MOJISTAN - 55 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 55

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મોજીસ્તાન - 55

મોજીસ્તાન (55)

નર્સ ચંપાને પોતાની શબ્દજાળમાં ફસાવીને ડો. લાભુ રામાણીએ રાતની એકલતાનો આધાર શોધી કાઢ્યો હતો.એકદમ રોવા જેવા થઈને ડોક્ટરે પોતાની મિકલત આવી કોઈ ઘડી બે ઘડી સહારો આપે એવી સ્ત્રીને આપી દેવાની વાત કરી હતી એટલે ચંપા, એ મિલકતની લાલચમાં આવી ગઈ હતી.

"આજ એમ થાય છે કે ઊંઘની આઠ દસ ગોળીઓ પીને સુઈ જવું છે.પછી કોઈ દિવસ ઉઠવું જ નથી.." તે દિવસે સાંજે દવાખાનું બંધ કરવાના સમયે ડો.લાભુ રામાણીએ મોં લટકાવીને કહ્યું.

"હાય..હાય..તમને તો બસ આ મરવાની જ વાતું હુજે છે વારેવારે,
વળી આમ શું કરતાં હશો..!"
ડોક્ટરે ધાર્યા પ્રમાણે જ ચંપા બોલી.

"તો શું કરવું કે જોઈ ? માંહ્યલો માનતો નથી ચંપા, દિવસ તો હું આ દર્દીઓની સેવામાં ને તારી હુંફમાં જેમ તેમ કરીને કાઢી નાખું છું પણ રાત કેમેય કરીને કપાતી નથી.. આખી રાત મને ઊંઘ આવતી નથી.લાઈટ ચાલુ રાખું તો
અજવાળું લટકા કરે છે અને બંધ કરું તો અંધારું બટકા ભરે છે..
ચંપા આ દુનિયામાં મારુ કોઈ નથી.મારી પાસે દસ લાખની મૂડી છે ચંપા મારે કોઈકને આપી દેવી છે, બસ આ પાછલી ઉંમરમાં ઘડી બે ઘડી કોક તારા જેવું બાઈ માણસ સહારો આલે તો....." કહી ડોકટર ચંપાને તાકી રહ્યાં.

ચંપા દસ લાખનો આંકડો સાંભળી વિચારમાં પડી ગઈ.ડોકટર શું કહી રહ્યા છે એ ન સમજે એવી ડોબી એ નહોતી.

"મારા જેવી કોક કોણ હોય બીજી ? હું જ તમને ઘડી બે ઘડી સહારો આપીશ વળી, પણ તમે મરી જવાની વાત નો કરતા ભાઈશાબ'' કહી ચંપા હસી.

"તો આજ રોકાઈ જા ચંપા, એક ડૂબતા વહાણને બચાવી લે.."

"પણ મારે ઘેર શું કહેવું ?"

"ઈમરજન્સી આવેલી હોવાથી રોકાવું પડશે..ઈમ કઈ દેજે."

"તમે તો બહાનું કાઢતા'ય શીખવાડી દયો છો..!'' કહી ચંપા હસી પડી.

"ચંપા હું ભાંગેલું તોય ભરૂચ છું..
તને હજી ખબર નથી.. એકવાર તું આ જૂની હવેલીમાં અંદર આવ પછી બહાર નીકળવાનો રસ્તો જડે તો કે'જે ને !" મનમાં એમ વિચારીને લાભુ રામાણીએ હરણના બચ્ચાને જોઈ શિયાળના ચહેરા પર આવે એવું સ્મિત વેર્યું.

તે દિવસે ચંપા ઈમરજન્સીનું બહાનું કાઢીને રોકાઈ ગઈ.
ડોકટરના કવાટરમાં તે રાતે વસંત આવી હતી.

ડોક્ટર, 'ખાસ' દવાઓનો એક ડોઝ લઈને ત્રીસ વર્ષના યુવાન જેવી 'તાકાત'થી ચંપા પર તૂટી પડ્યા હતા ! ઘડી બે ઘડી રમી લેવા દઈને લાખો રૂપિયા મેળવવાની આશાએ ડોકટરને સહારો આપવા આવેલી ચંપાને ડોકટરના બાહુપાશમાંથી છૂટવા કોઈકનો સહારો લેવાની જરૂર લાગી હતી..!!

