VISH RAMAT - 7 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 7

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

વિષ રમત - 7

જેટલી ઝડપથી અનિકેત ની કાર ચાલતી હતી એટલું ઝડપથી એના મન માં વિચારો ચાલતા હતા . વિશાખા ના બંગલા ના પાર્કિંગ માંથી નીકળી ગયો હતો વિશાખા ને સરખું ગુડ બાય વિષ પણ કરી શક્યો હતો કારણ કે એના મગજ માં પેલા ગુમનામ ફોન ના વિચારો ચાલતા હતા ..કોઈ વ્યક્તિ એના ઘેર એની રાહ જોતી હતી ને એના વિષે વિશાખા ને કઈ પણ જાણવાનું હતું ..અનિકેત ના મગજ માં સતત એક સવાલ નો મારો થયો હતો કોણ હશે ? અને એને વિશાખા ને જાણવા ની કેમ ના પાડી હશે? વ્યક્તિ શું વાત કરવાની હશે? એક વાર એના મગજ માં ગુડ્ડુ શાસ્ત્રી નો ખ્યાલ આવ્યો . એને દીવ માં મળ્યો હતો અને વિશાખા થી દૂર rahe એની સલાહ પણ આપી હતી ..કદાચ એના ઘેર એની રાહ જોઈ રહ્યો હશે એવું અનિકેતે વિચાર્યું ..ગુડ્ડુ શાસ્ત્રી દીવ માં મળ્યો પછી એને એક વાર પણ મળ્યો નહતો કે એનો કોઈ ફોન પણ આવ્યો ન હતો તો અચાનક આજે એને મળવાનું કેમ સુજ્યું હશે ? આ વિચારો માં જ અનિકેતે બ્રેક મારવી પડી આગળ થોડી ટ્રાફિક હતો ..અનિકેતે ફરી સ્પીડ પકડી ત્યાં જ એના મોબાઈલ ની રિંગ વાગી ..અનિકેતે જોયું તો ફોન વિશાખા નો હતો એણે ફોન રેસેઇવે કરીયો

" હેલો વિશુ "

" અનિકેત તું આમ મને ટેન્શન માં મૂકીને જતો રહ્યો . મને ટેનશન થાય છે .."

" વિશુ ટેનશન ની કોઈ વાત નથી એક ફિલ્મ ના પ્રોડ્યુસર નો ફોન આવ્યો એ અચાનક મને તાત્કાલિક મળવા બોલાવે છે એટલે હું નીકળી ગયો " અનિકેત ને મનમાં જે આવ્યું એ જુઠ્ઠું બોલ્યો ..

" અનિકેત ..પણ તારે મને કહી ને તો જવું જોઈએ ને ..મને કેટલી ચિંતા થાય " વિશાખા ના અવાજ માં પ્રેમ નો રણકો હતો ..

" વિશુ આમ ચિંતા શું કરવાની કોઈ નો ફોન આવ્યો ને હું કામ માટે નીકળી ગયો "

" હું પૂછી શકું ક્યાં પ્રોડ્યુસર નો ફોન હતો ? "

" વાસુ પાટીલ " અનિકેત ના મગજ માં બીજા જ વિચારો ચાલતા હતા એટલે એ એના મનમાં જે જવાબ આવતા હતા એ વિશાખા ને આપતો હતો વાસુ પાટીલ ફિલ્મો નો નાનો પ્રોડ્યુસર હતો અનિકેત માંડ એકાદ વખત એને મળ્યો હતો .

" વાસુ પાટીલ.. !!" વિશાખા ખુશ થતા બોલી " હું એમને ઓળખું છું એમની બે ફિલ્મો મેં જોઈ છે શું સુપર્બ મુવીઝ બનાવે છે યાર ..જો તને કહી દવ વાસુ પાટીલ જો નવી ફિલ્મ બનાવ ના હોય ને અને એના માટે તને બોલાવ્યો હોય ને તો એ ફિલ્મ ની હિરોઈન હું જ હોવી જઈએ તે મને ફિલ્મ ની હેરોઇન બનવાનું વચન આપ્યું છે " વિશાખા એકદમ ખુશ મિજાજ માં બધું બોલી ગઈ અનિકેત જેમ તેમ અત્યારે વિશાખા થી પીછો છોડાવવા માંગતો

