VISH RAMAT - 9 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 9

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વિષ રમત - 9


9

સીટી ક્લબ ના મુખ્ય બિલ્ડીંગ ની પાછળ સ્વિમિંગ પુલ નો ભાગ આવેલો હતો તેની આજુબાજુ રંગીન છત્રી નો નીચે બેસવાના ખુરશી ટેબલ ગોઠવેલા હતા , તેમાં ઘણી બેઠકી ખાલી હતી અનિકેત એક ટેબલ પર બેસીને શાંતિ થી સિગારેટ પીતો હતો તે વિશાખા ની રાહ જોતો હતો પણ તેના મગજ માં ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન ના વિચારો ચાલતા હતા ..ગુડ્ડુ શાસ્ત્રી જોડે અનિકેત ને કઈ જૂની કે ખાશ ઓળખાણ હતી ગુડ્ડુ તેને એકવાર દીવમાં મળ્યો હતો એના ત્રણ દિવસ પછી ગઈકાલે રાત્રે ફરી તેણે ફોન કરીને વિશાખા થી દૂર રહેવાની ઠંડી ધમકી આપી હતી ..ગુડ્ડુ અનિકેત ને હવે ભેદી વ્યક્તિ લાગતો હતો .ગુડ્ડુ તેને વિશાખા થી દૂર રહેવાની ધમકી પોતે આપિતી કે કોઈના કહેવાથી આપિતી પણ અનિકેત નક્કી કરી શક્યો હતો ..સામેથી વિશાખા આવતી દેખાઈ .બ્લુ રંગ ની કુર્તી અને વ્હીટ લેંગી માં તે મનમોહક લગતી હતી વિશાખા સીટી ક્લબ માં આવી ત્યારે સૂર્ય સીંગ ના ભાર ઉભેલા માણસે સૂર્ય સીંગ ને વિશાખા આવી એનો મેસેજ પણ આપી દીધો હતો વિશાખા આવીને અનિકેત ની સામે બેઠી અને અનિકેત નો હાથ પકડી લીધો ..

" અનિકેત માય ડિયર આજે હું બહુ ખુશ છું "

" એમ મારી હિરોઈન આજે કેમ ખુશ છે " અનિકેત નું માઈન્ડ ડિસ્ટબ હતું છતાં સ્માઈલ કરી ને કહેવું પડ્યું

એટલા માં વેઈટર ઓર્ડર લેવા આવ્યો વિશાખા બે લેમોન કોકટેલ અને એક ચીઝ સેન્ડવિચ નો ઓર્ડર આપ્યો ..," અનિકેત કાલે પાપા મને મળવા આવ્યા હતા " વિશાખા પોતાની વાત કહેવાની શરૂઆત કરી અનિકેત ધ્યાન થી તેની વાત સાંભળતો હતો પણ તેના મગજ માંથી ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન માટેના સવાલો પોપકોર્ન ની જેમ ફૂટતા હતા

" અનિકેત પાપા મને ફિલ્મો માં કામ કરવાની છૂટ આપી છે " અનિકેત કઈ બોલ્યો નહિ

" અનિકેત તું વાત થી ખુશ ના થયો ? " વિશાખા થોડું જોરથી કીધું

" હે.. હે.. હા...હા આતો બહુ ખુશી ની વાત છે હવે તારા બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઇ જશે " અનિકેતે કહ્યું

" પણ બીજી એક શરત મૂકી છે કે જો મારે ફિલ્મો માં કામ કરવું હોય તો મારે કહે છોકરા સાથે લગ્ન કરવા પડશે " વિશાખા એકદમ ધીમા અવાજે નીચું જોઈને બોલતી હતી હવે ચોક વનો વારો અનિકેત નો હતો વિશાખા સાથે જીવન વીતવા ના એને કેટકેટલા અરમાન જોયા હતા

