Shabdonu Sarnamu - 1 in Gujarati Short Stories by Secret Writer books and stories PDF | શબ્દોનું સરનામું ( Part - 1)

Featured Books
Categories
Share

શબ્દોનું સરનામું ( Part - 1)

મારા પ્રિય વાચક મિત્રો,
સૌ પ્રથમ મારી પ્રથમ લઘુકથા ' મિશન ' રખવાલા ' ' ને તમારો અમૂલ્ય પ્રતિભાવ અને સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏.
આજે હું તમારી સમક્ષ આરતી (મુખ્ય પાત્ર)ની એક નવી કહાની રજૂ કરવા માંગું છું. આશા છે તમને મારી આ કથા પસંદ આવશે. મારા તરફથી કોઈ ભૂલ ચૂક કે અગવડ થઈ હોય તો માફ કરજો🙏🙏🙏.
પ્રસ્તુત કથા પૂર્ણતઃ કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યક્તિ કે સ્થળ સાથે સંબંધ નથી.


શબ્દોનું સરનામું (Part - 1)

"અરે મીરા, બેટા આરતી ક્યા રહી ગઇ ? હવે તો માતાજી ની આરતી પણ શરૂ થઈ જવાની. " વૃદ્ધાશ્રમના ગાર્ડનમાં બેઠેલા વૃદ્ધ કમળા બાએ મીરાને કહ્યું.

મીરા એ આરતીની ખાસ સખી હતી.બંને બાળપણથી જ સાથે હતાં. બંને એકબીજાને દરેક કામમાં મદદ કરતાં, કોઈ પણ કામ હોય બંને સાથે મળીને જ કરતાં. સખી કરતાં બંને બહેનો જેવાં જ હતાં. ગમે તેવી પરિસ્થિતિ માં બંને એકબીજાની ઢાલ બની જતાં.

"કમળા બા, બસ આવતી જ હશે. થોડી વાર પહેલા જ મારી તેની સાથે વાત થઈ. એણે કહ્યું કે તે પંદર મિનિટમાં આવે છે. ટ્રાફિકમાં ફસાઈ ગઇ છે."મીરા કમળા બા પાસે ઘૂંટણીયે બેસીને સ્મિત કરતાં બોલી.

મીરા ખૂબ જ સરળ સ્વભાવની હતી. હમેશા ખુશ રહેતી. ગમે તેવી પરિસ્થિતિનો સામનો હસતાં મોઢે કરતી. જયારે આરતી ખૂબ જ લાગણીશીલ હતી. કોઈ કંઈ કહે એટલે તરત જ તેને દિલમાં લાગી જતું. મીરા તેને હર વખતે તે બાબતે સમજાવતી. મીરા પોતે અનાથ હતી. દુનિયામાં તેની બહેન, ભાઈ, માતા, પિતા, સખી બધુ આરતી જ હતી. આરતી એમ તો સારા કુટુંબમાંથી આવતી હતી. તેના પિતા તેને ખૂબ પ્રેમ કરતાં. જ્યારે તેની માતા તે નાની હતી ત્યારે જ તેને છોડીને સ્વર્ગે સીધાવ્યા હતાં.

થોડાં વર્ષો રહીને તેના પિતાએ બીજા લગ્ન કર્યા પરંતુ જેની જોડે લગ્ન કર્યા તે ખૂબ જ કડક અને સ્વાર્થી સ્વભાવના હતાં. આરતીના બા પણ હતાં. આરતીને તેમની સાથે ખૂબ જ ફાવતું. નાનામાં નાની બધી જ વાત તે તેની બાને કરતી. ભૂતકાળની એક ઘટનાએ તેને હચમચાવી નાખી હતી. તેના કારણે આરતીએ તે ઘરથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો અને તે મીરા સાથે બીજા શહેરમાં આવી ગઈ હતી. હાલના સમયમાં આરતીની દાદી પણ હયાત ન હતા. તે કયાં છે? તેની જાણ ફક્ત તેણે તેના પિતાને જ કરી હતી. તેના પિતા અને તેની સાવકી માતા બીજા શહેરમાં રહેતા હતા. કમળા બા પાસે બેસીને મીરા જાણે ભૂતકાળમાં ખોવાઈ ગઈ હતી. મીરાએ આરતીને માનસિક રીતે કથડતાં, પોતાની જાત સંભાળતા અને ફરી પગે ઉભા થતાં જોઈ હતી.

