ASTIK THE WARRIOR - 6 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-6

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-6

"આસ્તિક"
એક ઇચ્છાધારી લડવૈયો
અધ્યાય-6
રાજકુમારી જરાત્કારુ ભગવન જરાત્કારુનાં પગે સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. ભગવાન પ્રસન્ન થઇને બોલ્યાં દેવી સદાય સુખ આનંદર્યાં રહો. જે ઇચ્છા હોય એ માંગો હું આપવા બંધાયેલા છું અને બ્રહ્મચર્ય ત્યાગીને તમારો સ્વીકાર કર્યો છે.
આજે જે લગ્નવેદીની સાક્ષીમાં બંધનમાં બંધાયા છીએ આખુ બ્રહ્માંડ સાક્ષી બન્યુ છે. દેવોએ પુષ્પવૃષ્ટિ કરીને આશીર્વાદ આપ્યાં છે. આજે હું ખૂબજ ખુશ છું. બ્રહ્મચર્યના તપ પછી તમારી સાથે પ્રભુતામાં પગરણ કર્યા છે અને મારાં નામેજ તમારું નામ વળી ખૂબજ રૂપ રૂપનાં અંબાર છો જાણે સ્વર્ગની અપ્સરાઓ પાણી ભરે.
તમારી સમક્ષ દ્રષ્ટિ કરતાંજ મન મોહી પડે છે મને ખુદને આષ્ચર્ય છે કે મેં સારું થયું બ્રહ્મચર્ય સમયમાં તમારી ઝાંખી નથી કરી નહીંતર મારુ તપ-વ્રત તુટી જાત એટલાં સુંદર છો.
જરાત્કારુ રાજકુમારીએ કહ્યું "દેવ મારું અહોભાગ્ય છે કે તમે મને પસંદ કરી છે. પણ સાથે સાથે આષ્ચર્ય છે કે તમે તો એકે કઠોર બ્રહ્મચારી હતાં છતાં તમને રૂપનાં વખાણ કરતાં સરસ આવડે છે. હું તો તમારાં શબ્દો તથા તમારાં તેજથીજ મોહી પડી છું.
જરાત્કારુ દેવે પ્રણય ક્રિયામાં આગળ વધતાં કહ્યું "પણ તમારું રૂપજ એવું કામણગારું અને સુંદર છે કે જાણે હું એક કવિજ બની ગયો મને શબ્દોજ એવાં સ્ફ્રુરી રહ્યાં છે કે એનો પણ હું આનંદ લઇ રહ્યો છું.
જરાત્કારુ રાજકુમારીએ કહ્યું "દેવ આપણાં લગ્ન સંપન્ન થયાં આપણે બંન્ને ઇશ્વર સાક્ષીએ એક થઇ ગયાં છીએ પરંતુ આપણે સાથે નાગ લોકોને દર્શન આપવાના છે. એ પછીજ મહેલનાં શયનગૃહમાં આપની સેવા કરી શકીશ.
જરાત્કારુએ કહ્યું હાં હાં ચાલો પ્રથમ નાગલોકોને દર્શન આપી આશીર્વાદ આપીએ અને જે કારણે આપણો મેળાપ કરાવ્યો છે એનુ ફળ આપીશુ કહીને એ બધાંને નિશ્ચિંત કરીએ.
જરાત્કારુમાં અને દેવ બંન્ને જણાં મહેલમાં જયાં બધા નાગજનો એમનાં દર્શન કરવા આતુર હતાં ત્યાં પહોચ્યાં મહેલનાં પ્રાંગણમાં મોટું સિંહાસન મૂકવામાં આવ્યું હતું. ચારેબાજુ દીપ પ્રગટી રહેલાં. તોરણ બંધાયેલાં હતાં. બ્રાહ્મણો બંન્ને વરકન્યાનાં સુખદ લગ્ન જીવન માટે હવનયજ્ઞ કરી રહેલાં. સભાખંડ એટલો બધો વિશાળ હતો કે આખાં નગરમાં નાગ હાજર હતાં નાગ કન્યાઓ રાજકુમારી અને દેવ જરાત્કારુમાં ઓવારણાં લેતાં લગ્ન ગીતો ગાઇ રહ્યાં હતાં.
અલગ અલગ સ્થાને સુગંધી ધૂપ સળગી રહેલાં. વાતાવરણ એકદમ આલ્હાદક હતું. સભાખંડનાં બનાવેલાં અને શણગારેલાં મંચ ઉપર વાસુકી, તક્ષક ત્થા અગ્રગણ્ય નાગ હાજર હતાં અને ભગવન જરાત્કારુ બેલ્ડીની આવવાની રાહ જોઇ રહેલાં.
