The Corporate Evil - 68 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-68

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-68

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-68
નીલાંગ અને નીલાંગી શીખ કપલ બનીને વિરારનાં એકાંત એરીયામાંથી નીકળી ટેક્ષીમાં બેઠાં. બંન્ને જણાં તાજાજ પરણેલાં હોય એવાં લાગતાં હતા. શીખ પોષાકમાં કોઇને ઓળખાઇ રહ્યાં નહોતાં. ટેક્ષીવાલાએ પૂછ્યું "સરદારજી કહાઁ જાના હૈ. નીલાંગે એજ લહેકામાં જવાબ આપતાં કહ્યું અરે ભાઉ ગોરેગાવ વેસ્ટ લેલો માય ઇન્ડીયા ટેલીવીઝન ની ઓફીસે.
ઓકે સરદારજી કહીને ટેક્ષીવાળાએ ટેક્ષી હાંકી અને નીલાંગી નીલાંગને વળગીને બેસી ગઇ નીલાંગી એક એક પળ નીલાંગની સાથે ગાળી રહેલી આવનાર ભવિષ્યનાં વિચારે એ વ્યાકુળ થઇ રહી હતી. એણે નીલાંગને વળગીને કહ્યું નીલુ આપણે માય ઇન્ડીયા ટીવીની ઓફીસમાં પહોચીએ પછી તું ત્યાં બધી વાત કરજે એ લોકો આપણને કેવો રીસ્પોન્સ આપે છે એ પ્રમાણ આગળ કરીશું. આજની રાત મજા આવી જશે. એમ બોલતાં બોલતાં એની આંખમાં પાણી આવી ગયાં.
નીલાંગે કહ્યું મજા આવી જશે ગુનેગારો ખૂલ્લાં પડી જશે. સાચાં ક્રીમીનલોને આકરી સજા થશે. પણ તારી આંખમાં આસુ ? કેમ ? તને ડર છે કોઇ ? મને ખબર છે આપણાં પુરાવાનાં એ ન્યુઝના કારણે ગર્વમેન્ટ પણ તૂટી પડશે પણ આપણને કોઇ ભય નથી માય ઇન્ડીયા વાળા એન્ટી અભયંકરજ છે એટલે આપણને સારો રીસ્પોન્સ મળશે એવો વિશ્વાસ છે.
નીલાંગીએ કહ્યું "નીલુ તારી વાત સાચી છે આજે બધાં ગુનેગારો ઉઘાડા પડી જશે. ગર્વમેન્ટ ચોક્કસ તૂટી પડશે અભ્યંકરનાં હાથમાંથી સત્તા જતી રહેશે એમાં શંકા નથીજ પણ નીલુ બીજું પણ ઘણું બધુ થશે. જે તું લાઇવ જોઇ શકીશ. આમ વાતો કરતાં હતાં અને ગોરેગાંવ વેસ્ટમાં આવેલી માય ઇન્ડીયા ટેલીવીઝનની ઓફીસ આવી ગઇ.
નીલાંગનું ધ્યાન બીલ્ડીંગ પર પડ્યુ નીલાંગી છેલ્લુ શું બોલી એનાં પર ધ્યાન ના ગયું છતાં એણે અડધુ પડધુ તો સાંભળ્યુજ હતું ટેક્ષીના પૈસા ચૂકવી બન્ને જણાં સ્ટાર ઇન્ડીયાની ઓફીસે પહોચ્યાં નીલાંગે કહ્યું નીલો તું શું કહેતી હતી ?
નીલાંગીએ કહ્યું કંઇ નહીં ચાલ બધુ લાઇવ જોવાની મજા આવશે અને બંન્ને જણાં લીફ્ટમાં ચઢ્યાં.
લીસ્ટની બહાર નીકળી નીલાંગે સીક્યુરીટી પૂછ્યુ કે મારે એડીટર સરને મલવાનું છે અરજન્ટ ખૂબજ અગત્યનું કામ છે હું એક પત્રકાર છું એમ કહી પોતાનું આઇકાર્ડ બતાવ્યુ સીક્યુરીટીએ રજીસ્ટરમાં નામ વિગેરે નોધવા કહ્યું અને પોતાની પાસેનાં ફોનથી એડીટર સાથે વાત કરી અને પછી નીલાંગને કહ્યું અહીંથી સીધાજ જાવ પછી રાઇટ સાઇડ પર કાચનો દરવાજો છે એ ચેમ્બરમાં સર તમને મળશે.