તેટલામાં જ આરતી આવી ગઈ. કમળા બા અને મીરા ગેટ પાસે જ બેઠાં હોવાથી તે સીધી કમળા બા પાસે ગઈ અને બોલી,"બા, તમે અહીં કેમ બેઠા છો? ચાલો આરતી ચાલુ થઇ જશે." "અરે, મારી આ દીકરી વગર કઈ રીતે આરતી ચાલું થઈ શકે ?"કમળાએ સ્મિત રેલાવતા કહ્યું. પ્રતિઉત્તરમાં આરતીએ પણ સ્મિત કર્યું. પછી એક નજર મીરા તરફ કરી અને ઈશારામાં જ મીરાને પણ ચાલવા કહ્યું.

આરતીનો અવાજ સાંભળી મીરા ભૂતકાળમાંથી પાછી ફરી આરતીના સ્મિતના જવાબમાં તેણે પણ સ્મિત કર્યું.

આરતીના આવવા પછી વૃદ્ધાશ્રમમાં અંબામાની આરતી શરૂ થઈ. નવરાત્રિ ચાલતી હોવાથી શહેરોના રસ્તા પર ખૂબ જ ભીડ રહેતી હતી. જેથી આરતીને પહોંચવામાં મોડું થઇ ગયું હતું. આરતી પત્યા પછી બધે પ્રસાદ વહેંચવામાં આવ્યો અને પછી બધા શાંતિથી ગાર્ડનમાં બેઠાં. વૃદ્વાશ્રમ ખૂબ જ મોટું હતું. જાતજાતની ઘણી સુવિધાઓ હતી. કમળા બાની જયારથી આરતી સાથે મુલાકાત થઈ ત્યારથી જ તે તેમને ખૂબ જ વ્હાલી લાગતી. તેઓ આરતીને પોતાના બાળકો કરતાં પણ વધારે પ્રેમ કરતાં.

વાતો કરતાં બધા ગાર્ડનમાં બેઠા હતાં. બધાને જોઈને આરતી ભૂતકાળમાં સરી પડી. જ્યારે ઘરમાં શાંતિ, સગવળ અને સુખ બધુ જ હતું. ત્યારે ઘરના દરેક સભ્યો આવી રીતે બેસીને ગપ્પા મારતાં. તેણે ભૂતકાળને યાદ કરતાં કરતાં જ કમળા બાના ખોળામાં માથું ઢાળી દીધું. કમળા બાએ સ્મિત કરી પ્રેમથી તેના માથે હાથ ફેરવવા માંડ્યો. કમળા બા વૃદ્ધાશ્રમમાં સૌથી જૂના અનુભવી અને બધા કરતાં મોટા હતા.

જ્યારે આરતી નાની હતી, ત્યારે તેની દાદીના ખોળામાં માથું મૂકી આવી રીતે જ સૂઈ જતી. સાવકી માના આવ્યા પહેલા આરતી ખૂબ જ ડાહી , ચંચળ , મસ્તીખોર અને હકારાત્મક વિચારો ધરાવતી હતી.

સાવકી માના આવ્યા બાદ એક પછી એક ઘટતી ઘટનાઓને કારણે તેના માસુમ માનસ પર અસર થઈ અને ધીમે ધીમે તે જીદ્દી, શાંત, એકદમ લાગણીશીલ અને ચૂપ ચૂપ રહેવા લાગી. તેના મુખડા પરની મુસ્કુરાહટ ક્યાંક ગાયબ થઈ ગઈ હતી.

વિધાતાને જે મંજૂર હશે એમ કરશે એમ વિચારી તેના દિવસો કાઢતી હતી. ત્યારબાદ એક પછી એક ઘટતી ઘટનાઓના કારણે તે હંમેશા માટે તેના પરિવારથી દૂર રહેવાના મોટા નિર્ણય પર આવી હતી.

એવું તો શું બન્યું હતું આરતીના ભૂતકાળમાં કે એક હસતી રમતી છોકરી તેના સ્વભાવના તદ્દન વિરૂદ્ધ સ્વભાવની થઇ ગઈ ? શા માટે તેણે પરિવારથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. જાણવા માટે વાંચતાં રહો, ' શબ્દોનું સરનામું '.