Love Revenge-2 Spin Off - Season - 2 - Chapter-2 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-2

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-2

“ક્લિક....ક્લિક....!”

સિદ્ધાર્થના બાઈક ઉપર બેઠાં -બેઠાં નખરાં કરતી-કરતી લાવણ્યા સેલ્ફીઓ ખેંચી રહી હતી.

લાવણ્યાને જોતાંજ સિદ્ધાર્થનું મગજ તપી ઉઠ્યું. પોતાનો ગુસ્સો ઠંડો કરવાં સિદ્ધાર્થે આમતેમ જોયું. કેટલીક ક્ષણો આમ-તેમ જોઈ સિદ્ધાર્થ છેવટે પાર્કિંગ તરફ જવાં લાગ્યો.

પતરાનાં પાર્કિંગ શેડ પાસે પહોંચવા આવેલાં સિદ્ધાર્થ ઉપર લાવણ્યાની નજર પડતાં જ તેણીની આંખો ચમકી. બાઈક ઉપર બેઠાં-બેઠાં પોતાની સામે ઘૂરી રહેલી લાવણ્યાને જોઈ સિદ્ધાર્થ સહેજ ખચકાયો અને સહેજ ધીમો થયો. આમ છતાં, લાવણ્યા મલકાતી-મલકાતી સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“Excuse me.....!?” છેવટે બાઈક પાસે આવીને પાસે આવતાં જ સિદ્ધાર્થે લાવણ્યાને કહ્યું “ આ મારી બાઈક છે...! would you mind...?”

અત્યાર સુધી સંમોહિત થઈને તેની સામે જોઈ રહેલી લાવણ્યા જાણે ઝબકીને “જાગી” હોય એમ સિદ્ધાર્થ સામે જોઈ રહીને મલકાઈ પછી પોતાની આદત પ્રમાણે તોછડાંઈથી કહ્યું -“તો....!?”

એટલામાં પ્રેમ અને ગ્રૂપનાં અન્ય બે-ત્રણ સ્ટુડન્ટ્સ પણ ત્યાં આવી ગયા.

“હાય લાવણ્યા.....!” રોનકે કહ્યું

લાવણ્યાએ માત્ર આંખ નચાવીને હાય કહ્યું. પછી પછી સિદ્ધાર્થ સામે ઘમંડથી જોયું.

“મેડમ ....તમે મારી બાઈક ઉપરથી ઉતારશો.....!?” સિદ્ધાર્થે ફરીવાર શક્ય એટલીવિનમ્રતાથી કહ્યું

“નહિ ઉતરું તો...!?” લાવણ્યાએ દમ માર્યો અને અદાથી પોતાનાં વાળ ઝાટક્યાં.

લાવણ્યા ઉપર ચીડ ચઢતાં સિદ્ધાર્થે દાંત ભીંચ્યા. તેણે પોતાનાં ચેહરા ઉપર અણગમાનાં ભાવ આવતાં રોકવાનો પ્રયત્ન કર્યો, છતાંપણ તેનાં ભવાં સંકોચાઈ ગયાં.

“લાવણ્યા .....! યાર ચાલને એમ પણ ફ્રેશર્સ પાર્ટીની તૈયારીઓ કરવાની છે...!”

રોનકે સિદ્ધાર્થનાં ચેહરા પર આવી ગયેલાં અણગમાને પારખી લેતાં લાવણ્યાને કહ્યું.

જોડે ઉભેલી કામ્યાએ પણ એ સિદ્ધાર્થનાં ચેહરા ઉપરનાં એ હાવભાવ નોટીસ કર્યા.

“મેં તને વચ્ચે બોલવાનું કીધું...?” લાવણ્યાએ રોનકને ઉતારી પાડ્યો.

રોનકની ઇન્સલ્ટ જોઈને કઈંક બોલવાં જતાં પ્રેમે પણ ચુપ રહેવામાં શાણપણ માન્યું અને ચુપ રહ્યો.

લાવણ્યાએ રોનકની ઈન્સલ્ટ કરતાં ઉતરી ગયેલાં રોનકના મોઢાં સામે જોઇને સિદ્ધાર્થને લાવણ્યાની નફ્ફટાઈ ઉપર વધારે ચીડ ચઢી. તે લાવણ્યાના વર્તનથી કંટાળ્યો હોય એમ પોતાનો ગુસ્સો રોકવાના પ્રયત્નમાં પોતાનું માથું ખંજવાળવા લાગ્યો.

સિદ્ધાર્થને પરેશાન થતો જોઇને લાવણ્યાને મઝા આવી હોય એમ તે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“અમ્મ....તું નવો આયો કૉલેજમાં..!?” જાણી-જોઇને સિદ્ધાર્થને હેરાન કરતી હોય એમ લાવણ્યા મલકાઈને બોલી “ફ્રેશર છે રાઈટ...!?”

કશું બોલ્યાં વગર લાવણ્યાની વાતને ઇગ્નોર કરી સિદ્ધાર્થે પોતાની બાઈકની ચાવી બાઈકનાં ઇગ્નિશન લોકમાં ભરાવી લોક ખોલ્યું અને સેલ મારી ડાયરેક્ટ એક્સીલેટર ફેરવી દીધું. રોયલ એનફિલ્ડ જેવું ભારેખમ બાઈક તેણે ગીયરમાં જ ડબલ સ્ટેન્ડ કરીને મૂક્યું હતું એટલે એક્સીલેટર મળતાંની સાથે જ એન્ફિલ્ડ સ્ટેન્ડ પરથી ઉછળીને ઉતરી ગઈ. લાવણ્યા કઈં સમજે એ પહેલાં તો બાઈક ઉપરથી ઉછળીને નીચે પડી. જોકે ત ત્યાંજ ઉભેલાં રોનક અને પ્રેમે લાવણ્યા નીચે પટકાય એ પહેલાં ઝીલી લીધી.

સિદ્ધાર્થે પોતાનાં મજબુત હાથ વડે બાઈકને તરત કન્ટ્રોલ કરી લીધી. જોકે તેણે એટલુજ એક્સીલેટર આપ્યું હતું કે બાઈક ઉછળીને સ્ટેન્ડ પરથી ઉતરી જાય.

સિદ્ધાર્થના એવાં અત્યંત રૂડ બિહેવિયરથી ડઘાઈ ગયેલી લાવણ્યા હજીતો પોતાને સંભાળે એ પહેલાં જ સિદ્ધાર્થ પોતની બાઈક ઉપર સવાર થઇ ગયો.

ઉભી થઇ રહેલી લાવણ્યા તરફ તુચ્છકારથી જોઈને સિદ્ધાર્થે પોતનાં રેબનના એવિયેટર ગોગલ્સ આંખે ચડાવ્યા. ગોગલ્સ પહેરતાં પહેલાં તેણે લાવણ્યા સામે અત્યંત વેધક નજરે જોયું અને નકારમાં માથું હલાવી કટાક્ષમાં સ્મિત કર્યું.

પોતાનાં બાઈકનું એક્સીલેટર ઘુમાવીને તેણે બાઈક કોલેજ કમ્પાઉન્ડનાં ગેટ તરફ મારી મૂકી.

લાવણ્યા, રોનક, પ્રેમ અને કામ્યા અવાચક થઈને ભારે અવાજ કરતાં રોયલ એન્ફિલ્ડ ઉપર સવાર થઈને જતાં સિદ્ધાર્થ સામે જોઈ રહ્યા.

લાવણ્યાનો સુંદર ચેહરો અપમાન અને ગુસ્સાથી તમતમી ઉઠ્યો.

“મૂડ ખરાબ કરી નાંખ્યો....!” એચ કૉલેજથી શંભુ કૉફીશોપ તરફ જઈ રહેલો સિદ્ધાર્થ બાઈક ચલાવતાં માથું ધુણાવતો-ધુણાવતો બબડ્યો.

“ટ્રીન...ટ્રીન....!” ત્યાંજ સિદ્ધાર્થનાં ફોનની રીંગ વાગી.

બાઈક ધીમું કરીને સિદ્ધાર્થે રોડની સાઈડે ઉભું રાખ્યું.

“ઓહ...!” સ્ક્રીન ઉપર કરણસિંઘનો નંબર જોઇને સિદ્ધાર્થ બબડ્યો અને કૉલ રીસીવ કર્યો.

“હાં...પપ્પા...!” કૉલ રીસીવ કરી સિદ્ધાર્થ ઉતાવળાં સ્વરમાં બોલ્યો.

“પપ્પા નઈ.....!” સામેથી કલાદાદીનો બોલ્યાં “હું બોલું છું...તારી દાદી...!”

“ઓહો...દાદી....!?” સિદ્ધાર્થે નવાઈ પામીને પૂછ્યું “તમે ફોન કર્યો....!?”

“હાં...કેમ...!? હું ના કરી શકું....!?” મીઠો છણકો કરીને કલાદાદી બોલ્યાં.

“અરે એમ નઈ કે’તો....!”

“હી...હી...હાં...હાં.....અવે....! મેં તો એટલે કર્યો કે...હું અને નીતા આજે જઈએ છે...! સિંહલકોટ પાછાં જઈએ છે...!”

“તમે ગામડે પાછાં જાઓ છો...!?કેમ....!?”

“અરે તો શું કરું...!?” કલાદાદી સિદ્ધાર્થથી નારાજ થતાં હોય એમ બોલ્યાં “હું તો તને ઘોડે ચઢતો જોવાં આઈ’તી....! પણ બધું કેન્સલ થયું....’ને તું ત્યાં જતો ‘ર્યો....! હવે તું પાછો આવે...ત્યાં સુધી હું અહિયાં થોડી રઉ...!?”

“થોડાં દિવસ રોકાયા હોત તો.....!?” સિદ્ધાર્થ સહેજ ઢીલાં સૂરમાં બોલ્યો.

“ઓહો....! હું તારાં મેરેજ નક્કી થાય...એટલે ગંગા ભેગી થવાં માગતી’તી...! પણ બધું કેન્સલ થયું...!”

“અરે દાદી ...કેમ આવું બોલો છો..!?” સિદ્ધાર્થ સહેજ ચિડાયો “તમારે આટલું જલ્દી શા માટે જવું છે...!?”

“તો તું જલ્દી નેહાને મનાઈલે...! તારું લગન પાકું થાય....તો મને શાંતિ થાય...!”

“હાં...બા....! પણ હું હજી તો ગઈ કાલે તો આયો...!” સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો “થોડો ટાઈમ તો લાગેજને...! અને એમાંય તમે નેહાને જાણો તો છો...! કેટલી જિદ્દીલી છે એ...!”