જેવાં જરાત્કારુ બેલડી મંચ પર આવી અને શંખનાદ શરૂ થયો નાગકન્યાઓએ ફૂલોની વર્ષા કરી શહનાઇ વાદન શરૂ થયું અને લક્ષ્મીનારાયણ જેવાં શોભતાં જરાત્કારુદેવ અને જરાત્કારુ રાજકુમારી આવી પહોચ્યાં હતાં. એમનું સ્વાગત પૂજન થયુ અને પછી હીરામાણેક જડિત સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થયાં.
ભગવાન જરાત્કારુએ બધાનો આભાર માન્યો અને ખુશ થતાં કહ્યું "હું આપ સહુની સેવા અને સ્તકારથી ખુબ ખુશ છું મને મારા હેતુની જાણ છે. રાજકુમારી જરાત્કારુ પાણી ગ્રહણ કરીને મારો આજે આ મહાપૂલો દિવસ યાદ રહેશે અને અમારુ સંતાન આપ નાગલોકોનાં વંશનું સંરક્ષણ કરશે એનું હું વચન આપું છું.
બધા અગ્રગણ્ય નાગ-નાગ લોકો-નાગ કન્યાઓ સેવકો બધાં એ એક સાથે જરાત્કારુ ભગવાનની જય બોલાવી અને શંખનાદ ને અંતરથી અભિવાંદન કર્યું.
બધાં નાગલોકોએ એમની પાસે જે હતી એ બધી ભેટ સોગાદો એમનાં ચરણોમાં ધરી.
ખૂબ સરસ રીતે સ્તકાર સમારંભ પૂરો થયો અને બધાને મિષ્ઠાન અને નીતનવી અલગ અલગ વાનગીઓ લઇ ભોજન પીરસવામાં આવ્યું આજે સર્વત્ર નાગલોક પાતાળલોકમાં આનંદ મંગળ થઇ રહ્યું.
ભોજન બાદ ભગવાન જરાત્કારુ અને રાજકુમારી જે હવે રાણી જરાત્કારુ બની ગયાં હતાં એમણે મહેલમાં પ્રસ્થાન કર્યું.
ભગવાન જરાત્કારુ એમની પ્રિયપત્ની જરાત્કારુ સાથે મહેલમાં એમનાં શયનખંડમાં આવ્યાં. અને જરાત્કારુ ભગવાને કહ્યું દેવી તમે પણ થાક્યા હશો ચાલો આપણે વિશ્રામ કરીએ એમ કહીને એમનાં દિવાન પર આડા પડ્યાં.
જરાત્કારુ દેવ એમના વિશાળ પલંગ પર આડા પડ્યાં એવાંજ રાજકુમારી એમના પગ પાસે બેસી ગયાં અને એમનાં કોમળ ગોરા ગોરા હાથમાં ભગવાનનાં પગ લઇને દાબાવા લાગ્યાં.
રાજકુમારીએ કહ્યું "ભગવાન આપ શ્રમિત થયાં હશો હવે આરામ કરો હું આપની સેવામાં તમારાં ચરણોમાં સમર્પિત છું.
ભગવાન જરાત્કારુ પ્રેમાળ દ્રષ્ટિએ રાજકુમારી સામે જોઇને કહ્યું દેવી તમારાં રૂપથી ઘાયલ થયેલો હું હવે શું સૂવાનો મારી નીંદર તો તમે લઇ લીધી છે દેવી થોડો આરામ ભલે જરૂરી છે પણ આ તપસ્વી દેહ પણ તમારી સાથે લગ્નગ્રંથીથી બંધાયા પછી જાણે હવે એક થવા માંગે છે.
રાજકુમારી એ શરમાતાં પણ તમને દેવ સરસ બોલતાં આવડે છે હું તો સાવ પાગલ થઇ જઇશ તમારાં વચનોને સાંભળીને એમ કહીને દીવા રાણા કરી દીધાં અને ભગવાનની બાહોમાં સમાઇ ગયાં.
************
નાગલોકમાં બધાં ખૂબજ આનંદમાં હતાં. રાજકુમારી જરાત્કારુમાં ભગવન જરાત્કારુ સાથે લગ્ન સંપન્ને થઇ ગયાં હતાં. એમને આવનાર બાળક નાગવંશનો બચાવ કરશે બધાને સંરક્ષણ પુરુ પાડશે એ વિચારથીજ બધાં નિશ્ચિંત થઇ ગયાં હતાં.
