ASTIK THE WARRIOR - 25 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-25

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-25

"આસ્તિક"
અધ્યાય-25
ભગવન જરાત્કારુને માઁ જરાત્કારુએ વિશ્રામમાં વિક્ષેપ ના પાડી સૂવા દીધાં. એમાં ભગવાનનું નિત્યકર્મ પડ્યું અને જરાત્કારુ ભગવન ક્રોધીત થયાં. એમની શરતોમાંથી એક શરતનો ભંગ થયો. ધર્મ પાળવામાં અને ઇચ્છામાંજ કાયમ રહેવું પડશે નહીતર અવજ્ઞાએ તેઓ ત્યાગ કરશે એવું કહ્યું હતું. માઁ અનેક મનામણાં પછી પણ ભગવન ના માન્યાં. આસ્તિકે ઘણી વિનંતી કરી કરગર્યો પણ ભગવન જરાત્કારુ એક ના બે ના થયાં. એમણે એ લોકોનો ત્યાંગ કરવાનું નક્કી કરી લીધું અને આસ્તિકને આશીર્વાદનો અને માઁની કાળજી રાખવાની સૂચના આપીને આશ્રમનો ત્યાગ કર્યો. ભગવન દંડ અને કમંડળ લઇને આશ્રમ છોડી ગયાં.
માઁ જરાત્કારુએ ઘણી વિનવણી કરી હતી પરંતુ કોઇ અર્થ ના સર્યો. માઁ જરાત્કારુ વિલાપ કરી રહ્યાં છે. સ્વામીની માફી હજી માંગી રહ્યાં છે એમનાં વડપણ હેઠળ આશ્રમ અને સંસાર ચાલી રહેલો. એમનાં આંસુ સૂકાતાં નથી. આસ્તીકને ગળે વળગાળીને આક્રંદ કરી રહ્યાં છે.
માઁ જરાત્કારુએ ભગવન નારાયણનું સ્તવન કરવા માંડ્યું ખૂબ કરગરીને આનો ઉપાય કરવા કહ્યું ભગવન નારાયણ સાક્ષાત પ્રગટ થયાં.
માઁ જરાત્કારુએ કહ્યું હે નારાયણ આતો કેવો ન્યાય ? મારાંથી આવી ભૂલ કેમ થઇ ? મારાં ભાગ્યમાં આવુ શા માટે લખ્યું ? આટલો પ્રેમાળ અને જ્ઞાની પતિ મારાંથી કેમ રુઠ્યાં ? ત્યાગ કરવા જેવું કારણ હતુ ? હે નારાયણ મારાં પર કૃપા કરો. મારાં આસ્તિક હજી નાનો છે એને તૈયાર કરવાનો છે તેઓ એ બધી ફરજ ભૂલી ગયાં ?
નારાયણ ભગવને કહ્યું હે પુત્રી તું આમ શોકના કર. ના ગમતી ઘટના જીવનમાં કોઇવાર ઉત્તમ પરીણામ આપે છે. ભાગ્યમાં સારુજ લખાયેલું છે. આસ્તિક હવે બાળ નથી રહ્યો કિશોર થઇ ગયો છે. વળી એ જ્ઞાની અને બહાદુર છે. તમે રુદન ના કરો. તું મારાં માટે પુત્રી સમાન છે. જરાત્કારુની નક્કી થયેલી શરતોનો ભંગ એમનું ત્યાગનું કારણ છે. અને કોઇપણ કારણ કોઇ ચોક્કસ બનાવ સાથે જોડાય છે. તુ શોક ના કરીશ. યોગ્ય સમેય જરાત્કારુ પાછા આવશે અને એ સમયે આસ્તિકનાં કર્મ પૂર્ણ થયાં હશે હવે આસ્તિકની જીવનલીલાઓ ચાલુ થશે એમાં એનાં પિતાની ગેરહાજરી એને વધુ કેળવશે. સ્વયંથી તૈયાર થશે એનું તને ગૌરવ થવુ જોઇએ. તમારી રક્ષા સુખ અને આનંદનું હું વચન આપુ છું. શોક ત્યજીને આસ્તિકમાં મન પરોવી લે બધુ સારુજ થવાનું છે. કાળક્રમે ભાગ્ય બદલાય છે અને ભાગ્ય હમેશાં સારુજ પરિણામ આપે છે અને આપશે જેથી શ્રધ્ધા ડગાવીશ નહીં અને ધીરજ ખોઇશ નહીં જ્યારે જરૂર પડે મને પોકાર કરજ હું હાજર થઇ જઇશ અને હવે પછી આસ્તિકને કેળવણી માટે નવાં પાત્રો મળતાં રહેશ એટલે નિશ્ચિંત થઇ જા.
