The crumbs of philosophy in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | ફિલોસોફી ના ભુક્કા

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

ફિલોસોફી ના ભુક્કા

જતીન ભટ્ટ (નિજ) રચિત એક હાસ્ય રચના



ફિલોસોફી ના ભુક્કા

રોજ બાથરૂમ માં (મારા જ બાથરૂમ માં ભાઈ, સંસ્કારી છું લા ) શાવર નીચે નાહીએ એ પહેલાં સવારે ઉઠતાં ની સાથેજ મોબાઈલ માં ફિલોસોફી નો શાવર શરૂ થઈ જાય, અને કેટલા બધા બાબાઓ અને બાબી ઓ ના ફિલોસોફી વાંચવા _સાંભળવાં મળે...
(ખાલી આ લોકોના આશ્રમ જ ના હોય, .,)
.. અને તમે નઈ માનો, એમને વાંચું કે સાંભળું તો એમ થાય કે આ પ્રમાણે જીવીએ તો જીવન કેટલું આનંદમય રહે, આખું ભારત કેટલું પોઝિટિવ હોય (વિચારો માં, કોરોના મા નઈ),
ઠીક છે,
પણ આજે મને આ બધી ફિલોસોફી ના ભુક્કો કાઢવાનું મન થયું,

યાદ રહે કે જે મહાન માણસોના યાદગાર ક્વોટ છે એ બધા એવરગ્રીન છે... એ ખરેખર જીવનમાં અપનાવવા લાયક છે,...

ભુક્કો ફક્ત એવી ફિલોસોફી નો કાઢીશું જે ખરેખર હથોડો છે... તો પ્રસ્તુત છે, પહેલાં ફિલોસોફી અને પછી એને ભુક્કો........


1. જિંદગીમાં ડુંગળી જેવા બનો, કોઈ તમારા છોતરા કાઢે તો આંસુ એની આંખમાં આવવા જોઈએ...,

ભુક્કો : પહેલી વાત તો એ કે ડુંગળી ગંધાય બહુ, એટલે એમ પણ કોઈ પાસે ના આવે, અને ધારો કે આપણાં છોતરાં કાઢવા એ એકલો આવ્યો હોય તો પણ આંસુ એની જ આંખ માંથી નિકળી શકે ને ,
પણ જો એ આપણા છોતરાં કાઢવા ઘણા બધાને લઈને આવ્યો હોય તો પછી આંસુ કોના આંખ માંથી નીકળે એ તમે સમજી શકો છો ...
અને યાર લોકો બી કઈ થી આવું બધું લાવે છે,
આવું વાંચી ને હવે કોઈ કહેશે
'જીંદગી માં લસણ જેવા બનો, કોઈ તમારા છોતરાં કાઢવા આવે તો તમારી વાસ થી જ ભાગી જાય'...
... એની માનું કઈ બી.......

2. રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે પણ
બીજાના કહેવાથી મીઠુ મરચું નાખીએ તો બગડે છે, સંબંધોમાં પણ આવું જ થાય છે...

ભુક્કો : જો બકા, આવું બહુ નઈ વિચારવાનું, રસોઈ બનાવવાની જ નઈ, હોટલ માંથી ટિફિન બંધાવી લે, અને યાર આપણે જ બીજાને કહેવાનું કે મીઠું, મરચું ઓછું છે, નાખ તમ તમારે,

3. આંખો બંધ કરવાથી, મુસીબત જતી નથી. અને મુસીબત આવ્યા વિના આંખ ઉઘડતી નથી, મળીએ ત્યારે નહિ, પણ જુદા પડીએ ત્યારે ખબર પડે કે, સબંધ કેટલો સાચો હતો..

ભુક્કો : ઓકે, આ તો પત્ની ની વાત છે યાર,...
મારી પત્નીએ વાંચવું નહીં અને પત્ની (મારી લા) થી વંચાઈ ગયું હોય તો મને ઘરે શાંતિ થી પહેલા પાણી આપવાનું ને પછી મને ............!!!!!??????
ટૂંક માં આ પત્ની ની વાત છે, લખનાર પત્ની થી ત્રસ્ત છે.... ઓકે!!!!
અને હાં બીજી લીટી માં લખ્યું છે તે જુઓ (વાંચો) કે જુદા પડીએ ત્યારે........
એ તો મારે પણ જોવું છે, પણ જુદી પડે તો ને યાર, આ તો પેલા જેવી વાત છે કે મારી પત્ની તો દેવી છે પણ કોઈ લે તો ને?!!!

4. કેવુ કેવાય,જિંદગી ના રંગમચ પર પાત્ર આપણે ભજ્વવાનું
એ પણ બીજાને ગમે એવુ...

ભુક્કો : આ ફિલોસોફી છેલ્લા 500 વર્ષ થી, એક મીંડું ઓછું કરો કે વધારે કરો યાર, પણ કેટલાય સમયથી આ ફિલોસોફી ચાલી આવે છે,
અહીં બી કોને ખબર છે કે કેટલા વર્ષ થી ચાલી આવે છે અને આ ફિલોસોફી એટલી વાસી છે કે ન પૂછો વાત...
અરે ભાઈ તું શું કામ બીજાને ગમે એવું પાત્ર ભજવે છે,
એને જ ભજવા દે, એમ પણ તું સુધારવાનો છે જ નઈ, તારી પત્ની કે તારી GF પણ કંટાળી ગયા છે તારાથી , પણ, પણ, પણ
પત્ની કે girlfriend ની બાબત માં પોતે જ પોતાનો રોલ ભજવજે ભાઈ, બીજા ને ભજવવા ના આપતો... નઈ તો તારું સ્થાન જોખમમાં...

5. કૂતરાનું ગલૂડિયું ગમે તેટલું સુંદર હોય છેવટે તો કૂતરું જ કહેવાય, પ્રેમ ગમે તેવો દિલથી હોય પણ લગ્ન વગર તો લફરું જ કહેવાય

ભુક્કો : હવે આ બની બેઠેલા ફિલોસોફર ને શું કહેવાનું,
સાલું ગમે ત્યાંથી પ્રાસ બેસાડે, લફરું નો પ્રાસ બેસાડવામાં કૂતરું લઈ આવ્યા...
અલા ભાઈ તું કૂતરું કેમ લાયો, ભૂંડ લાવવું હતું ને, ગરોળી લાવવી હતી,બળદ લાવવો હતો,...
અને અમે એક કૂતરા ને આ ફિલોસોફી વિશે પૂછયું તો કહે કે અમારે કાયમ લફરું જ હોય ભાઈ, અમારા માં લગ્ન થોડા હોય...

6.ગમી એ ગયું જે કિસ્મત માં ન હતું સાહેબ, પણ મળી એ ગયું જે સપનામાં પણ નહોતુ વિચાર્યુ...

ભુક્કો : સમજી ગયો સાહેબ કે તમને ગમતી હતી પેલી રૂપાળી ચંદ્રકલા અને મળી ગઈ ભગરી ભેંસ જેવી......... .... આને ફિલોસોફી ના કહેવાય સાહેબ, એને ફ્રસ્ટેશન કહેવાય...
.
.
.
.
.
.
.


જતીન ભટ્ટ (નિજ)
(Mob.) 94268 61995