jhon red - 7 in Gujarati Adventure Stories by Parixit Sutariya books and stories PDF | જ્હોન રેડ - ૭

Featured Books
Categories
Share

જ્હોન રેડ - ૭

જ્હોન ના ધબકારા વધવા લાગ્યા, એક સેવક જ્હોન સામે ધસી આવ્યો અને હાથ પકડી જ્હોન ને પેલા લાકડા પર માથું રાણી તરફ રહે એ રીતે સુવડાવી દીધો. જ્હોન સતત તેની પત્ની અને પુત્ર ના વિચારો માં ખોવાયેલો હતો તે કુવામાંથી કેવી રીતે બહાર નીકળશે !!


રાણી ના સેવકે સૂર્યનમસ્કાર કરી ખંજર ભોંકવા ગયો ત્યાં જ આખા ઇથોપિયા માં અંધારું છવાઈ ગયું બધા ઉપર ની બાજુ જોઈ રહ્યા હતા, કાલા વાદળો ના કારણે ચારેબાજુ અંધકારમય વાતાવરણ ફેલાયું હતું. ત્યાં ઉભેલા પુજારીએ સૂર્ય પ્રાથના કરી અને જ્હોન ત્યાંથી ઉભો કર્યો એટલામાં વાદળો જતા રહેતા ફરી સૂર્યપ્રકાશ માં ઇથોપિયા ચમકી ઉઠ્યું.


ત્યાં ની માન્યતા પ્રમાણે સૂર્યદેવ આ બલી થી ખુશ થઈ ગયા હતા તેણે ફરી પોતાનો પ્રકાશ ફેલાવી અમારા સામ્રાજ્ય માં સુખ સમૃદ્ધ પ્રાપ્ત થશે હવે બલી ની જરૂર ન હતી એટલે જ્હોન અને બીજા વધેલા લોકો ને એક મેદાન તરફ લઈ ગયા.


જ્હોને ત્યાં જોયું તો ત્યાં એક જિંદગી અને મોત ની રમત રમાઈ રહી હતી, તેણે વિક્ટર અને એક્સ ને દૂરથી આવતા જોયા જ્યાં એક દડા થી ગેમ રમવામાં આવતી જેમાં બે ટીમ હોય જે ટીમ હારી જાય તને મોતની સજા મળતી અને એ પણ જીતી ગયેલી ટીમ ના હાથે !!


આ ગેમ માં બોલ ને એક દીવાલ સાથે લગાડેલી ગોળ રિંગ માં નાખવાનો હોય છે જે ટીમ આ બોલ ને તે રિંગ માંથી પસાર કરી દે તે જીતી જતી અને સામે ની ટીમ ને મૃત્યુ દંડ મળતો.


જ્હોન અને તેના સાથીઓને બળજબરી થી આ ગેમ માં સામેલ કરવામાં આવ્યા બધા બંદીઓ એક તરફ અને રાણી ના રમતવીરો એક તરફ, જ્હોન અને તેના સાથીઓ એ આ રમત ક્યારેય રમી નહોતી જેવો રાઉન્ડ શરૂ થયો કે સામેની ટીમ જંગલી ની જેમ તૂટી પડી અને જ્હોન ના ઘણા સાથીઓ ઘાયલ થઈ ગયા અને જે થવાનું હતું એ જ થયું સામે ની ટીમ જીતી ગયી કેમકે ત્યાંના લોકો મંજાયેલા ખિલાડીઓ હતા તેના માટે એક એક પળ કિંમતી હતી તેને ખબર હતી કે જો પોતાની ટીમ હારસે તો મોતને ભેટવુ પડશે એટલે એડીચોટીનું જોર લગાડી એ લોકો એ બોલ ને ગોલ કરી દીધો અને જીતનો ખિતાબ પોતાના નામે કર્યો.


વિક્ટર અને એક્સ એ જ્હોન ને વધુ એક જીવવાનો મૌકો આપતા કહ્યું કે આ બધા ને યુધ્ધ તાલીમ ની જગ્યા એ લઇ જવામાં આવે.


બધા બંદીઓને યુદ્ધ તાલીમ ક્ષેત્ર માં લઇ જવામાં આવ્યા ત્યાં વિકટરે જ્હોન અને બીજા બંદીઓ ને સામે જંગલ તરફ આંગળી સિંધતા બતાવ્યું કે તમને હું હજુ એક જીવવામાટે નો મૌકો આપું છું આ સામે રહ્યું જંગલ પહેલા એક્સ ને સામે જંગલ બાજુ મુક્યો પછી થોડી વારે બે બંદીઓ ને ભાગવા કહ્યું..


બેવ જ્હોન ના ભાઈઓ હતા જ્હોન સામે જોઈ બન્ને એ જાણે પાછળ કૂતરું પડ્યું હોય એવી રીતે દોટ મૂકી અધવચ્ચે પહોંચ્યા ત્યાં એક ભાઈ નું માથું તીક્ષ્ણ પથ્થર વાગવાથી લોહી લુહાણ થઈ ગયું અને એ ત્યાં જ ઢળી પડ્યો.


જ્હોને પોતાની ડાબી બાજુ નજર કરી તો વિક્ટર ના આદમીઓ બધી જાત ના વસ્ત્રો સાથે ઉભા હતા ઘણા ના હાથ માં ભાલા હતા તો કોઈ ના હાથ માં તિર કામથા હતા. જ્હોન નો બીજા ભાઈએ ભાગતા ભાગતા પાછળ જોયું તો તેનો ભાઈ જમીન પર હતો અને પાછળ થી તિર અને ભાલા ઓ આકાશ ને ચીરી ને આવી રહ્યા હતા. તે ગમે તેમ કરી ને બચી ગયો ત્યાં આગળ ઉભેલા એક્સ કુહાડી મારી તેનું ગળું ધડ થી અલગ કરી દીધું !!


જ્હોન એ વિક્ટર સામે જોયું અને પોતાની આંખ માંથી આંસુ સરી પડ્યા વિક્ટર હળવું હસ્યો અને જ્હોન અને તેના બીજા સાથીને ભાગવા માટે તૈયાર કર્યો.


જ્હોન સાથે બીજો સાથી બીજું કોઈ નહીં ડ્રેકો હતો. બન્ને એ ચાલાકી થી એવું કર્યું કે બધા ના તિર અને ભાલા ના નિશાન જ આ બન્ને પર ન લાગ્યા ..