ચંપા પાસે જ રસોઈ બનાવડાવીને ડોકટર ભરપેટ જમ્યાં હતા છતાં યુગોથી ભૂખ્યાં હોય એમ ચંપાને ખાઈ જવા માંગતા હતાં.ઘડી બે ઘડી રમવાને બદલે દોઢ વાગ્યા સુધી ડોક્ટરે ચંપાને પીલીને રસ કાઢ્યો હતો !!

તભાભા ગુજરી ગયા હોવાની અફવાએ આખા ગામને જગાડ્યું ત્યારે ડોકટર ચંપા નામના નવા જીતેલા પ્રદેશમાં વિહરી રહ્યાં હતાં.કોઈ ડિસ્ટર્બ ન કરે એ માટે એમણે ફોન પણ સાયલન્ટ મોડ પર મૂકી દીધો હતો.

તખુભાએ કોલ કર્યો ત્યારે ડોકટર અને ચંપા ઊંઘી ગયા હતા.પણ એમની ઊંઘમાં પડનારી ખલેલ બારણે આવીને ઉભી હતી !

*
અડધી રાતે નદીનો પાળો ઉતરીને નદીના પટમાં વિસ્તરેલી ગટરમાં મુકેલા પથ્થરો પર સાચવીને પગ મુકતાં મુકતાં રઘલો અને પશવો દવાખાનાના ક્વાટર પર પહોંચ્યા હતાં.સ્ટ્રીટ લાઈટનો પીળો પ્રકાશ ડો.લાભુ રામણીના કવાટરના બારણાંના છજા પર પડતો હતો.છજાના પડછાયાને લીધે કવાટરનું લાકડાની જાળીવાળું બારણું દેખાતું નહોતું.

રઘલાએ એનો મોબાઈલ કાઢીને ટોર્ચ ઓંન કરી.કવાટરનું આગળનું બારણું ખુલ્લું જ હતું.છેક અંધારું થયા પછી દવાખાનામાંથી ચંપા કોઈ જોઈ ન જાય એનું ધ્યાન રાખીને કવાટરમાં ઘુસી હતી.અને ડોકટર ખુશ થઈને એને ભેટી પડ્યા હતા. એ ખુશીના ઉભરામાં જાળી બંધ કરવી ભુલાઈ ગઈ હતી.
રઘલો અને પશવો જાળી ખોલીને કવાટરમાં ઘુસ્યા હતા. મેઈન દરવાજો વરસાદના ભેજને કારણે ચડી ગયો હોવાથી બરાબર બંધ થતો નહોતો.ડોકટર આગળની જાળી અંદરથી બંધ કરીને મેઈનડોર આડું કરીને સુઈ જતા. કવાટરમાં ચોરી થવાની કે ચોર આવવાની જરાક જેટલી પણ શક્યતા નહોતી એટલે ડોકટરને દરવાજો ખિસ્સાના પૈસે રીપેર કરાવવાની જરૂર લાગી નહોતી. હુકમચંદને એક બે વખત આ વિશે એમણે વાત કરી હતી પણ હુકમચંદને એવી નવરાશ નહોતી.

સહેજ અધખુલ્લાં દરવાજામાંથી અંદરના રૂમમાં બળતા નાઈટ લેમ્પનો પ્રકાશ જાળી સુધી પડતો હતો.

"આ દાગતર, લાઈટુ સાલું રાખીન હુઈ જ્યાં લાગસ.જાળી હોતે ખુલ્લી સે..જોયું પશવા ? આમને સે કાંય ઉપાધી ? કોના બાપની દિવાળી હેં ! " કહેતા રઘલાએ બારણાને ધક્કો માર્યો !

અંદરનું દ્રશ્ય જોતાં જ રાઘવા અને પશવાની આંખો અને મોં ફાટી રહ્યાં.

"મારો બેટો આ દાગતર..ને આ ઓલી નરસ..પશવા..આ..." રઘલાએ રાડ પાડી.

"રઘલા,લે હું જાળી બન કરી દવ. તું દાગતરને પકડ્ય,હારે હારે આપડેય જરીક ટાઢો કોઠો કરી લેવી..!" કહી પશવાએ બહારની જાળી અંદરથી બંધ કરી.

એ બંનેનો અવાજ સાંભળી ચંપા જાગી ગઈ. ઉપર પડેલા ડોકટરને હડસેલો મારીને એણે ઝડપથી ચાદર ઓઢી લીધી.ડોકટરને ચશ્મા વગર કાંઈ દેખાતું નહોતું. રૂમના બે આદમીના ઝાંખા ઓળાઓ જોઈને ડોક્ટરે ઝડપથી ટેબલ પરથી ચશ્મા લેવા હાથ લાંબો કરતાં કહ્યું, "અલ્યા કોણ છો ? કોને પૂછીને અંદર આવ્યા..?"

