VISH RAMAT - 8 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 8

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વિષ રમત - 8

8

વિષ - રમત કેમ છો ? મિત્રો ...અત્યાર સુધી આપડે રૂબરૂ વાત નથી થઇ .પણ હવે જયારે વિષ રમત રસ પ્રદ વળાંક પર છે ત્યારે આપ સૌ સાથે વાત કરવાનું મન થયું ..અનિકેત જયારે કોઈ અજ્ઞાત વ્યક્તિ ના ફોન થી આકાશ હોટેલ માં મળવા જાય છે અને ત્યાં વ્યક્તિ ની રાહ જોતા જોતા એને વિશાખા સાથે વીતાવેલું એક વર્ષ યાદ આવે છે . જ્યારથી વિશાખા ની સાથે મળ્યો છે ત્યાર થી એની સાથે એક ભયાનક વિષ રમત ની શરૂઆત થઇ ચુકી છે એનો એને દરેક પળે આગાજ તો થાય છે પણ અહેસાસ નથી થતો ..ગંદી રાજનીતિ અને લાલચી કોર્પોરેટ જગત વચ્ચે રહેંસતી ભીંસાતી યુવતી ..વિષ રમત માંથી નીકળવા માટે પોતે વિષ રમત ની શરૂઆત કરે ત્યારે ભયાનક પરિણામો આવે છે .. પત્રકાર ગુડ્ડુ શાસ્ત્રી ના કહું પછી વિષ રમત કેવો ભરડો લે છે જોઈએ અને મારી ચેલેન્જ છે જેમ જેમ વિષ રમત આગળ બઢતી જશે તેમ તેમ તમને લાગશે કે ઘટનાઓ તમારી આજુ બાજુ બની જશે ..અને વિષ રમત નો અંત તો એટલો અણધાર્યો હશે કે તમે બાબતે ક્યારેય વિચાર્યું નહિ હોય ..નવલકથા વિષે અભિપ્રાય મોકલવા સહ સ્નેહ વિનંતી કરું છું ચાલો વિષ રમત નો તમારો રસભંગ થયો માટે ક્ષમા

••••••••••

જોગર્સ પાર્ક ની બહાર ચાર પોલીસ વાન એક ડેડબોડી વાન પાડીતી .સવાર ના ૬ વાગ્યા માં પાર્કની આજુ બાજુ લગભગ ૬૦૦ માણસ નું ટોળું ઉભું હતું લગભગ દસેક કેટલા કોન્સ્ટેબલ્સ ટોળાને મેને જ કરવા માં વ્યસ્ત હતા .જોગર્સ પાર્ક ની અંદર એક નાના તળાવ જેવું હતું તેની સામેની બાજુ થોડીક ઝાડી જેવું હતું એ ઝાડી માં ગુડ્ડુ શાસ્ત્રી ની લાશ પડી હતી .તેનું અડધું બોડી ઝાડી ની અંદર હોવાથી દેખાતું ન હતું ફક્ત તેના પગ દેખાતા હતા ..ફોરેન્સિક ની ટિમ તથા ફોટોગ્રાફર આવી ગયા હતા હવે ફક્ત રણજિત દેશમુખ ની રાહ જોવાતી હતી