“ my લવ હું તને પ્રોમિસ આપું છું કે વાસુ પાટીલ જો નવી મુવી બનાવશે તો એની હિરોઈન તું જ હોઈશ " અનિકેતે વિશાખા થી પીંછી છોડાવવા કહ્યું

" ઓહ માંય લવ તું હવે તારું કામ કર હું તારા ફોન ની રાહ જોઇશ બાય લવ યુ " વિશાખા એ ફોન માં ચાર પાંચ ચુંબન કરી ને ફોન કટ કર્યો અનિકેતે ફોન કટ કર્યો ને ગાડી તેના એપાર્ટમેન્ટ હતો એ ગલી માં વાળી .

અનિકેત પોતાના એપાર્ટમેન્ટ માં ગાડી પાર્ક કર્યો હતો ત્યારે તેના મગજ માં ફાસ્ટ વિચારો ચાલતા હતા .જે અજનબી માણસે ફોન કર્યો હતો અજનબી મન' ગુડ્ડુ શાસ્ત્રી હોવી જોઈએ એવું અને વિચારી લીધું હતું એની જો ગુડ્ડુ શાસ્ત્રી હોય તો તેને આમ રહસ્યમય રીતે શા માટે તેને મળવા આવ્યો હશે અનિકેત ને સમજાતું હતું વિચારો માં લિફ્ટ ૧૨ માં માળે આવીને ક્યારે ઉભી રહી તેનો પણ તેને ખ્યાલ ના આવ્યો લિફ્ટ નો દરવાજો બઝર સાથે ખુલ્યો ત્યારે તેના વિચારો તૂટ્યા .તેને પોર્ચ માં પગ મુક્યો લિફ્ટ પાછી ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ .લિફ્ટ માંથી બહાર નીકળીએ ત્યારે બરાબર સામે દીવાલ હતી અને ડાબી તેમજ જમણી બાજુ જવાતું હતું બંને બાજુ બે બે ફ્લેટે હતા અને બંને ફ્લેટે બચ્ચે હવા ઉજાસ માટે બાલ્કની હતી અનિકેત નો ફ્લેટ ડાબી બાજુ પર હતો એની સામે નો ફ્લેટે ખાલી રહેતો પેલો માણસ બાલ્કની ની ભાર મોઢું રાખીને ઊંધો ઉભો હતો . બાલ્કની માં પીળા રંગ ના બલ્બ નો આછો પ્રકાશ હતો અનિકેત પેલા અજનબી માણસ ની બરાબર પાછળ જઈને ઉભો રહ્યો " યસ " આનિકેત એટલું બોલ્યો પેલો માણસ અનિકેત બાજુ ફર્યો અનિકેત તેને જોઈને આશ્ચર્ય માં પડી ગયો એનું દિલ એક થડકાર ચુકી ગયું !!!!

••••••

બરાબર એજ સમયે વિશાખા ના જુહુ સ્થિત બંગલૉ ની બહાર એક સફેદ રંગ ની મર્સીડીઝ આવીને ઉભી રહી ડરાઇવરે નીચે ઉતરીને પાછળનો દરવાજો ખોલ્યો તેમાંથી હરિવંશ બજાજ ઉતર્યા ને બાંગ્લા માં પ્રવેશ્યા .. બાંગ્લા માં અચાનક આવ્યા હતા એટલે ત્યાં કોઈ હાજર હતું તેમને વિચાર્યું કે વિશાખા કદાચ પોતાના રૂમમાં હશે એટલે ઉપર જવાના પગથિયાં ચડવા લાગ્યા એવા માં સામેથી તાવડે આયો એની નજર હરિવંશરાય પર પડી

" અરે સર તમે અચાનક !!" તાવડે પૂછ્યું

" વિશાખા ક્યાં છે મારે અર્જન્ટ મળવું છે " હરિવંશ રે ના અવાજ માં માલિકી ભાવ હતો

" સર મેડમ એમના બેડરૂમ માં છે " તાવડે થોડો થોથવાયો . તાવડે ત્યાં ઉભો રહ્યો ને હરિવંશ રાય તેના પર ધ્યાન આપ્યા વગર સીધા વિશાખા ના રૂમમાં ગયા.

