John Red - 2 in Gujarati Adventure Stories by Parixit Sutariya books and stories PDF | જ્હોન રેડ - ૪

Featured Books
  • જીવન પથ ભાગ-45

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૫         ‘જો નિષ્ફળતા તમને મજબૂત બન...

  • શિયાળાને પત્ર

    લેખ:- શિયાળાને પત્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઓ મારા વ...

  • The Madness Towards Greatness - 11

    Part 11 :દિવ્ય સંત ના ગાયબ થયા બાદ મુખ્ય ચુનોતી તો એ હતી કે...

  • ડકેત - 2

    નંદલાલના કાનમાં હજી પણ બંદૂકની ગોળીઓ અને ડાકુઓની ચીસો ગુંજી...

  • સાત સમંદર પાર - ભાગ 4

    પ્રિયાંશીના ક્લાસમાં મિલાપ નામનો એક છોકરો ભણતો હતો. પોણા છ ફ...

Categories
Share

જ્હોન રેડ - ૪

જ્હોન નાનપણ થી જંગલ ની બધી કુદરતી વસ્તુઓ ની મદદથી તેને પોતાના શિકાર સામે કેવી રીતે વાપરવી એ તેના પિતા પાસેથી શીખ્યો હતો.

જ્હોન એક વહેલી સવારે ઉઠી ને તેની ઝૂંપડી ના પાછળ ના ભાગે ફરવા નીકળ્યો ત્યાં તેણે જોયું તો એક નાનો ૬-૭ ફૂટ નો ખાડો હતો આના પરથી તેને વિચાર આવ્યો કે આનો કૂવો બનાવવા માં આવે જેનાથી દૂર પાણી ભરવા માટે ન જવું પડે એટલે બધા લોકો ને કામે વળગાડ્યા દિવસ-રાત મહેનત કરી ઘણો ઊંડો કૂવો ખોદી નાખ્યો ત્યાં એક અર્ધચન્દ્ર આકાર નો પથ્થર તેમનાથી તૂટ્યો નહિ એટલે અર્ધ ભાગ સિવાય ના બાકીના ભાગમાં ખોદકામ ચાલુ કર્યું અને તેના નીચે ૧૫ ફૂટ જેટલો કૂવો ખોદી નાખ્યો ત્યાં જ્હોન ને સમાચાર મળ્યા કે કોઈ એક વહાણ કિનારા પર આવી ગયું છે તેમાંથી અંદાજે ૧૪ જેટલા લોકો ઉતર્યા અને એક વહાણ પાછું જતું રહ્યું !!

જ્હોને બધી તૈયારીઓ ચાલુ કરી દીધી એને લાગ્યું કે વિક્ટર આવ્યો પણ એ અંગ્રેજો નું વહાણ સ્ટાર્ક હતું થોડી વાર થઈ ત્યાં બીજા ૩ વહાણો દૂરથી આવી રહ્યા ની ખબર મળી એટલે બધા એકદમ ચોંકી ગયા આટલી મોટી સંખ્યા માં એ લોકો આવશે એવી આશા તો જ્હોન ને પણ ન હતી.!!


વિક્ટર ના આવતા ની સાથે એક વહાણ ત્યાં ટાપુ કિનારે જોયું એટલે તણે તે વહાણ ને પાછું ઇથોપિયા રવાના કર્યું આમ ટાપુ કિનારે ટોટલ ૩ વહાણો હતા.તેમાંથી મોટી સંખ્યા માં લોકો ઉતર્યા અને હાથ માં કુહાડી, એક સાંકળ , છરી અને તીરકામથા સાથે બધા એ જંગલ તરફ કુછ કરી, બધા નદી પાર કરી સામે કાંઠે આવી ગયા એટલે જ્હોન અને તેના સાથીઓ સાવચેત થઈ ગયા વિકટરે ઝૂંપડીઓ જોતા જ પરિસ્થિતિ પામી ગયો અને હુમલા નો આદેશ આપ્યો જ્હોન નો વિસ્તાર બધી બાજુ થી વિકટરે ઘેરી લીધો હતો, અને વિકટરે બધા ને પકડી પકડી મારવાનું ચાલુ કર્યું ને બરાબર ની ફાઇટ જામી બધી મહિલા ઓ કુવા તરફ જતી હતી ત્યાં જ રસ્તા માં એક વિક્ટર ના આદમી એ ઘણી મહિલા ને પણ મોતને ઘાટ ઉતારી તેની સંખ્યા સામે જ્હોન ની સંખ્યા ઘણી ઓછી હતી એટલે જ્હોને સૌથી પહેલા પાછળ ના ભાગે થી તેની પત્ની અને છોકરા ને કુવા માં ઉતારી અને દોરી એક નજીક ના ઝાડ સાથે બાંધી દીધી જેથી મુસીબત જતી રહે ત્યારે તે બહાર આવી શકે.

ત્યાં લગભગ બધા પકડાઈ ગયા હતા જ્હોન બહાદુરી થી લડી રહ્યો હતો ત્યાં પાછળ થી માથાના ભાગે જોરથી ભારે ચીજ ટકરાઈ અને પાછળ ફરીને જોયું તો વિક્ટર એકદમ ખૂંખાર આંખે હાથમાં જાડી લોહી વાળી લાકડી લઈ ને ઉભો હતો.


વિકટરે જ્હોન ને જમીન પર પછાડયો અને બન્ને હાથ પાછળ ની બાજુ લઇ બાંધી દીધા, જ્હોને ડાબી બાજુ જોયુ તો તેના પિતા બહાદુરી થી લડી રહ્યા હતા આગળ ને બીજે નજર કરી તો તેના ભાઈઓ અને સાથીઓ જમીન પર બંધક હાલત માં પડ્યા હતા, વિક્ટર નો માનીતો સાથી થોમસ કે બધા તેને ઉપનામ એક્સ કહી ને બોલાવતા તે દોડતો જ્હોન ના પિતા પાછળ ગયો અને બે ઘા પીઠ પર અને એક ગળા માં પાછળ ના ભાગે થી માર્યું જ્હોન કશુ બોલી ન શક્યો બસ તેની આંખ માંથી આંસુ સરી પડ્યા.

એક્સ લાંબી ૫-૬ લાકડીઓ લઈ આવ્યો તેમાં બધા ના ખમ્ભે લાકડી મૂકી એક લાકડી નીચે ૪ જણ ઉભા રહી શકે એ રીતે બધા ના હાથ એ લાકડી સાથે બાંધી દીધા.

જ્હોને બધે નજર કરી તો બધે રડવાનો એને ગુસ્સા માં જે અવાજ નીકળે એ કાને પડતો હતો જ્હોન ના મન માં એક જ શંકા હતી કે કોઈ પેલા કુવા ને જોઈ ન લે એટલે વારે વારે તે કુવા પર જ જોતો હતો એવામાં એક્સ ની નજર જ્હોન પર પડી અને ન થવાનું થયું... !!