સવાર ના ૬ વાગવા આવ્યા હતા આજુ બાજુ ના વિસ્તાર માં જેમ જેમ સમાચાર પ્રસરતા જતા હતા તેમ તેમ જોહર'સ પાર્ક ની બહાર ભીડ નો જમાવડો થતો જતો હતો બધાને આ વિસ્તાર માં કોઈ ખુન થયું હોય તેનું આશ્ચર્ય હતું કેમકે આ વિસ્તાર ઇન્સ્પેક્ટર રણજિત દેશમુખ ના અન્ડર માં હતો અને જ્યારથી એને આ વિસ્તાર માં ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સાંભળ્યો હતો ત્યારથી જ અહીં ગુનાઓ બંધ થઇ ગયા હતા ઇન્સ્પેક્ટર રણજિત દેશમુખ તેની કામ પ્રત્યે ની લગન અને તેની ઈમાનદારી માટે આખા પોલીસ ડિપાર્ટમેન્ટ માં પ્રખ્યાત હતો ..૩૫ વર્ષ ની નાની ઉમર માં તેને ખુબ મોટું નામ કમાવ્યુ હતું તેના કેસ માં રાજ્ય ના ગૃહ મંત્રી પણ હસ્ત ક્ષેપ કરતા વિચાર કરતા .બરાબર ૬.૨૫ મિનિટે રણજિત દેશમુખ ની ગાડી જોગર્સ પાર્ક ની બહાર આવીને ઉભી રહી ..સવાર માં મારનીંગ વોલ્ક કરવા આવનારાઓ પણ ત્યાં બાજુમાં ઉભા હતા રણજિત ગાડી માંથી ઉતર્યો તેને આજુ બાજુ એક નજર ફેરવી ત્યાં ઉભેલા દરેક કોન્સ્ટેબલે તેને સેલ્યુટ કર્યું ૬ ફિટ થી પણ ઊંચી હાઈટ પોલીસ ઇન્સ્પેક્ટર ને શોભે તેવી હાઈટ એકવડો પણ કસાયેલો બાંધો ક્લીન શેવ ચહેરો રણજીત દેશમુખ ની પર્સનાલિટી વધારતા હતા બ્લૅક કોલર વળી ટી શર્ટ અને બ્લુ જીન્સ માં આખી રાત નો ઉજાગરો હોવા છતાં તે ફ્રેશ લાગતો હતો ઇન્સ્પેક્ટર રણજિત દેશમુખ ને જોઈને પાર્ક ના બાંકડા આગળ ઉભો રહીને ચા પીતો સબ ઇન્સ્પેક્ટર શર્મા ચાનો કપ મૂકીને દોસ્તો આવ્યો અને રણજિત ને સલામ મારી ..બંને જણા સાથે ચાલીને જોગર્સ પાર્ક ના મુખ્ય ગેટ માંથી અંદર આવ્યા ..

" સર ગુડ્ડુ શાસ્ત્રી નામ ના પત્રકાર નું ખૂન થયું છે ગળાની નસ કાપીને તેનું ખૂન કરવા માં આવ્યું છે તેના મર્યા પછી લાશ ઝાડીમાં ફેંકી દેવાના આવી છે અને હત્યા નો સમય લગભગ રાતના ૧૨ વાગ્યા નો છે " શર્મા એ ચાલતા ચાલતા વિગતો આપી અને બંને જણા લાશ આગળ આવીને ઉભા રહ્યા ..ફોરેન્સિક વિભાગ અને ફોટોગ્રાફર નું કામ પતિ ગયું હતું એટલે એની ટિમ બાજુ માં ઉભી હતી.

રણજીત દેશમુખે લાશ નું નિરીક્ષણ કર્યું એને જોયું કે લાશ અડધી ઝાડી માં છે અને બે પગ ઝાડી ની બહાર છે એને વિચાર્યું કે કોઈ પણ વ્યક્તિ અહીં ખૂન કરી શકે નહિ તેને જોયું તો લાશ ના પગ જ્યાં હતા ત્યાંથી એક બાંકડા સુધી એક પટ્ટા જેવું બનેલું હતું એ પટ્ટામાં ક્યાંક ક્યાંક ઘાસ ઉખડી ગયું હતું અને ક્યાંક ક્યાંક ઘાસ દબાઈ ગયું હતું તે ચાલતો ચાલતો એ બાંકડા આગળ ગયો . સબ ઇન્સ્પેક્ટર શર્મા પણ તેની પાછળ ગયો .એક કોન્સ્ટેબલે શર્મા ને ગુડ્ડુ શાસ્ત્રી ની જપ્ત કરેલી લેધર ની બેગ આપી

" ઇન્સ્પેક્ટર શર્મા .." રણજીત નો અવાજ પડછંદ હતો ..

" યસ સર " શર્મા બોલ્યો ..

" ગુડ્ડુ શાસ્ત્રી નું ખૂન આ બાંકડા પર કરવામાં આવ્યું છે અહીં એ બેઠો હશે ને પાછળ થી કોઇએ એનું મોઢું દબાવીને ગળા પર છરી ફેરવી દીધી એવું જ બન્યું છે " રણજિત બધું વિચારી ને બોલતો હતો

" સર ગુડ્ડુ શાસ્ત્રી ના ખભે આ લેધર બેગ લટકાવેલો હતો " શર્મા એ બેગ રણજીત ને આપી રણજિતે બેગ માં જોયું તો બેગ માં ૪ બોલ પેન , એક ડાયરી થોડા છુટા કાગળ , અને થોડા વિઝિટિંગ કાર્ડ હતા ..બેગ ના એક ખાન માં ૩૦૦૦ રૂપિયા હતા

" શર્મા આ બેગ માં ગુડ્ડુ ને વપરાતી બધી વસ્તુઓ છે અને રૂપિયા પણ છે એટલે એવું લાગે છે કે એ પૈસા માટે પાકીટ નહિ રાખતો હોય " રણજિતે પોતાનું એનાલિસિસ કહ્યું

