Of love thoughts .... - 5 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમ વિચારોનો.... - 5

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

પ્રેમ વિચારોનો.... - 5

(ગતાંકથી ચાલુ. ઓજસ લખે છે)

કેમ છો? મજામાં ને? આમ પૂછવાનું j રહી જાય છે...પણ તમે મોજમાં જ હસો એવું લાગે... સાચી છું ને?
આ તો તમારો મનપસંદ વિષય નહિ?
મારો પણ ગમતો વિષય તો છે.....

પુસ્તક..... મારો પહેલો પરિચય થયો પુસ્તક સાથે નાની બાળવાર્તા ની નાની નાની ચોપડીઓથી..કેવી મજા આવતી પરી ની વાર્તાઓ વાંચવાની, જાણે બાળપણને પાંખો આવી જાય...પુસ્તકો ને કારણે અવનવી કલ્પના કરવાની અને તેમાં રાચવાની મજા.. ઓહોહો ત્યારનું જાણે પરમ સુખ...એક નવી જ દુનિયા ખુલી જાય આપણી અને પુસ્તકોની....
મને પણ વાંચવું ગમે..નિરાતે... ગમતું વારંવાર વાંચવું....
હમણાં તો ઓશો ને વાંચું.મજા આવે નવિન દૃષ્ટિએ વિચારવાની...એક ખાસ વિષય પર નહિ બસ હ્રદય જોડાવું જોઈએ તો તેમાં અંદર ઉતરી શકાય....
મારા બંને બાળકો સાથે વાંચવાની બહુ મજા આવતી પહેલાં હું તેને વાર્તાઓ કહેતી અને હવે તેઓ પોતાની વાર્તાઓ કરે છે....કેવું બદલાય જાય બધું...નથી બદલાતી નવા પુસ્તકો વાંચવાની ઉત્કંઠા...આવી જિજ્ઞાસા થી પ્રેરાઈને તો તમારા સુધી પહોંચી ગઈ... પુસ્તકોને કારણે આજે હું એક ખુબ સરસ મિત્રની મિત્ર છું... હમણાં શું વાંચો છો...જણાવજો...
રાહ જોતી ઓજસ....

ઉત્સાહી ઓજસ જી,
આજે તો બસ જમીશ નહિ તો પણ ચાલશે તમારો પુસ્તક પ્રેમ અને મારા પુસ્તક પ્રેમમાં પેટ ભરાઈ જશે...
પુસ્તક...એમાંય પ્રિય પુસ્તક એમ પૂછવામાં આવે તો સૌથી પહેલા તો તેની સુગંધ જ યાદ આવી જાય ખરું ને?
અમારા ઘરે બહુ વાતાવરણ નહિ વાંચવાનું પણ મને ઘેલું લગાડ્યું મારી નાનપણની સખી આનંદી એ...અમારા ઘરની સામે કૃષ્ણનું મંદિર હતું...મારા ઘરનું વાતાવરણ મને રૂચતું નહિ તેથી મારો મોટાભાગનો સમય મંદિર માં વીતતો..અને મારા ખાટામીઠા સંસ્મરણો માં સાથ આપતી નાનકડી મારા જેવડી આનંદી... તે મંદિરના પૂજારીની દીકરી હતી મંદિર માં તેને રહેવાનું...તેના વાંચવાના શૉખે મને પણ પુસ્તક પ્રેમી બનાવી દીધો...
પછી તો બસ... અત્યાર સુધી આ નશો નથી ઉતર્યો...
મે બધા વિષય પર પુસ્તકો વાંચ્યા...નવું પુસ્તક મને હંમેશા આકર્ષે....
હમણાં તો તમારાં પત્રો જ જાણે... પુસ્તકો...જાણે હું તમને વાંચતો હોઉં એવું લાગે છે...આમ જ લખતા રહેજો...

શું વિષય આપુ?...આ પ્રશ્ન થયો ને તેને લાગતો વિષય આપુ.... સમસ્યા....


