ASTIK THE WARRIOR - 21 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-21

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-21

"આસ્તિક"
અધ્યાય-21
ભગવન જરાત્કારુનાં આદેશ પ્રમાણે આસ્તિક અને ઋષિપુત્ર બંન્ને જણાં હવનયજ્ઞની જગ્યાએ અગ્નિશાળામાં ગાયનાં છાણ મૂત્રથી ભૂમિને પવિત્ર કરીને લેપન કરવાનું ચાલુ કરી દીધું બંન્ને જણામા ખૂબ ઉત્સાહ હતો. આવનારાં દિવસોમાં અહીં મોટો હવનયજ્ઞન થવાનો હતો. એ પછી બધી હવનસામગ્રી પણ એકઠી કરીને નજીક મૂકવાની ચાલુ કરી.
માતા જરાત્કારુ બધુ જોઇ રહેલાં. એમને આનંદ આવી રહેલો છતાં હૃદયનાં કોઇ અગમ્ય સંવેદના થઇ રહી હતી. એમને સમજાતું નહોતું કે આ આનંદનાં એહસાસ વચ્ચે આવી બીજી અગમ્ય સંવેદના શેની છે જે મને ઊંડે ઊડે આહત કરી રહી છે. એમની આંખો ભીંજાઇ ગઇ અને ભગવન જરાત્કારુની સામે જોઇને પ્રશ્ન કર્યો.
સ્વામી આટલાં આનંદના વાતાવરણમાં પણ મારાં હૃદયમાં કોઇ અગમ્ય સંવેદના થઇ રહી છે જે મને આહત કરી રહી છે. આનુ શું કારણ છે ? મારી આંખો અકારણ ભરાઇ આવી છે.
ભગવન જરાત્કારુ થોડાં ગંભીર થઇ ગયાં થોડીવાર મોન રહ્યાં પછી કહ્યું દેવી એવું કંઇ નથી તમે અંદરને અંદર કારણ વિના આહત ના થાવ હવનયજ્ઞનાં દિવસ નજીક આવે એની કોઇ ચિંતા હશે તમને. તમે ભગવન નારાયણમાં ચિતને પરોવો સહુ સારુ થશે. આપણો પુત્ર હવે બધી રીતે તૈયાર થઇ રહ્યો છે એનાં લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. આતો એક આનંદનો વિષય છે એમાં શા માટે હૃદયને દુખાવો છો ?
માં જરાત્કારુએ કહ્યું ના હવનયજ્ઞની કોઇ વાત નથી કોઇ ચિંતા નથી એનાં માટે તો મારું મન ખૂબ પ્રસન્ન છે પણ મારાં જીવનમાં કોઇ નિરાશા કોઇ દુઃખ વિયોગ આવી પડવાનો હોય એવી સંવેદના કેમ થઇ રહી છે ? મારાંથી કોઇ ભૂલ થઇ છે ? ભૂલ થઇ હોય તો પ્રાયશ્ચિત કરવાં તૈયાર છું શા માટે આવી દુઃખી સંવેદના મને આહત કરી રહી છે મને એનું નિવારણ સમજાવો. અને એવું શું બનવાનું છે જેનાથી મારું હૃદય અંદરને અંદર રડી રહ્યું હોય એવું લાગે છે.
ભગવન જરાત્કારુએ કહ્યું દેવી શાંત થાઓ અને ભગવન સ્મરણમાં ચિત્તને પરોવો. હવે હવન યજ્ઞનો દિવસ નજીક આવે છે ત્યારે તમે આમ કારણ વિના આહત ના થાવ.
***********
આમને આમ પૂનમનો દિવસ નજીક આવી ગયો. આસ્તિક અને ઋષિપુત્રએ હવનયજ્ઞ શાળાની બધી તૈયારી પૂરી કરી દીધી હવનસામગ્રી એક્ઠી કરીને મૂકી દીધી.
ભગવન જરાત્કારુનાં આદેશથી બીજા સેવકોને બોલાવી લીધાં હતાં. આશ્રમની સાફ સફાઇ, આસોપાલવ અને આમ્રપર્ણનાં તોરણો બંધાઇ ગયાં હતાં સેવિકાઓએ આશ્રમમાં આંગણ, કુટીર, યજ્ઞશાળામાં કરોટીથી બધે સુંદર રંગબેરંગી રંગોળીઓ પુરી હતી. બધે ગાયમૂત્રને છાંટીને પવિત્ર કરી દીધું હતું આવનાર ભાવિક અને ઋષિઓ માટે એમની બેઠકો, આસનનો, રહેવા માટે કુટીરની વ્યવસ્થા એમની ભોજન માટેની ભોજનશાળામાં બધી વ્યવસ્થા પુરી કરી હતી.