' સર બીજી વિચિત્ર બાબત એ છે કે ગુડ્ડુ પાસેથી એનો મોબાઈલ નથી મળ્યો ' શર્મા એ માહિતી આપી

" એમાં વિચિત્ર કશું નથી શર્મા આજકાલ બધા જાણતા હોય છે કે મોટા ભાગના ગુના નો ભેદ ઉકેલવામાં મોબાઈલ જ મહત્વનો છે એટલે ખૂની એ ગુડ્ડુ નું ખૂન કરીને મોબાઈલ પોતાને હસ્તક લઇ લીધો એટલે એની લાશ જોડેથી મોબાઈલ ના મળવો એ વિચિત્ર વાત નથી પણ આ કેશ માં વિચિત્ર વાત એ છે કે આ પાર્ક રાતના ૧૦ વાગે બંધ થઇ જાય છે તો પછી ગુડ્ડુ શાસ્ત્રી રાતના બાર વાગે આ પાર્ક માં શું કરતો હતો ?" રણજીત એક એક વાક્ય ભાર દઈને બોલતો હતો

રણજિતે સિગારેટ સળગાવી . " શર્મા અહીંના ચોકીદાર ને બોલાવો " રણજિતે હુકમ કર્યો

" સર અત્યારે તો સવાર ની ડ્યૂટી નો ચોકીદાર હાજર છે એક કોન્સ્ટેબલે ને બોલાવવા મોકલ્યો છે " શર્મા રિપોર્ટ આપ્યો

" ગુડ અને બીજું એક કામ કરો ગુડ્ડુ નો ફોટો અહીં ની આજુ બાજુ ની બધી દુકાનો ને લારીઓ માં બતાવી જોવો કોઇએ ગુડ્ડુ ને ક્યારેય અહીં જોયો હોય તો એને બોલાવી લાવો "

" યસ સર " શર્મા સેલ્યુટ મારી ને ગયો ..રણજીત સિગારેટ પિતા પિતા ગુડ્ડુ ની ડાયરી ચેક કરવા લાગ્યો ડાયરી ના પહેલા પાને ગુડ્ડુએ પોતાની ઇન્ફોરમેશન લખી હતી તેમાં તેનો સેલ નંબર , મેલ , ફેકબુક ઇન્સ્ટાગ્રામ , બધાના અડ્રેસ્સ લખ્યા હતા . ડાયરી માં રોજે રોજ ના પૈસા ના હિસાબો અને કેટલીક વ્યક્તિઓ ના નામ સરનામાં અને એને ન્યૂઝ ને લગતી ભેગી કરેલી ઇન્ફોરમેશન લખેલું હતી . રંજીતે સિગારેટ પગ નીચે હોલવી ડાયરી બંધ કરી ને બાંકડા પર બેસીને છાપું વાંચવા પોતાનો મોબીલે કાડયો લગભગ દરેક છાપ માં ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન ના સમાચાર હતા આજકાલ પોલીસે કરતા પત્રકાર ગુના ની જગ્યા પહેલા પહોંચી જાય છે રંજીતે માં વિચાર્યું એટલા માંજ શર્મા રાતની ડ્યુટી ના ચોકીદાર ને લઈને આવ્યો

" સર મહેશ રાતની ડ્યૂટી માં અહીં હોય છે " શર્મા કહ્યું રંજીતે નિરીક્ષણ કર્યું મહેશ એકવડા બધા નો હતો એની હાલત જોઈને રણજીત ને લાગ્યું કે ઊંઘ માંથી ઉઠોને સીધો આવ્યો છે.

" જેનું ખૂન થયું છે એને તે અહીં ક્યારેય જોયો છે ?" રંજીતે મોટા અવાજે પૂછ્યું ..

" ના સાહેબ મેં આને ક્યારેય અહીં જોયો નથી " મહેશે ઘભરાતા ઘભરાતા જવાબ આપ્યો ,

રણજીત ઉભો થઈને મહેશ ની નજીક ગયો " તો પાર્ક બંધ હોય એવા સમયે પાર્ક માં કોઈ ઘૂસી જાય છે એનું તમે ધ્યાન નથી રાખતા " રંજીતે એને ખખડાવ્યો ..

