The Corporate Evil - 67 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-67

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-67

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-67
નીલાંગી ડરી રહી હતી નીકળવાનાં સમયે નીલાંગને કહી રહી હતી કે પછી પાછાં મળીશું ને આપણે ? આપણું શું થશે મારું શું થશે મને નથી ખબર નીલાંગ આશ્ચર્યથી પૂછ્યુ કેમ આવું બોલે છે ? આપણે સાથે છીએ અને સાથેજ રહીશું અને કોઇ એવી સ્થિતિ આવી આપણે સાથેજ મરીશુ હું તારા સાથ કદી નહીં છોડું. મારાં પર વિશ્વાસ નથી ?
આટલુ સાંભળી નીલાંગી નીલાંગની આંખોમાં રહેલો પ્રેમ અને વિશ્વાસ જોઇ રહીં એનાંથી રડી પડાયું અને બોલી સાથે રહીશું. સાથેજ મરીશું તારાં વિના તો હું પણ નહીં જીવી શકું નહીં મરી શકું. અત્યારે પણ હું..... આવા રૂપમાં પણ સાથ નિભાવી રહી છું બસ તું પણ સાથ નિભાવજે.
નીલાંગને કંઇ સમજાયુ નહીં એણે કહ્યું ચલ નીલો હવે આપણે નીકળીએ આ બધી તૈયારીમાં સાંજ તો પડીજ ગઇ આજે રાત્રે વિસ્ફોટ એવો કરીએ કે બધાં નરાધમો ખૂલ્લા પડી જાય અને એમને એમનાં કર્મોની સજા મળે.
નીલાંગીએ નીલાંગને ચૂમી લીધો કચ્ચીને વળગી ગઇ પણ નીલાંગને કાંઇ ફીલજ ના થયું. એ આશ્ચર્યથી નીલાંગીની સામે જોઇ રહેલો. નીલાંગીએ એનો હાથ પકડ્યો અને ઘરમાંથી બહાર નીકળી.
નીલાંગ નીલાંગી ઘરમાંથી જેવાં બહાર નીકળ્યાં ત્યાં સામેથી સત્યો દોડતો દોડતો આવી રહેલો નીલાંગને આશ્ચર્ય થયું બંન્ને જણા એની પાસે આવવાની રાહ જોઇ રહ્યાં.
સત્યો દોડતો એ લોકોની પાસે આવ્યો એને ખુબ હાંફ ચઢેલો કંઇ બોલતોજ નહોતો એનાથી બોલી શકાતું નહોતું નીલાંગે કહ્યું શાંતિથી ઉભો રહે શું કહેવા માંગે છે ?
સત્યાએ કહ્યું સરદારજી અંદર મારો ફ્રેન્ડ છે એને.. ત્યાં નીલાંગને સમજાયુ કે સત્યો એને ઓળખી નથી શક્યો એણે હસતાં હસતાં નીલાંગી સામે જોયું.
સત્યાએ શ્વાસ ખાઇને કહ્યું તમે લોકો કોણ છો ? મારો ફ્રેન્ડ મારાં સર અંદર છે ત્યાં નીલાંગીએ કહ્યું સત્યાભાઇ નીલાંગ અહી તમારી સામે ઉભો છે બોલો શું કહેવું છે ?
સત્યો આશ્ચર્યથી નીલાંગ સામે જોઇને બોલ્યો હાંશ તમે વેશપલટો કરી લીધો છે. નીલાંગ સર તમે અહીં છો એ વાત લીક થઇ ગઇ છે ખબર નહીં પેલાં ખાખી કૂતરાઓને કેવી રીતે ખબર પડી ગઇ એ લોકો મારી પાછળ છે હું માંડ જીવ બચાવીને ભાગ્યો છું તમે લોકો અહીંથી નીકળી જાવ.
નીલાંગે કહ્યું અમને કોઇ ઓળખી નહીં શકે તું અહીથી પાછળ જંગલ તરફ જતો રહે ભાગીને ગુજરાત બોર્ડમાં ઘૂસી જા હું અહીં બધુ સંભાળી લઇશ. સામે મળશે પોલીસ તોય મને નહીં ઓળખી શકે તું નીકળ જા.. અમે પણ નીકળી જઇએ છીએ.
*************
સિધ્ધાર્થ પરાંજપે અને દેશમુખને રાખેલાં એ રૂમમાં આવ્યો બંન્ને જણાની સામે જોઇ રહેલો બંન્નેની બોર્ડીલેગ્વેજથી સાફ સમજાતું હતું કે એ લોકોને કોઇ ડર નથી બલ્કે એ લોકને જે કામ કરેલું એનાંથી ગૌરવ અનુભવી રહેલાં.