નીલાંગે થેક્સ કહીને નીલાંગીને લઇને એડીટર મી. કોટનીસ ની ચેમ્બરમાં પહોચ્યો મી. કોટનીસે નીલાંગનું કાર્ડ અને નીલાંગને જોતાં રહ્યાં પછી હસી પડ્યાં. એમણે કહ્યું ઓહો મી..મ્હાત્રે તમે તો વેશભૂષા બદલી છે. વાહ એનુ ચોક્કસ કારણ હશે આઇ કેન અન્ડર સ્ટેન્ડ અહીં તમારીજ ચર્ચા ચાલી રહી છે. બોલો મી. મ્હાત્રે હું તમારી શું સેવા કરી શકું ? તમારી સાથે કોણ છે ?
નીલાંગે કહ્યું થેક્યુ સર મારે વેશભૂષા બદલવી જરૂરી હતી. મારી સાથે મારી ક્લીંગ અને મારી ફ્રેન્ડ નીલાંગી છે અને ખાસ વાત એ છે કે અમને પ્રોટેકશન મળે એની વ્યવસ્થા તમે અહીં સ્ટુડીયોથી બહાર નીકળીએ ત્યારે કરજો. કારણ કે મારી પાસે ન્યૂઝ અને પુરાવા એવાં છે કે સરકાર ભંગ થવાની છે એ નક્કી છે વળી અમારાં શત્રુઓ અમારો જીવ લે એવી શક્યતા છે. વળી... એ આગળ બોલે એ પહેલાં નીલાંગીએ કહ્યું સર માત્ર ગર્વમેન્ટ તૂટી જશે એમ નહીં બધાં એવાં ખેરખાં જશે કે કોઇનું નામ નહીં રહે અને સાથે સાથે ઉદ્યોગપતિ બનીને ભ્રષ્ટાચાર અને વ્યભીચાર કરનારાં પિશાચો પણ ખૂલ્લા પડશે આજે એક કાંકરે આજે ઘણાં પંખી મરશે. પકડાશે અને શિક્ષા પામશે.
મી.કોટનીશ તો નીલાંગ નીલાંગીની સામે જોઇજ રહ્યો. એણે નીલાંગને કહ્યું તમે બેસો મને થોડો સમય આપો હું લાઇવ ન્યુઝમાં વચ્ચે બ્રેકીંગ ન્યુઝ ફલેશ કરાવું છું અને રાત્રે 10.00 વાગે ખૂબ અગત્યનાં બ્રેકીગ ન્યુઝની જાહેરાત કરાવુ છું ત્યાં સુધી તમે પુરાવા તૈયાર રાખો.
નીલાંગે કહ્યું "સર અમે અહીં વિશ્વાસથી આવ્યા છીએ. અમારી પાછળ કોઇ બીજી મેલી રમત તો નહીં....
હજી નીલાંગ બોલવુ પુરુ કરે પહેલાંજ નીલાંગીએ કહ્યું કોઇ કશુ નહીં કરી શકે. મી.કોટનીસ તો ખૂબજ પ્રોફેશનલ અને વિશ્વાસદાયક પત્રકાર છે. સર અમારી પાસે બધાંજ પુરાવા તૈયાર છે અને બીજા સીધા ઓનલાઇન જોવા મળશે. લાઇવ... મી. કોટનીસ અને નીલાંગ તો નીલાંગીને આશ્ચર્યથી જોઇ રહ્યો. નીલાંગે કહ્યું નીલો લાઇવ ? એ કેવી રીતે ?
નીલાંગીએ કહ્યું એ બધુ મારાં પર છોડો તમે બ્રેકીંગ ન્યૂઝ માટે ફલેશ કરાવવા માંડો 10 વાગે લગભગ આખો દેશ ટીવી સામે હોવો જોઇએ.
મી. કોટનીસ કહ્યું ડન.. એ પ્રમાણેજ થશે પણ પહેલાં તમે પુરાવા મને બતાવો પછી એની ચકાસણી કર્યા બાદ હું બ્રેકીંગ ન્યુઝ માટે તૈયારી કરાવુ. બીજા ન્યુઝ પ્રેસ રિલીઝ કરીને મારે આ ખાસ બ્રેકીંગન્યુઝ મૂકવા પડશે એ પહેલાં હું પુરાવા ચકાસી લઊં.
નીલાંગે કહ્યું લો સર બધાં પુરાવા જોઇલો એમ કહીને પોતાનું લેપટોપ ચાલુ કર્યું. એમને સીડી નાંખી અને પછી બધાંજ પુરાવા બતાવી દીધાં. મી. કોટનીસે આષ્ચર્ય સાથે કહ્યું કહેવુ પડે આતો સરકાર ગઇ અને અભયંકર તથા કાકા સાહેબ ચોક્કસ જેલની હવા ખાવાનાં નક્કી.
