કે 'કુણાલ આવે ત્યારે હું એનું સ્વાગત ખૂબ પ્રેમથી કરીશ અને કુણાલ માટે કપડા ની શોપિંગ પણ કરી દીધી એને ભાવતા નાસ્તા લાવી દીધા હતા અને કુણાલ માટે એને પોતાની જાતને પણ સોળેકળાએ શણગારી હતી.


કુણાલને દસ વરસ પછી જોવાનો હતો અને કુણાલ અને રીના બન્નેનું મિલન દસ વરસ પછી થવાનું હતું. ફોરેન ગયા પછી કુણાલ અને રીના બંને જણા ફોન પર વાત કરતા. એટલી બધી વાત પણ થતી નહોતી .હવે તો કુણાલ ફોરેન લઈને જશે એવા સપનાનો ઇંતજાર હતો એને એટલો બધો ઇન્તજાર કરતી હતી કે દિવસો ગણતી હતી. દસ વરસનો ઇન્તજાર પૂરો થયો, રીનાએ સવારે વહેલા ખબર પડી ગઈ હતી કે છ વાગ્યાની ફ્લાઇટ આવી જશે ,એટલે આવતા કલાક જેવું લાગશે એટલે એ સવારે વહેલા જાગી ગઈ એમ કહેવાય કે ઊંઘી નહોતી એને સપનામાં પણ કુણાલ દેખાતો હતો. એન એમ કુણાલ આવી રહ્યો છે અને એની સાથે મને પણ લઈ જઈ રહ્યો છે .એવાં સપનાં જોતી રહી હતી કારણ કે 'લગ્નના દિવસે આખી રાત ભરીને વાતો કરી હતી અને એમના લગ્ન તો એમના મમ્મી- પપ્પાની પસંદગી પ્રમાણે થયા હતા. કુણાલ પંદર દિવસ માટે ફોરેનથી આવ્યો હતો અને પંદર દિવસમાં ફટાફટ લગ્ન થઈ ગયા હતા એટલે રીના અને કુણાલ બંને એકબીજાને સમજવાનો વધારે સમય મળ્યો ન હતો. પરંતુ જે દિવસે લગ્ન થયા એ પહેલી રાતે બંને જણાએ ખૂબ વાતો કરી હતી અને એક સુહાગરાત ની યાદોમાં એને દસ વર્ષ સુધી એની આંખોમાં એને યાદ કરીને વિતાવ્યા હતા .

હવે તો ઇંતજાર હતો, કુણાલનો એ આવે અને પછી એની જિંદગીની નવી શરૂઆત કરશે દસ વર્ષ સુધી એને પોતાની પ્રેમની યાદોને એવી રીતે તો સાચવીને મૂકી હતી કે ક્યારે કુણાલ આવે અને એને હું બધી વાતો થી એનું પેટ ભરી દઉં .આ રીતે એનો ઇંતેજાર કરી રહી હતી અને થોડી જ વારમાં એક ફોન આવ્યો અને રીનાએ ફોન રિસીવ કર્યો સામે કુણાલની ફોન હતો અને કુણાલના ફોન માંથી કોઈ એક લેડીઝ નો અવાજ આવ્યો


રીના કહ્યું ;તમે કોણ બોલો છો ?

"તો કહ્યું કુણાલની વાઇફ છું."

"કુણાલે વસંતીને કહ્યું હતું કે; અમેરિકામાં આપણે લિવ ઈન રીલેશનશીપમાં રહીએ છીએ પણ ભારતમાં આ શક્ય નથી.એટલે વસંતીને કહેલું કે; તું મારી પત્ની છે.એ રીતે જ કહેવાનું એટલે વસંતીએ ફોનમાં કહ્યું હુ કુણાલની વાઇફ બોલું છું "

" ફોનમાંથી અવાજ સાંભળીને એકદમ એ બેભાન અવસ્થામાં પડી ગઈ તરત જ એના સાસુ આવ્યા અને કહ્યું! બેટા કોનો ફોન છે.? કેમ શું થયું ? કુણાલ નથી આવવાનો ? એને કંઈ તકલીફ થઈ ? તરત જ એની સાસુએ ફોન લીધો અને તરત જ વાત કરી તો કુણાલે વાત કરી અને કહ્યું ; મમ્મી મે અહીં વસંતી જોડે લગ્ન કરી લીધા છે . હું અને વસંતી બંને આવી રહ્યા છીએ .કુણાલને સાસુ કહે; રીના નું શું! એ તારો ઇન્તજાર કરી રહી છે.

કુણાલે કહ્યું; રીનાને કહેજે કે અમને સ્વીકારી લે અને હું આવ્યા પછી તેને છૂટાછેડા આપી દઈશ.અને જો ના લેવા હોય તો પણ અમારી સાથે રહેવાનો નિર્ણય કરી શકે છે. કારણ કે વસંતીને કોઈ મુશ્કેલી નથી . અમે થોડા દિવસ પછી પાછા અમેરિકા જતા રહેવાના છે એમ કરીને ફોન મૂક્યો.

" રીનાને ભાન આવ્યું. એના સાસુ ને વાત કરી કે કુણાલના ફોન માંથી કોઈ લેડીઝ અવાજ આવતો હતો. એની સાસુ બહુ સારા સ્વભાવના હતા એને કહ્યું ! બેટા કુણાલના ફોનમાંથી જેનો અવાજ હતો એ કુણાલે વસંતી સાથે લગ્ન કરી લીધા છે તેનો હતો."

"હવે બેટા તને શું કહું ... તારા ઈન્તજારનું પરિણામ મારા દીકરાએ બહુ જ ખરાબ આપ્યું છે, એ મોટી ભેટ તરીકે વસંતીને લઈને આવી રહ્યો છે તારી સાથે અન્યાય થઈ રહ્યો છે ,પરંતુ અમે પણ લાચાર છીએ અમને પણ સમજાતું નથી,આપણી પાસે કોઈ શબ્દો નથી કે હું તને શું કહું!!! એ તને હવે અમેરિકા નહિ લઈ જાય. આટલા દસ વર્ષ સુધી એક જ રાહ જોઈ હતી કે કુણાલ આવે અને તને લઈ જાય અને અમને પણ એ જ હતું કે, તારી જિંદગીમાં ખુશીઓ આવી જાય.

"રીના કંઈપણ બોલે એવી હાલતમાં નહતી એ કઈ બોલી નહિ અને કહ્યું; કંઈ વાંધો નહીં મમ્મી એ આવે છે તો એમનું સ્વાગત તો શાંતિથી કરી લો .તમે કંઈ બોલશો નહીં. એ ખૂબ જ તૂટી ગઈ હતી . પરંતુ એને કોઈ પણ રીતે પોતાને વેદનાને દબાવી દીધી પછી તરત જ બીજા દિવસે સવારે તો વહેલા જાગી હતી .ઉજાગરો પણ હતો એટલે તરત જ એને બધી તૈયારીઓ ચાલુ કરી એના સાસુ જોઈને જીવ બાળી રહ્યા હતા ...

વધુ આગળ ભાગ/2