" સાહેબ હૂતો આખીરાત જાગતો મેઈન ગેટ પર બેઠો હોવ છું " મહેશે રડમસ અવાજે કહ્યું

" શર્મા આને જવાદો .." રણજિતે હુકમ આપ્યો .શર્મા ઇશારાથી મહેશ ને જવાનું કહ્યું ..મહેશ ના જીવ માં જીવવાવ્યો હોય એમ ત્યાંથી લગભગ ભાગ્યો રણજિત ચાલતો ચાલતો ચારેય બાજુનું નિરીક્ષણ કરવા લાગ્યો ..શર્મા તેની પાછળ ચાલતો હતો

." શર્મા ગુડ્ડુ ની ડાયરી ના પહેલા પાને તેનો મોબાઈલ નંબર લખ્યો છે લઈને એની ડિટેઇલ કાઢવો ..ગુડ્ડુ ની લાશ પોસ્ટ મોર્ટમ માં મોકલી દો અને પાર્ક સીલ કરીને ચારેય બાજુ પોલીસ પહેરો લગાવી દો " આટલું કહી રણજીત પોતાની ગાડી આગળ ગયો તેને કે ખૂન માં કોઈ મોટા કાવતરા ની ગંધ આવતી હતી

•••••••••••

અનિકેત નહિ ધોઈને જલ્દી તૈયાર થયો ..તેને મોબીલે માં જોયું તો વિશાખા ના બે મિસકોલ હતા ..તેને વિચાર્યું કે એક વાર વિશાખા ને ફોન કરી લે પણ અને જ્યારથી ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન ના સમાચાર વાંચ્યા હતા ત્યારથી અનેક પ્રશ્નો તેના મગજ માં ફરતા હતા ગુડ્ડુ ને તે એક વાર દીવ માં મળ્યો હતો અને ગઈકાલે રાત્રે એક વાર ફોન પર વાત કરી હતી બંને વખતે તેને એક વાત અનિકેત ને કહી હતી કે તે વિશાખા થી દૂર રહે ...આવું ગુડ્ડુ શા માટે કહેતો હતો? શું ગુડ્ડુ ને પર્સનલી વિશાખા માં રસ હતો ? કે પછી કોઈ ના ઈશારે પોતાને વિશાખા થી દૂર રહેવાનું કહેતો હશે? ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન પછી અનિકેત માટે ગુડ્ડુ મહત્વ નો બની ગયો હતો ..અનિકેતે વિચાર્યું કે પહેલા જોગર્સ પાર્ક જાય કે જ્યાં ગુડ્ડુ નું ખૂન થયું હતું ત્યાં ની પરિસ્થિતિ જોવે પછી વિશાખા જોડે શાંતિ થી વાત કરે તેને ઘડિયાળ માં જોયું તો સવાર ના વાગ્યા હતા તેને ઝડપથી ઘર ને લોક કર્યું ને બાઈક લઈને નીકળી ગયો

અનિકેતે પોતાના ઘરે થી નીકળીને જોગર્સ પાર્ક તરફ બાઈક વાળ્યું એ દરમ્યાન વિશાખા નો બીજો એક ફોન આવી ગયો તેને નક્કી કર્યું તું કે એ જ્યાં સુધી જોગર્સ પાર્ક ની પરિસ્થિતિ નહિ જોવે ત્યાં સુધિ વિશાખા જોડે વાત નહિ કરે દસ મિનિટ પછી અનિકેત જોગર્સ પાર્ક હતો ત્યાં ટ્રાફિક બહુ હોવાથી તે રસ્તા ની વચ્ચે ઉભો રહી શકે તેમ ન હતો . તેને આજુ બાજુ જોયું તો કોર્નર પર એક પણ નો ગલ્લો હતો તેને બાઈક ગલ્લા તરફ વાળ્યું ગલ્લા પર જઈને તેને સિગારેટ સળગાવી અને જોગર્સ પાર્ક નું નિરીક્ષણ કરવા લાગ્યો તેને જોયું તો પાર્ક માં મુખ્ય ગેટ પર ચાર કોન્સ્ટેબલ ઉભા હતા એ કોઈને અંદર જવા દેતા ન હતા અને પાર્ક ની ચારેય બાજુ પોલીસ નો સખત બંદોબસ્ત હતો .એને ખબર પડી ગઈ કે પોલીસે પાર્ક ને સીલ કર્યો છે આ પરિસ્થિતિ જોઈને તેનું દિલ એક થડકાર ચુકી ગયું ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન મેં પોલીસ બહુજ ગંભીરતા થી લેતી હતી ..ત્યાંજ તેના મોબાઈલ માં રિંગ વાગી તેને જોયું તો ફોન વિશાખા નો હતો તેને ફોન રિસિવ કર્યો

'હેલો વિશુ ' અનિકેતે પોતાની જાત ને સંભાળતા કહ્યું

" ઓહ અનિકેત ક્યાં છું તું ? હું તને સવાર ની ફોન કરું છું પણ તું ફોન રિસિવ નથી કરતો " વિશાખા ના અવાજ માં નાટકીય ગુસ્સો હતો