રઘલાએ ઝાપટ મારીને ડોકટરના ચશ્મા આંચકી લીધા.અને ડોકટરને ધક્કો માર્યો.ત્યાં સુધીમાં જાળી બંધ કરીને આવેલો પશવો ચંપા પાસે બેસીને એણે ઓઢેલી ચાદર ખેંચવા લાગ્યો.

"ઓ નાલાયક, ભાગ આંયાથી.એ ડોકટર આ બે જણ ઘરમાં ઘૂસી આવ્યા છે.મારી ઈજ્જત લૂંટી લેશે.. બચાવો...બચાવો.." ચંપાએ રાડ પાડીને ચાદર પકડી રાખી.

"હવે ઈજ્જત વાળીની થામાં. ભાળી મોટી ઈજ્જતવાળી..." કહી પશવાએ ચાદર ખેંચવા માંડી.

પોતે આમ રંગે હાથને બદલે રંગીન સાથમાં આખે આખા ઝડપાઈ જશે એવી કલ્પના પણ ડોક્ટરે કરી નહોતી.કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે..પણ અહીં તો પાપ ઘરમાં ઘુસી આવ્યું હતું.

પણ લાભુ રામાણી પોતે એક ડોકટર હતો.બાવન વરસની જિંદગીમાં આવા ઘણા ખેલ તેઓ ખેલી ચુક્યા હતા..

"એક મિનિટ...." આંખો ચોળતા એમણે રઘલાનો હાથ પકડ્યો, "મારા ચશ્મા આપ ભાઈ.
અને મારી વાત સાંભળ.તમારે જે જોઈએ એની કરતા પણ હું તમને વધુ આપીશ.આ ચંપાને પણ તમે આરામથી ભોગવો યાર,પણ મારી વાત સાંભળો..તમારા બેઉનું ભાગ્ય આજ ખુલી ગયું છે.મારી પાસે દસ લાખ રૂપિયા છે.બેયને પાંચ પાંચ લાખ આપીશ. અને આ ચંપા કાયમ માટે તમારી.. બોલો શુ નામ તમારા બેયનું ?''

ડોક્ટરે હાથ ફંફોસીને રઘલાના ખભા પર હાથ મુક્યો.દસ લાખની વાત સાંભળીને પેલા બેઉના કાન ચમક્યા.પશવો ચંપાએ ઓઢી લીધેલી ચાદર છોડીને ઉભો થયો..

"દાગતર...હું પશવો અને આ રઘલો. તું દાગતર ઉઠીન આવા ધંધા કરછ..હાળા, લાવ્ય રૂપિયા લાવ્ય..! નકર આખા ગામમાં ભવાડો કરશું..!"

"ચશ્મા લાવને યાર,તમને બેઉને આજ માલામાલ કરી દઈશ.તમે બેઉને મારી વાત ખાનગી રાખવાની બહુ મોટી કિંમત હું ચૂકવીશ, અલ્યા એય ચશ્મા લાવ મારા..!" ડોક્ટરે સહેજ પણ ગભરાયા વગર જરાક મોટેથી કહ્યું..

રઘલાએ તરત ચશ્મા આપી દીધા.ડોક્ટરે ચશ્મા પહેરીને તરત કપડાં પહેર્યા. દસ લાખના આંકડાએ પેલા બંનેને ઉભા રાખી દીધા હતાં.

"ચંપા તું તારા કપડાં લઈને અંદર જા, હું આ બેઉને સમજાવું છું.."
ડોક્ટરે રઘલા અને પશવાને જોઈને કહ્યું.

રઘલો ધાધર વલુરતો હતો. એણે મેલા લેંઘા પર લાંબુ પહેરણ પહેર્યું હતું.પશવો રઘલા કરતા થોડો નીચો હતો.એણે ફાટેલું પહેરણ અને જૂનું થિંગડાવાળું પેન્ટ પહેર્યું હતું.

"ના ઈને લૂગડાં અમેં નય પેરવા દેવી. દાગતર તું અમને બુદ્ધિ વગરના નો હમજતો.." પશવાએ ચંપાની ચાદર ફરી ખેંચી.