“અરે બેટા છોકરીઓતો જિદ્દીલીજ હોય...!” દાદી બોલ્યાં “તું શાંતિ રાખજે...! અને એને મનાઈલેજે...! હમ્મ...!”

“હું તો કાયમ શાંતિજ રાખું છું....!” સિદ્ધાર્થ માથું ધુણાવીને બોલ્યો.

“હમ્મ....તો પછી એને મનાઈ લે...તો પછી હું તારાં છોકરાઓ રમાડવા સુધી રોકાઈ જાઉં....!” કલાદાદી સિદ્ધાર્થની ખેંચતાં હોય એમ મજાકિયા સ્વરમાં બોલ્યાં.

“શું દાદી તમે પણ...!” સિદ્ધાર્થ શરમાઈ ગયો હોય એમ હસીને બોલ્યો “હજી તો ભેંસ ભાગોળે...’ને છાશ છાગોળે....!”

“હાં...હાં...હાં.....! છોકરાં...તું શે’રમાં રે’છે..પણ ખરો દેશી છે હોં....!” કલાદાદી બોલ્યાં “આવી કહેવતો તો હવે ગામડાનાં છોકરાંઓ પણ નઈ જાણતાં...!”

“પણ તમે જાણો છો....! અને હું તમારી જોડેથી શીખ્યો છું...!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.

“હાં...હાં....સારું ચલ તો હવે...! હું જાઉં છું ગામડે...! તું બરોડા આવે...તો કોટ (સિંહલકોટ) આવજે....!”

“હાં પાકું....આઈશ...! તમને મલ્યા વગર થોડી ચાલે...!” સિદ્ધાર્થ બોલ્યો.

થોડીવાર વાત કરીને સિદ્ધાર્થે છેવટે કૉલ કટ કર્યો. દાદી સાથે વાત કર્યા પછી પાર્કિંગમાં લાવણ્યા સાથે ઘટેલી ઘટના અને લાવણ્યા વિષેના વિચારોથી સિદ્ધાર્થનું મન ડાયવર્ટ પણ થઈ ગયું. બાઈક લઈને છેવટે તે શંભુ કૉફી શોપ જવા નીકળી ગયો.

કૉફીશોપના આગળ ગલીમાં બનેલ પાર્કિંગમાં બાઈક પાર્ક કરી સિદ્ધાર્થ કૉફીશોપ તરફ આવ્યો. અગાઉ નેહાને મળવા જ્યારે તે અમદાવાદ આવ્યો હતો, ત્યારે પણ તે નેહા સાથે અહિયાં આવી ચુક્યો હતો.

તેણે અગાઉ જેવી જોઈ હતી, તેનાં કરતાં થોડી વધારે ભીડ આજે પણ હતી.

“કોલજો ચાલું થઈ ગઈ એટલે...!” ભીડને જોઇને સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને ખાલી ટેબલ શોધવાં લાગ્યો. કૉફીશોપની સામેની દીવાલમાં લાગેલાં એલઈડીની પાસે એક ટેબલ પર બેઠેલું કપલ ઉભું થતાં સિદ્ધાર્થે જોયું.

“જલ્દી ત્યાં જવું પડશે...!”

ફુલ ભરેલાં કૉફી શૉપમાં માંડ જગ્યાં ખાલી થતાં સિદ્ધાર્થ એ ટેબલ તરફ ગયો. ટેબલની જોડે મુકેલી વૂડન સીટમાં બેસી સિદ્ધાર્થ પોતાનો મોબાઈલ મંતરવા માંડ્યો અને નેહાની વેઈટ કરવાં લાગ્યો.

****

"અમ્મ....કૉફી સરસ છે ....!" લૅક્ચર બન્ક કરી સિદ્ધાર્થને મળવા શંભુ કૉફી શૉપ આવી પહોંચેલી નેહા કૉફીની શિપ પીતાં -પીતાં બોલી.

કૉલ્ડ કૉફીનાં લાંબાં કપમાં રહેલી સ્ટ્રોને હોંઠની વચ્ચે દબાવી કૉફી પી રહેલી નેહાને સામે બેઠેલો સિદ્ધાર્થ જોઈ રહ્યો હતો. કૉફી શૉપમાં હજીપણ એવીજ ભીડ જામેલી હતી.

"તું કેમ નથી પીતો ...!?" ટેબલ ઉપર હજીપણ ભરેલાં પડેલાં સિદ્ધાર્થનાં કૉફીનાં કપ સામે જોઈને નેહાએ પૂછ્યું.

"હું કૉફી નઈ પીતો ...!" સિદ્ધાર્થ બોલ્યો.

"તો શું પીવે છે તું ...!?" નેહા બોલી.

સિદ્ધાર્થ કશું પણ જવાબ આપ્યા વિના તેણી સામે જોઈ રહ્યો. નેહા જ્યારની આવી હતી ત્યારની આડી-અવળી વાતોજ કરે જતી હતી.

"તે કૉલેજમાં મને મળવાની કેમ ના પાડી ...!?" સિદ્ધાર્થે બીજીવાર પૂછ્યું.

"કીધું તો ખરાં ....હું લૅક્ચર ભરવાં જતી'તી ...!"

"તો મને પણ જોડે આવાં દેવો તોને ....!" સિદ્ધાર્થ બોલ્યો "હું પણ હવે આજ કૉલેજમાં ભણવાનો છું ....!"

"તે કીધું નઈ ...! તું એકદમ જ અહિયાં ભણવાં કેમ આઈ ગ્યો ...!?" નેહાએ ફરીવાર એજ પ્રશ્ન પૂછ્યો.

"કીધું તો ખરાં ....! અમદાવાદમાં નવું યુનિટ ખોલવાનું છે ...! એટલે એનાં માટે નવો શેડ લેવાનો વગેરે કામ માટે મારે અહીંયા થોડું લાબું રોકાવાનું થાય એવું છે ....! એટલે પછી કૉલેજ પણ અહીંયા જ કરવાનું વિચાર્યું ...!"

"હમ્મ ....!" નેહા બોલી પછી મનમાં બબડી " આ તો બા’નું છે....! સાચું રિઝન શું છે ....એ મને ખબર છે ...!"

થોડીવાર સુધી પોતાનાં કૉફી કપમાંથી નેહા કૉફીનાં શીપ ભરતી રહી. સિદ્ધાર્થ કશું બોલ્યાં વગર આમ-તેમ જોઈ કૉફી શોપમાં જામેલી ભીડ તરફ જોતો રહ્યો.

મોટાંભાગનાં કૉલેજ કપલ્સજ હતાં, કે પછી કૉલેજ ગ્રુપનાં ફ્રેન્ડસ.

“તો....તું ક્યારથી કૉલેજ આવે છે...!?” નેહાએ આમતેમ જોઈ રહેલાં સિદ્ધાર્થને પૂછ્યું.

“આજેજ આયો’તો....! પણ તે નાં પાડી કૉલેજમાં મલવાની...!” સિદ્ધાર્થ ફરીવાર નારાજ સૂરમાં બોલ્યો.

“અરે બાપા....મેં એમ પૂછ્યું કે લેક્ચરમાં ક્યારથી બેસે છે...!?” નેહા બોલી.

“મને લેકચર ભરવામાં કોઈ ઇન્ટ્રેસ્ટ નઈ...!” સિદ્ધાર્થ મોઢું બગાડીને બોલ્યો.

“તો પછી તું કૉલેજ આઈને શું કરીશ...!?” સિદ્ધાર્થને ચીડાવતી હોય એમ નેહા બોલી “તારું તો કોઈ ફ્રેન્ડ પણ નઈ ત્યાં...!?”

“કેમ....!? તું નઈ....!?”

“પણ મેં સગાઈ તોડી નાંખી છે...! યાદ છે...!?”

“હું ફ્રેન્ડની વાત કરું છું....!?” યાદ અપાવતો હોય એમ સિદ્ધાર્થ ટોન્ટમાં બોલ્યો “આપડે ફ્રેન્ડ નથી એમ...!?”

“ઓહ હાં નઈ...!” નેહા પોતાનાં માથે ટપલી મારીને બોલી પછી સિદ્ધાર્થ સામે જોઈ રહી.

તેનો ચેહરો સહેજ ઢીલો થઈ ગયો હતો. સિદ્ધાર્થ સામે જોતાં-જોતાં નેહા પાછી સ્ટ્રો વડે કૉફી પીવાં માંડી.

“અમ્મ....! તું કાલે કૉલેજ આવજે...!” સ્ટ્રોમાંથી પીધેલી કૉફીનો ઘૂંટ ગળેથી નીચે ઉતારતાં-ઉતારતાં નેહા બોલી “હું તને મારાં ગ્રુપ જોડે મલાઈશ...!”

“મને ઓછું ફાવે ગ્રુપ-બ્રૂપમાં....!” સિદ્ધાર્થ માથું ધુણાવીને બોલ્યો.

“હવે એવું ના કે’તો કે શેર અકેલાં હી ઘૂમતાં હેં...!” નેહા પાછી સિદ્ધાર્થની ખેંચતાં બોલી.

“અરે એવું નઈ બાપા...!” સિદ્ધાર્થ ચિડાયો છતાં તેનાથી હસાઈ ગયું.

“જો..જો....કેવું હસે છે પાછો....!” નેહાએ પોતાની આઈબ્રો નચાવી.

“હું મારાં ગ્રુપમાં પણ કોઈની જોડે ખાસ નઈ બોલતો..!” પોતાની હસવું માંડ રોકીને સિદ્ધાર્થ બોલ્યો “મને ઓછું ફાવે છે બધાં જોડે....!”

“હમ્મ....આઈ નો.....! તને ખાલી વિકટ જોડેજ ફાવે છે...! નઈ...!?”

“એ એકલો કાફી છે પણ....! બધી રીતે....!”

“બધી રીતે એટલે...!?” નેહાએ આંખ ઝીણી કરીને પૂછ્યું.

“ગમે ત્યારે હેલ્પ કરવામાં પણ.....અને ગમે ત્યારે હેરાન કરવામાં પણ....!” સિદ્ધાર્થ બોલ્યો.

“હાં....હાં.....હાં.....!” નેહાથી હસાઈ ગયું “પણ તું એની સાથે જ સીધો રઉ એવો છું...!”

“પણ મેં શું ખોટું કર્યું...!?”

“કંઈ નઈ કંઈ નઈ....ચીલ...! તું આવજે ખાલી...! મારું ગ્રુપ મસ્ત છે...!” નેહા બોલી “કામ્યા...! ત્રિશા....! રોનક..પ્રેમ...! અને હાં..અંકિતા...! એ તો બવ જબરી છે...હોં...! તારી આઈ બનશે....!”