હરિવંશ રાય વિશાખા ના રૂમમાં આયા ત્યારે વિશાખા ડ્રેસિંગ ટેબલ સામે બેસીને વાળ ઓળી રહી હતી તેને જોયું કે તેના પાપા આયા છે એને કોઈ ખાસ ઉમળકો થયો નહિ .. જયારે પણ હરિવંશ રાય ને મળતી ત્યારે આમ મળવા ખાતર મળતી કોઈ પણ છોકરી ને પોતાના બાપ ને મળવાનો જે ઉમળકો હોય વિશાખા માં નહતો .. ડ્રેસિંગ ટેબલ પરથી ઉભી થઈને હરિવંશ રાય સામે ફરી .

" ઓહ વિશાખા મય ચાઈલ્ડ હોઉં આર યુ " હરિવંશ રાય વિશાખા ને ભેટી પડ્યા ..વિશાખા કોઈ ખાસ ઉત્સાહ બતાવ્યો નહિ જોકે હરિવંશ રાય ને પણ વિશાખા ના આવા વર્તન ની ખબર હતી એટલે એમને પણ વિશાખા ના આવા વર્તન ની નવાઈ ના લાગી .." કેમ છે તું ? અંશુમન કહ્યું તું તારું દીવ નું ફોટો શૂટ સરસ થયું ...આવ અહીં બેસ " હરિવંશ રાયે વિશાખા નો હાથ પકડી લેવું પડશે વિશાખા હરિવંશ રે જોડે બેઠી .

." પાપા મને નવાઈ લાગે છે કે તમે આજે મારા ફોટો શૂટ ના વખાણ કરો છો ," વિશાખા એ શુસ્ક સ્વરે કહ્યું " એવું નથી બેટા મને મોડું મોડું પણ સમજાય છે કે મારે તારા વિચારો અને તારી ઈચ્છા ને પણ મ|ન આપવું જોઈએ ..હું તંને નહિ સમજુ તો બીજું કોણ સમજશે? " હરિવંશ રાય એક લાગણીશીલ બાપ ના વેદના ભર્યા શબ્દો ની રમત રમી રહ્યા હતા !! એને ત્યારે એવી ક્યાં ખબર હતી કે એમની આજનો આ રમત ભવિષ્ય માં કેટલી ભારે પડશે

" પાપા આજે તમે શું બોલી રહ્યા છો એ મને સમજાતું નથી " વિશાખા એ હરિવંશ રાય સામે જોયા કહ્યું

“ તારી ફિલ્મ લાઈન માં જવાની ઈચ્છા છે અને મારે તને મારો બિઝનેસ સોંપવો છે પણ મારા બીઝ્નેસ્સ માં તને રસ નથી "

" સાચી વાત છે પાપા અને ઇંટ્રેસ્ટ વગર નું કામ કરીયે તો કામ બગડે છે અને સમય પણ " વિશાખા એ સપાટ સ્વર માં બોલી

" વિશાખા તારી વાત સાચી છે નાનપણ થી હું તારી દરેક વાત ને તારી જીદ સમજી ને નજર અંદાજ કરતો રહ્યો પણ આખરે મને સમજાયું છે કે તું જીદ કરતી ટી તો તારી જીદ નહિ પુરી કરવાનો હું અહમ પણ રાખતો તો તારી તો ભૂલ હતી જ પણ સામે મારી મોટી ભૂલ હતી " હરિવંશ રાય થોડું અટક્યા . વિશાખા કુતુહલતા થી પોતાના પાપા ની વાત સાંભળી રહી હતી આજે તેના પાપા તેની સાથે કોઈ અજબ બદલાવ થી વાત કરી રહ્યા હતા ..પણ એને ક્યાં ખબર હતી કે હરિવંશ રાય આ શબ્દો ની માયાજાળ રચીને એક મેલી રમત રમી રહ્યા હતા

" બેટા મેં નક્કી કર્યું છે કે તારે ફિલ્મ લાઈન માં જવું હોય તો તને હવે નહિ રોકુ " હરિવંશ રાય ના આ વાક્યો થી વિશાખા જાણે સ્વર્ગ લોક માં આવી ગઈ હોય એવી એને અનુભૂતિ થઇ જે પિતાને એને નાનપણ થી ક્રૂર રીતે જોયા હતા એજ પિતા આજે તેને કોઈ અજબ વ્યક્તિ લાગી રહ્યા હતા .