ડોક્ટરે કંઈ બોલ્યા વગર નાઈટડ્રેસ
પહેરી લીધો. એમનું મગજ આ બે અડબુથોને કેમ જેર કરવા એની યોજના ઘડી રહ્યું હતું..

"હા, દોસ્ત હા, તમારૂ નસીબ આજે ખુલી ગયું છે.લોટરી લાગી છે લોટરી તમને બેયને ! કારણ કે તમે આજ જે જોયું છે એની કિંમત લાખો રૂપિયા થાય છે.મારી ઈજ્જત બહુ કિંમતી છે.હું તમને બધું સમજાવું છું.ઘડીક જાળવ્યને યાર..!'' કહી ડોક્ટરે પશવાના હાથમાંથી ચંપાએ ઓઢેલી ચાદર ખેંચી લઈ કહ્યું.
"ચંપા, તું અંદર જા." પછી પશવા ને રઘલાને કહ્યું, "તમે બેય બેસો.આપણે વાત કરીએ છીએ"

"અમે આંય બેહવા નથ આયા. તમને બોલાવવા આયા'તા.તભા ગોર પાસા થિયા સે..તખુભાએ તમને ફોન કરિયો'તો પણ તમે શીના ઉપાડો.. કાણ કે તમે તો આંય આ નરસ હાર્યે હેય ને જામ્યા'તા.સરમ આવવી જોવે, દાગતર ઊઠીન આવા ધંધા કરો સો.અમેય હવે લાભ લેશું.. હેહેહે !" રઘલાએ બે પગ વચ્ચે થયેલી ધાધર વલુરતા કહ્યું.

"હા, હા...તે હું ક્યાં ના પાડું છું. તભાગોરને શું થયું ? કેમ કરતા.."

"ઈ બધું માય જીયું..રઘલા તું દાગતરને પકડી રાખ્ય, હું ઓલીને માલિકોર જયને લય લવ, પસી તું જલસો કરી લે, પસી વહટી કરવી..." પશવાએ ડોકટરની વાત કાપતા અંદર જવા પગ ઉપાડયા.

"હા બરોબર સે..પહેલા એ પતાવી લ્યો.તમે જેમ કહો તેમ યાર..પણ અલ્યા રઘલા તારે પહેલા જવુ જોઈએ..આ પશવો પેલા શા માટે જાય..? પહેલો હક તો યાર તારો જ કહેવાય.કારણ કે તું પહેલા અમને જોઈ ગયેલો ને ?" ડોક્ટરે રઘલાનો દાણો દબાવ્યો.

"હા અલ્યા..પશવા તું દાગતર પાંહે બેહ, પેલા મારો વારો..'' કહી રઘલો ઉભો થયો.

"એમ નો હોય..તું પસી જાજે. પેલા તો હું જ જઈશ..!'' કહી પશવો અંદર જવા લાગ્યો.

"ઉભો રે..તારી જાત્યના પશવા..
પેલા હું જશ. હું પેલા ભાળી જ્યો'તો.." કહી રઘલાએ પશવાનો હાથ પકડ્યો.

"હારું તો ઈમ કર્ય.." કહી પશવો ઉભો રહી ગયો.ડોકટર પોતાનો દાવ ફેલ જતો જોઈ ઉભા થઈ ગયા.પણ પશવાએ પહેલા જવાની જીદ પડતી મૂકીને ડોકટરનો હાથ પકડ્યો.

રઘલાને અંદર જતો જોઈ ડોક્ટરે તરત પશવાના કાનમાં ફૂંક મારતાં કહ્યું,

"આને ધાધર થઈ છે.બધું સડી ગયું છે.ધાધર તો ચેપી રોગ કહેવાય..સાલ્લા તું સમજ, જો તું પછી જઈશ તો ધાધર તનેય થાશે..પછી હું દવા નહિ કરું..આ તને કહી દઉં છું.."

એ સાંભળીને પશવાએ તરત રાડ પાડીને અંદર જતા રઘલાનો હાથ પકડ્યો, "ઉભો રે...અલ્યા રઘલા, તને તો ધાધર થઈ સે.તું વાંહે રે.."

"અલ્યા ધાધર ભલે ને થય,હું હવે પાસો નો વળું...તું ઘડીક દાગતર પાંહે ઉભો રે.." રઘલાએ એનો હાથ મરડીને છોડાવતા કહ્યું.

"પશવા તને ધાધર થશે..બહુ ખરાબ રોગ ઈતો..પરું નીકળે ને બહુ ગંધાય..બધું સડી જશે.. પશવા પહેલા તો તારે જ જવાય."
કહી ડોક્ટરે પશવાને ધક્કો માર્યો.