“તું એક બાજુ મને બોલાવે છે....અને પછી એક બાજુ મને બીવડાવે છે...!”

બંને લગભગ બે-ત્રણ કલ્લાક જેટલું કૉફી શોપમાં બેઠાં પછી ઘરે જવાં નીકળ્યાં.

“હું તને ઘરે મૂકી જાઉં છું....!” કૉફી શોપની બહાર પાર્કિંગમાં પોતાનાં બાઈક ઉપર બેસતાં સિદ્ધાર્થ બોલ્યો “એ બા’ને અંકલને મલી લઈશ....!”

“કેમ...!? એમનું શું કામ છે...!?” નેહા શંકાભરી નજરે સિદ્ધાર્થ સામે જોઈ રહીને બોલી.

“અરે ખાલી....એમજ...!” સિદ્ધાર્થ બોલ્યો “અમદાવાદ આઈને એમને મલ્યો નઈ...! એટલે....!”

“ઓહ.....! પણ પપ્પા તો ઘેર નઈ હોય....!” નેહા બોલી.

“કેમ....!?”

“ખબર નઈ....!” નેહા ખભાં ઉછાળીને બોલી.

“સારું...પણ તોય તને ઘેર તો મૂકી જાઉંને....!” સિદ્ધાર્થ બોલ્યો અને પોતાની બાઈકની પાછલી સીટ તરફ ઈશારો કરીને બોલ્યો “ચલ...બેસ...!”

“ફાઈન...!” નેહા પરાણે બોલી અને છેવટે સિદ્ધાર્થના બાઈકની પાછલી સીટ ઉપર ઘોડો કરીને બેઠી.

સેલ મારી સિદ્ધાર્થે બાઈક જોધપુર નેહાના ઘર તરફ મારી મુક્યું.

*****

“અંદર નઈ આવે....!?” ઘરનાં ઝાંપા આગળ બાઈક ઉપરથી ઉતરીને નેહા બોલી.

“અંકલ તો છે નઈ...!” બાઈક ચાલું રાખીને ઉભેલો સિદ્ધાર્થ બોલ્યો.

“મમ્મી તો છેને પણ...!” નેહા બોલી.

“હાં...પણ ચાલશે....!” સિદ્ધાર્થ બોલ્યો “એકસાથે બેયને મલાઈ જાય...! પછી આઈશ...!”

“હમ્મ...સારું...!”

“ચલ...બાય....!” બાઈક પાછું ઘુમાવવા સિદ્ધાર્થે એક્સીલેટર ફેરવ્યું.

“સાંભળ....!” નેહાએ સિદ્ધાર્થને ટોક્યો “તું કાલે કૉલેજ આવે છે ને...!?”

“હાં...! આવાનો...!” સિદ્ધાર્થ બોલ્યો અને છેવટે બાઈક પાછું ઘૂમાવીને ગેટ તરફ મારી મુક્યું.

****

“મીટીંગ પછી મને પ્યુને કીધું’તું....! કે તું આયો તો ....!” સિદ્ધાર્થની સામે ડાયનીંગ ટેબલ ઉપર બેસીને જમી રહેલાં સુરેશસિંઘ બોલ્યાં “પણ પછી તું દેખાયો નઈ....! અને હું પણ બીઝી હતો...એટલે વાત કરવાનો ટાઈમ ના મલ્યો...!”

“હું પછી બા’ર ગયો ‘તો...!” સિદ્ધાર્થ બોલ્યો.

“હમ્મ...નેહાને મલ્યો...!?” સુરેશસિંઘે પૂછ્યું.

“હાં...અ...મલ્યો...!” ખચકાટ સાથે જવાબ આપતાં કહ્યું.

નેહા સાથે કૉફી શોપની મુલકાત વિષે સિદ્ધાર્થે જાણી જોઇને કહેવાનું ટાળ્યું.

“હમ્મ...સારું...! તો તું કાલે કૉલેજ આઈને પે’લ્લાં મને મલી લેજે...!” સુરેશસિંઘ બોલ્યાં “કૉલેજમાં તારાં એડમીશનની ફોર્માલીટી પૂરી કરી લઈએ...!”

“ઓકે...!” સિદ્ધાર્થ ઔપચારિક સ્મિત સાથે બોલ્યો.

“હાય...!”

જમ્યા પછી સિદ્ધાર્થ પોતાનાં રૂમની બાલ્કનીમાં આવ્યો અને મોબાઈલમાં whatsapp ખોલી નેહા સાથે ચેટ કરવાં મેસેજ કરવાં લાગ્યો.

“હાય...!” થોડીવાર પછી નેહાએ રીપ્લાય આપ્યો.

“શું કરે છે...!?”

થોડીવાર સુધી બંને ચેટ કરતાં રહ્યાં.

****

“હાય.....ગૂડ મોર્નિંગ...!” સવારે લગભગ આઠેક વાગ્યે સિદ્ધાર્થે નેહાને whatsappમાં મેસેજ કર્યો.

તૈયાર થઈને કૉલેજ જતાં પહેલાં સિદ્ધાર્થે ફ્લેટના પાર્કિંગમાં ઉભાં-ઉભાં નેહાને મેસેજ કર્યો.

“ગૂડ મોર્નિંગ....!” થોડીવાર પછી નેહાએ સિદ્ધાર્થના મેસેજનો જવાબ આપ્યો.

“કૉલેજ લેતો જાવ તને.....!?” સિદ્ધાર્થે મેસેજમાં પૂછ્યું.

“હું તો કૉલેજ પોં’ચી પણ ગઈ....!” નેહાએ મેસેજમાં રીપ્લાય આપ્યો.

“ઓહ.....કેમ આટલાં જલ્દી....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“ઓહ મિસ્ટર બરોડા....! મારી કૉલેજ મોર્નિંગની છે....! સવારે સાડા-સાત વાગ્યે...!” નેહાએ જવાબ આપ્યો અને જોડે ચશ્માંવાળું ઈમોજી પણ મોકલ્યું “અને અત્યારે આઠ વાગી ગ્યા છે...! હું ઓલરેડી અડધો કલ્લાક લેટ છું....!”

“ઓહકે....! ચલ.....! બાય....!” નિરાશ થયેલાં સિદ્ધાર્થે મેસેજ કર્યો.

“શું બાય....!? કૉલેજ નઈ આવતો...!?” નેહાએ મેસેજ કર્યો.

“આવુંજ છું....!” સિદ્ધાર્થે ટૂંકમાં જવાબ આપ્યો.

“હું કેન્ટીનમાં હોઈશ...! મારાં ગ્રુપ જોડે....!?”

“તો તું આટલાં વે’લ્લાં કૉલેજ કેન્ટીનમાં બેસવા જાય છે....!?” સિદ્ધાર્થે મજાકિયા સ્વરમાં પૂછ્યું.

“અરે ના યાર.....! હું લેટ થઈ ગઈ છું...! એટલે પે’લ્લો લેકચર નઈ ભરું....!” નેહા બોલી “તું આયને ફટાફટ..!”

“હું નીકળુંજ છું....પણ મારે કૉલેજમાં મામાને મલવાનું છે...! એડમીશનની ફોર્માલીટી પૂરી કરવાં માટે....!” સિદ્ધાર્થે ફટાફટ આન્સર આપ્યો “હું એમને મલીને આઈશ....!”

“ઓકે.....! એન્ડ વેલકમ....!” નેહાએ કહ્યું.

કશું પણ જવાબ આપ્યાં વિના સિદ્ધાર્થે ફોન લોક કર્યો અને જીન્સના પોકેટમાં મૂકી એનફિલ્ડ ઉપર બેઠો. ચાવી ઇગ્નીશનમાં ભરાવી સિદ્ધાર્થે બાઈક ચાલું કર્યું અને બિલ્ડીંગમાંથી બહાર નીકળી કૉલેજ જવાં નીકળી ગયો.

*****

સિદ્ધાર્થ સાથે વાત કરીને નેહાએ પોતાનો મોબાઈલ હાથમાં રાખી ચાલવાં માંડ્યું.

કોમર્સ છ રસ્તા આવેલી એચ એલ કૉલેજ પહોંચવા નેહા ઓટોમાં આવી હતી. જોકે એચ એલ કૉલેજથી થોડેજ દૂર આવેલી સેન્ટ ઝેવિયર કૉલેજના કોર્નર પાસે ઓટો બંધ પડી જતાં નેહા ઓટોવાળાંને ભાડું ચૂકવી ચાલતીજ એચ જવાં નીકળી ગઈ.

ચાલતાં-ચાલતાં નેહાએ પોતાનાં કાનમાં ઈયરફોન ભરાવ્યાં અને મોબાઈલમાં મ્યુઝીક પ્લેયર ચાલું કરી સોન્ગ સાંભળવા લાગી.

સોન્ગ સાંભળતાં-સાંભળતાં નેહા એચ કૉલેજ જવા રસ્તાની પેવમેન્ટ ઉપર ચાલવાં લાગી. કૉલેજ પહોંચવામાં ઓલરેડી લેટ થઈ ગયું હોવાથી નેહાએ પોતાનાં ચાલવાની ઝડપ વધારી દીધી.

પંદરેક મિનીટમાં નેહા એચ કૉલેજ આવી પહોંચી અને કૉલેજનાં ગેટમાંથી એન્ટર થઈ ગઈ.

તે કૉલેજ બિલ્ડીંગ તરફ જવાં કેમ્પસમાં પેવમેન્ટ પર ચાલતાં-ચાલતાં જઈ રહી હતી ત્યાંજ તેણીએ સામેથી ઉતાવળાં પગલે લાવણ્યાને આવતી જોઈ.

“આ હજુય આની જોડે રખડે છે...!?”

ઝડપથી આવી રહેલી લાવણ્યાની જોડે વિશાલને ચાલતો જોઈ નેહા મનમાં બબડી. વિશાલ સિવાય તેનાં બીજા બે-ત્રણ લફંગા મિત્રો પણ સાથે ચાલી રહ્યાં હતાં.

“આટલી ઉતાવળે ક્યાં જાય છે આ ટોળકી....!?” નેહા લાવણ્યા એન્ડ કમ્પનીને જોઇને બબડી.

કોલેજ બિલ્ડીંગમાંથી નીકળી લાવણ્યા સહીત બધાં પાર્કિંગ તરફ જતાં પેવમેંન્ટ ટ્રેક ઉપર ચાલી રહ્યાં હતાં.