મી.કોટનીસે એમની ચેનલ પર બ્રેકીંગન્યુઝ ફલેશ કરવા માંડ્યા અને એનાઉન્સ કર્યુ કે રાત્રીનાં 10 વાગે રાષ્ટ્રજોગી બધાં પુરાવા રજૂ થશે. હાલ રાજકરણી અભ્યંકર સરકાર સામે અનેક આક્ષેપ છે અને આ આરોપોનો પુરાવા રજૂ કરવામાં આવશે. પછી અભ્યંકર સરકારને રાજ કરવાનો કોઇ અધીકાર નથી.
રાત્રીનાં 9.30 થઇ ગયાં હતાં ન્યૂઝ ચેનલ પર 10.00 વાગે ખાસ બ્રેકીગ ન્યુઝ આવવાનાં છે એનું જોરશોરથી પ્રચાર થવા લાગ્યો. હોટલ, રેસ્ટોરના ઘરમાં, સોસાયટીમાં બધેજ લોકો ટીવી સામે આવી ગયાં આ માણસ આજે શું કરવાનો છે. 9.50 થઇ અને નીલાંગ મ્હાત્રેની તસ્વીર ન્યૂઝ ચેનલ પર ચાલુ થઇ ગઇ. દેશભરમાં લોકો 10.00 વાગ્યાની રાહ જોવા લાગી.
નીલાંગીએ 9.55 વાગે નીલાંગને કહ્યું તું કોટનીસ સર સાથે બેસી બધાં પુરાવા અને આક્ષેપો સાથે ટીવી પર રજુ કરજે અને હું બીજા નરાધમોને ઉઘાડા પાડવા લાઇવ ન્યુઝમાં આવે એની તૈયારી કરીશ.
નિલાંગે કહ્યું "લાઇવ ન્યુઝ કેવી રીતે ? મને સમજાવ મને તારી કંઇ સમજણજ નથી પડતી.
નીલાંગીએ કહ્યું કોઇ અકળામણ કરવાની જરૂર નથી તમે લોકો ન્યુઝ ચાલુ કરો હું આપો આપ જોડાઇ જઇશ હું ત્યાં સુધી પીશાચોને ફોન કરીને જણાવી દઊ, નીલાંગ વધારે પ્રશ્નો પૂછે પહેલાં નીલાંગી એ કેબીન છોડીને બહાર નીકળી ગઇ. નીલાંગ ટીવીમાં પૂરાવા રજૂ કરવા માટે તૈયાર થઇ ગયો. મી. કોટનીસ ટીવી પર ખુદ લાઇવ આવ્યાં. એમણે કહ્યું મારાં દેશનાં નાગરીકો, બોલીવુડ હસ્તીઓ, રાજકારણી પીશાચો, મીડીયાનાં મિત્રો, ઇન્ડસ્ટ્રીયલમાં આવતા બધાને હું અવગત કરાવું છુ કે હમણાં થોડીવારમાંજ આપણાં દેશનાં એક રાજ્યમાં શું અને કેવુ ચાલી રહ્યું છે એ હું લાઇવ બતાવાની તૈયારી કરી રહ્યો છું.
દેશનાં મોટા ભાગનાં ઘર, રેસ્ટોરા, કલ્બ હોટલ, બધાંજ લોકો ટીવી સામે ગોઠવાઇ ગયાં. કોટનીસે લાઇવ બોલતાં કહ્યું કે માય ઇન્ડીયા ટીવી ખૂબ મોટાં અગત્યનાં બ્રેકીંગ ન્યુઝ લઇને આપની સમક્ષ હાજર છે.
અમે જે ન્યૂઝ બતાવવા જઇ રહ્યાં છીએ એનાં અમારી પાસે જડબેસલાક પુરાવા છે જે તમારી સમક્ષ મૂકવા માંગીએ છીએ સરકારી અર્ધસરકારી કે રાજકારણી લોક ખાસ સાંભળે. મી.કોટનીસે પોતાની સાથે સાથે નીલાંગને ટીવીમાં બતાવવા માંડ્યો .
દેશભરમાં લોકો ટીવીની સામે ગોઠવાઇ ગયા અને બ્રેકીંગ ન્યુઝ જોવા માટે ટીવી ચાલુ કરી બેઠાં મી.કોટનીસ ચહેરો દેખાયો એમણે કહ્યું માય ઇન્ડીયા ટીવી હવે સમગ્ર દેશને શાંતિથી એક પછી એક બ્રેકીંગ ન્યૂઝ બતાવશે. ખાસ તો મહારાષ્ટ્ર સરકારનાં સર્વે સર્વા શ્રી અભ્યંકરના ભયકર ચહેરો જુઓ.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-69