." પાપા તમે શું કહો છો હું કઈ સમજી નહિ? વિશાખા એ કુતુહલતા પૂર્વક પ્રશ્ન પૂછ્યો

" એજ કે તારે ફિલ્મો માં કામ કરવું હોય તો તું કર મને વાંધો નથી પણ મારી એ મજબૂરી છે કે આપડોઆટલો મોટો બીઝ્નેસ્સ સાંભળવું માટે કોઈ તો જોઈશે જ ને .." હરિવંશ રાયે હાથે કરીને વાત અધૂરી મૂકી દીધી ..એ જોતા હતા કે વિશાખા સુ જવાબ આપે છે ..પણ વિશાખા નું મગજ કામ કરતુ જ ન હતું આજે તેના પાપા કૈક અદભુત વાતો જ કરતા હતા

બેટા તારે ફિલ્મો માં કામ કરવું હોય તો તને મારા તરફ થી છૂટ છે પણ તારે મારી એક શરત માનવી પડશે " હરિવંશ રાયે પોતાના મન ની ઈચ્છા જાહેર કરી કોઈ બીજા સંજોગો માં જો તેના પાપા આવું બોલત તો તે ખુબ ખુશ થઇ ને આ વાત માની લેત પણ આજે તેના પાપા કોઈ રહસ્ય મય વાત કરી રહ્યા હતા .

" શરત કઈ શરત પાપા ? " વિશાખા એ પૂછ્યું

" બેટા તારે ફિલ્મો માં કામ કરવું હોય તો તને છૂટ છે ..પણ તારે હું નક્કી કરું એ છોકરા સાથે લગ્ન કરવા પડશે " હરિવનશ રાયે પોતાના પ્લાન મુજબ પોતાની જ છોકરી ને ભરાવવા નો દાવ નાખ્યો , વિશાખા કઈ બોલી નહિ

" જોકે હજી મેં કોઈ છોકરો પસંદ નથી કર્યો પણ હું જે છોકરો પસંદ કરું તેની સાથે સાથે તારે લગ્ન કરવા પડશે " હરિવંશ રાય વિશાખા ના લગ્ન સુદીપ ચૌધરી સાથે નક્કી કરીને આવ્યા હતા પણ તેઓ અત્યારે વિશાખા ને એ કહેવા માંગતા ન હતા વિશાખા પણ પોતાના પાપા ને જવાબ આપવા માં મુંજવણ અનુભવતી હતી કારણકે એ મનોમન અનિકેત ને પ્રેમ કરવા લાગી હતી પણ હજી અનિકેત ના મન માં શું છે એ જાણતી ન હતી ..તેમ છતાં વિશાખા પોતાના પિતા ફિલ્મો માં કામ કરવાની છૂટ આપે એવો મોકો જવા દેવા માંગતી ન હતી ..એટલે અત્યારે કોઈ પણ બીજો વિચાર કરીયા વગર પાપા ની વાત માની લેવી એવું એને નક્કી કર્યું

" ઠીક છે પાપા જો તમે મને ફિલ્મો માં કામ કરવા દેશો તો હું તમે કહેશો એ છોકરા સાથે લગ્ન કરીશ " વિશાખા એ હાલ પૂરતું કહી દીધું. બંને જન એક બીજા સાથે રમત રમી રહ્યા હતા !!!

•••••••••••••

અનિકેતે લોબી માં ઉભેલા રહસ્યમય માણસ ને ઓળખતો હતો ..અનિકેતે વિચાર્યું હતું

પણ ગુડ્ડુ શાસ્ત્રી હતો !! અંશુમાન હતો !! થોડું ફર્નિચર અને એક શૉ કેશ હતું મળેલી ટ્રોફી મુકેલી હતી તેની બાજુ માં અનિકેત અને તેના માં બાપ નો ફોટો લટકાવેલો હતો બીજા થોડા પુસ્તકો અને કપડાં આડા અવળા પડ્યા હતા વન બીએચકે ફ્લેટ હતો અનિકેત ને હાજી પણ સમજાતું હતું કે અંશુ મન આમ કેમ રહ્શ્ય મય રીતે મળવા આવ્યો છે !! અનિકેતે ચા કોફી નું પૂછ્યું પણ અંશુમન ના પાડી . અંશુમન સોફા માં બેઠો હતો અને અનિકેત બરાબર તેની સામે ચેર માં બેઠો હતી