“લાવણ્યા....!” નજીક આવી ગયેલી લાવણ્યાને નેહાએ ટોકી અને વિશાલ તરફ નજર નાંખીને પૂછ્યું “તમારું તો ગયા વર્ષેજ બ્રેક અપ થઇ ગયું હતુંને ..!? If I am not wrong...?”

“Mind your own business…!”લાવણ્યાએ તેની આદત પ્રમાણે તોછડાં સ્વરમાં કહ્યું.

લાવણ્યાએ રૂડલી જવાબ આપતાં નેહા ચિડાઈ ગઈ.

“You know what Lavanya….! You don’t deserve any better…” નેહાએ લાવણ્યાની તોછડાઈનો રોકડો જવાબ આપતાં કહ્યું અને ત્યાંથી ચાલવાં લાગી.

સિદ્ધાર્થને સબક શીખવાડવા જઈ રહેલી લાવણ્યા નેહાને અવગણીને આગળ ચાલી. બાકીની ટોળકી પણ જોડે ચાલી.

“હરામખોર છે રખડેલ....!” પગ પછાડતી-પછાડતી નેહા કેન્ટીન તરફ જતાં કોરીડોરમાં ચાલી રહી હતી “તને તો સબક શીખવાડીનેજ રઈશ....!”

દાંત ભીંચતા-ભીંચતા નેહા બબડી અને છેવટે કેન્ટીનમાં પ્રવેશી ગઈ અને પોતાનાં ગ્રુપનાં ટેબલ તરફ ચાલવાં લાગી.

***

“વ્રૂમ....વ્રૂમ....!” કૉલેજ આવી પહોંચેલાં સિદ્ધાર્થે બાઈક સીધુંજ પાર્કિંગ શેડ તરફ જવાં દીધું.

પતરાનાં શેડ નીચે બાઈક સ્ટેન્ડ કરી સિદ્ધાર્થ કૉલેજ બિલ્ડીંગ તરફ ચાલવાં લાગ્યો. કૉલેજ બિલ્ડીંગ તરફ જતાં-જતાં સિદ્ધાર્થે પોતાનાં પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો અને ટાઈમ જોવાં લાગ્યો.

“ઓહો....! સાડાઆઠ થવાં આયાં...!”

“અરે યાર....! સવાર-સવારમાં આ ક્યાંથી સામે મલી...!?” સામેથી આવી રહેલી લાવણ્યાને જોઈ સિદ્ધાર્થ નિ:સાસો નાંખતો હોય એમ બબડ્યો.

એટલામાંજ લાવણ્યાની નજર તેમની તરફ આવી રહેલાં સિદ્ધાર્થ ઉપર પડી અને તે અટકી ગઈ. સિદ્ધાર્થે જોકે લાવણ્યાની ગેન્ગ તરફ ચાલવાનું ચાલુંજ રાખ્યું.

લાવણ્યાએ તરતજ તેની જોડે ઉભેલાં યુવાનને સિદ્ધાર્થ સામે મોઢું હલાવીને ઈશારામાં કંઈક કીધું.

લાવણ્યાની જોડે ઉભેલાં તે યુવાને સિદ્ધાર્થ સામે અને તેને ઉપરથી નીચે જોઈ રહ્યો હોય એમ જોવાં લાગ્યો.

“ગઈકાલનો બદલો લેવાનાં ઈરાદે ગેન્ગ લઈને આઈ લાગે છે....!” સિદ્ધાર્થ મૂંછમાં હસ્યો અને સહેજ ટટ્ટાર થઈને તેમની તરફ બિન્દાસ ચાલવાં લાગ્યો.

ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે તેનાં બંને હાથના પંજાની મુઠ્ઠીઓ કઠોરતાંથી વાળી. મુઠ્ઠી વાળતાંજ તેનાં ફોરઆર્મ્સ ઉપરની જાડી નસો ઉપસી આવી.

છેવટે સિદ્ધાર્થ લાવણ્યાની ગેન્ગ આગળ નજીક આવીને ઉભો રહ્યો.

“મને જવાનો રસ્તો મળશે....!?” વિશાલની પાછળ ઉભેલી લાવણ્યાને સિદ્ધાર્થે દુરથી જોઈ હોવાં છતાં તેણીની હાજરીને ઇગ્નોર કરી સિદ્ધાર્થે વિશાલ સામે જોઈ સહેજ કઠોર સ્વરમાં પૂછ્યું.

“તે મારી ગર્લફ્રેન્ડ સાથે મિસબિહેવ કેમ કર્યું...!?” વિશાલે પોતાનો સ્વર કડક કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું.

“કઇ ગર્લફ્રેન્ડ.....!?” સપાટ સ્વરમાં કોઈપણ જાતના હાવ ભાવ કે ડર વિના સિદ્ધાર્થે પોતાની એક આઈબ્રો સંકોચીને કહ્યું.

“મારી વાત કરે છે એ....!” વિશાલની પાછળથી લાવણ્યાએ આગળ આવતા કહ્યું

“oh....તો તું બદલો લેવાં તારા આ બધાં ફોલ્ડરીયા લઈને આવી છું..નઈ..!?” લાવણ્યા સામે તુચ્છતાપૂર્વક જોઈ સિદ્ધાર્થે રૂડ સ્વરમાં કહ્યું.

“એ ભાઈ ...!” સિદ્ધાર્થ તરફ હાથ કરીને વિશાલે તેનો સ્વર થોડો ઉંચો કરતાં કહ્યું “માફી માંગી લે સીધી રીતે ....તો વાત અહીજ પતી જાય.....નહિ તો નઈ મજા આવે....!”

“એમ.....!” સિદ્ધાર્થને હવે વિશાલ ઉપર હસવું આવ્યું હોય એમ તેની ખીલ્લી ઉડાવતો હોય એમ મોઢું કરીને બોલ્યો“તો પછી ...તમારામાંથી કોણ પહેલું માર ખાશે....!?”

એટલું કહીને સિદ્ધાર્થ બે ડગલાં આગળ આવી વિશાલની વધુ નજીક આવ્યો.

વિશાલ થોડો ગભરાયો અને એક ડગલું પાછળ ખસ્યો.

“સિધ્ધાર્થ...!”

વિશાલ હિંમત કરીને કંઇક બોલવા જતો હતો ત્યાંજ તેમની ટોળકીની પાછળથી સિદ્ધાર્થને કોઈકે તેનાં નામની બુમ મારી બોલાવ્યો.

લાવણ્યા અને વિશાલ સહિત બધાંએ પાછુંવળીને જોયું. સિદ્ધાર્થે પણ તેમની પાછળ જોયું.

એ સુરેશસિંઘ હતા. જે કોલેજની બિલ્ડીંગનાં પગથીયે લાવણ્યાની ટોળકીથી પાછળ થોડે દુર ઉભા રહી તે સિદ્ધાર્થને હાથ હલાવી બોલાવી રહ્યા હતા.

“સિધ્ધાર્થ હં......!” લાવણ્યાએ પહેલાં ટ્રસ્ટી સાહેબ સુરેશસિંઘ સામે જોયું અને પછી સિધ્ધાર્થ સામે જોઇને મનમાં બબડી.

“ઈડીયટ....! હુંહ....!”

પોતાની તરફ જોઈ રહેલી લાવણ્યા સામે ફરી એકવાર એવીજ તુચ્છ નજર નાંખી સિદ્ધાર્થ બબડ્યો અને પોતાની એક ભ્રમર ઊંચી કરી સિદ્ધાર્થે વિશાલ સામે કરડી નજરે જોયું. ગભરાઈ ગયેલાં વિશાલે સહેજ બાજુમાં ખસી સિધ્ધાર્થને જવાં માટે જગ્યા કરી આપી.

લાવણ્યાની ટોળકીની વચ્ચેથી બિન્દાસ નીકળી સિદ્ધાર્થ બિલ્ડીંગના પગથીયે ઉભેલાં સુરેશસિંઘ તરફ ચાલવાં લાગ્યો.

પોતાનાં બંને હાથની મુઠ્ઠીઓ વાળી રાખીને ચાલતાં જતાં સિદ્ધાર્થને લાવણ્યા સહીત બધાં જોઈ રહ્યાં. કોઈ યોદ્ધાનું હોય એવું બેક સાઈડથી દેખાતાં એનાં પર્ફેક્ટ વી-શેપ બોડીને લાવણ્યા મલકાઈને જોઈ રહી.

સિદ્ધાર્થ સુરેશસિંઘની જોડે પહોંચવાંજ આવ્યો હતો ત્યાંજ તેઓ છેલ્લું પગથિયું ઉતરી જઈને સિદ્ધાર્થની જોડે આવી ગયાં.

“કોઈ પ્રોબ્લેમ તો નઈ ને...!?” સિદ્ધાર્થની પીઠ થાબડતાં- થાબડતાં ફરીવાર કોલેજની બિલ્ડીંગનું પગથિયું ચઢીને સુરેશસિંઘ સિદ્ધાર્થને પોતાની કેબિન તરફ દોરી જવાં લાગ્યાં.

“Nope....! કોઈ પ્રોબ્લેમ નઈ...!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો અને સુરેશસિંઘની કેબીન તરફ જતાં કોરીડોરમાં તેમની જોડે ચાલવાં લાગ્યો.

સિધ્ધાર્થના જતાં રહ્યાં પછી લાવણ્યાએ વિશાલ સામે જોયું.

“ટ્રસ્ટીનો કોઈ ઓળખીતો લાગે છે...!?” વિશાલે તેની સામે જોઈ રહેલી લાવણ્યા સામે જોઇને કહ્યું.

“હમ્મ...” લાવણ્યાએ હામી ભરી “તો ....! તું ડર્યો તો નથીને....!?”

“હું એમ કોઈનાથી નથી ડરતો...!” વિશાલે શેખી મારી “પણ ટ્રસ્ટીનાં ઓળખીતાં જોડે બબાલ કરવી એટલે તું સમજે છે ને....! મારી જોડે-જોડે તું પણ કોલેજમાંથી ફેંકાઈ જઈશ”.

વિશાલની વાત સાથે સહમત થઈ હોય એમ ડોકી હકારમાં ધુણાવી લાવણ્યા છેવટે ટોળકી સાથે પાછી કેન્ટીન તરફ જવાં લાગી

***

“યાર મને ઘેરથી પપ્પા પાર્ટી માટે નાં પાડે છે...!” અંકિતાએ નેહાને કહ્યું.