સિધ્ધાર્થે બંન્નેની સામે જોઇને કહ્યું તમારાં લોકો માટે મારી પાસે ઓર્ડર છે આજ રાત્રી તમારી છેલ્લી રાત્રી છે તમે મુખ્યપ્રધાન અને શહેરનાં નામી ઉદ્યોગપતિ ઉપર જૂઠા આરોપ મૂકી એનાં ખોટાં પૂરાવા ઉભા કરી સરકાર સામે ષડયંત્ર ઉભુ કર્યુ છે એમાં તમે પેલાં પત્રકાર અને પ્રેસ માલિક ને મદદ કરી રહ્યાં છો. બોલો તમારે શું કહેવુ છે ? મારે મારાં ઓર્ડર જે મળ્યાં છે એનો અમલ કરવાનો છે. કંઇ કહેવુ છે ?
દેશમુખે ઠંડા કલેજે કહ્યું સર હું પોલીસ ખાતામાં વર્ષોથી છું મારી ઉપર ઘણીવાર આવાં આરોપ મૂક્યાં છે પણ સાબિત નથી થયાં આ પણ નહીં થાય એટલેજ વર્ષોથી મને પ્રમોશન નથી મળ્યું કોન્સટેબલનો કોન્સ્ટેબલ રહ્યો છું મને મારી ફીકર નથી મેં જે કામ કર્યુ છે એનાં માટે મને રોબ છે તમે સાબિત કરી શકો તો કરો.
પરાંજપેએ કહ્યું "સર તમારાં માટે બધી સારી વાતો સાંભળી છે તમે પણ આ અભ્યંકરની જાળમાં આવી ગયાં ? બીજો કોઇ ભ્રષ્ટ પોલીસવાળો હોતતો સમજણ પડત પણ તમે ?
સિધ્ધાર્થે કહ્યું બધાં પુરાવા તમારી વિરૂધ્ધ છે તમે આપણી ઓફીસ અને અભયંકર સરનાં ઘરેથી ખોટી રીતે પુરાવા હાંસીલ કરેલાં છે મારે એ સાબિત કરીને તમને સજા આપવાની છે પણ હું તમને લોકોને ઓળખું છું તમારો ભૂતકાળ પણ જાણું છું.
હું તમને એવું કહેવા આવ્યો હતો કે તમે ડરશો નહીં પણ તમને તો કોઇ ડર જ નથી. પણ પુરાવા ક્યાં છે ? તમે મને જણાવી દો હું તમારાં પક્ષેજ છું તમારો પેલો પત્રકાર મિત્ર છે એને પણ હું મદદ કરીશ. મારાં પર વિશ્વાસ રાખો.
દેશમુખને હસુ આવી ગયુ એણે કહ્યું અમે વિશ્વાસ રાખીએ પણ હવે શું અર્થ ? પુરાવા તો અમે અમારાં પત્રકાર મિત્રને આપી દીધાં. અને એ બહાદુર અને હોશિયાર છે એ અભ્યંકર ને નહીં છોડે. અમારી પાસે કઈ છેજ નહીં તમારે તમારાં ઓર્ડર પ્રમાણે અમારી સાથે જે કરવું હોય કરી શકો છો.
સિધ્ધાર્થે કહ્યું તમારી પાસે કશુ છેજ નહીં ? તમે એ પત્રકારને ક્યારે મળ્યા ? ક્યારે પુરાવા આપી દીધાં ? હવે એ શું કરવાનો છે ? પરાંજપે એ કહ્યું અમે પુરાવા બે દિવસ પહેલાંજ એને દાદર સ્ટેશન પાસે આપી દીધાં. એ અને એના સાહેબ સાથે હતાં. પછી પુરાવા લઇને ક્યા ગયાં કંઇ ખબર નથી ? એ લોકોને પછી કોઇ સંપર્ક નથી. પણ પુરાવા જડબેસલાક છે અભ્યંકરનું હવે પતી ગયું એ ગમે તેવા ધમપછાડા કરશે કંઇ નહીં વળે.
સિધ્ધાર્થે કહ્યું એ જે કારમાં હતાં એ કારતો પોલિસનો કબજામાં છે પણ એમાં કોઇ પુરાવા નથી મળ્યાં નથી એ લોકો હજી સુધી પકડાયાં. ઠીક છે તમે મને આટલી માહિતી આપી ઘણી છે હાં એક વિશ્વાસ જરૂર આપુ છું કે અભ્યંકર સરનું ગમે તે થશે પણ તમને કોઇ નુકશાન નહીં થવા દઊં હમણાં તમને જવા નથી દેતો બહાર કારણ કે તમે અહીં વધુ સુરક્ષીત છો મારી નીગરાનીમાં છો બહાર તમારા માટે ખુલ્લુ જોખમ છે.