ફૂલો-પાંદડા અને અન્ય સામગ્રી જેવી કે દૂધ-દહી મધ, ગુલાબજળ, મીઠાઇ, વ્યંજનો બધી તૈયારી થઇ ગઇ હતી. આવનાર ભગવાન વશિષ્ઠની સવારી ગમે ત્યારે આવી પહોચશે એમના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી.
માઁ જરાત્કારુ ખૂબ આનંદથી આતિથ્ય કરવા માટે ઘી નાં દીવા, આરતી વગેરેની તૈયારી જોઇ રહેલાં વ્યંજનો અને સ્વાદીષ્ટ રસોઇ અંગે ભોજનશાળામાં બધી તૈયારીઓ જોઇ ચકાસી રહેલાં જ્યાં કંઇ ખૂટતું હોય ત્યાં મૂકાવી રહેવા બાજઠ પાટલા વગેરેની વ્યવસ્થા કરી એની ગોઠવણી કરાવી રહેલાં શ્રીફળ મંગાવીને એક મોટાં ત્રાંબાનાં પાત્રમાં મૂકી તૈયાર રાખેલાં.
ભગવન જરાત્કારુ યજ્ઞશાળામાં બધી તૈયારીની આખરી ચકાસણી કરી રહેલાં બધુજ વ્યવસ્થિ રીતે તૈયાર થઇ ચૂક્યુ હતું અને ઋષિપુત્રએ કહ્યું ભગવન વશિષ્ટમુની સવારી આવી રહી છે. સેવકોએ એમનાં આગમન સમયે સત્કારવા ફૂલો એક્ઠાં કરી લીધાં.
ભગવન જરાત્કારુ, માં જરાત્કારુ, આસ્તિક અને ઋષિપુત્ર આશ્રમનાં આંગણમાં ઉભા રહી આગમની રાહ જોઇ રહ્યાં ત્યાં દૂરથી અશ્વ અને રથ જોવા મળ્યાં અમુક ઋષિઓ ધોડા પર સવાર હતાં બાકી રથમાં બેસી આવી રહેલાં એમાં સૌ આગળ સુવર્ણ રથમાં ભગવાન વશિષ્ઠજી આવી રહેલાં.
ભગવાન વશિષ્ઠજીનો રથ આશ્રમમાં પ્રવેશ્યો પાછળ બીજા રથ અને ઘોડેસવાર પણ આવી પહોચ્યાં.
ભગવન જરાત્કારુ એમને સત્કારવા છેક આગળ ગયાં. ભગવન વિશિષ્ઠજી રથમાંથી ઉતર્યા અને બંન્ને જણેં સામ સામે નમસ્કાર કરીને વૈદીક શ્લોકો બોલીને આદર સ્તકાર કર્યા સેવકો અને આસ્તિક બધાએ ફૂલોનો વરસાદ વરસાવીને જય બોલાવી.
આસ્તિક દોડીને સીધો વિશિષ્ટજીનાં ચરણોમાં પડી ગયો. ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધાં ભગવાન વિશિષ્ઠજીએ આસ્તિકને આશીર્વાદ આપી વ્હાલથી ગળે વળગાવી દીધો અને માથે હાથ મૂકી અનેક આશીર્વાદ આપ્યા માં જરાત્કારુએ વંદન કર્યા એમની આરતી ઉતારીને ચંદન તીલક કર્યુ અને આશીર્વાદ લીધાં.
ભગવન વશિષ્ઠજી સાથે આવેલાં અન્ય ઋષીગણને ભગવન જરાત્કારુએ આવકાર આપીને માન આપ્યુ સત્કાર કર્યો બધાને વંદન કરીને આશ્રમમાં પધારવા આમંત્રણ આપુ.
આશ્રમમાં કરેલી સુંદર વ્યવસ્થા અને આદર સ્તકારી ભગવન વશિષ્ઠજી આનંદીત થયાં અને કહ્યુ ખૂબ સુંદર આયોજન અને સુશોભન ક્યુ છે ખૂબ મંગળ અને પવિત્ર ભૂમિ છે અહીં આવીને મને ખૂબ આનંદ થયો છે.
બધાએ પોતપોતાનાં આસન અને ગાદીપર સ્થાન લીધુ અને માઁ જરાત્કારુએ બધાને જળપાન કરાવ્યું.