ગર્લ્સ વોશરૂમથી પાછાં ફરી નેહા અને અંકિતા બંને પાછાં કેન્ટીનમાં પોતાનાં ગ્રુપનાં ફ્રેન્ડસ જોડે જઈ રહ્યાં હતાં.

“તું કંઈક હેલ્પ કરને...!” અંકિતા મોઢું બનાવીને બોલી.

અંકિતાની જોડે ચાલતી નેહાનું ધ્યાન જોકે એ વખતે ગ્રુપના ટેબલની આજુબાજુ ચેયરમાં બેઠેલી લાવણ્યાની ટોળકી ઉપર હતું.

“આ પાછી અહિયાં ક્યાંથી આઈ...!?” ગ્રુપના અન્ય ફ્રેન્ડસ જોડે બેઠેલી લાવણ્યાને દુરથી નેહા બોલી.

અંકિતાએ પણ એ તરફ જોયું.

“કેમ...!? આપડીજ કૉલેજમાં છે ને...!?” અંકિતા મજાકિયા સુરમાં બોલી “અને આપડાજ ગ્રુપમાં છે...! નઈ..!?”

ટેબલ તરફ ચાલતાં-ચાલતાં નેહાએ ઘુરકીને અંકિતા સામે જોયું.

અંકિતાએ ટીખળભર્યું સ્મિત કર્યું.

“ઓય...! કેમ બધાં અહિયાં છો....!? લેકચરમાં કોઈ નઈ બેઠાં...!?” ત્રિશાની જોડે ચેયરમાં બેસતાં-બેસતાં અંકિતાએ બધાંને કહ્યું.

ટેબલની આજુબાજુ બેઠેલાં લાવણ્યા અને વિશાલે અંકિતા અને નેહાની હાજરી અવગણી અને પોતાની વાતો ચાલું રાખી.

“યાર સ્ટેટના લેકચર બોરિંગ હોય છે...!” પ્રેમ જોડે બેઠેલી ત્રિશા મોઢું બગાડીને બોલી.

“તો પછી નોટ્સ કોણ બનાવશે....!?” અંકિતા બોલી.

“રોનક અને કામ્યા બેઠાં છે લેકચરમાં....!” પ્રેમ બોલ્યો.

લાવણ્યાની હાજરીથી ચિડાયેલી નેહા માંડ પોતાનાં ભાવો છુપાવી રાખી બેઠી હતી.

“આપણી ડીલ યાદ છે ને ....!” લાવણ્યા જોડે વિશાલ વાત કરી રહ્યો હતો.

ના ઈચ્છવા છતાં નેહાનું ધ્યાન તેમની વાતમાં જતું રહ્યું.

“પણ તે ઓલા સિધ્ધાર્થને હજી પાઠ નથી ભણાવ્યો...!” લાવણ્યાએ સપાટ સ્વરમાં કહ્યું.

“સિદ્ધાર્થ...!?” નેહાને આશ્ચર્ય થયું.

“શું થયું તમારે લોકોને સિદ્ધાર્થ જોડે...!?” નેહાથી પુછાઈ ગયું.

“એણે લાવણ્યાને બાઈક ઉપરથી પાડી દીધી હતી....!” લાવણ્યા બોલે એ પહેલાં વિશાલ બોલી પડ્યો.

“what....!? હી...હી....!” વિશાલની વાત સાંભળી ગયેલી અંકિતાથી હસાઈ ગયું.

“બસ હવે....!” લાવણ્યા ચિડાઈ ગઈ અને વચ્ચે બોલી પડી.

“હી...હી...! તારો તો કલર થઈ ગ્યો હશેને...!?” મનોમન ખુશ થતી હોય એમ નેહા લાવણ્યાની ખેંચતાં બોલી.

“હાં...હાં....હાં.....!” અંકિતા અને ત્રિશા ખડખડાટ હસી પડ્યા.

લાવણ્યાની જોડે બેઠેલો વિશાલ પણ પરાણે પોતાનું હસવું દબાવી રહ્યો.

લાવણ્યાએ ઘુરકીને પહેલાં અંકિતા અને ત્રિશા સામે જોયે રાખ્યું પછી એજરીતે ગુસ્સે થઈને નેહા સામે જોયું.

“what....!?” લાવણ્યાને ચીડાવતી હોય એમ નેહા સ્મિત કરીને પોતાનાં ખભાં ઉછાળીને બોલી “મને ખરેખર નવાઈ લાગી....! એ તારી પાછળ બીજાં બોયઝની જેમ લટ્ટુ થવાની જગ્યાએ તને ફેંકીને જતો’ર્યો.....!”

“ઓહ પ્લીઝ....!” નેહા સામે મોઢું બગાડીને લાવણ્યા બોલી “કોઈ છોકરાંની એવી હિમ્મત નઈ...!”

લાવણ્યાએ ઘમ્મંડથી પોતાનાં વાળ ઝાટક્યા અને બોલી-

“કે એ મને ટાળી શકે....! તારે જોવું હોય તો..જોજે....! બીજાં બોયઝની જેમજ...! એ પણ મારી પાછળ-પાછળ ભાગતો ફરશે....!”

“હી...હી....!” નેહાથી હસાઈ ગયું અને તે મનમાં બબડી “સિદ્ધાર્થ....!? અને તારાં જેવી ફાલતું પાછળ....!?”

“તું મસ્ત જોક મારતી થઈ ગઈ હોં...!” નેહા હવે લાવણ્યાની વધુ ખેંચવા માંડી.

“હાં....હાં....એક બીજો માર....!” અંકિતા પણ લાવણ્યાની ઉડાવતાં-ઉડાવતાં બોલી.

અંકિતા, નેહા, ત્રિશા બધાં લાવણ્યા ઉપર હસવા લાગ્યાં.

થોડીવાર સુધી લાવણ્યા ઘુરકીને બધાં તરફ જોઈ રહી.

“ઉફ્ફ...! તો છોડ આ લોકોને...!” બધાંને ઇગ્નોર કરતી હોય એમ લાવણ્યાએ માથું ધુણાવી વિશાલ સાથે વાત કરવાં માંડી.

“વાહ સીડ...!” સિદ્ધાર્થે લાવણ્યા સાથે કરેલાં એ બિહેવિયરથી ખુશ થયેલી નેહાએ પોતનાં મોબાઈલમાં સિદ્ધાર્થને મેસેજ કરવાં માંડ્યો.

“ઓય...ક્યાં છે...!? હજી ના આયો કૉલેજ...!?” whatsappમાં મેસેજ કરી નેહા સિદ્ધાર્થના રીપ્લાયની રાહ જોઈ રહી.

સિદ્ધાર્થના રીપ્લાયની રાહ જોતાં-જોતાં નેહા પાછી લાવણ્યાની વાત સાંભળવાં લાગી.

“ડીલ એને પાઠ ભણાવવાના બદલામાં થઇ હતી....તો હવે તે તારું કામ નથી કર્યું તો ડીલ કેન્સલ...” લાવણ્યા વિશાલને કહી રહી હતી.

“લૂક લાવણ્યા...!” નેહા વચ્ચે બોલી “તું શા માટે એ છોકરાની જોડે પંગો લે છે.... હું ક્યારની તમારી વાતો સાંભળી રહી છું.” થોડું અટકી નેહા નકારમાં માથું ધુણવાતી ફરી બોલી “યાર એ ટ્રસ્ટીનો કોઈ સગો છે.....શું કામ બબાલ કરવી છે તારે...!”

“Listen લાવણ્યા....!” વિશાલ ચેતવણી આપતો હોય એમ લાવણ્યા સામે આંગળી કરીને બોલ્યો “આપણી ડીલ ટ્રસ્ટીનાં કોઈ ઓળખીતાંની જોડે બબાલ કરવાની નહોતી થઇ” વિશાલ તેની ખુરશીમાં ટટ્ટાર થયો અને આગળ બોલ્યો “જો તે કોઈ નાટક કર્યું અને કામ્યાનું સેટિંગ મારી જોડે નાં થયું તો પાર્ટીમાં.....”

“કામ્યા જોડે....!?” નેહાને નવાઈ લાગતાં એણે પૂછ્યું.

“તો....!? એટ્લે...!?” લાવણ્યા ઉકળી ઉઠી અને નેહાને અવગણી એની ખુરશીમાં થોડી ઉભી થતાં બોલી “તો....! શું....!? તું શું કરી......!”

વિશાલની વાત સાંભળી લાવણ્યાનાં મગજમાં કંઈક ઝબકારો થયો હોય એમ લાવણ્યા બોલતાં-બોલતાં અટકી ગઈ. તેણીનાં મોઢાં ઉપર કુટિલ હાસ્ય રેલાઈ ગયું.

નેહા સહીત બાકીનાં લાવણ્યાના ચહેરાના બદલાયેલાં હાવભાવ જોઈ રહ્યા.

કૂટલી સ્મિત કરતાં-કરતાં લાવણ્યા ચેયરમાં પાછી બેઠી.

“તારા મનમાં કોઈક પ્લાનિંગ ચાલે છે...નઈ ...?” વિશાલ અંદાજો લગાવતા બોલી પડ્યો.

“લાવણ્યા ...!” નેહા બોલી “હું પણ એજ કેહવા જતી હતી...કોઈપણ વિચાર આવ્યો હોય ...છોડી દે હોં..... નહિતો ખરેખર તું બહુ મોટી મુસીબતમાં ભરાઈશ”

“હું એવું કંઈ નથી કરવાની જેવું તમે બંને વિચારો છો....ok...!” લાવણ્યા બંનેને દિલાસો આપતી હોય એમ હાથ કરીને બોલી “મારે બસ એને મારો બોયફ્રેન્ડ બનાવવો છે....!”

“પાઠ ભણાવવાથી સીધો બોયફ્રેન્ડ...!?” વિશાલ અચરજ પામતાં બોલ્યો

“હાં...મને પણ આ ગણિત કંઈ સમજાયું નહિ...?” લાવણ્યાની જમણી તરફની ખુરશીમાં બેઠેલો રોનક બોલી ઉઠ્યો.

“આ છોકરી કરવાં શું માંગે છે...!?” મૂંઝાયેલી નેહા લાવણ્યાનાં હોંઠ ઉપર રમી રહેલાં કુટિલ સ્મિત સામે જોઈ રહીને મનમાં.

“મને પણ ના સમજાયું....!?” લાવણ્યાના ચેહરાના ભાવ કળવા મથી રહેલી નેહાએ પૂછ્યું “અચાનક બોયફ્રેન્ડ...!?”