"ઉભી નો રે..રઘલા.. હવે હું જ પેલા જાવાનો.." પશવાએ રઘલાનો હાથ પકડીને ખેંચ્યો.

''તો મને હુંકામ હા પાડી.. હું હવે પાસો નો વળું. હાથ મુકય મારો નકર એક અડબોથ ભેગો પડી જાવો સો..!" રઘલો હવે ભૂરાંટો થયો હતો.

''પશવા..ધાધર બવ ખરાબ..સડી જાવું છે તારે ? પછી તો તું સાવ નકામો થઈ જઈશ.તારું બયરું'ય ભાગી જાશે..પશવા ગમે એમ થઈ જાય આજ..રઘલો પેલા નો જ જવો જોઈએ.." ડોક્ટરે પશવાને ઉશ્કેર્યો.

પશવો કંઈ રઘલાનો દોસ્ત નહોતો.તભાભાભા માટે ડોકટર બોલાવવા જવાનું થતા બંને યોગાનુયોગ સાથે થઈ ગયેલા. રઘલાએ અડબોધ મારવાનું બોલીને બાજી બગાડી હતી. પશવાનો પારો છટક્યો હતો.

"આમ આઘીનો મર્યને..હું કવ સુ કે તારે પેલા નથી જાવાનું.તું હમજતો ચીમ નથી."કહી પશવાએ રઘલાનો હાથ પકડીને ખેંચ્યો.

"રઘલા.. તું પહેલા જોઈ ગ્યો'તો..
પાછો નો પડતો.પહેલો હક તારો જ કહેવાય.." ડોક્ટરે બંને બાજુ આગ લગાડી હતી.

પશવો અને રઘલો બથોબથ આવ્યા હતાં. રઘલાએ પશવાને મારવા હાથ ઉગામીને ગાળ દીધી.પશવાએ તરત એના પેટમાં
ગડદો ઝીંકયો.રઘલાના વાળ પકડીને એનું માથું દીવાલમાં ભટકાડ્યું.

રઘલાએ વાંકા વળીને પશવાના પેટમાં માથું માર્યું. એના પગ ખેંચીને ચતોપાટ પાડી દીધો.એ જોઈ ડોક્ટરે જાળી પાસે પડેલું ત્રણેક ફૂટનું લાકડું લાવીને પશવાને આપ્યું..

"પશવા..આજ પાણી બતાવી દે.
ધાધરવાળો આ ખહુરિયો જીતી નો જાવો જોવે.."

પશવાએ એ લાકડું લઈ રઘલના બરડામાં ઝીંકયું. એ વખતે ચંપા કપડાં પહેરીને બહાર આવી.આ બે અક્કલના ઓથમીરોને લડતા જોઈએ એ ડોકટરની ચાલ સમજી ગઈ.રસોડામાં જઈ એણે દસ્તો લાવીને રઘલાને આપ્યો..

"રઘલા, તું મને ગમે છે.આ પશવાનું માથું ફોડી નાખ્ય..આલે આ દસ્તો.."

રઘલાને પણ હથિયારની તાતી જરૂરિયાત હતી.તરત જ એણે લોખંડનો દસ્તો લઈને પશવાના માથામાં ઝીકયો.

પશવો અને રઘલો હવે સંપૂર્ણ પણે ભાન ભૂલ્યા હતા. હવે એક બીજાને પરાસ્ત કરવા બંને બળ લગાવી રહ્યાં હતાં.પશવાનું માથું ફૂટ્યું હતું.અને રઘલાને પણ પશવાએ અધમુવો કરી નાખ્યો હતો.

એકબીજાને કાનમાંથી કીડા ખરે એવી ગાળો દેતાં રઘલો અને પશવો જીવ ઉપર આવીને એકબીજાને માર મારી રહ્યાં હતાં.
આખરે બંને થાકીને લોથપોથ થઈને ઢળી પડ્યા.એટલે મોકો જોઈને ચંપા દવાખાનાની ચાવી લઈને ચાલી ગઈ. ડોક્ટરે બેગમાંથી એક મોટું ઈન્જેકશન ભરીને બેઉને અડધું અડધું લગાવી દીધું. થોડીવારે બંને બેહોશ થઈ ગયા એટલે ડોક્ટરે તખુભાને ફોન જોડ્યો.

(ક્રમશ :)