" સોરી વિશુ ..કાલે રાત્રે વાસુ પાટીલ જોડે મિટિંગ માં મોડું થઇ ગયું તું એટલે ઉઠવામાં મોડું થઇ ગયું હમણાં તૈયાર થઈને બહાર આવ્યો ને તને ફોન કર્યો " અનિકેત ને યાદ આવ્યું કે કાલે રાત્રે વિશાખા સાથે ખોટું બોલ્યો હતો કે એને ફિલ્મ પ્રોડ્યુસર વાસુ પાટીલ જોડે મિટિંગ છે એટલે એનું બાનું કાઢવાનું અનિકેત ને યોગ્ય લાગ્યું કારણ કે કોઈ પણ ભોગે ગુડ્ડુ શાસ્ત્રી વળી વાત વિશાખા ને જણાવવા માંગતો હતો ..

" ઓહ ..તો વાસુ પાટીલ જોડે આટલી લાંબી મિટિંગ માં બહુ બધું નક્કી થયું હશે નઈ " વિશાખા ખુશી ના લહેકા માં કહ્યું

" હા વિશુ વાસુ પાટીલ એક ફિલ્મ ભણાવવા માંગે છે અને તારા માટે ખુશ ખબર છે કે ફિલ્મ ની હિરોઈન તું હોઈશ " અનિકેતે ખોટું બોલવાનું ચાલુ રાખ્યું

" ઓહ અનિકેત આઈ લવ યુ તેતો મસ્ત ખુશ ખબર આપ્યા..હવે જો તું ખુશ ખબર આપે અને હું કેમ રહી જાઉં .." વિશાખા હાથે કરી ને પોતાની વાત છોડી દીધી .

." વિશુ હું કઈ સમજ્યો નહિ " અનિકેત અત્યારે ફક્ત વિશાખા જોડે વાત કરતો તો પણ એનું મગજ તો ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન ના જવાબો શોધવા માં દોડતું હતું

" એટલે જનાબ હું કહેવા મંગુ છું કે જો તારી પાસે ખુશ ખબર છે તો મારી પાસે પણ એક ખુશ ખબર છે " વિશાખા તોડી વાર અટકી પછી ધીમા અવાજે ઉમેર્યું ," એક દુઃખ ના ખબર પણ છે "

" તો એક કામ કર પેલા ખુશ ખબર કહી દે પછી શાંતિ થી દુઃખ ની વાત સાંભળીશું " અનિકેતે નાટકીય રીતે ખુશ થતા કહ્યું

" ના ડિયર એમ ફોન પર વાત કરવાની મજા ના આવે એક કામ કર તું સીટી ક્લબ પર આવી જા આપડે લંચ સાથે કરીયે અને હા આજે આખો દિવસ તારે મારી સાથે રહેવાનું છે " વિશાખા કહ્યું

" ઓકે વિશુ તું સીટી ક્લબ પહોંચ હું પણ પહોંચું "

બાય ડિયર " વિશાખાએ ખુશ થઈને ફોન મુક્યો અનિકેતે ફોન મૂકીને બાઈક ચાલુ કર્યું . દસ મિનિટ પછી અનિકેત સીટી ક્લબ પહોંચ્યો તેને પાર્કિંગ માં બાઈક પાર્ક કર્યું .. કાર પાર્કિંગ માં જોયું તો વિશાખા ની ગાડી આવી હતી .તે પોર્ચ ના પગથિયાં ચડી ને સ્વિમિંગ પૂલ પાસે આવ્યો અને એક છત્રી નીચે બેઠો ..તેના મગજ માં ગુડ્ડુ શાસ્ત્રી ના વિચારો ચાલતા હતા ..એની તે હવે વિશાખા ને એટલું હદે પ્રેમ કરવા લાગ્યો તો કે તે વિશાખાને છોડી શકે તેમ હતો . જે વખતે અનિકેત સિટી ક્લબ માં પ્રવેશયો તે વખતે તેના ઘરેથી એક માણસ તેનો પીછો કરતો હતો તે સાઈડ પર ઉભો રહ્યો અને હેલ્મેટ કાઢીને ફોન કર્યો " સર વો ઘર સે નિકલા ઔર જોગર્સ પાર્ક કુછ દેર ખાડા રહા ઔર કિસીસે ફોન પે બાત કી ઔર અબ વો સિટી ક્લબ મેં ગયા હૈ " પેલા માણસે અનિકેત વિષે ની માહિતી આપી ..સામેથી સૂર્ય સીંગે થોડા આદેશ આપીને ફોન કટ કર્યો ..