ભગવન વશિષ્ઠજીએ કહ્યું માઁ તમે ખૂબ સરસ આદર સત્કાર કર્યો છે. એમાંય તમારો બહાદુર અને ગુણીયલ પૂત્ર આસ્તિક મારી નજરમાં વસી ગયો છે.
ભગવન જરાત્કારુએ કહ્યું ભગવનુ થોડો વિશ્રામ કરી આપ સૌ માટે ભોજન તૈયાર છે આપ ભોજનનો સ્વીકાર કરી તૃપ્ત થાવ તો અમને આનંદ થશે ?
સેવકો અને ઋષિપુત્રએ ભગવન વશિષ્ઠજી અને અન્ય ઋષિગણો માટે ભોજનની વ્યવસ્થા કરી દીધી મોટાં લાકડામાં ભવ્ય અને સુશોભીત પાટલા ઉપર ભગવન વશિષ્ઠજીને બિરાજમાન કરાવ્યા અન્ય ઋષિગણોએ પણ પોત પોતાની જગ્યાએ બેઠક લીધી.
માઁ જરાત્કારુ અને સેવિકાઓએ ભગવન વશિષ્ઠ અને ઋષિઓને વાનગીઓ પીરસવી ચાલુ કરી. ભગવન વશિષ્ઠજી ની બરાબર બાજુમાં ભગવન જરાત્કારુ પણ ભોજન લેવા માટે બેઠાં હતાં. બધી જ વાનગી વ્યંજનો પીરસાઇ ગયાં પછી ભગવન જરાત્કારુએ શ્લોકો બોલી અન્નદેવીનું આહવાન કરીને જય બોલાવી. એકસાથે બધાં ઋષિગણોએ હાથ ઊંચા કરી ભોજન માટે ઇશ્વરનો આભાર માન્યો અને પછી ભોજન કરવાનું ચાલુ કર્યું.
માઁ જરાત્કારુનાં હાથની અને એમનાં નિરીક્ષણ હેઠળ બનેલી વાનગી અને વ્યંજનો બધાને ખૂબ સ્વાદીષ્ઠ લાગ્યાં બધાએ તૃપ્ત થઇને જમ્યાં.
માઁ જરાત્કારુની આંખમાં હર્ષાશ્રુ આવી ગયાં અને ભગવન વશિષ્ઠજીએ સત્કાર અને ભોજનની પ્રસંશા કરતાં કહ્યું આવુ ભોજન અને આતિથ્ય વૈકુંઠમાં પણ નથી હોતું એવું સુદંર હતું ખૂબ તૃપ્ત થયાં અને આશિષ વચનો કીધાં.
ભોજન પત્યાં પછી થોડો વિશ્રામ લીધાં પછી ભગવન વશિષ્ઠજીએ ભગવન જરાત્કારુ સાથે યજ્ઞ શાળાની મુલાકાત લીધી આવતી કાલનાં ભવ્ય યજ્ઞનું આયોજન જોયુ બધી સામગ્રીની વ્યવસ્થા જોઇને આનંદ પામ્યાં અને કહ્યુ. ખૂબ પવિત્ર જગ્યા અને સુંદર વ્યવસ્થા અને તૈયારી છે.
આવતી કાલે સવારે બ્રહ્મમૂહૂર્તમાં હવનયજ્ઞ ચાલુ કરીશું એમાં આસ્તિક અને તમારી સાથે કુલ 21 ઋષિ બ્રાહ્મણો એમાં ભાગ લેશે.
સાથે આવેલા ઋષિગણો બીજી વેદીઓ હમણાંજ બનાવી લેશે અને મુખ્ય વેદી કૂંડમાં મારી સાથે ભગવન જરાત્કારુ આપ અને આસ્તિક બેસશે.
આજે આસ્તિકને હું બધી વિધી સમજાવીશ અને શ્લોકો ભણાવીશ એ પ્રમાણે આ હવનયજ્ઞ કરીશું. એ પુરુ થયાં પછી શાસ્ત્રાર્થ કરીશું એમાં આસ્તિકના જ્ઞાન અને કેળવણી મળી જશે. તો આગળ જતાં એ એમાં પ્રવિણ થઇ જશે. આસ્તિક ભગવન વશિષ્ઠનો પગમાં પડીને બોલ્યો ? ભગવન તમારાં ચરણોમાં રાખજો....
વધુ આવતા અધ્યાયે - અધ્યાન ----22