“કેમ ....!?એમાં શું...!?” લાવણ્યાએ ખભા ઉલાળ્યા “એ હેન્ડસમ છે...ઉંચો છે...મારી જોડે “સૂટ” થાય એવો છે.....અને નવા વર્ષમાં મારે નવો બોયફ્રેન્ડ પણ જોઈએ જ છે....!”

નેહાના મનમાં તરતજ ઝબકારો થયો.

“સમજી ગઈ....!” નેહા તરતજ બોલી “તું એને પેહલાં તારો બોયફ્રેન્ડ બનાઈશ પછી એને પાઠ ભણાઈશ ...right...!?”

“you got it babes...!” લાવણ્યાએ નેહાના ગાલ ખેંચ્યા અને કાલાંવેડા કરતી હોય એમ બોલી “જોયું તું મને કેટલી સારી સમજે છે.... છતાં પણ તું કારણ વગરની મારી જોડે ઝઘડ્યા કરતી હોય છે...”

“oh please લાવણ્યા..!” નેહાએ અકળાઈને લાવણ્યાનો હાથ પોતાનાં ગાલેથી દૂર કર્યો.

“વિશાલ ...!” લાવણ્યાએ વિશાલની સામે જોતા કહ્યું “ઘરે જતાં પહેલાં તું મને મળજે ...હું તને આખો પ્લાન સમજાવીશ...”

વિશાલે હકારમાં માથું ધુણાવ્યું.

“લાવણ્યા....stop this nonsense….” નેહાએ ફરી ચેતવણી આપતાં કહ્યું Remember....એ ટ્રસ્ટીનો ઓળખીતો છે..!”

“નેહા...!” લાવણ્યાએ હાથ લાંબો કરતા કહ્યું “તું તારો time વેસ્ટ નાં કર..... મારે જે કરવું હશે એ હું કરીનેજ રહીશ.... I want revenge...!”

એટલું બોલી પોતાની ચેયરમાંથી લાવણ્યા ઉભી થઈ અને કેન્ટીનમાંથી બહાર જવાં નીકળી ગઈ.

“I want revenge...! I want revenge...!” લાવણ્યાનાં એ શબ્દો નેહાના કાનમાં પડઘાઈ રહ્યાં.

“I also want revenge લાવણ્યા....!” નેહા મનમાં બબડી “તે જે કર્યું છે....મારી સાથે...! I also want revenge...!”

“પણ એવું તો શું કરું...!? કે તું પણ એજ તકલીફ ભોગવે....એ જ તડપ ભોગવે....જે મેં પણ તારાં લીધે ભોગવી....!” નેહા વિચારે ચઢી ગઈ.

કેન્ટીનના કોલાહલથી જાણે દૂર થઈ હોય એમ નેહા “એકલી” પોતાનાં વિચારોમાં ખોવાઈ ગઈ. લાવણ્યા સાથે થોડીવાર પહેલાંની વાતો નેહા યાદ કરી રહી.

“હું એને મારો બોયફ્રેન્ડ બનાઈને જ રઈશ....!” લાવણ્યાના એ શબ્દો નેહાના કાનમાં પડઘાઈ રહ્યાં.

જાણે કોઈ મોટી યોજનાં મનમાં આકાર લઈ રહી હોય એમ વિચારે ચઢી ગયેલી નેહાનાં મનમાં ધીરે-ધીરે એક પછી એક દ્રશ્યો દેખાવાં લાગ્યાં.

***

“ઓકે મામા....! તો હું જાઉં....!?” સુરેશસિંઘની કેબીનમાં તેમની સામેની ચેયરમાં બેઠેલો સિદ્ધાર્થ ઉભો થતાં બોલ્યો.

“હાં...! સારું...!” સુરેશસિંઘ પણ ઉભાં થયાં “ચલ....! મારે પણ જવું છે....!”

“આજે પણ સ્ટાફ મીટીંગ છે...!?” કેબીનમાંથી બહાર નીકળતાં-નીકળતાં સિદ્ધાર્થે હળવા સ્વરમાં પૂછ્યું.

“ના...નાં....મારે તો કરણભાઉ જોડે જવાનું છે....!” સુરેશસિંઘ બોલ્યાં “વિક્રમભાઈની છોકરી માટે સગું જોવાં જવાનું છે...!”

“ઓહ...! ગઈકાલે પણ ગ્યા’તા ને....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

બંને હવે કેબીનમાંથી બહાર નીકળી કોરીડોરમાં ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં હતાં.

“હાં...પણ ત્યાં વાત ના જામી...!” સુરેશસિંઘ બોલ્યાં “આજે બીજે જોવાં જઈએ છે....વિજય બતાડે છે...!”

“હમ્મ....!” નેહાના પપ્પાનું નામ સાંભળી સિદ્ધાર્થે હુંકારો ભર્યો.

“ટ્રીન...ટ્રીન....ટ્રીન.....!” ત્યાંજ સિદ્ધાર્થના ફોનની રીંગ વાગી.

જીન્સનાં પોકેટમાંથી પોતાનો મોબાઈલ સહેજ બહાર કાઢી સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર નંબર જોયો. ફોન વાઈબ્રેટ મોડ ઉપર હોવાથી રીંગનો અવાજ ના થયો.

“નેહાને મલ્યો કે નઈ....!? કૉલેજમાં....!?” સામે જોઇને ચાલતાં સુરેશસિંઘે સહેજ સંકોચ સાથે પૂછ્યું.

સુરેશસિંઘે પૂછતાં સિદ્ધાર્થે તરતજ પોતાનો મોબાઈલ પાછો પોકેટમાં સરકાવ્યો.

“અમ્મ....ના....! પે’લ્લાં તમને મલવાનું હતું....!” સિદ્ધાર્થ અધૂરું વાક્ય બોલ્યો.

“સારું...ચલ....! પછી મળું તને...!” વધારે કંઈ પૂછ્યાં વગર સુરેશસિંઘ ત્યાંથી નીકળી ગયાં.

તેમનાં ગયાં પછી સિદ્ધાર્થે તરતજ પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો અને નેહાને કૉલ કર્યો.

“હાં...બોલ...!” નેહાએ કૉલ રીસીવ કરતાંજ સિદ્ધાર્થ બોલ્યો.

“ક્યાં છે....!? કૉલેજ આયો કે નઈ....!?” નેહા સહેજ ઉતાવળાં સ્વરમાં પૂછ્યું.

“હાં....! મામાની કેબીન આગળજ ઉભો છું....!” સિદ્ધાર્થ બોલ્યો.

“હું કૉલેજનાં ગેટ પાસે આવું છું...! તું બાઈક લઈને આય...!” નેહા બોલી “આજે આપડે ક્યાંક બા’ર જઈએ...!”

“ક્યાં...!?” બાળકની જેમ ખુશ થઈ ગયો હોય એમ સિદ્ધાર્થ પૂછ્યું અને પોતાનાં હાથમાં બાઈકની ચાવી રમાડતો-રમાડતો પાર્કિંગ તરફ જવાં લાગ્યો.

“એ તું આય તો ખરો....! પછી કવ...!” નેહા બોલી અને કૉલ કટ કર્યો.

“ઓકે...બાય....!” કૉલ કટ કરી સિદ્ધાર્થ ઉતાવળાં પગલે પેવમેન્ટ ઉપર ચાલવાં માંડ્યો.

નેહાએ સામેથી ક્યાંક બહાર જવાની વાત કરતાં સિદ્ધાર્થ ખુશ થઈ ગયો અને ઉત્સાહમાં આવી ગયો.

***

“સીરીયસલી....! ગાર્ડન....!?” સિદ્ધાર્થે સહેજ અણગમા સાથે પૂછ્યું.

કૉલેજથી નીકળી સિદ્ધાર્થ અને નેહા એલિસબ્રિજ આવ્યાં હતાં. એલિસબ્રિજની નીચે રીવરફ્રન્ટની સમાંતર બનેલાં શેઠ ભીખાભાઈ ગાર્ડનમાં નેહા સિદ્ધાર્થને લઈ આવી હતી.

પતંગ હોટેલની પાછળથી શરુ થતો લાંબો ગાર્ડન છેક એલિસબ્રિજના નીચે સુધી ફેલાયેલો હતો. અનેક ઊંચા ઘટાદાર વૃક્ષો, વૃક્ષોની વચ્ચે ચાલવાની પગદંડી, બેસવા માટે વૃક્ષોની નીચે મૂકેલાં બાંકડા. ગાર્ડનમાં વચ્ચોવચ્ચ ગોળ ફુવારો હતો. ગાર્ડનમાં બધે હરિયાળી છવાયેલી હતી.

ગાર્ડનમાં મૂકેલાં બાંકડામાં બેઠેલાં કપલ્સને જોઇને સિદ્ધાર્થે મોઢું બગાડ્યું.

“મને લાગ્યું કે તું મને કોઈ સારી જગ્યાએ લઈ જઈશ....!” સિદ્ધાર્થ એજરીતે બોલ્યો.

“ગાર્ડનનાં ઓલાં છેડે એલિસબ્રિજ નીચે આર્ટ ગેલેરી પણ છે...!” નેહા શાંતિથી બોલી “મને એમ કે તને આર્ટ ગેલેરી ગમશે....!”

“ઓહ...!” સિદ્ધાર્થ બોલ્યો અને સામે ગાર્ડનનાં છેડે જોતાં-જોતાં ધીમાં પગલે ચાલવાં લાગ્યો.

“કોઈ વાત હતી....!? તારે કંઈ પૂછવું ‘તું...!?” થોડું ચાલ્યાં પછી સિદ્ધાર્થે પૂછ્યું.

“તને એવું કેમ લાગ્યું....!? કે મારે તને કંઈક પૂછવું’તું...!?” નેહા આંખ ઝીણી કરીને પૂછ્યું.

“તારે મને આર્ટ ગેલેરી બતાવવી હોત...! તો તું મને સીધી એલિસબ્રિજના એ છેડે લઈ ગઈ હોત....! જ્યાંથી આર્ટ ગેલેરીનો મેઈન એન્ટ્રન્સ છે...!” સિદ્ધાર્થે શાંત સ્વરમાં કહ્યું.

“હમ્મ....!” નેહા મલકાઈ ઉઠી અને નીચું જોઇને ચાલવાં લાગી.

“તે મને કીધું નઈ....!?” થોડીવાર પછી નેહા બોલી “કે તારી મુલાકાત ઓલી રખડેલ જોડે થઈ ગઈ છે....!”

“એમાં કે’વાં જેવું કંઈ ન’તું....!” સિદ્ધાર્થ નીરસ સ્વરમાં બોલ્યો.

“અરે પણ આટલી મોટી ઘટના ઘટી ગઈ...! તોય તે તે મને ના કીધું...!?”