એમ કહીને સિધ્ધાર્થ રૂમની બહાર નીકળી ગયો એનાં આસિસ્ટનને કહ્યું આ રૂમને લોક મારી દો ચાવી મને આપી દે મારી જાણ વિના આ લોકોને ક્યાંય જવા નથી દેવાનાં એમનાં માથે બહાર વધારે જોખમ છે. આસ્ટિટન્ટ ખૂબ ખુશ થઇ ગયો માન ભરી નજરે સિધ્ધાર્થેની સામે જોઇ કહ્યું થેંક્યુ સર હું લોક લગાવીને ચાવી તમનેજ આપી દઊં છું સર થેંક્યુ.
આમ બે વાર થેંક્યુ કહીને એણે તાળુ મારી ચાવી સિધ્ધાર્થને આપી દીધી સિધ્ધાર્થ એની ચેમ્બરમાં આવ્યો અને ફોન રણકી ઉઠ્યો.
ગોવાની એક નાની હોટલાં રાનડે સર રોકાયાં હતાં વર્ષોથી સંબંધ હતો હોટલ માલિક સાથે એક મિત્ર જેવોજ હતો. ધણાં દિવસથી અહીં રહ્યાં હતાં. એમણે નીલાંગને ફોન કર્યો પણ કંઇ માહિતી ના મળી પણ નીલાંગનાં બોલવા પર વિશ્વાસ હતો કે એ ચોક્કસ કંઇક કરશે. એમણે કામ્બલેનો સંપર્ક કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ ફોન સ્વીચ ઓફજ આવતો હતો.
એમણે રૂમ એટેન્ડેન્ટ પાસે વ્હીસ્કી મંગાવી અને પેગ બનાવીને ટીવી ચાલુ કરીને બેઠાં. એમાં બ્રેકીંગ ન્યૂઝ એમનાંજ ચાલી રહેલાં અભંયકર સરકારે એમને ભાગેડું દોષિત કરેતો અને સરકાર ઉથલાવવા અને વિરોધી પાર્ટીનાં પૈસા ખાઇને ભૂર્ગળમાં જતા રહેલાંને શોધવાનું અભિયાન ચાલુ હતું એમાં બ્રેકીંગન્યૂઝ આપવાં એમાં કાંબલેનાં સમાચાર સાંભળ્યા કે એમ.પી.નાં એ ગામમાંથી કાંબલે જે પત્રકાર થયેલો પહેલાં પોલીસ કર્મી હતો એ પકડાયો છે એને પોલીસે બરાબર ઠમઠોર્યો છે પણ કંઇ બોલી નથી રહ્યો. એને ખબર નથી કે પ્રેસ માલિક અને પત્રકાર નીલાંગ ક્યાં છે ? એનો ફોન જપ્ત કરીને તપાસ ચાલુ છે.
રાનડેએ સમાચાર સાંભળી ફોનમાંથી સીમ બદલી નાખ્યું અને ફોન સ્વીચ ઓફ કરી દીધો. વ્હીસ્કીનો મોટો ઘૂંટ પીને બોલ્યા નીલાંગ હવે બાજી તારાં જ હાથમાં છે કંઇક પ્લાન બનાવીને સફળ થઇ જા નહીંતર બધાની આવી બનશે. હું રોડ પર આવી જઇશ મને પકડીને મારું તો મર્ડરજ કરી દેશે. ચિંતામાં ને ચિતામાં વ્હીસ્કીનાં પેગ પર પેગ ચઢાવવા માંડ્યા.. ટીવી ચાલુ હતું.....
************
નીલાંગ નીલાંગી સાથે બહાર નીકળી ગયો એની સાથે એની લેપટોપ બેગ હતી નીલાંગીએ લેપટોપ બેગ બીજી કોઇ રંગીન થેલીમાં મૂકી દીધી હતી બંન્ને જણાં શીખ કપલ હમણાં પરણીને આવ્યુ હોય એવાં બહાર નીકળી ગયાં હતાં.
નીલાંગીએ કહ્યું નીલુ હવે ખૂબજ અગત્યનો સમય શરૂ થયો છે આજે એક કાંકરે ઘણાં પક્ષી મારવાનાં છે એટલે સાવધ રહેજો. તારી નજર સામે ઘણાં સત્ય આવશે જો તે જોયા જાણ્યાં નથી એ પચાવજે. ચલ ટેક્ષી ઉભી રાખ આપણે માય ઇન્ડીયા ટીવીની બ્રોડકારસ્ટ ઓફીસે પહોચી જઇએ....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-68