" પણ બરાબર છે આખરે તારે પરણવું તો પડશે ને " અનિકેતે પોતાની જાત ને સંભાળતા કહ્યું

" અનિકેત જો હું કોઈ ગોળ ગોળ વાત કરવા નથી માંગતી હું તને કહી દઉં છું કે હું તને દિલો જાણ થી લવ કરું છું " આટલું બોલી વિશાખા અટકી અનિકેત વિશાખા ના અણધાર્યા વાક્યો થી આશ્ચર્ય ચકિત થઇ ગયો પણ કઈ બોલી ના શક્યો " અને હું પણ જાણું છું કે તું પણ મને દિલોજાન થી લવ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે " વિશાખા આટલું બોલી અનિકેત ના ગાલે કિસ કરી લીધી ..અનિકેત માટે આજે બધી વસ્તુ અંધારી બનતી હતી તેને એવું લાગતું હતું કે જાણે તેનું જીવન બદલાઈ ગયું છે તે વિશાખા જોડે લગ્ન કરવા માંગતો હતો પણ શક્ય નહતું અનિકેત ને વાત નું પણ આશ્ચર્ય હતું કે વિશાખા એના મન ની વાત કેટલી સંચિત રીતે વાંચી લીધી હતી અનિકેત ને લાગ્યું કે આજ સમય સાંભળવા નો છે અને એની જાત ને સાંભળી વેઈટર ઓર્ડર ની પ્લૅટ્સ મૂકી ગયો એટલે અનિકેત ને કૈક વિચાર વા નો સમય મળી ગયો

" જો વિશાખા તારી વાત સાચી છે પણ આપડે બંને કેવી રીતે પરણી શકીયે " અનિકેતે સામાન્ય અવાજ માં કહ્યું

" જો તું ફિલ્મો ના હીરો ની જેમ વાતો ના કર હું તો એટલું જાણું છું કે આપડે બંને એક બીજાને પ્રેમ કરીયે છીએ ને આપણે લગ્ન કરવાના છે " વિશાખા જાણે ઓર્ડર આપતી હોય તેમ કહ્યું

" પણ વિશાખા શક્ય નથી તારી ફિલ્મ ની કેરિયર બનાવના હું તારી જોડે છું પણ લગ્ન? " અનિકેતે પોતાનું વાક્ય અધૂરી છોડી દીધું

," અનિકેત તું મારી સાથે લગ્ન કરીશ બસ અને રહી પાપાની વાત તો મારી આખી જિંદગી મને ચિટ કરતા આવ્યા છે વખતે હું એમને ચિટ કરીશ " અનિકેત લાચાર થઈને બોલતો હતો " અનિકેત તું હજી મારા પાપા ને ઓળખતો નથી પાક્કા બિઝનેસ મેન છે એમને જો મને ફિલ્મો માં કામ કરવાની છૂટ આપી છે તો તેની પાછળ તેમની ચોક્કસ કોઈ ગણતરી હશે એના વગર આમ સીધી રીતે મ|ને નહીં પણ હું પણ તેમની છોકરી છું હું અત્યારે એમને ફિલ્મો માં કામ કરવા માટે કહે છોકરા સાથે લગ્ન કરવાની હા પડી દૈસ અને પછી તારી સાથે લગ્ન કરીશ " વિશાખા ગંભીર અવાજે પોતાનો પ્લાન સમજાયો .

" વિશુ તું શું કહી રહી છું મને કઈ સમજાતું નથી ?" અનિકેતે ચિંતાતુર અવાજ માં કહ્યું

" અનિકેત મે લવ ચિંતા કરવાનો ટાઈમ નથી સેલિબ્રતે કરવાનો ટાઈમ છે " વિશાખા આટલું બોલી ને ઉભી થઇ અને અનિકેત ના હોઠ ચૂમી લીધા

" વિશાખા મને લાગે છે કે આપડે બહુ ખોટું કરી રહ્યા છીએ " અનિકેતે ગભરાતા કહ્યું

" અનિકેત તું સાંભળી લે હું તારા સિવાય બીજા કોઈ સાથે મેરેજ નહિ કર્યું કેમકે જયારે હું મુશ્કેલી માં હતી ત્યારે તેજ મને સાથ આપ્યો છે " વિશાખા ભાવુક અવાજ માં કહ્યું અને સખત અવાજ માં ઉમેર્યું " અને રહીરા પાપા ની વાત તો એતો હું જોઈ લઈશ "