“એમાં શું મોટી ઘટના...!?”

“અરે મોટીજ છે....! તે ઓલીનો બધાની વચ્ચે કલર કરી નાંખ્યો... એ ઘટના મોટીજ છેને...!” નેહા ખુશ થઈને બોલી.

“હમ્મ...!? કલર...!?” સિદ્ધાર્થ મૂંઝાયો “મેં તો ખાલી એને બાઈક ઉપરથી નીચે પાડી’તી...! એને કલર ન’તો લગાયો....!”

“હાં....હાં.....હાં.....! ઓ ભગવાન...!” સિદ્ધાર્થની ઇનોસન્સ ઉપર નેહાથી હસાઈ ગયું “તું આટલો સ્માર્ટ છે....! પણ અમદાવાદઓની ભાષા સમજી શકે એટલો નઈ...! કલર એટલે તે એની બધાં વચ્ચે ઈન્સલ્ટ કરી નાંખી...! એમ..!”

“મારો એવો કોઈ ઈરાદો ન’તો....!” નીચું જોઈ ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે લાવણ્યા વિષે વિચારતાં-વિચારતાં બોલ્યો “મેં એને પે’લ્લાં શાંતિથી કીધું....! પણ એ ઉતરી નઈ અને ઉલટાનું દાદાગીરી કરતી હોય એમ એટીટ્યુડ બતાવા લાગી....!”

“એ એવીજ છે...!” નેહા ભારોભાર નફરતથી બોલી “એ સારાં માણસો કે સારું બિહેવિયર ડિઝર્વજ નઈ કરતી....! ખાસ કરીને તારાં જેવાં....!”

“અને આરવ જેવાં પણ...!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

થોડીવાર સુધી બંને મૌન બનીને ચાલતાં રહ્યાં.

“એ આજે સવારે પણ મને મલી’તી....!” થોડું વધુ ચાલ્યાં પછી સિદ્ધાર્થ બોલ્યો “એનાં ફોલ્ડરિયાઓ લઈને આઈ’તી...! મારી જોડે બદલો લેવાં....!”

“હમ્મ...! ફોલ્ડરિયા...!?” હવે નેહા મૂંઝાઈ.

“હી..હી....તું આટલી સ્માર્ટ છે....!” હવે સિદ્ધાર્થ નેહાની ખેંચતો હોય એમ બોલ્યો “પણ એટલી પણ નઈ કે બરોડાવાળાઓની ભાષા સમજી શકે....!”

“એ હેલ્લો....!” નેહા સિદ્ધાર્થ સામે હાથ કરીને બોલી “ચાલાકી નઈ હોં...!”

“હી....હી....!”

થોડીવાર મૌન થઈ બંને થોડું આગળ ચાલ્યાં.

“ચલ...જઈએ....!” નેહા અટકી અને બોલી.

“ક્યાં....!?” સિદ્ધાર્થ સહેજ આશ્ચર્યથી પૂછ્યું.

“અમ્મ...મારે થોડી શોપિંગ કરવી છે....! પછી ક્યાંક લન્ચ કરીએ....! પછી તું મને ઘેર ઉતારી જજે....!” નેહા સ્મિત કરીને બોલી.

“અને આર્ટ ગેલેરી...!?” નેહાને ચીડાવતો હોય એમ સિદ્ધાર્થે આર્ટ ગેલરી તરફ ઈશારો કરીને કહ્યું.

“ચલને હવે છાનો-માનો...!” સિદ્ધાર્થનું બાવડું પકડીને નેહા તેને ખેંચવા લાગી.

****

“પપ્પા હજી નઈ આયાં લાગતાં...!” સિદ્ધાર્થના બાઈક પાછળથી ઉતરીને નેહા બોલી.

બપોર પછી સિદ્ધાર્થ નેહાને ઘરે ઉતારવા આવ્યો હતો.

“વિજય અંકલ સગું બતાવાનાં હતાંને....!” બાઈક ઉપર બેઠેલો સિદ્ધાર્થ બોલ્યો “આજે બધાં જોડેજ ગયાં છે....!”

“હમ્મ...! તું કરણ અંકલ જોડે ન’તો ગયો...!?” ઘર આગની પેવમેન્ટ ઉપર ઉભેલી નેહાએ પૂછ્યું.

“ના...! મારે ન’તું જવાનું....!” સિદ્ધાર્થ બોલ્યો “ચલ....! હવે જાઉં...!?”

“ઓકે..! બાય....!” નેહા સ્મિત કરીને બોલી.

“ખટ....! વ્રૂમ....!” બાઈકને ગીયરમાં નાંખી સિદ્ધાર્થે બાઈક મુખ્ય ગેટ તરફ ઘૂમાવી લીધું.

“ઓય....સાંભળ....!” સિદ્ધાર્થ પસાર થવાં જતો હતો ત્યાંજ નેહા તેને ટોકતાં બોલી.

“કાલે કૉલેજ આવાનો ને....!?” નેહા પૂછ્યું.

“નક્કી નઈ...! પપ્પાને મુકવા બરોડા જવાનું થશે તો નઈ મેળ પડે....!” સિદ્ધાર્થ બોલ્યો.

“તો તું ફ્રેશર્સ પાર્ટીમાં પણ નઈ આવે..!?” નેહાએ પૂછ્યું.

“ફ્રેશર્સ પાર્ટી...!?” સિદ્ધાર્થે સહેજ આશ્ચર્યથી પૂછ્યું પછી હસીને બોલ્યો “પણ હું ક્યાં ફ્રેશર છું...! હું તો સીનીયર છું....!”

“અરે બાપા હુંય સીનીયરજ છું....! પણ ફ્રેશર્સને વેલકમ સીનીયરોજ કરેને....!” નેહા બોલી “તું તારી કૉલેજમાં ગયોજ નઈ કેમ..!?”

“ગયો છુંને....! બેય વર્ષે....!” સિદ્ધાર્થ બોલ્યો “પણ મને એ બધું....!”

“બોરિંગ લાગે છે....! આઈ નો....!” સિદ્ધાર્થનો સ્વભાવ ઓળખાતી નેહા બોલી પડી “પણ પાર્ટીમાં ખાલી ફ્રેન્ડસ માટે જવાનું હોય....! તું મારો ફ્રેન્ડ હોય તો આવજે....! નઈ તો રે’વાંદે....!”

“અરે...!?”

“તો શું...! અને હાં...તું ભલે સીનીયર હોવ...! પણ અમારી કૉલેજમાં તું નવો આયો છે...! એટલે ટેકનીકલી તું ફ્રેશરજ થયોને...!?” નેહા દલીલ કરતાં બોલી.

“હાં...એ વાત ખરી...! હું કૉલેજમાં નવો આયો એટલે અહિયાંતો ફ્રેશર થયો....!” સિદ્ધાર્થ બોલ્યો “ઓકે...! તો ક્યારે છે પાર્ટી...!?”

“કાલે સાંજે....! સાત વાગ્યે....! કૉલેજનાંજ કન્વેન્શન હોલમાં છે....!” નેહા બોલી.

“ઓકે....! જો મારે કાલે બરોડા જવાનું થયું....! તો નઈ મેળ પડે....!” સિદ્ધાર્થ માથું ધુણાવીને બોલ્યો.

“પ્લીઝ યાર...! અંકલને મુકીને સાંજ સુધીમાં આઈ જજેને....!?” નેહા સહેજ વિનવણી ભર્યા સ્વરમાં બોલી પછી મનમાં બબડી “તું આવે....! એ જરૂરી છે....મારાં માટે....!?”

નેહાનો એવો ચેહરો બનાવીને કીધું સિદ્ધાર્થથી મલકાઈ જવાયું.

“ઓકે...! શ્યોર...!” સિદ્ધાર્થ બોલ્યો “હું પપ્પાને મુકીને આઈ જઈશ....!”

“હમ્મ....!” નેહાએ સ્મિત કર્યું.

“ચલ....બાય....!” સિદ્ધાર્થે પણ સ્મિત કર્યું અને છેવટે ત્યાંથી નીકળી ગયો.

****

“તો હવે વિક્રમભાઈને લઈને ક્યારે આવશો....!?” જમવાનાં ડાયનિંગ ટેબલ પર બેસીને જમતાં-જમતાં સુરેશસિંઘે સામે બેઠેલાં કરણસિંઘને પૂછ્યું.

સિદ્ધાર્થ પણ તેમની જોડે જમી રહ્યો હતો.

“હું બરોડા જઈને વિક્રમ સાથે વાત કરી લઈશ...! પછી નક્કી કરીને કઈશ....!” જમવાનો કોળીયો ગળેથી નીચે ઉતારી કરણસિંઘ બોલ્યાં.

“અમ્મ....! પપ્પા...! તમારે કાલે જવાનું છે બરોડા...!?” બરોડાનું સાંભળી સિદ્ધાર્થે પૂછ્યું,

“હાં....! આપડે બપોર પછી નીકળીશું...!” કરણસિંઘ ભાવવિહીન સ્વરમાં બોલ્યાં “સવારે તારે અને મારે એક સાણંદ જવાનું છે....! જમીન જોવાં...!”

“ઓલી નળ સરોવરવાળી જમીનને....!” સુરેશસિંઘે પૂછ્યું.

કરણસિંઘ સુરેશસિંઘ સાથે વાતે વળગ્યાં.

“ઓહ તેરી...!” જમતાં-જમતાં સિદ્ધાર્થ અટકી ગયો વિચારે ચઢી ગયો “સવારે સાણંદ....’ને બપોરે બરોડા....તો તો સાંજે પાછું કેમનું અવાશે....!?”

જેમ-તેમ જમીને સિદ્ધાર્થ ઉભો થઈ ગયો અને પોતાનાં રૂમની બાલ્કનીમાં આવી ગયો.

“શું કરું....!? નેહાને કઉ....! કે કાલે લેટ થશે....!?” બાલ્કનીમાં આમ-તેમ આંટા મારતાં-મારતાં સિદ્ધાર્થ વિચારી રહ્યો હતો.

“ના....! પછી એ નારાજ થશે તો..!?” એકલાં-એકલાં સિદ્ધાર્થ બબડ્યો “એણે કેટલું દિલથી કીધું છે...! પાર્ટીમાં આવાનું...!”

એકલાં-એકલાં વિચારીને સિદ્ધાર્થ મલકાઈ રહ્યો.