" વેલ બહુ ઓછા સમય માં તમે વિશાખા સાથે ગાઢ સંબંધ બાંધી દીધો છે " અંશુમાન ધીમા અવાજે બોલતો હતો

," વેલ મારો ધંધો જ એવો છે કે બધા સાથે સંબંધ રાખવો જ પડે " અનિકેતે કહ્યું

" તમે કદાચ મને જાણતા હોવ કે .."

" વિશાખા એ મને તમારા વિષે બધું જ જણાવ્યું છે " અનિકેતે વચ્ચે જ જવાબ આપ્યો

અનિકેતે અચાનક જવાબ આપ્યો એટલે અંશુમન સમજી ગયો કે અનિકેત પોઇન્ટ ટૂ પોઇન્ટ વાત કરવા માંગે છે

" મી અનિકેત હું ટૂંક માં જ વાત કરું તો હું પણ વિશાખા ની ફેવર માંજ છું અને વિશાખા એક બે દિવસ માંજ તમારા પર વધારે ભરોસો મુક્તિ થઇ ગઈ છે એ ફિલ્મ લાઈન નું ભૂત છોડશે નહિ ને તેના પિતાજી એના લગ્ન બીજે કરવા માંગે છે ..આ કોઈ હિન્દી ફિલ્મ નથી અને હું વિશુ ના પિતાની તરફદારી કરવા અહીં નથી આવ્યો કે હું તમને સમજાવવા નથી આયો કે તમે વિશુ થી દૂર રહેજો ..પણ વિશુ જોડે સંબંધ રાખવા માં એનું પરિણામ ખતરનાક આવી શકે છે એના માટે તમારે તૈયાર રહેવું પડશે " અંશુમાન જલ્દી થી બધું બોલી ગયો . " મી. અંશુમાન તમે ધમકી આપી રહ્યા છો " અનિકેત ને ગુડ્ડુ શાસ્ત્રી યાદ આવી ગયો એ પણ કંઈક આવી જ વાતો કરતો તો ..

" વેલ મી. અનિકેત તમે એક આર્ટિસ્ટ છો એટલે બીઝ્નેસ્સ અને રાજનીતિ ના કાવાદાવા ની તમને ખબર ના પડે ..હું ધમકી નથી આપતો ફક્ત તમને સાવધાન કરું છું કારણ કે હવે તમને અને વિશાખા ને આ ભયાનક રાજનીતિ થી બચાવવા જરૂરી છે " અંશુમાન ઉભો થયો ને મુખ્ય દરવાજા બાજુ ગયો અનિકેત તેને જોતો જ રહ્યો એ નક્કી ના કરી શક્યો કે અંશુમાન શું કહો રહ્યો છે " અને હા ..હું તમારી અને વિશાખા ની સાથે જ છું તમારે જયારે પણ મારી જરૂર પડે ત્યારે તમે મને કોલ કરી શકો છો અને આપડી આ મુલાકાત વિષે વિશાખા ને કઈ કહેવાની જરૂર નથી ટેક કેર " આટલું બોલી અંશુ મન ત્યાં થી નીકળી ગયો

.હજી તો અનિકેત એ પણ નક્કી કરી શક્યો ન હતો કે એ વિશાખા ને ચાહવા લાગ્યો છે કે નહિ હા એ વિશાખા થી ખેંચાયો જરૂર હતો અને કદાચ પ્રેમ પણ કરવા લાગ્યો હતો અંશુ મન ના ગયા પછી અનિકેતે વિચાર્યું કે અંશુમાન ને કરેલી વાત એ વિશાખા ને ફોન કરો ને જણાવી દે ..પણ અત્યારે જો તેને આ બધી વાત કહેશે તો એ નાહક ની ચિંતા કરશે એટલે એને વિશાખા ને વાત કહેવાનું માંડી વળ્યું ..