દિવસો વિતતાં જતાં હતં. જરાત્કારુ ભગવન અને રાજકુમારી જરાત્કારુનો પ્રણય સોળે કલાએ ખીલી ઉઠ્યો હતો. બંન્ને ભગવાન આત્માઓ એકબીજાનાં પ્રણયમાં ગળાડૂબ હતાં ક્યારેક બંન્ને આકાશી રથમાં ફરવાં નીકળી પડતાં. અને યુગ્મ જીવ બનીને અપાર પ્રણય કરતાં.
બંન્ને જણાં જાણે એકમય જઇને સૃષ્ટિમાં દાખલો પુરો પાડતા કે પ્રણય કરીને "યુગ્મ" જીવ કેવી રીતે બની શકાય. રાજકુમારી જરાત્કારુ મહર્ષિને ખૂબ પ્રેમ કરતાં ખૂબ સેવા કરતાં કોઇ ફરિયાદનો અવકાશ જ નહોતો.
એકવાર સ્વૈરવિહાર કરીને મહર્ષિ જરાત્કારુ એમની વાગદત્તા જરત્કારુને લઇને મહેલમાં આવ્યાં. ત્યાં એમનાં સુવર્ણરહીત સિહાસન પર બેઠાં. થોડો સમય વાતો કરીને પછી ભગવન જરાત્કારુને કહ્યું "પ્રિયે નાગ લોકોનો આવો વિધ્વશ કેમ થઇ રહ્યો છે એ બધી ઇશ્વરની લીલા મેં જાણી છે પણ તક્ષક નાગ દેવે આ દંશ દેતાં પહેલાં કેમ વિચાર્યુ નહીં ? એવી કઇ અકળ લીલાએ એમને આવું કરવા માટે પ્રેર્યા હશે ? મને આર્શ્ય છે કે નાગદેવ તક્ષક રાજા પરીક્ષીતનાં પ્રભાવથી અજાણ હતાં ? એવી કઇ ઘટનાએ આવું આખું ચરિત્ર લખાઇ ગયું ?
રાજકુમારી જરાત્કારુએ કહ્યું "ભગવાન આપ પોતેજ ત્રિકાળજ્ઞાની છો. તમે વિષ્ણુ સ્વરૂપ છો તમારાંથી ક્યાં કંઇ અજાણ્યુ છે ? તમારીજ તો છે આ બધી લીલા, કોઇને કોઇ કારણ પરોવીને તમે લીલા રચો છો પછી મને પ્રશ્ન કરો છો ?
ભગવાન જરાત્કારુએ હાસ્ય કરતાં કહ્યું દેવી તમે જવાબ સામે સવાલ કર્યો.... પ્રશ્ન મેં પૂછેલં તમે તો મારાં પ્રશ્ન સામે જવાબની જગ્યાએ મને પ્રશ્ન પૂછી લીધો.
જરાત્કારુ રાજકુમારીએ કહ્યું "ના એવુ નથી પણ તમે વિષ્ણુનાં અંશ વળી ત્રિકળજ્ઞાની તો તમારાથી છૂપુ ક્યાં કંઇ છે ? કહેવાય છે આપની મરજી વિરૂધ્ધ પાંદડુ પણ હતી નથી શક્યું તો આવડો મોટો પ્રસંગ કેવી રીતે બને ?
ભગવન જરાત્કારુએ મંદ મંદ હસતાં વાસુકીનાગદેવ તરફ જોયુ તો વાસુકીનાગે કહ્યું રાજા પરીક્ષીતનાં મૃત્યુનો બદલો લેવા એમનો પુત્ર જન્મેજય નાગધ્વંશનો સઁકલ્પ મૂકીને યજ્ઞ કરવાનું નક્કી કર્યુ છે. તો એ અમારાં નાગલોકો માટે ભયનો બરબાદીનો સંકેત છે ભગવન અમે એમાં માત્ર સહાયજ અમારી મદદ કરી શકો એમ છો.
જરાત્કારુ ભગવને રાજકુમારી જરાત્કારુ સામે જોઇને કહ્યું યોગ્ય સમયે અને ચોઘડીયે તમારી કુખે એક પ્રભાવી શક્તિશાળી અને તેજોમય બાળક જન્મ લેશે એવું મારું વરદાન છે અને એ મારો પુત્ર ત્રણે લોકમાં પ્રસિદ્ધ થશે. એવુ મારુ વચન છે.
અને બધાં નાગ લોકોએ હર્ષોલ્લાસ કરીને વચન વધાવી લીધુ.
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----7