વિશાખા અને અનિકેત અપલક આખો થી એક બીજા સામે જોઈ રહ્યા હતા એવું હતું કે અનિકેતે તેની દેશં ફોટોગ્રાફર ની દુનિયામાં સુંદર છોકરીયો જોઈ ના હતી પણ એને જયારે વિશાખા ને દીવમાં પ્રથમ વાર જોઈ ત્યારથી એના પર આકર્ષણ થયું હતું અને એટલે વિશાખા ને અત્યારે ના ના પડી શક્યો ..

' અનિકેત અહીં નથી બેસવું આજે મેં તારી સામે પ્રેમ નો પહેલીવાર એકરાર કર્યો છે ચાલ આપડે મારા ગેર જઇયે ત્યાંજ આજે આપડે બંને ટાઈમ સ્પેન્ડ કરીશુ " વિશાખા કહ્યું અને અનિકેત ના ના પડી શક્યો યંત્રવ્રત ઉભો થયો વિશાખા એનો હાથ ખેંચાયો અને બંને ચાલવા લાગ્યા જાણે વિશાખા અનિકેત ને એક ગહેરી વિષ રમત માં ના ખેંચી જતી હોય . બંને સિટી ક્લબ ની બહાર આવ્યા અને વિશાખા ની ગાડી માં બેઠા ગાડી સડસડાટ સિટી ક્લબ ની બહાર નીકળી સામે ની બાજુ ઉભેલા સૂર્ય સીંગ ના માણસે આજોયું અને તરત સૂર્ય સીંગ ને માહિતી પહોંચાડી દીધી. અને તે પણ બાઈક ચાલુ કરી ને વિશખા ની ગાડી ની પાછળ ગયો .

••••••••

હરિવંશરાય પોતાની આલીશાન કેબિન માં પોતાની રિવોલવિંગ ચેર માં ચિંતા તુર ચહેરે બેઠા હતા ..અંશુમાન બરાબર તેમની સામેની ચેર માં બેઠો ગાતો .ક્યારેક ક્યારેક ગમેતેવો મોટો માણસ કેવો લાચાર બની જાય છે તે જોવું હોય ૫ઓ અત્યારની હરિવંશ રાય ની પરિસ્થિતિ જોઈલેવી જોઈએ . ૨૦૦૦ કરોડ નો પ્રોજેક્ટ જો અમલ માં આવી જાય તો તેમની કંપની કન્સ્ટ્રક્શન ના ધંધા માં ટોપ ની કંપની બની જાય અને એમાં પણ જગતનારાયણ ચૌધરી નો સાથ મળી જાય તો તેમની કંપની ની પ્રગતિ અકલ્પનિય થઇ જાય ..અને જગતનારાયણ નો સાથ ત્યારે મળે કે જયારે વિશાખા તેમના દીકરા સુદીપ ચૌધરી સાથે લગ્ન કરવા તૈયાર થઇ જાય .

" અંશુમાન મહિના પછી ઇલેકશન છે અને જગતનારાયણ ચીફ મિનિસ્ટર બનશે નક્કી છે તારું સુ કહેવું છે ?" હરિવંશ રાયે ધારદાર નજરે અંશુમાન સામે જોઈને કહ્યું અંશુમાન આંટો હતો કે હરિવંશ રાય ની વાત સાચી છે પરંતુ તે પોતે વિશાખા ની મરજી વિરુદ્ધ કઈ કરવા માંગતો હતો .. જાણતો હતો કે વિશાખા આખી જિંદગી બહુ ભોગ આપ્યો છે

" સર તમારી વાત સાચી છે ગમેતે ભોગે વિશાખા ને સુદીપ ચૌધરી જોડે લગ્ન કરવા તૈયાર કરવી પડશે " અંશુમાને પોતાની ઈચ્છા વિરુદ્ધ કહ્યું