❣️ એમ ઉઘડે આ જીવન પુસ્તક....
જાણે શબ્દો ની સાથે સાથે ઉઘડે અંતરમન❣️




સમસ્યા...
સમસ્યાની દરેક વ્યક્તિએ વ્યક્તિએ વ્યાખ્યા કદાચ અલગ અલગ હોતી હસે...
એક વ્યક્તિને અનુભવાતી સમસ્યા કદાચ બીજી વ્યક્તિ માટે આશીર્વાદરૂપ હોઈ શકે...
મારા મંતવ્ય મુજબ જેમ આસપાસ સમસ્યાઓ વધારે તેમ વ્યક્તિનું જીવન ખીલે છે... સમસ્યા સમયે આપણે વધારે ત્વરા અને ધ્યાન દઈને તે સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે વધારે જીવંત થઈ જઇએ છીએ...આ સમસ્યાઓ ઉકેલવી અને જીવન જીવવું જો બંનેનું બેલેન્સ રાખી ખુશ રહેતા આવડી જાય તો પછી જીવન માં અધૂરપ રહેતી નથી કેમકે સમસ્યા ઉકેલવામાં જ આપણી શક્તિ અને સમય જાય એટલે મગજ નવરું પડતું નથી અને સમસ્યા ઉકેલવાનો આનંદથી જ જીવન આત્મસંતોષ અને પ્રેરણાથી છલોછલ ભરાઇ જાય.
આ બધું હું એમનેમ નથી લખતો... જાતે અનુભવેલું છે.. નાનપણનું સંઘર્ષમય જીવન યુવાવસ્થામાં પણ અટક્યું નહિ...નાની નાની જરૂરિયાતો ના અભાવમાં મોટા મોટા આત્મસંતોષ સાથે જીવતા આવડી ગયું. બાળકો ને ઘણીવાર એવું લાગ્યું કે થોડું આદર્શ અને સિધ્ધાંત સાથે મે બાંધછોડ કરી હોત તો રોજબરોજની સમસ્યાઓ ન રહેત....પણ તેમને અત્યાર સુધી હું એ સમજાવવામાં નિષ્ફળ રહ્યો કે...કે નાની નાની સમસ્યા તો કદાચ ઉકેલાઈ જાત પણ જિંદગીભર માટે હ્રદય પસ્તાવાની પીડાનો સામનો કરતું હોત અને તે સમસ્યા મૃત્યુ સુધી ન ઉકલત....
અને હા..આ સમસ્યાઓ ની પૂર્ણાહૂતિ ની કોઈ દિવસ ઈચ્છા ન રાખવી કેમકે સમસ્યા વિના તો જીવન જ નથી...
ચાલો મારે પણ થોડી સમસ્યા છે..કહીશ નિરાતે...
પહેલાં તો તેને માણી લવું....
મારું નવું સરનામું નોંધી લેજો...
આતુર આસવ
.....

આતુર આસવ જી
,

સમસ્યા......
સમસ્યા જો સમજાય જાય તો સમસ્યા રહે j નહિ ખરું ને? હું એવું માનું કે ગમતી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે અણગમો થાય તો અને ન ગમતી વસ્તુ કે વ્યક્તિ ગમવા લાગે ત્યારે સમસ્યા સર્જાય છે... પરિવર્તન સમસ્યાને જન્મ આપે પોતાના માટે કે સામે વાળી વ્યક્તિ માટે.
આજે તમે મને મુઝાયેલા લાગ્યા...પહેલીવાર. હું તમારી સમસ્યા ન જાણી સકુ?આજે બીજી ચર્ચા કરવા કરતાં તમારા વિશે જાણવાની ઈચ્છા થઈ ગઈ.....
અને સાથે ચિંતા પણ...તમારું સરનામું બદલાઈ ગયું... I'm shocked... આનંદ હોસ્પિટલ....આસવ જી મે તપાસ કરી ત્યાં સુધી તો એ માનસિક અસ્થિર વ્યક્તિઓ માટેની હોસ્પિટલ છે...શું થયું? કેમ આટલો બીજાને હસાવતો વ્યક્તિ આમ અચાનક....જલ્દી જવાબ આપજો
ચિંતિત ઓજસ....
(ક્રમશ)