એટલા માં અનિકેત ના મોબાઇલ ની રિંગ વાગી ..અનિકેત ગહન વિચાર માં હતો એટલે થોડો ચોંક્યો ..અને જોયું તો કોઈ અજાણ્યો નંબર હતો ..એક વાર તેના મગજ માં વિચાર આવી ગયો અત્યારે રાત્રે ૧૦ વાગે કોનો ફોન હશે?

" હેલો " અનિકેતે ફોન રિસિવ કર્યો હજી પણ તેના મગજ માં અંશુમાન સાથે થયેલી વાતચીત રમતી હતી

" ગુડ્ડુ શાસ્ત્રી બોલું મી અનિકેત .." ગુડ્ડુ થોડા ટીખળ ભર્યા અવાજે કહ્યું ..એક પછી એક આશ્ચર્ય જનક ઘટનાઓ બનતી હોવાથી અનિકેત નું મગજ બંધ થઇ ગયું હતું અને ગુડ્ડુ શાસ્ત્રી ના ફોન થી પાછો એને ઝાટકો વાગ્યો

" ઓળખ્યો નહિ ..આપણે દીવ માં મળ્યા હતા અને મેં તમને એક વણ માંગી સલાહ આપી હતી " ગુડ્ડુ કહ્યું

" હા..હા યાદ આવ્યું .." અનિકેત એવું નાટક કરતો તો કે જાણે ગુડ્ડુ શાસ્ત્રી ને ભૂલી ગયો તો .

" ચાલો મારુ નામ યાદ છે તો મેં આપેલી સલાહ પણ યાદ હશે ને મી અનિકેત " ગુડ્ડુ શાસ્ત્રી કહ્યું અનિકેત વિચાર માં પડ્યો હા પાડવી કે ના ..ગુડ્ડુ શસ્ત્રી ના મનમાં સુ છે જાણવું હોય તો અત્યારે મોકો છે છેવટે અનિકેત ને હા કહેવા નું સુજ્યું

" હા તમે જે સલાહ આપિતી મને યાદ છે "

" તો પછી તમે એને અનુસરતા નથી અને હજીયે વિશાખા મેડમ જોડે રિલેશન રાખો છો ." ગુડ્ડુ હાથે કરીને વાત અધૂરી છોડી દીધી

" પણ એમાં તમને શું પ્રોબ્લેમ છે મી ગુડ્ડુ શાસ્ત્રી ? " અનિકેતે થોડા મોટા અવાજે કહ્યું

" પ્રોબ્લેમ મને નહિ તમને થઇ જશે વિશાખા મેડમ થી દૂર રહો એમાંજ તમારી ભલાઈ છે " ગુડ્ડુ થોડું હસ્યો .અનિકેત નું મગજ હવે કાબુ બહાર હતું જે જુવો વિશાખા થી તેને દૂર કરવા ઇચ્છતું હતું

" જુવો મી ગુડ્ડુ શાસ્ત્રી હું વિશાખા ને દિલો જાન થી પ્રેમ કરું છું એટલે હું તેમાંથી દૂર નહિ રહી શકું તમારે જે થાય કરી લો " અનિકેત ગુસ્સા માં મોટેથી બોલી ગયો તેને પરસેવો વળી ગયો હતો

" તમે પોતાની જાય ને ખાતર માં નાખીને પણ પ્રેમ કરશો? " ગુડ્ડુ શાંત અવાજ માં બોલતો હતો ..

" પ્રેમ માં કોઈ ખતરો જોવાતો નથી " અનિકેતે આટલો જવાબ આપીને ફોન કટ કરી નાખ્યો અનિકેત આજે માનસિક રીતે થાકી ગયો હતો તેના મગજ માં ઘણા બધા સવાલો કીડીઓ ની જેમ ઉભરાતા હતા તેને ઠંડા પાણી થી મોઢું ધોયું ને પલંગ માં પડ્યો ને સુઈ ગયો

•••••••••••••√•••••••••

બીજે દિવસે અનિકેત સવારે વાગે ઉઠ્યો અને રોજ ની ટેવ મુજબ બારણું ખોલી ને છાપું હાથ માં લીધું છાપ માં હેડ લાઈન હતી " પ્રેસ રિપોર્ટર ગુડ્ડુ શાસ્ત્રી નું ખૂન " !!!!!!