" અંશુમાન હું ગઈકાલે તેને મળ્યો હતો તેને હું કહું છોકરા સાથે લગ્ન કરવાની હા તો પડી છે પણ મને હાજી એના પર ભરોસો નથી " હરિવંશ રાય આટલું બોલ્યા ત્યાં એમના મોબાઈલ ની રિંગ વાગી જયુ તો ફોન જગતનારાયણ નો હતો . એમને ફોન રિસીવ કર્યો

" ગુડ ઈવેનઈંગ મંત્રી જી " હરિવંશએ કહ્યું

" તમારા માટે ખુશ ખબર છે હરિવંશ રાય તમારી ઈચ્છા મુજબ ઝૂ ની બાજુવાળી જમીન છૂટી કરી દીધી છે હવે તમે ઈચ્છો ત્યારે ખરીદી શકો છો અને પણ પાણી ના ભાવમાં " જાગનારાયણ આદેશ આપતા હતા કે ખુશ ખબર આપતા હતા હરિવંશ ને ખબર ના પડી

" ઓહ વેરી ગુડ મંત્રીજી આતો ખુશ ખબર છે "

" હવે તમે કરોડો રોકીને અબજો કમાશો "

" એતો કહેવાની વાત છે મંત્રીજી આજકાલ ધંધો કરવો ક્યાં સહેલો છે " હરિવંશએ વેપારી ની ભાષા માં કહ્યું

" તમારા ધંધા ની વાત તમે જાણો અમેતો ચિઠ્ઠી ના ચાકર તમે કહ્યું ને મેં કામ કરી દીધું " જગતનારાયણ ખંધુ હસતા કહ્યું

" અરે મંત્રી જી અમે તમારો ખ્યાલ પણ રાખીશુ ને " હરિવંશ પણ ગાંજ્યો જાય આએમ નહતો

" તો પછી સગાઈનું મુરત કાઢાવીએ " જગતનારાયણ મુદ્દા ની વાત પર આવ્યા.

" શ્યોર હું પણ તમને એજ કહેવાનો હતો " હરિવંશએ કહ્યું ને તેમનું હૃદય એક ધબકારો ચુકી ગયું

" તો ક્યારે તારીખ જોવડાવો છો? " જગત નારાયણે સીધો સવાર પૂછ્યો

" હું તમને જલ્દી માં જલ્દી જાણવું " હરિવંશએ બીતા બીતા કહ્યું .

" જયહિન્દ " કહીને જગતનારાયણ ફોન મૂકી દીધો .હરિવંશ રાય ની સામે બેઠેલો અંશુમાન પણ બધી વાત સમજી ગયોતો હરિવંશ રાય ની પ્રગતિ ની ચાવી વિશાખા પાસે હતી !!!!

••••••••

ઇન્સ્પેક્ટર રણજિત દેશમુખે ગુડ્ડુ શાસ્ત્રી મર્ડર કેસ ની સઘન તપાસ હાથ ધરી હતી અત્યારે પોલીસ સ્ટેશન માં પોતાની ચેર પર બેસીને ગુડ્ડુ શાસ્ત્રી ની ડાયરી ચેક કરતો હતો ડાયરી માં ઘણા અટપટા નામ અને આંકડા લખ્યા હતા ઘણા પૈસા ના હિસાબો લખ્યા હતા પણ કઈ પણ વસ્તુ સ્પષ્ટ પણે ઉકેલી શકાય તેમ હતું ..ગુડ્ડુએ બધું ફક્ત પોતા ને સમજાય એવી સાંકેતિક ભાષા માં લખ્યું હતું રણજિત સમજી ગયો તો કે જો ડાયરી નો ભેદ ઉકેલાઈ જાય તો કેસ લગભગ સોલ્વ થઇ જાય .રંજીતે સિગારેટ સળગાવી .એટલામાંજ સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા અંદર આવ્યો ..તેને સેલ્યુટ કરી

" સર પકીયા નામનો માણસ આવ્યો છે મારો ખબરી છે આખો દિવસ જોગર્સ પાર્ક ની આજુબાજુ ફરતો હોય છે " શર્મા કહ્યું