તું ક્યારેય એકલી નહોતી એકલી નહીંજ હોય જરાત્કારુ તારી આસપાસજ રહેશે. સદેહે નહીં હોય પણ એમનો એહસાસ આત્મા તમારી સાથેજ છે અને રહેશે એટલે કલ્પાંત ના કરીશ અને આવનાર સમયને વધાવી લે. આમ માઁ જરાત્કારુને આશ્વાસન આપી ભગવન અંતર્ધ્યાન થયાં.
માઁ જરાત્કારુ નારાયણનાં વચનો સાંભળીને થોડાં સ્વસ્થ થયાં એમણે આસ્તિકને કહ્યું દીકરા હવે તારી માં જ તારી ગુરુ છે હું તને બધીજ કેળવણી આપીશ નારાયણે આસ્વસ્ત કરી છે કે તારાં પિતા આપણી સાથેજ છે અને આગળનાં કર્મ આપણે કરવાનાં છે.
આસ્તિકે માં નાં ચરણ સ્પર્શ કરીને કહ્યું માં હું તમારો શિષ્ય, તમારો પુત્ર અને ભક્ત છું આપની આજ્ઞા પ્રમાણે જ વર્તીશ કર્મ કરીશ.
માઁ જરાત્કારુએ સતત છ દિવસ સુધી ભોજન ના લીધુ આસ્તિકની ઘણી સમજાવટ પછી પણ અન્નનો દાણો મોઢામાં ના લીધો ઉપવાસ કર્યા. પોતાનાથી થયેલી ભૂલનું પ્રાયશ્ચિત કર્યું શરીરમાં નબળાઇ આવી તેઓ અશક્ત બન્યાં. આશ્રમમાં ક્યાંય કંઇ ગમી નહોતું રહ્યું. દિવસ રાતનું જ્ઞાન નહોતું નીંદર વેરણ બની હતી પળ પળ માત્ર ભગવન જરાત્કારુનું સ્મરણ કરી રહેલાં. ઠંડો વાતો વાયરો જાણે દઝાડતો હતો. વૃક્ષ ડાળે બોલતી કોયલ કર્કષ લાગી રહેલી મોરનાં નૃત્ય જોવા ગમતા નહોતાં. ગંગાનો નીર જાણે અભડાવતા હોય એવી લાગણી થઇ આવતી હતી. અપાર પીડમાં દિવસો વ્યતિત થઇ રહેલાં...
ત્યાં એક દિવસ એમનો ભાઇ વાસુકી આવ્યો. એની જાણમાં આવેલું કે ભગવન જરાત્કારુ આશ્રમનો ત્યાગ કરી ગયાં છે.
ભાઇ વાસુકીને આવેલો જોઇને માઁ જરાત્કારુ એમને ભેટી પડ્યાં અને અનરાધાર આંસુ વહાવવા લાગ્યાં. ભાઇ વાસુકીએ ઘણું આશ્વાસન આપ્યું અને કહ્યું બહેન તું ઘરે ચાલ અહીં એકલા રહીને આસ્તિકનું ઘડતર નહીં થાય. તમે લોકો મારી સાથે પિતાનાં ઘરે ચાલો. ત્યાં તમારી બધી સગવડ અને સવલતો સચવાશે તમારી કાળજી અને સુરક્ષા જળવાશે.
માઁ જરાત્કારુએ કહ્યું ભાઇ આ આશ્રમ હું હવે ના છોડી શકું ભગવનની ગેરહાજરીમાં આશ્રમનો પ્રાણ તો ગુમાવ્યો છે પણ એમની યાદો અહીં એટલીજ તાજી છે હું આસ્તિક સાથે અહીંજ રહીશ. મારાં સ્વામીનાં પગલાં પાછાં અહીં આશ્રમમાંજ થશે. આશ્રમને નોધારો ના મૂકી શકું ભલે અમે નોંધારા થઇ ગયાં છીએ.
આસ્તિક મામાને જોઇને આનંદમાં આવી ગયો. વાસુકી નાગે એને ઉચકી લીધો અને વ્હાલ અને લાડથી પરિતૃપ્ત કરી દીધો. વાસુકી નાગનો આંખમાં પણ અશ્રુ ઘસી આવ્યાં. એણે કહ્યું આસ્તિક તારી માં એનાં પિતાનાં ઘરે આવવા ના પાડે છે. તારું શું કહેવું છે હવે તો તું મોટો થઇ ગયો છે.
