Masi na jalpatr in Gujarati Letter by Yayawargi (Divangi Joshi) books and stories PDF | માઁસી ના જલ-પત્ર

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

માઁસી ના જલ-પત્ર

9-8-2020


તું જનમ તો લે તને જીવન જીવતાં હું શીખવાડીશ જ્યા સુધી તું ચાલતા શીખશે, મારે પણ ધ્યાન રાખવું જોશે જ્યાં સુધી તું દોડતા શિખશે, મારે પણ ઉડવું જોશે બેજીજક મારી કમાણી તારા પર ઉડાવીશ

તું જનમ તો લે તને જીવન જીવતાં હું શીખવાડીશ

મારા જીવન માં આવવા નો જ્યારે પ્રથમ વાર પગરવ સાંભળેલો ત્યારે મન માં ઉમળતી લાગણીઓ ને શબ્દો ના સમૂહ નું સ્વરૂપ આપેલું તેની આ પ્રથમ ચાર વાક્યો, તું જો ઇંગ્લિશ મીડિયમ માં ભણ્યો હશે તો આટલું સુધ્ધ ગુજરાતી સમજવું થોડું અઘરું રહશે, હા‘જો’ હજુ તો તું 3 કિલો અને 200 ગ્રામ નો જ અે એટલે બધુ જો અને તો ની કસોટી એ જ પરખાશે પરંતુ પત્ર ગુજરાતી માં લખવાનો હાર્દ પણ માત્ર એક જ છે કે તું તારી માતૃભાષા માં રહેલા લાલિત્ય થી અજાણ ના રહે.

આજે તારા જન્મ પછી નો પ્રથમ રવિવાર છે ઘણા મંગળ દિવસે પધરામણી કરી છે તમે અમારા જીવન માં,

હજુ કાલ ની જ વાત છે તારા માતુશ્રી અને મારી ભગિનીશ્રી એ ફોન પર તારા આવવા ના સમાચાર આપેલા ડિસેમ્બર મહિનો ચાલતો હતો મારા ઘણા ફ્રેન્ડ્સ અવાર-નવાર પોતાના ભાઈ– બહેન ના બેબીસ ના ફોટોસ સ્ટોરી માં મૂકે રાખતા, તારા માતુશ્રીનું પણ માસ્ટર્સ પૂરું થવા હતું મે મારી મન ની ઈચ્છા ડરતા ડરતા મૂકેલી કે તું જોઈએ છે મને મારી સ્ટોરીસ માટે, ઓકે સોરી ફોર ધેટ અને થોડા દિવસ માં તારા માતુશ્રી નો મેસેજ આવ્યો તું જેની રાહ જોવે છે એ આવનું છે મે સીધો કોલ કર્યો તારા પિતાશ્રી પછી ની બીજી વ્યક્તિ હતી જેને આ સમાચાર મળેલા, આ પરથી જ કદાચ તું તારી માસી અને માતુશ્રી વચ્ચે ની ગાઢતા સમજી ગયો હોઈશ ત્યારે કદાચ પેહલી વાર મારી આંખ માં ખુશી ના આશું આવેલા પછી...

રાહ જો આવનારા જલ–પત્ર ની...

લી. તારી માસી ના પ્રેમપૂર્ણ પત્ર



ભાગ 2

18-08-2020


તારે મામા, કાકા, ફોઇ કોઈ જ નથી છે તો એક માસી એટલે જ આ રસ્તો શોધ્યો છે હમેશા તારી સાથે રેહવાનો તને બધુ જ કહી દેવાનો, તારું નામ પાડવાની જવાબદારી મને સોપવા માં આવી હતી કેમ કે તમારા માતુશ્રી નહીં ઇચછતાં હતા કે તારું નામ કોઈ બગાડે અને ટમસ અને કન્ડિશન કે બે જ અક્ષર નું હોવી જોઇયે આમ તો ઘણા નામ વિચારેલા શિવાય, નમ:, શ્લોક, દ્વિજ, દર્શ પરંતુ જ્યારે રાશિ જોઈતો આવી મકર રાશિ અને તારી તો વાટ લાગી માસી, ખ ને જ શું નામ પડવું જાન તો હતો જ તું બધાની તારા પિતાશ્રી એ તો ખજાનસિહ કીધેલું પરંતુ આ મજાક પણ તમારા માતુશ્રી ને ના ગમેલી, આજે તારી છઠ્ઠી છે એટ્લે મારૂ આખું અઠવાડિયું તારું નામ શોધવા માં જ ગયું ચાર નામ ફાઇનલ થયા હતા જશ, જોગ,જલ અને ખંજન. જશ તારા નાના-નાનીને ગમતું હતું જોગ મને, જલ તારા માતુશ્રી-પિતાશ્રી અને દાદા-બા ને ખૂબ જ વિચારી ને અંત માં એક નામ ફાઇનલ કર્યુ. ઓળી–જોળી પીપળ પાન માસી એ પડ્યું જલ નામ પંચ તત્વ મા થી એક જલ. જે મારૂ હતું ને એમાં વધુ એક નામ જોડાય ગયું હતું જલ,મારો જલ જેને બનાવ્યું મારા વિશ્વ ને જલમગ્ન અને મારી ભગિની ને જલમાતા અને જેના માટે આ છે જલપત્રો.

જ્યારે તું આ વાચતો હોઈશ ત્યારે તને આ નામ પસંદ હસે કે નહીં એ તોહ ખ્યાલ નહીં પરંતુ મને આ નામ થી અનંત, અથાહ અને અદ્વેત પ્રેમ થઈ ચૂક્યો છે.

તારા માતુશ્રી ના હિસાબે તારી માસી ખુબજ પ્રેક્ટિકલ છે લેકિન ઉસ દિન મે પિઘલ ગઈ થી એ દિવસે પણ ઓફિસ થી જલ્દી હું કુદદિ-ઊડતી તારા પાસે આવેલી સ્ટેશન પરથી ચોકોલેટ અને પાઈનેપલ પણ લાવેલી એ હતું તને આપેલું મારૂ પ્રથમ ગિફ્ટ હજુ યાદ છે ત્યાં થી અમે પાણિપુરી ખાવા ગયા હતા.


રાહ જો આવનારા જલ-પત્ર ની
મારા જલ


લી. તારી માઁસીના પ્રેમપૂર્ણ પત્ર