" બોલાવ એને " રણજિતે ભારે અવાજે કહ્યું

હરિ શર્મા બહાર ગયો ને પકીયા ને લઈને આવ્યો

" સલામ સાબ " પકીયા જનનો હાથ કપાળ પર અડાડતા કહ્યું રંજીતે તેનું નિરીક્ષણ કર્યું માણસ કેટલાય દિવસ થી ન્હાયો નહીં હોય તેના વૅલ અસ્ત વ્યસ્ત હતા ચહેરા પર દાઢી પણ ગમે તેમ ઉગેલી હતી .આખો અંદર ઉતરી ગઈ હતી તેને બ્લુ રંગ ના ટ્રેક ટી શર્ટ પહેર્યા હતા પણ ખુબ મેલા હતા પગ માં સ્લીપર પહેરી હતી .

. " સાબ કો બતા તું ક્યાં જાણતા હૈ " હરિ શર્મા પકીયા સામે જોઈને કહ્યું પકીયા આજુ બાજુ નજર કરી અને પછી ધીમેથી બોલ્યો

" સાબ મેં હરરોજ પાર્ક કે પીછે જો છોટા હનુમાન મંદિર હૈ વાહ બેઠતા હું ..પુરી રાત " પકિયો થોડો અટક્યો અને થોડો હસ્યો " વો ક્યાં હૈ થોડા નાશ કરતે હૈના સાબ "

" પકીયા ગોળ ગોળ ઘુમાકે બાત ના કર " હરિ શર્મા કડક અવાજ માં કહ્યું

" વો ક્યાં બાત હૈ સર કી જો ફોટો સબ ને દિખાઈ ને ઉસકો તો મૈં કઈ બાર દેખા હું સાબ વો પાર્ક કે પીછે કી mandir કે સામને વાલી જો દીવાલ હૈના વો કૂદકે અંદર જતા હૈ ઔર વેસે હી કૂદકે બહાર આતા હૈ " પકીયા કહ્યું " રાતકો દિન કો " રંજીતે પ્રશ્ન પૂછ્યો ,

" દેર રાતકો સાબ દો - તીન બજે હપ્તેમે તીન યા ચાર બાર તો આતા હૈ " પકિયો આટલું બોલતા હૈ ગયો પકીયા બહુજ મહત્વ પૂર્ણ માહિતી આપી હતી .એના પરથી સાબિત થતું હતું કે ગુડ્ડુ શાસ્ત્રી ફક્ત કહું થયું દિવસે પાર્ક માં ગયો હતો તે વારંવાર જતો હતો .

." વો કિતની દેર વહાં રૂકતા તા " રંજીતે બીજો સવાલ પૂછ્યો

" વો સાબ આધા ઘંટા તો રૂકતા હી હોગા કભી કભી જ્યાદા દેર રૂકતા તા " પકીયા કહ્યું

" જિસ દિન ઇસકા મર્ડર હુવા ઉસ દિન તુમને દેખા થા " રણજિત કહ્યું

" વહી તો પ્રોબ્લેમ હોગયા સાબ કલ મેં મંદિર નહિ ગયા થા આપણી છમિયા કે સાથ ગયા થા " પકિયો શરમાઈ ને બોલ્યો

" અચ્છા અબ તુમ જા શકતે હો જરૂરત પદને પર તુમકો બુલાયેંગે "

" સલામ સાબ પકીયા સલામ કરી " હરિ શર્મા એને વિદાય આપી ..રંજીતે સિગારેટ નો ઊંડો કશ લીધો ને વિચારવા લાગ્યો ગુડ્ડુ શાસ્ત્રી અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર રાત્રે ત્રણ વાગે દીવાલ કૂદીને જતો હતો એનો મતલબ એમ થાય કે એને ત્યાં કૈક કામ હતું કે જે દિવસ ના અજવાળા માં ના કરી શકે અને બીજી મહત્વ ની vat હતી કે ગુડ્ડુ દર વખતે પાર્ક માં રાત્રે બે થી ત્રણ વાગે જતો to પછી તેનું મર્ડર થયું દિવસે પાર્ક માં વહેલો કેમ ગયો તો ..!!!!!!