****

“સોરી...હો ભાઈ....! મારે ઉતાવળમાં પાછું જવાનું હતું એટલે તને મલવાનો મેળ ના પડ્યો...!” બીજાં દિવસે સાંજે કરણસિંઘને ડ્રોપ કરી બરોડાથી અમદવાદ પાછાં ફરતી વખતે સિદ્ધાર્થ કાર ચલાવતાં-ચલાવતાં વિકટ સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો.

“એવી તો શું અર્જન્સી હતી ભાઈ...!” વિકટ ફરિયાદ કરતો હોય એમ બોલ્યો “કે તું અડધો કલ્લાક માટે પણ ના મલ્યો...!?”

“અરે કૉલેજમાં ફ્રેશર્સ પાર્ટી છે...! અને નેહાએ મને ખાસ કીધું છે....! પાર્ટીમાં આવવાં માટે...!”

સામે રસ્તા પર જોઈ રહી કાર ડ્રાઈવ કરતાં-કરતાં સિદ્ધાર્થ વાત કરી રહ્યો હતો.

“ઓહો.....! તો એમ કે’ને ભાઈ....! ભાભી જોડે પાર્ટી કરવાની છે એમને...!” વિકટ હવે સિદ્ધાર્થની ખેંચવા લાગ્યો.

“અરે ભાઈ એવું નઈ....! મારે હજીતો અમદવાદ પહોંચીને મારાં મામાને મારી કાર આપવાની છે...! એમની કાર સર્વિસમાં છે એટલે..!”

“હાં....હાં....! જા જીલે અપની જિંદગી...! સીમરન....!”

“બે તું આ સીમરન-સીમરન બોલવાનું બંધ કર હવે...! પછી ગ્રુપમાં પણ બધાં મેસેજ કરીને મને ચિડાય-ચિડાય કરે છે....!”

વિકટ સાથે વાત કરી સિદ્ધાર્થે મલકાતાં-મલકાતાં સિદ્ધાર્થે કાર અમદાવાદ મારી મૂકી.

***

“રઘુ....! હોલની આગળ પોર્ચમાંજ કાર ઉભી રાખજે....!” સુરેશસિંઘ રઘુનાથભાઈને કહી રહ્યાં હતાં “સિદ્ધાર્થને ડ્રોપ કરીને મારે નીકળી જવાનું છે....!”

અમદાવાદ આવીને સિદ્ધાર્થ ઘરે આવ્યો હતો. સુરેશસિંઘને કાર લઈ જવાની હોવાથી તેઓ સિદ્ધાર્થને કૉલેજની પાર્ટીમાં ડ્રોપ કરવાં આવી રહ્યાં હતાં.

“તારે કેટલું રોકવાનું છે પાર્ટીમાં...!?” કારમાં પાછલી સીટમાં પોતાની જોડે બેઠેલાં સિદ્ધાર્થને સુરેશસિંઘે પૂછ્યું.

“પાર્ટી પછી નેહાને ઘરે ડ્રોપ કરી પછી હું ઘેર જઈશ....!” સિદ્ધાર્થ બોલ્યો.

“તો તો તારે લેત થશે....!” સુરેશસિંઘ બોલ્યાં “હું કલ્લાકેકમાં રીટર્ન આઈ જઈશ....! પછી રઘુને તમને બેયને લેવાં મોકલી દઈશ....!”

“હમ્મ....!”

“પાર્ટી પતે એ પછી તું રઘુને ફોન કરી દેજે....! એ તમને બેયને પીક કરી લેશે...! અને પછી તું નેહાને ડ્રોપ કરી રઘુ જોડે ઘેર આવતો રે’જે....!”

“ઓકે...!” સિદ્ધાર્થ સહેજ નિરાશ સ્વરમાં બોલ્યો પછી મનમાં બબડ્યો “બધાં પ્લાનિંગની પથારી ફરી ગઈ...! પાર્ટી પછી નેહા જોડે થોડો એકલાં ટાઈમ સ્પેન્ડ કરવાં નઈ મલે અવે...!”

નેહા જોડે એકલાં ટાઈમ સ્પેન્ડ કરવાં મલે એટલાં માટે સિદ્ધાર્થે પાર્ટીમાંથી તેણી સાથે સહેજ વહેલા નીકળી જવાનું પ્લાન કરી લીધું હતું. પછી બરોડામાં અકોટા બ્રીજ જેવી કોઈ જગ્યાએ ઉભાં રહીને તેણી સાથે વાતો કરી ટાઈમ સ્પેન્ડ કરવું એવું મનોમન નક્કી કરી રાખ્યું હતું. તેણે નેહાને આ વિષે કશું નહોતું કીધું પણ નેહા “હાં” પાડશે એવી તેને ખાતરી હતી.

જોકે હવે સુરેશસિંઘની કાર સર્વિસમાં હોવાને લીધે આખું પ્લાનિંગ ફેઈલ થઈ જતાં સિદ્ધાર્થ નિરાશ થઈ ગયો.

****

“મારે જે કરવું છે....! એ હું કરીનેજ રઈશ....!” લાવણ્યા ધમકીભર્યા સુરમાં બોલી રહી હતી “મેં તને જે કીધું....! એ તું સમજ્યો કે નઈ....!? એમ કે’....!?”

સામે વિશાલ અને રાકેશ બેય ઉભાં હતાં. ફ્રેશર્સ પાર્ટી શરુ થયાં પહેલાં ત્રણેય એસજી હાઈવે ખેતલાપા ટી-સ્ટોલ મળ્યાં હતાં.

“સમજ્યો....!” વિશાલ શાંતિથી બોલ્યો.

“ગ્રેટ...! હવે તું એ કે’.....! કે તું એ કરીશ કે નઈ...!?” લાવણ્યાએ એવાંજ સ્વરમાં પૂછ્યો.

“પણ તું મને એમ કે’....! આ બધું કરવાથી તને શું મળશે....!?” વિશાલે શાંતિથી પૂછ્યું. “આ બધું કરવાથી એ તારો બોયફ્રેન્ડ કેવીરીતે બનશે....!?”

વિશાલે પુછેલાં પ્રશ્નનાં જવાબમાં લાવણ્યા તેની સામે જોઈ રહી.

“એનું એટેન્શન ગેઇન થશે....!” લાવણ્યા શાંતિથી બોલી “એને બોયફ્રેન્ડ બનાવા એનું ધ્યાન મારી તરફ ખેંચાય એ જરૂરી છે....!”

“અને એણે તારી જે ઈન્સલ્ટ કરી....! એનો રિવેન્જ....!?” વિશાલની જોડે ઉભેલાં રાકેશે પૂછ્યું.

“રિવેન્જ તો હું લઈશજ....!” લાવણ્યા સખત સ્વરમાં બોલી “પણ એ પે’લ્લાં એને હું મારો બોયફ્રેન્ડ બનાઈશ...!”

વિશાલ સહેજ મોઢું બગાડીને લાવણ્યા સામે જોઈ રહ્યો. સિદ્ધાર્થ સાથે બદલો લેવાં લાવણ્યાએ જે યોજનાં બનાવી હતી એ તેનાં માટે થોડી વધારે પડતી હતી.

“આ થોડું વધારે પડતું છે....!” વિચારી રહેલી લાવણ્યાને વિશાલે શાંતિથી કીધું.

“તું કરીશ કે નઈ....! એમ કે’...!?” સિદ્ધાર્થ વિષે વિચારી રહેલી લાવણ્યાએ હાઈવે ઉપર જઈ રહેલાં વાહનો સામે શૂન્યમનસ્ક જોઈ રહી પૂછ્યું.

“હાં પાડીદે ભાઈ....!” વિશાલનાં કાન બાજુ મોઢું કરીને રાકેશ લાવણ્યાને ના સંભળાય એ રીતે ધીમેથી બોલ્યો “મઝા આઈ જશે....! એનું ફિગર તો જો....!”

અત્યંત ટૂંકા અને ચુસ્ત બ્લેક બોડીકોન ડ્રેસમાં પાર્ટી માટે તૈયાર થયેલી લાવણ્યાનાં સુંદર ઘાટી ફિગર સામે વાસના ભરી નજરે જોઈ રહી રાકેશે વિશાલને કહ્યું. વિશાલે પણ લાવણ્યાના શરીર ઉપર ઉપરથી લઈને નીચે સુધી નજર ફેરવી.

સ્લીવ વગરનો દોરી વાળો અત્યંત ચુસ્ત અને ટૂંકો બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ જેમાં લાવણ્યાના સ્તનોની નેકલાઈન ઉભરીને બહાર દેખાઈ રહી હતી. બોડીકોન ડ્રેસ એટલો ભયંકર ટાઈટ હતો કે લાવણ્યાના શરીરની સ્કીન જોડે જાણે ચોંટી જતો હોય એમ ચપોચપ ફીટ બેસતો હતો. ઘૂંટણથી અત્યંત ઊંચા બોડીકોણ ડ્રેસમાં દેખાઈ રહેલી સુંદર મખમલી ઝાંઘો જોઇને વિશાલ મનમાં લુચ્ચું હસ્યો. બીજાં વર્ષમાં લાવણ્યા સાથે તે “વન નાઈટ સ્ટેન્ડ” કરી ચુક્યો હતો. લાવણ્યા માટે એ અનુભવ ભલે બોરિંગ અને કેઝ્યુઅલ રહ્યો હોય, પણ વિશાલ માટે એ તેનો પ્રથમ અનુભવ હોવાથી લાવણ્યા એ રાતે તેનાં સાક્ષાત અપ્સરા હતી. એટલેજ વિશાલને લાવણ્યા માટે એક અલગ અટેચમેન્ટ હતું. એ પછી પણ વિશાલે અનેકવાર લાવણ્યાને “વન નાઈટ સ્ટેન્ડ” માટે મનાવી જોઈ હતી. જોકે લાવણ્યાએ એકેય વખત ભાવ નહોતો આપ્યો.

લાવણ્યાના સુંદર ફિગરને જોઈ વિશાલે તેનાં શરીરમાં ઝંઝાણાટી થતી અનુભવી. લાવણ્યાની સુંદર ગોરી ઝાંઘો ઉપરથી ફરતી-ફરતી તેની નજર હવે ચુસ્ત બોડીકોન ડ્રેસમાં દેખાતાં લાવણ્યાનાં એ પુષ્ટ સ્તનોની ડીપ નેકલાઈન ઉઅપર આવીને અટકી ગઈ. તે ફરીવાર મનમાં લુચ્ચું હસ્યો.

“હાં કરીશ....!” વિશાલ શાંત સ્વરમાં બોલ્યો “એની સામે તારી છેડતી .....!”

****

“S I D D H A R T H”

Jignesh

instagram@sid_jignesh19