માઁ જરાત્કારુએ કહ્યું હું મારાં પતિનું ઘર છોડીને નહીં આવું મારો પુત્ર પણ અહીંજ રહેશે. અહીંજ બધી એની કેળવણી થશે. ભાઇ નાહક ચિંતા ના કરીશ.
વાસુકી નાગે કહ્યું બહેન તારી આજ આખરી ઇચ્છા છે તો હું અને મારી પત્ની તમારી સાથે રહેવા આવી જઇએ છીએ. અમે લોકો પણ તમારી સાથે રહીશું. ભગવાન જરાત્કારુ પાછાં પધારશે એ પછીજ અહીંથી પાછા જઇશું.
જરાત્કારુ માઁ એ કહ્યું ભલે તારાં માટે આ આશ્રમ ખૂલ્લો છે મારાં સ્વામી આવે ત્યાં સુધી ભાઇ તમે અહીં રહી શકો છો. મારાં સ્વામીને પણ આ નિર્ણય ગમશે.
વાસુકી નાગે એની પત્નિને સેવકો સાથે પાતાળ લોકથી આશ્રમ બોલાવી લીધાં. વાસુકીનાગની પત્ની અનેક વસ્ત્ર, આભૂષણ , ફળફળાદી સૂકા ફળો, ચંદન, કેસર એવી અનેક ચીજવસ્તુઓ સાથે લઇ આવી. એમની સાથે અનેક નાગ સેવકો આશ્રમ આવી ગયાં.
આશ્રમ ફરીથી ભર્યો ભર્યો થઇ ગયો. માં જરાત્કારુ નાં શોકન નિવારણ તો ના થઇ શક્યુ પણ થોડીક રાહત થઇ એમણે ભગવન જરાત્કારુનાં બધાં નિત્ય નિયમ જાતે કરવા માંડ્યાં. આસ્તિકને દરેક બેસતા મહીને ચોથ-આઠમ-અગિયારસ- પૂનમ અમાસે હવનયજ્ઞ કરાવવા માંડ્યો. આસ્તિકની કેળવણીમાં કોઇ કસર ના રાખી સદાય ભગવન જરાત્કારુનું સમરણ કરતાં રહ્યાં. ભાઇ વાસુકીનાં નેજા હેઠળ આસ્તિકે શસ્ત્ર અને શાસ્ત્રની કેળવણી આપવા માંડી.
આમ આસ્તિક ઊંમરમાં વધતો ગયો આજે એનાં જીવનું 15મું વર્ષ છે અને આશ્રમમાં એનો આનંદ છે. આશ્રમમાં હવનયજ્ઞનું પ્રયોજન કર્યુ છે. માઁ જરાત્કારુ પોતે વ્યાસપીઠ પર બેઠાં છે તેઓ આસ્તિક પાસે હવનયજ્ઞ શ્લોકો અને રૂચાઓ બોલીને કરાવી રહ્યાં છે. ભગવન જરાત્કારુ સાક્ષાત નારાયણ, ઉમાશિવ બધાનું આહવાન કરીને હવનયજ્ઞ કરી રહ્યો છે. શ્રીફળની આહુતિ આપીને માઁ જરાત્કારુ ભગવન જરાત્કારુનું આહવાન કરાવે છે.
હવનયજ્ઞનું તપ જોઇને અગ્નિની જવાળાઓ ભગવન જરાત્કારુ પ્રગટ થાય છે અને આસ્તિકને આશિષ આપે છે. ભગવન જરાત્કારુને પ્રગટ થયેલાં જોઇને માઁ જરાત્કારુની આંખો ભરાઇ આવે છે એમનો શ્વાસ અને અવાજ રુંધાય છે કંઇ બોલી શકતા નથી માત્ર એટલુંજ કહે છે આસ્તિક હવે એનાં કૂળનાં કર્મ માટે જવાનો છે તમારાં આશીર્વાદ આપો અને અહીં આપની રાહ જોવાય છે એમ કહીને આક્રંદ કરે છે.
ભગવાન જરાત્કારુ આશીર્વાદ આપીને કહે છે હુ સૂક્ષ્મ તમારી સાથે છું સાક્ષાત નારાયણની નિશ્રામાં છો. આસ્તિકને કહે છે વિજયી થાઓ એમ કહી અંતર્ધ્યાન થાય છે.
વધુ આવતા અધ્યાયે - અધ્યાન ----26